Saturday, 3 March 2012

હોળી | હોલિકાદહન | ધુળેટી | રંગોની હોળી ...

હોળી | હોલિકાદહન | ધુળેટી | રંગોની હોળી ...

ખેલો ખેલો હોળી રે ખેલૈયા,
રંગે રોળાઓ રસિયા ઘેરૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
ઘોળી કસુંબા કેસર સાથે,
પીયો પીયો રે ખૂબ ભૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
વસ્ત્ર દલાડો કેસૂડી રંગે,
અબીલ-ગુલાલ છવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
ધામધૂમ બહુ ધૂમ મચાવો,
કાંઈ કાંઈ બજાવી ગવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
નર્મદ કવિ પણ આજે બન્યા છે,
રંગીલા બાળ કનૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

 
હોળીકા દહન માટે આ છે સૌથી શુભદાયક શ્રેષ્ઠ મૂહુર્ત

હોળીકા દહન ભદ્રા રહિત હોય તેવી પ્રદોશ વ્યાપીની હોળીની પુનમ હોય છે અને સાયંકાળે હોળીકા દહન કરવાનો સામાન્ય નિયમ છે. બુધવારે સાંજે ૫.૫૨ કલાકે પુનમ શરૂ થાય છે અને ગુરૂવારે બપોરે ૩.૦૯ કલાકે પુનમ પુરી થઇ જતી હોવાથી પ્રદોશ સમય મળતો નથી. જ્યોતિષાચાર્યના મતે બુધવારે સાંજે ૭થી૯.૧૫ કલાક દરમ્યાન હોળીકા દહન કરવા માટે ઉત્તમ મુહુર્ત છે.

 
અતુલ્ય પુણ્ય પ્રાપ્ત કરવા, આ રીતે કરવામાં આવે છે હોળીની પૂજા

હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાં એક છે. આ તહેવાર ફાગણની પૂનમે મનાવવામાં આવે છે. હોળીની સાંજે હોલીકાનું પૂજન કરવામાં આવે છે. હોલીકાની પૂજન વિધિ-વિધાનથી કરવાથી અતુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. હોળીની પૂજા વિધિ આ પ્રકારે છે.

-પૂજન સામગ્રીઃ-

રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા વગેરે

-પૂજા વિધિઃ-

એક થાળીમાં બધી પૂજન સામગ્રી લઈ લો અને સાથે એક લોટો પાણી પણ લઈ લો. ત્યારબાદ હોળી પૂજનના સ્થાને પહોંચી, નીચે લખેલ મંત્રનું ઉચ્ચારણ કરતા પોતાની ઉપર અને પૂજન સામગ્રી ઉપર થોડું થોડું પાણી છાંટો

ऊँ पुण्डरीकाक्ष: पुनातु, ऊँ पुण्डरीकाक्ष: पुनातु, ऊँ पुण्डरीकाक्ष: पुनातु।

હવે હાથમાં પાણી, ચોખા, ફૂલ તથા કેટલીક દક્ષિણા લઈ નીચે લખેલા મંત્રનો ઉચ્ચારણ કરો.

ऊँ विष्णु: विष्णु: विष्णु: श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया अद्य दिवसे शोभन नाम संवत्सरे संवत् 2068 फाल्गुन मासे शुभे शुक्लपक्षे पूर्णिमायां शुभ तिथि बुधवासरे ----------गौत्र(પોતાના ગોત્રનું નામ લો.) उत्पन्ना----------(પોતાના નામનું ઉચ્ચારણ કરો.)

मम इह जन्मनि जन्मान्तरे वा सर्वपापक्षयपूर्वक दीर्घायुविपुलधनधान्यं शत्रुपराजय मम् दैहिक दैविक भौतिक त्रिविध ताप निवृत्यर्थं

सदभीष्टसिद्धयर्थे प्रह्लादनृसिंहहोली इत्यादीनां पूजनमहं करिष्यामि।

ગણેશ-અંબિકા પૂજન
સર્વપ્રથમ હાથમાં ફૂલ અને ચોખા લઈ ભગાવન ગણેશનું ધ્યાન કરો...

गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम्। उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपमजम्।। ऊँ गं गणपतये नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि।।
હવે ભગવાન ગણપતિને એક પુષ્પ ઉપર રોળી તથા અક્ષત લગાવીને સમર્પિત કરી દો. ऊँ अम्बिकायै नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि सर्मपयामि।।
માતા અંબિકાનું ધ્યાન કરતા કરાતા પંચોપચાર પૂજા માટે ગંધ, ચોખા અને ફૂલ ચઢાવો.

ऊँ नृसिंहाय नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि।।

ભગવાન નૃસિંહનું ધ્યાન કરતા કરતા પંચોપચાર પૂજા માટે ગંધ, ચોખા અને ફૂલ ચઢાવો. ऊँ प्रह्लादाय नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि।।
પ્રહ્લાદનું સ્મરણ કરતા કરતા નમસ્કાર કરી અને પંચોપચાર માટે ગંધ, ચોખા અને ફૂલ ચઢાવો.

હવે નીચે લખેલા મંત્રનો ઉચ્ચારણ કરતા હોળીની સામે બંને હાથ જોડી ઊભા થઈ જાઓ તથા પોતાની મનોકામનાની પૂર્તિ માટે નિવેદન કરો. असृक्पाभयसंत्रस्तै: कृता त्वं होलि बालिशै: अतस्त्वां पूजयिष्यामि भूते भूतिप्रदा भव:।।
હવે ગંધ, ચોખા, ફૂલ, સાબૂત મગ, સાબૂત હળદર, નારિયળ તથા બડકુલા(ભરભોલિયા) હોળીના સોટા કે ડાંડની નજીક છોડી દો. કાચુ સૂતર તેની ઉપર બાંધો અને પછી હાથ જોડીને હોળીની ત્રણ, પાંચ કે સાત પરિક્રમા કરો. પરિક્રમા પછી લોટામાં ભરેલું પાણી ત્યાં ચઢાવી દો.

હોળીકા દહન ભદ્રા રહિત હોય તેવી પ્રદોષ વ્યાપીની હોળીની પૂનમ હોય છે અને સાયંકાળે હોળીકા દહન કરવાનો સામાન્ય નિયમ છે. બુધવારે સાંજે ૫.૫૨ કલાકે પૂનમ શરૂ થાય છે અને ગુરૂવારે બપોરે ૩.૦૯ કલાકે પુનમ પૂરી થઇ જતી હોવાથી પ્રદોષ સમય મળતો નથી. જ્યોતિષાચાર્યના મતે બુધવારે સાંજે ૭થી૯.૧૫ કલાક દરમ્યાન હોળીકા દહન કરવા માટે ઉત્તમ મુહુર્ત છે.

બુધવારે ભદ્રા હોવા છતા હોળીકા દહન માટે અન્ય કોઇ વિકલ્પ મળતો નથી જેથી બુધવારે સાંજે ૭થી ૯.૧૫ કલાક દરમ્યાન હોળીકા દહન કરવુ જોઇએ કેમ કે દિવસે હોળીકા દહન કરવુ સર્વ ગ્રંથોથી વિરૂધ્ધ છે.

 
હોળી ઉપર આ જ પૂજન સામગ્રી કેમ ચઢાવે છે?
હોળીનો તહેવાર ભારત સહિત અનેક દેશોમાં પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. હિન્દુ મહિલાઓ હોળીની પૂજા કરે છે તથા વિભિન્ન પૂજા સમગ્રી હોળીમાં અર્પિત કરે છે. જેમ કે, ઉંબી (ઘઉં જવની પોક), છાણાની માળા, શ્રીફળ તથા નાડુ વગેરે. આ પરંપરા સદીઓ જૂની છે. પરંપરાગતરીતે હોળી ઉપર ચઢાવવામાં આવતી સામગ્રી પાછળ કેટલાક ભાવ છૂપાયેલા હોય છે જે આ પ્રકારે હોય છે—

પોક(ઘઉં જવની ઉંબી)-

આ નવા અન્નનું પ્રતીક છે. ભારતીય પરંપરામાં આને વિધાનની સાથે ઉપભોગમાં લેવામાં આવે છે, એટલે અગ્નિનો ભોગ લગાવે છે અને પ્રસાદના રૂપમાં અન્ન ઉપયોગમાં લે છે.

છાણાની માળાઃ-

-અગ્નિ અને ઇન્દ્ર વસંતની પૂનમના દેવતા માનવામાં આવે છે. તે અગ્નિને પહેરાવવાનું પ્રતીકરૂપે ચઢાવવામાં આવે છે. તેને 10 દિવસ પહેલા બાળકીઓ બનાવીને તૈયાર રાખે છે.

નાડુઃ-

આ વસ્ત્રનું પ્રતીક છે. હોળીને શૃંગારિત કરવાનો ભાવ એમાં છુપાયેલો છે.

નારીયળઃ-

આ શ્રીફળ માનવામાં આવે છે. ફળના રૂપમાં તેનું અર્પણ કરે છે. તેને ચઢાવીને પાછા લાવે છે અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે.

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિમાં હોલીકા દહનનું આગવુ મહત્વ ધરાવે છે. અગ્નિ એ રોગ સામે રક્ષણ આપતી શક્તિ છે., એટલે જ અગ્નિ સ્વરૂપ શમી વૃક્ષનું ઠુંઠુ બાળીને રોગ શમન કરવામાં આવે છે. આ વર્ષે વિક્રમ સંવત ૨૦૬૮માં ફાગણ સુદ ૧૪ તા.૭ માર્ચને બુધવારે સાંજે ૦પ-પપ કલાકે ૧૪ની તિથિ પૂરી થઇ જાય છે જે બીજા દિવસે ગુરૂવારે બપોરના ૦૩-૧૧ સુધી રહે છે.

શાસ્ત્રની આજ્ઞા મુજબ સાયંકાળની પૂર્ણિમા તિથિ હોય ત્યારે હોલિકા દહન જે દિવસે સાંજે પૂનમ હોય તે સાંજે હોળીનું દહન કરવું એવું શાસ્ત્રનું વચન છે. આથી આ વર્ષે તા.૭ માર્ચને બુધવારે હોળીનું દહન કરવામાં આવશે.બાદમાં ગુરૂવારે રંગ પર્વ ધૂળેટી ઉજવાશે.

તા.૭ માર્ચને બુધવારે હોળી ઉજવાશે જેમાં હોલિકા દહનનો શ્રેષ્ઠ સમય સાંજના ૦૭-૩૩થી ૦૮-૨પ સુધીનો છે. 

બુધવારે હોળીનું પર્વ ઉજવ્યા બાદ તા. ૮ માર્ચને ગુરૂવારે રંગોત્સવ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. કદમગીરી તીgથ ઉપર કોળાંબા ડુંગરે બિરાજમાન માતા કમળાઇમાતાના સાનિધ્યમાં પરંપરાગત કમળા હોળી તા.૬ માર્ચને મંગળવારે ઉજવાશે.

હોળી-ધૂળેટીનું પર્વ આમ તો અનેક પ્રકારની પ્રાચીન કથાઓ સાથે સંકળાયેલુ છે. પરંતુ મુખ્યત્વે અહંકાર અને આસૂરી વૃત્તિ તથા વિકારોને બાળવાનું આ પર્વ હિન્દુ સંસ્કૃતિના લગભગ દરેક ધર્મમાં જુદી-જુદી રીતે ઉજવાય છે.

૨૯ ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો આરંભ થશે

હોળી પહેલાના આઠ દિવસ એ હોળાષ્ટક કમૂહુર્તાના ગણવામાં આવે છે. હિન્દુઓની પ્રાચીન માન્યતા અનુસાર આ દિવસોમાં હોળીની સામી જાળ હોય છે. આથી આ આઠ દિવસ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો ત્યાજ ગણાય છે. તા. ૨૯ ફેબ્રુઆરી, ફાગણ સુદ સાતમને બુધવારે સાંજના ૦૭-૪૨ કલાકથી હોળાષ્ટક શરુ થાય છે જે ફાગણ-સુદ-પૂનમ તા.૮ માર્ચને ગુરુવાર સુધી રહેશે.
 
હોળી, જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.

ઇતિહાસ

પ્રથમ કથા  - બાળકોને બીવડાવતી હતી રાક્ષસી -

યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યુ - ફાગણ પૂર્ણિમાએ દરેક ગામ અને નગરમાં એક ઉત્સવ કેમ થાય છે. દરેક ઘરમાં બાળકો કેમ મસ્તીમાં ખોવાય જાય છે, અને હોળિકા કેમ સળગાવવામાં આવે છે, આમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે.,. અને આને 'અડાડા' કેમ કહેવામાં આવે છે ? શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને રાજા રધુના વિશે એક દંતકથા સંભળાવી. રાજા રધુ પાસે લોકો એ ફરિયાદ લઈને ગયા કે 'ઢોળ્ડા' નામની એક રાક્ષસી બાળકોને દિવસ-રાત સતાવતી રહે છે. રાજા દ્વારા પૂછવામાં આવતા તેમણે પુરોહિતે જણાવ્યુ કે પેલી માળીની છોકરી એક રાક્ષસી છે, જેણે શિવે વરદાન આપ્યુ છે કે તેને દેવ, માનવ, વગેરે નહી મારી શકે અને ન તો કોઈ શસ્ત્ર તેને મારી શકે કે ન તો ઠંડી, ગરમી કે વરસાદ તેને મારી શકે છે, પરંતુ શિવે એટલુ કહ્યુ કે તે રમતા બાળકોથી બી શકે છે. પુરોહિતે જણાવ્યુ કે ફાગણની પૂનમના રોજ શિયાળો સમાપ્ત થાય છેઅ એન ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે. 

ત્યારે લોકો હંસે અને આનંદ મનાવે. બાળકો લાકડીના ટુકડા લઈને બહાર આનંદપૂર્વક નીકળી પડે. લાકડીઓ અને ઘાસ ભેગા કરે. રક્ષા મંત્રોની સાથે તેમા આગ લગાવે, તાળિઓ વગાડે, અને અગ્નિની ત્રણ વાર પ્રદક્ષિણા કરે. ખૂબ હસે અને મસ્તી, અટ્ટહાસ્ય કરવાથી તે રાક્ષસી મરી જશે. જ્યારે રાજાએ આ બધુ કર્યુ તો રાક્ષસી મરી ગઈ અને તે દિવસને અડાડા કે હોળિકા કહેવામા આવી.  

 બીજી કથા - હોળિકા અને પ્રહલાદ

હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

પરંપરા

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

સંગીતમાં હોળી

  • હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
  • વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વૃજભાષામાં હોય છે.
  • ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
    • "રંગ બરસે ભિગે ચુનરવા..."
    • "હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.."
  • ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:
    • "રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
    • "કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ

વૈજ્ઞાનિક રીતે હોળીનું મહત્વ 

તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે.
વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે?
 
હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન નથી. 

હોળી જીવનને બનાવતી રંગીન   

રંગો વિના સંસાર કેટલો સુનો, અધુરો હોય છે તેની કલ્પના પણ ખુબ જ દુ:ખદાયક છે. જે પરમાત્માએ પ્રકૃતિમાં અગણિત રંગો પુર્યા તેને જ મનુષ્યને રંગોને જોવા માટે અને ઓળખવા માટે અગણિત આંખો આપી અને તેનાથી આનંદિત થઈ શકે તેવી ચેતના પણ પ્રદાન કરી. એ કહેવું મુશ્કેલ છે કે તેને વિવિધ રંગોને જોવા માટે આંખો આપી કે આંખોની રચના બાદ તેના રસ્તા મનને અવર્ણનીય સુખ પહોચાડવા માટે પ્રકૃતિમાં રંગ વેર્યા. 
 
આજકાલ સજાવટી કલર બનાવનાર કંપનીઓ અત્યાધુનિક કોમ્પ્યુટરના માધ્યમથી જેટલા રંગ અને શેડસ પોતાના ગ્રાહકને આપી રહી છે કે ભવિષ્યમાં આપશે તેનાથી લાખ ઘણાં લોભામણા કલર તે પરમાત્માએ પોતાની પીંછી દ્વારા પૃથ્વીના દરેક કણ કણમાં ભરી દિધા છે. સંસાર રચનારે કહ્યું કે માણસ ફૂલોમાં, પતંગિયામાં, મોરમાં, સૂરજ-ચંદ્રની સાથે સાથે ડગથી ડગ માંડીને ચાલતાં અને દરેક પળે ચહેરો બદલતાં આકાશના ચિત્તાકર્ષક રંગોમાં, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં સૃષ્ટિની રચયિતાની સુંદરતાની ઝલક મેળવી શકે તેને સત્યં શિવં સુંદરમનું જ્ઞાન મેળવવાનો અવસર મળે. 
 
રંગોની અનુભૂતિ કરનાર, ખૂબસુરતીથી આનંદિત થનાર મન ભગવાને માણસને આપ્યું છે. ઘણાં પશુ પક્ષીઓ અલગ અલગ રંગ જોવા અને ઓળખવામાં અસક્ષમ હોય છે. જો કે પશુ પક્ષીઓને જુદા જુદા રંગ, પેટર્ન, ડિઝાઈન, રંગ સંયોજન વગેરે વારસામાં મળે છે. બીજી બાજુ વિડંબના છે કે રંગોથી સૃજીત થનાર સૌદર્યનો પુજારી હોવા છતાં પણ મનુષ્ય જાતે રંગીન મીજાજ તો થઈ શકે છે પણ પોતે રંગીલો નથી થતી શકતો. 
 
તે વધારે અને ઓછો ગોરો હોઈ શકે છે, સાવલો, ઘૌવરર્ણૉ પણ હોઈ શકે છે પરંતુ પતંગિયા જેવા અલૌકિક રંગો નથી મેળવી શકતો. તે પોતાની ચારે બાજુ રંગીન વસ્તુઓ, રંગીન પ્રાણીઓ વગેરેને જોઈ શકે છે અને તેની અંદર પોતે પણ અનુભવી ન શકે તેવી દબાયેલી ઈચ્છા હોય છે પરંતુ તેની આ છટપટાહટ બહાર નથી જોઈ શકાતી. 
 
રંગોની આ અભિલાષા જ્યારે સામાજીક, સામુહિક બની જાય છે તો હોળી આવે છે. રંગોની આરાધનાનો એક અનોખો સામાજીક તહેવાર અસ્તિત્વમાં આવી જાય છે અને લોકો એકબીજાને જુદા જુદા રંગોમાં નાંખી દે છે. ફાગણ રમાય છે, ગુલાલ ઉડાડે છે, રંગ ભરીને એકબીજા પર પીચકારીઓ મારે છે. માણસ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક અનુભવે છે. માણસ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક મહેસુસ કરે છે અને તનની સાથે સાથે મનને પણ રંગી લે છે. 
 
સાચા અર્થમાં પ્રકૃતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૂપ આપવાનો એક અવસર છે. એક અદ્વિતિય તહેવાર છે હોળી. પહેલાં આપણા દેશની અંદર હોળી અને વસંતોત્સવ ઘણાં દિવસો સુધી ઉજવવામાં આવતો હતો. હોળીની સાથે જોડાયેલ આસુરીવૃત્તિવાળા હિરણ્યકશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદ નએ હોળીકાની કથા તો દરેક વ્યક્તિના મનમાં વસેલી છે. પોતાના પરસેવાની કમાણીથી પાકેલ અનાજ પર ખુશી ઉજવતાં ખેડુતો માટે પોતાના આનંદને સાર્વજનિક કરવાનો પણ એક રસ્તો છે. ભારત છે જ ગામડાઓનો દેશ.
 
રંગોના તહેવારની શરૂઆત દુનિયામાં જો ક્યાયથી થઈ હોય તો તે છે ભારત. સંસારના કયા ખુણામાં જનસામાન્યના આ ખુશનુમા તહેવાર માટે આવા મસ્ત લોકો મળતાં હતાં? 

મનાવો આ રંગથી હોળી રંગીન થશે આપનું કિસ્મત
આ હોળી પર કેવા રંગનો ઉપયોગ કરશો કે જે આપના વ્યવસાય તથા નોકરી માટે લાભદાયક હોય છે. હા, આ શક્ય છે કે તમે જેવો રંગ પસંદ કરો છો એ તમારા લાભમાં વધારો કરી શકે છે. તો ચાલો જોઈએ...

લાલ રંગ –

લાલ રંગ ભૂમિપૂત્ર મંગળનો રંગ છે. જમીન સંબંધિત કાર્ય કરનારા બિલ્ડર્સ, પ્રોપર્ટી ડીલર્સ, કોલોનાઈજર્સ, એંજીનિયર્સ, વગેરેનો વ્યવસાય કરનાર તથા પ્રશાસનિક અધિકારીઓને લાલરંગથી જ હોળીનો ઉત્સવ માનાવવો જોઈએ તથા ગરીબોને ભોજન કરાવવાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે. બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
મિત્ર રંગઃ ગુલાબી, કેસરી, મરૂન

લીલો રંગ –

લીલો રંગ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. વેપારમાં વૃદ્ધિ, શિક્ષક, અભિનેતા, વિદ્ધાર્થિઓ, જજ વગેરેએ તથા લેખક, પત્રકાર વગેરેએ પણ હોળીમાં આ રંગનો ઉપયોગ કરવાથી લાભ તથા સફળતા પ્રાપ્ત થાય છે. કોમ્પ્યુટર સાથે જોડાયેલા લોકો માટે પણ લીલો રંગ શુભ માનવામાં આવે છે.
મિત્ર રંગઃ નીલો, પીળો, આસમાની.

પીળો રંગ –

પીળો રંગ ગુરુનું પ્રતિનિધ્ત્વ કરે છે. ગુરુ સોનું, ચાંદિ, અન્ન વેપાર આર્થિક પક્ષને પ્રભાવિત કરે છે. અનાજના વેપારી, સોના ચાંદીના વેપારી, શેરનો વેપાર કરનારને આ રંગ તેની સ્થિતિ મજબૂત કરે છે. તમાપા બીજા સાથીઓથી બે ગણી સારી સ્થિતિમાં રહેશે. સન્માનિત થશે.
મિત્ર રંગઃ લાલ, લીલો, જાંબલી

નિલો રંગ –


નીલો રંગ શનિ ગ્રહનો છે. અભિનેતા, રંગમંચ, કોમ્પ્યુટર, પ્લાસ્ટિક, પેંઈન્ટ વેપારી, લોખંડના વેપારી તથા રાજનીતિજ્ઞ લોકો હોળી પર ઉત્સવ નીલા રંગથી મનાવો. તેથી આપ નવી ઉંચાઈ અને નવી પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો.

- ઝડપથી વિવાહ માટે પીળા રંગથી હોળી મનાવો.

- કોર્પોરેટ કર્મચારી પીળા તથા લીલા રંગથી હોળી મનાવો.

- વિદેશ યાત્રાની કામના વાળા બ્રઉન રંગથી હોળી મનાવો.

- પ્રમોશન માટે લાલ રંગનો ઉપયોગ કરો.

- ગૃહીણીયો માટે લાલરંગ જ ઉત્તમ રહેશે. 

આ હોળી ઉપર શું થશે તમારી સાથે, કેવી રહેશે હોળી?
તમારી માટે કેવો રહેશે હોળીનો તહેવાર? જાણો શું થવાનું છે તમારી સાથે? શા માટે ખાસ રહેશે તમારી માટે હોળી? જાણો શું કહે છે તમારા ગ્રહો પ્રમાણે રાશિફળ.. જાણો તમારી રાશિથી...

મેષઃ-

-આ વર્ષે તમારી માટે હોળીના રંગ શુભ ફળ આપનારા રહેશે. મેષ રાશિવાળા માટે હોળીનો તહેવાર સારો સમય લઈ આવ્યો છે.

વૃષભઃ-

-આ રાશિના લોકો પોતાના મૂડથી હોળી મનાવી લેશે. હોળીના શુભ હોવી અને ન હોવી તેમના હાથમાં રહેશે. આ રાશિના લોકો હોળીના રંગોને ફીકા નહીં પડવા દે. એ તમારા હાથમાં છે. નશાથી દૂર રહેજો.

મિથુનઃ-

-મિથુન રાશિવાળા માટે હોળીનો તહેવાર શુભ ફળ આપનારો રહેશે. આ રાશિવાળાને કોઈ મોટું પરિવર્તન જોવા નહીં મળે. ઉત્સાહ ચરમ સીમા ઉપર રહેશે. વધુ ઊર્જાવાન મહેસૂસ કરશો. સમયનો આનંજ ઊઠાવો.

કર્કઃ-

-આ રાશિના લોકોને સાવધાનીથી હોળી રમવી. મનને નબળા ન પડવા દો. સૂકા રંગો અને ગુલાલથી હોળી રમો. પરિવાર તથા મિત્રોની સાથે હોળીને રંગીન બનાવી દેશો.

સિંહઃ-

-હોળીના રંગ તમને લાંબા સમય સુધી ખુશ રાખશે. તમારી જ રાશિમાં મંગળ અને ચંદ્રનો લક્ષ્મી યોગ શુફ ફળ આપનાર રહેશે. તેનાથી તમને લાંબા સમય સુધી લાભ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન આપવું.

કન્યાઃ-

-હોળીને રંગીન બનાવવા માટે તમારે જ શરૂઆત કરવી પડશે. ઘરની બહાર નિકળશો તો તમારી હોળીના રંગ જીવંત થઈ ઊઠશે. સાવધાન રહેવું. વાહન ધીરે ચલાવવું.

તુલાઃ-

-તમારી રાશિનો સ્વામી શુક્ર મેષ રાશિમાં રહેશે. શુક્ર તમારી રાશિથી જ સાતમી રાશિમાં રહેશે. જે તમને શુભ ફળ આપનાર રહેશે. આ જીવનમાં આનંદને વિખેરનારો રહેશે. ઉન્માનદથી બચવું. શુભ કામનાઓ પ્રફુલ્લિત કરશે.

વૃશ્ચિકઃ
-

-પ્રસન્નતા વધશે. પરિવારને સંગ હોળી ખુશહાલ રીતે મનાવશો. બહાર નિકળવાથી બચવું. તમારી રાશિ ઉપર શનિની સાડાસાતી થકાવી દેનારી હોઈ શકે છે પણ તે સાથે સાથે ઉંમગ અને ઉત્સાહ આપનારી પણ રહેશે.

ધનઃ
-

-ધન રાશિના લોકો માટે હોળીનો તહેવાર મૌજ-મસ્તી આપનારો રહેશે. આ રાશિવાળા માટે તહેવાર શુભકાનાઓની ફૂહારોથી લબાલબ રહેશે. તમે આ તહેવાર ઉપર ઊર્જાવાન બની રહેશો. સાથે જ પરિચિત પણ ખુશ રહેશે. હોળીનું આગમન શુભ રહેશે.

મકરઃ-

-તમારી રાશિના સ્વામી શનિ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપજો. પોતાના લોકો સાથે હોળી મનાવો, તો સારું રહેશે, સારી ક્વોલિટીના રંગ વાપરજો. જે સ્વાસ્થ્ય માટે સારા હોય.

કુંભઃ-

-શનિની રાશિવાળા માટે હોળી જીવનસાથી તથા મિત્રોના રંગોની છાટથી ખુશનુમાન રહેશે. આ હોળી ઉપર ગ્રહો તમારી સાથે રહેશે.

મીનઃ-

-મીન રાશિવાળાને સાવધાનીથી હોળી મનાવવી જોઈએ. આ રાશિવાળા લોકો નાની-નાની વાતોનું ધ્યાન ન આપે. તો હોળી ખુશીઓ ભરેલી રહેશે. નશાથી બચવું. વાહન ચલાવાવમાં સાવધાની રાખવી.



હોળીનો રંગ તહેવાર પૂરા દેશમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. હોળી રંગ તથા મસ્તિનો તહેવાર છે. પહેલા હોળી પ્રાકૃતિક રંગોથી મનાવવામાં આવતી પણ હવે કેમિકલયુક્ત રંગોથી મનાવવામાં આવે છે.

આ કારણે રંગ સરળતાથી નીકળતા પણ નથી અને આપણી ચામડીને ખરાબ કરે છે. આમ તો રંગ નિકાળવા બધા ઘણા નુસ્ખા અપનાવે છે પણ તે નુસ્ખા પણ બગાડી શકે છે આપની ચામડી માટે અહીં છે તમારી ચામડીને ખરાબ ન થવા દે તેવા ઉપાય.

- હોળી રમતા પહાલા ખાસ પ્રકારે તમારા પોતાના હાથ-પગ, ચહેરા પર, વાળ અને શરીર પર સારી રીતે નારીયેળ કે સરસવનું તેલ કે કોઈ લોશન લગાવી લો.

- આંખોમાં રંગ કે ગુલાલ પડતા આંખને તરત ઠંડા પાણીથી ધુઓ, ધ્યાન રાખો કે આંખને વધારે ચોળો નહીં. તેનાથી બળતરા થવા લાગશે. આંખમાં ગુલાબ જળના ટીપા નાખો. આરામ મળશે.

- ન્હાવા માટે મૂલ્તાનની માટીનો ઉપયોગ કરી શકો છો. ત્વચા પર ભીની મૂલ્તાની માટી લગાવો થોડીકવાર સુકાવા દો. પછી તેને ધોઈ નાખો. તેનાથી રંગ નિકાળવામાં ઘણી મદદ મળશે.

- લીંબુના રસમાં દહીં મેળવી તેને લગાવી પછી સ્નાન કરો. તેનાથી રંગ ઉતરી શકે છે.

- નારીયળનું તેલ કે દહિંથી ચામડીને ધીરે ધીરે સાફ કરો.

- માથા પરનો કલર નિકાળવા માટે ચણાનો લોટ કે દહીં-આંબળા (એક રાત પહેલા પલાળેલા )થી પણ માથું ધોઈ શકો છો. આ પછી વાળમાં શેંમ્પૂ કરો.

તો થઈ જાવ જબરદસ્ત હોળી રમવા માટે... રંગની ફિકર છોડો


હોળીના રંગ દુર કરવા અજમાવો

આખા વર્ષ દરમિયાન રાહ જોયા બાદ હોળી રમવાનો તહેવાર આવે છે. પરંતુ ઘણાં લોકો ત્વચા અને સૌદર્ય ખરાબ થવાની બીકે હોળી રમતાં ગભરાય છે. તેના માટે ડરશો નહિ હવે રંગ છોડાવવા માટેના ઘરેલુ નુસખા અહીં આપેલ છે. આનો ઉપયોગ કરીને તમે હોળીના રંગોને સરળતાથી છોડાવી શકો છો. હવે તમે જરા પણ ગભરાયા વિના હોળીનો આનંદ લો અને હોળી રમ્યા બાદ ઘરેલૂ ઉબટન દ્વારા તમારા ચહેરાને ફરીથી નિખારી દો. 
 
બેસન, લીંબુ અને દૂધની પેસ્ટ બનાવીને પહેલાં રંગથી ભરેલી ત્વચાને સાફ કરીને પછી લગાવો. પંદર-વીસ મિનિટ સુધી રહેવા દિધા બાદ તેને નવાયા પાણીથી ધોઈ લો.
જવનો લોટ અને બદામ ભેળવીને તેને ત્વચા પર લગાવી તેનાથી ત્વચા સાફ કરો.
થોડાક કાચા પપૈયાને દૂધની અંદર પીસીને મુલતાની માટી અને થોડુક બદામનું તેલ મેળવીને ચહેરા અને હાથ પર લાગવો ત્યાર બાદ અડધા કલાક બાદ ચહેરાને ધોઈ લો.
સંતરાની છાલ, મસૂરની દાળ તેમજ બદામને દૂધની અંદર પીસીને પેસ્ટ બનાવી લો અને ઉબટનની જેમ રગડીને ધોઈ લો. રંગ સાફ થઈને નીખરી ઉઠશે.
ખીરાનો રસ થોડાક ગુલાબજળની અંદર એક ચમચી વિનેગર ભેળવીને મોઢુ ધોવાથી રંગ સાફ થઈ જશે.
જો રંગ વધારે પડતો ડાર્ક હોય અને તે ઉતરતો ન હોય તો બે ચમચી જીંક ઓક્સાઈડ અને બે ચમચી કેસ્ટર ઓઈલ મેળવીને લેપ બનાવો અને તેને ચહેરા પર લાગાવો. વીસ-પચીસ મિનિટ બાદ સાબુ અને સ્પંચથી રગડીને ચહેરાને ધોઈ લો. 
 
* બે ચમચી મિલ્ક પાવડર અને થોડુક હાઈડ્રોજન પેરોક્સાઈડ પેસ્ટ બનાવીને થોડાક ટીંપા ગ્લીસરીનની સાથે ભેળવીને પંદર- વીસ મીનીટ સુધી લગાવીને ધોઈ લો.
આ સિવાય એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કે રંગ ભલે સાબુથી નીકળે કે ઉપર આપેલા ઉપાયોથી પરંતુ નહાયા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. જો તે ન હોય તો કેસ્ટર ઓઈલ અને ગ્લીસરીનના ટીંપા લઈને વિટામીન ઈની બે કેપ્સુલ આની અંદર તોડીને તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચા રૂખી થવાથી બચી જશે.  

સળગતી હોળીમાં અનાજ કેમ નાંખવામાં આવે છે?
 હોળી અર્થાત્ રંગોનો તહેવાર, આપણા દેશની સૌથી અનોખી પરંપરામાંથી એક છે. જિંદગીને રંગથી ભરી દેવાના આ તહેવારનું આપણા દેશમાં ખૂબ જ ધાર્મિક મહત્વ છે આ દિવસ સાથે આપણે ત્યાં અનેક લોક પરંપરાઓ જોડાયેલી છે. એવી જ એક પરંપરા છે હોળીકા પૂજન કરી, સળગતી હોળીમાં અન્ન કે ધાન્ય રાખવું.

વાસ્તવમાં આ પરંપરાનું કારણ આપણો દેશ કૃષિ પ્રધાન હોવાનું છે. એવું માનવામાં આવે છે કે, આ રીતે ફસલનું કેટલુક ધન હોળીકાને અર્પિત કરવાથી તે ધાન સીધુ નૈવધના રૂપમાં ભગવાન પાસે પહોંચે છે. હોલીકામાં ભગવાનને યાદ કરીને નાખવામાં આવેલ દરેક આહુતિને હવનમાં અર્પિત કરવામાં આવેલ આહુતિ સમાન માનવામાં આવે છે.

સાથે જ એવી માન્યતા છે કે, આ રીતે નવી ફસલનું ધાન-અન્નને ભગવાનને નૈવધ રૂપમાં ચઢાવી અને ફરી તેને ઘરમાં લાવવાથી ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહે છે. એટલે સળગતી હોળીમાં અન્ન નાખવાની પરંપરા બનાવવામાં આવી. આજે પણ આપણા અનેક ક્ષેત્રોમાં આ પરંપરાનું અનિવાર્ય પણે પાલન કરવામાં આવે છે.


હોળી અનેરા રંગોની હોળી, સુખને દુ:ખના ભાવની હોળી, દોસ્તને દુશ્મનના મેળાપની હોળી, ચાલો રમીયે સાથે મળીને હોળી, રંગોથી રંગોમાં ખોવે તે હોળી, હાથ લાંબો કરી ગાલ પર ગુલાલ લગાવતી હોળી, પિચકારી ભરી પાણી ઉડાવતી હોળી, ચાલો ...

હોળી આવી રે ફૂલ્યાં ફાગણિયે,
રંગ લાવી રે મ્હારે આંગણિયે.
ભરી પિચકારી, નર ને નારી, રમતાં રાસે, દેતાં તાળી,
રંગે રમતા રસિયા સાથે ભાળી ઘૂંઘટવાળી. – હોળી.
ભાવભીની ભાભીની સંગે,
રમે દિયરજી નવનવ રંગે ઉમંગે. – હોળી.
વસંતની સાહેલી આવી, નમણાં નયને નર્તન લાવી,
યૌવનના સંદેશા લાવી, આવી રે મ્હારે આંગણિયે. – હોળી.
ખીલ્યો ફાગ સુહાગ સમો, સાહેલી સંગે રાસ રમો,
નવ નવ ભોજન ભાવે જમો. – હોળી.


હોળીની ખુબ ખુબ શુભકામનાઓ…

રંગ ઉડાવે પિચકારી.
રંગ થી રંગ જાય દુનિયા સારી
હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી….

ગુલાલ ના રંગ., ગુબ્બારો ની માર
સુરજના કિરણ, ખુશીઓનો વરસાદ
ચંદ્રની ચાંદની, મિત્રોનો પ્યાર
મુબારક તમને આ રંગોનો તહેવાર.

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.

પીચકારીની ધાર,
ગુલાલ નો વરસાદ
મિત્રોનો પ્યાર,
આ જ છે હોળીનો તહેવાર.

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

હોળી આવી સતરંગી રંગો નો વરસાદ લાવી
સાથે મીઠાઈ અને મિત્રોનો પ્યાર લાવી
તમારી જિંદગીમાં પ્યાર અને ખુશીઓ લાવી.

“હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….”

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.
       

આપને હોળી ધૂળેટીની શુભકામના….

લાવો ગુલાલ આવી હોળી
મને વાસંતી વાયરે ઝબોળી
રંગુ     હૈયું    ને    રગું  ચોળી
લાવો ગુલાલ ,આવી હોળી

છાયા   કેસૂડાના   કામણ
ભાળ્યા  ટહુકતા   બાલમ
ઘૂમે વસંત પહેરી દામન
વગાડો ઢોલ મારા વાલમ

ભરી    ઉમંગે    ઉર   ઝોળી
લાવો ગુલાલ આવી હોળી(2)

હોળી ભલી  પહેલી લાલ
રંગો  રસિક  ભરી  વ્હાલ
ખીલ્યાં ગુલાબ મારે અંગ
લોને  રૂમાલ   લાલ સંગ

આવી  ભેરૂઓની  ટોળી
રંગાઉં આજ થઈ ભોળી
લાવો ગુલાલ આવી હોળી

બોલી નવોઢા લો ધાણી
ખાઓ ખજૂર શરમ છોડી
છૂપું  હું  રંગમાં, દો  ખોળી
લાવો ગુલાલ આવી હોળી(૨)

No comments:

Post a Comment