Tuesday, 28 February 2012

વ્રત

 શા માટે વ્રતો કરવાથી મળે છે બધા દુન્યવી ભોગ?


આપણે ભારતીય સંસ્કૃતિમાં વ્રત શબ્દ સાંભળતા આવીએ છીએ. અહીં પણ વારે તહેવારે આપણે તેને લગતા વ્રતની વાતો કરીએ છીએ. દરરોજ કોઈને કોઈ વ્રતની વાત આવે છે ત્યારે સહેજે પ્રશ્ન થાય કે વ્રત આવ્યા કેવી રીતે હશે? તેની વિધિ, તેના પૂજન, વારતા વગેરેનો પ્રારંભ ક્યારે થયો? જાણો આવા સવાલોના જવાબ.

જ્યારે વેદ વ્યાસજીએ વેદોક્ત મિમાંસાઓ લખી તે પછી તેને સમાજમાં જોયું કે સામાન્ય લોકો તો આ સમજી નહીં શકે તો તેની જરૂરીયાત પ્રમાણે શું કરી શકાય? ત્યારે તેણે ભગવાનની તપશ્ચર્યા કરી અને આપણને વ્રતો મળ્યા. જ્યારે ઋષિઓએ બ્રહ્માજીને વ્રત વિશે વિધાન કરવાનું કહ્યું ત્યારે તેને કહેલા સામાન્ય નિયમો છે આ જે દરેક વ્રતને વાગુ પડે છે.

- અગ્નિપુરાણમાં 26 અધ્યાયમાં વ્રત કથાઓ નો ઉલ્લેખ છે.

- વ્રત એટલે શું?વેદવ્યાસજી વ્રત વિશે અગ્નિપુરાણમાં કહે છેઃ જે શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે. ઈન્દ્રીયો પર સંયમ અને મનને શાંત કરવુ તે તેના અંગો છે.

- વ્રતોનું ફળ શું ?વ્રત ઉપાસનાનું પાલન કરવાથી પ્રસન્ન થઈ દેવો તથા ભગવાન ભોગ તથા મોક્ષ આપે છે.

- દરેક વ્રતના સામાન્ય નિયમોઃ-ક્ષમા, સત્ય, દયા, ઈન્દ્રીય સંયમ, દેવપૂજા, હવન, સંતોષ આ સામાન્ય નિયમો છે.

- વ્રતમાં સામાન્ય આહારઃ-જળ, મૂળ, ફળ, દૂધ, ઘી, વગેરેને સામાન્ય આહાર કરવો.

- વ્રતના દિવસના કાર્યનું વિધાનઃ-સ્નાન, હવન, સદગ્રંથોનું વાંચન, દેવ, ગુરુ તથા બ્રાહ્મણોનું પૂજન કરવું, વ્રતના અધિષ્ઠાતા દેવનું પૂજન કરવું, દાન-દક્ષિણા કરવી. 

No comments:

Post a Comment