Tuesday, 28 February 2012

પરીક્ષા મંત્ર

પરીક્ષા મંત્ર

  
પરીક્ષા આપવા જતાં પૂર્વે સૂર્ય દર્શન કરીને નીકળવું
સૂર્યનાં દર્શન કરવાથી હકારાત્મક વિચારો આવે છે.
ડર નીકળે અને આત્મવિશ્વાસ વધે છે.
પરીક્ષા પૂર્વે સૂર્યને અધ્ર્ય આપવામાં આવે તો મનોબળ પણ વધે છે.
દરેક પરીક્ષાર્થીના મનમાં એવી ઇચ્છા હોય છે કે કોઇ એવો મંત્ર મળી જાય કે
જેનાથી પરીક્ષાની વૈતરણી તરી જવાય.

ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાની મોસમ આવે એટલે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા કરતાં પેપર કેવું જશે તેની ચિંતા વધારે સતાવે છે. એટલું જ નહીં પરીક્ષા દરમિયાન પેપર કેવું નીકળશે, પેપર પૂરેપુરું લખી શકાશે કે નહીં, પેપરમાં ધાર્યા માર્ક્સ મળશે કે કેમ? તે તમામ પ્રશ્નોને લઇ વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે. વિદ્યાર્થીઓની આ તમામ સમસ્યાઓનું આધ્યાત્મિક નિવારણ એટલું જ છે કે, પરીક્ષા આપવા જતી વેળાએ સૂર્ય નારાયણ ભગવાનના દર્શન કરી ઘરની બહાર પગ માંડવો.આમ કરવાથી હકારાત્મક વિચારો આવે છે. મનમાંથી ડર નીકળી જાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી આધ્યાત્મિક-જયોતિષ સાથે સંલગ્ન ટીપ્સ આપતાં પ્રસિદ્ધ જયોતિષ-રાજગુરુ પૂ.ધ્રુવદત્ત વ્યાસે જણાવ્યું હતું કે, સૂર્ય નારાયણના આશીર્વાદ મેળવી પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થી નિરાશ થતો નથી. એટલું જ નહીં પરીક્ષાના દિવસોમાં સૂર્ય નારાયણને અઘ્ર્ય આપવામાં આવે તો વિદ્યાર્થીનું મનોબળ મજબૂત-દ્રઢ બને છે.

પરીક્ષા વેળાએ ઉત્તરવહી લખવા માટે ભૂરી શાહીંવાળી લાલ અને પીળા રંગની પેનનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થી માટે શુભદાયી રહે છે. પૂ.ધ્રુવદત્ત વ્યાસે આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ક્યા દિવસે શું ખાઇને જવું ક્યા રંગના વસ્ત્રો પહેરીને જવા તે બાબતે પણ સૂચનો કર્યા હતા.

ક્યા દિવસે શું ખાઇને પરીક્ષા આપવા માટે જવું ?

- સોમવાર :- ખીર
- મંગળવાર :- ગોળ
- બુધવાર :- મગના દાણા ચાવીને જવું
- ગુરુવાર :- બેસણનો લાડુ
- શુક્રવાર :- ખીર
- શનિવાર :- તેલમાં તળેલી ખાદ્ય સામગ્રી

ક્યા દિવસે ક્યા રંગનાં વસ્ત્રો પહેરવાં ?

- સોમવાર :- સફેદ કે સિલ્વર રંગનું વસ્ત્ર પહેરવું
- મંગળવાર :- લાલ કે મરુન રંગનું વસ્ત્ર પહેરવું
- બુધવાર : આછું પીળું, કે આછા લીલા રંગનું વસ્ત્ર પહેરવું
- ગુરુવાર ::- ડાર્ક પીળું, સોનેરી કે લેમન રંગનું વસ્ત્ર પહેરવું
- શુક્રવાર :- રેશમી વસ્ત્ર પહેર
- શનિવાર :- ડાર્ક રંગનું વસ્ત્ર


પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ રાશિ પ્રમાણે આટલું કરો
આજે શિવજીનું સ્મરણ કરીને પેપર લખવાની શરૂઆત કરવી 
પુષ્ય નક્ષત્રમાં પરીક્ષાની શરૂઆત થતી હોઈ શિવજી અને ચંદ્રને પ્રાર્થના કરવી

બોર્ડની પરીક્ષાઓ સોમવારથી પુષ્ય નક્ષત્રમાં શરૂ થશે અને વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવવા માટે પરીક્ષા પહેલાં શિવજી અને ચંદ્રની પ્રાર્થના કરવી, પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું અને માતા-પિતા કે વડીલને પગે લાગીને આશીર્વાદ મેળવવા જોઇએ તેવું જ્યોતિષાચાર્યએ જણાવ્યું હતું.

સોમવારથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો થશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા સમયે પોતાની રાશિ મુજબ કેવાં કપડાં પહેરવા જોઇએ, જે વિદ્યાર્થીઓ રાશિ પ્રમાણેના કલરનાં કપડાં ન પહેરી શકે તો તેઓ રાશિ મુજબના કલરનો રૂમાલ કે ઊનનો દોરો ખિસ્સામાં રાખી શકે છે, વિદ્યાર્થીએ શું ખાઇને પરીક્ષા આપવા માટે જવું જોઇએ તે અંગે જયોતિષાચાર્ય ચેતન પટેલ અને હેમિલ લાઠિયાએ આ મુજબ જણાવ્યું હતું.

વિવિધ રાશિવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન શું ખ્યાલ રાખવો ?

મેષ : આ રાશિના વિદ્યાર્થીઓએ દહીં ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને લાલ અથવા મરુન કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

વૃષભ : આ રાશિના વિદ્યાર્થીઓએ ખીર ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને કોઇ પણ બેથી વધુ કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

મિથુન : આ રાશિના વિદ્યાર્થીઓએ ઘી-ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને લીલા અથવા સફેદ કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

કર્ક : આ રાશિના વિદ્યાર્થીઓએ ભગવાનને ધરાવેલું પાણી પીને પરીક્ષા આપવા જવું અને સફેદ અથવા પીંક કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

સિંહ : આ રાશિના છાત્રોએ સુખડી ખાઇને પરીક્ષા આપવા જવું. મરુન અથવા સફેદ કલરનાં કપડાં પહેરવાં જોઇએ. કન્યા : આ રાશિના વિદ્યાર્થીઓએ ઘી-ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને લીલા અથવા વાદળી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

તુલા : આ રાશિના વિદ્યાર્થીઓએ ખીર ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને ગ્રે અથવા આસમાની કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

વૃશ્વિક : આ રાશિના વિદ્યાર્થીઓએ ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને મરુન અથવા ગુલાબી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

ધન : આ રાશિના વિદ્યાર્થીઓએ બેસનની મીઠાઇ કે સાકર ખાઇને પરીક્ષા આપવા જવું અને પીળા અથવા બ્રાઉન કલરનાં કપડાં પહેરવાં જોઇએ. મકર : આ રાશિના વિદ્યાર્થીઓએ તલની સુખડી ખાઇને પરીક્ષા આપવા જવું અને ઘાટો વાદળી અથવા આસમાની કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

કુંભ : આ રાશિના વિદ્યાર્થીઓએ કાળા તલની સુખડી કે ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને કાળા અથવા વાદળી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

મીન : આ રાશિના વિદ્યાર્થીઓએ સાકર ખાઇને પરીક્ષા આપવા જવું અને પીળા અથવા સફેદ રંગનાં કપડાં પહેરવાં.


 

No comments:

Post a Comment