Sunday 5 February 2012

Vadodara Marathon - 2012

વડોદરા મેરેથોન - ૨૦૧૨
ગો વડોદરા ગો....
 વડોદરામાં યોજાયેલી ઇન્ટરનેશનલ હાફ મેરેથોન દોડમાં 36 હજાર દોડવીરોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ આપી મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું








 










 







મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવતાં જ સંસ્કારનગરીએ ઉજવી હાફ મેરેથોનની હેટ્રિક

વડોદરામાં કાલે હાફ મેરેથોનની હેટ્રિક સર્જાઇ હતી.મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ૭ વાગ્યે રનરો ને ફ્લેગ ઓફ કરાવતાં નોંધાયેલા ૪૦,૯૦૦ પૈકી અંદાજે ૩૦ હજારથી વધુ સ્પર્ધકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો.હજારો સ્પર્ધકોને શહેરના હજારો રમતપ્રેમી લોકોએ ચિયર અપ કરી ઉત્સાહ વધાર્યો હતો.

પ્રારંભના સાડા ત્રણ કલાક બાદ ૧૦.૩૦ કલાકે મેરેથોન નિર્ધારિત સમયમાં પૂર્ણ થયા બાદ મેદાન પર વિવિધ કેટેગરીના વિજેતાઓને એક કરોડના રોકડ ઇનામો વહેંચાયા હતા. મેરેથોનના વિવિધ કેટેગરીના પ્રથમ દસ ક્રમાંકના પરિણામો આશરે સવા બે કલાકના અંતે જાહેર થયા હતા.

જેમાં ઈન્ટરનેશનલ કેટેગરીમાં ઈથોપિયા અને કેન્યાના તેમજ અન્ય કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમાંકોમાં મહારાષ્ટ્રના દોડવીરોએ બાજી મારી હતી. આજના પરિણામોમાં બાકીના સ્થાનોએ ગુજરાત અને વડોદરા ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ અને યુપીના સ્પર્ધકો પણ વિજેતા નીવડયા હતા. આ મેરેથોનમાં શહેરની શાળાના બાળકો, વયસ્કો, વૃદ્ધો અને વિકલાંગોએ પણ હોંશભેર ભાગ લીધો હતો.

વડોદરાએ સતત ત્રીજા વર્ષે મેરેથોન દોડના સફળ આયોજન થકી વિશ્વમાં મેરેથોન દોડના નકશામાં સ્થાન જમાવી લીધું છે. તેમ કહી મુખ્યમંત્રીએ મેરેથોન દોડના દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું.

વડોદરામાં સતત ત્રીજા વર્ષે આયોજિત મેરેથોન દોડના શુભારંભ પ્રસંગે સતત ત્રીજી વખત ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી વડોદરા જેવા નાના શહેરે મેરેથોન દોડની આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ યોજી વિશ્વમાં નામના મેળવવાની સાથે અન્ય શહેરોને પણ દોડવાની આદત પાડી દીધી છે.

પહેલા વર્ષે ટ્રાફિક સેન્સ સંદર્ભે, બીજા વર્ષે સ્વચ્છ વડોદરા-હરિયાળું વડોદરા થિમ આધારિત અને આ વખતે મહારાજા સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણીના ઉમંગ સાથે મેરેથોન દોડનું થયેલું આયોજન યાદગાર રહેશે તેમણે કહ્યું હતુંકે,બે વર્ષથી ખેલ મહાકુંભના આયોજન થકી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને રમતવીરોની શક્તિને બહાર લાવવાના કરેલા પ્રયાસની દેશ-દુનિયાએ નોંધ લીધી છે.

આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી જિતેન્દ્ર સુખડિયા, સંસદીય સચિવ યોગેશ પટેલ, મેયર ડૉ.જ્યોતિબહેન પંડ્યા, વડોદરા મેરેથોન દોડના અધ્યક્ષા તેજલ અમીન, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર(માર્કેટિંગ) શ્રી ગર્ગ, ડાયરેકટર મૌલિન વૈષ્ણવ, ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ.વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા મેરેથોન દોડમાં શહેરની વિવિધ શાળાઓના હજારો બાળકોએ ભાગ લીધો હતો. મેરેથોન દોડનો પ્રારંભ થતાં જ શાળાઓના બાળકોએ ચીચીયારીઓ સાથે દોડવા માંડ્યું હતું. કેટલાક બાળકો હાથમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લઇને દોડતાં મેરેથોન દોડમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.

આ ઉપરાંત જુદીજુદી સંસ્થાઓ, કંપનીઓના કર્મચારીઓ તેમની સંસ્થાના પ્લેકાર્ડ અને બેનર્સ લઇને દોડમાં જોડાયા હતા. આજની મેરેથોનમાં સૌથી વધુ ૩૬,૫૦૦ દોડવીરોએ પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લેતાં માર્ગો ઉપર હજારો દોડવીરોને એક સાથે દોડતાં નિહાળી શહેરીજનોએ આ કાર્યક્રમને લઇ ગૌરવ અનુભવ્યું હતું.


મેરેથોન સયાજીરાવ ને શ્રદ્ધાંજલિ : સમરજીત

સર સયાજીરાવ ગાયકવાડની ૧પ૦મી જન્મજયંતીના ઉજવણીના ભાગરૂપે મેરેથોન યોજાઇ હોઈ આ ઈવેન્ટના ચીફ પેટ્રન એવા રાજવી ઘરાનાના સભ્ય સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે વિજેતાઓને ઈનામ વિતરણ કરાયું હતુ. તેમણે જણાવ્યું હતુ કે આ મેરેથોન વડે સયાજીરાવ ગાયકવાડને સાચી શ્રધ્ધાંજલી અપાઇ છે

કાલે  યોજાયેલી ઇન્ટરનેશનલ હાફ મેરેથોનમાં અંદાજિત ૩૫,૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો.સવારે ૭ કલાકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ આપીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો. દોડના અંતે આરએફઆઇડીના આધારે જાહેર કરાયેલા પરિણામોમાં ઇન્ટરનેશનલ એન્ડ એલિટ તથા એમેચ્યોર જુથમાં ઇથોપિયા અને કેન્યાના દોડવીરોએ બાજી મારી હતી.તો અન્ય કેટેગરીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉતરપ્રદેશના દોડવીરો વિજેતા બન્યાં હતા.

કેન્યા, ઇથોપિયન અને મહારાષ્ટ્રીયન દોડવીરોએ બાજી મારી
ખેલ જગતમા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહેલી વડોદરા ઇન્ટરનેશનલ હાફ મેરેથોનનું આજે સતત ત્રીજા વર્ષે આયોજન કરાયું હતું. વહેલી સવારે પાંચ વાગ્યાથી શહેરીજનોનો સમૂહ વેક્સિન ગ્રાઉન્ડ તરફ જવા રવાના થતો નજરે પડતો હતો અને સવારે ૬ વાગ્યા સુધીમાં તો ગ્રાઉન્ડ દોડવીરોથી છલોછલ ભરાઇ ગયું હતું. મેરેથોનનો પ્રારંભ થાય તે પહેલા જ ઇથોપિયા અને કેન્યાથી આવેલા ઇન્ટરનેશનલ દોડવીરોએ તો મેદાન પર જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. જેને અનુસરીને બરોડીયન દોડવીરોએ પણ મેદાન પર વોર્મઅપ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. આમ સ્પર્ધાના પ્રારંભ પહેલા જ મેદાન પર મેરેથોનનો પૂરતો માહોલ જામી ગયો હતો.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેઓના નિયત સમય કરતા ૪ મિનિટ વહેલા સ્ટેજ પર આવી ગયા હતા. અને વહેલી સવારે મેદાન પર ઉપસ્થિત હજારો બરોડીયનોને જોઇને ઉત્સાહમાં આવી ગયા હતા.
તેઓએ ટૂંકા ભાષણ દરમિયાન વડોદરા મેરેથોનના વખાણ કરીને રાજ્યના અન્ય શહેરો માટે ઉદાહરણ રૂપ કાર્યક્રમ ગણાવ્યો હતો અને દરેક દોડવીરોને અભિનંદન આપ્યાં હતા. અગાઉ નક્કી થયા મુજબ મોદી માત્ર મેરેથોનના પ્રથમ જથ્થાને જ ફ્લેગ ઓફ આપવાના હતા પરંતુ મેદાન પરનો ઉત્સાહનો માહોલ જોઇને તેઓએ તમામ કેટેગરીને ફ્લેગ ઓફ આપી હતી.

ઇન્ટરનેશનલ એન્ડ એલિટ, એમેચ્યોર, ૧૬-૨૦ વયજૂથ અને ૨૧ થી ૪૦ વયજૂથ કેટેગરીમાં ૫, ૧૫ અને ૨૧ કિ.મી.ના રૂટ પર કુલ મળીને આજે ૩૫,૦૦૦ લોકો દોડયાં હતા. જેમા શારીરિક-માનસિક અપંગ દોડવીરોનો પણ સમાવેશ થઇ જાય છે.

સવારે ૭ વાગ્યે આરંભાયેલી દોડ લગભગ ૧૦ વાગતા સુધીમા પુરી થઇ ગઇ હતી અને બપોરે ૧૨ કલાકે પરિણામો જાહેર કરાયા હતા જેમા ઇન્ટરનેશનલ એન્ડ એલિટ કેટેગરીમાં ઇથોપિયા અને કેન્યાના દોડવીરોએ બાજી મારી દીધી હતી. જ્યારે એમેચ્યોર કેટેગરીમા પુના અને રાજસ્થાન સ્થિત આર્મી બટાલિયનના જવાનો વિજેતા બન્યાં હતા.

ઉલ્લેખનિય છે કે ગત વર્ષે મેરેથોનમાં ૩૫૦૦૦ લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વખતે ૪૧,૦૦૦ કરતા પણ વધું લોકોએ ભાગ લીધો હતો પણ આજે તેમાથી ૩૫,૦૦૦ લોકોએ દોડ લગાવી હતી.

વિજેતાઓને લંડન મેરેથોનમાં ભાગ લેવાનો મોકો મળશે

વડોદરા : શહેરમાં કાલે યોજાયેલી ઇન્ટરનેશનલ હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી વિજેતા બનનાર સ્પર્ધકોને લંડનમાં યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનો મોકો મળશે તેવી જાહેરાત આયોજકો તરફથી કરવામા આવતા સ્પર્ધકોનો ઉત્સાહ વધી ગયો હતો. ૧૫ અને ૨૧ કિલોમીટર કેટેગરીની મેરેથોનના વિજેતા સ્પર્ધકોને આ લાભ મળશે. આ કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોએ આ તક મળતા ખુબજ ઉત્સાહી હોવાનુ જણાવ્યુ હતુ.
 



  સવારે મેરેથોનમાં દોડ્યાં...સાંજે સુનિધિ સાથે ઝૂમ્યાં

વડોદરામાં કાલે હાફ મેરેથોનની હેટ્રિક સર્જાઇ હતી.મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ૭ વાગ્યે રનરોને ફ્લેગ ઓફ કરાવતાં નોંધાયેલા ૪૦,૯૦૦ પૈકી અંદાજે ૩૦ હજારથી વધુ સ્પર્ધકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો.હજારો સ્પર્ધકોને શહેરના હજારો રમતપ્રેમી લોકોએ ચિયર અપ કરી ઉત્સાહ વધાર્યો હતો.

પ્રારંભના સાડા ત્રણ કલાક બાદ ૧૦.૩૦ કલાકે મેરેથોન નિર્ધારિત સમયમાં પૂર્ણ થયા બાદ મેદાન પર વિવિધ કેટેગરીના વિજેતાઓને R એક કરોડના રોકડ ઇનામો વહેંચાયા હતા. મેરેથોનના વિવિધ કેટેગરીના પ્રથમ દસ ક્રમાંકના પરિણામો આશરે સવા બે કલાકના અંતે જાહેર થયા હતા.

જેમાં ઈન્ટરનેશનલ કેટેગરીમાં ઈથોપિયા અને કેન્યાના તેમજ અન્ય કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમાંકોમાં મહારાષ્ટ્રના દોડવીરોએ બાજી મારી હતી. આજના પરિણામોમાં બાકીના સ્થાનોએ ગુજરાત અને વડોદરા ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ અને યુપીના સ્પર્ધકો પણ વિજેતા નીવડયા હતા. આ મેરેથોનમાં શહેરની શાળાના બાળકો, વયસ્કો, વૃદ્ધો અને વિકલાંગોએ પણ હોંશભેર ભાગ લીધો હતો.

 

No comments:

Post a Comment