Friday 10 February 2012

શ્રીગણેશ ચતુર્થી



 
હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર દરેક મહીનાની વદ પક્ષના ચંદ્રોદ્ય વ્યાપીની ચતુર્થી તિથિના ભગવાન ગણેશના નિમિત્તે વ્રત્ત કરવામાં આવે છે. તેને ગણેશ ચતુર્થી વ્રત કહે છે. આ વ્રતમાં ભગવાન શ્રીગણેશની સાથે ચંદ્ર દર્શન કરી પૂજન કરવાનું વિધાન છે. 
વ્રતની વિધિ આ પ્રમાણે છે.

- સવારે વહેવા ઉઠી સ્નાનાદિથી પરવારી જવું.

- સાંજના સમયે આપની યથાશક્તિ અનુસાર સોના ચાંદી, તાબા,પીતળ કે માટીથી બનેલ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવી.

- સંકલ્પ મંત્ર પછી શ્રી ગણેશની ષોડશોપચાર પૂજન-આરતી કરવી. ગણેશની મૂર્તિ પર સિંદૂર ચઢાવવો. ગણેશ મંત્ર (ऊँ गं गणपतयै नम:) બોલતા 21 દુર્વા ચઢાવો.

- ગોળ કે બૂંદીના 21 લાડુઓનો ભોગ ચડાવવો. એમાંથી 5 લાડુ મૂર્તિની પાસે રાખો અને 5 બ્રાહ્મણને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો.

- પૂજા માં ભગવાન ગણેશજી સ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશક સ્ત્રોત વગેરેનો પાઠ કરો.

- ચંદ્રમાના ઉદય થવા પહેલા પંચોપચાર પૂજા કરો કે અર્ઘ્ય આપો તે પછી ભોજન કરવું.

- વ્રતને આસ્થા અને શ્રદ્ધાથી પાલન કરવાથી શ્રી ગણેશની કૃપાથી મનોરથ પૂરો થાય છે. અને જીવનમાં નિરંત સફલતા પ્રાપ્ત હોય છે.


ભગવાન ગણેશ ગુણ અને ઐશ્વર્યને આપનારા અને સંપન્ન તથા સફળ બનાવનારા છે. આ માટે તેની કૃપાથવી જરૂરી હોય છે અને આ કૃપા માટે શાસ્ત્રો એ વિશેષ મંત્રો સૂચવ્યા છે. જેને બુધવાર, ચતુર્થી પર મનમાંગ્યું ફળ પ્રાપ્ત થશે.

જાણીએ આ સરળ ગણેશ મંત્ર, સવારે સ્નાન પછી ભગવાન ગણેશની મૂર્તિ પર દૂર્વા, ફૂલ, કેસર, ચંદન તથા ચોખા અર્પણ કરો. પછી ધૂપ તથા દિપ કરી ॐ गणेश्वराय नम: બોલી વિશેષ રૂપે નીચેની 3 મંત્રો બોલો - 

ॐ श्री कण्ठाय नम: 
ॐ श्री कराय नम:
ॐ श्री दाय नम:

આ પછી ભગવાન ગણેશને યથાશક્તિ મીઠાઈનો ભોગ અર્પણ કરો, આરતી કરી સમૃદ્ધ જીવનની કામના કરો. 

No comments:

Post a Comment