Sunday, 12 February 2012

શ્રી સૂર્ય નારાયણ

શ્રી સૂર્ય નારાયણ



 સૂર્ય નમસ્કાર મંત્ર


સફળતા મેળવવાના સપનુ સાકાર કરો, બોલો સૂર્યમંત્ર

સૂર્ય આત્મા જગતસ્તસ્થુષશ્ચ આ વેદસૂત્ર સૂર્યને જગતની આત્મા, શક્તિ અને ચેતના હોવાનું સ્પષ્ટ કરે છે. પુરાણમાં પણ સૂર્યને જ સર્વોપરી ઈશ્વર કહે છે. સૂર્યને જ આ શક્તિ સ્વરૂપને સાંસારિક જીવનમાં દરેક પ્રાણી રોજ મહેસૂસ પણ કરે છે.

આ કારણ છે કે, હિન્દુ ધર્મમાં જીવનને સુખી અને સફળ બનાવવા માટે રવિવારના દિવસે સૂર્ય ઉપાસના ખૂબ જ ઝડપથી ફળદાયી માનવામાં આવી છે. આ સૂર્ય ભક્તિ યશ, સ્વાસ્થ્ય, સન્માન, બુદ્ધિ અને ધન આપનારી માનવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે પણ સૂર્યને અનુકૂળ માણસનું જીવન અપાર સુખ-સૌભાગ્ય અને સફળતા આપનાર માનવામાં આવે છે.

જો તમે પણ શક્તિ, સ્વાસ્થ્ય, યશ, સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કે સપના રાખતા હોવ તો રવિવારે સૂર્ય ઉપાસનામાં સૂર્યના અહીં બતાવેલ વેદોક્ત મંત્ર બોલો. આ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જાપ કરાવવાથી પણ ખૂબ જ શુભ પરિણામ મળે છે...

આ સૂર્ય મંત્ર છે...

ॐ आकृष्णेन् रजसा वर्तमानो निवेशयन्न अमृतं मर्त्यं च।
हिरण्ययेन सविता रथेना देवो याति भुवनानि पश्यन।।


-રવિવારની સવારમાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ મંત્ર બોલો, સાથે જ ઓછામાં ઓછા 108 વાર આ મંત્ર જાપ સૂર્યનું ધ્યાન કરીને કરો. આ દિવસે રવિવારનું વ્રત રાખી મીઠાનો ત્યાગ કરવાનું શુભ રહે છે.

 આ મંત્રથી જાણો, શું છે સૂર્યપૂજાનો સૌથી મોટો ફાયદો?
હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની સંખ્યા 33 કરોડ માનવામાં આવી છે. વાસ્તવમાં આ માન્યતાની પાછળ ઈશ્વર સાથે જોડાયેલી આસ્થા અને શ્રદ્ધા છે, જે હેઠળ પ્રકૃતિના કણ-કણમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં બતાવેલ પાંચ પ્રમુખ દેવતાઓ અર્થાત્ સૂર્ય, શિવ, ગણેશ, શક્તિ અને વિષ્ણુ પણ પરબ્રહ્મ માની અનદ, અનાદી માનવામાં આવ્યા છે. આ પ્રકારે જોઈએ તો ઈશ્વર અગણનીય ભગવાનની ગણતરી શક્ય નથી. પરંતુ તેને ઈશ્વરના જ અલગ-અલગ રૂપ અને શક્તિઓ અલગ-અલગ દેવતાઓના રૂપમાં પૂજનીય છે. સાંસારિક જીવન સાથે જોડાયેલી અનેક ઈચ્છાઓને પૂરી કરવા માટે આ દેવતાઓની પૂજા કરવામાં આવે છે.

આ કડીમાં વેદોમાં જગતની આત્મા, જીવનદાતા અને પરબ્રહ્મ ગણવામાં આવેલ સૂર્યદેવની રવિવારે કે સપ્તમી સહિત વિશેષ ઘડીઓમાં પૂજા અને ભક્તિ ખાસ કરીને સાંસારિક પ્રાણીઓને કયો-કયો લાભ આપે છે, આ શાસ્ત્રોમાં બતાવેલ એક મંત્રથી સ્પષ્ટ થાય છે. આ મંત્ર વિશેષ સૂર્ય સિવાય પણ અલગ-અલગ દેવી-દેવતાઓની ઉપાસના કયા ગુણ અને શક્તિ આપે છે તે પણ બતાવવામાં આવ્યું છે...

જો તમે આ મંત્ર અને અર્થ જાણો કે કામનાપૂર્તિ માટે કરવામાં આવેલ દેવ ઉપાસનામાં રવિવારે સૂર્ય સિવાય અન્ય દિવસોમાં કયા દેવતાઓ પાસે શું માંગવા જોઈએ?

आरोग्यं भास्करादिच्छ्रयमिच्छेद्भहतानाशवान।

ईश्वराज्ज्ञानमन्विच्छेन्मोक्षमिच्छेज्जनार्दनात्।।

दुर्गादिभिस्तथा रक्षां भैरवाद्यैस्तु दुर्गमम्।

विद्यासारं सरस्वत्या लक्ष्म्या चैश्र्ववर्धनम्।।

पार्वत्या चैव सौभाग्यं शच्या कल्याणसंततिम्।

स्कन्दात् प्रजाभिवृद्धिं च सर्वं चैव कल्याणसंततिम्।।


સરળ અર્થ છે- સૂર્યના સ્વાસ્થ્ય, દેવીશક્તિઓની સુરક્ષા, શિવ પાસે વિવેક, જ્ઞાન અગ્નિદેવ પાસે સુખ-સમૃદ્ધિ, સરસ્વતી પાસેથી કલા અને વિદ્યા, જનાર્દન પાસેથી મુક્તિ, લક્ષ્મી પાસેથી ધન-ઐશ્વર્ય, ભૈરવ પાસેથી મુશ્કેલીઓથી છુટકારો, માતા પાર્વતી પાસેથી સૌભાગ્ય, ઈન્દ્ર અને શચી પાસેથી સુખ, કાર્તિકેય પાસેથી સંતાન સુખ અને ભગવાન શ્રીગણેશ પાસેથી બધા સાંસારિક સુખોની પ્રાર્થના કરવાથી મનોવાંછીત ફળ મળે છે...


 

No comments:

Post a Comment