Sunday, 16 October 2011

ઘરમાં ક્યાં કેવો કલર

દિવાળી: ઘરમાં ક્યાં કેવો કલર રાખશો જેથી નવું વર્ષ ખૂશીઓથી ભરેલું રહે
ચેન અને શાંતિ મેળવવા માટે યાદ આવતી પોતીકી જગ્યા એટલે ઘર.

ઘર કે જ્યાં અનેરી શાંતિ અને દિલને ઠંડક આપે છે. ઘરનું વાતાવરણ આપણાં મન અને વિચારોને પ્રભાવિત કરે છે.આપણા ઘરનું વાતાવરણ પ્રમાણે જ આપણા વિચારો હોય છે.
ઘણાં ઘરમાં લડાઇ-ઝઘડા, કલેશ વગેરે થાય છે, ઘણી વાર આ સમસ્યાઓ પાછળ વાસ્તુદોષ મહત્વનો ભાગ ભજવે છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ આપણને પુરેપુરી રીતે પ્રભાવિત કરે છે. ઘરની ભીંતોનો રંગ પણ આપણા વિચારો અને કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે આપણાં ઘરમાં જે રંગ હોય છે તે રંગના સ્વભાવ જેવો જ આપણો સ્વભાવ પણ થવા લાગે છે. આ જ કારણથી ઘરની ભીંતો પર વાસ્તુ પ્રમાણે બતાવેલા રંગ રાખવા જોઇએ.

રંગ આપણા સંબંધો પર ખાસ અસર લાવે છે. ઘરની ભીંતો માટે આછો ગુલાબી, આછો વાદળી, બ્રાઉનીશ ગ્રે અથવા ગ્રેઇશ યલો રંગનો જ પ્રયોગ કરો. આ રંગ શાંત અને પ્રેમ વધારનારો હોય છે.

ક્યાં, કેવો રંગ રાખશો.ડ્રોઈંગ રૂમમાં સફેદ, પિંક, ક્રીમ કે બ્રાઉન રંગ શ્રેષ્ઠ રહે છે.
બેડરૂમમાં આસમાની, પિંક કે આછો લીલો રંગ કરવો જોઇએ.
ડાઇનીંગ રૂમમાં પિંક,આસમાની કે આછો લીલો રંગ શુભ ફળ આપે છે.
રસોડામાં સફેદ રંગ સૌથી સારો રહે છે.

No comments:

Post a Comment