Tuesday 11 October 2011

શાહરુખખાન

બોલિવૂડના કિંગ ખાન આજે કલાનગરી વડોદરાની મુલાકાતે,
આજે રા-વન વડોદરામાં…લાખો ચાહકો આઇનોક્ષ પર ઉમટશે..
આજે સવારે દસના ટકોરે રા-વન વડોદરા પધારી રહ્યો છે. વાત ભગવાન રામે મરેલા રા-વનની નહિ પણ અર્વાચીન રા-વન એટલે કે કિંગ ખાન શાહરુખખાનની છે.મલ્ટીકરોડ ફિલ્મ “રા-વન”ના પ્રમોશન માટે આજે સંસ્કારનગરીના મહેમાન બનનાર શાહરુખખાન ખાસ વિમાન દ્વારા વડોદરા પધારી રહ્યો છે. શાહરુખ ત્યાર બાદ આઇનોક્ષ્ અને સેન્ટ્રલ મોલ જનાર છે. શાહરુખને મળવા વી.વી.આઈ.પી. ઓ હાલ તો ઇવેન્ટ મેનેજરોના હાથ પગ દબાવી રહ્યા છે.

બોલીવુડના કિંગ ખાન આજે પોતાની આગામી ફિલ્મના પ્રમોશન અર્થે કલાનગરીના મહેમાન બનવાના છે. અત્રે ઉલ્લેખનિય છે કે પોતાની કારકીર્દીમાં પ્રથમવાર કોઇ ફિલ્મના પ્રમોશન અર્થે શાહરૂખ વડોદરા આવશે.

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ સહિતની ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર લાખો દિલોની ધડકન કિંગખાન આવતી કાલે પોતાની ફિલ્મ રા - વનના પ્રમોશન માટે વડોદરા આવનાર છે. ઉલ્લેખનિય છે કે કિંગ ખાનના વડોદરાના ફેન્સ પ્રથમ જ વાર તેમને પોતાના શહેરમાં રૂબરૂ નિહાળી શકશે. શાહરૂખ ખાનની ગ્રાન્ટ એન્ટ્રી માટે મંગળવારે મોડી સાંજથી જ વડોદરામાં સુરક્ષા વ્યવસ્થા શરૂ થઇ ગઇ હતી.

શાહરૂખખાન આવતી કાલે સવારે ૧૦ વાગે આઇનોકસ ખાતે જશે. અને ત્યાં જ તે તેના ફેન્સને પણ મળશે. ત્યાર બાદ તે સેન્ટર સ્કવેર ખાતે પોતાની ફિલ્મ માટે એક નાનકડું પરફોર્મન્સ આપશે. શાહરૂખના આગમનના સમાચારથી ફરી એક વાર શહેરીજનોમાં સ્ટાર ફિવર ફેલાઇ ગયો છે.

No comments:

Post a Comment