Sunday, 16 October 2011

પુષ્ય નક્ષત્ર


પુષ્ય નક્ષત્ર
20 ઓક્ટોબર,ગુરૂવારે પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્ર ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ઘિ અને ગજકેસરી યોગને કારણે આ દિવસનું મહત્વ ઘણું વધારે છે.

આ દિવસ અંગે સવારે 6.35થી લઇને શુક્રવારની સવારે 6.33 સુધી આ યોગ રહેશે. એટલે કે આગામી 20 ઓક્ટોબરે 24 કલાકનું મહામુહૂર્ત છે. આ પહેલા આ નક્ષત્ર 2007માં હતું. આવતી વખતે આ સંયોગ 2014માં આવશે.

~ધન, જ્ઞાન અને બળનાં પ્રતીકનો દિવસ
આ દિવસે ભગવાન રામનાં લગ્ન થયા હતાં. તે સિવાય ગુરૂ પુષ્ય નક્ષત્રના મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીનો સંયોગ પણ માનવામાં આવે છે એટલે કે ધન,જ્ઞાન અને બળનાં પ્રતીકનો દિવસ માનવામાં આવે છે.

~ગુરૂ અને શનિના કારણે આ દિવસ ખાસ છે...
27 નક્ષત્રોમાંથી પુષ્ય નક્ષત્રને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે.તેના દેવતા બૃહસ્પતિ છે જ્યારે તેનો સ્વામી શનિ છે. બૃહસ્પતિ જ્ઞાન અને નીતિ- નિર્ધારણમાં અગ્રણી બનાવે છે તો શનિ સ્થિરતા લાવે છે એટલે જ તો આ દિવસે કરવામાં આવેલ કાર્યો લાંબા સમય સુધી શુભ ફળ આપે છે.

~બાળકો માટે વિશેષ પ્રભાવશાળી દિવસ
આ દિવસે અહોઇ આઠમ પણ છે.આ દિવસે માતા બાળકોના દીર્ઘાયુ અને સંપન્નતા માટે વ્રત રાખે છે. ગુરૂને પુત્ર કારક હોય છે. એટલે કે આ નક્ષત્ર બાળકો માટે વિશેષ રૂપે પ્રભાવી રહે છે. બાળકોના ભણતર સંબંધી સામાન આ દિવસે ખરીદવાથી વિશેષ ફળ મળે છે.

ચોઘડિયા પ્રમાણે ખરીદીનું વિશેષ ફળ
જ્યોતિષીઓના મતે જો ચોઘડિયા પ્રમાણે જો ખરીદી કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે. પુષ્ય નક્ષત્રનાં દેવતા બૃહસ્પતિ છે અને તેમને સોનું પ્રિય હોય છે. આ માટે 20 ઓક્ટોબરે સોનાની ખરીદી વિશેષ ફળદાયી રહેશે. તે સાથે આ દિવસે જમીન ખરીદવી પણ અત્યંત શુભદાયી રહેશે.

કઇ વસ્તુઓ ક્યારે ખરીદશો.
  • સવારે 10. 47થી બપોરના 12. 12 વાગે સુધી ચર ચોઘડિયું છે. આ દરમિયાન વાહન, યંત્ર(મશીનરી), ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી શ્રેષ્ઠ રહેશે.
  • બપોરે 12.12 વાગેથી 3.01 વાગે સુધી લાભ અને અમૃતના ચોઘડિયામાં દરેક પ્રકારની વસ્તુઓ ખરીદવી શુભ રહેશે. ખાસ કરીને ખાતાઓ, ધાતુ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ.
  • સાંજે 4.27 વાગેથી સૂર્યાસ્ત સુધીના શુભ ચોઘડિયામાં જમીન- સંપત્તિની ખરીદી શુભ રહેશે.
  • શુક્રવારે સવારે 10.47 વાગે સુધી લાભ- અમૃતમાં વાસણ, ઘરેણા, વસ્ત્ર અને ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી શ્રેષ્ઠ રહેશે.
ગુરૂ પુષ્ય નક્ષત્ર: રાશિ પ્રમાણે કેવી શોપિંગ ફાયદો અપાવશે?
જ્યોતિષ અનુસાર ગુરૂપુષ્ય નક્ષત્રને શોપિંગ માટે બહુ જ સારું માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે દિવાળી પૂર્વે આવનારા આ નક્ષત્રમાં વિશેષમાં સામાન ખરીદવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ જો ખરીદી ગૃહોની ચાલના અનુકૂળ હો તો તેના શુભ પરિણામ મળે છે. આવો જાણીએ આ વખતે 20 ઓક્ટોબરના ગુરૂવારે ગુરૂપુષ્ય નિમિત્તે તમારા માટે રાશિ અનુસાર શું ખરીદવું શુભ રહેશે.

મેષ (અ. લ. ઇ.)મેષ રાશિવાળા લોકો આ ગુરૂ પુષ્ય પર તાંબાના પાત્રથી ખરીદી શરૂ કરો. આ શુભ પર્વ પર તમારા માટે જમીન, મકાનની ખરીદી લાભદાયી રહેશે. ધન પ્રાપ્તિ માટે તમે પોતાની પાસે ચાંદીનું શ્રી યંત્ર રાખો.

વૃષભ (બ. વ. ઉ.)ચાંદીના પાત્ર અને મૂર્તિઓની ખરીદી કરવી તમારા માટે શુભ રહેશે. તે સિવાય તમારી રાશિ માટે અખંડ ધાન્યના રૂપમાં ચોખાની ખરીદી કરવાનું પણ વિધાન છે. પિતા પાસેથી સોનું લઇને તેને પહેરો અથવા ધન સ્થાન પર રાખીને પૂજા કરો.

 મિથુન (ક. છ. ઘ.)
સુખી જીવન માટે તમે કાંસની ગણેશ મૂર્તિ ખરીદો અને તમે તમારી રાશિ અનુસાર ઘરને શણગારવા માટે હંસની જોડી ખરીદવી જોઇએ.ભાઇ કે બહેનને લક્ષ્મીજી માટે પીળા વસ્ત્રની સાથે હળદરની ગાંઠ આપો.

કર્ક (ડ. હ.)ગુરૂ પુષ્ય પર ધનની પ્રાપ્તિ માટે તમે સર્વશ્રેષ્ઠ સ્ફટિક શ્રી યંત્ર ખરીદો. આ પર્વ પર સ્ફટિક ખરીદવું તમારા માટે અત્યંત શુભ અને વિશેષ ફળદાયી રહેશે.સ્ફટિક શ્રી યંત્રની સ્થાપના કરો તો તમારા ઘરમાં દરેક તરફથી લક્ષ્મી આવશે.

સિંહ (મ. ટ.)
આ શુભ પર્વ પર સિંહ રાશિવાળાને તાંબાનો સૂર્ય ખરીદવો જોઇએ.જો તમે તમારી રાશિ અનુસાર લક્ષ્મીજીની અત્યંત પ્રિય ધાતુ સોનાથી બનેલા આભુષણો ખરીદો, તેનાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા થશે.સાત ગુરૂવાર સુધી 10 વર્ષની ઉંમરની કન્યાઓને ગાયનાં દુધની ખીર ખવડાવો તો તમને ત્વરિત શુભ પરિણામો મળશે.

કન્યા (પ. ઠ. ણ.)
આ રાશિનાં લોકોએ કાંસાનો દીવો ખરીદવો જોઇએ અને તમે હાથીદાંતથી બનેલી કોઈ પણ વસ્તુઓ પણ ખરીદી શકો છો.સોના કે ચાંદીની લક્ષ્મીની પ્રતિમાનું પૂજન કરીને ધનસ્થાન પર રાખો.

 તુલા (ર. ત.)
શુક્રની રાશિ હોવાને કારણે તમે તમારી રાશિ અનુસાર ચાંદીનું શ્રીયંત્ર અને સિક્કા ખરીદો.માતાને પીળા કપડામાં ચોખા,કેસર અને ચાંદીના સિક્કા લઇને ધનસ્થાન પર રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે.


વૃશ્વિક (ન. ય.)
આ પર્વ પર તમે તાંબા અને પંચધાતુની ખરીદી કરો. વૃશ્ચિક રાશિવાળાએ તાંબા કે પંચધાતુથી બનેલા શ્રી યંત્ર અને સ્વસ્તિક ખરીદવો જોઇએ.
લક્ષ્મીજીને કમળનું ફૂલ અને કમલ ગટ્ટા અર્પણ કરો.

ધન (ધ. ફ. ભ. ઢ.)
ગુરૂ પુષ્ય પર્વ પર તમે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની સ્વર્ણ પ્રતિમા ખરીદો. આ મૂર્તિના રૂપમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા નિવાસ કરશે.ભોજપત્ર પર લાલ ચંદનથી श्रीं: લખીને તેની પૂજા કરો.

મકર(ખ. જ.)
મકર રાશિનાં જાતકો રાશિ અનુસાર વાહન ખરીદી શકે. ઘરની સજાવટના સામાનમાં પડદાઓ, કુશન વગેરે ખરીદો.સુગંધિત સફેદ ફૂલ મહાલક્ષ્મીજીને ચઢાવો.


કુંભ (ગ. શ. ષ. સ.)
પોતાની રાશિ સ્વામી અનુસાર તમે શનિનું નીલમ રત્ન ખરીદો. ફ્રીજ, એસી, પલંગ અને શનિથી સંબંધિત વસ્તુઓ પણ ખરીદી શકો છો.મા લક્ષ્મીને શુદ્ધ ગાયનાં ઘીના દીવા લગાડો.

મીન (દ. ચ. ઝ. થ.)
તમારી રાશિ અનુસાર ઘરના સાજ- શણગારના સામાનમાં એક્વેરિયમ, કામળા, બેડશીટની ખરીદી કરો.આ રાશિનાં લોકો સાંજે ગોધુલિ વેળાએ પૈસા રાખવાના સ્થાન પર સફેદ કપડામાં ઇત્તરની સાથે સફેદ પલાશનાં ફૂલ રાખો.

No comments:

Post a Comment