Monday 12 November 2012

દિવાળી લક્ષ્મી પૂજા


લક્ષ્મીપૂજનની પૂજાવિધિ


દિવાળીના દિવસે મોટાભાગે દરેક લોકો લક્ષ્મીપૂજન કરે છે. લક્ષ્મીપૂજનની અલગઅલગ પૂજાવિધિ હોય છે પણ મોટાભાગે લક્ષ્મીનો બાજોઠ દરેક ઘરે સ્થાપવામાં આવે છે. તેમાં નવગ્રહ અને માતૃકાબાજોઠનું પણ સ્થાપન કરવામાં આવે છે. આ સ્થાપનથી ઘણા લાભ થાય છે. વર્ષમાં એક દિવસ દિવાળીના દિવસે લક્ષ્મીજીની પધરામણી તમારા ઘરમાં થાય છે, તો તેની પધરામણીમાં જો શણગાર રાખવામાં આવે તો તે વધારે પ્રસન્ન થાય છે.

આ પ્રકારમાં લક્ષ્મીના બાજોઠને સજાવાથી ભક્તને વર્ષભર લાભ રહે છે. ગરીબ હોય તેને ધન મળે છે. ધનમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હોય તેને અચાનક ધનલાભ થવા લાગે છે. નોકરીયાતને મોટા હોદ્દા પ્રાપ્ત થશે. વેપારીઓને વેપારમાં નફો થવા લાગશે. રોગી હોય તે નિરોગી બની શકે છે. આવું અદ્ભૂત અને અમૂલ્ય ફળ આપનાર લક્ષ્મીપૂજાની વિધિ માટેના બાજોઠ શણગારવાનો ઉપાય છે.


લક્ષ્મી માતાના બાજોઠ વિધિ-વિધાનથી સજાવવો જોઈએ. જે પણ ભક્ત માતા લક્ષ્મીની પૂજા માટે વિધિવત વ્યવસ્થા કરે છે, તેને ક્યારે પણ ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

- દિવાળી પૂજન માટે બાજોઠ પર લક્ષ્મી તથા ગણેશની મૂર્તિઓ આ પ્રકારે રાખો કે તેનું મુખ પૂર્વ અને પશ્ચિમમાં રાખો. લક્ષ્મીજી, ગણેશજીને ડાબી તરફ સ્થાપિત કરો. કળશને લક્ષ્મીજીની પાસે ચોખા પર રાખો. નારિયળને લાલ વસ્ત્રમાં વિંટાળી ને નારિયળના આગળનો ભાગ જોવા મળે તે રીતે કળશ પર રાખો. આ કળશ વરૂણદેવનું પ્રતિક છે. 

- કળશ સ્થાપિત કર્યા પછી મોટા દીવાઓ રાખો. એક દીવો ઘીનો તથા બીજો દીવો તેલનો કરો. એક દીવો બાજોઠની ડાબી બાજુ રાખો તથા બીજો મૂર્તિના ચરણમાં, આ ઉપરાંત એક દીવો ગણેશજીની પાસે રાખો.
લક્ષ્મીની કૃપા માટે કેવી રીતે સજાવશો નાનો બાજોઠ


- ગણેશજી તરફ ચોખાની સોળ ઢગલી બનાવો. આ સોળ ઢગલી માતૃકા (2)નું પ્રતિક છે. જેવી રીતે ચિત્રમાં ચિહ્ન (2) પર જોવા મળે છે. નવગ્રહ તથા સોળ માતૃકાની વચ્ચે સ્વસ્તિક (3)નું ચિહ્ન બનાવો. તેની વચમાં સોપારી (4) રાખો તથા ચારેય ખૂણા પર ચોખાની ઢગલી રાખો.

- લક્ષ્મીજી બાજુ શ્રીનું ચિહ્ન (5) બનાવો. ગણેશજી અને ત્રિશુળ (6) બનાવો. એક ચોખાની ઢગલી (7) બનાવો જે બ્રહ્માજીનું પ્રતિક છે. સૌથી નીચે ચોખાની નવ ઢગલી બનાવો (8) જે માતૃકાનું પ્રતિક છે.


- લક્ષ્મી તથા ગણેશ તથા અન્ય દેવી-દેવતા મૂર્તિઓ વાળા બાજોઠની સામે નાનો બાજોઠ રાખી તેના પર લાલ વસ્ત્ર પાથરી દો. પછી કળશની આસપાસ એક મૂઠ્ઠી ચોખાથી લાલ વસ્ત્ર પર નવગ્રહના પ્રતિક રૂપ નવ ઢગલી ત્રણ લાઈનમાં બનાવો. તેને તમે ચિત્રમાં (1) ચિહ્નથી જોઈ શકો છો.

- સૌથી ઉપર ऊँ નું ચિહ્ન બનાવો. આ બધા ઉપરાંત પેન, વહીખાતા તથા સિક્કાની થેલી પણ રાખી દો. આ રીતે બાજોઠ શણગારવાનું એક પ્રતિક ફોટામાં અમે દર્શાવ્યું છે, તે જોઈને પણ કરી શકાય છે.

- આ પ્રકારે લક્ષ્મીના બાજોઠને સજાવાથી ભક્તને વર્ષભર લાભ રહે છે. ગરીબ હોય તેને ધન મળે છે. ધનમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હોય તેને અચાનક ધનલાભ થવા લાગે છે. નોકરીયાતને મોટા હોદ્દા પ્રાપ્ત થશે. વેપારીઓને વેપારમાં નફો થવા લાગશે. રોગી હોય તે નિરોગી બની શકે છે. 

 
દિવાળીની રાતે આ આઠ સ્થાન પર કરો દીવો, દૂર થશે સમસ્યાઓ
દિવાળીની રાતે મહાદેવી લક્ષ્મીજીને મનાવવાનો સૌથી સારી તક છે. શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવે છે કે દિવાળીની રાતે કંઈક વિશેષ સ્થાને દીવો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અહીં જાણો દિવાળીની રાતના કઈ-કઈ જગ્યાએ દીવો કરવો જોઈએ, જેથી તમારી પૈસાની સમસ્યાઓનો ઉકેલાઈ જશે.

શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે દિવાળીની રાતે દેવી મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આથી  રાતના દેવીને પ્રસન્ન કરવા માટે ઉપાય જણાવવામાં આવે છે....

- જો શક્ય હોય તો રાતના સમયે કોઈ સ્મશાનમાં દીવો કરો. પૈસા પ્રાપ્ત કરવા માટે આ એક ચમત્કારી તંત્રોપાય છે.

- ધનપ્રાપ્તિની કામના કરનાર વ્યક્તિને દિવાની રાતે મુખ્ય દરવાજાના ઉંબરા પર બન્ને બાજુ દીવો જરૂર કરવો જોઈએ.

- ઘરના આંગણામાં દીવો કરવો જોઈએ. ધ્યાન રાખો આ દીવો બંધ થવો જોઈએ નહીં. આવું કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

- આપણા ઘરની આસપાસ વાળા વિસ્તારમાં ચૌદસ પર રાતના સમયે દીવો કરવો જોઈએ. એવું કરવાથી પૈસાથી જોડાયેલી સમસ્યા ઉકેલાઈ જાય છે.

- ઘરનાં પૂજા સ્થાનમાં દીવો કરવો, જે આખી રાત ચાલું રહેવો જોઈએ. આ રીતે કરવાથી મહાલક્ષ્મીજી  પ્રસન્ન થાય છે.

- કોઈ બિલ્વપત્રના ઝાડની નીચે દિવાળીની સાંજે દીવો કરવો જોઈએ. બિલ્વપત્ર ભગવાન શિવનું પ્રિય વૃક્ષ છે. આથી અહીં દીવો કરવાથી તેની કૃપા પ્રાપ્ત થાય છે.

- ઘરની આસપાસ જે પણ મંદિર હોય ત્યાં રાતના સમયે દીવો જરૂર કરવો જોઈએ, તેથી તમારી પ્રતિષ્ઠા અને ધન પ્રાપ્તિ થાય છે.

- પીપળાના ઝાડની નીચે દિવાળીની રાતે એક દીવો જરૂર કરો. એવું કરવાથી આપની ધન સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જશે. 


દેવી મહાલક્ષ્મીની વિધિ અનુસાર પૂજન

આસો વદ અમાસના ભગવતી શ્રી મહાલક્ષ્મી તથા ભગવાન ગણેશની નવી પ્રતિમાઓનું પ્રતિષ્ઠાપૂર્વક વિશેષ પૂજન કરવામાં આવે છે. દિવાળી પર દેવી મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે નીચે લખેલી વિધિ અનુસાર પૂજન કરો.
 
પૂજન માટે બાજોઠ  પર લીલું કે લાલ આસન પાથરો, ડાબી બાજુ ગણેશને અને જમણી બાજુ માતા મહાલક્ષ્મીની મૂર્તિને સ્થાપિત કરો. પૂજનના દિવસે ઘરને સ્વચ્છ કરી પૂજા-સ્થાનને પણ પવિત્ર કરી લો તથા પોતે પણ પવિત્ર થઈને શ્રદ્ધા-ભક્તિપૂર્વક સાંજના સમયે મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરો.....


શ્રી મહાલક્ષ્મીજીની મૂર્તિની પાસે જ પવિત્ર પાત્રમાં કેસરયુક્ત ચંદનથી અષ્ટદલ કમળ બનાવીને તેના પર રૂપીયો રાખો તથા એક સાથે જ બન્નેની પૂજા કરો. સૌથી પહેલા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી આચમન, પવિત્રી ધારણ, માર્જન-પ્રાણાયામ કરી, તેની ઉપર તથા પૂજા-સામગ્રી પર નીચેનો મંત્ર વાંચીને જળ છાંટો –
ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा।
य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:।।


તે પછી જળ, ચોખા લઈને પૂજનનો સંકલ્પ કરો –


संकल्प- ऊँ विष्णुर्विष्णुर्विष्णु: अद्य मासोत्तमे मासे आसोमासे कृष्णपक्षे पुण्यायाममावास्यायां तिथौ.......... वासरे............गोत्रोत्पन्न: (गोत्र का उच्चारण करें)/ गुप्तोहंश्रुतिस्मृतिपुराणोक्तफलावाप्तिकामनया ज्ञाताज्ञातकायिकवाचिकमानसिक सकलपापनिवृत्तिपूर्वकं स्थिरलक्ष्मीप्राप्तये श्रीमहालक्ष्मीप्रीत्यर्थं महालक्ष्मीपूजनं कुबेरादीनां च पूजनं करिष्ये। तदड्त्वेन गौरीगणपत्यादिपूजनं च करिष्ये।


આવું કહીને સંકલ્પનું જળ નીચે છોડી દો. પૂજન પહેલા નવી પ્રતિમાની નીચે પ્રમાણે પ્રાણ-પ્રતિષ્ઠા કરો –

પ્રતિષ્ઠા – ડાબા હાથમાં ચોખા લઈને નીચે લખેલ મંત્રો બોલી જમણા હાથથી તે ચોખાને પ્રતિમા પર છાંટતા જાઓ.


ऊँ मनो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्टं यज्ञ समिमं दधातु।
विश्वे देवास इह मादयन्तामोम्प्रतिष्ठ।।

ऊँ अस्यै प्राणा: प्रतिष्ठन्तु अस्यै प्राणा: क्षरन्तु च।
अस्यै देवत्वमर्चायै मामहेति च कश्चन।।


સર્વપ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરો. તે પછી કળશ પૂજન તથા સોળશ માતૃકા (સોળદેવીઓનું) પૂજન કરો. તત્પશ્ચાત પ્રધાન પૂજામાં મંત્રો દ્વારા ભગવતી મહાલક્ષ્મીનો સોળશોપચાર પૂજન કરો.
ऊँ महालक्ष्म्यै नम:- આ નામ મંત્રથી પણ ઉપચારો દ્વારા પૂજન કરવામાં આવી શકે છે.


પ્રાર્થના – વિધિપૂર્વક શ્રીમહાલક્ષ્મીનું પૂજન કર્યા પછી હાત જોડીને પ્રાર્થના કરો –
सुरासुरेंद्रादिकिरीटमौक्तिकै-
र्युक्तं सदा यक्तव पादपकंजम्।
परावरं पातु वरं सुमंगल
नमामि भक्त्याखिलकामसिद्धये।।
भवानि त्वं महालक्ष्मी: सर्वकामप्रदायिनी।।
सुपूजिता प्रसन्ना स्यान्महालक्ष्मि नमोस्तु ते।।
नमस्ते सर्वदेवानां वरदासि हरिप्रिये।
या गतिस्त्वत्प्रपन्नानां सा मे भूयात् त्वदर्चनात्।।
ऊँ  महालक्ष्म्यै नम:, प्रार्थनापूर्वकं समस्कारान् समर्पयामि।

પ્રાર્થના કરીને નમસ્કાર કરો. –


સમર્પણ - પૂજનના અંતમાં कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम।
આ વાક્ય ઉચ્ચારણ કરી સમસ્ત પૂજન કર્મ ભગવતી મહાલક્ષ્મીને સમર્પિત કરો તતા જળ મૂકી દો.


દિવાળીના પૂજનના શુભ મુહૂર્ત –
ઓફિસ, દુકાન, ફેક્ટ્રી વગેરે વ્યાપારિક સ્થાનો માટે –

-સવારે 9 થી 10:30 વાગા સુધી- ચર

-સવારે 10:30 થી બપોરના 12 વાગા સુધી- લાભ

ઘર પર પૂજન માટેના મુહૂર્ત –

- સાંજે 7:30 થી રાત 9 વાગા સુધી

- રાતે 10:30 થી 12 વાગા સુધી- લાભ

- રાતે 12 થી 1:30 વાગા સુધી- અમૃત


આ પૂજન પછી વિનાયક ગણેશ, પેન, સરસ્વતી, કુબેર, તોલકાંટો તથા દીવાની પૂજા કરી અંતમાં આરતી કરવામાં આવે છે.


દિવાળી પર દેવી મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશની સાથે જ વિનાયક, પેનની પૂજા કરવાનું વિધાન પણ કરવામાં આવે છે. તેની વિધિ નીચે આપેલ છે –

વિનાયક ગણેશ પૂજા - દુકાન કે ઓફિસમાં દિવાલો પર ऊँ श्रीगणेशाय नम:।, સાથીયો, શુભ-લાભ વગેરે માંગલિક તથા કલ્યાણકારી શબ્દ સિંદૂરથી લખવામાં આવે છે. તેને શબ્દો પર ऊँ देहलीविनायकाय नम:। આ નામમંત્ર દ્વારા ગંધ-પુષ્પાદિથી પૂજન કરો.


શ્રી મહાકાળીનું પૂજન – શાહી વાળી કલમને ભગવતી મહાલક્ષ્મીની સામે ફૂલ તથા ચોખા ઉપર રાખીને તેના પર સિંદૂરથી સ્વસ્તિક બનાવી દો તથા મળી લપેટી દો.


ऊँ श्रीमहाकाल्यै नम: - આ નામ મંત્રથી ચંદન-પુષ્પાદિ પંચોપચારોથી કે સોળશોપચારથી કલમ તથા ભગવતી મહાકાળીનું પૂજન કરો અને અંતમાં આ પ્રકાર પ્રાર્થના પૂર્વક તેને પ્રણામ કરો –


कालिके त्वं जगन्मातर्मसिरूपेण वर्तसे।
उत्पन्ना त्वं च लोकानां व्यवहारप्रसिद्धये।।
या कालिका रोगहरा सुवन्द्या
भक्तै: समस्तैव्र्यवहारदक्षै:।
जनैर्जनानां भयहारिणी च सा लोकमाता मम सौख्यदास्तु।।


કલમનું પૂજન -  પેન પર મળી બાંધીને સામે રાખી દો અને

लेखनी निर्मिता पूर्वं ब्रह्मणा परमेष्ठिना।
लोकानां च हितार्थय तस्मात्तां पूज्याम्यहम्।।

ऊँ लेखनीस्थायै देव्यै नम:


- આ નામમંત્ર દ્વારા ગંધ, પુષ્પ, ચોખા વગેરેથી પૂજન કરી આ પ્રકાર પ્રાર્થના કરો.


शास्त्राणां व्यवहाराणां विद्यानामाप्युयाद्यात:।
अतस्त्वां पूजयिष्यामि मम हस्ते स्थिरा भव।।


દેહવિનાયક, કમલની પૂજા કર્યા પછી વહીખાતા, કુબેર પૂજન તથા તોલકાંટાનું પૂજન કરવામાં આવે છે.

 
દીવાળી પર વહીખાતા પૂજન, કુબેર પૂજન, તોલકાંટાનું પૂજન તથા દીપમાળાનું પૂજન પણ કરવામાં આવે છે. તેનું પૂજન વિધિ આ પ્રકારે છે –

વહીખાતાનું પૂજન – વહી, વાસણ તથા થેલીમાં રોળી કે કેસરયુક્ત ચંદનથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો તથા થેલીમાં પાંચ હળદરની ગાંઠ, ધાણા, કમળના ફૂલ, દૂર્વા અને થોડાંક રૂપીયાના સિક્કા રાખીને તેનાથી સરસ્વતીનું પૂજન કરો. સર્વપ્રથમ સરસ્વતીનું ધ્યાન આ પ્રકારે કરો –


या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवै: सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती नि:शेषजाड्यापहा।।
ऊँ वीणापुस्तकधारिण्यै श्रीसरस्वत्यै नम:


-આ નામમંત્રથી ચંદન વગેરે ચઢાવી પૂજન કરો.


કુબેર પૂજન – તીજોરી અથવા રૂપીયા રાખવાના સંદૂક ઉપર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને પછી ભગવાન કુબેરનું આહ્વાન કરો –

आवाहयामि देव त्वामिहायाहि कृपां कुरु।
कोशं वद्र्धय नित्यं त्वं परिरक्ष सुरेश्वर।।


આહ્વાન પછી ऊँ कुबेराय नम:। આ નામમંત્રથી ગંધ, ફૂલ વગેરેથી પૂજન કરી અંતમાં આ પ્રકારે પ્રાર્થના કરો

 

धनदाय नमस्तुभ्यं निधिपद्माधिपाय च।
भगवान् त्वत्प्रसादेन धनधान्यादिसम्पद:।।

 

આ પ્રકારે પ્રાર્થના કરી પહેલા હેલ્દી, ધાણા, કમળફૂલ, રૂપીયા, દૂર્વા વગેરેથી યુક્ત થેલી તિજોરીમાં રાખો.
તાલકાંટાનું પૂજન – સિંદૂરથી તોલમાપ કાંટા પર સાથીયો કરો. નાડાછડી તુલા દેવતાના આ પ્રકારે ધ્યાન કરો –

 

नमस्ते सर्वदेवानां शक्तित्वे सत्यमाश्रिता।
साक्षीभूता जगद्धात्री निर्मिता विश्वयोनिना।।

 

ધ્યાન પછી ऊँ तुलाधिष्ठातृदेवतायै नम:।
આ નામમંત્રથી ગંધ, ચોખા વગેરે ઉપચારો દ્વારા પૂજન કરી નમસ્કાર કરો.

દિપમાળા (દીપક) પૂજન – કોઈ પાત્રમાં અગીયાર, એક્કીસ કે તેનાથી વધારે દીવાને પ્રજ્વલિત કરી મહાલક્ષ્મીની બાજુમાં રાખી તેને દીપકજ્યોતિના ऊँ दीपावल्यै नम:। આ નામમંત્રથી ચંદન વગેરે દ્વારા પૂજન કરી આ પ્રકારે પ્રાર્થના કરો –

 

त्वं ज्योतिस्त्वं रविश्चनद्रो विद्युदग्निश्च तारका:।
सर्वेषां ज्योतिषां ज्योतिर्दीपावल्यै नमो नम:।।

 

દિપમાળાનું પૂજન કરી સંતરા, શેરડી, ધાણા વગેરે પદાર્થ ચઢાવો. ગણેશ, મહાલક્ષ્મી તતા અન્ય બધા દેવી-દેવતાઓને પણ અર્પિત કરો. અંતમાં અન્ય બધા દીવાને પ્રગટાવી દો. આ બધા પછી દેવી મહાલક્ષ્મીની આરતી કરવામાં આવે છે.  



દિવાળી પર દેવી મહાલક્ષ્મી, ભગવાન શ્રી ગણેશ, વિનાયક, કલમ, વહીખાતા, કુબેર, તુલા તથા દિપમાળાનાં પૂજન પછી મહાલક્ષ્મીની આરતી કરવામાં આવે છે.

આરતી માટે આ થાળીમાં સાથીયા વગેરે માંગલિક ચિહ્નો બનાવી ચોખા તથા પુષ્પોનું આસન પર શુદ્ધ ઘીનો દીવો કરો. એક પૃથક પાત્રમાં કપૂર પણ પ્રજ્વલિત કરી તે પાત્ર પણ થાળીમાં યથાસ્થાને રાખી લો,

આરતી – આસન પર ઉભા રહી પરિવાર સાથે ઘંટનાદ કરતાં-કરતાં મહાલક્ષ્મીજીની મંગળ આરતી કરો –

 

श्रीलक्ष्मीजी की आरती
ऊँ जय लक्ष्मी माता, जय लक्ष्मी माता।
तुमको निसिदिन सेवत हर विष्णु-धाता।। ऊँ।।
उमा, रमा, ब्रह्माणी, तुम ही जग माता।
सूर्य-चंद्रमा ध्यावत, नारद ऋषि गाता।। ऊँ।।
दुर्गारूप निरंजनि, सुख-सम्पत्ति दाता।
जो कोई तुमको ध्यावत, रिद्धि-सिद्धि धन पाता।। ऊँ।।
तुम पाताल-निवासिनि, तुम ही शुभदाता।
कर्म-प्रभाव-प्रकाशिनी, भवनिधिकी त्राता।। ऊँ।।
जिस घर तुम रहती, तहँ सब सद्गुण आता।
सब संभव हो जाता, मन नहिं घबराता।। ऊँ।।
तुम बिन यज्ञ न होते, वस्त्र न हो पाता।
खान-पान का वैभव सब तुमसे आता।। ऊँ।।
शुभ-गुण-मंदिर सुंदर, क्षीरोदधि-जाता।
रत्न चतुर्दश तुम बिन कोई नहिं पाता।। ऊँ।।
महालक्ष्मी(जी) की आरती, जो कोई नर गाता।
उर आनन्द समाता, पाप उतर जाता।। ऊँ।।


મંત્ર પૂષ્પાંજલી – બન્ને હાથમાં ફૂલ લઈને હાથ જોડીને નીચેનો મંત્ર બોલો –

ऊँ या श्री: स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी:
पापात्मनां कृतधियां ह्रदयेषु बुद्धि:।
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा
तां त्वां नता: स्म परिपालय देवि विश्वम्।।
ऊँ श्रीमहालक्ष्म्यै नम:, मंत्रपुष्पांजलिं समर्पयमि।

આમ આ મંત્ર બોલી હાથના પૂલ લક્ષ્મીજીન પર ચઢાવી દો. પ્રદક્ષિણા કરી પ્રણામ કરો, ફરી હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરો –

आवाहनं न जानामि न जानामि विसर्जनम्।
पूजां चैव न जानामि क्षमस्व परमेश्वरि।।
यत्पूजितं मया देवि परिपूर्णं तदस्तु मे।।
सरजिजनिलये सरोजहस्ते धनलतरांशुकगंधमाल्यशोभे।
भगवति हरिवल्वभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्।।

ફરીથી પ્રણઆમ કરીને  ऊँ अनेन यथाशक्त्यर्चनेन श्रीमहालक्ष्मी: प्रसीदतु।

આમ કહીને પાણી નીચે મૂકી દો. બ્રાહ્મણ તથા ગુરુજનોને પ્રણામ કરી ચરણામૃત તથા પ્રસાદ વિતરણ કરો.


વિસર્જન – પૂજનના અંતમાં ચોખા લઈને ગણેશ તથા મહાલક્ષ્મીની પ્રતિમાને છોડીને અન્ય બધાને આવાહિત, પ્રતિષ્ઠિત તથા પૂજિત દેવતાઓ પર ચોખા છોડીને નીચેનો મંત્રથી વિસર્જન કરો –

यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम्।
इष्टकामसमृद्धयर्थं पुनरागमनाय च।। 


આમ્હી બરૌડેકર પરિવાર તરફથી વ્હાલા વાચક મિત્રો, ભાઈ, બહેન તથા શુભેચ્છકો આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની હાર્દિક શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

No comments:

Post a Comment