Thursday 8 November 2012

દિવાળી પર આ 10 ચીજો અપાવે છે સ્થાયી લક્ષ્મી

દિવાળી પર આ 10 ચીજો અપાવે છે સ્થાયી લક્ષ્મી

દિવાળી-પૂજનમાં ઉપયોગ કરવામાં આવેલી વસ્તુઓ ભક્તને લક્ષ્મીની સ્થાયી કૃપા અપાવે છે. સ્થાયી લક્ષ્મીનો અર્થ આ છે કે આપના ઘરમાં હંમેશા મહાલક્ષ્મીનો વાસ રહેશે અને ક્યારે પણ ધનની કમી નહીં રહેશે. અહીં જાણો સામાન્ય પૂજન સામગ્રી (દીવો, પ્રસાદ, કંકુ, ફળ-ફૂલ વગેરે) ઉપરાંત એવી દસ ચીજો જે આપને લક્ષ્મીની સ્થાયી કૃપા અપાવે છે

પાન અને ચોખા – તે દિવાળીના પર્વ માટે શુભ અને માંગલિક ચિહ્ન છે. પાન ઘરની શુદ્ધિ કરે છે તથા ચોખા ઘરમાં કોઈ ખરાબ ઘટના થવા દેતા નથી.

રંગોળી – લક્ષ્મી પૂજનના સ્થાન તથા પ્રવેશ દ્વારા તથા આંગણામાં રંગોનું સંયોજન દ્વારા ધાર્મિક ચિહ્નઃ કમળ, સ્વસ્તિક, કળશ, ફૂલ વગેરે અંકિત કરી રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે, કે દેવી લક્ષ્મી રંગોળી તરફ ઝડપથી આકર્ષિત થાય છે. વાસ્તુ પણ કહે છે કે રગોળી ઘરમાં પોઝિટિવિટી લાવે છે.

જવારા – દિવાળીના દિવસે જવારા ધરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે, તથા વર્ષભર કોઈ પણ પ્રકારના અનાજની કમી આવશે નહીં. મહાલક્ષ્મીના પૂજન સમય જવારના પૂજન કરવાથી ઘરમાં હીરા-મોતી જેવી બહુમૂલ્ય વસ્તુઓ આવે છે.

શેરડી – લક્ષ્મીના ઐરાવત હાથીની પ્રિય ખાદ્ય-સામગ્રી શેરડી છે. દિવાળીના દિવસે પૂજનમાં શેરડી સામેલ કરવાથી કે તુલસી ક્યારે શેરડી ધરવથી ઐરાવત પ્રસન્ન રહે છે અને તેની શક્તિ તથા વાણીની મિઠાશ આપણા ઘરમાં ફેલાયેલી રહે છે.


પતાશા કે ગોળ – આ પણ દિવાળી પર્વના માંગલિક ચિહ્ન છે. લક્ષ્મી-પૂજન પછી ગોળ – પતાશાનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વિસ્તાર થાય છે.

તિલક – પૂજનના સમયે તિલક કરવામાં આવે છે જેથી મસ્તિષ્કમાં વૃદ્ધિ, જ્ઞાન અને શાંતિનો પ્રસાર થાય. કોઈ પણ પૂજન કર્મ તિલક વગર પૂરું નથી થતું.

નાડાછડી -  તે માંગલિક ચિહ્ન તથા સંગઠનની નિશાની છે, જેને પૂજાના સમયે હાથ પર બાંધવામાં આવે છે.

કોડી – લક્ષ્મી પૂજનની સજાવેલી થાળીમાં કોડી રાખવાની જુની પરંપરા છે, કારણ કે આ ધન અને શ્રીનું પ્રતિક છે. કોડીને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે.

સ્વસ્તિક – કોઈપણ પૂજનમાં સ્વસ્તિકનું  ચિહ્ન જરૂર કરો. સ્વસ્તિકની ચાર ભૂજા ઉત્તર, દક્ષિણ, પૂર્વ,પશ્ચિમ ચારે દિશાઓ દર્શાવે છે. તેની સાથે જ આ ચાર ભૂજાઓ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમોનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ ચિહ્ન કેસર, હળદર, સિંદૂરથી બનાવવામાં આવે છે.

વંદનવાર – આંબા કે પીપળાના કોમળ પાનની માળાને વંદનવાર કહેવામાં આવે છે. તેને દિવાળીના દિવસે પૂર્વદ્વારે કે મુખ્યદ્વાર પર બાંધવામાં આવે છે. આ એ વાતનું પ્રતિક છે કે સમસ્ત દેવી-દેવતા આ પાનની સુગંધથી આકર્ષિત થઈને આપના ઘરમાં પ્રવેશ કરે છે. એવી માન્યાતા છે કે દિવાળીના વંદનવારને  31 દિવસ સુધી બાંધી રાખવી જોઈએ.

No comments:

Post a Comment