Wednesday, 7 November 2012

દિવાળી - ૨૦૧૨નાં શુભમુહૂર્તો

દિવાળીનાં શુભમુહૂર્તો

ધનપૂજન- ધનતેરસ- ધન્વંતરિ પૂજન
આસો વદ ૧૨ને રવિવાર તા. ૧૧-૧૧-૨૦૧૨
શુભ સમય: બપોરના ૧-૩૫ થી ૩-૦૫ સુધી
સાંજના ૬-૧૫ થી ૧૦-૩૭ સુધી
મોડી રાત્રે ૧-૩૫ થી ૩-૧૫ સુધી
વહેલી સવારે ૫-૨૫ થી ૬-૧૫ સુધી
ઉપરોકત સમયગાળામાં ધનપૂજા કરી શકાય. ચોપડા પણ લાવી શકે.

કાળીચૌદસ- નરક ચતુર્દશી
આસો વદ ૧૩ને સોમવાર તા. ૧૨-૧૧-૨૦૧૨
શુભ સમય: બપોરના ૨-૩૦ થી ૬-૩૦ સુધી
સાંજના ૬-૧૫ થી ૭-૩૫ સુધી
રાત્રે ૧૦-૩૦ થી ૧૨-૦૫ સુધી
મોડી રાત્રે ૧-૩૫ થી વહેલી સવારે ૬-૦૫ સુધી
ભૈરવ, બટુક, વીર હનુમાન, મહાકાલી તથા દસ મહાવિધાની આરાધના અને તાંત્રિક
વિધિ-વિધાન માટે ઉત્તમ ગણાય. મશીનોની
મહાપૂજા પણ આ દિવસે કરવી શ્રેષ્ઠ ગણાય.

દિવાળી-ચોપડા-લક્ષ્મી-શારદાપૂજન
આસો વદ ૧૪ ને મંગળવાર તા. ૧૩-૧૧-૨૦૧૨
શુભ સમય: સવારના ૯-૪૦ થી ૧૩-૪૫ સુધી
બપોરના ૩-૧૫ થી ૬-૫૩ સુધી
સાંજના ૭-૩૨ થી ૯-૧૦ સુધી
રાત્રે ૧૦-૫૦ થી ૩-૩૦ સુધી
વહેલી સવારે ૫-૫૫ થી ૬-૩૦ સુધી

 વિક્રમ સંવત ૨૦૬૯ નૂતન વર્ષ

પેઢી ખોલવાનાં મુહૂર્તો
કારતક સુદ ૧ ને બુધવાર તા. ૧૪-૧૧-૨૦૧૨
શુભ સમય: સવારના ૭-૦૦ થી ૯-૩૦ સુધી
સવારના ૧૧-૨૫ થી ૧૨-૨૦ સુધી

લાભપાંચમ-જ્ઞાનપંચમી
કારતક સુદ ૫ ને રવિવાર તા. ૧૮-૧૧-૨૦૧૨
શુભ સમય : સવારના ૮-૩૦ થી ૧૨-૨૧ સુધી
આ સમયગાળામાં ધંધાકીય શુભકાર્યનો
મંગલ પ્રારંભ શ્રેષ્ઠ ગણાય.

 માનવને સુખ, સંપત્તિ અને સુર ાા પ્રાપ્ત થાય તેથી આ પર્વમાં શ્રી મહાલક્ષ્મી ઉપાસના ઉત્તમ છે. તેમની ઉપાસના કરતાં પહેલાં લક્ષ્મીજીનાં સ્વરૂપો સમૃદ્ધિના પ્રકારો આ તમામ પ્રકારની લક્ષ્મી કઇ રીતે પ્રાપ્ત થાય તે સમજવું જરૂરી છે.

શ્રી
લક્ષ્મીજીનાં મુખ્ય આઠ સ્વરૂપો: ૧. શ્રી દ્રવીભૂજાલક્ષ્મી, ૨. શ્રીમહાલક્ષ્મી, ૩. શ્રીદેવી, ૪. શ્રીવરલક્ષ્મી, ૫. અષ્ટભૂજા વીરલક્ષ્મી, ૬. પ્રસન્ન લક્ષ્મી, ૭. ગજલક્ષ્મી, ૮. દ્વિવભૂજા લક્ષ્મી.

વાસ્તવિક જીવનમાં અષ્ટ
લક્ષ્મીનાં સ્વરૂપો

આજકાલ આપણે સમૃદ્ધિને તથા ભૌતિક સુખ-સંપત્તિને
લક્ષ્મી કહીએ છીએ. ખરેખર સમૃદ્ધિ એક વ્યાપક અર્થવાળો શબ્દ છે. સમૃદ્ધિ (લક્ષ્મી)નાં મુખ્ય આઠ સ્વરૂપ છે. આઠેય પ્રકારની સમૃદ્ધિ તો માત્ર ભગવાન નારાયણમાં જ છે. ભગવાન નારાયણની કૃપાથી જ મનુષ્યને આંશિક રૂપમાં લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ સમૃદ્ધિ (લક્ષ્મી)ના આઠ પ્રકારો આ મુજબ છે. ધનલક્ષ્મી, વિધાલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, અમૃતલક્ષ્મી, કામલક્ષ્મી, સત્યલક્ષ્મી, ભોગલક્ષ્મી, યોગલક્ષ્મી. સંસારમાં કોઇ વ્યકિત પાસે આઠેય સ્વરૂપો હોતાં નથી. લગભગ એક રૂપથી જ તેનું કલ્યાણ થતું હોય છે.

૧. ધન
લક્ષ્મી: વ્યકિત આ રૂપને વધારે ચાહે છે. ભૂમિ-વાહન-મકાન ઘર-ખેતીથી તેનો સંચય થાય છે. ઉધોગ-વાણિજય વ્યવસાયથી ઉત્પન્ન થાય છે. ગાય-અશ્વ-હાથી-સોનું-ધાતુ-રત્ન-ઉપરત્ન-હીરામાણેક આ તમામ તેનાં રૂપો છે.

૨. વિધા
લક્ષ્મી: લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ એટલે જ્ઞાન-વિજ્ઞાન કેળવણી-શિક્ષણ વગેરે કહેવાય છે. ભર્તુહરિએ તેને ગુપ્ત ધન કહ્યું છે.

વિધા નામ નરસ્ય રૂપમધિકં પ્રરછન્નં ગુપ્તં ધનમ્!

મનુષ્યનું કર્તવ્ય છે કે તે વિધાભ્યાસ કરે યથાસંભવ કલાઓ શીખી લે. જીવનમાં એવા અનેક સંજોગો આવે છે ત્યારે ધન
લક્ષ્મીને બદલે વિધાલક્ષ્મી સાથ આપે છે અને માનવીનું કામ સરળ થાય છે.

૩. સૌભાગ્ય
લક્ષ્મી: જન્મોજન્માંતરના પુણ્યબળે ભાગ્યની પ્રાપ્તિ થાય છે. કપરા સમયમાં ભાગ્ય જ આપણને મદદ કરે છે. જયારે ભાગ્ય સાથ નથી આપતું ત્યારે ધન-વિધા પણ કોઇ કામનાં નથી હોતાં. જીવનમાં સારી પત્ની, સારા પુત્રો, સારો પતિ, જ્ઞાનીગુરુ આ બધું સૌભાગ્યથી જ મળે છે. આ શ્રીલક્ષ્મીજીનું ત્રીજું સ્વરૂપ છે.

૪. અમૃત
લક્ષ્મી: ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીઘાર્યુ એટલે અમૃતલક્ષ્મી. અમૃતલક્ષ્મીથી માનવ તેના જીવનમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ સિદ્ધ કરી શકે છે. આયુર્વેદમાં તેને આરોગ્યલક્ષ્મી કહેવાય છે. જીવનમાં આ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શરીર-મન તથા ઘર આંગણની સ્વરછતાથી સભાન રહેવું જોઇએ.

૫. કામ
લક્ષ્મી: કામલક્ષ્મીની કપાથી અને તેની પ્રાપ્તિથી માનવ સંતોષપૂર્વક જીવનયાપન કરે છે. તથા તેની ઘર ગૃહસ્થીનાં તમામ કાર્યોકકળાટ વિના સારી રીતે ચાલતાં રહે છે.

૬. સત્ય
લક્ષ્મી: દ્દઢતાપૂર્વક સત્ય પાલનથી આ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સત્ય પાલન કરનાર વ્યકિતની આબરૂ-પ્રતિષ્ઠા સારી રીતે બંધાય છે. જેના કારણ તેના વ્યવહારો-ધંધા રોજગાર ખૂબ જ ફૂલેફાલે છે.

૭. ભોગ
લક્ષ્મી: સ્વાદિષ્ટ ભોજન-સારા પોષક ભોજનની ઉપલબ્ધિ તથા તેને પચાવવાની શકિત હોવી-દાન દેવાનું સામથ્ર્ય-શ્રેષ્ઠસ્ત્રીની પ્રાપ્તિ આ તમામ ભોગલ મીની કપાનાં ચિહ્નો છે.

૮. યોગ
લક્ષ્મી: આ પ્રકારની લક્ષ્મી યોગ અને સાધનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. માનવીને કોઇ વસ્તુની ઈચ્છા નથી હોતી પરંતુ જરૂર પડયે તમામ સુખ-સુવિધા હાજર થઇ જાય છે.

કોઇ વ્યકિત પાસે આઠે સ્વરૂપો હોતાં નથી. ભગવાન નારાયણની
કૃપા થી
મનુષ્યને આંશિક લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

અષ્ટ
લક્ષ્મીની કરો ઉપાસના ધનપૂજા

No comments:

Post a Comment