Thursday 1 November 2012

પતિ પત્નીના અમર પ્રેમનું પ્રતિક છે- કડવા ચોથ

પતિ પત્નીના અમર પ્રેમનું પ્રતિક છે- કડવા ચોથ

આસો વદ સંકષ્ટ ચોથ ~ કડવા ચોથ
ચન્દ્રોદય રાત્રે ૮.૪૨

હિન્દુ ધર્મમાં અખંડ સુહાગ માટે કરવા ચોથનું વ્રત જાણીતું છે, આ તહેવાર પતિ પત્નીના અમર પ્રેમની તથા પતિ પ્રતિ પત્નીના સમર્પણનું પ્રતિક છે. વાસ્તવમાં કડવા ચોથનો તહેવાર સંસ્કૃતિના પવિત્ર બંધનનું પ્રતિક છે જે પતિ પત્ની બંને વચ્ચે રહે છે.

ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વરની સંજ્ઞા આપવામાં આવી છે. કડવા ચોથનું વ્રત રાખનારી પત્ની પોતાના પતિ પ્રતિ એ જ ભાવ પ્રદર્શિત કરે છે. સ્ત્રીઓ શણગાર સજીને ઈશ્વર સમક્ષ દિવસ દરમ્યાન વ્રત રાખીને એ જ વચન લે છે તે પૂર્ણ નિષ્ઠાથી પોતાના પતિ પ્રત્યે સમર્પણની ભાવના રાખશે. હિંદુ ધર્મમાં પુરાતન કાળથી કડવા ચોથની પરંપરા ચાલી આવે છે. આ વ્રતમાં પરિણીત સ્ત્રીઓએ દિવસ દરમ્યાન પાણી અને અન્ન વગર રહેવું પડે છે. તેમ છતાં મહિલાઓને આ વ્રતનો ઈંતજાર રહે છે. આ જ પત્નીનો પોતાના પતિ પ્રત્યેનો સમર્પણ ભાવ છે.

આ વ્રત સવારે સૂર્યોદય પહેલા એટલે કે સવારે ૪ વઘ્યા પહેલા શરુ થાય છે અને. રાત્રે ચંદ્ર ના દર્શન કરી ને પૂર્ણ થાય છે. દિવસ દરમ્યાન ઉપવાસ રાખી ને રાત્રે ચંદ્ર ના દર્શન કાર્ય બાદ ભોજન લેવા નું વિધાન છે. કડવા ચોથ ના તહેવાર પર પત્નીઓ આજ ના પવિત્ર દિવસે તેમના પતિ ના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે. ચાળણીમાં ચંદ્રમા પતિના મુખારવિંદના દર્શન કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતી મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે.

વ્રતની વિધિ: વ્રતના દિવસે પરિણીત સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન આદિથી પરવારીને, સોળ શણગાર સજીને પ્રભુ પાસે પોતાના અખંડ સુહાગની પ્રાર્થના કરે છે. સ્ત્રીઓએ ચંદ્રમા, શિવજી, પાર્વતીજી, કાર્તિકેય તથા ગણેશજીની મૂર્તિ બનાવીને તેમની ષોડશોપચાર પૂજા કરવાની હોય છે. એક તાંબાના કે માટીના પાત્રમાં ચોખા, અડદની દાળ, સુહાગની સામગ્ર (સિંદૂર, બંગડી, અરીસો, કાંસકો, રિબન અને રૂપિયો) મૂકીને કોઇ શ્રેષ્ઠ સૌભાગ્યવતી સ્ત્રી અથવા પોતાની સાસુના ચરણ સ્પર્શ કરીને તેમને ભેટ આપવી જોઇએ.

સાંજના સમયે બ્રાહ્મણને બોલાવીને કરવા ચોથની વાર્તા-કથા અવશ્ય સાંભળીને બ્રાહ્મણને દાન-દિ ાણા આપવી જોઇએ. બાદમાં રાત્રિના જયારે ચંદ્ર બરાબર ઊગ્યો હોય ત્યારે ચંદ્રમાનાં ચાળણીમાંથી દર્શન કરીને ચંદ્રમાને અઘ્ર્ય આપીને તેની આરતી ઉતારવી. ત્યારબાદ પતિનાં દર્શન કરીને તેમને તિલક કરીને તેમની પૂજા કરવી. આથી પતિની ઉમર-આયુ વધે છે અને સ્વાસ્થ્ય નિરોગી રહે છે. છેલ્લે પતિના હાથે પાણી પીને વ્રતનું પારણું કરવું. 

 
આ વ્રતને ઊજવવાની દરેક પ્રાંતની પોતાની પરંપરા હોય છે. કયાંક કયાંક તો મહિલાઓ ચંદ્રમાનું પ્રતિબિંબ પાણી ભરેલી થાળીમાં જુએ છે ત્યાર બાદ તે જ થાળીમાં પતિના ચહેરાનું પ્રતિબિંબ જુએ છે. કયાંક ચાળણીમાંથી પતિનાં દર્શન કરવાનો રિવાજ છે તો કયાંક પતિની આરતી ઉતારવામાં આવે છે.
કરવા ચોથની કથા: ઇન્દ્રપ્રસ્થ નામની નગરીમાં વેદ શર્મા નામનો એક બ્રાહ્મણ પોતાના સાત પુત્રો અને એક પુત્રી સાથે રહેતો હતો. તેની પુત્રીનું નામ વીરાવતી હતું. વીરાવતીનાં લગ્ન સુદર્શન નામના એક બ્રાહ્મણ સાથે થયાં હતાં. એક વાર વીરાવતી પોતાના પિયરમાં આવી હતી. આ દરમિયાન કરવા ચોથનું વ્રત આવતું હતું. સાંજે બધા ભાઇઓ ?આવ્યા એટલે બધા ભોજન કરવા બેઠા. તેમણે બહેનને પણ ભોજન કરવાનું કહ્યું પણ વીરાવતીએ કહ્યું કે, આજે મારું વ્રત છે. રાત્રે ચંદ્રમાનાં દર્શન અને પૂજા કરીને જ હું જમીશ. તે દિવસે ચંદ્ર પણ વાદળોમાં છુપાયેલો હોવાથી દેખાતો નહોતો. જયારે આ બાજુ વીરાવતી આખા દિવસના ઉપવાસને લીધે અશકત થઇ ગઇ હતી. ભાઇઓને તેની દયા આવતાં તેઓએ નકલી ચંદ્ર દેખાડીને તેનાં દર્શન કરાવીને તેનું વ્રત ખંડિત કરાવ્યું. વીરાવતીએ અન્ન-જળ ગ્રહણ કયાô. વ્રત ખંડિત થવાથી પોતાનો પતિ ખૂબ જ બીમાર પડી ગયો. તે ખૂબ જ દુ:ખી થઇ ગઇ. ભાઇઓને પણ ભારે પશ્ચાત્તાપ થયો. ભાઇઓએ બહેનની માફી માગતાં
કહ્યું કે અમે તને નકલી ચંદ્ર બતાવીને તારા વ્રતનો ભંગ કર્યોછે તેથી અમે તારા દોષી છીએ.

ઇન્દ્રાણી દ્વારા તેને વરદાન આપવામાં આવ્યું કે ફરીથી તું વિધિવિધાન અનુસાર આ વ્રત કરજે જેથી તારો પતિ સાજો થઇ જશે અને વીરાવતીએ ફરીથી આ વ્રત શાસ્ત્રોકત વિધિવિધાન સાથે કર્યું. તે દિવસથી કરવા ચોથનું વ્રત મનાવવામાં આવે છે.

કરવા ચોથના વ્રતની પૃષ્ઠભૂમિમાં સત્યવાન અને સાવિત્રીની કથા પણ છે જે પતિ પ્રત્યે અતૂટ આત્મીયતા પ્રગટ કરે છે. લોકવાયકા મુજબ યમરાજા સત્યવાનનો જીવ લઇ જવા માટે આવ્યા ત્યારે સાવિત્રીએ યમરાજને વિનંતી-આજીજી કરી પરંતુ તેઓ ન માન્યા. તેથી સાવિત્રીએ અન્નજળનો ત્યાગ કર્યો, છેવટે યમરાજાએ સત્યવાનને જીવનદાન આપવું પડયું. આ કથાઓથી સિદ્ધિ થાય છે કે પત્ની પોતાના પતિની રક્ષા માટે હંમેશાં તત્પર રહે છે.

આસો વદ ચોથે આવતું આ વ્રત પરિવારમાં આનંદ અને આત્મીયતા ભરી દે આમ્હી બરૌડેકર તરફથી સર્વ ને કડવા ચોથ ની હાર્દિક શુભ કામના
.

No comments:

Post a Comment