Wednesday, 12 October 2011

કયો રત્ન, કયા ગ્રહ માટે,

કયો રત્ન, કયા ગ્રહ માટે, કયા વારે, કંઈ આંગળીમાં પહેરવો?

રત્નોનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે રત્ન ધારણ કરવાથી લાગતા-વળગતા ગ્રહના દોષોનું નિવારણ થઈ જાય છે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. જાણો કયો ગ્રહ કયા વાર અને સમયે, કંઈ આંગળીમાં પહેરવો જોઈએ....

-જે લોકોને શુક્રની મહાદશા ચાલી રહી હોય તેમને હીરો ધારણ કરવો જોઈએ તેની માટે શુક્રવાર સૌથી સારો દિવસ છે. શુક્રવારે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે હીરો મધ્ય આંગળી અર્થાત્ મીડલ ફિંગરમાં પહેરવો જોઈએ.

-જેમની કુંડળીમાં સૂર્યની મહાદશા ચાલી રહી હોય તેમને માણેક ધારણ કરવો જોઈએ. રવિવારના દિવસે સૂર્યોદય સમયે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટીમાં લોકેટ પહેરવો જોઈએ.

-મોતી એ લોકોને ધારણ કરવો જોઈએ જેમની કુંડળીમાં ચંદ્રની મહાદશા ચાલી રહી હોય. કુંડળીમાં ચંદ્રને શુભ બનાવવા માટે મોતી પહેરવો જોઈએ. એ ચંદ્રનો રત્ન છે. દરેક સોમવારે કનિષ્ઠા આંગળીમાં એટલે કે લિટલ ફિંગરમાં સાંજે 5થી 7 વાગ્યની વચ્ચે ચાંદીની વીંટી કે લોકેટમાં તે પહેરવો જોઈએ.

- જે લોકોની કુંડળીમાં બુધની મહાદશા ચાલી રહી હોય તેમને પન્ના ધારણ કરવો જોઈએ. પન્ના ધારણ કરવા માટે બુધ શ્રેષ્ઠ દિવસ છે. દિવસે 12 થી 2 વાગ્યાની વચ્ચે સૌથી નાની આંગળીમાં પન્ના ધારણ કરવો જોઈએ. બુધના શુભ પ્રભાવ માટે પન્ના સોનાની વીંટીમાં બુધવારના દિવસે પહેરવો જોઈએ. 

- પુખરાજ એ લોકોએ ધારણ કરવો જોઈએ જેમને ગુરુની મહાદશા ચાલી રહી હોય. તેની માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે સવારે 10થી 12 વાગ્યાની વચ્ચે તેને સોનાની વીંટીમાં તર્જની આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ.

- મંગળની મહાદશામાં મૂંગા ધારણ કરવો તે શ્રેષ્ઠ ઉપાય છે આ મંગળનો રત્ન છે. મંગળદેવના અશુભ પ્રભાવથી બચવા માટે તેને સાંજે 5થી 7 વાગ્યાને વચ્ચે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટી કે લોકેટ સાથે પહેરવો જોઈએ.

-જો કોઈ વ્યક્તિને શનિની મહાદશા ચાલી રહી હોય તો તેમને નીલમ ધારણ કરવો જોઈએ. તે શનિનો રત્ન છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે મધ્યમાં આંગળીમાં એટલે કે મિડલ ફિંગરમાં ચાંદીની વીંટી કે લોકેટ સાથે તેને પહેરવો જોઈએ. શનિવારના દિવસે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે પહેરીએ તો તેનાથી વિશેષ ફળ મળે છે. 

- જે લોકોને રાહુ કે કેતુની મહાદશા ચાલી રહી હોય તેમને ગોમેદ ધારણ કરવો જોઈએ. તેની માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. શનિવારે સૂર્યાસ્ત પછી મીડલ ફિંગર કે મધ્યમા આંગળીમાં ગોમેદ ધારણ કરો. 

ધ્યાન રાખવું કે કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષનો પરામર્શ ચોક્કસ લો. ક્યારેક રત્નનો પ્રભાવ ખૂબ જ ઝડપથી થઈ જાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં રત્ન વિપરિત પ્રભાવ પણ આપે છે. આથી જ્યોતિષની સલાહ વગર તેને ધારણ ન કરવા. તે સિવાય રત્ન ધારણ કરતા પહેલા કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ.

No comments:

Post a Comment