માત્ર આ સરળ પૂજાથી કુબેરજી તમારા પર ખજાનો લુંટાવશે, જાણો
ધનતેરસ એ મહાલક્ષ્મીનું પર્વ મનાય છે.ધનતેરસ પાછળ માન્યતા છે કે મહાલક્ષ્મી આ દિવસે ભ્રમણમાં નીકળે છે અને જ્યાં તેની પૂજા થતી હોય છે ત્યાં નિવાસ કરે છે. તે સાથે ધનતેરસ પર ધનના દેવ કુબેરનું પણ પૂજન કરવાનો મહિમા છે કારણ કે કુબેર દેવ રાશિ અનુસાર પૂજાથી ખુશ થાય છે અને જીવનમાં ધનની રેલમછેલ આપે છે.
ધનતેરસ, એ પૂજાનો દિવસ છે જો આ દિવસે રાશિ અનુસાર કુબેરની પૂજા કરવામાં આવે તો કુબેર ભગવાન પોતે ખજાનો લુંટાવે છે.
જાણો, રાશિ અનુસાર કેવી પૂજા કરો -મેષ (અ. લ. ઇ.)
- આ રાશિના લોકોએ કુબેર પૂજા માટે લાલ ફૂલનો ઉપયોગ કરવો. આ લાલ ફૂલમાં ઇત્તર નાખીને કુબેલને ફૂલ ચઢાવો અને તે સાથે તાંબાનો દીવો લગાડો.
વૃષભ (બ. વ. ઉ.)
- આ રાશિના લોકો અબીલ, ગુલાલ અને મોગરાના ફૂલ ચઢાવવા અને ચાંદીનો દીવો પૂજા સ્થાન પર લગાડવો.
મિથુન (ક. છ. ઘ.)
- મિથુન રાશિના લોકોએ કેવડાનુ ઇત્તર નાખીને કુબેર દેવને લગાડવુ અને લીલા કાંસામાં દીવો પ્રગટાવવો.
કર્ક (ડ. હ.)
- કર્ક રાશિવાળા પોતાની રાશિ અનુસાર કુબેર દેવને કાચુ દુધ અને ગંગાજળ ચઢાવીને ચાંદીનો દીવામાં દીવો પ્રગટાવવો.
સિંહ (મ. ટ.)
– સિંહ રાશિના લોકો જળમાં ગોળ નાખીને તે જળથી કુબેરદેવનો અભિષેક કરવો તથા તાંબાના દીવામાં દીવો પ્રગટાવીને ગુલાબનું ફૂલ ચઢાવવું.
કન્યા (પ. ઠ. ણ.)
- આ રાશિનાં લોકો કોથમીર અને અબીલ- ગુલાલ ચઢાવો. આ રાશિનાં લોકો ઇત્તર લગાડીને ચાંદીનો સિક્કો કુબેર દેવને ચઢાવવો.
તુલા (ર. ત.)
- આ રાશિના લોકો કોઇપણ સુગંધિત ઇત્તર કુબેરદેવને ચઢાવો અને સફેદ પલાશના ફૂલ ચઢાવો. પૂજા કર્યા બાદ આ રાશિના લોકો ચાંદીના દીવામાં દીવો પ્રગટાવો.
વૃશ્વિક (ન. ય.)
- આ રાશિના લોકો ગુલાબનાં ફૂલ ચઢાવો, તાંબાના ઘીનો દીવો લગાડો અને ગુગળનુ ધુપ કરો.
ધન (ધ. ફ. ભ. ઢ.)
- આ રાશિના લોકો કુબેર દેવને હળદર અને કેસર ચઢાવો. પૂજા બાદ પીળી મીઠાઇનો ભોગ લગાડી અને દીવો પ્રગટાવો.
મકર(ખ. જ.)
- મકર રાશિના લોકો કુબેર દેવને ખુશ કરવા માટે પીળા ચોખા, કંકુ,સુગંધિત ફૂલ અને પીળી મિઠાઇનો ભોગ લગાડો અને તેલનો દીવો લગાડો.
કુંભ (ગ. શ. ષ. સ.)
– આ રાશિના લોકોએ કુબેર દેવને ખુશ કરવા માટે કુશ અને ગંગાજળથી કુબેરદેવને સ્નાન કરાવો અને મિઠાઇનો ભોગ લગાડીને તેલનો દીવો પ્રગટાવવો.
મીન (દ. ચ. ઝ. થ.)
- મીન રાશિના લોકો કુબેર દેવને ખુશ કરવા માટે પીળા કપડા, કેસર અને હળદર ચઢાવો પછી ચંદનનું ઇત્તર લગાડો અને ગાયના ઘીનો દીવો લગાડો.
No comments:
Post a Comment