Monday 10 October 2011

શરદ પૂનમ

શરદ પૂનમની રાતે દુધ - પૌઆ ખાવાનો મહિમા કેમ છે?

 શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે.
- ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક મનાય છે.
સ્વાદના રસિકો માટે શરદ પૂનમ એટલે દૂધ- પૌઆ ખાવાનો અચૂક અવસર. જો કે દૂધ- પૌઆ ખાવાની આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને મહત્વ છે. શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે.
શરદ પૂર્ણિમાંની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરુપમાં ખીલેલો હોય છે. આ રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે. ધાર્મિક માન્યતા માટે આ રાતે ચંદ્રમાંથી અમૃત વરસે છે.
આ રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ- પૌઆ પર પડે છે. ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ- પૌઆ ઔષધીય ગુણો મળે છે. આ દૂધ- પૌઆ ખાવાથી શ્વાસ સંબંધિત બિમારીઓમાં રાહત મળે છે. દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. એટલા માટે જ આપણા વડલાઓ દ્વારા આને પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે વળી, આ રાતે સામાજિક સંસ્થાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દમના રોગીઓ માટે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે.

No comments:

Post a Comment