ઘરની પાણીની ટાંકીમાં પૈસા જ પૈસા છુપાયેલા હોઇ શકે છે,જાણો
સાંભળીને થોડું અજીબ ચોકક્સ લાગશે પણ આ વાત તદન સાચી છે કે પાણીની ટાંકીમાં પૈસા જ પૈસા છુપાયેલા હોઇ શકે છે. જો તમે પણ માલામાલ બનવા માંગતા હો તો તમે પણ પોતાની પાણીની ટાંકી પર ધ્યાન આપો.ઘરમાં પાણીને ભરવા માટે કુવો, બોરવેલ કે અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવીએ છીએ.
વાસ્તુ અનુસાર ઘરમાં પાણીની વ્યવસ્થા કરતી વખતે આ ધ્યાન રાખવું જોઇએ કે ઘરમાં પાણીની ટાંકી ખોટી દિશામાં ના હોવી જોઇએ.મકાન બનાવતી વખતે અમુક એવી વાસ્તુ ટિપ્સ છે કે જેનુ પાલન કરવાથી વ્યક્તિ જાણે- અજાણે અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકે છે અને થોડા સમયમાં માલામાલ બની જાય છે.
કેવી રીતે જાણશો ટાંકીમાં પૈસા છે- વાસ્તુ અનુસાર જો પૂર્વમાં પાણીની ટાંકી બનાવવાથી તે ઘરના માલિકનું માન – સન્માન વધે છે અને ધન- ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે
- ઉત્તર દિશામાં પાણીની ટાંકી લાભદાયક હોય છે અને ધનલાભ આપનારી હોય છે આવી પાણીની ટાંકીથી પૈસા જ પૈસા મળે છે.
- જો પૂર્વ કે ઇશાન ખુણો એટલે કે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ખુણામાં પાણીની ટાંકી હોવી અત્યંત શુભ અને સૌભાગ્ય પ્રદાન કરનારી હોય છે. આવી ટાંકી પૈસા જ પૈસા આપનારી હોય છે.
- જે ટાંકી ઉત્તર દિશા કે ઇશાન ખુણામાં હોય તે પાણીની ટાંકીથી નિશ્ચિત જ પૈસા જ પૈસા મળે છે અને આર્થિક ઉન્નતિનાં અવસર બને છે.
- આ સાથે આ પણ ધ્યાન રાખો કે ઘરમાં કોઇ પણ નળમાંથી પાણીનું સતત ટપકવું એ પણ એક પ્રકારનો વાસ્તુદોષ હોય છે જેનાથી ઘરમાં આવકથી વધારે ખર્ચની સમસ્યા રહે છે.
- પશ્ચિમ દિશામાં પાણીની ટાંકી હોવાથી માનહાનિ, શરીરની આંતરિક શક્તિ અને આધ્યાત્મિક ભાવનામાં વૃદ્ધિ થાય છે.
- દક્ષિણ દિશામાં જળસ્ત્રોતનું હોવું એ કષ્ટોને આમંત્રણ આપે છે.
No comments:
Post a Comment