Saturday, 8 October 2011

श्री साईबाबा ~ शिर्डी

 સાંઈના 11 વચન યાદ કરી માથુ ટેકવો, બધા દુઃખ દૂર થશે

જ્યારે પણ શિરડીના સાંઈ બાબા કે સાંઈ મંદિરમાં સાંઈના આ 11 વચન યાદ કરી માથુ ટેકવશો તો બધા દુઃખ દૂર થશે

ધાર્મિક આસ્થા છે કે બ્રહ્મ અવતાર, જગતગુરુ, જ્ઞાન અને તપના સાક્ષાત સ્વરૂપ સાંઈ બાબાની શરણ જીવનની બધી ખરાબ વૃત્તિઓ, પ્રવૃત્તિઓ અને સંતાપથી છૂટકારો અપાવનારી માનવામાં આવે છે. આવી સાંઈ કૃપા સાંસારિક કામનાઓ, લક્ષ્યોને સાધનારા માનવામાં આવે છે.


ગુરુવારના દિવસે સાંઈ બાબાની ભક્તિનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને સાંઈના દરબાર અર્થાત્ શિરડી કે કોઈપણ સાંઈ મંદિરમાં જઈ સાંઈની ભક્તિ વત્સલતાથી ભરેલા અર્થાત્ ભક્તો માટે સ્નેહ અને અપાર કૃપા વરસાવનાર વચનોને યાદ કરી માથુ ટેકવાથી તમામ દુઃખદર્દોને દૂર થઈ જાય છે.


જાણો, આ 11 સાંઈના વચનો જે ભક્તને આત્મ વિશ્વાસ અને મનોબળને વધારનાર માનવામાં આવે છે...
 
श्री साईबाबा ~ शिर्डी
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो 
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चे मूर्ती कलाकार
श्री साईबाबा चे मूर्ती कलाकार
श्री साईबाबाच जुना मंदिर ~ शिर्डी...
 श्री साईबाबा चा खरा फोटो
 श्री साईबाबा चा खरा फोटो
श्री साईबाबा चा खरा फोटो
 श्री साईबाबा चा खरा फोटो
 श्री साईबाबा चा खरा फोटो
 श्री साईबाबा चा खरा फोटो
 श्री साईबाबा चा खरा फोटो
  श्री साईबाबा चा खरा फोटो
 श्री साईबाबा चे चरण ~ शिर्डी...
  श्री साईबाबा ची आराम खुर्शी ~ शिर्डी...
 श्री साईबाबा चे चरण पादुका ~ शिर्डी...
 श्री साईबाबा ~ शिर्डी...
આ સાંઈ મહામંત્ર બોલીને માગશો મન્નત, તો થશે ચમત્કાર!
ગુરુવારના દિવસે સદગુરુ સાઁઈબાબાએ દરેક ધર્મના લોકો તેમની નિઃસ્વાર્થ સેવા, પ્રેમ અને ભલાઈના સંદેશાઓ માટે શ્રદ્ધાથી સ્મરણ કરે છે. આજે જ્યારે સુખ-સુવિધાઓની ચાહ અને જરૂરિયાતોને પૂરી કરવા વ્યક્તિગત અને પારિવારિક કલેશથી અનેક લોકો અશાંત અને બેચેન જોવા મળે છે. એવામાં સાંઈબાબાનું શ્રદ્ધા અને સબૂરીનું સૂત્ર જીવનમાં ખૂબ જ રાહત લાવનારું હોય છે.

જો તમે પણ જીવનમાં કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવ તો સુખ-શાંતિ અને સુકૂન પ્રાપ્ત કરવા માટે સાંઈ મહામંત્રને ગુરુવારના દિવસે નીચે બતાવેલ સાંઈ પૂજાની રીત પ્રમાણે બોલો...

-સવારે વહેલા ઊઠી સ્નાન કર્યા પછી ઘર કે કોઈ નજીકના સાંઈ મંદિરમાં જઈ બાબની પૂજા ખાસ કરીને કેસરી કે પીળા ચંદન, અક્ષત, પીળા ફૂલ, હાર અર્પિત કરો.

-પૂજા પછી નીચે લખેલ સાંઈ મહામંત્ર પીળા આસન ઉપર બેસી ઓછામાં ઓછા 108 વાર સુખ-સમૃદ્ધિની કામનાથી કરો.

ॐ शिरडी वासाय विद्महे

सच्चिदानंदाय धीमहि,

तन्नो साईं प्रचोदयात्।।


-મંત્ર જાપ પછી તેમની સમાધી કે ચરણ-પાદુકા ઉપર ચાદર કે યથાશક્તિ પ્રસાદ ચઢાવો.

-મુરાદ પૂરી કરવા માટે સાંઈની ધૂણીમાં નારિયળની આહુતી કે હોમ કરો. અખંડ જ્યોતિના દર્શન કરો.

-યથાશક્તિ સાંઈની રસોઈ માટે ચોથા કે દાળનું દાન કરો.

-યથાશક્તિ ધનનું પણ દાન કરો. ગરીબોને ભોજન કરાવો.

-શક્ય હોય તો સાંઈ મહાતીર્થ શિરડી પણ જાઓ.

-આસ્થા અને શ્રદ્ધા છ કે આ મહામંત્રથી સાંઈ બાબાની શરણ અને સ્મરણ દરેક ભક્તના જીવનથી અભાવો અને સંઘર્ષ ખતમ કરી દે છે અને ખુશહાલ રાખે છે. આ મહામંત્રથી સાંઈ ભક્તિ બુદ્ધિ, બળ અને સમૃદ્ધિ આપનારી હોય છે.
 

ગુરુવારે જ સાઈબાબની આરાધનાનું મહત્વ શા માટે?

સાઈબાબાની દરેક ધર્મના લોકો ખૂબ જ ઊંડી શ્રદ્ધાથી પૂજા કરે છે. બધી જાતિ અને ધર્મ તેમની પ્રત્યે પૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમની પૂજા-આરાધના કોઈ પણ વિશેષ મૂરત કે વારે કરી શકાય છે, પરંતુ ગુરુવારે તેમની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. ગુરુવારે તેમની આરાધનાનું આટલુ મહત્વ શા માટે છે? આ બાબતે તત્થ્ય એ છે કે, ગુરુવાર ગુરુનો દિવસ માનવામાં આવ્યો છે. બધા ધર્મોમાં ગુરુનું ખાસ સ્થાન માનવામાં આવ્યું છે. . ગુરુ જ સાચા રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે.

સાઈબાબાએ હંમેશા બધાને આદર્શ અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે. આ કારણે જ તેમને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમને પોતાના ગુરુ માને છે. સાથે જ એવું માનવામાં આવે છે કે, તેમની આરાધનાથી ઝડપથી આપણી મનોકામના પૂર્ણ થઈ જાય છે. સાઈના મંદિરમાં બધા ધર્મોના લોકો માટે સમભાવ રાખવામાં આવે છે. ગુરુવાર ગુરુનો દિવસ હોવાને લીધે સાઈબાબાને ગુરુ માનનારા બધા ભક્તો આ દિવસે સાઈબાબાના મંદિરે જાય છે. સાઈબાબાના “મંત્ર સબકા માલિક એક હૈ” એ જ સૂચવે છે કે પરમાત્મા એક જ છે અને તે જ આપણા બધાનું પાલન પોષણ કરે છે. આ મંત્રને લીધે જ તેઓ સર્વધર્મના લોકો માટે ભગવાન અને ગુરુની સમાન જ છે.
સાંઈબાબા અવતાર
ઇસ. ૧૯૧૧ના ડિસેમ્બર મહિનાની ૧૧મી તારીખ હતી. એક વારાંગના બાઈ (વેશ્યા) શિરડી આવી. દ્વારકામાઈ મસ્જિદમાં જમીન પર માથું ટેકવી તેણે સાંઈબાબાને પ્રણામ કર્યા અને બે હાથ જોડી વિનવણી કરવા લાગી, ‘બાબા, મારો ધંધો બરાબર ચાલતો નથી!’ સાંઈબાબા પાસે કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી. તેમને મન બધા જ સરખા છે. બાબાએ આ વેશ્યાને શાંતિથી સલાહ આપી કહ્યું, ‘તારે જરા સારાં કપડાં પહેરી, બની-ઠની, ઠીક-ઠાક રહેવું, તારે ત્યાં લોકો આવશે. અલ્લાહ ભલા કરેગા.’ બાબાના આવા સૂચનથી ત્યાં હાજર સૌ સ્તબ્ધ બની ગયા!

આખા જગતને સદ્માર્ગે દોરનાર સાંઈ આ વેશ્યાને બની-ઠની બેસવાની સલાહ આપે છે! પરંતુ સાંઈની લીલા તો અપરંપાર છે. બાબાની મધુરવાણી સાંભળતાં જ વેશ્યાના માનસિક વિકારો શમી ગયા! તેનામાં સદ્ભાવના જાગૃત થઈ. સદ્વિચારો પ્રગટ થયા. તે જ ક્ષણે તેનું જીવન પરિવર્તન થઈ ગયું.

યોગાનુયોગ આ વારાંગના જે ટાંગામાં બેસી કોપરગામથી શિરડી આવી તેની સાથે જ વામનરાવ અને એક અન્ય મારવાડી ભકત પણ હતા. તેઓ પહેલીવાર જ શિરડી બાબાનાં દર્શને આવ્યા હતા. આ વામનરાવે તો પોતાનું સર્વસ્વ સાંઈ ચરણે સમર્પિત કરી દીધું, બાબાના અનન્ય ભકત બની આકરી તપશ્ચર્યા કરી. જેઓ પાછળથી સાંઈ શરણાનંદના નામે ખ્યાતિ પામ્યા!

‘શ્રદ્ધા અને સબૂરી’ તથા ‘સબકા માલિક એક’ આ શબ્દોનું સ્મરણ થતાં જે પ્રેરણામૂર્તિ આપણા માનસપટ પર આપોઆપ જ અંકિત થઈ જાય છે તથા જેમના દર્શનમાત્રથી માનવીને અંધારી ગર્તામાંથી ગરવાનો માર્ગ મળી જાય છે, તેવા સમર્થ સદ્ગુરુ સાંઈનાથ ભગવાનનો મહિમા ગાતાં દાસગણુ મહારાજે કહ્યું છે કે,

જેઓ સ્વયંભૂ સાક્ષાત્ રામ સ્વરૂપે પ્રગટ થયા હતા. જેના દર્શન માત્રથી મનુષ્ય પવિત્ર બને છે, તેવા સદ્ગુરુ શ્રી સાંઈનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. ભગવાન દત્તાત્રેયના અવતાર રૂપે શિરડીમાં ઇ.સ. ૧૮૪૮ના અરસામાં તરુણ ફકીર સ્વરૂપે બાબાનો પ્રાદુર્ભાવ થયો. ત્યાર પછી એકાએક જ અદૃશ્ય થયા. સને ૧૮૫૮માં ફરીથી પ્રગટ થતાંની સાથે જ બાબાએ અલૌકિક લીલાઓ શરૂ કરી. સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખી તમામ ધર્મના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા.

પોતાના જન્મ, જાતિ, કુળ અને વતન વિષે કયારેય સ્પષ્ટતા કરી નહીં. પરંતુ પોતાના અંતરંગ ભકતો સમક્ષ એટલો નિર્દેશ કર્યો કે પોતે શ્રીકૃષ્ણના અવતાર છે. જેના થકી તેઓ જીવનભર જયાં રહ્યા તે મસ્જિદનું નામ ‘દ્વારકામાઈ’ રાખવામાં આવ્યું.

પંચમહાભૂત તત્ત્વો સહિત સમસ્ત બ્રહ્માંડ પર બાબાનું આધિપત્ય હતું. અષ્ટાંગ યોગ વિધાના પ્રખર ઉપાસક એવા અવધૂત યોગીશ્વર હતા. પોતાને સમર્પિત ભકતોના સથવારે બાબાએ અનેક ચમત્કારો સજર્યા. સર્વજ્ઞભાવે ભકતોને આર્ષદર્શન આપી તેમની મૂંઝવણનો ઉકેલ શોધી આપ્યો તથા જીવનનો સાચો રાહ બતાવ્યો.

એકદમ ક્રોધિત થઈ જવાના ભાવ સાથે દુ:ખીઓનાં દુ:ખ દૂર કર્યા. એકવાર પોતાના દર્શને આવનારને તેમણે જીવનભર પોતનો ભકત બનાવી કાળજી લીધી. તેમ છતાં કોઈને શિષ્ય બનાવ્યા નહીં, ગુરુમંત્ર આપ્યો નહીં કે પોતાના ઇષ્ટદેવ બદલવા પણ કહ્યું નહીં. આવા દયાળુ, પરમ ઉપકારક તથા સર્વધર્મ પ્રતિ સમદૃષ્ટિ રાખનાર બાબા જીવનભર ફકીર અવસ્થામાં જ રહ્યા.

સફેદ કફની, માથે સટકો, હાથમાં લાકડાનો સંદૂક અને પતરાનું ટમલર ધારણ કરી સદા ભિક્ષા માગી જીવનનિર્વાહ કર્યો. પરંતુ પોતાના દર્શને આવનાર ભકતોને જાતે હાંડીમાં રસોઈ બનાવી જમાડતા રહ્યા. ભકતો પાસેથી માગીને દક્ષિણા લેનાર બાબા મહાદાનેશ્વરી હતી. નિષ્પુત્રને પુત્રપ્રાપ્તિ કરાવી. નિર્ધનને ધનવાન બનાવ્યા.

ઇ.સ. ૧૮૫૮થી ૧૯૧૮ એમ ૬૦ વર્ષ સુધી સતત જાગૃત અવસ્થામાં શિરડીના દ્વારકામાઈમાં ધૂણી ધખાવી રહ્યા. આ ધૂણીની ભસ્મ(ઉદી) પ્રસાદીરૂપે આપી અનેક ચમત્કારો સર્જનાર સાંઈનાથ મહારાજ સાચા અર્થમાં ગરીબોના બેલી હતા. પ્રાણીમાત્ર ઉપર તેઓ દયા રાખતા. સદા આત્મઘ્યાનમાં જ મગ્ન રહેતા. તેમના મુખમાં ‘અલ્લાહ માલિક’નું નામ સદા ગુંજતું રહેતું.

આલોક તેમજ પરલોકની ભૌતિક ચીજો પર તેઓને સહેજ પણ લગાવ ન હતો. ઇ.સ. ૧૯૧૮ના દશેરાના દિવસે મહાસમાધિ લઈ પરમ સદ્ગુરુ સાંઈબાબાએ શિરડીને પ્રાદેશિક સીમાડાઓથી પર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવી.

બાબાએ વચન આપ્યું છે કે ‘મારાં હાડકાંનો માળો સમાધિમાંથી પણ બોલશે. લોકો કીડિયારાની જેમ ભરાશે. મારા ભકતોને હું ચકલીની જેમ પગે દોરી બાંધી ખેંચી લાવીશ. મારી લીલા તથા ચરિત્રનું જે ગાન કરશે, તેની સર્વ પ્રકારે ઉન્નતિ થશે. મારી સમાધિનાં દર્શન કરનારનાં સર્વ દુ:ખ ટળી જશે.’ બાબાના આ વચનો ફળીભૂત થતાં જોઈ શકાય છે. શિરડી પ્રત્યે લોકોની આસ્થા દિવસે-દિવસે વધતી જાય છે.

બાબાની મહાસમાધિનાં શ્રદ્ધાથી દર્શન કરનારને અવશ્ય સુખદ અનુભૂતિ થાય છે. મનમાં નિરવ શાંતિ પ્રવર્તે છે. આજથી શરૂ થયેલી શ્રી સાંઈબાબા સરચરિત્રના મહિમાની આ સપ્તાહિક કથાયાત્રાનો રસાસ્વાદ માણનાર ભકતોના હૃદયમાં ‘શ્રદ્ધા અને સબૂરી’ની ભાવના આવિર્ભૂત થાયો તેવી શ્રી સાંઈ ચરણોમાં વંદના... (દૃષ્ટાંત નિરૂપણ ‘શ્રીસાંઈ સરોવર’)

શિરડીનું સમાધિ મંદિર

શિરડીમાં સાંઈબાબાનાં દર્શન માટેની મુખ્ય જગ્યા ‘સમાધિ મંદિર’ છે. જે ‘બુટ્ટીવાડા’ તરીકે પ્રચલિત છે. સને ૧૯૧૫માં એક રાત્રિએ બાબાના અનન્ય ભકત શ્રીમંત ગોપાળરાવ બુટ્ટી તથા માધવરાવને એકસાથે દર્શન આપી બાબાએ મંદિર બાંધવા જણાવ્યું. સને ૧૯૧૬માં તેના પાયા ખોદાયા. આ મંદિર બાબાની દેખરેખ હેઠળ જ તૈયાર થવાની અણીએ હતું ત્યારે તેમાં રાધાકૃષ્ણની મૂર્તિ પધરાવવાની વાત આવી. ત્યારે બાબાએ ‘આપણે જ અહીં રહેવા આવીશું’ તેવો ગૂઢ સંકેત આપ્યો. મઘ્યમાં સિંહાસન જેવો એક ઓટલો પણ બનાવડાવ્યો.

ઇ.સ. ૧૯૧૮માં દશેરાના દિવસે બાબાએ મહાપ્રયાણ કર્યું. તેમના પાર્થિવ દેહને બીજા દિવસે ‘પાપાકુંશા’ એકાદશીએ ઉપાસની મહારાજના હસ્તે આ જ જગ્યામાં મહાસમાધિ આપવામાં આવી. તેની બાજુમાં જ તા. ૭-૧૦-૧૯૫૪ના રોજ સાંઈબાબાની આરસની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. જેની પ્રાણપ્રતિષ્ઠા ગુજરાતના સંત શ્રી સાંઈ શરણાનંદજી (વામનરાવ પટેલ)ના વરદ્ હસ્તે થઈ હતી.

No comments:

Post a Comment