Wednesday 19 October 2011

દીપોત્સવી મહાપર્વના શુભ મુહૂર્તો

દીપોત્સવી મહાપર્વના શુભ મુહૂર્તો


૨૪ ઓક્ટોબરે ધનતેરશ, ૨૬મીએ દિવાળી અને ૨૭ ઓક્ટોબરે નૂતન વર્ષ ઉજવાશે

રમા એકાદશી : ગોવત્સ દ્વાદશી વાધબારશ - પોડા બારશ

આસો વદ અગીયારશ રવિવાર તા. ૨૩-૧૦-૨૦૧૧ નાં રોજ રમા એકાદશી છે. ચાતુર્માસની એકાદશી કરતા હોય એમણે ઉપવાસ કરવો તથા કેળા નો પ્રસાદ ધરીને ભગવાન શ્રીધરનું પુજન કરવુ.

ધન તેરશ - ધન પુજન ધનવંતરી પુજન :

આસો વદ બારશ સોમવાર તા. ૨૪-૧૦-૨૦૧૧ નાં રોજ બપોરના ૧૨-૩૨ સુધી બારશ છે. ત્યાર પછી તેરશ તિથી શરૂં થાય છે. પ્રદોષ યુક્ત તેરશ હોવાથી તિથી પર્વ મુજબ શાસ્ત્રાજ્ઞા અનુસાર આજે જ ધન તેરશની ઉજવણી કરવી. ધન પુજન, ધનવંતરી પુજન યમદીપદાન કરવા. ધનતેરસે ચોપડા ખરીદવા. આજે સોનુ, ચાંદી તથા હીરાનાં આભૂષણો નવા વાહન ખરીદવા અને જમીન, મકાનનાં દસ્તાવેજ કરવા તથા બાનુ આપવા માટે પણ ઉત્તમ દિવસ છે.

સમય : સવારે : ૬-૪૨ થી ૮-૧૨ સુધી - સવારે : ૯-૪૨ થી ૧૧-૧૧ સુધી - બપોરે : ૨-૧૨ થી ૬-૪૪ સુધી - સાંજે : ૬-૪૭ થી ૮-૧૮ સુધીના સમયમાં શુભ કાર્યો, પુજન, અર્ચન, ભકિત, ખરીદી કરવી.

કાળી ચૌદશ - નરક ચતુર્દશી યંત્ર - મશીન પુજન :

આસો વદ તેરશ મંગળવાર તા. ૨૫-૧૦-૨૦૧૧નાં રોજ તેરશ અને ચૌદશ તિથી ભેગા છે. ચૌદશ તિથીનો ક્ષય છે. સવારે ૦૯-૦૩ પછી ચૌદશ તિથી શરૂ થઇ જાય છે. તેથી આ જ દિવસે કાળી ચૌદશ, નરક ચતુgદશી, રૂપ ચૌદશ છે. રાત્રીનાં ભાગની સ્પષ્ટ ચૌદશ તિથી હોવાથી માસીક શિવરાત્રી છે. કાળી ચૌદશની રાત્રીએ સાધના, ઉપાસના, તંત્ર સાધના તથા અધોર ઉપાસનાનું મહાત્મય છે. હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે ઓમ્ હનુમંતાય નમ : અથવા શનિ મંત્ર ની ઉપાસના કરવી. યથાશકિત મંત્ર જાપ કરવા. જન્મકુંડળીમાં શનિ નિર્બળ થયો હોય એમણે હનુમાનચાલીશાનાં પાઠ કરવા. જૈન શાસ્ત્ર મુજબ ભગવાન ધંટાકર્ણ મહાવીરની ઉપાસના પણ ફળદાયી બતાવેલ છે. આજે યંત્ર પુજન, મશીન પુજન અને વાહન પુજન કરવાનો મહિમા છે. લોખંડ એ શનિની ધાતુ છે. તેથી લોખંડ ધાતુ ઉપર શનિ મહારાજનું પ્રભુત્વ છે.

દિવાળી - લક્ષ્મીપુજન
ચોપડા પુજન - શારદા પુજન :

આસો વદ અમાસ બુધવાર તા. ૨૬-૧૦-૨૦૧૧ નાં રોજ દિવાળી - દપિાવલીનું મહાપર્વ ઉજવાશે. આ દિવસે અમાસ સવારે સૂર્યોદયથી શરૂ થઇ રાત્રીનાં ૨૯-૧૭ સુધી એટલે કે બીજા દિવસે વહેલી સવારે ૫-૧૭ સુધી રહે છે. લગભગ ૨૪ કલાકની પૂર્ણ તિથી છે. સાયંકાળ વ્યાપીની અમાવાસ્યા છે. ચિત્રા નક્ષત્ર રાત્રીનાં ૨૧-૪૪ સુધી છે. ત્યાર પછી સ્વાતિ નક્ષત્ર શરૂં થાય છે.
સમય : સવારે : ૦૬-૪૩ થી ૦૯-૪૪ સુધી - બપોરે : ૧૧-૧૪ થી ૧૨-૪૪ સુધી - સાંજે : ૪-૦૫ થી ૭-૦૭ સુધી સાંજે : ૦૮-૩૧ ૧૨-૫૫ સુધી નાં સમયમાં ચોપડા પુજન કરવું.

વિક્રમ સંવત ૨૦૬૮ શુભારંભ બેસતું વર્ષ :

કારતક શુદ એકમ ગુરૂવાર તા. ૨૭-૧૦-૨૦૧૧ નાં રોજ પ્રતપિદા (એકમ) તિથી છે. સૂર્યોદયાત સ્પષ્ટ એકમ તિથી હોવાથી નવા વર્ષનું મુહૂર્ત કરી શકાય. જૈન વીર સંવત ૨૫૩૮ નો શુભારંભ થશે. બેસતા વર્ષે પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રીધર કે જેઓ આ સચરાચર સૃિષ્ટનું પાલન-પોષણ કરી રહ્યા છે તેમને અંત:કરણ પૂર્વક નવા વર્ષમાં સુખ-સમૃધ્ધિ અને શાંતિ તથા સ્વાસ્થય માટે પ્રાર્થના કરવી. માતા-પિતાને ચરણસ્ર્પશ કરવા, વડિલોનાં શુભાશિવૉદ મેળવવા. દાન-પૂણ્ય કરવુ. એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવી.

ભાઇ બીજ - યમ બીજ :

કારતક શુદ બીજ શુક્રવાર તા. ૨૮-૧૦-૨૦૧૧ નાં રોજ (બીજ) તિથી છે. ભાઇ બીજ, યમ બીજ ઉજવવી. આ દિવસે ગંગાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. ભાઇ-બહેનનાં પરમ અને પવિત્ર આ પર્વ છે.

લાભ પાંચમ - જ્ઞાન પંચમી પાંડવ પંચમી :

કારતક શુદ પાંચમ સોમવાર તા. ૩૧-૧૦-૨૦૧૧નાં રોજલાભ પાંચમ છે. આ જ દિવસે જ઼ન જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી તથા પાંડવ પંચમી છે. મુહુર્તનો સમય : સવારે : ૦૬-૪૭ થી ૦૮-૧૭ તથા ૦૯-૪૫ થી ૧૧-૧૬ સુધી છે.

No comments:

Post a Comment