1 ગુરુમંત્ર અને આ પીળી વસ્તુઓથી મેળવો શાહી જીવનનું સુખ
દર ગુરુવારે આ ગુરુમંત્ર અને પીળી વસ્તુઓ ચઢાવો, પોતાનું અને પરિવારનું જીવન બનાવો સુખી
જીવનમાં
જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા, પ્રખર વાણીની પ્રતિષ્ઠા, સુખ-સન્માન અને વૈભવથી
ભરેલ જીવનનું મુખ્ય સૂત્ર છે. હિન્દુ ધર્મગ્રંથોમાં નવગ્રહોમાં બૃહસ્પતિને
દેવગુરુ હોવાની સાથે આ બધી શક્તિઓ અને ગુણોના સ્વામી ગણવામાં આવે છે.
આ
કારણ છે કે જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે ગુરુનો શુભ પ્રભાવ જ્ઞાન, માનસિક
ક્ષમતાઓ અને પ્રખર બુદ્ધિના બળથી શાહી સુખ, પદ અને સન્માન અપાવી રાજયોગ
બનાવનાર માનવામાં આવે છે. સાથે જ સારા સ્વાસ્થ્ય દ્વારા પુરુષાર્થ, સંસ્કાર
અને જીવન મૂલ્યોથી માણસનું ચરિત્ર અને વ્યક્તિત્વની નવી ઊંચાઈઓ પ્રદાન કરે
છે.
જો તમે પણ પોતાની સાથે જ પરિજનો માટે પણ શિક્ષણ, સ્વાસ્થ્ય
અને સંપન્નતા રૂપી સુખ-સમૃદ્ધ જીવનની કામના રાખતા હોવ તો અહીં બતાવેલ ખાસ
પીળી સામગ્રીઓથી ગુરુપૂજા, દાન અને વિશેષ મંત્રના સ્મરણનો સરળ ઉપાય
ગુરુવારે જરૂર અપનાવો...
-ગુરુવારના દિવસે સ્નાન કર્યા પછી ગુરુ
બૃહસ્પતિ મંદિર કે નવગ્રહ મંદિરમાં ગુરુ મૂર્તિની પૂજામાં પીળી વસ્તુઓ
અર્પિત કરી નીચે લખેલ ગુરુ મંત્રથી બૃહસ્પતિનું ધ્યાન કરો. આ પીળી વસ્તુઓ
છે- પીળું ચંદન, હળદરની ગાંઠ, ગોળ, પીળા ફૂલ, ગોળ, હળદર લગાવેલી પીળી
સોપારી, પીળા કપડાં, ચણાની દાળ.
ગુરુમંત્રઃ-
पीताम्बरां पीतवपु: किरीटी चतुर्भुजो देवगुरु प्रशान्त:।
यथाक्षसूत्रं
च कमण्डलुञ्च दण्ड च विभ्रद्वरदोस्तु।। પૂજા પછી પીળી વસ્તુઓ સિવાય ઘી, મધ, પીળા અનાજ, ગ્રંથ, મીઠું, પુખરાજ રત્નનું દાન બ્રાહ્મણ કે ગરીબને કરવાનું ખૂબ જ શુભ ફળ આપે છે અને છેલ્લે ગુરુ બૃહસ્પતિની આરતી કરો.
No comments:
Post a Comment