ચાલુ
વર્ષે ચૈત્ર નવરાત્રિ અન્ય વર્ષોની સરખામણીએ અનોખી હશે. નવ દિવસની
નવરાત્રિ આ વર્ષે ગ્રહ-નક્ષત્રને લીધે 10 દિવસની હશે. 23 માર્ચથી પ્રારંભ
થઈને 1 એપ્રિલ સુધી નવરાત્રિ રહેશે. આ દિવસે રામનવમી અને ધર્મરાજ દશમી પણ
મનાવાશે. જો કે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે આસો સુદ નવરાત્રિ કરતાં
ચૈત્ર નવરાત્રી શુદ્ધ અને પવિત્ર હોય છે. આ ઉપરાંત આ નવરાત્રિમાં કરેલ
ધાર્મિક અનુષ્ઠાન, ઉપવાસ, હોમ-હવન જલ્દી લાભ અપાવનાર હોય છે.
શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ તો આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે નવરાત્રિ 10 દિવસો સુધી મનાવાશે. સામાન્ય રીતે નવરાત્રિ 9 દિવસ સુધી ઊજવવામાં આવે છે પરંતુ ક્ષય તિથિને લીધે કયારેક આઠ દિવસ સુધી નવરાત્રિ હોય છે. પરંતુ આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે તિથિ ક્ષય હોવા છતા તિથિમાં વધારો થઈ રહ્યો છે.
આ વર્ષની નવરાત્રિ 23 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં છઠને બે દિવસ સુધી મનાવાશે. એક દિવસની વૃદ્ધિ થઈ રહી છે. અંગ્રેજી કૅલેન્ડરની તારીખ નક્કી રહે છે. જ્યારે તિથિની અવધિ ગ્રહ-નક્ષત્રોની ગતિ પર આધારિત હોય છે. એક તિથિ સમાપ્ત થવા પર બીજી તિથિ શરૂ થાય છે. આવું હંમેશાં નક્કી રહેતું હોય છે. ભારતીય જ્યોતિષમાં સૂર્યોદય તિથિને વિશેષ માન્યતા અપાઈ છે. એટલે કે, જે તિથિમાં સૂર્યોદય થાય છે તે તિથિ સંપૂર્ણ દિન માન્ય રહે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 23 માર્ચથી લઈને પહેલી એપ્રિલ સુધી રહેશે. 28 માર્ચના રોજ સૂર્યોદયથી લઈને સંપૂર્ણ રાત્રિ ષષ્ઠી તિથિ રહેશે. એટલું જ નહીં 29 માર્ચનો સૂર્યોદય છઠ તિથિ પૂરા સમય રહેશે.
સૂત્રો મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રિની જેમ રામનવમી પણ વિશેષ રૂપથી મહત્વપૂર્ણ રહેશે. પ્રાચીન પાંડુલિપિઓના આધાર પર ભગવાન શ્રીરામની જે જન્મપત્રિકા છે તેવા જ ગ્રહ-નક્ષત્રોમાં આ વર્ષે રામનવમીનું પર્વ મનાવાશે.
ભગવાન શ્રી રામનો જન્મ પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે રામનવમી સમયે આ બધા નક્ષત્રો મળી રહ્યા છે. નવરાત્રિનું પર્વ હંમેશાંથી શુભ રહ્યું છે આ 10 દિવસોની અંદર ગૃહપ્રવેશ, ભૂમિપૂજન, નવીન કાર્ય સહિત તમામ શુભ કાર્ય કરાઈ શકાય તેમ છે.

શુક્ર-નવરાત્રિનો સંયોગઃ 10 દિવસ બોલો આ દેવીમંત્ર
હિન્દુ
નવ વર્ષની શરૂઆત નવદુર્ગાની ઉપાસનાથી થાય છે. ચૈત્ર મહિનાના પહેલા નવ
દિવસોમાં માતૃશક્તિના નવ અલગ-અલગ રૂપોનું સ્મરણ કરવામાં આવે છે. વાસ્તવમાં,
દૈવીય કે સાંસારિક દરેક રૂપમાં માતા દરેક પ્રાણીના કર્મ, વિચાર અને
ઊર્જાને નિયંત્રિત કરનારી હોય છે. આ કારણ છે કે, હિન્દુ ધર્મમાં શક્તિ
ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
આ વખતે નવરાત્રિ અદભૂત સંયોગોને લીધે ખૂબ જ શુભ અને મંગળકારી હશે. ખાસ કરીને આ વખતે નવરાત્રિ 9 દિવસને બદલે 10 દિવસની રહેશે. સાથે જ આ દેવી પૂજાનું વિશેષ મહત્વ શુક્રવારની સાથે જ શરૂ થશે. એટલા માટે આ 10 દિવસીય નવરાત્રિ મહોત્વસમાં દરેક દિવસની શરૂઆત દેવીના આ વિશેષ મંત્ર બોલીને કરવી સુખ-સમૃદ્ધિની કામના સાથે જોડાયેલી બધી મન્નતોને પૂરી કરનારી સિદ્ધિ હશે.
જાણો, આ વિશેષ દેવીમંત્ર-
આ દેવીમંત્ર સવારે ઊઠી સ્મરણ કરવું મંગળકારી હોય છે. પરંતુ પવિત્રતાની દ્રષ્ટિએ યથાસંભવ સ્નાન કર્યા પછી દેવીની તસ્વીર કે મૂર્તિને ગંધ, અક્ષત, ફૂલ અને ધૂપ, દીપ લગાવી કરવાથી પણ દેવી કૃપા આપનારી માનવામાં આવે છે.
प्रात: स्मरामि शरदिन्दुकरोज्वलाभां
सद्रलवन्मकरकुण्डलहारभूषाम्।।
दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां
रक्तोत्पलाभचरणां भवतीं परेशाम्।।
સરળ શબ્દોમાં અર્થ છે કે શરદકાલીન ચંદ્રમાની જેમ જ પવિત્ર તેજવાળી, શ્રેષ્ઠ રત્નો સાથે જોડાયેલ હાર અને મકર કુંડળ સાથે સજેલી, સુંદર વાદળી રંગના હજારો ભુજાઓવાળી, જેમાં અનેક પ્રકારના અદભૂત અસ્ત્ર-શસ્ત્ર, લાલ કમળના રંગની જેવા ચરણવાળી જગત જનની દુર્ગાને હું સવારે પ્રણામ અને વંદન કરું છું.

ચૈત્રી નવરાત્રિમાં તમારી રાશિ પ્રમાણે, આટલુ તો ચોક્કાસ કરજો
નવરાત્રિમાં
માતા દુર્ગાની આરાધાનાનું મહાપર્વ છે. આ દિવસોમાં દેવી માતાની ભક્તિ
કરનારા ભક્તની બધી મનોકાના પૂરી થાય છે. આ વર્ષે 23 માર્ચ 2012માં દસ
દિવસીય ચૈત્ર નવરાત્રી રહેશે. જાણો આ દિવસોમાં રાશિ પ્રમાણે કંઈ માતાની
પૂજા કયા મંત્રથી કરશો...જાણો તમારી રાશિથી...
મેષઃ-
-આ રાશિના લોકોને માતા દુર્ગાની વિશેષ આરાધના કરવી જોઈએ. તેની માટે જાપ મંત્ર - ऊं ह्रीं दुं दुर्गायै नम:, 21 માળા રોજ કરો. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
વૃષભઃ-
-માતા કાળીની આરાધના વિશેષ પુષ્ય ફળ આપનારી હોય છે. જાપ મંત્ર- क्रीं ह्रीं क्लीं, 21 માળા રોજ. શ્રી કાલીકા સહસ્ત્રનામનો પાઠ કરો. બધી મનોકામના પૂરી થશે.
મિથુનઃ-
-માતા તારાની વિશેષ પૂજા કરો. જાપ મંત્ર- ऊं ह्रीं त्रीं हुंफट, 21 માળા રોજ કરો. શ્રી તારા કવચનો પાઠ કરો. બધા કષ્ટો દૂર થશે.
કર્કઃ-
-આ રાશિના લોકોને માતા કમલાની વિશેષ પૂજા કરવી જોઈએ. જાપ મંત્ર- नम: कमल वासिन्यै स्वाहा, 11 માળા રોજ જાપ કરવો. શ્રીસૂક્તનો પાઠ કરો. શુભ ફળ પ્રાપ્ત થશે.
સિંહઃ-
-માતા ત્રિપુર ભૈરવીની પૂજા ખાસ ફળ આપીનારી રહેશે. મંત્ર જાપ- ऐं क्लीं सौ: सौ: क्लीं, 21 માળા રોજ કરો. ભૈરવી ત્રૈલોક્ય વિજયનો પાઠ કરો.
કન્યાઃ-
-કન્યા રાશિના લોકોએ માતા માતંગીની વિશેષ પૂજા-અર્ચના કરવી. ऊं ह्रीं क्ली हूं मातंग्यै फट स्वाहा, 11 માળા રોજ જાપ કરજો. માતંગી સહસ્ત્રનામનો પાઠ કરો.
તુલાઃ-
-મહાકાલીની આરાધના તુલા રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહેશે. જાપ મંત્ર- त्रीं त्रीं त्रीं, 51 માળા નિત્ય જાપ કરજો. કામાખ્યા કવચ તથા ચાલીસા પાઠ કરો. બધા કષ્ટોથી મુક્તિ મળશે.
વૃશ્ચિકઃ-
-માતા દુર્ગાની આરાધના કરો. જાપ મંત્ર- ऊं ह्रीं दुं दुर्गायै नम:, 21 માળા નિત્ય કરો. દુર્ગા સહસ્ત્રનામાવલીનો પાઠ કરો.
ધનઃ-
-તમે માતા બંગલામુખીની ખાસ પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, 21 માળા રોજ જાપ કરજો. બંગલા ત્રૈલોક્ય વિજય કવચનો પાઠ કરો.
મકરઃ-
-માતા ષોડ્શીની આરાધના તમને વિશેષ ફળ આપનારી રહેશે. જાપ મંત્ર- श्रीं, 1-08 માળા 10 દિવસ સુધી કરજો. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો.
કુંભઃ-
-માતા ભુવનેશ્વરીની વિશેષ પૂજા કુંભ રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે. જાપ મંત્ર- ऐं ह्रीं श्रीं, 51 માળા રોજ જાપ કરજો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
મીનઃ-
-માતા બંગલામુખીની પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, 21 માળા રોજ જાપ કરો. ત્રૈલોક્ય કવચનો પાઠ કરો.
બધી રાશિના લોકો સમાન રીતે જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે છે. આ બધા માટે સર્વસિદ્ધિ પ્રદાન કરનાર પાઠ છે.

કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે?
ચૈત્ર
સુદ એકમ એટલે કે હિન્દુ નવવર્ષનો પહેવો દિવસ. આ દિવસથી વાસંતિક નવરાત્રિનો
પ્રારંભ થઈ જાય છે. આ નવ મહિનામાં ભગવતી દુર્ગાની વિશેષ આરાધના કરવામાં
આવે છે. આ નવ દિવસમાં ભગવતિ દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. હિન્દુ
પરિવારોમાં નવરાત્રિનો પહેલો દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. જેમાં જવારા
વાવામાં આવે છે. તેની શાસ્ત્રકથન વિધિ આ પ્રમાણે છે –
ઘટ સ્થાપના માટે સમ્મુખી ચૈત્ર એકમ શ્રેષ્ઠ હોય છે. અમાસવાળી એકમમાં પૂજન ન કરો. ઘટ સ્થાપના સવારે જ કરો પરંતુ ચિત્રા કે વૈધૃતિ યોગ હોય તો તે સમયે ઘટસ્થાપના ન કરો, બપોરના કરો. અભિજિત મુહૂર્ત કે બીજા શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો.
સર્વ પ્રથમ સ્નાન કરો ગોયના છાણથી પૂજા સ્થળે લેપન કરો. ઘટસ્થાપના માટે પવિત્ર માટીથી વેદીનું નિર્માણ કરો પછી તેમાં જવ અને ઘઉં વાવો તથા તેના પર પોતાની ઈચ્છા અનુસાર માટી, તાંબું, ચાંદી કે સોનાનો કળશ સ્થાપિત કરવો.
જો પૂર્ણ વિધિપૂર્વક ઘટસ્થાપના કરવી હોય તો પંચાંગ પૂજન (ગણેશ-અંબિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃતમાતૃકા, નવગ્રહ વગેરે દેવોનું પૂજન) તથા પુણ્યાહવાચન(મંત્રોચ્ચાર) બ્રાહ્મણ દ્વારા કરાવવો તથા પોતે કરવો.
આ પછી કળશ પર દેવીની મૂર્તિ સ્થાપિત કરો તથા તેના ષોડશોપચારપૂર્વક પૂજન કરવું. આ પછી શ્રીદુર્ગાસપ્તશતિનો સંપુટ અથવા સાધારણ પાઠ કરવો. પાઠની પૂર્ણાહુતિના દ્વશે દશાંશ હવન અથવા દશાંશ પાઠ કરવો જોઈએ.
દીપક સ્થાપન –
ઘટ સ્તાપનની સાથે દીપકની સ્થાપના પણ કરવામાં આવે છે. પૂજાના સમયે ઘીના દીપક પ્રગટાવે તથા તેના ચંદન, ચોખા તથા ફૂલથી પૂજા કરો. આ મંત્રનો જપ કરો –
भो दीप ब्रह्मरूपस्त्वं ह्यन्धकारनिवारक।
इमां मया कृतां पूजां गृह्णंस्तेज: प्रवर्धय।।

ચૈત્રી નવરાત્રિમાં આ મંત્રથી, દૂર થશે દરેક રોગ અને દુઃખ
ચૈત્રી નવરાત્રિની શરૂઆત આ વખતે 23 માર્ચ, શુક્રવારથી થઈ રહી છે. ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસોમાં કરવામાં આવેલ સાધના વિશેષ ફળ પ્રદાન કરે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમને તથા તમારા પરિવારમાં બધા નિરોગી બની રહે તથા તેમને કોઈપણ પ્રકારની બીમારી ન થાય તો તેની માટે નીચે લખેલ મંત્રનો જાપ વિધિ-વિધાન પૂર્વક કરવો જોઈએ.
મંત્રઃ-
रोगानशेषानपहंसि तुष्टा, रूष्टा तु कामान् सकलानभिष्टान्।
त्वामामिश्रतानां न विपन्नराणां, त्वमाश्रिता हयश्रयंता प्रायन्ति।।
વિધિઃ-
-નવરાત્રિમાં દરેક દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મોથી નવરા પડી માતા દુર્ગાની પૂજા કરો.
-પરિવારના બધા સદસ્યોના સારા સ્વાસ્થ્ય માટે દેવીદુર્ગાની સામે થોડી સરસો(રાયડો) રાખીને આ મંત્રનો નવ દિવસ સુધી જાપ કરો.
-ઓછામાં ઓછા એક માળા અર્થાત્ 108 વાર રોજ આ મંત્રનો જાપ કરો.
-નવ દિવસ રાઈ(સરસિયાના)દાણા અગ્નિને સમર્પિત કરી દો.
-આ પ્રકારે મંત્ર જાપ કરવાથી તમે તથા તમારા પરિવારમાં કોઈ પણ બીમાર નથી થાય.
ચૈત્રી નવરાત્રી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ-એપ્રિલ મહિનામાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રી ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સિવાય ભારતભરના લોકો આ નવરાત્રીમાં ઘટ સ્થાપન અને ઉપવાસ કરે છે.
ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવા વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાનાં દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે. જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવાં કષ્ટોથી બચી શકે છે. તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે.
નવદુર્ગાનાં નવ સ્વરૂપ
દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પુજાય છે.
શૈલપુત્રી
માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે
માતા દુર્ગાના પહેલા સ્વરૂપ એવાં શૈલપુત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે.
પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. ત્યારે
તેમનું નામ સતી હતું. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મવાને કારણે
તેમનું નામ શૈલપુત્રી પડયું હતું. તેમનું વાહન વૃષભ (બળદ) છે. તેમના જમણા
હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. માતા શૈલપુત્રીનું પૂજન
કરવાથી મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે.
બ્રહ્મચારિણ
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરવામાં
આવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી
છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પૂર્વજન્મમાં
પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. દેર્વિષ નારદજીના
ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ
દુષ્કર તપસ્યાને કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી
ઓળખવામાં આવે છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન
ચક્ર જાગ્રત થાય છે.
ચંદ્રઘંટા
મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રીના
ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે. તેમના માથા
પર ઘંટના આકારનો અર્ધચંદ્રાકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન અને દસ હાથ છે. દસ હાથમાં બાણ, ખડગ, ગદાસહિત
અનેક અસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે
તત્પર હોય તેવી છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે.
કુષ્માન્ડા
માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માન્ડાનું છે. તેમનું પૂજન
નવરાત્રીના ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે
તેમને કુષ્માન્ડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને આઠ ભુજાઓ છે, તેથી અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના સાત હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃત ભરેલો કળશ, ચક્ર
તથા ગદા છે. જ્યારે તેમના આઠમા હાથમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આપનારી
જપમાળા છે. માતા કુષ્માન્ડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે.
સ્કંદમાતા
માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું પૂજન નવરાત્રીના
પાંચમા દિવસે કરવામાં આવે છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે
માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. માતાજીના ખોળામાં
સ્કંદજી બાળસ્વરૂપે બેઠા હોય છે. તેમની ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની
ઉપરની ભુજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચલી ભુજા જે ઉપરની
તરફ ઊઠેલી છે, તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે.
તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશાં કમળ પર બિરાજે છે. નવરાત્રીના પાંચમા
દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે.
કાત્યાયની
નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્ત્વ
છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન
કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો
ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. મર્હિષ કાત્યાયને તેમની પૂજા કરી, તેથી
તેઓ કાત્યાયની તરીકે ઓળખાયાં. તેમનો વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે. તેમને
ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ
વરમુદ્રામાં છે. ડાબી તરફની ઉપરની ભુજામાં તલવાર અને નીચેની ભુજામાં કમળનું
પુષ્પ ધારણ કર્યું છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે સાધકનું મન
આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.
કાલરાત્રી
નવરાત્રીના સાતમા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રીની પૂજા
કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ
વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમનાં ત્રણ નેત્ર છે, જે
બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતાં રહે છે.
તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન
ગર્દભ (ગધેડું) છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન
આપે છે જ્યારે નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં
લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે
ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશાં શુભફળદાયક છે. ભગવતી કાલરાત્રીનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગ્રત થાય છે.
મહાગૌરી
માતા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ
સંપૂર્ણપણે ગૌર (સફેદ) છે. તેમના જમણા હાથની ઉપરની ભુજા અભય મુદ્રામાં છે
જ્યારે નીચેની ભુજામાં ત્રિશૂળ છે. ડાબા હાથની ઉપરની ભુજામાં ડમરું અને
નીચેની ભુજા વરની શાંત મુદ્રામાં છે. પાર્વતરૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને
પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેને કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો
હતો, પરંતુ જ્યારે શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગૌર
થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડી ગયું. મહાગૌરીની પૂજા-આરાધનાથી સોમચક્ર
જાગ્રત થાય છે.
સિદ્ધિદાત્રી
માતા દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિયા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઇશિત્વ
અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. માતા સિદ્ધિદાત્રીને આઠ ભુજાઓ
છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે. તેમના જમણા હાથની
નીચેની ભુજામાં ચક્ર અને ઉપરની ભુજામાં ગદા તથા ડાબી તરફની નીચેની ભુજામાં
શંખ અને ઉપરના હાથમાં કમળપુષ્પ છે. નવરાત્રીના નવમા દિવસે તેમની પૂજાને શુભ
માનવામાં આવે છે. ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગ્રત
થઈ જાય છે.
સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો?
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. દેવીનું પૂજન-અર્ચન, ઉપાસના, સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.* એકમઃ દેવીનું ષોડ્શોપચાર પૂજન કરીને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.
* બીજઃ દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે.
* ત્રીજઃ દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરી કરવું. દૂધનો ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે.
* ચોથઃ દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.
* પાંચમઃ દેવીને કેળાંનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે.
* છઠ્ઠઃ દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે.
* સાતમઃ દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.
* આઠમઃ દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.
* નોમઃ દેવીને વિવિધ રાંધેલાં ધાન (અનાજ)નો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.
સર્વ મિત્રો ને જય માતાજી..
No comments:
Post a Comment