લક્ષ્મી વિલાસ પેલેસના પ્રવેશદ્વાર પાસે સયાજીરાવના વિશાળ કટઆઉટને પુષ્પાંજલિ સાથે સાર્ધ શતાબ્દી મહોત્સવના શ્રીગણેશ - મહારાણી શુભાંગિનીરાજે, યુવરાજ સમરજિતસિંહ, યુવરાણી રાધિકારાજે તેમજ મ.સ.યુનિવર્સિટીના ચાન્સેલર ડો.મૃણાલિનીદેવી પુઆરની ઉપસ્થિતિ વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ.
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સયાજીરાવ
સાર્ધ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ
રવિવાર, ૧૧ માર્ચે વડોદરામાં ‘સયાજી સવારી’નું પ્રસ્થાન કરાવ્યું. ‘સયાજી
સવારી’માં ૧૧૦ જેટલા ટેબ્લોઝ–ફલોટ્સમાં સયાજીરાવ સુશાસનની વિશિષ્ટ પહેલ,
પરંપરાઓની પ્રસ્તુતિ કરવામાં આવી છે. આ પ્રસંગે સમસ્ત ગાયકવાડ રાજવી
પરિવારે શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
રવિવારે વડોદરાની પ્રજા કરશે રાજાને સત્ સત્ સલામ
વહેલી
સવારે ૭.૩૦ કલાકથી લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય ગેટ ખાતે મંત્રોચ્ચાર અને
શંખનાદ વચ્ચે મહારાજાના ભવ્ય કટઆઉટને પુષ્પાંજલિ દ્વારા સયાજીરાવની ૧૫૦ મી
જન્મજયંતીનો પ્રારંભ થશે
વડોદરાના દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડનો રવિવારે ૧૫૦ મો જન્મદિન ભવ્યાતભિવ્ય રીતે ઉજવવા માટે શહેરીજનોમાં ગજબનો થનગનાટ જોવા મળ્યો છે. ઉજવણીની તડામાર તૈયારીઓને આજે સાંજે આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. વહેલી સવારે ૭.૩૦ કલાકથી લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય ગેટ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે મહારાજાના ભવ્ય કટઆઉટને પુષ્પાંજલિ દ્વારા સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતિનો પ્રારંભ થશે.
મહારાજાની ૧૫૦ મી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી રચાયેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્મારક ટ્રસ્ટના ઉપક્રમે રવિવારે સાંજે શહેરના માર્ગો ઉપર સયાજી સવારીના કાર્યક્રમનું આયોજન થયું છે. સયાજી સવારીનો પ્રારંભ નવલખી મેદાન ખાતેથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવાશે. નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રી દ્વારા ડૉ.બંસીધર શર્મા દ્વારા લિખિત અને યોગેશ દવે દ્વારા અનુવાદિત પુસ્તક મહારાજા સયાજીરાવ ગાયકવાડ-તૃતિય, વ્યક્તિત્વ અન કૃતિત્વની સંક્ષિ’ ઝલકનું વિમોચન કરાશે.
સાંજે ૫.૩૦ કલાકે નવલખી મેદાન ખાતેથી મુખ્યમંત્રી મોદી દ્વારા સયાજી સવારીને પ્રસ્થાન કરાવ્યા બાદ ૧૧૦ થી વધુ ફ્લોટ્સ સાથેની ભવ્યાતભિવ્ય સવારી કોઠી ચાર રસ્તા, ટાવર રોડ, રાવપુરા રોડ, લહેરીપુરા દરવાજા, કીતિg સ્થંભ, રાજમહેલ ગેટ પાસેથી પસાર થઇ નવલખી મેદાન ખાતે પરત ફરશે. લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય ગેટને રોશની અને રંગબેરંગી વસ્ત્રોથી સજાવાતાં અનેરો માહોલ જામ્યો હતો.
રાજવી પરિવાર દરબાર હોલના ફ્લોટ્સમાં બેસી જોડાશે
મહારાજા સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતિ પ્રસંગે રવિવારે સાંજે રાજમાર્ગો પર નીકળનારી સયાજી સવારીને લઇ રાજવી પરિવાર પણ ખૂબ ઉત્સાહિત છે. રાજવી પરિવારના સભ્યો રાજમહેલના પ્રસિદ્ધ દરબાર હોલના ફ્લોટ્સમાં આરૂઢ થઇ સયાજી સવારીમાં જોડાશે. સયાજી સવારીમાં જોડાનારા રાજવી પરિવારના તમામ સભ્યો રાજવી પોષાકમાં સજજ થઇ સામેલ થશે.
મહારાજાનું ચાર દરવાજાના રહીશોને આશ્વાસન
સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતિ પ્રસંગે નીકળનારી સયાજી સવારીના નિધૉરિત કરાયેલા રૂટમાંથી ચાર દરવાજા વિસ્તારની બાદબાકી કરાઇ છે. જેથી નારાજ થયેલા આ વિસ્તારના આગેવાનો દ્વારા મહારાજા રણજિતસિંહ ગાયકવાડને રજુઆત કરાઇ હતી. મહારાજાએ ચાર દરવાજા સિનિયર સિટીજન્સ સમિતિના કન્વીનર કીતિg પરીખ સાથે વાતચીત કરી માંડવી પાસે અલગ કાર્યક્રમ યોજવાનું આશ્વાસન આપ્યું હતું.
કહાર સમાજ કેક કાપીને મહારાજાની ૧૫૦ મી જન્મજયંતી ઉજવશે : આતશબાજી કરાશે
વડોદરા & શહેરના પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતા કહાર સમાજ દ્વારા આવતીકાલે રવિવારે બપોરે ૧૨ વાગે કેક કાપીને મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત કહાર સમાજના યુવાનો દ્વારા ધૂમ દારૂખાનું ફોડીને દીર્ઘદ્રષ્ટા રાજવીને ભાવાંજલિ અર્પણ કરાશે.
કહાર સમાજના આગેવાનો ચેતન કહાર, આર.બી.કહાર, નરેન કહાર, નિલેશ કહાર અને દિનેશ કહારે જણાવ્યું હતું કે, ગાયકવાડી શાસનમાં વારે-તહેવારે નીકળતી ભગવાનની પાલખીઓ ઉંચકવા માટે તે સમયે ઉત્તર પ્રદેશના બારાબંકી ગામમાંથી કહાર જ્ઞાતિના કેટલાક લોકોને મહારાજા સયાજીરાવ વડોદરા લઇ આવ્યા હતા. આ કહાર જ્ઞાતિના લોકોએ પાણીગેટ, દાંડીયાબજાર, રાવપુરા, મચ્છીપીઠ, નવાપુરા, યાકુતપુરા, લાલ અખાડા, સંગમ સહિત વિવિધ વિસ્તારમાં વસવાટ કર્યો હતો.
આજે આ સમાજ ખૂબ વિસ્તર્યો છે. આજે આ વિસ્તારો કહાર સમાજમાં સાતેપુરા(સાતપુરા) તરીકે ઓળખાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયકવાડી રાજ વખતથી પાલખી ઊંચકવાનું શુભ કામ કહારોની પેઢી દર પેઢીએ ચાલુ રાખ્યું છે.

વડોદરાના નગરજનોએ ચૂકવ્યું પ્રજાવત્સલ રાજવીનું ઋણ
કૈ. સરસયાજીરાવના ૧પ૦મા જન્મ જયંતી દિને વડોદરા ઝાઝરમાન
પ્રજાવત્સલ
મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજંયતી નિમિત્તે રવિવારે
સંસ્કારીનગરી વડોદરા જાણે સયાજીમય બની ગઈ હતી. સયાજી સાર્ધશતાબ્દીદિનની
ઉજવણીનો વહેલી સવારે લક્ષ્મીવિલાસ પેલેસમાં ૧૦૮ પંડિતોના મંત્રોચ્ચાર અને
શરણાઈની પવિત્ર સૂરાવલિઓની સાથે ધર્મસભર પ્રારંભ બાદ દિવસ દરમિયાન વિવિધ
કાર્યક્રમો અને .વડોદરાના કલા અને સાંસ્કૃતિક વારસા અને જૂના બરોડા સ્ટેટની
ઝાંખીઓ દર્શાવતા ફ્લોટ્સ સાથેની ભવ્ય સયાજી સવારી સાથે સમાપન થયું હતું.
પોતાના
પ્રજાપ્રેમી મહારાજાની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રવિવારે નમતી બપોરે
સયાજી સવારીનો પ્રારંભ થયો તે અગાઉ નવલખી મેદાનમાં ૧૫ હજાર લોકોની ભીડ
એકત્ર થઈ ગઈ હતી. જ્યારે સયાજીસવારીના સમગ્ર રૂટ પર રસ્તાની બંને બાજુ
હજારોની સંખ્યામાં શહેરીજનોએ સયાજી સવારીને ઉમળકાભેર વધાવી લીધી હતી. આ
અગાઉ નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સયાજી સવારીને ફ્લેગ ઓફ
કરાવ્યા બાદ ૫.૧૫ કલાકે સયાજીસવારી નીકળી હતી. સમગ્ર સયાજી સવારીમાં
સયાજીરાવના દરબાર, વડોદરા સ્ટેટના વિકાસમાં પ્રદાન, પર્યાવરણ, કલા અને
સંસ્કૃતિનો ભવ્ય ઈતિહાસ અને વિકસતા વડોદરાના પરિવેશને જીવંત કરતા વિવિધ
ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને ૧૩૦ ફલોટ્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
આ
ફ્લોટ્સ જોઈને ટાબરિયાંઓથી માંડીને વૃદ્ધો રોમાંચિત થઈ ઊઠ્યાં હતા. કેટલાક
વિસ્તારમાં છુટાછવાયા વિદેશીઓ પણ સયાજી યાત્રાનો લહાવો લેતા નજરે ચઢ્યાં
હતા. સયાજી સવારીની ભવ્યતાને યાદગાર બનાવવા લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં
રેકોર્ડિંગ કરી, ફોટોગ્રાફ્સ ક્લિક કરી લીધાં હતાં. કેટલીક સંસ્થાઓએ સયાજી
સવારીના ફ્લોટ્સ અને તેમાં જોડાયેલા લોકો માટે પાણી અને પ્રસાદનું વિતરણ
કરી લોકલાડીલા રાજવી પરત્વે પોતાનો અહોભાવ પ્રદર્શિત કર્યો હતો.
કાયદો
અને વ્યવસ્થા જાળવવા સંસ્કારીનગરીના શહેરીજનોના સ્વયંભૂ પ્રતિસાદે પણ
સયાજી સવારીને વધુ ગરીમા અર્પી હતી. સયાજી સવારીના માર્ગે ટ્રાફિક વ્યવસ્થા
બદલાઈ હતી પણ શહેરીજનોએ પ્રજાવત્સલ રાજાની જન્મજંયતીની ઉજવણીના પ્રસંગને
માન આપીને અન્ય રસ્તે શાંતિપૂર્વક જવાનું પસંદ કર્યું હતું. પરિણામે પિક
અવર્સમાં ટ્રાફિકથી ધમધમતો જેલરોડ મોડી સાંજ સુધી સૂમસામ જણાતો હતો. મોડી
સાંજે સયાજી સવારી જેવી જ ભવ્ય આતશબાજીના કાર્યક્રમ સાથે જ સાર્ધ શતાબ્દી
દિનની ઉજવણીનું સમાપન થયું હતું.
રાજવી પરિવારનાં સભ્યો ગદગદિત...
આજે અમારો પરિવાર બહુ મોટો થઇ ગયો તેનો આનંદ છે
મહારાજા
સયાજીરાવના ૧૫૦ મા જન્મ દિવસની શહેરીજનો દ્વારા જે રીતે ભપકાદાર ઉજવણી થઇ
છે તે જોઇને હું એટલું જરૂર કહીશ કે, આજે અમારો પરિવાર બહુ મોટો થઇ ગયો
તેનો મને વિશેષ આનંદ છે. નાગરિકોનો પ્રેમ અને લાગણી અમારી સાથે છે એ આજે
અમને જોવા મળ્યું છે. મહારાજાની સાર્ધ શતાબ્દીની ઉજવણી માટે વડોદરા
સેવાસદન, મ.સ.યુનિવર્સિટી, રાજ્ય સરકાર તેમજ વિવિધ સંસ્થાઓના યોગદાનની હું
કદર કરું છું. અગાઉ મારા જીવનમાં આવું સેલિબ્રેશન ક્યારેય જોયું નથી.
ડૉ.મૃણાલિનીદેવી પુઆર, ચાન્સેલર, મ.સ.યુનિવર્સિટી
મારા જીવનમાં આજનો દિવસ યાદગાર બની રહેશે
આજનો
દિવસ ઉત્સવનો છે. શહેરીજનો વહેલી સવારથી શરૂ થયેલા કાર્યક્રમોમાં મોટી
સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે તે જોઇ એમ કહેવાનું મન થાય કે, આ કોઇ સામાન્ય
પ્રકારની ઉજવણી નથી પરંતુ રાજવી પ્રત્યેની લાગણી અને પ્રેમ વ્યક્ત કરવા
શહેરીજનો દ્વારા મહોત્સવરૂપે આજનો દિવસ ઉજવાઇ રહ્યો છે. આજનો દિવસ મારા
જીવનમાં યાદગાર બની રહેશે. આ પ્રકારનો લોકોની ભાગીદારીવાળો ઉત્સવ જવલ્લે જ
જોવા મળે છે.
યુવરાજ સમરજિતસિંહ ગાયકવાડ
સયાજીરાવના જન્મદિનની ભવ્ય ઉજવણી જોઇ ગૌરવ અનુભવું છું
સયાજીરાવના
૧૫૦ મા જન્મદિનની આજે વિવિધ કાર્યક્રમો સાથે જે રીતે ભવ્ય ઉજવણી થઇ રહી છે
તે જોઇ હું ગૌરવ અનુભવું છું. અમારા પરિવાર માટે આ કંઇ સામાન્ય નહીં પણ
મોટો અને મહત્વપૂર્ણ મહોત્સવ છે. શહેર આખું મહારાજા પ્રત્યેનું ઋણ અદા
કરવા બહાર આવી ભાવાંજલિ અપેg અને તે દિવસની હું સાક્ષી બની તે મારા જીવનનો
મહત્વપૂર્ણ દિવસ છે. શહેરીજનોને હું આ પ્રસંગે ધન્યવાદ પાઠવું છું.
યુવરાણી રાધિકારાજે ગાયકવાડ
હું ક્યા શબ્દોમાં આજના દિવસની ઉજવણીને વર્ણવું ?
મહારાજા
સયાજીરાવના ૧૫૦ મા જન્મદિનની ઉજવણીમાં શહેરીજનોએ મોટી સંખ્યામાં જોડાઇને
ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરી તે જોઇ હું ખૂબ ખુશ છું. આજના દિવસની ઉજવણીને
હું ક્યા શબ્દોમાં વર્ણવું ? જો કે, સયાજીરાવને તેમણે કરેલાં કાર્યો અને
કુશળ શાસક તરીકે દેશના ઈતિહાસમાં જે સ્થાન મળ્યું નથી તે મળે તો આ ઉજવણીનો
વિશેષ આનંદ થશે. આજના આ પ્રસંગે શહેરીજનોને સ્વચ્છ-સુંદર વડોદરા બનાવી
મહારાજાએ આપેલી યાદગીરીઓનું જતન કરવા અપીલ કરું છું.
મહારાણી શુભાંગિનીદેવી રાજે ગાયકવાડ
સયાજીરાવના જન્મદિનની ઉજવણીમાં ૨૦ થી વધુ ગાયકવાડ પરિવારો અને નાનાં રજવાડાંઓ સામેલ થયાં
અજયસિંહ ગાયકવાડ
અંશુમન ગાયકવાડ(ક્રિકેટર)
આનંદરાવ ગાયકવાડ
શિવરાજસિંહ ગાયકવાડ
પ્રશાંત ગાયકવાડ
જય ગાયકવાડ
શાલીમાર ગાયકવાડ
શત્રુંજય ગાયકવાડ
દેવેન્દ્રસિંહ ગાયકવાડ
વિશ્વજિતસિંહ ગાયકવાડ
અનિરુદ્ધસિંહ ગાયકવાડ
ઉદયસિંહ ગાયકવાડ
મનીષ ગાયકવાડ
નીલેશ ગાયકવાડ
શિવાજીસિંહ ગાયકવાડ
અમિત નીરજ ગાયકવાડ
ઉમેશ ગાયકવાડ
વિરાજ ગાયકવાડ
હરસિજિત ગાયકવાડ
પ્રવીણસિંહ ગાયકવાડ
યશરાજસિંહ વી.સરદાર ઢમઢેરે
જયદીપસિંહ માણે
ભવાનીસિંહ પિઢયાર : મિયાગામ
હરદીપસિંહ ચૌહાણ (માતર )
શક્તિસિંહ પિઢયાર (ખાંધા)
કીર્તિ મંદિરમાં પુષ્પાંજલિ સાથે સ્વરાંજલિ અપાઇ
કીર્તિ
મંદિરમાં સવારે ૯ કલાકે સયાજીરાવની અર્ધ પ્રતિમાને વર્તમાન મહારાજા
રણજિતસિંહ, મહારાણી શુભાંગિનીરાજે, યુવરાજ સમરજિતસિંહ, યુવરાણી રાધિકારાજે
અને મ.સ.યુનિ.નાં ચાન્સેલર ડૉ.મૃણાલિનીદેવી પુવારે ગુલાબનાં પુષ્પોની માળા
અર્પણ કરી આદરાંજલિ આપી હતી. ત્યારબાદ કવડોદરાના કલાકાર ધાર્મિકલાલ
પંડ્યાના સુપુત્રો મયંક પંડ્યા અને પ્રધ્યુમ્ન પંડ્યાની જુગલ જોડીએ ગણેશ
વંદના, સયાજી વંદના, વૈષ્ણવ પદો તેમજ ધાર્મિક રચનાઓ રજુ કરી કાર્યક્રમમાં
ઉપસ્થિત રાજવી પરિવારના સભ્યો, આગેવાનો તેમજ શહેરીજનોને ડોલાવી દીધા હતા.
મહારાજા રણજિતસિંહ નાદુરસ્ત છતાં હાજર
વડોદરાના
દીર્ઘદ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી આજે
વિવિધ કાર્યક્રમો સાથે શરૂ થઇ હતી. આ તમામ કાર્યક્રમમાં રાજવી પરિવારના
સભ્યોની ઉપસ્થિતિથી શહેરીજનો પ્રભાવિત થયા હતા. જો કે, મહારાજા રણજિતસિંહ
ગાયકવાડ નાદુરસ્ત હોવા છતાં કીર્તિ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કષ્ટ
વેઠીને પણ ઉપસ્થિત રહેતાં શહેરીજનો ભાવુક બન્યા હતા.
યુવરાજની પુત્રીઓએ આકર્ષણ જમાવ્યું
આજે
કીર્તિ મંદિર ખાત કાર્યક્રમમાં યુવરાજ સમરજિત-રાધિકારાજેની બે નાની દીકરીઓ
આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોટી પુત્રી પદ્મજારાજે (સાડા પાંચ વર્ષ)
જ્યારે નાની પુત્રી નારાયણી રાજે (સાડા ત્રણ વર્ષ) આજે પહેલી વખત જાહેર
કાર્યક્રમમાં જોવા મળતાં શહેરીજનો આ બંને દીકરીઓને જોવા માટે એકત્ર થયા
હતા. બંને દીકરીઓ ત્આકર્ષણનું કેન્દ્ર તો બની જ હતી.
યુવરાજની પુત્રીઓએ આકર્ષણ જમાવ્યું
આજે
કીર્તિ મંદિર ખાત કાર્યક્રમમાં યુવરાજ સમરજિત-રાધિકારાજેની બે નાની દીકરીઓ
આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોટી પુત્રી પદ્મજારાજે (સાડા પાંચ વર્ષ)
જ્યારે નાની પુત્રી નારાયણી રાજે (સાડા ત્રણ વર્ષ) આજે પહેલી વખત જાહેર
કાર્યક્રમમાં જોવા મળતાં શહેરીજનો આ બંને દીકરીઓને જોવા માટે એકત્ર થયા
હતા. બંને દીકરીઓ આકર્ષણનું કેન્દ્ર તો બની જ હતી.
કહાર સમાજે કેક કાપી કરેલી ઉજવણી
શહેરના
પાણીગેટ વિસ્તારના કહાર મહોલ્લામાં કહાર સમાજે કેક કાપીને કરી હતી. આ
પ્રસંગે કહાર સમાજના યુવાનો દ્વારા દારૂખાનું પણ ફોડવામાં આવ્યું હતું. આ
ઉજવણી વિશે કહાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં
સયાજીરાવ ગાયકવાડ ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના બારાબંકી ગામમાંથી ભગવાનની
પાલખીઓ ઉચકવા માટે કહાર જ્ઞાતિના કેટલાક લોકોને વડોદરા લાવ્યા હતા. આજે આ
પ્રસંગે ‘રાજા હો તો કૈસા હો, સયાજીરાવ જૈસા હો’ ના સૂત્રોચ્ચાર પણ કર્યા
હતા.
દર વર્ષે તા.૧૧ મી માચેઁ વડોદરાનો સ્થાપના દિન ઉજવવા વિચારણા
મહારાજા
સયાજીરાવની સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રારંભે આજે સવારે લક્ષ્મી
વિલાસ પેલેસના પ્રવેશ દ્વાર ખાતે આયોજિત કાર્યક્રમ વેળા સેવાસદનની સ્થાયી
સમિતિના અધ્યક્ષ ડૉ.વિજય શાહે દર વર્ષે તા.૧૧ મી માર્ચની વડોદરાના સ્થાપના
દિવસ તરીકે ઉજવણી કરવા અંગે વિચારણા કરાશે તેમ જણાવ્યું હતું. મહારાજા
સયાજીરાવે વડોદરા માટે કરેલાં કાર્યો અને વિકાસનું ઋણ ચૂકવવા તેમનો જન્મ
દિવસ વડોદરાના સ્થાપના દિવસ તરીકે ઉજવાય તે માટે અમે વિચારીશું.
શંખઘોષ સાથે ઉજવણીનો ઉદ્ઘોષ
આજે
સવારે ૭.૪૦ કલાકે રાજમહેલના પ્રવેશદ્વાર ખાતે સયાજીરાવના વિશાળ કટઆઉટને
વેદ મંત્રોચ્ચાર, શંખનાદ અને શરણાઇની સૂરાવલીઓ વચ્ચે પુષ્પાંજલિ અર્પણ
કરવાના કાર્યક્રમ સાથે ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનો મંગલ પ્રારંભ થયો હતો.
રાજગુરુ પૂ.ધ્રુવદત્ત વ્યાસના સાંનિધ્યમાં ૧૦૮ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર
અને શંખનાદ કરાયો હતો જ્યારે ગાયકવાડ બ્રધર્સના દત્તાત્રય ગાયકવાડ, મુકુંદ
ગાયકવાડ, સુનીલ ગાયકવાડ અને અર્જુન ગાયકવાડે શરણાઇની સૂરાવલી છેડી હતી.
ફ્લેગ ઓફ કરાવી મોદીએ કહ્યું, ‘ગાયકવાડી શાસનનો જોટો જડે તેમ નથી’
પ્રજાજનોને
સંસ્કાર ઉપરાંત જન સુખાકારીની કલા-સાહિત્ય-શિક્ષણ અને આરોગ્યની તમામ સગવડો
ઉપલબ્ધ કરાવવાની બાબતોમાં ગાયકવાડી શાસનનો જોટો જડે તેમ નથી. સયાજીરાવ
ગાયકવાડની ૧૫૦ મી જન્મજયંતી પ્રસંગે સયાજી સવારીને ફ્લેગ ઓફ કરાવતાં
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપર મુજબ જણાવ્યું હતું મુખ્યમંત્રી મોદીએ
દેશમાં ગાયકવાડી શાસન સુરાજ્યની પ્રતીતિ કરાવે છે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે આ મહોત્સવને નવી જનચેતના પ્રગટાવનાર અવસર તરીકે ઉજવવા આહ્વાન
કર્યું હતું. મુખ્યમંત્રીએ પ્રજા વત્સલ રાજવીઓની ઉત્તમ રાજસત્તાનો સાચો
ઈતિહાસ પ્રજા સમક્ષ મૂકવાની લાગણી વ્યક્ત કરી હતી.
વડોદરા – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં મહારાજા
સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિના મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવ્યો. આ
પ્રસંગે તેમણે કહ્યું કે સંસ્કાર અને જનહિતની સુખાકારીના કીર્તિમાન એવા
ઉત્તમ ગાયકવાડી પ્રશાસનની પરંપરાનો જોટો જડે એવો નથી.
સમગ્ર વડોદરા મહાનગર સમિતિ અને સયાજીરાવ ગાયકવાડ સ્મારક ટ્રસ્ટના
ઉપક્રમે રવિવારથી વડોદરામાં સયાજીરાવ સાર્ધ જન્મશતાબ્દી મહોત્સવનો
આન-બાન-શાનથી પ્રારંભ થયો હતો.
મોદીએ ‘સયાજી સવારી’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ‘સયાજી સવારી’માં ૧૧૦
જેટલા ટેબ્લોઝ–ફલોટ્સમાં સયાજીરાવ સુશાસનની વિશિષ્ટ પહેલ, પરંપરાઓની
પ્રસ્તુતિ કરવામાં આવી છે. ગાયકવાડ રાજવી પરિવારે આ સમગ્ર કાર્યક્રમમાં
શોભાવૃદ્ધિ કરી હતી.
મોદીએ કહ્યું કે, વડોદરાની ગાયકવાડી રાજવ્યવસ્થામાં ૧૯૦૮માં પ્રજામંડળ
દ્વારા લોકતંત્રનું સત્વ અને લોકશાહીનું તત્વ તેમણે સાકાર કરેલું.
પ્રજાવત્સલ એવા ગાયકવાડી રાજવી સયાજીરાવે લોકહિત અને પ્રસાશનિક વ્યવસ્થામાં
કેળવણી, વ્યાયામ, સામાજિક કુરિવાજો સામેના કાયદા, નગરજનોની સુખાકારી માટે
પાણી, રસ્તાની પ્રાથમિક માળખાકીય સગવડો, ઉદ્યોગો અને કૃષિ વિકાસ, સંસ્કાર,
સાહિત્ય અને કલાનું સંવર્ધન જેવા કરેલા કાર્યો અને આયામો આ બધું જ આજે પણ
ગાયકવાડી રાજની ઉજ્જવળ પરંપરા રૂપે સ્તુત્ય અને પ્રેરણાદાયી છે.
શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની સુશાસક તરીકેની સર્વક્ષેત્રીય
ઉપલબ્ધિઓ વડોદરાવાસીઓ અને ગુજરાત માટે ગૌરવરૂપ છે તેવી લાગણી મહાનગર ઉજવણી
સમિતિના અધ્યક્ષ મેયર ડૉ. જ્યોતિ પંડ્યાએ તેમનાં આવકાર પ્રવચનમાં વ્યક્ત
કરી હતી.
દિગ્ગજ સાહિત્યકાર પ્રા. સિતાંષુ યશશ્ચંદ્ર અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.
૨૦૧૨ના વર્ષમાં ગુજરાતના જાહેરજીવન માટે અનેક મહાનુભાવોને સ્મરણાંજલિ
આપવાનો સુયોગ થયો છે તેની રૂપરેખા આપી મોદીએ જણાવ્યું કે સ્વામી
વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ, ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની
જન્મશતાબ્દી, સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિ, પન્નાલાલ પટેલ જેવા
સમર્થ સાહિત્ય સર્જકની શતાબ્દી અને પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતી જેવા
ઉજવણીના અનોખા અવસરો ગુજરાતમાં આવ્યા છે.
મોદીએ આ પ્રસંગે ડૉ. બંસીધર શર્મા લિખીત ‘સયાજીરાવ જીવન દર્શન’ અને
ગુજરાત સમાચાર, લંડનના પ્રકાશક સી.બી.પટેલ સંકલિત કોફી ટેબલ બુકનું વિમોચન
પણ કર્યું હતું.
સયાજીરાવના જન્મ- સ્થળ કવળાણા અને ઔરંગાબાદમાં ઉજવણી
વડોદરા.
સયાજીરાવના જન્મસ્થળ કડવાણામાં મહારાષ્ટ્રના બાંધકામ મંત્રી છગન ભુજબળની
ઉપસ્થિતિમાં સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.
જ્યારે
મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે જાણીતા લેખક બાબા ભાંડ દ્વારા સયાજીરાવ
ગાયકવાડ પર લખાયેલી નવલકથા ‘યુગદ્રષ્ટા મહારાજા’નું વિમોચન કરાયું હતું.
ગાંધી નગરગૃહ પર કલાજગતના મંડળની જમાવટ
વડોદરા.
નવલખી ગ્રાઉન્ડમાંથી સયાજી સવારીના દબાદબાભેર પ્રારંભ સાથે શહેરીજનોની ભીડ
જામવા લાગી હતી. યાત્રાના સ્વાગત માટે માર્ગ પર અગ્રણીઓનો જમાવડો થઇ ગયો
હતો. સયાજી સવારીનું અભિવાદન કરવા ગાંધીનગર ગૃહ પર કલાજગત વિકાસ મંડળના
કલાકારો ગોઠવાઇ ગયા હતાં. કલાકારોએ ગીતોની રમઝટ બોલાવતાં લોકો મંત્રમુગ્ધ
થઇ ગયા હતાં.
કોર્પોરેશનના અડચપરૂપ ડમ્પરને હટાવવા પોલીસે પરસેવો પાડ્યો
નવલખી
ગ્રાઉન્ડ પરથી સયાજી સવારી નીકળવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે કોપોરેઁશનનો
ડમ્પરચાલક સામેના રોડ પર જ ડમ્પર મૂકીને સવારી જોવા નીકળી ગયો હતો. છેવટે
ટ્રાફિક પોલીસના અધિકારીએ જ સ્ટિયરિંગ સંભાળી લીધું હતું. છ જેટલા ટ્રાફિક
પોલીસકર્મીઓએ ડમ્પરને પાછળથી ધક્કા મારી તેને હટાવ્યું હતું પછી સવારી આગળ
ધપી હતી.
મહારાજાની જન્મજયંતી નિમિત્તે નવનાથમાં વિશેષ પૂજા કાર્યક્રમ
શહેરના
માનવ પ્રકૃતિ કેન્દ્રના કાર્યકરોએ શહેરના ઐતિહાસિક નવનાથ મહાદેવના નવેનવ
મંદિરોમાં જઈને પૂજા-અર્ચનાનું આયોજન કર્યું છે. સવારે નવ કલાકે નવનાથ
પૈકીના એક સિદ્ધનાથ મહાદેવ ખાતે પહોંચીને શિવ અભિષેક,પૂજા-અર્ચના વિધિ કરી
હતી. માનવ પ્રકૃતિ કેન્દ્રના નિખિલ પુરોહિતે જણાવ્યું કે, ‘ આ પૂજાપાઠ બાદ
અમે ઔદુમ્બર વૃક્ષ પણ વાવી રહ્યા છીએ.
લોકોએ ટ્રાફિકજામ હસતા મોંઢે સ્વીકાર્યો, ખુદ પો.કમિશનર પણ ફસાયા,મુસ્લિમોએ સ્વાગત કર્યું
- સયાજી
સવારી રાવપુરા રોડ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે તેના વૈકલ્પિક રૂટ તરીકે
સલાટવાડા રોડ જાહેર કરવામાં આવ્યો હોવાના કારણે આ રોડ પર ટ્રાફિક ડાઇવર્ટ
કરવામાં આવતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનથી સલાટવાડા સુધી ટ્રાફિકજામ સર્જાયો
હતો.
- સાંજે સવા છની આસપાસ પોલીસ કમિશનર પણ આ વૈકલ્પિક રૂટ
પરથી પસાર થયા હતા અને તેઓ પણ મચ્છીપીઠના નાકા પાસે ટ્રાફિકજામમાં ફસાઇ ગયા
હતા. કોઠી ચાર રસ્તા પાસે વિહિપ, આરએસએસ, રાજગુરુ વ્યાયમ શાળા, રાવપુરામાં
બાલ યુવક મંડળ, ટાવર પાસે ખોળિયાર માતા યુવક મંડળ સહિતના વિવિધ મંડળોએ
સવારીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
- સયાજી સવારી કોઠીપોળ પાસે
પહોંચતા જ તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કોઠીપોળ જૈન સંઘના પ્રકાશ
શેઠે તો જુદા-જુદા ફ્લોટ તેમજ તેમાં હાજર લોકોના વખાણ કર્યા હતાં જ્યારે
અમદાવાદી પોળ પાસે વોર્ડ નં. ૧૭ ના કાર્યકરોએ આદિવાસી ન્úત્યમાં હાજર
લોકોને પોરો ચઢાવ્યો હતો.
- નવલખીથી સયાજી સવારીના પ્રસ્થાન બાદ
દાંડિયાબજાર ખાનકાહે રિફાઇયા બઝમે રિફાઇ દ્ધારા પુષ્પોથી સ્વાગત કરવામાં
આવ્યું હતું. આ ઉપરાંત મચ્છીપીઠ સહિતના વિસ્તારમાં મુસ્લિમોએ સવારીનું
અભિવાદન કર્યું હતું.
- મહારાજા સયાજી રાવ યુનિ.એ મહારાજાની દેન
છે છતાં મહારાજા સયાજીરાવની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે યુનિ.ના એક
પણ બિલ્ડિંગ પર રોશની કરવાની પણ દરકાર દાખવી નહીં હોવાની માજી સેનેટ સભ્ય
નરેન્દ્ર તિવારીએ ટિપ્પણી કરી હતી.
- સયાજી સવારી આજે રાવપુરા
રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે પાણીનો વાલ્વ ખોલવા માટે એક કર્મચારી
લોખંડના પાના સાથે આવતાં તેના કારણે આખી સયાજી સવારીને અટકી ગઇ હતી.એક
તબક્કે સવારી અટકાવનાર કોણ છે ?તે જોવા લોકટોળાં જામ્યાં હતાં.
સયાજીરાવની જન્મજયંતીનો ઉત્સવ બન્યો વડોદરાનો, તસવીરો
વડોદરા શહેરના ભૂતપૂર્વ મહારાજા સર સૈયાજીરાવ ગાયકવાડનો રવીવારના રોજ
સમગ્ર શહેરમાં 150મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. તેમાં રવીવારના રોજ
વહેલી સવારે રોયલ ફેમીલી અને બીજા શહેરીજનો દ્વારા સયાજીરાવના સ્ટેચ્યુ
કાળા ઘોડા ખાતે વીએમએસએસ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ
મહારાહા સયાજીરાવ યુનિ.ની સાઈન્સ ફેકલ્ટી ખાતે રવીવારના રોજથી 2 દિવસીય
"સાયન્સ ફેર 2012"ની શરૂઆત થઈ હતી. જ્યાં ચાન્સેલર. વાઈસ ચાન્સેલર,
સીન્ડીકેટ અને સેનેટ મેમ્બરો અને વિદ્યાર્થીઓ દ્વારા સયાજીરાવના સ્ટેચ્યુને
ફૂલ અર્પણ કરી ફેરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેરમાં વિવિધ થીમ
પર પોસ્ટર કૉમ્પિટિશન, સાયન્સના પ્રોજેક્ટ અને એન્વાર્યન્મેટ વિભાગના
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભુષા ધારણ કરીને પોલ્યુશન અટકાવવાની ઝુંબેશ
હાથ ધરી હતી. અને શહેરના અલ્કાપુરી વિસ્તારમાં આવેલ સર્જન આર્ટ ગેલેરી ખાતે
રવીવારના રોજથી 32 મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ સયાજીરાવની યાદમાં તેમના
જીવન પર આધારિત 150 કટાઆઉટ પર કરેલ ચીત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું
હતું. જેને જોવા શહેરના કલારસિકો ઉમટી પડ્યા હતા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજંયતી નિમિત્તે બપોરે સાડા
ત્રણ વાગ્યા બાદ શહેરમાં નિકળનારી સયાજીસવારી અંતર્ગત આજે બરોડા સ્ટેટ
રેલવેનો ફ્લોટ પણ પ્રદિર્શત થશે. રેલવે એન્જિનના ઓરિજિનલ પાર્ટ્સ સાથેના
મિનિ રેલ્વે એન્જિનને જોવા આજે પ્રતાપનગર વિસ્તારમાં લોકોએ ભારે ભીડ જમાવી
હતી.
સવારે ડીઆરએમ ઓફિસથી આ ફ્લોટ નીકળીને પ્રતાપનગર બ્રિજ
નીચેથી પસાર થતો હતો ત્યારે બ્રિજ પર પણ લોકો આ ફ્લોટમાંના એન્જિનને જોવા
ટોળારૂપે એકત્ર થયા હતા. ત્યારબાદ તે નવા માંજલપુર બ્રિજના રસ્તે નવલખી આવી
પહોંચ્યો હતો.
રેલ્વે એન્જિન જેવો જ દેખાવ ધરાવતા આ ફ્લોટને
ફરતે બરોડા રેલવે સ્ટેટના ટૂંકા ઈતિહાસની સાથે જુના બરોડા સ્ટેટમાં રેલવે
સેવાની શરૂઆત કરનારા મહારાજા ગણપતરાવ, મહારાજા ખંડેરાવ, મહારાજા મલ્હાર રાવ
અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિશાળ ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યાં છે.
આ ઉપરાંત વડોદરા સ્ટેટમાં ક્યા વર્ષે ક્યાં રેલવે લાઈન શરૂ
થઈ,વર્કશોપની સ્થાપના કરાઈ જેવી માહિતી અને તેના જુના ફોટોગ્રાફ્સની મોટી
પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે. સયાજી સવારીમાં બરોડા સ્ટેટ રેલવેનો ફ્લોટ
અને મિની એન્જિન જોવાનું ચૂકશો નહીં.
|
કીર્તિ મંદિર ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડને પુષ્પાંજલિ -સ્વરાંજલિ
અર્પવા આયોજિત કાર્યક્રમમાં આવેલી યુવરાજ સમરજિત-રાધિકારાજેની બે નાની
દીકરીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. પહેલી વખત જાહેરમાં આવેલી બંને દીકરીઓએ
મમ્મી યુવરાણી રાધિકા રાજે સાથે સયાજીરાવની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવ્યા
બાદ નમન કર્યા હતા.
વડોદરાના મહારાજા રણજિતસિંહ-શુભાંગિનીદેવી રાજે ગાયકવાડના સુપુત્ર યુવરાજ સમરજિતસિંહ-યુવરાણી રાધિકારાજેને બે પુત્રીઓ છે. મોટી પુત્રી પદ્મજારાજે (સાડા પાંચ વર્ષ) જ્યારે નાની પુત્રી નારાયણી રાજે (સાડા ત્રણ વર્ષ) આજે પહેલી વખત જાહેર કાર્યક્રમમાં જોવા મળતાં શહેરીજનો આ બંને દીકરીઓને જોવા માટે એકત્ર થયા હતા. કેમેરાથી દૂર ભાગતી આ બંને દીકરીઓ તેમની મમ્મીથી સહેજપણ વિખૂટી પડતી નહોતી.
યુવરાજ સમરજિતસિંહની બે નાની દીકરીઓ આજના કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર તો બની જ હતી, સાથેસાથે રાજવી પરિવારના અન્ય સભ્યોના વ્હાલનો લ્હાવો તેમને મળ્યો હતો.

ઉજવણીમાં ૨૦થી વધુ ગાયકવાડ પરિવારો અને નાના રજવાડાઓ થયા સામેલ
આજે
યોજાયેલા સયાજીરાવના ૧૫૦મા જન્મદિનની ઉજવણીના કાર્યક્રમમાં રાજવી પરિવાર
ઉપરાંત શહેરમાં વસવાટ કરતા રાજવી પરિવાર સાથે સંલગ્ન ૨૦ થી વધુ ગાયકવાડ
પરિવારો તેમજ આસપાસના નાનાં રજવાડાઓના ઠાકોર સાહેબો ઉપસ્થિત રહ્યા હતા.
- ગાયકવાડ પરિવારોમાંથી ઉપસ્થિત રહેલા સભ્યો
અજયસિંહ ગાયકવાડ
અંશુમન ગાયકવાડ(કિક્રેટર)
આનંદરાવ ગાયકવાડ
શિવરાજસિંહ ગાયકવાડ
પ્રશાંત ગાયકવાડ
જય ગાયકવાડ
શાલીમાર ગાયકવાડ
શત્રુંજ્ય ગાયકવાડ
દેવેન્દ્રસિંહ ગાયકવાડ
વિશ્વજિતસિંહ ગાયકવાડ
અનિરૂદ્ધસિંહ ગાયકવાડ
ઉદયસિંહ ગાયકવાડ
મનીષ ગાયકવાડ
નિલેશ ગાયકવાડ
શિવાજીસિંહ ગાયકવાડ
અમીત નિરજ ગાયકવાડ
ઉમેશ ગાયકવાડ
વિરાજ ગાયકવાડ
હરસિજીત ગાયકવાડ
પ્રવીણસિંહ ગાયકવાડ
યશરાજસિંહ વી.સરદાર ઢમઢેરે
જયદીપસિંહ માણે
ભવાનીસિંહ પઢિયાર : મીયાગામ
હરદીપસિંહ ચૌહાણ : માતર
શક્તિસિંહ પઢિયાર : ખાંધા
વાત એક 'સર'ની જેણે લોકાના દિલો પર કર્યું હતું રાજ!
ખલીલ ધનતેજવી વરિષ્ઠ લેખક અને શાયર
- નોકરી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે જો બરોડા કોલેજનું સર્ટિફિકેટ હોય તો તેને ઈન્ટરવ્યૂ વગર જ નોકરી મળી જતી ! શિક્ષણ ફરજિયાત હતું અને ગેરહાજર રહેનાર વિદ્યાર્થીને દંડ કરવાની પ્રથા હતી. - ‘વાંચે ગુજરાત’ જેવું કોઈ અભિયાન ચલાવ્યા વગર શાળા ત્યાં લાઇબ્રેરીનો સિદ્ધાંત ગાયકવાડ સરકારે અમલમાં મૂક્યો હતો.
- માંડવા રોપીને કોઈ પણ પ્રકારના પ્રદર્શન વગર ગરીબો અને દલિતોના ઉદ્ધાર કાર્યને સયાજીરાવ ગાયકવાડે જવાબદારી પૂર્વક ઉપાડી લીધું હતું. ગયું વર્ષ કે ગઈ કાલ વખણાય, એ સૂત્ર હોય કે કહેવત હોય પણ એમાં તથ્ય હોવાથી એ લોકોકિત સદીઓથી આપણી વચ્ચે બોલાતી અને પ્રયોજાતી રહે છે. તેથી જ આપણી સાડા છ દાયકાની લોકશાહીમાં પણ એ આપણને ગુજિશ્તા સદીઓની યાદ દેવડાવે છે અને અનાયાસે જ બોલી જવાય છે કે આના કરતાં તો રાજાશાહી સારી હતી! આજે પાંચ વર્ષે ચૂંટણી ટાણે પ્રજાને યાદ કરવામાં આવે છે. ભૂતકાળમાં કેટલાક રાજાઓ સંપૂર્ણ પ્રજાલક્ષી હતા એમાં વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ સર્વોપરી હતા.
સર સયાજીરાવ ગાયકવાડે પ્રજાના તત્કાલિન પ્રશ્નો, તત્કાલીન સમસ્યાઓ, તત્કાલીન સમસ્યાઓ અને પ્રજાની જરૂરિયાતને તો હંમેશાં પ્રાથમિકતા આપી હતી. પરંતુ પ્રજાને જેની જરૂર પણ ન હોય કલ્પના પણ ન હોય એવી વર્ષો પછી પ્રજાને જેની જરૂર પડવાની છે એવી ભવિષ્યની જરૂરિયાતો પણ અગાઉથી પૂરી કરી આપી હતી. તબીબી સારવાર એ સરકારની જવાબદારી છે એવું પ્રજા જાણતી નહોતી ને એ અંગે પ્રજાની માગ પણ નહોતી. એવા સમયે પ્રજાના કશા દબાણ વગર નાનાં નાનાં બે ગામડા વસાવી શકાય એવા જમીનવિસ્તારમાં એસ.એસ.જી. હોસ્પિટલ અને સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી જે આજે પ્રજાની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે! એસ.એસ.જી. હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ ઊભી કરીને પ્રજાને નવા તબીબો પણ ઉપલબ્ધ કરાવ્યા છે.
બરોડા કોલેજે તે વખતે એવી પ્રતિષ્ઠા ઊભી કરી કે દેશવિદેશમાં નોકરી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે એનું સર્ટિફિકેટ હોય તો ઈન્ટરવ્યૂ લીધા વગરનું જ એને નોકરી માટે લાયક ગણી લેવાતા!ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ એ કદાચ ભારતમાં સૌપ્રથમ મહારાજા ગાયકવાડનું પ્રદાન છે.
આજે ગામડામાં બે ઓરડાની નિશાળ અથવા બે ઓરડાનું આરોગ્ય કેન્દ્ર માટે ગ્રામ પંચાયતે ઠરાવ પસાર કરવો પડે છે ને વિધાનસભા સુધી ફેરવીને દસ દસ વર્ષ સુધી ટલ્લે ચડાવી દેવામાં આવે છે ત્યારે મહારાજા ના યુગમાં પ્રજાની માગ કે દબાણ વગર પણ કોઈ પણ પ્રજાલક્ષી કરવા જ્યાં કામનો વિચાર આવતાં જ એ વિચાર ઠરાવ બનીને તાત્કાલિક અમલમાં આવી જતો હતો. બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય અને મ્યુઝિયમ પ્રજાની માગ નહોતી.
મહારાજા સયાજીરાવની દીર્ધ દ્રષ્ટિનું પરિણામ હતું, જે આજે લોકોપયોગી પુરવાર થઈ રહ્યું છે. આરોગ્ય અને શિક્ષણ એ ગાયકવાડી સરકારની પ્રાથમિક અને અનિવાર્ય કામગીરીમાં સામેલ હતું. પરિણામે નાનાં ગામડાંઓમાં બે ઓરડાની શાળા અને શાળાના મકાનને સંલગ્ન શિક્ષકો માટે એક રૂમરસોડાની ઓરડીઓ પણ ઊભી કરાતી.
ગાયકવાડ સરકારે શિક્ષણને ફરજિયાત બનાવ્યું હતું ને એનો પૂરેપૂરો અમલ થાય એ માટે ગેરહાજર રહેતા વિદ્યાર્થીને દંડ કરવાની પ્રથા દાખલ કરી હતી. ‘વાંચે ગુજરાત’ જેવું કોઈ અભિયાન ચલાવ્યા વગર શાળા ત્યાં લાઇબ્રેરીનો સિદ્ધાંત ગાયકવાડ સરકારે અમલમાં મૂક્યો હતો. સાવલી તાલુકામાં આવેલું ગામ ધનતેજ ગાયકવાડી શાસન હેઠળ હતું અને તે વખતના સમગ્ર ભારતની જેમ ધનતેજ પણ ખેતીપ્રધાન હતું. કામ ખેતીનું, વાતો અને ચર્ચાઓ પણ ખેતી વિષયક જ! ખેતી સિવાય કોઈ વિષય હોઈ શકે એની કલ્પના પણ કોઈ કરતું ન હતું.
તે વખતે માંડ એકાદ હજાર માણસોની વસ્તી ધરાવતા નાનકડા ધનતેજ ગામમાં શાળા ત્યાં લાયબ્રેરીના સિદ્ધાંત મુજબ ચાર કબાટ અને અઢીસો પુસ્તક ધરાવતી લાઇબ્રેરી ઊભી કરાઈ હતી અને લોકોને વાંચતા કર્યા હતાં. આજે હું જે કઈ વાંચી કે લખી શકું છુ એ લાયકાત મને મારી શાળાની લાઇબ્રેરી દ્વારા જ પ્રાપ્તથઈ હતી. એટલું જ નહીં, કોઈ પણ પ્રકારના પ્રદર્શન વગર ગરીબો અને દલિતોના ઉદ્ધારને સયાજીરાવે જવાબદારી પૂર્વક ઉપાડી લીધું હતું. આજે આટલાં વર્ષે પણ એમના કાર્યની પ્રશંસા થાય છે! એમની દોઢસોમી જન્મજયંતી ઉજવાય છે. એમાં નવી પેઢીનો ઉમળકો જોવા મળે છે. સયાજીરાવ પ્રજાલક્ષી હતા, એનો આ પુરાવો છે!

સર સયાજીરાવ: યુગપ્રવર્તક અષ્ટાવધાની શાસક
સયાજીરાવનું
ગાદી પર આવવું એ વડોદરાના રાજ્ય સિંહાસનને થયેલો એક કલ્પનાતીત સુખદ
અકસ્માત હતો - વડોદરા રાજ્યની પ્રજા અને સમગ્ર ભારતવર્ષ માટે. એક ગ્રામીણ
ગોવાળિયાને ઉચ્ચ કોટિના રાજા બનાવવાનો નિયતિનો ચમત્કાર!
- મહારાજાએ વહીવટમાં ગુજરાતી ભાષાનો અમલ શરૂ કર્યો. આવી કુનેહને કારણે જ આ મરાઠી રાજા ગુજરાતમાં ફકત ટકી રહ્યો નહીં પણ તેમના હૃદયમાં વસી ગયો.
વરિષ્ઠ લેખક અને નાટ્યકાર
સન ૧૮૭૫ થી ૧૯૩૯! તે હતો વડોદરાના સર્વોચ્ચ વૈભવનો સમય. અને એ વૈભવ ફકત રાજપ્રાસાદનો, હાથીઘોડાનો, સવારી-અંબાડીનો, દરદાગીનાનો જ નહોતો, તે હતો મનનો, તનનો, સુસંસ્કૃતપણાનો, કલા-આવિષ્કારનો, કલાપ્રેમનો, વિદ્યાનો, શાસ્ત્રોનો, સાહિત્યનો, સાહિત્યપ્રેમીઓનો, રાજાના પ્રજાવાત્સલ્યનો, કુશળ રાજ્યશાસનનો, પોતાપણાનો, અગત્યપણાનો, એન્ડ વોટ નોટ...!!!
આ સર્વ વૈભવ પર સ્વ.મહારાજા ગાયકવાડનું કર્તૃત્વ નિશ્વિતપણે અંકિત હતું. અને આ બધું અંગ્રેજોના આધપિત્ય નીચે રહેવા છતાં -હાથ બંધાયેલા હોવાની અવસ્થામાં હતું ! સયાજીરાવનું ગાદી પર આવવું એ વડોદરાના રાજ્ય સિંહાસનને થયેલા એક કલ્પનાતીત સુખદ અકસ્માત હતો. વડોદરા રાજ્યની પ્રજા માટે -સમગ્ર ભારતવર્ષ માટે એક ગ્રામીણ ગોવાળિયાને ઉચ્ચ કોટિના રાજા બનાવવાનો નિયતિનો ચમત્કાર!
ચક્રવર્તી રાજગોપાલાચારીએ લખ્યું છે કે, ‘‘અવૉચીન ભારતમાં માત્ર બે જ મહાન રાજાઓ થઈ ગયા, એક શિવાજી મહારાજ અને બીજા સયાજીરાવ!’’ ટિળક કહેતા કે ‘આદર્શ રાજ્યવહીવટ કેવી રીતે કરવો, તે કોઈ વડોદરા જઈને શીખે. તે ભાવી સ્વતંત્રય ભારતની લેબોરેટરી છે.’
અનેક સામાજિક બાબતોમાંમહારાજાએ ક્રાંતિકારી સુધારા કર્યા અને તેને કાયદાના રૂપ આપ્યાં .તેનું એક ઠોસ ઉદાહરણ એટલે હિંદુ પૌરોહિત્ય પરવાના કાયદો (૧૯૦૫). આ કાયદા પ્રમાણે ફકત બ્રાહ્નણ જ નહીં પણ દલિત સહિત કોઈ પણ જાતિની વ્યક્તિ સરકાર દ્વારા ચલાવાતા પુરોહિત સંબંધી અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થાય તો તેને લગ્ન તથા ઇતર શુભ કાર્યોમાં પુરોહિતકર્મ કરવા માટે સરકારી પરવાનો પ્રાપ્તથતો. જે પુરોહિત પાસે આ પરવાનો ન હોય તેમણે કરાવેલ લગ્ન ગેરકાયદેસર ગણાતાં. સ્વતંત્ર ભારતમાં આ કાયદો રદ થયો. ‘મેં કરેલા કાયદાને લીધે તરત જ સમાજ સુધરશે એવા ભ્રમમાં હું જરાય નથી, પણ તે કારણે સુધારાને ચોક્કસ ગતિ મળશે એવો મને વિશ્વાસ છે.’ એમ મહારાજ કહેતા. સો વર્ષથી પણ વધારે વર્ષ વહી ગયાં પછી પણ આપણે આવા, આ- આજે પણ બંડખોર લાગતા કાયદા માટે માનસિક રીતે તૈયાર છીએ ખરાં? એનો પ્રામાણિક ઉત્તર દરેકે પોતાને આપવો જોઈએ.!
મહારાજાએ વહીવટમાં ગુજરાતી ભાષાનો અમલ શરૂ કર્યો. આવી કુનેહને કારણે જ આ મરાઠી રાજા ગુજરાતમાં ફકત ટકી રહ્યો નહીં પણ તેમના હૃદયમાં વસી ગયો. આના કરતાં તો અમારી ગાયકવાડી ખૂબ સરસ હતી, એમ આજે પણ વડોદરામાં અનેક ગુજરાતી વૃદ્ધો નિસાસો નાંખી કહેતા હોય છે.
મહારાજ ફકત ઉત્તમોત્તમ યોજના તૈયાર કરાવી તેનો અમલ કરાવવામાં અથવા પ્રતિભાવાન વ્યક્તિના કતૃgત્વને ખિલવવાના જાણકાર જ નહોતા પણ તેમને પોતાને પ્રશાસનની ઉત્તમ સમજ હતી. આનું એક બોલતું ઉતાહરણ કહું છું. મરાઠી ઈતિહાસકાર સ્વ.શ્રી ગો.સ.સરદેસાઈ મૂળ પૂણેના. તે લગભગ ૩૫ વર્ષ મહારાજાની સેવામાં હતા. અંગત મદદનીશથી માંડી રાજ્યમાં ઉચ્ચપદ પર તેમણે કામ કર્યું. મહારાજ સાથેની પહેલી મુલાકાતનું વર્ણન તેમણે લખી રાખ્યું છે.
સન ૧૮૮૭માં મહારાજ મહાબળેશ્વરમાં હતા. તેમને એક ‘રીડર’ની જરૂર હતી. એક પરિચિતે ત્યારે તાજેતરમાં ગ્રેચ્યુએટ થયેલા યુવાન સરદેસાઈને તેમની પાસે મોકલ્યા. મુલાકાતનો સમય સવારે નવનો કહેવામાં આવ્યો હતો. સરદેસાઇ તે પ્રમાણે પહોંચ્યા હતા. પણ સમય બાબત કંઇક ગોટાળો થયો હતો. સાડા બાર સુધી મહારાજાની મુલાકાત થઇ નહિ. દિલગીરી વ્યક્ત કરીને સેક્રેટરી તેમને મહારાજાની મુલાકાતે લઇ ગયા. મહારાજાએ આ યુવકને એકવાર પગથી માથા સુધી નિહાળ્યો અને ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. મહારાજાએ તેને અંગ્રેજીમાં ડિકટેશન આપવાની શરૂઆત કરી. સરદેસાઇ ખુરશી પર બેઠા હતા તથા મહારાજ તેમની આસપાસ ફરતાં ફરતાં ડિકટેશન આપતા હતા. તેનાથી સરદેસાઇને સંકોચ થતો હતો.
વડોદરા રાજ્યના બારખળી (જમીન મહેસૂલ, સંપાદન અને મૂલ્યાંકન) ખાતાની સૂચિત સુધારણા માટે દીવાનોને લખેલો મહારાજાનો તે પત્ર હતો. વચ્ચે જ મહારાજા તેમને લખેલ પત્ર વાંચી સંભળાવવા કહેતા. આમ લગભગ ચાર કલાક ચાલ્યું. સરદેસાઇનું કામ મહારાજને પસંદ પડ્યું હતું. પચ્ચીસેક પાનાં લખાયાં હશે. અચાનક સેક્રેટરી મહારાજાની માફી માગી અંદર આવ્યા. કંઇક ખચકાતાં, અપરાધીભાવે તેમને મળવાના સમય બાબતે થયેલા ગોટાળા અંગે મહારાજને કહ્યું. મહારાજાએ તરત જ કામ થંભાવ્યું. સરદેસાઇને કહ્યું, આ તમે મને પહેલાં કેમ ન કહ્યું ? ‘‘ઊઠો, જમી લો અને હવે આવતીકાલ સવારે આવજો.’’
ભોજન માટે મુકામ પર પાછા ફરતી વખતે યુવાન સરદેસાઇ ભાવવિભોર થઇ ગયા હતા. આવા જટિલ વિષય પર મહારાજાનું જ્ઞાન અનુભવીને તે અક્ષરશ: ચકિત થઇ ગયા હતા !!

સમાજસુધારાના પુરોગામી અને સ્વાતંત્રય પ્રેમી : સયાજીરાવ
ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશનની ૧૧ એપ્રિલ ૧૯૩૮ના રોજ લંડનમાં યોજાયેલ બેઠકમાં સર સયાજીરાવે આ પ્રમાણે કહ્યું હતું,
- ‘‘ભારત મુક્તિ માંગે છે એ એને ઝડપથી, ડહાપણભરી રીતે યોગ્ય રસ્તે આપવી વાજબી ગણાશે
- મૌલા-બક્ષ , ઉસ્તાદ ફૈયાઝખાન અને વિશ્વવિખ્યાત ચિત્રકાર રાજા રવિવર્માને પણ રાજ્યાશ્રયે આકર્ષ્યા હતા
ભારતને સ્વતંત્રતા મળી તે પહેલાંના ભારતમાં ૬૦૦થી વધુ દેશી રજવાડાં હતાં. એમાં ટચુકડાં એકાદબે ગામના રાજવીથી માંડી, જયપુર, મૈસૂર, નિઝામ અને વડોદરા જેવાં મોટાં રજવાડાંનો સમાવેશ હતો. પણ આ બધામાં વડોદરાના રાજવી સયાજીરાવ ત્રીજાના કારણે આ બધામાં વડોદરા રાજ્યનું એક અનોખું સ્થાન હતું. સયાજીરાવ ત્રીજાનો શાસનકાળ ૧૮૭૫ થી ૧૯૩૯નો હતો. રાષ્ટ્રના સ્વતંત્રતાના યુદ્ધની નજરે એ ‘‘સત્તાવન’’ના વિપ્લવ અને ગાંધીજીના નમક સત્યાગ્રહ વચ્ચેનો ગાળો હતો.
વડોદરા રાજ્યનું આવું અનોખું સ્થાન માત્ર એ કારણે નહોતું કે સયાજીરાવ દયાળુ અને પ્રજાપ્રેમી રાજવી હતા; કારણ રાજવીની લાંબી યાદીમાં દયાળુ અને પ્રજાપ્રેમી બીજા કેટલાક રાજવીઓ હતા પણ સયાજીરાવમાં સુરેખ વહીવટ માટેની તીવ્ર ઝંખના અને સતત જીવંત દીર્ઘદ્રષ્ટિ હતી. આના કારણે સયાજીરાવ અરવિન્દ ઘોષ જેવા અનેકને આકર્ષી શક્યા હતા. તો બીજી બાજુ અસ્પૃશ્યતાના યુગમાં, એમની ઉદાર નીતિએ ડૉ. આંબેડકરને એમના ઊચ્ચ વિદ્યાભ્યાસમાં સહાયભૂત થવા પ્રેર્યા હતા.
સયાજીરાવ સતત વિકાસની બાબતમાં પરદેશી શાસનની હરીફાઇ કરતા. અંગ્રેજોએ મુંબઇ, અમદાવાદને રેલવેથી જોડતી બીબી એન્ડ સીઆઇ કંપની રચી રેલજોડાણ ઊભું કર્યું તો તુરત જ સયાજીરાવે બરોડા સ્ટેટ રેલવે (બી.એસ.આર.) ઊભી કરી વિશાળ નેટવર્કથી પોતાના રાજ્યના વિસ્તારોને જોડી દીધા. એમના સંગીત અને કલાના શોખ અને પરખે ભારતીય સંગીત ક્ષેત્રે મૌલા-બક્ષ અને ઉસ્તાદ ફૈયાઝખાનને રાજ્યાશ્રય આપ્યો. વિશ્વવિખ્યાત ચિત્રકાર રાજા રવિવર્માને પણ આ જ રાજ્યાશ્રયે આકષ્ર્યા હતા.
બ્રિટિશ શાસન એક બાજુ ભારત પર મેકાલેની શિક્ષણપદ્ધતિ વિસ્તારવા ઉત્સુક હતું જેથી ભારતીય પ્રજા માત્ર કારકુનો પેદા કરે તો, સયાજીરાવને શિક્ષણ અને સાક્ષરતાનો પ્રસાર કરી ભારતીય પ્રજાને વિશ્વના વિવિધ વિકાસ સાથે જોડવાની ખ્વાહીશ હતી. એટલે એમણે છેક ૧૮૯૩માં અમરેલી પ્રાંતના અમરેલી તાલુકામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો પ્રયોગ કર્યો અને માત્ર એક દશકામાં એટલે ૧૯૦૬માં સમગ્ર વડોદરા રાજ્યને એની નીચે આવરી લીધું. આના સંદર્ભ આપણે યાદ રાખવું ઘટે કે ભારતે પ્રાથમિક શિક્ષણને ભારતના નાગરિકના બંધારણીય અધિકાર તરીકે સ્થાપવા અત્યારે કાનૂન ઘડ્યો છે. માત્ર પ્રાથમિક શિક્ષણ નહિ પણ ઉચ્ચશિક્ષણમાં પણ એ અગ્રેસર હતા.
હાલની વિશાળ ગુંબજવાળી બરોડા કોલેજનો પાયો તો સયાજીરાવે ૧૮૭૧માં નાંખ્યો હતો. અને ૧૯૨૩માં તો એની સુવર્ણજયંતી ઉજવાઇ ત્યારે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ‘બરોડા કોલેજ તો વડોદરા રાજ્યમાંના શિક્ષણપ્રસારનું પ્રતીક છે’ અને આ બરોડા કોલેજમાં અરવિન્દ ઘોષ અધ્યાપક તરીકે આવ્યા હતા. અને વખત જતાં આ જ બરોડા કોલેજે ભારતને ડૉ. આઇ.જી. પટેલ જેવા અર્થશાસ્ત્રી આપ્યા. જે વિશ્વવિખ્યાત શિક્ષણસંસ્થા લંડન સ્કૂલ ઓફ ઇકનોમિકસ - (જફઉ)ના પ્રથમ બિનગોરા એશિયન ડિરેક્ટર બન્યા.
બરોડા કોલેજની સાથોસાથ સયાજીરાવે છેક ૧૮૭૧માં બરોડા હાઇસ્કૂલ; ૧૯૧૧માં મહારાણી ચિમનાભાઇ હાઇસ્કૂલ અને ૧૯૦૫માં મહારાણી ગર્લ્સ સ્કૂલ સ્થાપી પુરુષ અને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવાની સગવડો ઊભી કરી. સયાજીરાવને હતું કે પ્રજા એકવાર સાક્ષર થશે તો એને વિશ્વના જ્ઞાન જોડે જોડવા પુસ્તક જોઇએ. આ હેતુથી ૧૮૭૨માં એક નાનું રાજ્યપુસ્તકાલય શરૂ કર્યું અને પછી ૧૮૭૭માં ગ્રામસ્તરે વાંચનાલય ખોલાય અને માટે એ કોઇ ગામડું વાંચનાલય માટે તૈયાર થાય તો રાજ્યે બે તૃતીયાંશ હિસ્સો આપવાની યોજના અમલમાં મૂકી. દેશમાં પ્રથમ લાઇબ્રેરી એક્ટ અમલમાં મૂક્યો. જેના ફળસ્વરૂપ વડોદરાની ઐતિહાસિક સેન્ટ્રલ લાઇબ્રેરી આજે ૧૦૦ વરસ જુની છે.
સયાજીરાવને પોતાની યુનિવર્સિટી સ્થાપવાની તીવ્ર ઇચ્છા હતી પણ અંગ્રેજી શાસન પશ્ચિમ ભારતમાં બોમ્બે યુનિવર્સિટી સિવાય બીજી યુનિવર્સિટી થાય તેમ નહોતું ઇચ્છતું. પરિણામે સયાજીરાવે ૧૯૭૨, ૧૯૦૮, ૧૯૧૩ અને ૧૯૧૫માં પ્રયાસ કર્યા, પણ ન ફળ્યા એટલે પછી એમણે ઉચ્ચ શિક્ષણ માટેની વિવિધ સંસ્થા કલાભવન સયાજી હોસ્પિટલ વગેરે ઊભાં કરી દીધાં જેને પરિણામે સ્વરાજ્ય અને રાજ્યના વિલિનીકરણ પછી તુરત જ ૧૯૪૯માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સ્થાપી શકાઇ, કારણ કેમ્પસ તો તૈયાર હતું જ. આવા સામાજિક, શૈક્ષણિક અને સંસ્કારિક વિકાસથી સયાજીરાવ સંતૃષ્ટ નહોતા. તો સાહસિક અને હિંમતવાન પણ હતા.
ભારતના રાજવીઓમાં એ સમયે સયાજીરાવ કદાચ એકલા જ હતા કે જેમણે છેક ૧૮૯૨માં અંગ્રેજી શાસનની મર્યાદામાં ભારતની સ્વતંત્રતા માગી અને ૧૯૩૮માં એમણે બ્રિટિશ નાગરિકોને ભારતને જલ્દીથી સ્વતંત્રતા આપવા અનુરોધ કર્યો. ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશનની ૧૧ એપ્રિલ ૧૯૩૮ના રોજ લંડનમાં યોજાયેલ બેઠકમાં સર સયાજીરાવે આ પ્રમાણે કહ્યું હતું, ‘‘ભારત મુક્તિ માંગે છે એ એને ઝડપથી, ડહાપણભરી રીતે યોગ્ય રસ્તે આપવી વાજબી ગણાશે.’’
આટલી હિંમત છતાં સયાજીરાવ એમની મર્યાદા સમજતા હતા. છતાં સયાજીરાવ ભારતની સ્વતંત્રતા અને ગાંધીજીના સદાય હમદર્દ રહ્યા છે. ૧૯૩૦માં ગાંધીજીએ નમક સત્યાગ્રહ માટે દાંડીયાત્રા કાઢી ત્યારે દાંડી વડોદરા રાજ્યના નવસારી પ્રાંતમાં હતું. એ સમયના નવસારી પ્રાંતના સુબા (હાલના કલેક્ટર)એ ઘણાં વરસ પહેલાં મને કહેલું કે ‘‘દાંડીયાત્રા સમયે સુબા તરીકેની ફરજ બજાવવી તલવારની ધાર પર ચાલવા જેવું મુશ્કેલ હતું કારણ કે દાંડીયાત્રા પર સતત નજર રાખવા બ્રિટિશ સલ્તનતે ગોરા અધિકારીને નવસારીમાં રાખ્યા હતા. ગાંધીજીને કોઇ અડચણ ન પડે કે તેમના તરફ જરાસરખી ગેરવર્તણૂંક ન થાય તે જોવાની સયાજીરાવની સૂચના હતા.’’

સર સયાજીરાવ :આ કેવો ચમત્કાર?
શ્રી પાંડુરંગ મહાદેવ બાપટ ઉર્ફે સેનાપતિ બાપટ વીર સાવરકરના સાથીઓમાંના એક હતા તથા તેમની ‘અભિનવ ભારત’ સંસ્થાના સક્રિય સભ્ય હતા. મુંબઇ યુનિવર્સિટીની સર મંગળદાસ નાથીબાઇ સ્કોલરશિપ લઇને આગળના અભ્યાસ માટે તેઓ વિદેશ (ઇગ્લેન્ડ) પહોંચ્યા હતા.
ઇ.સ. ૧૯૦૬માં ત્યાં જ એમણે પોતાના એક સાથી શ્રી આર.પી.પ્રધાનને સાથે લઇને મહારાજાની મુલાકાત લીધી હતી. શ્રી પ્રધાન નાસિકના રહેનારા હતા. એ મુલાકાતમાં શ્રી બાપટે મહારાજને કહ્યુ હતું મહારાજ, આપને માટે મારા મનમાં પૂરો આદરભાવ છે પરંતુ રાજતંત્ર અને બીજા દેશી રાજાઓ માટે તમારા મનમાં તિરસ્કારની ભાવના જ છે.
મહારાજાએ હસતાં હસતાં કહ્યું હતું : હુ પોતે પણ રાજતંત્ર કે સામંતશાહીને પસંદ નથી કરતો. મારા રાજ્યમાં તો મેં લોકતાત્મક શાસનવ્યવસ્થાના પ્રયોગો આદરી દીધા છે. આ જ શ્રી બાપટના એક પત્રનો અહીં ઉલ્લેખ કરવો પણ યોગ્ય રહેશે જે એમણે ૨૫ જાન્યુઆરી ૧૯૩૮ના દિવસે મહારાજને સંબોધીને લખ્યો હતો એ પત્રો ખરડો કંઇક આ પ્રકારનો છે જો સયાજીરાવે વડોદરામાં લોકતંત્રની સ્થાપના કરીને રાજ્યનો ત્યાગ કર્યો હોત તો એમની ખ્યાતિ વડોદરા રાજ્યના સંસ્થાપક મહાપુરુષની તુલનામાં ચોક્કસ જ અધિક હોત.
જો મહારાજે લોકશાહીની સ્થાપના કરીને પોતાના તમામ અધિકારો લોક પ્રતિનિધિઓને સોપી દીધા હોત તો અંગ્રેજો તેમનું શું બગાડી લેત? એ જ ન ેકે ક્યાં તો એમને ગાદી પરથી ઉતારી દેત અને રાજ્યને ખાલસા કરી દેત કે બીજું પણ કંઇક કરત? એથી વધારે તેઓ મહારાજાનું કે લોકોનું શું બગાડી શક્યા હોત ? એમને કોઇ હાનિ પહોંચી શકી ન હોત. લોકતાંત્રિક પદ્ધતિની સ્થાપનાને માટે કરાયેલા સયાજીરાવના ત્યાગની સામે કશું પણ અનિષ્ઠ સંભવ નહોતું.
એ જ પત્રમાં શ્રી બાપટે ધોષણા કરી હતી કે ૨૩ જુલાઇ ૧૯૩૯ સુધીમાં જો કોઇ ચમત્કાર જોવા ન મળે તો તેઓ જળસમાધિ લઇ લેશે. એ ચમત્કાર બીજો કશો નહીં, એ જ હોય કે મહારાજાએ તારીખ સુધીમાં એનાથી થોડુંક પહેલાં વડોદરાને લોકતંત્રાત્મક રાજ્ય ધોષિત કરશે પણ આપણે જાણીએ છીએ કે એ તારીખ પહેલા જ મહારાજાએ તા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ આ સંસારમાંથી વિદાય લઇ લીધી હતી.
ત્વરિત નિરાકરણ
દ્વારાકાના એક સિપાહીએ તેના તેહસીલદાર દ્વારા થયેલા અન્યાય અંગે મહારાજને પોસ્ટ કાર્ડ લખ્યું અને...
સયાજીરાવે પોતાના પ્રજાજનોમાં નાના- મોટા સૌનો એટલો વિશ્વાસ મેળવી લીધો હતો કે તેઓ તેમને પોતાના ઘણા નજીકના માનતા લોકોને એ વાતની પૂરી ખાતરી હતી કે એમના પ્રત્યે રાજ્યના કોઇ પણઅધિકારીએ કરેલા અન્યાયની ફરિયાદ લઇને જો તેઓ મહારાજ પાસે જશે તો એમની સુનાવણી તો થશે જ , ફરિયાદનું તરત જ નિરાકરણ પણ આવી જશે. આમ જનતામાં તેઓ કોઇના સ્વજન હશે તો કોઇકને માટે ભગવાન એમના દર્શન થતાં જ મારું ભાગ્ય ખુલી જશે એવો એક મનોમન વિશ્વાસ એમના પ્રત્યે જનસાધારણમાં હતો.
આ સંદર્ભમાં એક પ્રસંગ ઘણો જાણીતો છે કહે છે કે દ્વારકાનો કોઇક સિપાઇ જે ત્યાંના તહેસીલદારના હાથ નીચે રાજ્યની સેવામાં હતો તેણે એક પોસ્ટકાર્ડમાં પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ એક ફરિયાદ લખીને મહારાજાની પાસે મોકલી આપી ત્યાના સમયગાળામાં શ્રી ગો.સ. સરદેસાઇ મહારાજાના ‘રીડર’ હતા. એમણે આ પત્ર મહારાજને વાંચી સંભળાવ્યો ખબર પડી કે એ ફરિયાદનો સંબંધ રેવન્યૂ ખાતા સાથે હતો.
મહારાજાએ તરત જ એ પત્ર એ વિભાગના મુખ્ય અધિકારીને મોકલીને હુકમ કર્યો કે દ્વારાકાના સિપાઇની ફરિયાદની બાબતમાં સાચાખોટાની તપાસ કરાય અને એને યોગ્ય ન્યાય કરાયા વિશેની સૂચના મને આપવામાં આવે. પરિણામે બે જ દિવસમાં ફરિયાદનો નિકાલ આવી ગયો અને પછીથી સિપાઇ તરફથી મહારાજાને બીજો પત્ર પણ મળ્યો જેમાં લખ્યું હતું ‘મને ન્યાય મળી ગયો છે, હવે કોઇ ફરિયાદ નથી.’
મળવું જ પૂરતું નથી
એક માણસને હંગામી ધોરણે રાજ્યની નોકરીમાં રાખ્યો હતો અને એને મહારાજાના હુકમથી આમ તેમનું સાધારણ જેવું કામ સોંપવામાં આવ્યું હતું. એ માણસને પોતાને સોંપાયેલા કામનો કામથી અસંતોષ હતો. એને વારંવાર એ વાત મનમાં ખટક્યા કરતી કે એને જે કામ સોંપવામાં આવ્યું છે. તે એની યોગ્યતા પ્રમાણેનું નહોતું નીચા દરજજાનું કામ હતું. એટલે એ ઇચ્છતો હતો કે એને એની યોગ્યતા પ્રમાણેનું કામ આપવામાં આવે. એના મનમાં આવ્યું કે આ બાબતમાં મહારાજાને પ્રત્યક્ષ મળીને પોતાની તકલીફ એમની સમક્ષ મૂકવી જોઇએ. આથી મહારાજાને મળવાના પ્રયાસોમાં એણે વારંવાર રાજમહેલના ચકકર લગાવવા શરૂ કર્યા. મહિનો પંદર દિવસ સુધી કવાયત કર્યા પછી એને મહારાજાને મળવાનો મોકો મળી શક્યો નહી.
એક દિવસ સાંજના સમયે મહારાજા પોતાના નિત્યના ક્રમમાં ફરવા જવા માટે મહેલનો દાદર ઉતરતા હતા ત્યારે એણે તક ઝડપી લીધી અને દાદરના પગથિયા પાસે જઇને એમને મુજરો કર્યો અને તરત પોતાની ફરિયાદ એમની સમક્ષ રજુ કરી. આખી વાત સાંભળી લીધા પછી મહારાજાએ એને એવો ખખડાવી નાખ્યો કે ત્યાં હાજર રહેલા લોકોને માટે પણ ઊભા રહેવાનું ભારે થઇ ગયુ છેવટે એમણે કહ્યું મને મળવાના પ્રયાસમાં રાજમહેલમાં આવા જવામાં તમે નકામા જ આટલા દિવસ બગાડ્યા.
આ દરમ્યાન તમને જે કામ સોંપાયું હતુ તેને કુશળતાપૂર્વક કરી બતાવીને તમારા વિશે તમારા ઉપરી અધિકારીનો સારો અભિપ્રાય મેળવ્યો હોત તો તમારા વિશે મારો મત સારો બન્યો હોત જાઓ અને સારી રીતે ફરજ બજાવીને તમારી યોગ્યતાનું પ્રમાણ આપો. તે પછી નિયમાનુસાર તમારી માગણી મારી સામે મૂકજો ત્યારે મારે જે કરવાનું હશે તે હું કરીશ. માત્ર મારી સાથે મુલાકાત કરવાથી તમને કોઇ લાભ થવાનો નથી.
મિલન : કૃષ્ણ-સુદામાનું
દોમદોમ સાહેબી વચ્ચે જીવતા સયાજીરાવને એમના બાળસખાની વારંવાર યાદ આવતી અને એક દિવસ એ ગ્રામીણ સખા ‘ચિંધા’ને વડોદરા પેલેસમાં લઈ અવાયો
મહારાજાના પૈતૃક ગામ કવલાણા(મહારાષ્ટ્ર)માં ચિંધા નામનો એમનો એક બાળસખા હતો. બંનેની ગાઢ મિત્રતા હતી. મહારાજા વડોદરા આવી ગયા પણ એમનો આ બાલમિત્ર અહીં આવી શક્યો ન હતો. લગભગ પંદર વર્ષનો સમય વીતી ગયો હતો. પણ મહારાજાને એની સ્મૃતિ એવી ને એવી જ તાજી હતી. છેવટે એમણે એક દિવસ એને વડોદરા બોલાવવાની વ્યવસ્થા કરી અને એવો દિવસ પણ આવ્યો જ્યારે ચિંધા વડોદરામાં હતો. સંપતરાવ ચિંધાને લઈને રાજમહેલ તરફ રવાના થયા. મહારાજા ત્રીજા માળના દીવાનખાનામાં ચાંદીના એક ભવ્ય સોફા પર બેઠા હતા.
જેવો ચિંધા દીવાનખાનામાં પ્રવેશ્યો કે મહારાજાને જોતાં જ એને શિખવેલો મુજરો વગેરેનો શિષ્ટાચાર ભૂલી ગયો અને સહજ રીતે એના મોંમાથી પહેલા શબ્દો નીકળી પડ્યા. ‘અચ્છા આ... તો તું આ ઊંચી જગાએ આવીને બેસી ગયો છે!’ મહારાજાએ હસતાં હસતાં એને પોતાની સાથે ઊંચા આસન પર બેસાડતાં પૂછ્યું, ‘ક્યારે આવ્યો તું?’ ‘કાલે જ આવ્યો.’ બેસતાં ચિંધાએ ઉત્તર આપ્યો.
‘કેમ? શુ ચાલે છે તારું?’ ‘આપણને તો મજા છે. એક છોકરો લોકોને ત્યાં મજુરી કરવા જાય છે. મજામાં છે. બીજો ગાયો સંભાળે છે. એક છોકરી હતી તેનાં લગન કરી નાખ્યા છે. ‘આપણ તો હવે ચારે ચરણ ખુલ્લા થઈ ગયા છે.’ ‘કંઈ કામ-બામ પણ કરે છે કે એમ જ...’
‘હા રે. ગામની ચોકીદારી કરું છું ને!’ ‘બહુ સરસ, ખેતીવાડી કેમ છે ત્યાં?’ ‘એને વિશે તો કંઈ પૂછતા જ નહીં, મહારાજ! પાણીના અભાવે ખેતી સુકાઈ રહી છે. એની સામે તો હવે જોવાતું પણ નથી. જે પોખરામાં આપણે નહાતા હતા તેમાં હવે પીવા જેટલું પણ પાણી નથી?’
‘તો પછી ગાયો-ભેંસોને માટેનો ઘાસચારો....’ ‘ઘાસનું તો તણખલું યે ઊડી ગયું છે. ગાય-બળદને ડાંગમાં(ગુજરાતનો એક જિલ્લો) મોકલી આપ્યાં છે.’ ‘અરે રે!’ મહારાજા અંદરથી હાલી ઉઠ્યાં.
‘તમારે તો બસ મજા જ છે. ગામના બધા લોકો કરતાં તમારી-પરિસ્થિતિ સારી છે.’ ‘હા, એ તો છે.’ ‘પણ જનમભર આવી જ રહેશે કે?’ ચિંધાએ પૂછ્યું.
આ છેલ્લો પ્રશ્ન સાંભળીને મહારાજા ગંભીર થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે ગામની આ અભણ વ્યક્તિ રાજનૈતિક જીવનની અસ્થિરતા વિશે સહજભાવે જ કંઈક બોલી ગઈ. એ દિવસોમાં અંગ્રેજ સત્તાધીશો મહારાજા વિરુદ્ધ ષડ્યંત્રો કરવામાં લાગ્યા હતા. ચિંધાનું સાંજનું ભોજન મહારાજા સાથે જ થયું. જુની યાદો તાજી થઈ.
પ્રિન્સ એમંગ પેઇન્ટર્સ
રાજા રવિ વર્માએ કહ્યું આ ચિત્રો રાજમહેલ પુરતાં જ સીમિત ન રહે પણ શહેરનાં સામાન્ય લોકોને પણ આ ચિત્રો જોવાનો અવસર મળવો જોઇએ
સુપ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા લક્ષ્મીવિલાસ પેલેસના પરિસરમાં જ એક એકાંત બંગલામાં રહીને પોતાની સાધનામાં મગ્ન રહેતા હતા. એમાં એમની એક ચિત્રશાળા પણ હતી. મહારાજાએ એકવાર એમના ચિત્રો જોવાની ઇચ્છા વ્યક્ત કરી. એક દિવસ તેઓ ચિત્રો જોવા પહોંચી ગયા. એ બધાં જ ચિત્રો રામાયણ અને મહાભારતના પ્રસંગોના વિષય લઇને બનાવવામાં આવ્યા હતા. ચિત્ર જોઇને મહારાજાએ ઊંડો સંતોષ વ્યક્ત કર્યો. પછી કહ્યું મેં ઘણીવાર યુરોપના અનેક સંગ્રહાલયોમાં બાઇબલ અને ગ્રીક પુરાણકથાઓ પર આધારિત અનેક ચિત્રો જોયાં છે. ત્યાંના દેવળોમાં પણ મને એવાં ચિત્રોનું આલેખન જોવા મળ્યું છે. મારા મનમાં ત્યારથી રહી રહીને એ વિચાર આવ્યા કરતો કે ભારત વર્ષની પુરાણકથાઓને આધારે પણ આ જ પ્રકારનાં ચિત્રોનું નિર્માણ કરાવું જોઇએ. મારી આ ઇચ્છા મેં જ્યારે દિવાન સર, ટી.માધવરાવ સમક્ષ મૂકી ત્યારે એમણે મને તમારું નામ આપ્યું હતું.
મહારાજા મારું પણ ચિત્ર સંગ્રહાલયનું એક સ્વપ્ન હતું તે અહીં પૂરું થયું. મને એનો આનંદ છે એમ કહી રાજા રવિવર્માએ વિનમ્રતાપૂર્વક નિવેદન કર્યું, મહારાજા મારી એવી ઇચ્છા છે કે આ ચિત્રો રાજમહેલ પુરતાં જ સીમિત ન રહે પણ સામાન્ય લોકોને પણ આ ચિત્રો જોવાનો અવસર મળે. મહારાજાએ સસ્મિત ઉતર આપ્યો, રાજાજી આ તો તમે મારા જ મનની વાત કરી દીધી. તમે એનો ઉપાય સુઝાડૉ. મહારાજા, મારી તો એવી વિનંતી છે કે આ ચિત્રોને રાજમહેલમાં લઇ જતાં પહેલાં કોઇ યોગ્ય સ્થાને પ્રદર્શન માટે રાખવામાં આવે. મહારાજે રાજા રવિ વર્માના આ સૂચન નો સ્વીકાર કરતાં એમ પણ કહ્યું કે આ બહુરંગી ચિત્રો એમના નાના-મોટા કદમાં લોકોના ઘરોમાં પણ પહોંચવા જોઇએ જેથી એમનામાં ચિત્રકળાને નિરખ વાની એક વિશિષ્ટ દ્દિષ્ટ વિકાસ પામી શકે.
થોડાક દિવસો પછી મોતીબાગના બંગલામાં રાજા રવિવર્માના આ ચિત્રોનું આઠ દિવસનું પ્રદર્શન ગોઠવાયું જેનો હજારો લોકોએ લાભ લીધો ત્યાર પછી એ ચિત્રોને દરબાર હોલમાં લઇ જઇને સજાવવામાં આવ્યા. મહારાજાની ઇચ્છાથી આ અવસરે એક વિશેષ દરબારનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચિત્રકાર રાજા રવિવર્માને સન્માનિત કરી એમને રૂપિયા પચીસ હજારની રકમ પણ અર્પણ કરાઇ એ પ્રસંગે મહારાજાએ એમને માટે પોતાના ઉદ્ગારો પ્રકટ કરતાં કહ્યું ‘You are a Prince among painters and a painter amongst the princes.‘
- પ્રેરક પ્રસંગોના લેખક : પ્રો. બંસીધર શર્મા, અનુવાદક : પ્રો. રાજેન્દ્ર નાણાંવટી

મહારાજા રણજિતસિંહ નાદુરસ્ત હોવા છતાં હાજર રહ્યા કાર્યક્રમમાં
વડોદરાના
દીર્ઘદ્રષ્ટા રાજવી સયાજીરાવ ગાયકવાડની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી આજે
વિવિધ કાર્યક્રમો સાથે શરૂ થઇ હતી. આ તમામ કાર્યક્રમમાં રાજવી પરિવારના
સભ્યોની ઉપસ્થિતિથી શહેરીજનો પ્રભાવિત થયા હતા. જો કે, મહારાજા રણજિતસિંહ
ગાયકવાડ નાદુરસ્ત હોવા છતાં કીર્તિ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કષ્ટ
વેઠીને પણ ઉપસ્થિત રહેતાં શહેરીજનો ભાવુક બન્યા હતા.
વર્તમાન
મહારાજા શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડની તાજેતરમાં જ મુંબઇ ખાતે શસ્ત્રક્રિયા
કરવામાં આવી છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત હોઇ તેમના તરફથી
યુવરાજ સમરજિતસિંહ ગાયકવાડ સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીને લગતા
કાર્યક્રમોના આયોજનો અંગેની બેઠકોમાં ભાગ લઇ રહ્યા છે.
દરમિયાન
આજથી શરૂ થયેલી સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના લક્ષ્મી વિલાસ
પેલેસના પ્રવેશદ્વાર ખાતે આયોજિત કાર્યક્રમમાં મહારાજા રણજિતસિંહ ઉપસ્થિત
રહી શક્યા નહોતા. પરંતુ કીર્તિ મંદિર ખાતેના પુષ્પાંજલિ અને સ્વરાંજલિ
કાર્યક્રમમાં નાદુરસ્ત હોવા છતાં રણજિતસિંહે સમયસર આવી ભાગ લીધો હતો.
સયાજીરાવની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે વિશેષ કેલેન્ડર પ્રસિદ્ધ
સર
સયાજીરાવ ગાયકવાડની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીને યાદગાર બનાવવા માટે આજે
સયાજીરાવના શાસનની કામગીરીને ઉજાગર કરતું વિશેષ કેલેન્ડર પ્રસિદ્ધ કરાયું
હતું. આ ઉપરાંત ખાનગી સંસ્થાઓ દ્વારા પણ સયાજીરાવની છબી સાથેનું ૨૦૧૨ નું
કેલેન્ડર પ્રસિદ્ધ કરી તેનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.
સયાજીરાવ
મહારાજના સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અભિવ્યક્તિ સાંસ્કૃતિક સ્થળ
દ્વારા ૧૪ પેજનું આકર્ષક કેલેન્ડર આજે પ્રસિદ્ધ કરાયું છે. માર્ચ-૨૦૧૨ થી
માર્ચ-૨૦૧૩ સુધીના આ કેલન્ડરના મુખપૃષ્ઠ ઉપર સયાજી સર્કલમાં મૂકાયેલી
સયાજીરાવની ઘોડા ઉપરની તસવીર મૂકવામાં આવી છે.
આ ઉપરાંત
કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવ દ્વારા તેમના કાર્યકાળમાં નાગરિકો માટે ઊભી
કરાયેલી વિવિધ સગવડો જેવી કે, આજવા સરોવર, મ્યુઝિક કોલેજ, મ.સ.યુનિવર્સિટી,
ગર્લ્સ સ્કૂલ, લક્ષ્મી વિલાસ પેલેસ, કલા ભુવન, બેંક ઓફ બરોડા, બરોડા સ્ટેટ
લાયબ્રેરી, રેલવે સુવિધા, જુની કોઠી કચેરી, ખંડેરાવ માર્કેટ અને કીર્તિ
મંદિરની ઇમારતોની તસવીરો કેલેન્ડરના વિવિધ પેજ ઉપર અંકિત કરાઇ છે.
આ ઉપરાંત મયુરા આર્ટ ગેલેરી દ્વારા પણ એક-એક પેજનું સયાજીરાવની તસવીર સાથેનું આકર્ષક કેલેન્ડર આજે પ્રસિદ્ધ કરાયું હતું.
કિર્તી મંદિરમાં સયાજીરાવને પુષ્પાંજલિ સાથે સ્વરાંજલિ
વડોદરાના
રાજવી પરિવારની સુવાસ ચોમેર ફેલાય તે માટે ૧૯૩૬ માં મહારાજા સયાજીરાવ
ગાયકવાડ દ્વારા બનાવાયેલા કીર્તિ મંદિરમાં સવારે ૯ કલાકે સયાજીરાવની અર્ધ
પ્રતિમાને પુષ્પાંજલિ સાથે સ્વરાંજલિ આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
સયાજીરાવની
૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કીર્તિ મંદિરના મુખ્ય હોલમાં આજે સવારે ૯
કલાકે શ્રીમંત રણજિતસિંહ ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું
આયોજન રાજવી પરિવાર દ્વારા કરાયું હતું. મુખ્ય હોલમાં સ્થિત મહારાજા
સયાજીરાવની અર્ધ પ્રતિમાને વર્તમાન મહારાજા રણજિતસિંહ, મહારાણી
શુભાંગિનીરાજે, યુવરાજ સમરજિતસિંહ, યુવરાણી રાધિકારાજે અને મ.સ.યુનિ.ના
ચાન્સેલર ડો.મૃણાલિનીદેવી પુવારે ગુલાબના પુષ્પોની માળા અર્પણ કરી આદરાંજલિ
આપી હતી.
ત્યારબાદ કીર્તિ મંદિરના મુખ્ય હોલમાં મહારાજા
સયાજીરાવને સ્વરાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માણ
પરંપરાને જીવંત રાખનારા વડોદરાના કલાકાર ધાર્મિકલાલ પંડ્યાના સુપુત્રો મયંક
પંડ્યા અને પ્રધ્રુમન પંડ્યાની જુગલ જોડીએ ગણેશ વંદના, સયાજી વંદના,
વૈષ્ણવ પદો તેમજ ધાર્મિક રચનાઓ રજુ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રાજવી
પરિવારના સભ્યો, આગેવાનો તેમજ શહેરીજનોને ડોલાવી દીધા હતા.
આ
કાર્યક્રમમાં મેયર ડો.જયોતિબહેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા,
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.વિજય શાહ, વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી, ભાજપ
પ્રમુખ ભરત ડાંગર, કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, સયાજીરાવ સ્મારક સમિતિના
આગેવાનો પ્રતાપરાવ ભોઇટે, પ્રો.બંસીધર શર્મા, બેંક ઓફ બરોડાના ડિરેક્ટર
મૌલિન વૈષ્ણવ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ સહિત વિવિધ આગેવાનોએ ભાગ
લીધો હતો.
૧૧ માર્ચને વડોદરાના સ્થાપના દિન તરીકે ઉજવવાની વિચારણા
મહારાજા
સયાજીરાવની સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણીના પ્રારંભે આજે સવારે લક્ષ્મી
વિલાસ પેલેસના પ્રવેશ દ્વાર ખાતે આયોજિત કાર્યક્રમ વેળા સેવાસદનની સ્થાયી
સમિતિના અધ્યક્ષ ડો.વિજય શાહે દર વર્ષે તા.૧૧ મી માર્ચની વડોદરાના સ્થાપના
દિવસ તરીકે ઉજવણી કરવા અંગે વિચારણા કરાશે તેમ જણાવ્યું હતું.
દિવ્ય
ભાસ્કરના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં ડો.વિજય શાહે આજનો દિવસ વડોદરાના
ઈતિહાસમાં હંમેશા યાદ રહેશે તેમ ટાંકી ઉમેર્યું હતું કે, મહારાજા સયાજીરાવે
વડોદરા માટે કરેલા કાર્યો અને વિકાસનું ઋણ ચૂકવવા દર વર્ષે તા.૧૧ મી
માર્ચે તેમનો જન્મ દિવસ વડોદરાનો સ્થાપના દિવસ તરીકે ઉજવાય તે માટે અમે
વિચારીશું.
જો આ સંકલ્પ સાકાર થશે તો દર વર્ષે તા.૧૧મી માર્ચનો
દિવસ શહેરીજનો એક મોટા ઉત્સવ તરીકે ઉજવે તે મુજબનું આયોજન કરાશે. આ ઉપરાંત
વિવિધ કાર્યક્રમોની ભરમાર સાથે સ્થાપના દિવસ ઉજવી દેશ-દુનિયામાં આ દિવસનું
આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરીશું.
શાબાશીમાં વિલંબ શું કામ? : સયાજીરાવના પ્રેરક પ્રસંગો
બેજોડ વ્યવહાર કુશળતા: સયાજીરાવના પ્રેરક પ્રસંગો
તત્કાલીન દીવાન સર ટી.માધવરાવના અંગ્રેજ તરફી વલણથી નારાજ સર સયાજીરાવે કળપૂર્વક એમને નિષ્ક્રિય કર્યા, પણ તેમની સાથે આજીવન સંબંધ રાખ્યો!
દીવાન સર.ટી.માધવરાવ આમ તો અનેક બાબતોમાં રાજ્યને માટે વરદાનરૂપ હતા. પણ સ્વભાવે તેઓ અંગ્રેજોના ભકત હતા. મહારાજાએ પુખ્ત વયના થઇને સત્તાનાં સૂત્રો હાથમાં લીધાં ત્યાં સુધીમાં તેઓ રાજ્યના વતી બ્રિટિશ સત્તા સાથે કેટલીક એવી સમજુતીઓ કરી બેઠા હતા જે રાજ્યનાં હિતો વિરુદ્ધની હતી.તેઓ રાજ્યનાં હિતોની ઉપેક્ષા કરીને અંગ્રેજોને ખુશ રાખવાની કોશિશ કરતા.
એમાં રાજ્યમાં તૈનાત ફોજની બાબતે અંગ્રેજો સાથે ફરાયેલી સંધિ રાજ્યનાં હથિયાર અને દારૂગોળો બનાવવાના હક્કને જતો કરવો રાજ્યમાં કરાતી અફીણની ખેતીના હક્કો અંગ્રેજોને વેચી દેવા રાજ્યમાં મીઠું બનાવવાનં કારખાનાં શરૂ કરવા પર પ્રતિબંધ મૂકવો તથા એ અંગેના રાજ્ય સરકારના અધિકારો પણ અંગ્રેજોને વેચી દેવા આવી તમામ પ્રકારની સમજુતીઓ કે સંધિઓને કારણે રાજ્યને આર્થિક ખોટ તો ભોગવવી જ પડી સાથે એને કારણે રાજ્યની સ્વતંત્રતાનું પણ અપહરણ થયું.
એ સિવાય સર ટી.માધવરાવ મહારાજાની અંગત બાબતોમાં પણ હસ્તક્ષેપ કરવા લાગ્યા હતાં. આ બધી બાબતો મહારાજાથીયે છૂપી રહી નહોતી પરંતુ તેઓ ખૂબ જ વિચક્ષણ અને ચતુર વ્યક્તિ હતા. મતભેદ હોય તોપણ સામાવાળી વ્યક્તિને તેઓ એનો આભાસ સરખો આવવા દેતા નહીં. આ જ કારણે સાર્વભૌમ સત્તામાં સૂત્રો સંભાળ્યા પછી પણ એમણે સર.ટી.માધવરાવને દીવાન પદેચાલુ રાખ્યા.
પરંતુ તે સમયે એક એવો પ્રસંગ બની ગયો કે સર.ટી.માધવરાવને દીવાનના હોદ્દા પરથી છૂટા થવામાં જ પોતાનું ભલું દેખાયું. પ્રસંગ આમ હતો. નીચલી કોર્ટે એક ખૂનીને ફાંસીની સજા સુણાવી. આરોપીએ વરિષ્ઠ કોર્ટમાં અપીલ કરી ત્યારે કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદની સજામાં બદલી નાખી. હવે આ આખા પ્રકરણને અંતિમ નિર્ણયને માટે દીવાનના માધ્યમથી મહારાજા પાસે મોકલવાનું હતું. દીવાને પોતાની રિમાડમાં વરિષ્ઠ કોર્ટના નિર્ણયનો સ્વીકાર કરવાની ભલામણ કરી હતી. મહારાજાએ એ રિમાર્કથી અલગ નીચલી કોર્ટના નિર્ણયને જ યોગ્ય માનીને હત્યારાની ફાંસીની સજાને જ બહાલ રાખી.
દીવાન સાહેબને મરાજાનો આ નિર્ણય ગમ્યો નહીં એટલે તેઓ ૨૨ સપ્ટેમ્બર ૧૮૮૨ થી લાંબી છ મહિનાની રજા પર ઊતરી ગયા પછી તેઓ વડોદરા પાછા ફર્યા જ નહીં અને રજા પૂરી થતાં જ એમણે પોતાનું રાજીનામું મોકલી આપ્યું મહારાજાએ તરત તેનો સ્વીકાર કરી લીધો અને એમના સ્થાન પર હાજી શહાબુ્દ્દીનની દીવાનના પદ પર નિમણૂંક કરી દીધી. પરંતુ સર.ટી.માધવરાવ જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી મહારાજાએ એમની સાથેનો સંબંધ જાળવી રાખ્યો.
ખર્ચ સંબધે રોચક વિવાદ
પતિના લગ્ન માટે કન્યા બતાવવા આવેલા કુટુંબોની સરભરાનો ખર્ચ સર સયાજીરાવે નામંજૂર કર્યો હતો !!
સન ૧૮૮૫ના ઉનાળામાં કોઈક સાધારણ બીમારીને કારણે મહારાજાનાં પહેલાં ધર્મપત્ની મહારાણી ચીમનાબાઈ (પહેલાં)નું અવસાન થઈ ગયું. થોડાક જ મહિના પછી (૨૮ ડિસેમ્બર,૧૮૮૫) પૂરા ઠાઠમાઠ સાથે દેવાસ (મ.પ્ર.)ના સરદાર બાજીરાવ અમૃતરાવ ધાડગેનાં સુપુત્રી ગજરાબાઈ સાથે એમનાં બીજા લગ્ન થયાં જેમને આપણે મહારાણી ચીમનાબાઈ (બીજા) નામથી જાણીએ છીએ.
આ આખા કાર્યમાં કન્યા જોવાથી માંડીને લગ્ન સંપન્ન થવા સુધી ત્યારના ખાનગી કારભારી શ્રી જયસિંહરાવ આંગ્રે (૧૮૮૪-૧૮૮૫)ની ભૂમિકા મહત્વની રહી. એમણે લગ્નનાં થોડાક સમય પછી આ અંગેના ખર્ચનો પૂરો હિસાબ શ્રી આંગ્રેએ મહારાજાની મંજૂરી માટે એમની સામે રજૂ કર્યો. એમાં પચ્ચીસ હજાર રૂપિયાનો એ ખર્ચ પણ સામેલ હતો. કેટલાય ફુલીન ધરાણાના લોકો પોત પોતાની લગ્નલાયક કન્યાઓને લઈને વડોદરે આવ્યા હતા. સરદાર આંગ્રેએ બધાની રાજ્યો ચિત વ્યવસ્થા કરી હતી.
પાછા ફરતી વખતે સરદાર આંગ્રેએ આ બધા લોકોને યથાયોગ્ય ભેટ પુરસ્કાર તથા માર્ગ ખર્ચ આપીને રાજસી રીતે એમને વિદાય કર્યા હતા. પણ મહારાજા પચ્ચીસ હજાર રૂપિયાનો આ વધારાનો ખર્ચ જોઈને ચોંકી ગયા. મહારાજા: આ જે ખર્ચ તમે પૂર્વ મંજૂરી વિનાનો કર્યો છે તે યોગ્ય નથી. આ ખર્ચો અકારણ કરાયો છે. નિરર્થક છે. એ કરવાની આવશ્યકતા નહોતી.
પસંદ ન કરાયેલી છોકરીઓનો ખર્ચ રાજ્યે શું કામ ભોગવવો જોઈએ? એ લોકો જે રીતે પોતાની મરજીથી આવ્યા હતા એ રીતે પાછા નીય એમાં વાંધો શું હતો ? ખાનગી કારભારી હોવાની રૂએ આ બિનજરૂરી ખર્ચાની જવાબદારી તમારી છે. હું આ ખર્ચ મંજૂર કરવાનો નથી. આંગ્રે: તો શું આ ખર્ચ મારા ખિસ્સામાંથી ભરું ? કામ ગાયકવાડ સરકારનું અને એનો બોજ ઉઠાવવાના મારે ? મેં જે કંઇ કર્યું તે એને યોગ્ય જ છે.
હું ખાનગી કારભારી છું. મારું કામ પસંદ ન હોય તો મને ખસેડી નાંખો પણ આ ખર્ચો તો આપે મંજૂર કરવો જ પડશે.વડોદરા રાજ્યની પ્રતિષ્ઠા ની ચિંતા મારે કરવાની હતી. પાછી ફરનારી કન્યાઓ એમનાં સગાંવ્હાલાંને ખર્ચા માટે શહેરમાં લટકાવ્યાં હોત તો રાજ્યની પ્રતિષ્ઠાને આંચ આવતા મારા દ્વારા કરાયેલી એકએક વ્યવસ્થા પૂરેપૂરી યોગ્ય અને ન્યાયોચિત હતી. હું જાણું છું કે આ રીતરિવાજ આપને બરાબર સમજાવાના નથી. ખરેખર તો ખાનગી કારભારી તરીકે મેં જે કંઇ કર્યું છે તેને માટે હું તમારા ધન્યાવાદને હકદાર છું.
મહારાજા :એ બધું ઠીક છે પણ આ ખર્ચો હું મંજૂર કરવાનો નથી.!!!!
સર સયાજીરાવ : બળદગાડામાં મહારાજા
૨૮ ડિસેમ્બર ૧૮૮૧ના દિવસે મહારાજા સયાજીરાવ (ત્રીજા)એ પોતાના રાજ્યની સાર્વભોમ સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધાં. એના થોડાક જ મહિનાઓ પછી એમણે જે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો તે હતો પોતાના રાજ્યનો પ્રવાસ કરવાનો. ૨૩ નવેમ્બર ૧૮૮૨થી શરૂ કરીને જાન્યુઆરી ૧૮૮૭ સુધીમાં એમણે એક પછી એક એમ રાજ્યના ચારે પ્રાન્તોનો પ્રવાસ પૂરો કર્યો. એમાં પણ ધ્યાન ખેંચે તેવી ખાસ વાત એ હતી કે આ પ્રવાસ એમણે બળદગાડામાં બેસીને કર્યો હતો.
રાજા અને બળદગાડામાં પ્રવાસ એ આજના ભારતના માટે તો કલ્પના બહારની વાત છે. તે સમયે પણ એ ઘટના નાનાં-મોટાં સૌને માટે ચકિત-વિસ્મિત કરનારી ઘટના હતી. આજે પણ એ સાંભળતાં ઓછી વિસ્મયકારક નથી લાગતી. છેવટે એક અધિકારીથી આ બધું જોવાયું નહીં. એણે મહારાજાને વિનમ્રતાપૂર્વક પછી જ લીધું, આમ મોટર અથવા ઘોડાગાડી જેવું વૈભવસૂચક વાહન છોડીને બળદગાડામાં પ્રવાસ કરવાનું શું કામ પસંદ કરો છો !?
મહારાજાનો ઉત્તર જેટલો સાહજિક હતો તેટલો જ માર્મિક હતો. એમણે કહ્યું, ‘પહેલી વાત તો એ કે વૈભવનું પ્રદર્શન કરવામાં મને કોઇ રસ નથી. બીજું, મોટર કે ઘોડાગાડીની સરખામણીમાં બળદગાડું ધીમું ચાલે. તે સિવાય પણ બીજા ઘણા લાભ છે, જેમ કે ખુલ્લા જંગલની સમ્સમ્ કરીને વહેતી હવાના ઝપાટાથી બચી જવાય અને આપણે જરૂર પ્રમાણે હવા લઇ શકીએ. ઉપરાંત, ગાડામાં બેઠાં-બેઠાં જ લોકોની પરિસ્થિતિનું ઝીણવટથી દર્શન કરી શકાય. આસપાસ ચાલી રહેલાં વિવિધ કામો, સુધારાનાં કાર્યો તેમજ આવતાંજતાં લોકોને સારી રીતે જોઇ શકાય.
વળી પોતાની વાત આગળ વધારતાં તેમણે કહ્યું કે, બળદગાડું નાનું હોય, એમાં ઝાઝા માણસોનો સમાવેશ જ ન કરી શકાય, એટલે વિચાર-ચિંતન કરવા માટે પણ પૂરતો અવકાશ મળી રહે. પણ આ બધા કરતાં સૌથી મહત્વની વાત તો એ છે કે નાનાં-નાનાં ગામડાંઓમાં પહોંચવા માટે બળદગાડું જ સૌથી ઉપયોગી સાધન છે, ત્યાં મોટરકામ ન લાગે. બળદગાડાને તો સહેલાઇથી જ્યાં ઇચ્છો ત્યાં લઇ જઇ શકાય.’’
આપણા રાજ્યમાં કેમ નહીં?
- વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકોને સજજન કરવા ટ્રેનિંગ કોલેજ શરૂ કરાવી !
મહારાજા ગરમીના દિવસોમાં ઘણુંખરુ હિલ સ્ટેશનો પર જતા સાથે જરૂરી સ્ટાફ તો હોય જ એક વાર તેઓ મહાબળેશ્વરમાં રોકાયા હતા. સાથે એમના રીડર તરીકે બરોડા કોલેજના દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી એ.કે.ત્રિવેદી પણ હતાં. પ્રોફેસર ત્રિવેદી એકવાર ફરવા નીકળ્યા તો એમની કોલ્હાપુરની રાજારામ કોલેજના આચાર્ય ડૉ.બાલકૃષ્ણ મળી ગયા ડૉ.બાલકૃષ્ણ પણ થોડોક વખત મહાબળેશ્વર આવ્યા હતા. વાતવાતમાં ડૉ.બાલકૃષ્ણે પ્રોફેસર ત્રિવેદીને પોતાના નિવાસ પર આવીને ચા પીવાનો આગ્રહ કર્યો.
જેનો પ્રો.ત્રિવેદીએ સહજપણે સ્વીકાર કર્યો.હવે પ્રો.ત્રિવેદીએ રોજ સાંજે સાડાચાર વાગ્યે મહારાજા પાસે એમના રીડિંગ સેશન માટે જવાનું રહેતું. ડૉ.બાલકૃષ્ણનું નિવાસસ્થાન મહારાજાના નિવાસથી થોડું દૂર હતું. તેથી ત્યાંથી પાછા ફરવામાં પ્રો.ત્રિવેદીને થોડીક મિનિટો મોડું થયું જેવા તેઓ મહારાજાની સામે ઉપસ્થિત થયા કે મહારાજાએ પોતાની ઘડિયાળ તરફ નજર કરી. પ્રોફેસર ત્રિવેદીએ ક્ષમાયાચના કરતાં કહ્યું , હું ડૉ.બાલકૃષ્ણના નિવાસ પર ગયો હતો. તેથી થોડી વાર થઇ. મહારાજાએ સહજ ભાવે પૂછ્યું કંઇ ખાસ...?
ખાસ તો કંઇ નહીં. ડૉ.બાલકૃષ્ણ કોલ્હાપુરમાં એક ટીચર્સ ટ્રેનિંગ કોલેજ શરૂ કરવાના છે. એની જ યોજનાની બાબતમાં વાતચીત ચાલતી રહી, પ્રોફેસર ત્રિવેદીએ ઊતર આપ્યો. મહારાજાએ પૂછ્યું શું વડોદરામાં એવી કોઇ કોલેજ છે જેમાં અધ્યાપકોને પ્રશિક્ષણ અપાતું હોય ? એવી તો કોઇ કોલેજ નથી પ્રોફેસર ત્રિવેદીએ ઊતર આપ્યો. એવું શી રીતે બને કોલ્હાપુરમાં કોલેજ અને આપણે ત્યાં નહીં. શું આપણે ત્યાં કોલેજ શરૂ ન કરી શકાય. મહારાજાએ આશ્ચર્યથી પૂછ્યું ? આપ હુકમ કરો તો ચોક્કસ શરૂ કરી શકાય પ્રોફેસર ત્રિવેદીએ વિનમ્રતાથી કહ્યું. મહારાજાએ તત્કાળ ત્યાથી દીવાનને નામે તાર મોકલ્યો ‘Immediately send proposals for starting Teachers Training College, અને તેજ વર્ષે વડોદરામાં ટ્રેનિંગ કોલેજની શરૂઆત થઇ.
શાબાશીમાં વિલંબ શું કામ?
શ્રી ખરશેદજી નામના એક પારસી સજજન મહારાજાને ત્યાં બગીખાનામાં કામદારની નોકરીમાં હતા. આ સજજને નોકરી દરમ્યાન કાંઈક એવી ભયંકર ભૂલ કરી નાખી કે એની સજા એમને નોકરીમાંથી દૂર કરવા સિવાયની બીજી કાંઈ હોઈ જ ન શકે. જ્યારે મહારાજાના ધ્યાન પર આ ભૂલ લાવવામાં આવી ત્યારે એમણે એની તપાસનો હુકમ કર્યો. સાથે જ ખરશેદજીની બગીખાના માંથી હાથીખાનામાં કામદાર તરીકે બદલી કરી દીધી.
આ નવા સ્થાન પર આવ્યા પછી શ્રી ખરશેદજીએ એવી કુશળતાપૂર્વક અને સરસ કામ કર્યું કે મહારાજા ખૂબ જ ખૂશ થયા એટલું જ નહીં એમણે એમના કામની ખૂબખૂબ પ્રશંસા કરી અને એને માટે એમને શાબાશી પણ આપી ખરશેદજી પરના આરોપનો હજુ નિકાલ આવ્યો ન હતો. મહારાજાના માનકરી શ્રી આનંદરાવ પવાર લખે છે.
મારે માટે આ ભારે આશ્ચર્યની વાત હતી. એક દિવસ અવકાશ મળતાં મેં મહારાજાને પૂછ્યું જે વ્યક્તિને એની ગંભીર ભૂલ માટે નોકરીમાંથી દૂર કરવો જોઈતો હતો. તેને કોઈ પણ જાતની સજા ન કરીને એક તો બદલી કરીને એને બીજા સ્થાને બેસાડી દીધી એને વળી ઉપરથી શાબાશી પણ આપો છો? વાત કંઈ સમજાઈ નહીં. મહારાજાએ કહ્યું : શાબાશી કેમ ન આપવી જોઈએ? એકાદ આરોપ લાગી જાય એનો મતલબ એવો તો નથી કે એ વ્યક્તિમાં બીજો કોઈ ગુણ જ નથી? બીજી વાત એ પણ ખરી કે જેમ અપરાધની સજા તુરંત કરાય છે. તેમજ સારા કામ માટે શાબાશી પણ તરત આપવી જોઈએ જીવનભર બીજામાં દોષ જોતાં રહેવાથી તો આપણા જ હાથ કાળા થાય છે.

સર સયાજીરાવ અને વીર સાવરકર
જ્યારે સ્વાતત્રય વીર સાવરકરની જાહેર સભા સાંભળવા સર સયાજીરાવ વગર નિમંત્રણે નિકળી પડ્યા...!
જાન્યુઆરી ૧૯૩૮ના કોઇ એક દિવસે વીર સાવરકર વડોદરા આવ્યા હતા. સ્થાનિક માણેકરાવના અખાડામાં સાંજે સાડા પાંચ વાગે (રવિવારે) એમનું એક વ્યાખ્યાન થવાનું હતું . પ્રોફેસર માણેકરાવે આનું આયોજન કર્યું હતું. એ વ્યાખ્યાનને સાંભળવા માટે વડોદરાની અપાર જનમેદની ભેગી થઇ હતી. સાવરકરજીએ પોતે એને એક પ્રચંડ સાર્વજનિક સભા ગણાવીને એની સફળતાનો નિર્દેશ કર્યો હતો.
તે દિવસોમાં મહારાજાનો નિવાસ મકરપુરા પેલેસમાં હતો. મહારાજાને વીર સાવરકરનું વ્યાખ્યાન સાંભળવાની તીવ્ર ઇચ્છા જાગી. એવી પરિસ્થિતિમાં શ્રી સડેકર પવારે મહારાજને નિવદન કર્યું મહારાજા સાહેબ, આપણને તો આ સભાનું કોઇ નિમંત્રણ પણ મળ્યું નથી અને આપના બેસવાની વ્યવસ્થા પણ ત્યાં નહીં થઇ હોય . એટલે મહારાજાએ કહ્યું ‘ માણેકરાવ , આપણા જ માણસ છે. નિમંત્રણ હોવું જ જોઇએ એવું જરૂરી નથી. સભામાં ક્યાંક ને ક્યાંક બેસવા માટે એકાદ ખુરશી તો મળી જ જશે. સાવરકરને સાંભળવાનો મોકો તો મળશેને? આપણે
જવું છે.’ મહારાજા તો સભામાં પહોચવા મોટરમા નીકળી ગયા હતા. ઇન્દુમતી મહલ આગળ દીવાન પહેલેથી એમની રાહ જોતા ઊભા હતા. મહારાજાએ એમને પોતાની કારમાં બેસાડી દીધા.
દીવાને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું ‘મહારાજ અત્યારે વાતાવરણ ઠીક ઠીક પ્રતિકૂળ છે. અંગ્રેજો આપણી સામે કોઇક પણ પ્રકારનું કાવતરુ કરવાનો આરોપ મુકી દેશે, આપણે પરેશાની ઉઠાવવી પડશે.
મહારાજાએ શાંત સ્વરે કહ્યું, ‘એક શ્રેષ્ઠ દેશભકતનું ભાષણ સાંભળવામાં કોઇ વાંધો નથી. અંગ્રેજોથી આપણે આ રીતે ડરવા લાગીશું તો એ વધારે માથે ચડવા લાગશે ’‘બટ યોર હાઇનેસ.દીવાનસાહેબે નમ્રતાપૂર્વક પોતાના વિચાર દોહરાવ્યા. અંતે , માધ્યમ માર્ગ એવો નીકળ્યો કે મહારાજા સભાસ્થળ પર નહીં જાય, ત્યાંથી થોડે દૂર પોતાની ગાડીમાં જ બેસીને સ્વાતંત્રયવીર સાવરકરનું ભાષણ સાંભળશે. એમ જ થયું .પણ વાત એટલે અટકી નહીં, મહારાજાએ બીજે દિવસે શ્રી સાવરકરજીને પ્રોફે. માણેકરાવ સાથે રાજમહેલમાં ચા માટે આવવાનું આમંત્રણ આપ્યું અને એમની સાથે સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા, દલિતોધ્ધાર જેવા વિષયો પર કલાક-દોઢ કલાક જેટલી લાંબી ચર્ચા કરી.

૧૫૦મી જન્મજયંતિના ગૌરવદિને પ્રજાવત્સલ રાજવીનો જાહેર ઋણ સ્વીકાર
‘‘હું
અહી રાજા થવા આવ્યો છું...’’ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નાનકડા કવળાણા
ગામના માંડ ૧૩-૧૪ વર્ષના અબુધ- અલ્પશિક્ષિત ગ્રામીણ ગોવાળિયાએ જૂના
સરકારવાડાની છત નીચે ઊભા રહી આત્મવિશ્વાસપૂર્વક આપેલો ઉત્તર તત્કાલીન
ભારતના વડોદરા રાજ્યની ઉજજ્વળ હસ્તરેખા બની ગયો. વિશ્વની તમામ સર્વશ્રેષ્ઠ -
રચનાત્મક- આવકાર્ય બાબતો - પદ્ધતિઓ- નિયમ- કાયદાઓને માત્ર ને માત્ર
પ્રજાહિતના એકમાત્ર ત્રાજવે તોલીને વડોદરા રાજ્યના આંગણે આણી મૂકનાર
દુરંદેશી - પ્રજાવત્સલ રાજવી કૈ. સયાજીરાવ ગાયકવાડ એક એવું વ્યક્તિત્વ કે
જે, માનવજીવનનાં સમગ્ર પાસાંઓને આવરી લેતાં તમામ ક્ષેત્રે આટલી બધી
માત્રામાં અને શ્રેષ્ઠતમ કહી શકાય એવી અભૂતપૂર્વ નકકર કામગીરી કોઇ એક જ
વ્યક્તિ તેના એક જ જીવન દરમ્યાન કરી શકે કે કેમ ? એવી સંભવિત શંકાનો છત્રીસ
લક્ષણો ઉત્તર છે.
વડોદરામાં જન્મેલી કે બહારથી અત્રે આવીને સ્થાયી થયેલી કોઇ જ વ્યક્તિ એવી નહીં હોય કે જેને કૈ. સયાજીરાવે કરેલા પ્રજાકલ્યાણના કામોનો સીધો કે આડકતરો લાભ ન મળ્યો હોય !

No comments:
Post a Comment