Friday 23 March 2012

મુખાગ્નિ

શવને મુખાગ્નિ માત્ર પુત્ર જ કેમ આપે છે?
મૃત્યુ એક સત્ય છે. જેને જન્મ મળ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. હિંદુ ધર્મમાં મૃત્યુના સંબંધમાં અનેક મહત્વપૂર્ણ નિયમો દર્શાવવામાં આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ નિયમ છે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ શવને મુખાગ્નિ પુત્ર જ આપે છે. જો મૃત વ્યક્તિ પુત્ર ધરાવે છે તો મુખાગ્નિ તે જ આપે છે એવું વિધાન દર્શાવવામાં આવ્યું છે. 

મૃતક ચાહે સ્ત્રી હોય કે પુરુષ અંતિમ ક્રિયા પુત્ર જ સંપન્ન કરે છે. આ સંબંધમાં આપણા શાસ્ત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પુત્ર પુત નામક નર્કથી બચાવે છે. આ જ કારણે પુત્રનું કાર્ય છે કે તે પોતાના માતા- પિતાના મૃત્યુ ઉપરાંત તેમને મુખાગ્નિ આપે. એટલા માટે પુત્ર માટે રુણ પણ કહેવામાં આવ્યો છે.
 શાસ્ત્રો અનુસાર બાર પ્રકારના પુત્ર બતાવવામાં આવે છે. તેમાંના કેટલાક આ પ્રકારના છે –

ઔરસ પુત્ર, દત્તક પુત્ર, ભાઈનો પુત્ર, પુત્રીનો પુત્ર, પુત્રનો પુત્ર, ખરીદેલો પુત્ર, કૃત્રિમ સુત્ર, દત્ત આત્મા વગેરે. જો કોઈ મૃત્તકનો ખુદના પુત્ર ન હોય તો આ 12 પ્રકારના પુત્રોમાંથી કોઈ પુત્ર મૃતકને મુખાગ્નિ આપી શકે છે.

જો કોઈ મૃતકની પુત્રી મુખાગ્નિ આપી છે તો એ શાસ્ત્રો અનુસાર અનુચિત ગણાય છે. કોઈ સ્ત્રીને સ્મશાનમાં આવવાનો અધિકાર પણ આપણા શાસ્ત્રોએ આપ્યો નથી. આથી મૃતકને કોઈ સ્ત્રી સુખાગ્નિ આપી શકતી નથી. એવું શાસ્ત્રોમાં વર્ણન છે.

મૃતક ભલે માતા હોય કે પિતા અંતિમ ક્રિયા પુત્ર જ સંપન્ન કરે છે. આ સંબંધમાં આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પુત્ર ‘પુ’ નામક નર્કથી બચાવે છે. અર્થાત પુત્રના હાથે મુખાગ્નિ મળવાથી મૃતકને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવી માન્યતા પ્રમાણે પુત્ર હોવા તે ઘણા જન્મોના પુણ્યનું ફળ માનવામાં આવે છે.

પુત્ર માતા-પિતાનો અંશ હોય છે. આ કારણે પુત્રનું આ કર્તવ્ય છે કે તે પોતાના માતા-પિતાના મૃત્યુ પછી તેને મુખાગ્નિ આપે. તેને પુત્ર માટે ઋણ કહેવામાં આવે છે.

No comments:

Post a Comment