Friday 23 March 2012

કન્યા ભોજન

કન્યા ભોજન

ચૈત્ર નવરાત્રિ માં નવ દિવસ ભક્તો જુદા-જુદા પ્રકારથી માતાને મનાવાનો પ્રયત્ન કરે છે. નવરાત્રિ દરમ્યાન કુવારી કન્યાઓને ભોજન કરાવવાની પણ પરંપરા છે.

ધર્મ ગ્રંથો અનુસાર ત્રણ વર્ષથી લઈને નવ વ્રષની કન્યા સાક્ષાત માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બેની પૂજાથી ભોગ અને મોક્ષ, ત્રણની અર્ચનાથી ધર્મ, અર્થ તથા કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છની પૂડાથી છ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી રાજ્ય, આઠની પૂજાથી સંપદા અને નવની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે. કન્યા પૂજનની વિધિ આ પ્રકારે છે. –

પૂજન વિધિ –

કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષ સુધીની કન્યાઓનું જ પૂજન કરવું જોઈએ. આથી ઓછું કે વધારે ઉમરની કન્યાઓના પૂજન વર્જિત છે. પોતાના સામર્થ્ય અનુસાર નવ દિવસ સુધી અથવા નવરાત્રિના છેલ્લા દિવસે ભોજન માટે આમંત્રિત કરો.

કન્યઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ऊँ कुमार्यै नम: મંત્રથી કન્યાઓને પંચોપચાર પૂજન કરો. આ પછી તેને રૂચિ અનુસાર ભોજન કરાવો.

ભોજનમાં મીઠાઈ જરૂર હોય, આવાતનું ધ્યાન રાખો. ભોજન પછી કન્યાઓ પગ વિધિવત ધોઈ કંકુથી તિલક કરો તથા દક્ષિણા આપીને હાથમાં પુષ્પ લઈને આ પ્રાર્થના કરો –

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्।

नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।

जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।

पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।


ત્યારે તે પુષ્પ કુમારીના ચરણોમાં અર્પણ કરો તેનું સન્માન કરી વિદાય આપો. 

No comments:

Post a Comment