Tuesday, 23 October 2012

દશેરા વિજયા દશમી

અસત્ય પર સત્યના વિજયનું પર્વ
દશેરા વિજયા દશમી

શક્તિની આરાધાનાનું પર્વ દશેરાની ઉજવણી સાથે પુર્ણ થાય છે

ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પરત આવ્યા હતા ત્યારે પણ આસો સુદ દશમ હતી એટલે આ પર્વને વિજયા દશમી તરીકે પણ ઉજવવામાં આવે છે. હજારો વર્ષ જૂની આ પરંપરા ભારતીય સમાજમા આજે પણ જળવાઇ રહી છે. સાંજે રામલીલા નો કાર્યક્રમ થાય છે અને પછી રાવણ, કુંભકરણ અને મેઘનાથ ના પુતળા નું દહન થાય છે ક્ષત્રિયો દ્વારા દશેરાના દિને અસ્ત્ર, શસ્ત્ર અને મશીનોની પૂજાનો પણ મહિમા હોય છે પોલીસ અને સૈન્યમા પણ શસ્ત્રોની પૂજા હોય છે કુંભારો ચાખડાનુ અને લુહારો ઓજારોનું પૂજન કરે છે અને આજ ના જમાના માં બધા કાર અને મોટરબાઇકનું પણ પૂજન કરે છે દશેરા નું પૂજન હોવાથી ગલગોટાના ફૂલોથી અને આશોપાલવના તોરણ થી શહેરના ફૂટપાથ છલકાઈ જાય છે અને બધા પોત પોતાના ઓજાર થી લય ને ગાડી ની પૂજા કરે છે. 

દશેરા વિજયા દશમીએ ફાફડા-જલેબીનો અને ચોળાફળી ખાવાનો અનેરો મહિમા છે.ભરપૂર આનંદ માણો...દશેરાની ઉજવણી ફાફડા જલેબી વિના અધુરી છે. ગુજરાતમાં દશેરા વિજયા દશમી પર્વ નિમિત્તે ફાફડા-જલેબી ખાવાની અનોખી પરંપરા રહી છે નવમે નવરાત્રીએ મોડી રાત્રે ગરબા પુરા થતાની સાથે યુવક યુવતીઓના ટોળા ફાફડા જલેબીનો નાસ્તો કરવા પહોંચી જાય છે.

ફાફડા જલેબી મોંઘા થયા છે. પરંતુ ઉત્સવપ્રિય વડોદરાવાસીઓ લાઈનોમાં ઉભા રહીને પણ ગરમા ગરમ ફાફડા અને કેસરયુક્ત જલેબી જલેબી ની ખરીદી કરી ને મજા માણે છે દશેરાએ સવાર-સાંજ નાસ્તામાં ફાફડા જલેબીનું ચલણ આજે પણ અકબંધ રહ્યું છે. શહેરમાં પર્વને લઇને એક દિવસ અગાઉથી ફરસાણ નાસ્તા સ્ટોલ અને દુકાનદારોએ મંડપ સજાવટ સાથે ગરમાગરમ ફાફડા અને જલેબી બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે દશેરા દરમિયાન ઠેરઠેર ફરસાણની હાટડીઓ લાગી જાય છે.


આમ્હી બરૌડેકર તરફ થી સર્વ  મિત્રોને દશેરા વિજયા દશમીની હાર્દિક  શુભકામના...

Monday, 15 October 2012

ભક્તિ અને શક્તિ નો અનોખો સંગમ એટલે નવરાત્રી


ભક્તિ અને શક્તિ નો અનોખો સંગમ એટલે નવરાત્રી
 દુર્ગા માતાની આરાધનાનું પર્વ નવરાત્રિ

નવરાત્રી ની સ્થાપના
પહેલા દિવસે માતા દુર્ગાની પ્રતિમા તથા ગરબાની સ્થાપના કરવામાં આવે છે. તે પછી જ નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થાય છે. માતા દુર્ગા તથા ગરબાની સ્થાપનાની વિધિ તથા શુભ મુહૂર્ત

- એક બાજોઠની સ્થાપના કરો તેના પર જવ અને ઘઉં પાથરો, પછી તેના પર તમારી શક્તિ પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પવિત્ર સ્થળની માટીથી બનાવેલો કળશ સ્થાપિત કરો. કળશ ઉપર સોના, ચાંદી, તાંબા કે પછી, પવિત્ર સ્થળની માટીથી બનાવેલ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરો.

- મૂર્તિ જો કાચી માટી, કાગળ કે સિંદૂરની બનેલી હોય અને સ્નાન કરાવતા તે બગડી શકે તેવી હોય તો શીશું લગાવો. મૂર્તિ ન હોય તો બાજોઠની વચ્ચે ગરબાની સ્થાપના કરો, તેમાં અખંડ જ્યોત રહે તે રીતે દીવાની વ્યવસ્થા કરો, કારણ કે આ જ્યોતને આપણા શાસ્ત્રોમાં મહાશક્તિ - ઊર્જા - નું પ્રતિક માનીને પૂજન કરવાનું વિધાન છે. આ ગરબા પછળની ભીંત પર સ્વસ્તિક કરો. ગરબા પર ફૂલ, કંકુ, ચોખા ચઢાવો.


ગરબાની સ્થાપનાનું શુભ મુહૂર્ત

- સવારે 06:31 થી 08:47 સુધી (ચર લગ્ન તુલા)


- સવારે 08:47 થી 11:02 (સ્થિર લગ્ન વૃશ્ચિક)


- સવારે 09:18 થી 10:45 સુધી (ચરનું ચોઘડીયું)


- સવારે 10:45 થી બપોરે 12:12 સુધી (લાભનું ચોઘડીયું)


- બપોરે 11.49 થી 12:35 (અભિજીત મુહૂરિત)


- બપોરે 12:12 થી 01:38 સુધી (અમૃત ચોઘડીયું)


- સાંજના 07:38 થી રાતના 09:36 સુધી (સ્થિર લગ્ન વૃષભ)

 

- નવરાત્રિ વ્રતના આરંભમાં સ્વસ્તિ વાચન – શાંતિ પાઠ કરીને સંકલ્પ કરો અને સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી માતૃકા, લોકપાલ, નવગ્રહ તથા વરૂણનું સવિધિ પૂજન કરો. પછી મુખ્ય મૂર્તિનું સોળશોપચાર પૂજન કરો.

- દૂર્ગાદેવીની આરાધના- અનુષ્ઠાનમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું પૂજન તથા માર્કન્ડેયપૂરાણાન્તર્ગત રહેલ શ્રી દૂર્ગાસપ્તશતીનો પાઠ નવ દિવસ સુધી દરરોજ કરવો જોઈએ.  

 નવરાત્રીમાં બધા જ માતાજીની પોતાની રીતે પૂજા કરતાં હોય છે. પરંતુ ઉદેશ એક જ હોય છે માતાની કૃપા મેળવવાનો. કોઈ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે તો કોઈ કોઈ પગરખા નથી પહેરતા. જો આ નવરાત્રીમાં તમે માતાજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશી અનુસાર માતા દુર્ગાની પૂજા કરો. આનાથી તમને વિશેષ કૃપા પ્રાપ્ત થશે, સાથે-સાથે દરેક મુશ્કેલી પણ દૂર થશે.

મેષ (અ.લ.ઈ.) – આ રાશિના લોકોએ માતાની વિશેષ ઉપાસના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાના પાઠ કરો. સ્કંદમાતા કરુણાપ્રિય છે, જે વાત્સલ્યનો ભાવ રાખે છે.

વૃષભ (બ. વ. ઉ.) – આ રાશિના લોકો મહાગૌરી સ્વરૂપની ઉપાસના કરો જે વિશેષ ફળ આપશે. લલીતાસહસ્ત્રનો પાઠ કરો. અવિવાહિત કન્યાઓને આરાધના કરવાથી સારા વરની પ્રાપ્તિ થશે.

મિથુન (ક. છ. ઘ.) – આ રાશિના લોકોએ દેવી યંત્ર સ્થાપિત કરી બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ. સાથે જ તારાકવચનો રોજ પાઠ કરવો. મા બ્રહ્મચારિણી જ્ઞાન પ્રદાન કરે છે અને અવરોધ દૂર કરે છે.

કર્ક (ડ. હ.) – આ રાશિના લોકોએ શૈલપુત્રીની પૂજા-આરાધના કરવી જોઈએ. લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ કરવો. ભગવતીની પૂજા અભય દાન આપે છે.

સિંહ (મ. ટ.) – આ રાશિના લોકોએ મા કુષમંડાની આરાધના વિશેષ ફળ આપે છે. દુર્ગા મંત્રનો જાપ કરો. એવું મનાય છે કે દેવીમાના હાસ્યથી જ બ્રહ્માંડની ઉત્પતિ થઇ છે. નવરાત્રીમાં આસુરી શક્તિ એટલે કે ખરાબ પ્રવૃત્તિઓને માના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

કન્યા (પ. ઠ. ણ.)
– આ રાશિના લોકોએ માં બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી મંત્રોને વિધિસર જપ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ માટે દેવીની સાધના ફળદાયી છે.

તુલા (ર. ત.) – તુલા રાશિના લોકોને મહાગૌરીની પૂજા આરાધનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. કાળીચાલીસા અથવા સપ્તશતીના પ્રથમ ચરિત્રનો પાઠ કરવો જે લોક-કલ્યાણકારી છે. અવિવાહીત કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે.

વૃશ્વિક (ન. ય.) – આ રાશિના લોકોમાં સ્કંદમાતાની ઉપાસના શ્રેષ્ટ ફળ આપે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો

ધન (ધ. ફ. ભ. ઢ.) – આ રાશિના લોકોએ મા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ, સબંધિત મંત્રોનું યોગ્ય અનુષ્ઠાન કરવું. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે, જે સાધકને ભય તેમજ વિઘ્નોને પોતાના અવાજથી નાશ કરી દે છે.

મકર (ખ. જ.) – મકર રાશિના લોકો માટે કાલરાત્રીની પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નર્વાણ મંત્રનો જાપ કરો. અંધકારમાં ભક્તોને માર્ગદર્શન, અને પ્રાકૃતિક પ્રકોપ, તેમજ અગ્નિકાંડ વગેરેનું શમન કરે છે. શત્રુનો નાશ કરે છે.

કુંભ (ગ. શ. ષ. સ.) – કુંભ રાશિના લોકો માટે કાલરાત્રીની ઉપાસના લાભદાયક છે. દેવી કવચનો પાઠ કરો. અંધકારમાં ભક્તોને માર્ગદર્શન, અને પ્રાકૃતિક પ્રકોપને નાશ કરે છે.

મીન (દ. ચ. ઝ. થ.) – મીન રાશિના જાતકો માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ. હળદળની માળા વડે સમભાવ હોય તો બગલામુખી મંત્રનો જાપ કરવો. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે, જે સાધકનો ભય અને વિઘ્નોને પોતાના અવાજ વડે નાશ કરી નાખે છે.

 
નવ દિવસોમાં માતાની ભક્તિ કરવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે. આ દિવસોમાં ગરબાની પણ રમઝટ રહે છે, પણ આ એક આરાધનાનું પર્વ પણ છે. 
જ્યોતિષ અનુસાર જો માતાની આરાધના કરતા સમયે રાશિ અનુસાર કપડા પહેરો તો વધારે સારું અને શુભ ફળ મળે છે. કઈ રાશિના લોકો કેવા રંગના કપડા પહેરે તો મળે છે લાભ જાણો આ રાશિપ્રમાણે.....
મેષ (અ.લ.ઈ.)

આ નવરાત્રિ પર્વ પર શક્તિ આરાધના માટે તમે તમારી રાશિ અને ગ્રહ અનુસાર લાલ અને પીળા રંગના કપડા પહેરો, જેનાથી તમારી રાશિના ગ્રહ મંગળ અને દૈવીય શક્તિની કૃપાનો પૂરો લાભ મળે છે.

વૃષભ (બ. વ. ઉ.)

વૃષભ રાશિના આ નવ દિવસમાં ધન સંપત્તિ અને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ કરવા માટે આપની રાશિનો ગ્રહ શુક્ર અને દેવી મહાગૌરી માતાને પ્રસન્ન કરો. આ માટે સફેદ અને પિંક કલરના કપડા પહેરો, જેનાથી તમે વિચારેલા બધા કામ પૂરાં થશે.

મિથુન (ક. છ. ઘ.)

આ રાશિના લોકોએ નવરાત્રિ પર્વ પર દેવી ચંદ્રઘંટા માતા અને રાશિ સ્વામી બુધને પ્રસન્ન કરવા માટે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી આપના કાર્યોમાં વિઘ્નો નહીં આવે.

કર્ક (ડ. હ.)

આ રાશિવાળા લોકોએ નવરાત્રિ પર્વ પર સફેદ કે આછા રંગના કપડા પહેરવા જોઈએ, જેનાથી રાશિ સ્વામી ચંદ્રની કૃપા થશે.

સિંહ (મ. ટ.)

સિંહ રાશિવાળાને સૂર્યથી સંબંધિત દોષ દૂર કરવા માટે દેવી કૂષ્માણ્ડાને ખુશ કરો. આ માટે પીળા રંગના કપડા પહેરવા જોઈએ.

કન્યા (પ. ઠ. ણ.)

તમે રાશિ સ્વામી બુધ અનુસાર લીલા, સફેદ કે આછા લીલા રંગના વસ્ત્રો પહેરો, જેથી તમારી રાશિના દેવી ભુવનેશ્વરી દેવી પણ ખુશ થશે.

તુલા (ર. ત.)

તુલા રાશિવાળાને ધન લાભ માટે પોતાની રાશિના સ્વામી શુક્ર અનુસાર સફેદ અને આછા રંગના કપડા પહેરવા જોઈએ.

વૃશ્વિક (ન. ય.)

વૃશ્ચિક રાશિવાળાને આ નવરાત્રિ પર્વમાં લાલ રંગ અને કેસરી વસ્ત્ર પહેરવા જોઈએ, જેથી આ રાશિના અધિપતિ દેવતા મંગળ દેવ પ્રસન્ન થશે સાથે જ મા શૈલપુત્રી પણ.

ધન (ધ. ફ. ભ. ઢ.)

ધન રાશિવાળાને રાશિ સ્વામી ગુરુ અનુસાર પીળા રંગના કપડા પહેરવા જોઈએ. દરેક કામ પૂરાં થશે.

મકર (ખ. જ.)

આ રાશિવાળાને નીલા (આકાશી કલર)ના કપડા પહેરવા જોઈએ, જેનાથી કાળકા માતા પ્રસન્ન થશે.

કુંભ (ગ. શ. ષ. સ.)

તમારી રાશિના સ્વામી શનિ દેવને ખુશ કરવા માટે આ નવરાત્રિ પર્વ પર કાળા કે ઘેરા વાદળી રંગના વસ્ત્રો પહેરો, તેનાથી કાલરાત્રિ દેવી અને શનિદેવ ખુશ થશે.

મીન (દ. ચ. ઝ. થ.)

આ રાશિના લોકો કેસરી, પીળા કે હળવા રંગના કપડા પહેરો. તેનાથી મહાલક્ષ્મી તથા આ રાશિના સ્વામી ગુરુ પણ પ્રસન્ન થશે.

માતાજીનું પૂજન અને તેની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો આ સમયગાળો પ્રાચીન કાળમાં ઉર્જા તત્વને સમજવાનો-આત્મસાત્ કરવાનો સમયગાળો છે. શક્તિ સૃષ્ટિની મહાઉર્જાને આપેલું નામ છે. 'દેવિભાગવત'માં આ અવકાશીય ઉર્જા માટે 'દુર્ગા' એવો શબ્દ પ્રયોગ છે. 'દુર્ગા' એટલે દુર્ગમ જાણવા માટે અલભ્ય. જે તત્વને જોઈ શકાય તેમ નથી. જે તત્વને જાણી શકાય મ્હાણી શકાય, પણ નાણી કે પ્રમાણી ન શકાય તેવું ઉપનિષદ કહે છે તેમ 'અનિર્વચનીય' અર્થાત્ જેને શબ્દથી બયાં ન કરી શકાય તેવું તત્વ એટલે 'દુર્ગા'. વેદવ્યાસે સૌ પ્રથમ આ તત્વને જાણ્યું અને શબ્દ દેહ આપ્યો તેની રોચક કથા દેવિભાગવતમાં છે. આપણે 'મા'ને જાણી શકતાં નથી, અમુક મર્યાદાઓ અને અમુક વિચારયુક્તિની બહારની દશા હોય છે, તેથી જ દુર્ગા તત્વને મા કહેવામાં આવે છે.

નવરાત્રિના વિશેષ અવસર પર આમ્હી બરૌડેકર  તરફથી સૌ વાંચકોને નવરાત્રિના અભિનંદન....


નવરાત્રિમાં કન્યા(કુમારી)પૂજનનું મહત્વ અને વિધિ
 
હિન્દૂ ધર્મ ગ્રંથો મુજબ ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં કન્યા પૂજન(કુવારીઓકા)નું વિશેષ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિના દિવસે ત્રણથી નવ વર્ષની કન્યાઓનુ પૂજન કરવામાં આવે છે. ધર્મગ્રંથો મુજબ ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીની કન્યાઓ સાક્ષાત માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બે કન્યાની પૂજાથી ભોગ અનેમોક્ષ, ત્રણ કન્યાની પૂજાથી ધર્મ, અર્થ અને કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છની પૂજાથી છ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી રાજ્ય, આઠની પૂજાથી સંપદા, નવની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે.  
કન્યા પૂજાની વિધિ આ મુજબ છે.

પૂજન વિધિ - કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષની કન્યાઓનું જ પૂજન કરવુ જોઈએ. આનાથી વધુ કે ઓછી વયની કન્યાઓની પૂજા કરવી વર્જિત છે. તમારા સૌભગ્ય મુજબ નવ દિવસ સુધી અથવા નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ૐ કુમાર્યે નમ: મંત્ર દ્વારા કન્યાઓના પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ તેમની રૂચિ મુજબનું ભોજન કરાવો. ભોજનમાં ગળ્યુ જરૂર હોય તેનુ ધ્યાન રાખો. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવી વિધિપૂર્વક કુંકુમથી તિલક કરો અને દક્ષિણા આપીને હાથમાં પુષ્પ લઈને આ પ્રાર્થના કરો..

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्।
नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।
जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।
पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।
પછી એ પુષ્પ કુમારીના ચરણોમાં અર્પણ કઈ તેમને સન્માનપૂર્વક વિદાય આપો.

દુર્ગા માતાની આરાધનાનું પર્વ નવરાત્રિ

નવરાત્રિ શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવેલા ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
નવરાત્રિના ઉપાયોઃ નહીં રહે મૃત્યુનો ડર, નહીં આવે પૈસામાં કમી

- જે જાતકોની કુંડળીમાં અલ્પાયુ કે દુર્ઘટનાના યોગ હોય, તેને દેવીની આરાધનાની સાથે, દેવી કવચનો રોજનો પાઠ કરવો જોઈએ

- જે જાતકોની કુંડળીમાં અસાધ્ય રોગનો યોગ હોય કે જે રોગગ્રસ્ત હોય, તેમણે દેવી કવચની સાથે આ મંત્રનો જાપ કરો અને રાઈની આહુતિ આપો, ઝડપથી લાભ થશે. મંત્ર -

रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान्।

त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति।।

- દૂર્ગા સપ્તશતિના ચોથા, પાંચમા, અને 11માં અધ્યાયના રોજ પાઠ કરવાથી સંકટ દૂર થઈ જાય છે. મનોવાંછિત સિદ્ધિ, ધન, વૈભવ, સુખ, શાંતિ તથા સંતાન સુખ પ્રાપ્ત થાય છે.  

- જે પુરુષોની કુંડળીના સાતમા ભાવમાં ક્રૂર ગ્રહ હોય કે તેના પર ક્રૂર ગ્રહની દ્રષ્ટિ હોવાથી વિવાહમાં વાર લાગી રહી હોય તો દેવી અર્ગલાનો આ મંત્ર ખાસ બોલો –

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।।

- કુંડળીના દશમા ભાવમાં સ્થિત ગ્રહો કે આ ભાવ પર અન્ય ગ્રહોની દ્રષ્ટિથી જો કામમાં વિઘ્નો આવી રહ્યા હોય તો સફલતા માટે આ મંત્ર જપો -

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणी नमोस्तु ते।।


- આ ઉપાયોની સાથે જ વ્યક્તિને પોતાનો પ્રયાસ પણ કરવો જોઈએ. જો કોઈ બીમારીથી પરેશાન હોય તો ડોક્ટર ઉપાય જણાવવામાં આવેલા ઉપાયો પણ જરૂર કરાવો.

સર્વપિતૃ અમાસ

હિન્દુ પંચાંગના આસો માસના વદપક્ષની અંતિમ તિથિ કે સર્વપિતૃ અમાસને શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની પ્રસન્નતા માટે અંતિમ અવસર પણ માનવામાં આવે છે. ધર્મ પરંપરાઓ અનુસાર જો કોઈ શ્રાદ્ધનો અધિકારી પિતૃપક્ષની બધી તિથિ પર પિતૃઓ શ્રાદ્ધ કે તર્પણ ચૂકી જાય કે પિતૃની તિથિ યાદ ન હોય તો આ તિથિ પર બધા પિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ માટે સર્વપિતૃ અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે. 

આ તિથિનો સંયોગ સોમવારના દિવસે થઈ રહ્યો છે. આ માટે આ દિવસે શિવભક્તિની સાથે સોમવતી અમાસ પર કોઈ પણ રૂપમાં દેવ સ્મરણનો ઉપાય તથા શ્રાદ્ધ મોટું મંગળકારી સાબિત થશે. વિશેષ રીતે જે દંપતિઓને 3 પૂત્રીઓ પછી એક પુત્ર જન્મ લે છે કે જુડવા સંતાન પૈદા થાય છે, તેને સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર સર્વપિતૃ અમાસના પિતૃના શ્રાદ્ધથી ઘર-પરિવારમાં સુખ-સૌભાગ્ય વરસે છે. ધાર્મિક માન્યતા છે કે આ તિથિ પર પિતૃઆત્મા પોતાના પરિવારની પાસે વાયુના રૂપમાં બ્રહ્મણોની સાથે આવે છે. તેની સંતુષ્ટિથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. પરિવારના શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાથી તે તૃપ્ત અને પ્રસન્ન થઈને આશિર્વાદ આપીને જાય છે, પરંતુ તેની અપેક્ષાથી દુઃખી થઈને શ્રાદ્ધ કરનારના જીવનમાં પણ સમસ્યાઓ આવવા લાગે છે.


સર્વપિતૃ અમાસના દિવસે પિતૃની તૃપ્તિથી પરિવારમાં સુખ-શાંતિ સ્થપાય છે. શ્રાદ્ધનો આ અંતિમ અવસર ચૂકી ન જાઓ, આ માટે અહીંથી જાણો કેટલાક એવા ઉપાયો, જે દેવતાઓને તથા દેવ રૂપમાં પિતૃઓનું આહવાન છે. તેને અપનાવવાથી પણ પિતૃઓની તૃપ્તિ થઈ શકે છે. 
પીપળો દેવવૃક્ષ છે. શિવ અને પિતૃરૂપ વિષ્ણુનો વાસ કહેવામાં આવે છે. સર્વપિતૃ અમાસના પીપળાના ઝાડની નીચે ભોજનની સાથે જલેબી અને કાળા ગુલાબજાંબુ રાખો. ધૂપ-દીપ પ્રગટાવો તથા પોતાના કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. આ મંત્ર બોલો -
 "ऊँ ऐं पितृदोष शमनं हीं ऊँ स्वधा"  
ગાય દેવપ્રાણી અને તેમાં બધા દેવતાઓનો વાસ છે. આ માટે આ દિવસે પાંચ ફળ તથા ઘાસ ખવડાવો. આ મંત્રથી ગાયની પરિક્રમા કરો. 
"गवां दृष्ट्वा नमस्कृत्य कुर्याच्चैव प्रदक्षिणम्। प्रदक्षिणीकृता तेन सप्तद्वीपा वसुन्धरा।। मातर: सर्वभूतानां गाव: सर्वसुखप्रदा:। वृद्धिमाकाङ्क्षता पुंसा नित्यं कार्या प्रदक्षिणा।।"  
આ દિવસે સોમવાર પણ છે શિવજીને સફેદ ચીજો પ્રિય છે. શિવની પંચામૃતથી પૂજા કરો, સફેદ ફૂલ ચઢાવો. ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સફેદ ફૂલથી સજાવો. પિતૃનું ધ્યાન કરી નમસ્કાર કરો. એવું કરવાથી આપ જીવનમાં ખુશીઓ તથા અનપેક્ષિત ફૂલથી સજાવો. પિતૃનું ધ્યાન કરી નમસ્કાર કરો. એવું કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ અને વૈભવનો અનોખો યોગ સર્જાશે. મંત્ર બોલ
"ऊँ नम: शम्भवाय च मयोभवाय च नम: शंकराय च मयस्कराय च नम: शिवाय च शिवतराय च।" 


શ્રી હનુમાન તથા ભૈરવ, શિવઅવતાર છે. તેની ઉપાસના બધા ગ્રહદોષ શાંતિ કરી દે છે. શક્તિસ્વરૂપ બન્ને દેવતાઓને સિંદૂર ચઢાવીને યથાશક્તિ ચીજોથી પૂજન કરો. સરળ મંત્ર બોલો
"हं हनुमते रुद्रात्मकाय हुं फट्" તથા "ऊँ बं बटुकभैरवाय नमः" 

અમાસના દિવસે લક્ષ્મીની ઉપાસનાનો દિવસે પણ છે. દેવીને લાલફૂલ ચઢાવો ઘરની બહાર દીપ પ્રગટાલો. લક્ષ્મી કૃપા માટે આહવાન કરો. આ મંત્ર બોલો
"ऊँ कमलवासिन्यै नमः" 
યથા શક્તિ બ્રહ્મણને ભોજન કરાવો. વસ્ત્ર, દક્ષિણા આપો. બ્રાહ્મણને વિદાય કરો તો તેના ચરણ સ્પર્શ કરો, આશીર્વાદ લો અને તેની પાછળ આઠ પગલા ચાલો. – બ્રાહ્મણો ભોજન માટે આવે તે પહેલા ધૂપ-દીપ જરૂર કરો જેથી વાતાવરણ સુગંધિત બની જાય. - આ પ્રકારે સર્વપિતૃ અમાસના શ્રદ્ધાથી પૂર્વજોનું ધ્યાન, પૂજા-પાઠ, તર્પણ કરી પિતૃદોષના કારણે આવનારા કષ્ટ અને દુર્ભાગ્યને દૂર કરો. આ દિવસના પિતૃઓની પ્રસન્નતાથી વરદાન બનાવીને મંગળમય જીવન વ્યતિત કરી શકો છો.   

Friday, 12 October 2012

ઘરનાં મુખ્યદ્વાર પર વાસ્તુદોષ અને તેના ઉપાય

ઘરમાં અશાંતિ તેમજ રોગ જેવી સમસ્યાઓને લઈને તમે કંટાળી ગયા હોવ તો હવે સાવધ થઈ જવાની જરૂર છે. અહીં આપેલ ટીપ્સ તેમજ ઉપાયોથી તમારા ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્ર પર આધારિત આ ટિપ્સથી અનેક ફાયદા લઈ શકો છો

1- જો ઘરનાં મુખ્યદ્વારની બંને બારીઓ હોય તો આને વાસ્તુશાસ્ત્ર અનુસાર, અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં બંને તરફથી ફૂંકાતો પવન સકારાત્મક ઊર્જાને દૂર ધકેલી દે છે. જેના લીધે ઘરનાં માલિકને આર્થિક સંકડામણ અનુભવાય છે.

ઉપાય-
1-  આ બંને બારીઓ પર ગોળ પાંદડાવાળા રોપ (છોડ) લગાવવા. કાંટાદાર તેમજ અણીદાર છોડ નહીં.
2- આ સ્થાન પર મનીપ્લાન્ટનો છોડા લગાડવો જોઈએ જેનાથી લાભદાયક રહે છે.

2- ઘરના દરવાજાની સામે ઝાડ હોય તો વાસ્તુ પ્રમાણે અશુભ મનાય છે. આનાથી ઘરમાં બીમારી સદાય રહે છે. ઘરના માલિકને વારંવાર અનેક બીમારી થતી જ રહે છે. જેનાથી આર્થિક પાયમાલ થઈ જાય છે. પરિવારમાં અચાનક સમસ્યાઓ આવતી જ જાય છે. કોર્ટ-પોલીસ સંબંધી સમસ્યાઓ નડતી રહે છે.

ઉપાય.-
1 -ઘરના સામે ઉપર બહારની તરફ અષ્ટકોણીય દર્પણ લગાડવો જોઈએ જેનાથી નકારાત્મક ઊર્જાથી બચાવાય.
2- નવ ઈંચનો સ્વસ્તિક ઘરના દરવાજા પર બનાવવો જોઈએ.

3- જો ઘરનું મુખ્યદ્વાર કોઈ અન્ય નિર્માણના લીધે અવરોધાય, આ ઉપરાંત અન્ય મકાનને લીધે મુખ્યદ્વાર ઢંકાઈ જાય તો આને અશુભ માનવામાં આવે છે. આને લીધે ઘરનાં મુખ્ય માલિકને હૃદય રોગ થવાની શક્યતા રહે છે.

ઉપાય-
1-મુખ્યદ્વાર ઘરનાં ઉમરા નીચે છ સોનેરી સિક્કાની પોટલીમાં બંધ કરીને દબાવી દેવું જોઈએ.
2- ઘરનાં મુખ્યદ્વારના ઉમરા પર છ ઈન્ચની લાલ રંગની પટ્ટી રાખવી.

ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લગાડો વૃક્ષ

ઘરમાં કે ઘરની આજુબાજુ ઝાડ લગાડવાથી ધનમાં વૃદ્ધ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેનાર લોકો હંમેશાં સ્વસ્થ રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર તમારા દ્વારા લગાવેલ વૃક્ષ સારા પરિણામ નથી આપતા. હકીકતમાં તેમાં ઘણાં વાસ્તુ દોષ હોય છે. અમે આપને અહીં જણાવી રહ્યા છીએ કે ઘરમાં કયું વૃક્ષ લગાડવું જોઈએ અને કયું વૃક્ષ નહીં. સાથે ઝાડ લગાડો પણ ક્યા તે લગાડવા.

બૃહંતસંહિતા નામના ગ્રંથમાં ઘરમાં ક્યું વૃક્ષ લગાડવાથી સુખ-શાંતિ અને સારું પરિણામ આપશે તે તમામ વિગતો આપી છે. વડલાનું વૃક્ષ પૂર્વમાં, પશ્ચિમમાં પીપળનું વૃક્ષ, ઉત્તરમાં લીમડો અને દક્ષિણ દિશામાં ગુલમહોરનું ઝાડ લગાડવું શુભ માનવામાં આવે છે. આનાથી વિપરિત દિશામાં લગાડાય તો અશુભ પરિણામ આપનારું બની રહે છે. ઘરની નજીક કાંટાવાળા ઝાડ શત્રુતા પેદા કરે છે. આ ઉપરાંત દૂધ ધરાવતા ઝાડ ધનનો નાશ કરે છે. વાસ્તુ રાજવલ્લભ પ્રમાણે કેળ, કેતકી, ચમેલી, ચંપાના  છોડ ઘરની પાસે હોય તો શુભ માનવામાં આવે છે પરંતુ એક પહોર વીત્યા પછી આ તમામનો છાંયડો પડવા લાગે તો આને અશુભ માનવામાં આવે છે. ત્રીજા પહોર પછી તેની છાયા પડે તો એટલું અશુભ નથી માનવામાં આવતું.

શુભ વૃક્ષ-  નાગ કેસર, મોલ શ્રી, સાલ, પુન્નગ, ચમેલી, જયન્તી, ચંદન, અપરાજિતા, ગુલાબ, કેતકી, ચંપો નારિયેળ વગેરે શુભ માનવામાં આવે છે.
અશુભ વૃક્ષ- ગુલમહોર, લીંમડો, પીપળ, આંબલી વગેરેના લાકડાં ઘરમાં ન લાવવા જોઈએ કારણ કે, આને અશુભ માનવામાં આવે છે.

અશોક વૃક્ષ (આસોપાલવ)

અશોક વૃક્ષ (આસોપાલવ)ને ઘરમાં ઉત્તર દિશામાં ઊગાડવું. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં અશોક વૃક્ષને લીધે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે, તેમજ અકાળે મૃત્યુ નથી આવતું. 

પરિવારની મહિલાઓને શારીરિક અને માનસિક ઊર્જાઓમાં વધારો થાય છે. જો મહિલાઓ આસોપાલવનાં વૃક્ષ પર પ્રતિદિન જળ ધરાવતી હોય તો તેની તમામ મનોકામના અને વૈવાહિક જીવનમાં સુખ શાંતિ યથાવત્ રહે છે.


જે વિદ્યાર્થીઓ ભણતા ખૂબ હોય છે તેમજ વાંચતા વધુ હોય છે છતાં તેમને વાંચેલું યાદ ન રહેતું હોય તો આસોપાલવની છાલ લઈને બ્રાહી સમાન મેળવીને ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને 1-1 ચમચી સાંજે ગિલાશમાં દૂધની સાથે આપવાથી જલ્દીથી લાભ મળશે. 


આસોપાલવના અન્ય પ્રયોગો-

1-
જે જાતકને નિરંતર વ્યવસાયમાં હાનિ થઈ રહી હોય  આ ઉપરાંત તેમનો વ્યવસાય બંધ થવાની અણી પર હોય તો તેમને નીચે દર્શાવેલ પ્રયોગ કરીને લાભ મેળવવો. આસોપાલવનાં બીજને મેળવીને તેને સ્વચ્છ કરીને ધૂપ અને અગરબત્તી કરવી.

આંખો બંધ  કરીને પોતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરવી. આ બીજમાંથી એક બીજને કોઈ લૉકેટ બનાવીને પોતાના ગળામાં ધારણ કરવું જોઈએ. અન્ય બીજને અનાજ રાખવાના સ્થાન પર રાખવા. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ બુધવારે કરવાથી સારો લાભ થાય છે.


2-
કોઈપણ શુભ મુહૂર્તમાં આસોપાલવ (અશોકવૃક્ષ)ની જડને ખોદીને લાવવી. તે સમયે તમારે મૌન ધારણ કરવું જોઈએ. ઘરમાં લાવીને તિજોરી અથવા ધન રાખવાના સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની સ્થિતિ પહેલાં કરતા સારી થાય છે.

3-
જો કોઈ કન્યાનાં લગ્ન ન થઈ રહ્યા હોય. તેમજ પરિવારનાં લોકો પણ ખૂબ ચિંતામાં હોય તો આ ઉપાય કરવો જોઈએ. અશોક વૃક્ષની જડ તથા પાંદડા મેળવીને આ કન્યાના સ્નાન કરવાના પાણીમાં નાંખી દો. બાદમાં આ પાણીથી કન્યાએ સ્નાન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે જડ પાણીમાંથી બહાર ન પડવી જોઈએ.

4-
અશોક વૃક્ષ (આસોપાલવ)નાં ફળને મંગળવારના દિવસે હનુમાનજીને ધરાવવા જોઈએ જેથી મંગળ ગ્રહની પીડામાંથી મુક્તી મળી જાય છે.

સ્નાન કર્યા પછી આ પાંદડાને પરિવારનાં કોઈ પણ સભ્ય પીપલનાં વૃક્ષનાં નાંખી દે. આ પ્રયોગ ઓછામાં ઓછા 41 દિવસ સુધી જરૂરથી કરો. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ સોમવારના રોજ શરૂ કરો. આવું કરવાથી જલ્દી જ તે કન્યાના લગ્ન નક્કી થઈ જશે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરો આટલો ફેરફાર અને પછી જુઓ

શું તમને ખબર છે કે ભલે તમારો બેડરૂમ વાસ્તુ અનુસાર ડેકોરેટ ન કર્યો હોય, પરંતુ જો તમારે સૂવાનો નિયમ ન ખબર હોય તો તમારું જીવન તણાવગ્રસ્ત રહેતું હોય છે.
અહીં અમે તમને સૂવાના કેટલાક નિયમો જણાવીએ છીએ.

1- બેડ અથવા પલંગ આરામદાયક હોવો જોઈએ, પરંતુ બેડની વચ્ચોવત કોઈ લેમ્પ, પંખો કે ઈલેકટ્રોનિક ઉપકરણ વગેરે ન હોવું જોઈએ. નહીંતર આની પર સૂઈ રહેનારનું પાચન ખરાબ થઈ શકે છે.

2- ઘડિયાળને ક્યારે પણ માથાની નીચે અથવા બેડની પાછળ રાખીને ન સૂવું જોઈએ. ઘડિયાળને કદી બેડની સામે પણ ન લગાવો. નહીંતર બેડ પર સૂનાર હંમેશાં ચિંતાગ્રસ્ત  અથવા તણાવમાં રહેશે. ઘડિયાળને બેડની જમણી કે ડાબી બાજુએ લગાવવી હિતકર છે.

3- બેડ પર સાદી ડિઝાઈનના ઓશિકા અને ચાદર રાખવા જોઈએ. કદી પણ ભડકાઉ અને રંગબેંરગી રંગની ડિઝાઈનનો ઉપયોગ ન કરવો જોઈએ.

4- બેડરૂમમાં મંદિર અથવા પૂર્વજોની છબિઓ ન રાખો.

5- બેડરૂમમાં હલ્કા ગુલાબી રંગનો પ્રકાશ હોવો જોઈએ જેનાથી પતિ અને પત્નીની વચ્ચે પરસ્પર પ્રેમ યથાવત્ રહે.

6- બેડરૂમના દરવાજાની સામે પગ રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે.

7- વાસ્તુ અનુસાર, હંમેશા દક્ષિણ દિશામાં માથુ અને પશ્ચિમ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ. જેથી કરીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે તમે દીર્ઘાયુ એને ગાઢ નિંદ્રા માણી શકો. 

ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં ન રાખવો!

'ધરતીનો છેડો એટલે ઘર'
'ધરતીનો છેડો એટલે ઘર' ઘરમાં વ્યકિતને આશરો જ નહિ પરંતુ હૂંફ પણ મળતી હોય છે. ઘર માટે એવું પણ કહેવાય છે કે, ઘર એ તો ધરતી પરનું લઘુ સ્વર્ગ છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર બનાવતી અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે ઘર માલિક અને તેના કુટુંબીજનોને તમામ પ્રકારનું સુખ-ઐશ્વર્ય અને શાંતિ મળતી હોય છે.

આજે આપણે ઘરની મુખ્ય દ્વારની વાત કરીએ છીએ. મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. ઘરનું મુખ્ય દ્વાર કાં તો પૂર્વ કે ઉત્તરમાં હોવો જોઈએ. જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો રોગ, દુખ અને શોકનું કારણ બની જાય છે.


જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો તેના દોષની શાંતિ માટે હળદર અને રમચી મેળવીને મુખ્ય દરવાજાની સામે બંને બાજુ સ્વસ્તિક ચિન્હ બનાવવાથી દોષની શાંતિ થાય છે.



જો ઘરની અંદર પતિ-પત્ની વચ્ચે હમેશાં કલેશ રહેતો હોય તો ઈશાન ખૂણામાં રાધા-કૃષ્ણની છબી ટિંગાડવી અને એ સ્થાન સાફ રાખવું. ધન-ધાન્યમાં વધારો કરવા માટે ઉત્તર દિશામાં એક કળશમાં પાણી ભરીને તેમાં બે-ચાર દાણા ચોખા અને હળદર નાંખવી. દરરોજ તેને બદલતા રહેવું. નજર દોષથી બચવા માટે ઘરની દક્ષિણ દિશામાં તલનાં તેલનો દીવો પ્રગટાવવો.


તમે તે રોગની શાંતિ માટે ઘરની પૂર્વ દિશામાં એક કળશમાં પાણી ભરીને રાખો અને તેમાં ચોખા કે હળદર તેમજ તેમાં પીળું સરસિયું ઉમેરવું. આ ઉપરાંત એક દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં હંમેશાં ભારે રાખો. વાસ્તુના કોઈપણ દોષની શાંતિ માટે ઘરનાં દરેક ખૂણામાં સિંધવ ભરેલો વાટકો રાખવો.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય સૂવાનો ઓરડો બનાવવો જોઈએ કારણ કે આ યમનું સ્થાન છે. યમ શક્તિ અને આરામનું પ્રતીક ગણાય છે. દરવાજાઓ અને બારીઓમાં અવાજ આવવાથી વાસ્તુ દોષ થાય છે. એક સીધી રેખામાં દરવાજા હોવા પણ વાસ્તુ દોષ કહેવાય છે. નીસરણીની સંખ્યા 5,7,9 વિષમ સંખ્યામાં હોવી જોઈએ.