હિન્દુ પંચાંગના આસો માસના વદપક્ષની અંતિમ તિથિ કે સર્વપિતૃ અમાસને
શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની પ્રસન્નતા માટે અંતિમ અવસર પણ માનવામાં આવે છે.
ધર્મ પરંપરાઓ અનુસાર જો કોઈ શ્રાદ્ધનો અધિકારી પિતૃપક્ષની બધી તિથિ પર
પિતૃઓ શ્રાદ્ધ કે તર્પણ ચૂકી જાય કે પિતૃની તિથિ યાદ ન હોય તો આ તિથિ પર
બધા પિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ માટે સર્વપિતૃ અમાસના નામથી પણ
ઓળખવામાં આવે છે.
આ તિથિનો સંયોગ સોમવારના દિવસે થઈ રહ્યો છે. આ માટે આ દિવસે શિવભક્તિની
સાથે સોમવતી અમાસ પર કોઈ પણ રૂપમાં દેવ સ્મરણનો ઉપાય તથા શ્રાદ્ધ મોટું
મંગળકારી સાબિત થશે. વિશેષ રીતે જે દંપતિઓને 3 પૂત્રીઓ પછી એક પુત્ર જન્મ
લે છે કે જુડવા સંતાન પૈદા થાય છે, તેને સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ જરૂર
કરવું જોઈએ.
શાસ્ત્રો અનુસાર સર્વપિતૃ અમાસના પિતૃના શ્રાદ્ધથી ઘર-પરિવારમાં સુખ-સૌભાગ્ય વરસે છે. ધાર્મિક માન્યતા છે કે આ તિથિ પર પિતૃઆત્મા પોતાના પરિવારની પાસે વાયુના રૂપમાં બ્રહ્મણોની સાથે આવે છે. તેની સંતુષ્ટિથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. પરિવારના શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાથી તે તૃપ્ત અને પ્રસન્ન થઈને આશિર્વાદ આપીને જાય છે, પરંતુ તેની અપેક્ષાથી દુઃખી થઈને શ્રાદ્ધ કરનારના જીવનમાં પણ સમસ્યાઓ આવવા લાગે છે.
સર્વપિતૃ અમાસના દિવસે પિતૃની તૃપ્તિથી પરિવારમાં સુખ-શાંતિ સ્થપાય છે. શ્રાદ્ધનો આ અંતિમ અવસર ચૂકી ન જાઓ, આ માટે અહીંથી જાણો કેટલાક એવા ઉપાયો, જે દેવતાઓને તથા દેવ રૂપમાં પિતૃઓનું આહવાન છે. તેને અપનાવવાથી પણ પિતૃઓની તૃપ્તિ થઈ શકે છે.

પીપળો દેવવૃક્ષ છે. શિવ અને પિતૃરૂપ વિષ્ણુનો વાસ કહેવામાં આવે છે.
સર્વપિતૃ અમાસના પીપળાના ઝાડની નીચે ભોજનની સાથે જલેબી અને કાળા ગુલાબજાંબુ
રાખો. ધૂપ-દીપ પ્રગટાવો તથા પોતાના કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. આ
મંત્ર બોલો -
"ऊँ ऐं पितृदोष शमनं हीं ऊँ स्वधा"
ગાય દેવપ્રાણી અને તેમાં બધા દેવતાઓનો વાસ છે. આ માટે આ દિવસે પાંચ ફળ તથા
ઘાસ ખવડાવો. આ મંત્રથી ગાયની પરિક્રમા કરો.
"गवां दृष्ट्वा नमस्कृत्य
कुर्याच्चैव प्रदक्षिणम्। प्रदक्षिणीकृता तेन सप्तद्वीपा वसुन्धरा।। मातर:
सर्वभूतानां गाव: सर्वसुखप्रदा:। वृद्धिमाकाङ्क्षता पुंसा नित्यं कार्या
प्रदक्षिणा।।"
આ દિવસે સોમવાર પણ છે શિવજીને સફેદ ચીજો પ્રિય છે. શિવની પંચામૃતથી પૂજા
કરો, સફેદ ફૂલ ચઢાવો. ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સફેદ ફૂલથી સજાવો. પિતૃનું
ધ્યાન કરી નમસ્કાર કરો. એવું કરવાથી આપ જીવનમાં ખુશીઓ તથા અનપેક્ષિત ફૂલથી
સજાવો. પિતૃનું ધ્યાન કરી નમસ્કાર કરો. એવું કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ
અને વૈભવનો અનોખો યોગ સર્જાશે. મંત્ર બોલ
"ऊँ नम: शम्भवाय च मयोभवाय च
नम: शंकराय च मयस्कराय च नम: शिवाय च शिवतराय च।"
શ્રી હનુમાન તથા ભૈરવ, શિવઅવતાર છે. તેની ઉપાસના બધા ગ્રહદોષ શાંતિ કરી દે
છે. શક્તિસ્વરૂપ બન્ને દેવતાઓને સિંદૂર ચઢાવીને યથાશક્તિ ચીજોથી પૂજન કરો.
સરળ મંત્ર બોલો
"हं हनुमते रुद्रात्मकाय हुं फट्" તથા "ऊँ बं बटुकभैरवाय
नमः"
અમાસના દિવસે લક્ષ્મીની ઉપાસનાનો દિવસે પણ છે. દેવીને લાલફૂલ ચઢાવો ઘરની
બહાર દીપ પ્રગટાલો. લક્ષ્મી કૃપા માટે આહવાન કરો. આ મંત્ર બોલો
"ऊँ
कमलवासिन्यै नमः"
યથા શક્તિ બ્રહ્મણને ભોજન કરાવો. વસ્ત્ર, દક્ષિણા આપો. બ્રાહ્મણને વિદાય
કરો તો તેના ચરણ સ્પર્શ કરો, આશીર્વાદ લો અને તેની પાછળ આઠ પગલા ચાલો. –
બ્રાહ્મણો ભોજન માટે આવે તે પહેલા ધૂપ-દીપ જરૂર કરો જેથી વાતાવરણ સુગંધિત
બની જાય. - આ પ્રકારે સર્વપિતૃ અમાસના શ્રદ્ધાથી પૂર્વજોનું ધ્યાન,
પૂજા-પાઠ, તર્પણ કરી પિતૃદોષના કારણે આવનારા કષ્ટ અને દુર્ભાગ્યને દૂર કરો.
આ દિવસના પિતૃઓની પ્રસન્નતાથી વરદાન બનાવીને મંગળમય જીવન વ્યતિત કરી શકો
છો.
No comments:
Post a Comment