Monday, 15 October 2012

ભક્તિ અને શક્તિ નો અનોખો સંગમ એટલે નવરાત્રી


ભક્તિ અને શક્તિ નો અનોખો સંગમ એટલે નવરાત્રી
 દુર્ગા માતાની આરાધનાનું પર્વ નવરાત્રિ

નવરાત્રી ની સ્થાપના
પહેલા દિવસે માતા દુર્ગાની પ્રતિમા તથા ગરબાની સ્થાપના કરવામાં આવે છે. તે પછી જ નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થાય છે. માતા દુર્ગા તથા ગરબાની સ્થાપનાની વિધિ તથા શુભ મુહૂર્ત

- એક બાજોઠની સ્થાપના કરો તેના પર જવ અને ઘઉં પાથરો, પછી તેના પર તમારી શક્તિ પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પવિત્ર સ્થળની માટીથી બનાવેલો કળશ સ્થાપિત કરો. કળશ ઉપર સોના, ચાંદી, તાંબા કે પછી, પવિત્ર સ્થળની માટીથી બનાવેલ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરો.

- મૂર્તિ જો કાચી માટી, કાગળ કે સિંદૂરની બનેલી હોય અને સ્નાન કરાવતા તે બગડી શકે તેવી હોય તો શીશું લગાવો. મૂર્તિ ન હોય તો બાજોઠની વચ્ચે ગરબાની સ્થાપના કરો, તેમાં અખંડ જ્યોત રહે તે રીતે દીવાની વ્યવસ્થા કરો, કારણ કે આ જ્યોતને આપણા શાસ્ત્રોમાં મહાશક્તિ - ઊર્જા - નું પ્રતિક માનીને પૂજન કરવાનું વિધાન છે. આ ગરબા પછળની ભીંત પર સ્વસ્તિક કરો. ગરબા પર ફૂલ, કંકુ, ચોખા ચઢાવો.


ગરબાની સ્થાપનાનું શુભ મુહૂર્ત

- સવારે 06:31 થી 08:47 સુધી (ચર લગ્ન તુલા)


- સવારે 08:47 થી 11:02 (સ્થિર લગ્ન વૃશ્ચિક)


- સવારે 09:18 થી 10:45 સુધી (ચરનું ચોઘડીયું)


- સવારે 10:45 થી બપોરે 12:12 સુધી (લાભનું ચોઘડીયું)


- બપોરે 11.49 થી 12:35 (અભિજીત મુહૂરિત)


- બપોરે 12:12 થી 01:38 સુધી (અમૃત ચોઘડીયું)


- સાંજના 07:38 થી રાતના 09:36 સુધી (સ્થિર લગ્ન વૃષભ)

 

- નવરાત્રિ વ્રતના આરંભમાં સ્વસ્તિ વાચન – શાંતિ પાઠ કરીને સંકલ્પ કરો અને સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી માતૃકા, લોકપાલ, નવગ્રહ તથા વરૂણનું સવિધિ પૂજન કરો. પછી મુખ્ય મૂર્તિનું સોળશોપચાર પૂજન કરો.

- દૂર્ગાદેવીની આરાધના- અનુષ્ઠાનમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું પૂજન તથા માર્કન્ડેયપૂરાણાન્તર્ગત રહેલ શ્રી દૂર્ગાસપ્તશતીનો પાઠ નવ દિવસ સુધી દરરોજ કરવો જોઈએ.  

 નવરાત્રીમાં બધા જ માતાજીની પોતાની રીતે પૂજા કરતાં હોય છે. પરંતુ ઉદેશ એક જ હોય છે માતાની કૃપા મેળવવાનો. કોઈ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે તો કોઈ કોઈ પગરખા નથી પહેરતા. જો આ નવરાત્રીમાં તમે માતાજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશી અનુસાર માતા દુર્ગાની પૂજા કરો. આનાથી તમને વિશેષ કૃપા પ્રાપ્ત થશે, સાથે-સાથે દરેક મુશ્કેલી પણ દૂર થશે.

મેષ (અ.લ.ઈ.) – આ રાશિના લોકોએ માતાની વિશેષ ઉપાસના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાના પાઠ કરો. સ્કંદમાતા કરુણાપ્રિય છે, જે વાત્સલ્યનો ભાવ રાખે છે.

વૃષભ (બ. વ. ઉ.) – આ રાશિના લોકો મહાગૌરી સ્વરૂપની ઉપાસના કરો જે વિશેષ ફળ આપશે. લલીતાસહસ્ત્રનો પાઠ કરો. અવિવાહિત કન્યાઓને આરાધના કરવાથી સારા વરની પ્રાપ્તિ થશે.

મિથુન (ક. છ. ઘ.) – આ રાશિના લોકોએ દેવી યંત્ર સ્થાપિત કરી બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ. સાથે જ તારાકવચનો રોજ પાઠ કરવો. મા બ્રહ્મચારિણી જ્ઞાન પ્રદાન કરે છે અને અવરોધ દૂર કરે છે.

કર્ક (ડ. હ.) – આ રાશિના લોકોએ શૈલપુત્રીની પૂજા-આરાધના કરવી જોઈએ. લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ કરવો. ભગવતીની પૂજા અભય દાન આપે છે.

સિંહ (મ. ટ.) – આ રાશિના લોકોએ મા કુષમંડાની આરાધના વિશેષ ફળ આપે છે. દુર્ગા મંત્રનો જાપ કરો. એવું મનાય છે કે દેવીમાના હાસ્યથી જ બ્રહ્માંડની ઉત્પતિ થઇ છે. નવરાત્રીમાં આસુરી શક્તિ એટલે કે ખરાબ પ્રવૃત્તિઓને માના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

કન્યા (પ. ઠ. ણ.)
– આ રાશિના લોકોએ માં બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી મંત્રોને વિધિસર જપ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ માટે દેવીની સાધના ફળદાયી છે.

તુલા (ર. ત.) – તુલા રાશિના લોકોને મહાગૌરીની પૂજા આરાધનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. કાળીચાલીસા અથવા સપ્તશતીના પ્રથમ ચરિત્રનો પાઠ કરવો જે લોક-કલ્યાણકારી છે. અવિવાહીત કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે.

વૃશ્વિક (ન. ય.) – આ રાશિના લોકોમાં સ્કંદમાતાની ઉપાસના શ્રેષ્ટ ફળ આપે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો

ધન (ધ. ફ. ભ. ઢ.) – આ રાશિના લોકોએ મા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ, સબંધિત મંત્રોનું યોગ્ય અનુષ્ઠાન કરવું. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે, જે સાધકને ભય તેમજ વિઘ્નોને પોતાના અવાજથી નાશ કરી દે છે.

મકર (ખ. જ.) – મકર રાશિના લોકો માટે કાલરાત્રીની પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નર્વાણ મંત્રનો જાપ કરો. અંધકારમાં ભક્તોને માર્ગદર્શન, અને પ્રાકૃતિક પ્રકોપ, તેમજ અગ્નિકાંડ વગેરેનું શમન કરે છે. શત્રુનો નાશ કરે છે.

કુંભ (ગ. શ. ષ. સ.) – કુંભ રાશિના લોકો માટે કાલરાત્રીની ઉપાસના લાભદાયક છે. દેવી કવચનો પાઠ કરો. અંધકારમાં ભક્તોને માર્ગદર્શન, અને પ્રાકૃતિક પ્રકોપને નાશ કરે છે.

મીન (દ. ચ. ઝ. થ.) – મીન રાશિના જાતકો માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ. હળદળની માળા વડે સમભાવ હોય તો બગલામુખી મંત્રનો જાપ કરવો. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે, જે સાધકનો ભય અને વિઘ્નોને પોતાના અવાજ વડે નાશ કરી નાખે છે.

 
નવ દિવસોમાં માતાની ભક્તિ કરવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે. આ દિવસોમાં ગરબાની પણ રમઝટ રહે છે, પણ આ એક આરાધનાનું પર્વ પણ છે. 
જ્યોતિષ અનુસાર જો માતાની આરાધના કરતા સમયે રાશિ અનુસાર કપડા પહેરો તો વધારે સારું અને શુભ ફળ મળે છે. કઈ રાશિના લોકો કેવા રંગના કપડા પહેરે તો મળે છે લાભ જાણો આ રાશિપ્રમાણે.....
મેષ (અ.લ.ઈ.)

આ નવરાત્રિ પર્વ પર શક્તિ આરાધના માટે તમે તમારી રાશિ અને ગ્રહ અનુસાર લાલ અને પીળા રંગના કપડા પહેરો, જેનાથી તમારી રાશિના ગ્રહ મંગળ અને દૈવીય શક્તિની કૃપાનો પૂરો લાભ મળે છે.

વૃષભ (બ. વ. ઉ.)

વૃષભ રાશિના આ નવ દિવસમાં ધન સંપત્તિ અને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ કરવા માટે આપની રાશિનો ગ્રહ શુક્ર અને દેવી મહાગૌરી માતાને પ્રસન્ન કરો. આ માટે સફેદ અને પિંક કલરના કપડા પહેરો, જેનાથી તમે વિચારેલા બધા કામ પૂરાં થશે.

મિથુન (ક. છ. ઘ.)

આ રાશિના લોકોએ નવરાત્રિ પર્વ પર દેવી ચંદ્રઘંટા માતા અને રાશિ સ્વામી બુધને પ્રસન્ન કરવા માટે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી આપના કાર્યોમાં વિઘ્નો નહીં આવે.

કર્ક (ડ. હ.)

આ રાશિવાળા લોકોએ નવરાત્રિ પર્વ પર સફેદ કે આછા રંગના કપડા પહેરવા જોઈએ, જેનાથી રાશિ સ્વામી ચંદ્રની કૃપા થશે.

સિંહ (મ. ટ.)

સિંહ રાશિવાળાને સૂર્યથી સંબંધિત દોષ દૂર કરવા માટે દેવી કૂષ્માણ્ડાને ખુશ કરો. આ માટે પીળા રંગના કપડા પહેરવા જોઈએ.

કન્યા (પ. ઠ. ણ.)

તમે રાશિ સ્વામી બુધ અનુસાર લીલા, સફેદ કે આછા લીલા રંગના વસ્ત્રો પહેરો, જેથી તમારી રાશિના દેવી ભુવનેશ્વરી દેવી પણ ખુશ થશે.

તુલા (ર. ત.)

તુલા રાશિવાળાને ધન લાભ માટે પોતાની રાશિના સ્વામી શુક્ર અનુસાર સફેદ અને આછા રંગના કપડા પહેરવા જોઈએ.

વૃશ્વિક (ન. ય.)

વૃશ્ચિક રાશિવાળાને આ નવરાત્રિ પર્વમાં લાલ રંગ અને કેસરી વસ્ત્ર પહેરવા જોઈએ, જેથી આ રાશિના અધિપતિ દેવતા મંગળ દેવ પ્રસન્ન થશે સાથે જ મા શૈલપુત્રી પણ.

ધન (ધ. ફ. ભ. ઢ.)

ધન રાશિવાળાને રાશિ સ્વામી ગુરુ અનુસાર પીળા રંગના કપડા પહેરવા જોઈએ. દરેક કામ પૂરાં થશે.

મકર (ખ. જ.)

આ રાશિવાળાને નીલા (આકાશી કલર)ના કપડા પહેરવા જોઈએ, જેનાથી કાળકા માતા પ્રસન્ન થશે.

કુંભ (ગ. શ. ષ. સ.)

તમારી રાશિના સ્વામી શનિ દેવને ખુશ કરવા માટે આ નવરાત્રિ પર્વ પર કાળા કે ઘેરા વાદળી રંગના વસ્ત્રો પહેરો, તેનાથી કાલરાત્રિ દેવી અને શનિદેવ ખુશ થશે.

મીન (દ. ચ. ઝ. થ.)

આ રાશિના લોકો કેસરી, પીળા કે હળવા રંગના કપડા પહેરો. તેનાથી મહાલક્ષ્મી તથા આ રાશિના સ્વામી ગુરુ પણ પ્રસન્ન થશે.

માતાજીનું પૂજન અને તેની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો આ સમયગાળો પ્રાચીન કાળમાં ઉર્જા તત્વને સમજવાનો-આત્મસાત્ કરવાનો સમયગાળો છે. શક્તિ સૃષ્ટિની મહાઉર્જાને આપેલું નામ છે. 'દેવિભાગવત'માં આ અવકાશીય ઉર્જા માટે 'દુર્ગા' એવો શબ્દ પ્રયોગ છે. 'દુર્ગા' એટલે દુર્ગમ જાણવા માટે અલભ્ય. જે તત્વને જોઈ શકાય તેમ નથી. જે તત્વને જાણી શકાય મ્હાણી શકાય, પણ નાણી કે પ્રમાણી ન શકાય તેવું ઉપનિષદ કહે છે તેમ 'અનિર્વચનીય' અર્થાત્ જેને શબ્દથી બયાં ન કરી શકાય તેવું તત્વ એટલે 'દુર્ગા'. વેદવ્યાસે સૌ પ્રથમ આ તત્વને જાણ્યું અને શબ્દ દેહ આપ્યો તેની રોચક કથા દેવિભાગવતમાં છે. આપણે 'મા'ને જાણી શકતાં નથી, અમુક મર્યાદાઓ અને અમુક વિચારયુક્તિની બહારની દશા હોય છે, તેથી જ દુર્ગા તત્વને મા કહેવામાં આવે છે.

નવરાત્રિના વિશેષ અવસર પર આમ્હી બરૌડેકર  તરફથી સૌ વાંચકોને નવરાત્રિના અભિનંદન....


નવરાત્રિમાં કન્યા(કુમારી)પૂજનનું મહત્વ અને વિધિ
 
હિન્દૂ ધર્મ ગ્રંથો મુજબ ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં કન્યા પૂજન(કુવારીઓકા)નું વિશેષ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિના દિવસે ત્રણથી નવ વર્ષની કન્યાઓનુ પૂજન કરવામાં આવે છે. ધર્મગ્રંથો મુજબ ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીની કન્યાઓ સાક્ષાત માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બે કન્યાની પૂજાથી ભોગ અનેમોક્ષ, ત્રણ કન્યાની પૂજાથી ધર્મ, અર્થ અને કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છની પૂજાથી છ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી રાજ્ય, આઠની પૂજાથી સંપદા, નવની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે.  
કન્યા પૂજાની વિધિ આ મુજબ છે.

પૂજન વિધિ - કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષની કન્યાઓનું જ પૂજન કરવુ જોઈએ. આનાથી વધુ કે ઓછી વયની કન્યાઓની પૂજા કરવી વર્જિત છે. તમારા સૌભગ્ય મુજબ નવ દિવસ સુધી અથવા નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ૐ કુમાર્યે નમ: મંત્ર દ્વારા કન્યાઓના પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ તેમની રૂચિ મુજબનું ભોજન કરાવો. ભોજનમાં ગળ્યુ જરૂર હોય તેનુ ધ્યાન રાખો. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવી વિધિપૂર્વક કુંકુમથી તિલક કરો અને દક્ષિણા આપીને હાથમાં પુષ્પ લઈને આ પ્રાર્થના કરો..

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्।
नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।
जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।
पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।
પછી એ પુષ્પ કુમારીના ચરણોમાં અર્પણ કઈ તેમને સન્માનપૂર્વક વિદાય આપો.

No comments:

Post a Comment