Friday 12 October 2012

ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં ન રાખવો!

'ધરતીનો છેડો એટલે ઘર'
'ધરતીનો છેડો એટલે ઘર' ઘરમાં વ્યકિતને આશરો જ નહિ પરંતુ હૂંફ પણ મળતી હોય છે. ઘર માટે એવું પણ કહેવાય છે કે, ઘર એ તો ધરતી પરનું લઘુ સ્વર્ગ છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર બનાવતી અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે ઘર માલિક અને તેના કુટુંબીજનોને તમામ પ્રકારનું સુખ-ઐશ્વર્ય અને શાંતિ મળતી હોય છે.

આજે આપણે ઘરની મુખ્ય દ્વારની વાત કરીએ છીએ. મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. ઘરનું મુખ્ય દ્વાર કાં તો પૂર્વ કે ઉત્તરમાં હોવો જોઈએ. જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો રોગ, દુખ અને શોકનું કારણ બની જાય છે.


જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો તેના દોષની શાંતિ માટે હળદર અને રમચી મેળવીને મુખ્ય દરવાજાની સામે બંને બાજુ સ્વસ્તિક ચિન્હ બનાવવાથી દોષની શાંતિ થાય છે.



જો ઘરની અંદર પતિ-પત્ની વચ્ચે હમેશાં કલેશ રહેતો હોય તો ઈશાન ખૂણામાં રાધા-કૃષ્ણની છબી ટિંગાડવી અને એ સ્થાન સાફ રાખવું. ધન-ધાન્યમાં વધારો કરવા માટે ઉત્તર દિશામાં એક કળશમાં પાણી ભરીને તેમાં બે-ચાર દાણા ચોખા અને હળદર નાંખવી. દરરોજ તેને બદલતા રહેવું. નજર દોષથી બચવા માટે ઘરની દક્ષિણ દિશામાં તલનાં તેલનો દીવો પ્રગટાવવો.


તમે તે રોગની શાંતિ માટે ઘરની પૂર્વ દિશામાં એક કળશમાં પાણી ભરીને રાખો અને તેમાં ચોખા કે હળદર તેમજ તેમાં પીળું સરસિયું ઉમેરવું. આ ઉપરાંત એક દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં હંમેશાં ભારે રાખો. વાસ્તુના કોઈપણ દોષની શાંતિ માટે ઘરનાં દરેક ખૂણામાં સિંધવ ભરેલો વાટકો રાખવો.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય સૂવાનો ઓરડો બનાવવો જોઈએ કારણ કે આ યમનું સ્થાન છે. યમ શક્તિ અને આરામનું પ્રતીક ગણાય છે. દરવાજાઓ અને બારીઓમાં અવાજ આવવાથી વાસ્તુ દોષ થાય છે. એક સીધી રેખામાં દરવાજા હોવા પણ વાસ્તુ દોષ કહેવાય છે. નીસરણીની સંખ્યા 5,7,9 વિષમ સંખ્યામાં હોવી જોઈએ.

No comments:

Post a Comment