1 ગુરુમંત્ર અને આ પીળી વસ્તુઓથી મેળવો શાહી જીવનનું સુખ
દર ગુરુવારે આ ગુરુમંત્ર અને પીળી વસ્તુઓ ચઢાવો, પોતાનું અને પરિવારનું જીવન બનાવો સુખી
જીવનમાં
જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા, પ્રખર વાણીની પ્રતિષ્ઠા, સુખ-સન્માન અને વૈભવથી
ભરેલ જીવનનું મુખ્ય સૂત્ર છે. હિન્દુ ધર્મગ્રંથોમાં નવગ્રહોમાં બૃહસ્પતિને
દેવગુરુ હોવાની સાથે આ બધી શક્તિઓ અને ગુણોના સ્વામી ગણવામાં આવે છે.
આ
કારણ છે કે જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે ગુરુનો શુભ પ્રભાવ જ્ઞાન, માનસિક
ક્ષમતાઓ અને પ્રખર બુદ્ધિના બળથી શાહી સુખ, પદ અને સન્માન અપાવી રાજયોગ
બનાવનાર માનવામાં આવે છે. સાથે જ સારા સ્વાસ્થ્ય દ્વારા પુરુષાર્થ, સંસ્કાર
અને જીવન મૂલ્યોથી માણસનું ચરિત્ર અને વ્યક્તિત્વની નવી ઊંચાઈઓ પ્રદાન કરે
છે.
જો તમે પણ પોતાની સાથે જ પરિજનો માટે પણ શિક્ષણ, સ્વાસ્થ્ય
અને સંપન્નતા રૂપી સુખ-સમૃદ્ધ જીવનની કામના રાખતા હોવ તો અહીં બતાવેલ ખાસ
પીળી સામગ્રીઓથી ગુરુપૂજા, દાન અને વિશેષ મંત્રના સ્મરણનો સરળ ઉપાય
ગુરુવારે જરૂર અપનાવો...
-ગુરુવારના દિવસે સ્નાન કર્યા પછી ગુરુ
બૃહસ્પતિ મંદિર કે નવગ્રહ મંદિરમાં ગુરુ મૂર્તિની પૂજામાં પીળી વસ્તુઓ
અર્પિત કરી નીચે લખેલ ગુરુ મંત્રથી બૃહસ્પતિનું ધ્યાન કરો. આ પીળી વસ્તુઓ
છે- પીળું ચંદન, હળદરની ગાંઠ, ગોળ, પીળા ફૂલ, ગોળ, હળદર લગાવેલી પીળી
સોપારી, પીળા કપડાં, ચણાની દાળ.
यथाक्षसूत्रं
च कमण्डलुञ्च दण्ड च विभ्रद्वरदोस्तु।।
પૂજા પછી પીળી વસ્તુઓ સિવાય ઘી,
મધ, પીળા અનાજ, ગ્રંથ, મીઠું, પુખરાજ રત્નનું દાન બ્રાહ્મણ કે ગરીબને
કરવાનું ખૂબ જ શુભ ફળ આપે છે અને છેલ્લે ગુરુ બૃહસ્પતિની આરતી કરો.
શિવ
પુરાણ પ્રમાણે શિવજીને જ આ સૃષ્ટિના નિર્માણ બ્રહ્માજી દ્વારા કરાવ્યું
હતું. આને લીધે દરેક યુગમાં બધી મનોકાનાઓનો પૂરી કરવા માટે શિવજીની પૂજા
સર્વેશ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે સૌથી સરળ ઉપાય છે. તેની સાથે જ
શિવજીનું પ્રતીક રુદ્રાક્ષને માત્ર ધારણ કરવાથી જ ભક્તોના બધા દુઃખ દૂર થઈ
જાય છે અને બધી મનોકામના પૂરી થઈ જાય છે.
રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. બધાનું અલગ-અલગ મહત્વ હોય છે. મોટાભાગના
ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. તેને ધારણ કરવા માટે અનેક પ્રકારના નિયમ
બતાવ્યા છે, નિયમોનું પાલન કરીને રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો ઝડપથી
સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવા લાગે છે. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેનું
વિધિવત પૂજન કરવું જોઈએ ત્યારબાદ મંત્ર જાપ કરી તેને ધારણ કરવું જોઈએ.
એક મુખી રુદ્રાક્ષ, બે મુખી રુદ્રાક્ષ, ત્રણ મુખી રુદ્રાક્ષ, ચાર મુખી
રુદ્રાક્ષ કે પાંચ મુખી રુદ્રાત્ર ધારણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
સામાન્ય રીતે પંચમુખી રુદ્રાક્ષ આસાનીથી ઉપલબ્ધઝ થઈ જાય છે. જાણો કયું
રુદ્રાક્ષ શા માટે અને કયા મંત્રથી ધારણ કરવું જોઈએ...
એક મુખી રુદ્રાક્ષઃ-
-જે લોકોને લક્ષ્મીની કૃપા જોઈએ અને બધી સુખ-સુવિધાઓ જોઈએ તો તેમને આ
રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષનો મંત્ર છે. -ऊँ ह्रीं नम:।।
બે મુખીઃ-
-બધા પ્રકારની મનોકામનાઓ પૂરી કરવા માટે તેને ધારણ કરવું જોઈએ. તેનો મંત્ર છે. -ऊँ नम:।।
ત્રણ મુખીઃ-
-જે લોકોને વિદ્યા પ્રાપ્તિની અભિલાષા હોય તેમને (ऊँ क्लीं नम:) ની સાથે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.
ચાર મુખી રુદ્રાક્ષઃ-
-આ રુદ્રાક્ષ ધારણ કરનારાઓને ભક્તને ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. -ऊँ ह्रीं नम:।।
પંચ મુખીઃ-
-જે ભક્તોએ બધી પ્રકારની પરેશાનીઓથી મુક્તિ જોઈતી હોય અને મનોવાંછીત ફળ
પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેમને પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ-
તેનો મંત્ર છે.- ऊँ ह्रीं नम:।।
હાથમાં કડાં પહેરવાનું ચલણ ઘણાં સમય પહેલાથી ચાલી આવે છે.શીખ
ધર્મમાં કડાને ધારણ કરવું જરૂરી માનવામાં આવે છે.આથી તો મોટાભાગનાં શીખ
લોકોનાં હાથમાં ચાંદી કે અષ્ટધાતુનું કડુ ધારણ કરે છે. કડાને શીખ લોકોનાં
પાંચ ક કારોમાંથી એક માનવામાં આવે છે.વાસ્તવમાં કડા પહેરવા પાછળ વૈજ્ઞાનિક
કારણ છે. માનવામાં આવે છે કે હાથમાં કડુ પહેરવાથી ઘણા પ્રકારની બીમારીઓથી
રક્ષા થાય છે. જ્યોતિષ અનુસાર ચંદ્રને મનનો કારક ગ્રહ માનવામાં આવે
છે.ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. આ માટે માનવામાં આવે છે કે
ચાંદીનું કડુ ધારણ કરવાથી બીમારીઓ દુર થવાની સાથે ચંદ્રથી જોડાયેલા ઘણાં
દોષ જાતે જ સમાપ્ત થઇ જાય છે અને એકાગ્રતા વધે છે.
શું
તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે. તેનો ઈલાજ કરાવ્યા પછી પણ તેના
સ્વાસ્થ્યમાં પરિવર્તન નથી આવતું કે પછી ડરેલું-ડરેલું રહે છે. જો તમારા
બાળકની પણ આવી જ સમસ્યા હોય તો નીચે લખેલ ઉપાય કરી જુઓ.
જે વ્યક્તિ વારંવાર બીમાર રહેતુ હોય તેને સીધા(જમણા) હાથમાં અષ્ટધાતુનું
કડુ પહેરવુ જોઇએ.મંગળવારે અષ્ટધાતુનું કડુ બનાવડાવો. તેના પછી શનિવારે તે
કડુ લઇને આવો. શનિવારે કોઇપણ હનુમાન મંદિરમાં જઇ તે કડુ હનુમાનજીનાં
ચરણોમાં રાખી દો. હવે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાં પછી કડામાં
હનુમાનજીનું થોડું સિંદુર લગાડીને બીમાર વ્યક્તિ જાતે જ પોતાનાં જમણા
હાથમાં પહેરી લે. ધ્યાન રાખો કે આ કડુ હનુમાનજીનાં આશીર્વાદરૂપ છે આથી પુરી
પવિત્રતા બનાવી રાખો. કોઇપણ અપવિત્ર કાર્ય કડુ પહેરીને નાં કરો. નહીતર
કડાનો પ્રભાવ નિષ્ફળ જશે.
પરીક્ષા આપવા જતાં પૂર્વે સૂર્ય દર્શન કરીને નીકળવું
સૂર્યનાં દર્શન કરવાથી હકારાત્મક વિચારો આવે છે. ડર નીકળે અને આત્મવિશ્વાસ વધે છે. પરીક્ષા પૂર્વે સૂર્યને અધ્ર્ય આપવામાં આવે તો મનોબળ પણ વધે છે.
દરેક પરીક્ષાર્થીના મનમાં એવી ઇચ્છા હોય છે કે કોઇ એવો મંત્ર મળી જાય કે
જેનાથી પરીક્ષાની વૈતરણી તરી જવાય.
ધો.૧૦
અને ધો.૧૨ ની પરીક્ષાની મોસમ આવે એટલે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ
થવા કરતાં પેપર કેવું જશે તેની ચિંતા વધારે સતાવે છે. એટલું જ નહીં પરીક્ષા
દરમિયાન પેપર કેવું નીકળશે, પેપર પૂરેપુરું લખી શકાશે કે નહીં, પેપરમાં
ધાર્યા માર્ક્સ મળશે કે કેમ? તે તમામ પ્રશ્નોને લઇ વિદ્યાર્થીઓ મૂંઝવણ
અનુભવે છે. વિદ્યાર્થીઓની આ તમામ સમસ્યાઓનું આધ્યાત્મિક નિવારણ એટલું જ છે
કે, પરીક્ષા આપવા જતી વેળાએ સૂર્ય નારાયણ ભગવાનના દર્શન કરી ઘરની બહાર પગ
માંડવો.આમ કરવાથી હકારાત્મક વિચારો આવે છે. મનમાંથી ડર નીકળી જાય છે અને
આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી આધ્યાત્મિક-જયોતિષ સાથે
સંલગ્ન ટીપ્સ આપતાં પ્રસિદ્ધ જયોતિષ-રાજગુરુ પૂ.ધ્રુવદત્ત વ્યાસે જણાવ્યું
હતું કે, સૂર્ય નારાયણના આશીર્વાદ મેળવી પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થી
નિરાશ થતો નથી. એટલું જ નહીં પરીક્ષાના દિવસોમાં સૂર્ય નારાયણને અઘ્ર્ય
આપવામાં આવે તો વિદ્યાર્થીનું મનોબળ મજબૂત-દ્રઢ બને છે.
પરીક્ષા વેળાએ ઉત્તરવહી લખવા માટે ભૂરી શાહીંવાળી લાલ અને પીળા રંગની
પેનનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થી માટે શુભદાયી રહે છે. પૂ.ધ્રુવદત્ત
વ્યાસે આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ક્યા દિવસે શું ખાઇને જવું ક્યા રંગના
વસ્ત્રો પહેરીને જવા તે બાબતે પણ સૂચનો કર્યા હતા.
પુષ્ય નક્ષત્રમાં પરીક્ષાની શરૂઆત થતી હોઈ શિવજી અને ચંદ્રને પ્રાર્થના કરવી
બોર્ડની
પરીક્ષાઓ સોમવારથી પુષ્ય નક્ષત્રમાં શરૂ થશે અને વિદ્યાર્થીઓએ ઉત્તમ
પરિણામ મેળવવા માટે પરીક્ષા પહેલાં શિવજી અને ચંદ્રની પ્રાર્થના કરવી,
પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું અને માતા-પિતા કે વડીલને પગે લાગીને
આશીર્વાદ મેળવવા જોઇએ તેવું જ્યોતિષાચાર્યએ જણાવ્યું હતું.
સોમવારથી
ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો થશે.
વિદ્યાર્થીઓએ પરીક્ષા સમયે પોતાની રાશિ મુજબ કેવાં કપડાં પહેરવા જોઇએ, જે
વિદ્યાર્થીઓ રાશિ પ્રમાણેના કલરનાં કપડાં ન પહેરી શકે તો તેઓ રાશિ મુજબના
કલરનો રૂમાલ કે ઊનનો દોરો ખિસ્સામાં રાખી શકે છે, વિદ્યાર્થીએ શું ખાઇને
પરીક્ષા આપવા માટે જવું જોઇએ તે અંગે જયોતિષાચાર્ય ચેતન પટેલ અને હેમિલ
લાઠિયાએ આ મુજબ જણાવ્યું હતું.
વિવિધ રાશિવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન શું ખ્યાલ રાખવો ?
મેષ : આ રાશિના વિદ્યાર્થીઓએ દહીં ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને લાલ અથવા મરુન કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
વૃષભ : આ રાશિના વિદ્યાર્થીઓએ ખીર ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને કોઇ પણ બેથી વધુ કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
મિથુન : આ રાશિના વિદ્યાર્થીઓએ ઘી-ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને લીલા અથવા સફેદ કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
કર્ક : આ રાશિના વિદ્યાર્થીઓએ ભગવાનને ધરાવેલું પાણી પીને પરીક્ષા આપવા જવું અને સફેદ અથવા પીંક કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
સિંહ
: આ રાશિના છાત્રોએ સુખડી ખાઇને પરીક્ષા આપવા જવું. મરુન અથવા સફેદ કલરનાં
કપડાં પહેરવાં જોઇએ. કન્યા : આ રાશિના વિદ્યાર્થીઓએ ઘી-ગોળ ખાઇને પરીક્ષા
આપવા જવું અને લીલા અથવા વાદળી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
તુલા : આ રાશિના વિદ્યાર્થીઓએ ખીર ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને ગ્રે અથવા આસમાની કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
વૃશ્વિક : આ રાશિના વિદ્યાર્થીઓએ ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને મરુન અથવા ગુલાબી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
ધન
: આ રાશિના વિદ્યાર્થીઓએ બેસનની મીઠાઇ કે સાકર ખાઇને પરીક્ષા આપવા જવું
અને પીળા અથવા બ્રાઉન કલરનાં કપડાં પહેરવાં જોઇએ. મકર : આ રાશિના
વિદ્યાર્થીઓએ તલની સુખડી ખાઇને પરીક્ષા આપવા જવું અને ઘાટો વાદળી અથવા
આસમાની કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
કુંભ : આ રાશિના વિદ્યાર્થીઓએ કાળા તલની સુખડી કે ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને કાળા અથવા વાદળી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.
મીન : આ રાશિના વિદ્યાર્થીઓએ સાકર ખાઇને પરીક્ષા આપવા જવું અને પીળા અથવા સફેદ રંગનાં કપડાં પહેરવાં.
આપણે
ભારતીય સંસ્કૃતિમાં વ્રત શબ્દ સાંભળતા આવીએ છીએ. અહીં પણ વારે તહેવારે
આપણે તેને લગતા વ્રતની વાતો કરીએ છીએ. દરરોજ કોઈને કોઈ વ્રતની વાત આવે છે
ત્યારે સહેજે પ્રશ્ન થાય કે વ્રત આવ્યા કેવી રીતે હશે? તેની વિધિ, તેના
પૂજન, વારતા વગેરેનો પ્રારંભ ક્યારે થયો? જાણો આવા સવાલોના જવાબ.
જ્યારે
વેદ વ્યાસજીએ વેદોક્ત મિમાંસાઓ લખી તે પછી તેને સમાજમાં જોયું કે સામાન્ય
લોકો તો આ સમજી નહીં શકે તો તેની જરૂરીયાત પ્રમાણે શું કરી શકાય? ત્યારે
તેણે ભગવાનની તપશ્ચર્યા કરી અને આપણને વ્રતો મળ્યા. જ્યારે ઋષિઓએ
બ્રહ્માજીને વ્રત વિશે વિધાન કરવાનું કહ્યું ત્યારે તેને કહેલા સામાન્ય
નિયમો છે આ જે દરેક વ્રતને વાગુ પડે છે.
- અગ્નિપુરાણમાં 26 અધ્યાયમાં વ્રત કથાઓ નો ઉલ્લેખ છે.
- વ્રત એટલે શું?વેદવ્યાસજી
વ્રત વિશે અગ્નિપુરાણમાં કહે છેઃ જે શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે.
ઈન્દ્રીયો પર સંયમ અને મનને શાંત કરવુ તે તેના અંગો છે.
- વ્રતોનું ફળ શું ?વ્રત ઉપાસનાનું પાલન કરવાથી પ્રસન્ન થઈ દેવો તથા ભગવાન ભોગ તથા મોક્ષ આપે છે.
- દરેક વ્રતના સામાન્ય નિયમોઃ-ક્ષમા, સત્ય, દયા, ઈન્દ્રીય સંયમ, દેવપૂજા, હવન, સંતોષ આ સામાન્ય નિયમો છે.
- વ્રતમાં સામાન્ય આહારઃ-જળ, મૂળ, ફળ, દૂધ, ઘી, વગેરેને સામાન્ય આહાર કરવો.
ઘરની
બહાર મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીજીના પગલાંના નિશાન બનાવવાથી માણસ માલામાલ
થઈ જાય છે, પરંતુ પગના નિશાન ખાસ પ્રકારે બનેલા હોવો જોઈએ.
હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે અનેક પ્રકારે
શુભ ચિન્હ બનાવવામાં આવે છે. શાસ્ત્રો અને વાસ્તુ પ્રમાણે અનેક ખાસ શુભ
ચિન્હ બતાવ્યા છે જે ઘરની બધી પરેશાનીઓને દૂર રાખે છે. આ નિશાનમાં
સ્વસ્તિક, ऊँ, ऊँ નમઃ, શ્રી, શ્રીગણેશ વગેરે સામેલ છે.
પરિવારના બધા લોકોને સારા જીવન માટે જરૂરી છે કે ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ
ને કોઈ શુભ ચિન્હ જરૂર લગાવવું જોઈએ. કેટલાક નિશાન મુખ્ય દરવાજા કે દિવાલ
ઉપર અસર લગાવવામાં આવે છે પરંતુ કેટલાક ચિન્હ દરવાજાની નીચે પણ લગાવવા
જોઈએ.
ઘરમાં રૂપિયા ત્યારે આવવા લાગે છે જ્યારે મહાલક્ષ્મીની કૃપા તમારી ઉપર થાય.
માતા લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય બતાવ્યા છે, એમાંથી એક છે દેવીના
પગલાના નિશાન મુખ્ય દરવાજાની જમીન ઉપર કરવા.
મુખ્ય દરવાજાની બહાર તરફ દેવી લક્ષ્મીના લાલ કે પીળા રંગના પગલાના ચિન્હ
બનાવવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે અશુભ ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ઓછો થઈ જાય
છે. તે સિવાય આપણા ઘર ઉપર કોઈની પણ ખરાબ નથી લાગતી અને નકારાત્મક ઊર્જાનો
નાશ થાય છે. ઘરના બધા સદસ્યોમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.
ફાગણ
મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશના રોજ મહાશિવરાત્રીનો પર્વ મનાવવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે આ રાત્રિ ભગવાન શિવની અતિ પ્રિય રાત છે. ભગવાન શિવની પૂજા
તથા જાગરણ કરવું તે જ આ પર્વની વિશેષતા છે. શિવરાત્રિમાં આખી રાત જાગવું
અને શિવાભિષેક કરવાનું વિધાન છે.
મહાશિવરાત્રિ
હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થદશીના રોજ
શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસે જ શિવરાત્રી કેમ
મનાવવામાં આવે છે એ ખૂબ જ ઓછા લોકો જાણે છે.
એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની રચના આ દિવસે થઈ હતી. મધ્યરાત્રિમાં
ભગવાન શિવનું બ્રહ્માના રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. પ્રલયનો સમય આ દિવસે
પ્રદોષનો સમયે ભગવાન શિવ તાંડવ કરતાં-કરતાં બ્રહ્માંડને ત્રીજા નેત્રની
જ્વાળાથી સમાપ્ત કરી દે છે. એટલે આ પર્વને મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ પણ
કહેવામાં આવે છે.
ત્રણેય ભવની અપાર સુંદરી તથા શીલવતી ગૌરીને અર્ધાંગિની બનાવવાનાર શિવ
પ્રેતો અને પિચાશોથી ઘેરાયેલા રહે છે. તેમનું રૂપ અજીબ પ્રકારનું છે. શરીર
ઉપર સ્મશાનની ભસ્મ, ગળામાં સાંપોનો હાર, કંઠમાં વિષ, જટાઓમાં ગંગા અને બળદ
તેમનું વાહન છે.
ધર્મશાસ્ત્રો પ્રમાણે શિવરાત્રિના મહત્વનું વર્ણન સ્વયં ભગવાન શિવે માતા
પાર્વતીએ બતાવ્યું હતું. તેમના પ્રમાણે ભગવાન શિવ રોજે-રોજ અભિષેક, વસ્ત્ર,
ધૂપ તથા પુષ્પથી એટલા પ્રસન્ન નથી થતા, જેટલા શિવરાત્રિના દિવસે
વ્રત-ઉપવાસ કરવાથી થાય છે.
શિવરાત્રિ ઉપર કેવી રીતે પૂજા કરશો શિવની?
બધાં
જ ભોળાનાથને રિઝવવા ઇચ્છતાં હોય છે અને તે માટેનો સૌથી મહત્ત્વનો દિવસ
શિવરાત્રિ આવી રહ્યો છે. નીચે પ્રમાણે જણાવેલ પૂજા કરવાથી શિવજીની
પ્રસન્નતાને પામી શકાય છે.
આપણા
જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શિવ પૂજા સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી
કરે છે. એવું માનવામાં આવે છે કે, મહાદેવ સૌથી ઝડપી પ્રસન્ન થતા ભગવાન છે.
જે ભક્તો શિવરાત્રિ ઉપર ભગવાન શંકરની પૂજા કરે છે તેને બધા જ સુખ પ્રાપ્ત
થાય છે.
શિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળા સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલ ન હોય તેવા કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત અટલે કે ચોખાના દાણા લો.
સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો, દૂધ લો. ત્યાર બાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો.
આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.
શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યાર બાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.
ત્યાર બાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ‘ૐ નમઃ શિવાય’ મંત્ર બોલતાં બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.
રાતના પ્રથમ
પહોરમાં સાંજે 6 વાગ્યાથી શિવ ષોડષોપચાર પૂજા કરો તથા શેરડીના રસથી અભિષેક
કરવાથી બધા પ્રકારના ભોગની પ્રાપ્તિ થાય છે. રાત્રે 9 વાગ્યે બીજી પૂજા શરૂ
કરો તથા દહીંથી અભિષેક કરો. તેનાથી ભગવાન પ્રસન્ન થતા ધનની પ્રાપ્તિ થાય
છે. રાતે 12 વાગે ત્રીજા પહોરમાં ત્રીજુ પૂજન શરૂ કરો તથા દૂધથી અભિષેક
કરો. આ પૂજાથી પ્રસન્ન થઈ ભગવાન સોનાનું પ્રદાન કરે છે. રાત્રે 3 વાગ્યે
ચોથુ તથા અંતિમ પૂજન કરવાથી શિવ પ્રસન્ન થઈ સમસ્ત ભોગ તથા મોક્ષ પ્રદાન કરે
છે. દરેક અભિષેક પૂજા કર્યા બાદ આરતી ચોક્કસપણે કરો. સવારે કોઈ બ્રાહ્મણને
ભોજન કરાવી પછી તમારું વ્રત પૂર્ણ કરો.
મહાશિવરાત્રીની
ઉજવણી સમગ્ર ભારતમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભોળાનાથને
ભાંગ ચઢાવીને પોતે પ્રસાદ લે છે. રાખી રાત શિવપૂજન કરાય છે અને ભજન ગવાય
છે.
શિવપૂજામાં કંઈ વસ્તુથી કયું ફળ પ્રાપ્ત થાય છે?
શિવપૂજામાં
અનેક પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભોલેનાથને મનાવવા માટે
શિવ અભિષેક સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અલગ-અલગ મનોકામનાઓ માટે અલગ-અલગ વસ્તુઓથી
શિવજીને અભિષેક કરવામાં આવે છે.
-ભગવાન શિવને દૂધની ધારાથી અભિષેક કરવાથી મૂર્ખ પણ બુદ્ધિમાન બની જાય છે. ઘરમાં કલેહ શાંત થઈ જાય છે.
-જળની ધારાથી અભિષેક કરવાથી જુદાં-જુદાં પ્રકારની કામનાઓની પૂર્તિ થાય છે.
-ઘૃત ઘીની ધારાથી અભિષેક કરવાથી વંશ વિસ્તાર, રોગોનો નાશ તથા નપુંસકતા દૂર થાય છે.
-અત્તરની ધારા થી ભોગની વૃદ્ધિ થાય છે.
-મધથી ટીબી જેવા રોગો નાશ થાય છે.
-ઈખ(શેરડીના સાંઠા)થી આનંદ પ્રાપ્તિ થાય છે.
-ગંગાજળથી ભોગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મહામૃત્યુંજય મંત્ર
જીવનયાત્રામાં
અનેક અનિશ્ચિત, વિચાર્યા વગરની અને અપ્રિય ઘટનાઓનો સામનો કરવો પડે છે. કોઈ
પ્રિયજનનું મૃત્યુ થાય એટલી પીડા આપણે અનેક વાર સહન કરીએ છીએ. સાથે જ રાહત
માટે જે ઉપાયો અજમાવવામાં આવે છે તે પણ ક્યારેક કારગત સાબિત નથી થતા. એવી
વિકટ સ્થિતીનો સામનો સામાન્ય માણસ કેવી રીતે કરે ? તેનું જ એક અચૂક કારણ
ધર્મશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.
મહામૃત્યુંજયની ઉપાસના માટે મહામૃત્યુંજય મંત્ર ખૂબ પ્રભાવશાળી માનવામાં
આવે છે. આ મંત્રના અલગ અલગ સ્વરુપ કષ્ટને દૂર કરનારા તથા મનોરથ પૂર્ણ
કરનારા માનવામાં આવે છે. આ કડીમાં જ્યારે જીવ પર સંકટ આવે ત્યારે
મહામૃત્યુંજયનો અચૂક મંત્ર, જે પૂર્ણ મહામૃત્યુંજય કહેવામાં આવે છે તેનું
ઉચ્ચારણ કે જાપ કરવામાં આવે છે.
આ મંત્રના ઉચ્ચારણ માટે પરિજન મહાદેવનું સ્મરણ કે સમય થતા પૂજા અને
સંકલ્પની સાથે સ્વયં કે કોઈ વિદ્વાન બ્રાહ્મણને દાન- દક્ષિણા આપવી જોઈએ.
શિવ રુદ્રાષ્ટક
ભગવાન
શિવને પ્રસન્ન કરવા માટે અનેક મંત્ર, સ્તુતિ અને સ્ત્રોત્રની રચના કરવામાં
આવી છે. તેના જાપ અને ગાન કરવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે. શિવ
રુદ્રાષ્ટક પણ આમાંથી એક છે. જો દરરોજ શિવ રુદ્રાષ્ટકનો પાઠ કરવામાં આવે તો
બધા પ્રકારની સમસ્યાઓનું નિદાન આપમેળે જ થઈ જાય છે. સાથે જ ભગવાન શિવની
કૃપા પણ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ, શ્રાવણ અથવા ચતુર્થદશી તિથીના રોજ આ
જાપ કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે.
न यावद् उमानाथ पादारविन्दं, भजंतीह लोके परे वा नाराणम्।
न तावत्सुखं शांति संताप नाशं, प्रसीद प्रभो सर्वभुताधिवासम् ॥
न जानामि योगं जपं नैव पूजा, न तोऽहम् सदा सर्वदा शम्भू तुभ्यम्।
जरा जन्म दु:खौद्य तातप्यमानं, प्रभो पाहि आपन्नमामीश शम्भो॥
रूद्राष्टक इदं प्रोक्तं विप्रेण हरतोषये,
ये पठंति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति ॥
શિવ મંત્ર
ઘબરાહટ
ભયનું જ રૂપ છે. જેને રોજિંદા જીવનમાં દરેક માણસ કોઈને કોઈ કારણે અનુભવતો
હોય છે. શરીરની કમજોરી હોય કે પછી કોઈ સ્પર્ધા હોય, પરીક્ષાની તૈયારી
કરવાની હોય કે પરિણામ આવવાનું હોય તે પહેલા થોડો ઘણો ડર તો વ્યક્તિને રહે
છે.
એવી મુશ્કેલીના સમયે ધર્મમાં આસ્થાવાન વ્યક્તિ ભગવાનને ચોક્કસ યાદ કરે છે.
આને લીધે શાસ્ત્રોમાં મુશ્કેલી ભર્યો સમય પણ ટાળવા અને તેની સામે રક્ષણ
મેળવવા કેટલાક દેવતાઓનું સ્મરણ કરવું ખૂબ જ પ્રભાવશાળી ગણવામાં આવ્યું છે.
જો કે મંત્ર દૈવીય શક્તિઓના આહવાનથી શુભફળ મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ
ઉપાય છે. એટલે દુઃખહર્તા અને સુખહર્તા ભગવાન શિવના આ મંત્ર તમારી
મુસીબતોમાં સહારો બને છે.
શિવના આ મંત્રોનો કોઈ પણ મુશ્કેલીભર્યા સમયે મનોમન બોલવાથી ખરાબ પરિણામોને
રોકે છે. શક્ય હોય તો દૂધ અને જળ મેળવી નીચે આપેલા સરળ મંત્રોથી શિવજીને
અર્પિત કરો...
ॐ नमो नीलकण्ठाय
ॐ ह्रीं ह्रौं नम: शिवाय
શિવની આરાધના કયા સમયે કંઈ દિશામાં બેસીને કરવી શુભ અને પ્રભાવશાળી હોય છે. જાણીએ...
-ભગવાન શિવની પૂજા કે આરાધના રાત્રે ઉત્તર દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ.
-સવારના સમયે શિવ પૂજા પૂર્વ દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ.
-તો સાંજના સમયે શિવ આરાધના પશ્ચિમ દિશા તરફ મો રાખીને કરવાથી સિદ્ધિ માટે શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવી છે.
શિવરાત્રિએ બીલીપત્ર ચઢાવવાનું સૌથી મહત્વનું શા માટે?
શિવ
આદિ અને અનંત છે. જે વસ્તુઓને સંસારમા બીનઉપયોગી કે ગ્રહણ કરવા યોગ્ય
માનવામાં નથી માનતો, જેવા કે ભાંગ, ધતૂરો, આંકડો, બીલીપત્ર તે બધા જ શિવને
પ્રિય છે. અર્થાત્ શિવ તો એવા છે કે તેમને શ્રદ્ધાથી અર્પિત કરેલા કાંટાને
પણ પ્રેમથી સ્વીકાર કરી લે છે. કહેવાય છે કે શિવની પૂજા કરવાથી દરેક
પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે.
એવું માનવામાં આવે છે કે, આ દિવસે શિવની પૂજા-અર્ચનાથી ભક્તો ઉપર તેમની
વિશેષ કૃપા થાય છે. આ દિવસે શિવજીના પૂજન સમયે બીલીપત્ર વિશેષ રીતે અર્પિત
કરવામાં આવે છે. કારણ કે બીલ્વાષ્ટક પ્રમાણે બીલ્વપત્રમાં ત્રણ પાના હોય છે
જે ત્રણ શક્તિઓ અર્થાત્ ત્રિદેવનું સ્વરૂપ હોય છે.
એવી માન્યતા છે કે શિવને બીલીપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના આર્થિક, શારીરિક
અને માનસિક કષ્ટ નષ્ટ થઈ જાય છે. તેની સાથે બીજુ કારણ એ છે કે બીલીપત્ર એક
પ્રકારની ઔષધી છે અને તે અનેક પ્રકારની બીમારીઓને મટાડે છે. તેને શિવના
મંત્રોની સાથે અર્પિત કરી ગ્રહણ કરવાથી દિલને લગતી બીમારીઓ અને ડાયાબિટીસ
જેવા રોગોમાં પણ લાભ થાય છે.
ક્યા ફૂલ વડે શિવની ઉપાસના કરશો
હિન્દૂ
ધર્મમાં ભગવાન શિવને આષુતોશ કહેવામાં આવે છે.તેનો અર્થ એ છે કે તે સાધારણ
ઉપાસનાથી પણ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેથી જો શિવની ગહન વિધિ-વિધાનથી પૂજા
શક્ય ન હોય તો શાસ્ત્રોમાં માત્ર પંચોપચાર પૂજા વડે શિવને અલગ-અલગ જાતના
ફૂલો અર્પણ કરી અલગ-અલગ ઇચ્છાઓને પૂરી કરવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે.
શિવની
ઉપાસના વડે ભૌતિક સુખ-સુવિધાઓ અને કામનાઓને પૂર્ણ કરવા માટે સોમવારનો દિવસ
નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે શિવ પૂજામાં અલગ-અલગ ફૂલો ચઢાવવાનું
વિશેષ મહત્વ છે. તમે જાણો છો કે કઇ મનોકામના પૂર્ણ કરવા કયું ફૂલ અર્પણ
કરવું.-
- વાહન સુખ માટે ચમેલીનું ફૂલ ચઢાવવું. - પૈસાદાર બનવા
માટે કમળનું ફૂલ, શંખપુષ્પી અથવા બિલિપત્ર.- લગ્નની સમસ્યા દૂર કરવા માટે
ચમેલીનું ફૂલ ચઢાવવા આનાથી યોગ્ય વર-કન્યા મળે છે.- પુત્ર પ્રાપ્તિ માટે
લાલ ફૂલવાળો ધતુરો શિવને ચઢાવવો. જો આ ન મળી શકે તો સામાન્ય ધતુરો પણ ચઢાવી
શકો છો.- માનસિક તણાવ દૂર કરવા માટે શિવને પારિજાત અથવા રાતરાણીના ફૂલ
ચઢાવવા.- જૂહીના ફૂલ ચઢાવવાથી અપાર અન્ન-ધનની ખોટ વર્તાતી નથી. - અગસ્ત્યના
ફૂલથી શિવની પૂજા કરવાથી પદ, સન્માન મળે છે.- શિવ પૂજામાં કરણના ફૂલો
અર્પણ કરવાથી વસ્ત્ર-આભૂષણની ઇચ્છા પૂરી થાય છે.- લાંબા આયુષ્ય માટે ધરો
વડે શિવ પૂજન કરો.- સુખ-શાંતિ અને મોક્ષ માટે તુલસીના પાન વડે અથવા સફેદ
કમળના ફૂલો વડે શિવની પૂજા કરવી
દરેક મનોકામના પૂર્ણ કરે આ શિવ સ્ત્રોત
ભગવાન
શંકરની મહિમાનું વર્ણન અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. બધામાં એક જ
વાત કહેવામાં આવી છે કે, શિવ પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે તત્પર રહે
છે. જો એક લોટો દરરોજ શિવને ચઢાવવામાં આવે તો પણ શિવ પોતાના ભક્તો ઉપર
પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શંકરની પૂજાથી બધા પ્રકારના સુખોની પ્રાપ્ત સંભવ
છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જો શિવષડક્ષરસ્ત્રોતના નિત્ય જાપ
કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે--
શિવષડક્ષરસ્ત્રોચત્રમ્
ऊँकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायंति योगिन:।
कामदं मोक्षदं चैव ओंकाराय नमो नम:।।
नमंति ऋषयो देवा नमंत्यप्सरसां गणा:।
नरा नमंति देवेशं नकाराय नमो नम:।।
महादेवं महात्मानं महाध्यानं परायणम्।
महापापहरं देवं मकाराय नमो नम:।।
शिवं शान्तं जगन्नाथं लोकनुग्रहकारकम्।
शिवमेकपदं नित्यं शिकाराय नमो नम:।।
वाहनं वृषभो यस्य वासुकि: कंठभूषणम्।
वामे शक्तिधरं देवं वकाराय नमो नम:।।
यत्र यत्र स्थितो देव: सर्वव्यापी महेश्वर:।
यो गुरु: सर्वदेवानां यकाराय नमो नम:।।
षडक्षरमिदं स्तोत्रं य: पठेच्छिवसंनिधौ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते।।
દરેક પળને આનંદિત બનાવશે શિવપૂજા
શું
તમે પણ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા છો , તમને હંમેશા સમયના અભાવનો અનુભવ
થાય છે. તમે માનસિક, શારિરીક કે આર્થિક સ્વરુપે પીડિત છો અને ઈચ્છીને પણ
દેવ ઉપાસના કરવાથી દૂર છો અને અહીં દર્શાવવામાં આવ્યા છે દેવપૂજાના કેટલાક
સરળ ઉપાય. આ ઉપાયો છે દુખ અને પીડાને દૂર કરનારા. એ ઉપાયો છે ભોલેનાથ એટલે
કે શિવની ઉપાસના. સોમવારના દિવસે શિવની ઉપાસની અને પૂજા કરવાથી મનોવાંછિત
ફળની પ્રાપ્તિ થાય છે. સપ્તાહમાં એક વાર સોમવારે શિવની ઉપાસના કરવાથી તમે
જીવનમાં આનંદ, પ્રેમ અને વિશ્વાસ તથા શાંતિનો અનુભવ કરી શકશો.
- સોમવારના દિવસે સવારે સમય કાઢીને સવારે જલ્દી સ્નાન કરવું.
-
ઘર કે દેવસ્થાનની નજીક શિવ મંદિરમાં યથાસંભવ સફેદ કે સ્વચ્છ વસ્ત્ર
પહેરીને જવું. ભગવાન શંકરની પ્રતિમા કે શિવલીંગને પ્રથમ પવિત્ર જળખી, ફક્ત
પંચામૃત એટલે કે દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડથી ऊँ नम: शिवाय मंत्र બોલીને
અભિષેક કરવો.
- ત્યાર બાદ કેસર મિશ્રિત દૂધથી શિવનો અભિષેક કરવો.
-
શિવલીંગને ફરીથી સ્વચ્છ પાણીથી સ્નાન કરાવવું અને ત્યાર બાદ ગંધ, અક્ષત,
ફૂલ, શમી , બિલીપત્ર અને ખાસ કરીને સફેદ આંકડો, પીળું સરસવ અને નાગકેસર
જરુર ચઢાવવા.
- ક્ષમાપ્રાર્થના કરીને સુખની કામના કરવી અને પ્રાર્થના કરવી.
રુદ્રાક્ષની ઉત્પતિ પાછળ જોડાયેલ છે, આવું રહસ્ય!
દ્રાક્ષની
ઉત્પતિ શિવના આંસૂઓથી થઈ હોવાની માનવામાં આવે છે. આ વિશે પુરાઓમાં એક કથા
પ્રચલિત છે. કહેવાય છે કે એકવાર ભગવાન શિવે પોતાના મનને વશમાં કરી દુનિયાના
કલ્યાણ માટે સેકંડો વર્ષો સુધી તપ કર્યું. એક દિવસ અચાનક તેમનું મન દુઃખી
થઈ ગયું. જ્યારે તેમને પોતાની આંખો ખોલી તો તેમાંથી કેટલાક આંસૂ પડ્યા. તે
આંસૂના ટીપા જથી જ રુદ્રાક્ષ નામના ઝાડની ઉત્પતિ થઈ. શિવ ભગવાન હંમેશા
પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે. તેમની લીલા જ તેમના આંસૂ ઠોસ આકાર(જડ) થઈ
ગયા. જનધારણા છે કે જો શિવ-પાર્વતીને પ્રસન્ન કરવા હોય તો રુદ્રાક્ષ ધારણ
કરવા જોઈએ.
રુદ્રાક્ષ કેટલા પ્રકારના હોય છેઃ-
રુદ્રાક્ષના આકારના હિસાબે ત્રણ ભાગમાં તેને વહેંચવામાં આવ્યા છે-
1-ઉત્તમ શ્રેણીઃ- જે રુદ્રાક્ષ આકારમાં આમળાના ફળ જેવડા હોય તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
2-મધ્યમ શ્રેણીઃ- જે રુદ્રાક્ષ આકારમાં બોર જેવડા હોય તેને મધ્યમ શ્રેણીમાં આવે છે.
3-નિન્મ શ્રેણી- ચણાના આકારના રુદ્રાક્ષને નિન્મ શ્રેણીના ગણવામાં આવે છે.
જે રુદ્રાક્ષને કીડાઓને ખરાબ કરી દીધા હોય કે તૂટેલા-ફૂટેલા હોય કે ગોળ ન
હોય, જેમાં દાણા ઊભરેલા ન હોય. એવું રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ.
જે રુદ્રાક્ષમાં આપમેળે જ દોરો પીરવવા માટે છેદ થઈ ગયો હોય તે ઉત્તમ રુદ્રાક્ષ ગણાય છે.
સોમનાથ ~ ગુજરાત
માંલ્લીકાર્જુના ~ આન્ધ્રપ્રદેશ
મહાકાલેશ્વર ~ ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
ઓમકારેશ્વર / મમલેશ્વર ~ મધ્ય પ્રદેશ
બૈદ્યનાથ ધામ / વૈડ્યાનાથમ ~ પરલી, દેઓગર્હ બિહાર
ભીમાંસંકારા ~ ધાકીની, મહારાષ્ટ્ર
રામેશ્વરમ ~ સેથુબંધ ~ તમિલ નાડુ
નાગનાથ / નાગેશ્વર ~ ગુજરાત
કાશી વિશ્વનાથ ~ બનારસ / વારાણસી ઉત્તર પ્રદેશ
ત્ર્યમ્બકેશ્વર ~ ગોદાવરી, મહારાષ્ટ્ર
કેદારનાથ ~ હિમાંલાયાસ, ઉત્તરાંચલ
ગ્રીનેશ્વર ~મહારાષ્ટ્ર
જીવનમાં આ 12 જ્યોતિર્લિંગના દર્શન, ભવસાગર તરી જશો!
ભગવાન
શિવજીના જયોતિર્મય સ્વરૂપ એવાં દ્વાદશ જયોતિલિંગો ભારતમાં આઠ રાજ્યોમાં
આવેલાં છે. જયોતિલિંગની યાત્રા માત્ર ધાર્મિક કારણોસર જ મહત્વની છે એવું
નથી. આ યાત્રા આપણને સૌને ભારતભ્રમણ કરવાની અને તેના દ્વારા ભિન્ન રાજ્યો
કે પ્રદેશો, તેમની સંસ્કૃતિ, રીતરિવાજ અને કુદરતી સૌંદર્ય જોવાની પણ તક
પૂરી પાડે છે. શિવપુરાણ કોટિરુદ્ર સંહિતામાં દ્વાદશ જયોતિલિંગના સ્થળો
અંગેનો ઉલ્લેખ છે.
દ્વાદશ જયોતિલિંગના સ્થાન અંગેની જાણકારી આપતા શિવપુરાણના ઉપરોકત શ્લોકનું અર્થઘટન એવું છે કે...
ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથ,
આંધ્ર પ્રદેશના શ્રી શૈલ પર્વત પર મલ્લિકાર્જુન,
મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાળેશ્વર અને ખંડવા પાસે
નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વર,
ઉત્તરાખંડના હિમાલયમાં કેદારનાથ,
મહારાષ્ટ્રમાં ડાકિનીક્ષેત્રમાં ભીમાશંકર,
ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિશ્વેશ્વર અથવા કાશી વિશ્વનાથ,
મહારાષ્ટ્રમાં નાસિક પાસે ગોમતી નદીના તટ પર ત્રયંબકેશ્વર,
ઝારખંડમાં ચિતાભૂમિમાં વૈજનાથ,
ગુજરાતમાં દારુકાવનમાં નાગેશ્વર,
તામિલનાડુના સેતુબંધમાં રામેશ્વરમ્ અને
-મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે શિવાલયમાં ઘૃણેશ્વર જયોતિલિંગ આવેલાં છે.
શિવપુરાણનો આ શ્લોક કહે છે કે દ્વાદશ જયોતિલિંગનું નામસ્મરણ પણ ઘણું ફળદાયી
છે.
દ્વાદશ જયોતિલિંગમાં સમુદ્રકિનારે સોમનાથ અને રામેશ્વરમ્, નદીકિનારે
મહાકાળેશ્વર, ઓમકારેશ્વર અને કાશી વિશ્વનાથ, પર્વતોની વચ્ચે કેદારનાથ,
મલ્લિકાર્જુન, ત્રયંબકેશ્વર અને ભીમાશંકર તથા મેદાની પ્રદેશમાં વૈજનાથ,
નાગેશ્વર અને ઘુષ્ણેશ્વર જયોતિલિંગો આવેલાં છે.
દ્વાદશ જયોતિલિંગનાં સ્થળો અંગે વિવિધતા
દ્વાદશ જયોતિલિંગ પ્રત્યેક હિન્દુ શ્રદ્ધાળુ માટે પવિત્ર અને પૂજનીય છે.
શિવપુરાણના મૂળ શ્લોક ઉપરાંત તેના સ્થન દર્શાવતો તેના જેવો જ અન્ય શ્લોક પણ
પ્રચલિત બન્યો. આ શ્લોક બ્રૃહત્સ્તક્ષેત્રરત્નાકર: નામના ગ્રંથમાં છે.
તેમાં નાગેશ્વર, વૈજનાથના ભૌગોલિક સ્થાન અંગે ભિન્ન અભિપ્રાયો વ્યક્ત
કરવામાં આવ્યા છે.
ઉપરોકત શ્લોક પરથી જણાઇ આવશે કે મહારાષ્ટ્રમાં મરાઠવાડા ક્ષેત્રમાં પરલી
ગામે આવેલા વૈધ્યનાથને અને ઔઢા ગામે આવેલા નાગનાથને જયોતિલિંગ માનવામાં આવે
છે. આ ઉપરાંત, ઉત્તરાખંડના કુમાઉમાં આવેલા જાગેશ્વરને પણ નાગેશ્વર
જયોતિલિંગ તરીકે અને આસામમાં ગુવાહાટી પાસે આવેલા ભીમાશંકરને જયોતિલિંગ
તરીકે ઓળખવામાં આવે છે.
શા માટે સ્થળોમાં વિવિધતા
દ્વાદશ જયોતિલિંગના ભૌગોલિક સ્થાનો અંગે શા માટે ભિન્ન અભિપ્રાયો ઉદભવ્યા
હશે તેનું કોઇ ચોક્કસ કારણ નથી. અભ્યાસુઓનો એક વર્ગ માટે છે કે હિન્દુ
ધર્મમાં મોટા ભાગના શ્લોકોની ગ્રંથસ્થના બદલે કંઠસ્થની પરંપરા રહી છે.
ભારતીય સંસ્કૃતિમાં શ્લોકરૂપી જ્ઞાન ગ્રંથના બદલે કંઠસ્થ સ્વરૂપે રાખવાની
પરંપરા રહી હોવાથી સંભવ છે કે દ્વાદશ જયોતિલિંગના સ્થાનના અર્થઘટન અંગે
ભિન્ન અભિપ્રાયો ઉદ્ભવ્યા હોય.
વ્યવહારુ અભિગમ
દ્વાદશ જયોતિલિંગોની યાત્રાએ નીકળતા શ્રદ્ધાળુઓને અહીં પ્રશ્ન થાય છે કે
તેમણે ક્યાં સ્થળોની યાત્રા કરવી? વિદ્વાનો તેનો સરળ અને વ્યવહારુ અભિગમ
બતાવે છે કે મુખ્ય ૧૨ જયોતિલિંગોની યાત્રા ઉપરાંત જો અનુકૂળતા હોય તો
મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ કે આસામના જયોતિિલઁગોની યાત્રા પણ કરવી. આમ ૧૨ના
બદલે ૧૪ કે ૧૫ જયોતિલિંગની યાત્રા પણ કરી શકાય.
દ્વાદશ જયોતિલિંગ પછી પશુપતિનાથની યાત્રા
દ્વાદશ જયોતિલિંગની યાત્રા પૂર્ણ કર્યા બાદ પશુપતિનાથની યાત્રાએ જવાની પણ
પરંપરા છે. પશુપતિનાથની યાત્રા પાછળનું કારણ પણ રસપ્રદ છે. દ્વાદશ
જયોતિલિંગોમાંના એક કેદારનાથમાં જે લિંગ છે, તે અડધું છે. ધાર્મિક કથા
પ્રમાણે કેદારનાથનું લિંગ તે શિવજીનું શરીર છે. શિવજીના મસ્તકનો ભાગ
પશુપતિનાથમાં છે. આમ, પશુપતિનાથનાં દર્શન બાદ જ જયોતિલિંગ યાત્રા પૂર્ણ થઇ
હોવાનું માનવામાં આવે છે.
શિવ શા માટે લગાવે છે પોતાના શરીર પર ભસ્મ?
ભગવાન
શિવ અદભૂત અને અવિનાશી છે તેનાથી વિશેષ આ સંસારમાં કંઈ પણ સત્ય નથી ભગવાન
શિવ જેટલા ,રળ છે તેટલા રહસ્યમય પણ છે. તેનું રહેવાનું, પહેરવાનું, ગણ આ
બધા ઢંગ કંઈક અલગ છે.
આપણા ધર્મગ્રંથોમાં જ્યારે બીજા
દેવી-દેવતાને વસ્ત્રાભૂષણથી સુસજ્જિત બતાવવામાં આવ્યા છે ત્યાં ભગવાન શિવને
માત્ર મૃગચર્મ પહેરેલા અને ભસ્મ લગાવેલા બતાવવામાં આવ્યાછે. ભસ્મ શિવજીનું
મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે કારણ કે ભસ્મથી શંકરનું પૂરું શરીર
ઢંકાયેલું છે. અઘોરી, સંન્યાસી અને અન્ય સાધુઓ પણ તેના શરીર પર માત્ર ભસ્મ
લગાવે છે.
શિવજીના ભસ્મ લગાવવા પાછળ વૈજ્ઞાનિક તથા અધ્યાત્મિક
કારણ પણ છે. ભસ્મની એક વિશેષતા હોય છે કે તે શરીરના રોમને બંધ કરી દે છે.
તેનો મુખ્ય ગુણ છે કે ભસ્મ લગાવવાથી ગરમીમાં ગરમી તથા ઠંડીમાં ઠંડી લાગતી
નથી. ભસ્મ ચામડીના રોગો માટે દવાનું કામ કરે છે. ભસ્મ ધરણ કરનાર શિવજી આ
સંદેશ આપે છે કે દરેક મનુષ્ય એ પરિસ્થિતિ પ્રમાણે અનુસરવું જોઈએ.
મહામૃત્યુંજય મંત્ર
ૐ નમઃ શિવાય’ મંત્ર
શમ્ભુ શરણે પડી ~ શિવ સ્તુતિ
૧૨ જ્યોતિલિંગ ના દર્શન
૧૨ જ્યોતિલિંગ ના દર્શન
વડોદરા શહેર પ્રાચીન કાળથી વિશિષ્ટ સ્થાપત્યો અને મંદિરોનો વારસો ધરાવે છે.
ગાયકવાડી શાસન દરમિયાન જ્યારે શહેર ચાર દરવાજા વિસ્તાર સુધી જ વિકસ્યું
હતું. ત્યારે કુદરતી પ્રકોપથી રક્ષણ મેળવવા માટે શહેરની આસપાસ મહાદેવનાં નવ
મંદિરોની સ્થાપના થઇ હતી. શહેરમાં આવેલા સૌથી પ્રાચીન નવ શિવમંદિરોમાં
શ્રાવણમાસ ઉપરાંત મહાશિવરાત્રિએ પરિક્રમા કરી ઈચ્છિત ફળ મેળવવાનું માહાત્મય
લોકોમાં જોવા મળે છે. ત્યારે મહાશિવરાત્રીના પર્વે શહેરના લોકોની આસ્થા
સાથે જોડાયેલાં આ નવનાથ મંદિરોની સફર અત્રે રજૂ કરી છે...
આ વર્ષે મહાશિવરાત્રિનું મહાપર્વ વર્ષો બાદ સોમવારે આવ્યું હોઇ આ મહાપર્વની
ભક્તિભાવપૂર્વક ઉજવણી માટે શિવભકતોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે.
શહેરના શિવમંદીરો ઉપરાંત જિલ્લાના કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ,
કાયાવરોહણ સ્થિત ભગવાન લકુલેશ મહાદેવ અને કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર
મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિએ ભકતોનો માનવમહેરામણ ઉમટી પડવાની શક્યતાને
લઇ મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે
શ્રદ્ધાળુઓએ આજે ભોળાનાથનાં પૂજન-અર્ચન માટે દૂધ, બિલ્વપત્ર, ફૂલની ખરીદી
કરી હતી. એટલું જ નહીં ફૂલ બજારમાં આજે મોડી સાંજ સુધી શ્રદ્ધાળુઓનો ધસારો
રહ્યો હતો. આ સાથે મંદિરોમાં પણ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું હતું.
શહેરનાં શિવાલયોમાં સોમવારે સાંજ પછી ભક્તિ સંધ્યા અને ડાયરાના
કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
ભાંગના ભાવમાં વધારો છતાં ખરીદી માટે બોલબાલા
ચાલુ વર્ષે ભાંગના ભાવમાં વધારો થયો છે. ૧૦૦ ગ્રામ ભાંગની કિંમત રૂ.૪૦૦
થવા છતાં મહાશિવરાત્રિ પર્વે ભોળાનાથને ભાંગનો પ્રસાદ અર્પણ કરવા માટે
ભકતોએ મોંઘા ભાવની ભાંગ ખરીદી હતી. મહાશિવરાત્રિ પર્વે ભાંગની બોલબાલા
રહેતી હોઇ આજે શહેરમાં આવેલી સરૈયાની દુકાનો ખાતે ભાંગની ખરીદી માટે લોકોનો
ધસારો રહ્યો હતો.
મોટનાથ મહાદેવ
વિશ્વામિત્રીના કાઠે આવેલ આ મંદિરની સ્થાપના ભગવાન
શ્રી રામે કરી હતી. અહીં શિવભકતો ચમત્કારીક શિવલીંગના દર્શન માટે ઉમટી પડે છે.
કામનાથ મહાદેવ
કમાટીબાગ પાસે આવેલ આ મંદિર શિલ્પ અને
સ્થાપત્યની કળાનો અદ્ભૂત નમૂના રૂપ સ્વયભૂં શિવલીંગ પ્રગટ થયેલ છે. જે ભોયતળીયે આવેલ છે.
ભીમનાથ મહાદેવ
સયાજીગંજ નજીક આવેલ આ મંદિર પ્રાચિન કાળમાં હેડમ્બા વનનું સ્થાન હતું. જેની સ્થાપના પાંડવોમાંથી ભીમે કરી હોવાનું
મનાય છે.
ઠેકરનાથ મહાદેવ
અજબડી મીલ પાસે આવેલ આ મંદિરમાં ભીતરા ખેડવાળ જ્ઞાતિએ બે
ધુમ્મટ અને બે શિવલીંગ ધરાવતા મંદિરની સ્થાપના
કરી હતી.
સિધ્ધનાથ મહાદેવ
ખંડેરાવ માર્કેટ પાછળના રસ્તે આવેલા મંદિરમાં મનોવાંિછત કાર્ય શિવજીની માળા કરવાથી સિધ્ધ થાય છે. તેથી તે સિદ્ધનાથ તરીકે ઓળખાય છે.
રામનાથ મહાદેવ
ગાજરાવાડી રામનાથ સ્મશાનન અડીને આવેલ આ મંદિર ઐતહિાસીક ગણવામાં આવે છે. જેની પૂજાની ભકતોમાં વિશેષ માન્યતા હોય છે.
જાગનાથ મહાદેવ
કલાલી ફાટક પાસે આવેલ આ મંદિરનું શિવલીંગ ખેતર ખેડતાં ખેડૂતના હળથી પ્રગટ થયું હતું. જ્યાં દરેક મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે.
કોટનાથ મહાદેવ
શહેરનજીક વડસર ગામમાં આવેલ મંદિર રાજવી મલ્હાર રાવે ધૂળ અને પાંદડામાં
દબાયેલ શિવલીંગ બહાર કાઢી નિર્માણ કર્યું હતુ. જે ચમત્કારો માટે જાણીતું
છે.
કાશિવિશ્વેર મહાદેવ
પ્રોડિકટવિટી રોડ પર આવેલ આ મંદિરની સ્થાપના મૈરાળેશ્વર દ્વારા થઈ હતી. પૌરાણિક ઢબનું મંદિર અને સ્વયંભૂ શિવલીંગ તેની વિશેષતા છે.
સૂર્ય
આત્મા જગતસ્તસ્થુષશ્ચ આ વેદસૂત્ર સૂર્યને જગતની આત્મા, શક્તિ અને ચેતના
હોવાનું સ્પષ્ટ કરે છે. પુરાણમાં પણ સૂર્યને જ સર્વોપરી ઈશ્વર કહે છે.
સૂર્યને જ આ શક્તિ સ્વરૂપને સાંસારિક જીવનમાં દરેક પ્રાણી રોજ મહેસૂસ પણ
કરે છે.
આ કારણ છે કે, હિન્દુ ધર્મમાં જીવનને સુખી અને સફળ બનાવવા માટે રવિવારના
દિવસે સૂર્ય ઉપાસના ખૂબ જ ઝડપથી ફળદાયી માનવામાં આવી છે. આ સૂર્ય ભક્તિ યશ,
સ્વાસ્થ્ય, સન્માન, બુદ્ધિ અને ધન આપનારી માનવામાં આવી છે. જ્યોતિષ
શાસ્ત્રો પ્રમાણે પણ સૂર્યને અનુકૂળ માણસનું જીવન અપાર સુખ-સૌભાગ્ય અને
સફળતા આપનાર માનવામાં આવે છે.
જો તમે પણ શક્તિ, સ્વાસ્થ્ય, યશ, સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા કે સપના રાખતા
હોવ તો રવિવારે સૂર્ય ઉપાસનામાં સૂર્યના અહીં બતાવેલ વેદોક્ત મંત્ર બોલો. આ
કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જાપ કરાવવાથી પણ ખૂબ જ શુભ પરિણામ મળે છે...
-રવિવારની સવારમાં સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપતી વખતે આ મંત્ર બોલો, સાથે જ
ઓછામાં ઓછા 108 વાર આ મંત્ર જાપ સૂર્યનું ધ્યાન કરીને કરો. આ દિવસે
રવિવારનું વ્રત રાખી મીઠાનો ત્યાગ કરવાનું શુભ રહે છે. આ મંત્રથી જાણો, શું છે સૂર્યપૂજાનો સૌથી મોટો ફાયદો? હિન્દુ
ધર્મમાં દેવી-દેવતાઓની સંખ્યા 33 કરોડ માનવામાં આવી છે. વાસ્તવમાં આ
માન્યતાની પાછળ ઈશ્વર સાથે જોડાયેલી આસ્થા અને શ્રદ્ધા છે, જે હેઠળ
પ્રકૃતિના કણ-કણમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં બતાવેલ પાંચ પ્રમુખ દેવતાઓ અર્થાત્ સૂર્ય, શિવ, ગણેશ, શક્તિ
અને વિષ્ણુ પણ પરબ્રહ્મ માની અનદ, અનાદી માનવામાં આવ્યા છે. આ પ્રકારે જોઈએ
તો ઈશ્વર અગણનીય ભગવાનની ગણતરી શક્ય નથી. પરંતુ તેને ઈશ્વરના જ અલગ-અલગ
રૂપ અને શક્તિઓ અલગ-અલગ દેવતાઓના રૂપમાં પૂજનીય છે. સાંસારિક જીવન સાથે
જોડાયેલી અનેક ઈચ્છાઓને પૂરી કરવા માટે આ દેવતાઓની પૂજા કરવામાં આવે છે.
આ કડીમાં વેદોમાં જગતની આત્મા, જીવનદાતા અને પરબ્રહ્મ ગણવામાં આવેલ
સૂર્યદેવની રવિવારે કે સપ્તમી સહિત વિશેષ ઘડીઓમાં પૂજા અને ભક્તિ ખાસ કરીને
સાંસારિક પ્રાણીઓને કયો-કયો લાભ આપે છે, આ શાસ્ત્રોમાં બતાવેલ એક મંત્રથી
સ્પષ્ટ થાય છે. આ મંત્ર વિશેષ સૂર્ય સિવાય પણ અલગ-અલગ દેવી-દેવતાઓની ઉપાસના
કયા ગુણ અને શક્તિ આપે છે તે પણ બતાવવામાં આવ્યું છે...
જો તમે આ મંત્ર અને અર્થ જાણો કે કામનાપૂર્તિ માટે કરવામાં આવેલ દેવ
ઉપાસનામાં રવિવારે સૂર્ય સિવાય અન્ય દિવસોમાં કયા દેવતાઓ પાસે શું માંગવા
જોઈએ?
आरोग्यं भास्करादिच्छ्रयमिच्छेद्भहतानाशवान।
ईश्वराज्ज्ञानमन्विच्छेन्मोक्षमिच्छेज्जनार्दनात्।।
दुर्गादिभिस्तथा रक्षां भैरवाद्यैस्तु दुर्गमम्।
विद्यासारं सरस्वत्या लक्ष्म्या चैश्र्ववर्धनम्।।
पार्वत्या चैव सौभाग्यं शच्या कल्याणसंततिम्।
स्कन्दात् प्रजाभिवृद्धिं च सर्वं चैव कल्याणसंततिम्।।
સરળ અર્થ છે- સૂર્યના સ્વાસ્થ્ય, દેવીશક્તિઓની સુરક્ષા, શિવ પાસે વિવેક,
જ્ઞાન અગ્નિદેવ પાસે સુખ-સમૃદ્ધિ, સરસ્વતી પાસેથી કલા અને વિદ્યા, જનાર્દન
પાસેથી મુક્તિ, લક્ષ્મી પાસેથી ધન-ઐશ્વર્ય, ભૈરવ પાસેથી મુશ્કેલીઓથી
છુટકારો, માતા પાર્વતી પાસેથી સૌભાગ્ય, ઈન્દ્ર અને શચી પાસેથી સુખ,
કાર્તિકેય પાસેથી સંતાન સુખ અને ભગવાન શ્રીગણેશ પાસેથી બધા સાંસારિક સુખોની
પ્રાર્થના કરવાથી મનોવાંછીત ફળ મળે છે...
યુમરોલોજી
અનુસાર અંકોનો આપણા જીવનમાં વિશેષ પ્રભાવ રહે છે. અંક આપણા મન અને
મસ્તિષ્ક પર વિશેષ પ્રભાવ આપે છે. તમે કોને તમારા જીવસાથી બનાવશો, દોસ્તી
જેવા સંબંધો કોની સાથે સારા રહેશે. પ્રેમમાં કેવા વ્યક્તિ આપને સમ્રપિત
રહેશે? આવા તમારા સવાલોનો જવાબ આપે છે અંક જ્યાતિષ આપ માત્ર તમારા સાથીની
જન્મતારીખથી જાણી શકો છો કે તેની સાથે આપનો સંબંધ કેવો રહેશે. જાણો આપના
માટે ક્યા નંબરના જીવનસાથી શ્રેષ્ઠ રહેશે.
અંક 1 – આ અંક વાળા માટે 2,10,7,16,25,11,20,28 કે 29 તારીખના જન્મનાર લોકો સારા પ્રેમી હોય છે.
અંક 2 – આ અંક ચંદ્રમાનો અંક માનવામાં આવે છે. આ નંબરવાળા માટે 2,11,7,16,1,10,4,13 આ તારીખોમાં જન્મ લેનાર લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે.
અંક 3 – કોઈ પણ મહીનાની તારીખ 3,12,15,18,9,27,24,6,9,ના જન્મનાર લોકો અંક 3 વાળા માટે સૌથી સારા પ્રેમી થઈ શકે છે.
અંક 4 - 1, 2, 7, 8,11,16,17,26,25, આમાંથી કોઈ પણ તારીખના જન્મનાર વ્યક્તિ અંક 4 વાળા માટે ઉત્તમ પ્રેમી સિદ્ધ થઈ શકે છે.
અંક 5 - 5,14, 15,16,11, 23, 6, 2, વગેરે કોઈ પણ તારીખના જન્મ લેનાર જ નંબર 5 વાળા માટે શુભ અને સારા જીવનસાથી માટે યાગ્ય રહે છે.
અંક 6 – આ નંબર વાળા માટે 6,15,12,3,18 9,27 એમાંથી કોઈ પણ દિવસે જન્મનાર વ્યક્તિ પરફેક્ટ વેલેન્ટાઈન હોય છે.
અંક 8 – શનિના અંક 8 વાળા માટે 2, 4, 8,11,13,16,26,17, આ દિવસમાં જન્મનાર વ્યક્તિ સારા જીવનસાથી હોય છે.
અંક 9 – આ નંબર મંગળનો છે આ માટે આ નંબર વાળા ને સાચા જીવનસાથીના રૂપમાં 3, 6, 9,15,12,27,18 વગેરે તારીખોમાં જન્મનાર લોકો હોવા જોઈએ.
આ
વખતે વેલેન્ટાઈન-ડે ઉપર ચટ મંગની પટ બ્યાહના યોગ બની રહ્યા છે.
વેલેન્ટાઈન-ડે ઉપર અનોખો સંયોગ બની રહ્યો છે. આ દિવસે પ્રપોઝલની સાથે જ
લગ્ન પણ કરી શકો છો. એવો સંયોગ ખૂબ જ ઓછો બને છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ
તો આ વખતે પ્રેમનો તહેવાર મોટાભાગના પ્રેમીઓ માટે કંઈક ખાસ રહેશે.
આ વખતે મોટાભાગના પ્રેમીઓને સફળતા મળવાના યોગ છે. આમ તો આ દિવસે લગ્ન માટે
કોઈ શુભ મૂહુર્ત નથી પરંતુ લગ્ન માટે પ્રપોઝ કરવા અને લવ મેરેજ કરવા માટે
પ્રેમનો આ દિવસ શુભ ફળ આપનારો રહેશે.
14 ફેબ્રુઆરીના રોજ ધાર્મિક રીત-રિવાજ પ્રમાણે કોઈ મૂહુર્ત નથી પરંતુ કોર્ટ
મેરેજ કરી શકે છે. આ વર્ષ પ્રેમ, પૈસા અને દરેક શોખ પૂરો કરનાર ગ્રહ
અનુકૂળ સ્થિતિમાં છે.
જી, હાં, આ વર્ષે વેલેન્ટાઈન-ડે ઉપર શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહીને શુભ
ફળ આપનાર રહેશે. એટલા માટે મીન, વૃશ્ચિક, વૃષબ, તુલા, કર્ક, મિથુન, કન્યા,
કુંભ રાશિવાળા માટે શુક્રનું પોતાની ઉચ્ચ રાશિમાં હોવું શુભ ફળ આપનારું
રહેશે.
પ્રેમના આ તહેવાર ઉપર ગજકેસરી યોગ પણ બની રહ્યો છે, સાથે જ ઉચ્ચ રાશિના
શુક્ર ઉપર સિંહ રાશિના વક્રી મંગળની દ્રષ્ટિ પડી રહી છે. ગ્રહોની સ્થિતિ
પ્રેમીઓના પક્ષમાં રહેશે. ઉપર બતાવેલ રાશિઓના લોકોને સફળતા અને લાભ મળવાના
પૂરાં યોગ બની રહ્યા છે. જ્યારે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય તો તે શુભ
ફળ આપનારો હોય છે.
14 ફેબ્રુઆરીના લગાવો આ પરફ્યુમ જે ચમકાવી દેશે આપની કિસ્મત
14
ફેબ્રુઆરીના આપની અને આપના વેલેન્ટાઈનના ભાગ્ય ચમકાવવા છે તો રાશિ અને
તેના સ્વામી ગ્રહ પ્રમાણે પરફ્યુમ કે ડિઓડ્રેંટનો ઉપયોગ કરો. રાશિ અનુસાર
તેના ઉપયોગથી આપના રાશિનો સ્વામી તમારા પર પ્રસન્ન થશે. આપનું બધું કામ
પૂરું થશે અને આપ આખો દિવસ ઉર્જાવંત રહેશો.
મેષ – આ રાશિના લોકોએ પોતાની રાશિ પ્રમાણે મોગરાની સુગંધ પરફ્યુમ લગાવવો જોઈએ.
વૃષભ – આપની પ્રકૃતિ અનુસાર આ રાશિવાળા એ ચમેલીની સુગંધનો ડિયો કે પરફ્યુમ લગાવવો જોઈએ.
મિથુન - આપની રાશિ સ્વભાવ અનુસાર તમે લવેન્ડરની સુગંધ વાળા પરફ્યુમનો ઉપયોગ કરો.
કર્ક – તમે તમારા રાશિ સ્વામી ચંન્દ્ર દેવ અનુસાર ગુલાબની સુગંધવાળા પરફ્યુમનો ઉપયોગ કરો.
સિંહ – આ રાશિના લોકો પોતાની રાશિ પ્રમાણે મીઠી મહેક અટલે કે ચોકલેટ ફ્લેવરવાળા પરફ્યુમ લગાવો.
કન્યા – આ રાશિ વાળા માટે બદામની સુગંધ વાળા પરફ્યુમ અને ડિયોડ્રેંટ શ્રેષ્ઠ રહેશે.
તુલા – આપના રાશિનો સ્વામી શુક્ર અનુસાર તમે ચોકલેટ અને ચમેલીની સુગંધનું પરફ્યુમ લગાવો.
વૃશ્ચિક – રોજમેરીની સુગંધ જેવા પરફ્યુમ આપની રાશિ પ્રમાણે આપના માટે શ્રેષ્ઠ રહેશે.
ધન – તમે તમારી રાશિ અનુસાર ચંદન જેવી કોઈ સારી સુગંધના પરફ્યુમનો ઉપયોગ કરો.
મકર – તમારા રાશિના સ્વામી શનિ અનુસાર આપ એનર્જેટિક સુગંધ વાળા પરફ્યુમ કે લેમન ફ્લેવરનો ઉપયોગ કરો.
કુંભ – તાજગી ભરી સુગંધ આપની રાશિ માટે સર્વ શ્રેષ્ઠ રહેશે એટલે કે એક્વા ફ્લેવર વાળા પરફ્યુમનો ઉપયોગ કરો.
મીન – કસ્તુરી જેવી સુગંધ વાળા પરફ્યુમ આપની રાશિ માટે યોગ્ય રહેશે.
હિન્દુ
ધર્મ ગ્રંથો અનુસાર દરેક મહીનાની વદ પક્ષના ચંદ્રોદ્ય વ્યાપીની ચતુર્થી
તિથિના ભગવાન ગણેશના નિમિત્તે વ્રત્ત કરવામાં આવે છે. તેને ગણેશ ચતુર્થી
વ્રત કહે છે. આ
વ્રતમાં ભગવાન શ્રીગણેશની સાથે ચંદ્ર દર્શન કરી પૂજન કરવાનું વિધાન છે.
વ્રતની વિધિ આ પ્રમાણે છે.
- સવારે વહેવા ઉઠી સ્નાનાદિથી પરવારી જવું.
- સાંજના સમયે આપની યથાશક્તિ અનુસાર સોના ચાંદી, તાબા,પીતળ કે માટીથી બનેલ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવી.
- સંકલ્પ મંત્ર પછી શ્રી ગણેશની ષોડશોપચાર પૂજન-આરતી કરવી. ગણેશની મૂર્તિ
પર સિંદૂર ચઢાવવો. ગણેશ મંત્ર (ऊँ गं गणपतयै नम:) બોલતા 21 દુર્વા ચઢાવો.
- ગોળ કે બૂંદીના 21 લાડુઓનો ભોગ ચડાવવો. એમાંથી 5 લાડુ મૂર્તિની પાસે રાખો
અને 5 બ્રાહ્મણને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો.
- પૂજા માં ભગવાન ગણેશજી સ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશક સ્ત્રોત વગેરેનો પાઠ કરો.
- ચંદ્રમાના ઉદય થવા પહેલા પંચોપચાર પૂજા કરો કે અર્ઘ્ય આપો તે પછી ભોજન કરવું.
- વ્રતને આસ્થા અને શ્રદ્ધાથી પાલન કરવાથી શ્રી ગણેશની કૃપાથી મનોરથ પૂરો થાય છે. અને જીવનમાં નિરંત સફલતા પ્રાપ્ત હોય છે.
ભગવાન
ગણેશ ગુણ અને ઐશ્વર્યને આપનારા અને સંપન્ન તથા સફળ બનાવનારા છે. આ માટે
તેની કૃપાથવી જરૂરી હોય છે અને આ કૃપા માટે શાસ્ત્રો એ વિશેષ મંત્રો
સૂચવ્યા છે. જેને બુધવાર, ચતુર્થી પર મનમાંગ્યું ફળ પ્રાપ્ત થશે.
જાણીએ
આ સરળ ગણેશ મંત્ર, સવારે સ્નાન પછી ભગવાન ગણેશની મૂર્તિ પર દૂર્વા, ફૂલ,
કેસર, ચંદન તથા ચોખા અર્પણ કરો. પછી ધૂપ તથા દિપ કરી ॐ गणेश्वराय नम: બોલી
વિશેષ રૂપે નીચેની 3 મંત્રો બોલો -
ॐ श्री कण्ठाय नम:
ॐ श्री कराय नम:
ॐ श्री दाय नम:
આ પછી ભગવાન ગણેશને યથાશક્તિ મીઠાઈનો ભોગ અર્પણ કરો, આરતી કરી સમૃદ્ધ જીવનની કામના કરો.