Friday 23 December 2011

શ્રી શનિદેવ મહારાજ

શ્રી શનિદેવ મહારાજ
 શ્રી શનિદેવ મંત્ર
  
શ્રી શનિદેવ મંત્ર


શ્રી શનિ સ્તોત્ર
 શ્રી નવગ્રહ મંત્ર

શનિશ્વરી અમાસ પર આ નાનો શનિ મંત્ર ..નસીબને ચમકાવી દેશે
શાસ્ત્રો પ્રમાણે શનિદેવએ ભાગ્યને ઉજ્જવળ બનાવે છે.
-સાંસારિક જીવનમાં સારા- ખરાબ દરેક કર્મ અને સૌભાગ્ય- દુર્ભાગ્યના ફળ- દંડ પણ શનિદેવ આપે છે અને સૌભાગ્યશાળી પણ શનિદેવ જ બનાવે છે.


દેવ- દાનવને હેરાન કરનારા શનિદેવની વાંકી નજર યોગી મુનિ પિપ્લાદની દિવ્ય અને તેજોમયી નજરનો સામનો કરી શકી નહીં. જેને કારણે શનિદેવ વિકલાંગ થઇ ગયા.

શનિને પીડિત જોઇ બ્રહ્મદેવએ મુનિ પિપ્લાદને મનાવ્યા, ત્યારે મુનિએ તેમણે શનિદેવને કષ્ટોથી છુટકારો આપ્યો. તે સાથે દેવતાઓના કહેવા પર તેમણે શનિ પીડાથી બચાવ અને મુક્તિ માટે શનિ મંત્રો અને સ્તોત્રોની રચના કરી.

મુનિ પિપ્લાદ દ્વારા રચવામાં આવેલા આ મંત્રો અને સ્ત્રોતનો પાઠ શનિવાર, મંગળવાર, અમાસ, શનિ જયંતીની સાથે શનિની સાડાસાતી,મહાદશા અને ઢૈય્યામાં કરવાથી શનિ ગ્રહની અશુભ અસર કે કોપથી બચાવીને શુભ ફળ આપે છે.

- આ શનિ સ્તુતિનો 11 વાર પાઠ કરવાથી શનિ પીડા શાંતિ માટે પ્રભાવકારી માનવામાં આવે છે.

नमस्ते कोणसंस्थय पिङ्गलाय नमोस्तुते।

नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तु ते॥

नमस्ते रौद्र देहाय नमस्ते चान्तकाय च।

नमस्ते यमसंज्ञाय नमस्ते सौरये विभो॥

नमस्ते यमदसंज्ञाय शनैश्वर नमोस्तुते॥

प्रसादं कुरु देवेश दीनस्य प्रणतस्य च॥

યોગ્ય સમય પર કરવામાં આવેલો મંત્રજાપ આપણો ભાગ્યોદય કરી શકે છે.
24 ડિસે,શનિશ્વરી અમાસએ શનિદેવની પ્રસન્નતા મેળવવા માટેનો શ્રેષ્ઠ અવસર છે.


જો તમે શનિ પ્રકોપથી પીડિત હો તો આ દિવસે નીચે લખેલા મંત્રોનો વિધિવત જાપ કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.

પ્રાર્થના મંત્ર

सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्ष: शिवप्रिय:।
मन्दचार: प्रसन्नात्मा पीड़ां दहतु मे शनि:।।

ગાયત્રી મંત્ર

ऊँ सूर्यपुत्राय विद्महे मृत्युरूपायधीमहि तन्न: सौरि: प्रचोदयात्।

જપ વિધિ
- શનિશ્વરી અમાસના દિવસે (24 ડિસેમ્બરે) સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી નિવૃત્ત થઇને શનિદેવનું પૂજન કરો.

- તેનાથી કાળા મિશ્રિત સરસિયાનું તેલ ચઢાવો. વાદળી ફૂલ ચઢાવો.

- તેના પછી શનિદેવની સામે આસન પર બેસીને રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.

- ઓછામાં ઓછી 11 માળાનો જાપ ચોક્કસ કરો.

આ મંત્રોના જાપથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારા નસીબના તાળા ખુલી જશે.

Friday 16 December 2011

શ્રી હનુમાનજી ના મંત્ર

"श्री कष्टभंजन हनुमान"
 "श्री कष्टभंजन हनुमान"
"जय श्री राम"
હનુમાનના આ નાના 11 મંત્રો, તમારી વિશેષ મનોકામનાને પુરી કરશે

શાસ્ત્રો પ્રમાણે શ્રી હનુમાન અષ્ટ ચિરંજીવીઓમાંથી એક છે. આ માટે શ્રી હનુમાનને જાગ્રત દેવતા પણ માનવામાં આવે છે. ખાસ કરીને કળિયુગમાં તો શ્રી હનુમાનનું નામ સ્મરણ જ મંગળકારી, સંકટમોચક અને વિઘ્નવિનાશક માનવામાં આવે છે.

શ્રી હનુમાન ઉપાસનાના વિશેષ દિવસો જેમ કે મંગળવાર, શનિવાર અને હનુમાન આઠમ કે જયંતી પર હનુમાનની ઉપાસના ભક્તને સુખ- સમૃદ્ધિ આપે છે. આ કડીમાં હિંદુ પંચાંગમાં માગશર વદ આઠમની તિથિ પર હનુમાનનું નામ સ્મરણ જ દરેક મનોરથને સિદ્ધ કરનારું માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં આપેલી માન્યતા પ્રમાણે અયોધ્યા જતાં ભગવાન શ્રી રામના રાજસૂય યજ્ઞ માટે અનેક પાવન તીર્થોનું જળ ભેગું કર્યું. મહાકાલ સાક્ષાત પ્રગટ થઇને તે પાણી ભરેલા કળશને એક કુંડમાં પધરાવવા કહ્યું. હનુમાનને આવું કર્યું. આ કુંડ અનેક તીર્થોના પાણીથી ભરેલું થવાને કારણે કોટિતીર્થ તરીકે ઓળખાયું. જે વર્તમાનમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સ્થિત છે. આ કુંડ હનુમાન આઠમના દિવસે ભરાયો હતો આથી ઉજ્જૈન અને માલવા ક્ષેત્રમાં હનુમાન આઠમ વિશેષ રીતે પ્રચલિત છે.

 
જાણો, શ્રી હનુમાનના 11 વિશેષ મંત્ર અને તેનાથી પુરી થનારી વિશેષ મનોકામના

ऊँ महावीराय नम: - બળ, ઊર્જા અને શક્તિ

ऊँ दृढव्रताय नम: - મજબૂત સંકલ્પ શક્તિ

ऊँ योगिने नम: - માનસિક એકાગ્રતા, બળ, સંયમ

ऊँ सर्वग्रह विनाशिने नम: - સર્વ ગ્રહદોષ શાંતિ

ऊँ शूराय नम: - સાહસ અને આત્મબળ

ऊँ सर्वरोगहराय नम: - દરેક રોગોથી મુક્તિ

ऊँ शान्ताय नम: - શાંતિ અને સુખ પ્રાપ્તિ અને દરેક કલેશોથી મુક્તિ

ऊँ चिरंजीविने नम: - લાંબુ અને સ્વસ્થ જીવન

ऊँ रामदूताय नम: - દેવ કૃપા અને ભક્તિ

ऊँ प्रसन्नात्मने नम: - પ્રસન્નતા અને સુખ

ऊँ श्रीमते नम: - સમૃદ્ધિ, વૈભવ અને ઐશ્વર્ય


ભગવાન હનુમાન પોતાના ભક્તોની દરેક સમસ્યાનું નિવારણ કરે છે.જો તમારું કોઇ કામ જો ઘણા સમયથી પુરૂ થઇ ના રહ્યું હોય તો મંગળવારના દિવસે નીચે લખેલા મંત્રનો વિધિવિધાનપુર્વક જાપ કરો. ભગવાન હનુમાનની કૃપાથી તમારા દરેક કામ પુરા થઇ જશે.

મંત્ર
निश्चय प्रेम प्रतीत ते विनय करें सनमान।

तेही के कारज सकल शुभ, सिद्ध करे हनुमान।।

જપ વિધિ

- મંગળવારના દિવસે સવારે જલ્દી ઉઠીને ભગવાન શ્રી રામ અને હનુમાનજીનું પૂજન કરો.

- હવે પૂર્વ દિશાની તરફ મોં કરીને કુશના આસન પર બેસી જાઓ.

- રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો. ઓછામાં ઓછી 5 માળાનો જાપ ચોક્કસ કરો.

- દરરોજ કે દર મંગળવારે પણ જો આ મંત્રનો જાપ કરશો તો તમારા દરેક અટકેલા કામ પુરા થઇ જશે.
હનુમાન ચાલીસાના માત્ર 11 પાઠ તમારા બાળકને નિર્ભય બનાવશે



"जय श्री राम"


બાળકો પર નકારાત્મક શક્તિઓની અસર સૌથી પહેલા થાય છે કારણકે તેમનું મન અને મગજ મોટેરાઓની સરખામણીમાં પ્રમાણમાં નબળું હોય છે. આપણે જોઇએ છે કે જો કોઇ વ્યક્તિ દ્વારા બાળક ટોકાય તો તે બાળકને નજર લાગી જાય છે અથવા તો બાળક વગર કારણે ગભરાઇ જાય છે અને અજ્ઞાત ભયનો શિકાર બને છે. નીચે લખેલા અમુક સાધારણ ઉપાય કરવાથી બાળકોની બીમારી તથા ભય સંબંધી સમસ્યાને દૂર કરી શકાય છે.

ઉપાય
જો બાળકને અંધારામાં ભય લાગતો હોય અથવા ક્યાંક એકલા જવાથી ડર લાગતો હોય તો સુદ પક્ષના કોઇપણ મંગળવારે શ્રી હનુમાન ચાલીસાની પુસ્તક લઇને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો તે પછી હનુમાનજીના જમણા ખભાના સિંદુરથી બાળકને તિલક લગાડીને મૂર્તિની સામે લાલ આસન પર બેસો અને 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી બાળકનો ભય જતો રહેશે.


હનુમાનજી સપનામાં આવી આશીર્વાદ આપશે, આ ઉપાયથી

તંત્ર જ્યોતિષ અંતર્ગત ઘણા ચમત્કારી ઉપાય છે, કે જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા પામી શકો છો. આવો જ એક ઉપાય છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને મનોકામનાને પુરી કરવાનો આશીર્વાદ આપે છે. આ અનુષ્ઠાન 81 દિવસનો છે. હનુમાન આઠમ (આ વખતે 18 ડિસેમ્બર, રવિવાર) થી તેનો પ્રારંભ કરે તો શુભ રહે છે.

વિધિ
હનુમાન આઠમના દિવસે નિત્ય કર્મથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. હવે એક લોટા પાણીને લઇને હનુમાનજીના મંદિરમાં જાઓ અને તે જ પાણીથી હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. પહેલા દિવસે એક અડદનો દાણો હનુમાનના માથા પર રાખીને 11 પરિક્રમા કરો અને મનમાં ને મનમાં પોતાની મનોકામના હનુમાનજીની સામે કહો અને તે અડદનો દાણા લઇને ઘરે પાછા વળો અને તેને અલગ અલગ જગ્યા પર રાખી દો.

બીજા દિવસે એક- એક અડદના દાણા રોજ વધારતા રહો અને તે પક્રિયા રહો. 41 દિવસ 41 દાણા રાખ્યા બાદ 42માં દિવસથી એક-એક દાણા ઓછા કરતા રહો. જેમ 42 દિવસ, 40, 43 મા દિવસે 39 અને 81 મા દિવસે 1 દાણો. 81 મા દિવસે અનુષ્ઠાન પુરૂ થવા પર તે દિવસે રાતે શ્રી હનુમાનજી સ્વપ્નમાં દર્શન આપીને સાધકને મનોકામના પુર્તિના આશીર્વાદ આપે છે. આ વિધિ દરમિયાન જેટલા પણ અડદના દાણા તમે હનુમાનજીને ચઢાવ્યા તેને નદીમાં પ્રવાહિત કરી દો.

દરેક મજબુરી અને ડરનો અંત કરે છે બજરંગબાણ

શ્રીહનુમાનનું એક પ્રસિદ્ધ નામ બજરંગબલી પણ છે. જેનો અર્થ છે કે શ્રીહનુમાનને દેહા દરેક અંગ વ્રતની સમાન મજબૂત છે. શાસ્ત્રો પ્રમાણે બળવીર હનુમાનની એવી જ શક્તિની પાછળ વિલક્ષણ જ્ઞાન, સંયમ અને યોહ બળ છે.

આ કારણે જ શ્રી હનુમાનની ઉપાસના ભક્તને માત્ર શરીર નહીં મન અને ધનની સંપન્ન કરનાર માનવામાં આવે છે. ખાસ કરીને હનુમાન ઉપાસનાના તંત્ર શાખામાં બજરંગબાણનું ધ્યાનતો બધા દુઃખ, ભય, બાધા, કલેશ અને અભાવનો નાશ કરનાર છે.

ખાસ કરીને હિન્દુ પંચાગના માગશર મહિનામાં પક્ષની અષ્ટમી તિથિ ઉપર હનુમાન ભક્તિનું વિશેષ મહત્વ છે. તે હનુમાન અષ્ટમી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે અષ્ટમી તિથિના સ્વામી શિવ છે. તો રુદ્રના જ અગિયારમા અવતાર માનવામાં આવે છે હનુમાન. માન્યતા છે કે એકવાર આ શુભ તિથિ ઉપર જ્યારે શ્રીહનુમાને ઘોર તપ કરી શિવ ભક્તિ કરી, તો તેમની ભક્તિથી પ્રસન્ન શિવે આ તિથિને હનુમાનના નામે જ પ્રસિદ્ધ થવાની અને આ દિવસને હનુમાન ઉપાસના સંકટમોચક હોવાનું વરદાન આપ્યું. આ રીતે આ તિથિ હનુમાન અષ્ટમીના નામે પ્રસિદ્ધ થયા.

શનિવાર અને હનુમાન અષ્ટમી(18મી ડિસેમ્બર)ના દિવસે શ્રીહનુમાન ઉપાસનાથી મનોકામના સિદ્ધિ માટે સ્નાન કર્યા પછી પવિત્ર વસ્ત્ર અને મનોભાવોની સાથે સિંદૂર, લાલ ફૂલ, ગોળથી બનેલ મિઠાઈઓ અને ગોળ-ચણાનો ભોગ લગાવો. લાલ આસન ઉપર બેઠેલ ગુંગળ ધૂપ અને દીપ લગાવી નીચે લખેલ બજરંગ બાણનો પાઠ કરો અને સંકટમોચનની કામનાથી આરતી કરો.
દોહોઃ-

निश्चय प्रेम प्रतीति ते, बिनय करैं सनमान। तेहि के कारज सकल शुभ, सिद्ध करैं हनुमान॥

ચોપાઈઃ-

जय हनुमंत संत हितकारी। सुन लीजै प्रभु अरज हमारी॥1।।

जन के काज बिलंब न कीजै। आतुर दौरि महा सुख दीजै॥2।।

जैसे कूदि सिंधु महिपारा। सुरसा बदन पैठि बिस्तारा॥3।।

आगे जाय लंकिनी रोका। मारेहु लात गई सुरलोका॥4।।

जाय बिभीषन को सुख दीन्हा। सीता निरखि परमपद लीन्हा॥5।।

बाग उजारि सिंधु महँ बोरा। अति आतुर जमकातर तोरा॥6।।

अक्षय कुमार मारि संहारा। लूम लपेटि लंक को जारा॥7।।

लाह समान लंक जरि गई। जय जय धुनि सुरपुर नभ भई॥8।।

अब बिलंब केहि कारन स्वामी। कृपा करहु उर अंतरयामी॥9।।

जय जय लखन प्रान के दाता। आतुर ह्वै दुख करहु निपाता॥10।।

जै हनुमान जयति बल-सागर। सुर-समूह-समरथ भट-नागर॥11।।

ॐ हनु हनु हनु हनुमंत हठीले। बैरिहि मारु बज्र की कीले॥12।।

ॐ ह्नीं ह्नीं ह्नीं हनुमंत कपीसा। ॐ हुं हुं हुं हनु अरि उर सीसा॥13।।

जय अंजनि कुमार बलवंता। शंकरसुवन बीर हनुमंता॥14।।

बदन कराल काल-कुल-घालक। राम सहाय सदा प्रतिपालक॥15।।

भूत, प्रेत, पिसाच निसाचर। अगिन बेताल काल मारी मर॥16।।

इन्हें मारु, तोहि सपथ राम की। राखु नाथ मरजाद नाम की॥17।।

सत्य होहु हरि सपथ पाइ कै। राम दूत धरु मारु धाइ कै॥18।।

जय जय जय हनुमंत अगाधा। दुख पावत जन केहि अपराधा॥19।।

पूजा जप तप नेम अचारा। नहिं जानत कछु दास तुम्हारा॥20।।

बन उपबन मग गिरि गृह माहीं। तुम्हरे बल हौं डरपत नाहीं॥21।।

जनकसुता हरि दास कहावौ। ताकी सपथ बिलंब न लावौ॥22।।

जै जै जै धुनि होत अकासा। सुमिरत होय दुसह दुख नासा॥23।।

चरन पकरि, कर जोरि मनावौं। यहि औसर अब केहि गोहरावौं॥24।।

उठु, उठु, चलु, तोहि राम दुहाई। पायँ परौं, कर जोरि मनाई॥25।।

ॐ चं चं चं चं चपल चलंता। ॐ हनु हनु हनु हनु हनुमंता॥26।।

ॐ हं हं हाँक देत कपि चंचल। ॐ सं सं सहमि पराने खल-दल॥27।।

अपने जन को तुरत उबारौ। सुमिरत होय आनंद हमारौ॥28।।

यह बजरंग-बाण जेहि मारै। ताहि कहौ फिरि कवन उबारै॥29।।

पाठ करै बजरंग-बाण की। हनुमत रक्षा करै प्रान की॥30।।

यह बजरंग बाण जो जापैं। तासों भूत-प्रेत सब कापैं॥31।।

धूप देय जो जपै हमेसा। ताके तन नहिं रहै कलेसा॥32।।

દોહોઃ-
उर प्रतीति दृढ़, सरन ह्वै, पाठ करै धरि ध्यान।

बाधा सब हर करैं सब काम सफल हनुमान॥

હનુમાન અષ્ટમી 18 ના, આ ઉપાયથી દરેક ઇચ્છાઓ પુરી થશે

ભગવાન હનુમાન પોતાના ભક્તોની દરેક મનોકામના જલ્દી જ પુરી કરે છે. 18 ડિસેમ્બર,રવિવારે હનુમાન આઠમના અવસર પર જો હનુમાનજીની વિશેષ પૂજા કે ઉપાય કરવામાં આવે તો તેનું જલ્દી જ શુભ ફળ મળે છે. આવી જ એક વિશેષ કામનાની પૂર્તિ કરતો ઉપાય આ પ્રકારે છે.

હનુમાન અષ્ટમીના દિવસે તેલ, બેસન અને અડદના લોટથી બનેલી હનુમાનજીની મૂર્તિની પ્રાણ- પ્રતિષ્ઠા કરીને તેલ અને ઘીનો દીવો પ્રગટાવો તથા વિધિવત પૂજન કરી મિઠાઇનો ભોગ લગાડો. તેના પછી 27 પાન તથા સોપારી વગેરે મુખ શુદ્ઘિની વસ્તુઓ લઇને તેમનું બીડું બનાવીને હનુમાનજીને અર્પણ કરો. તેના પછી આ મંત્રનો જાપ કરો.

મંત્ર- नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा।
ફરી આરતી, સ્તુતિ કરી પોતાની ઇચ્છા બતાવો અને પ્રાર્થના કરી તે મૂર્તિને વિસર્જિત કરી દો. તેના પછી કોઇ યોગ્ય બ્રાહ્મણને ભોજન કરાવી અને દાન આપીને સન્માન સાથે વિદાય આપો.

આ ઉપાય કરવાથી જલ્દી જ તમારી મનોકામના પુરી થશે.

દરેક તકલીફમાંથી તરત બહાર લાવે, આ હનુમાન - શનિ મંત્ર

- શનિવારે હનુમાન અને શનિના આ સરળ નામના મંત્રોનું ધ્યાન માત્રથી દરેક તકલીફ દૂર થાય
 
શ્રીહનુમાન અને શનિ બંનેમાં એક સમાનતા છે અને તે છે શિવતત્વ સાથે જોડાણ. શિવ તત્વનો સંબંધ કલ્યાણ ભાવ સાથે છે. કલ્યાણકારી દેવતા શિવ અર્થાત્ રુદ્રાના જ અવતાર માનવામાં આવે છે શ્રીહનુમાન, તો શનિ પરમ શિવ ભક્ત હોવાની સાથે જ શિવકૃપાથી જગતના દરેક પ્રાણીની કર્મની ગતિને નક્કી કરનાર ન્યાયધીશ બન્યા છે.

આ રીતે હનુમાન અને શનિની બાબતમાં એક પૌરાણિક માન્યતા છે કે જ્યારે શ્રી હનુમાને લંકામાં શનિદેવને રાવણને બંધન મુક્ત કરાવ્યો તો શનિવેદ પ્રસન્ન થઈને એવું વચન આપ્યું હતું કે આસ્થા, ભક્તિ અને પાવનતાની સાથે શ્રીહનુમાનની ભક્તિ કરનાર મારી ક્રૂર દ્રષ્ટિથી પીડા નહીં સતાવે.

આ કારણ છે કે શનિવારના વિશેષ દિવસે શનિગ્રહ પીડા હોય કે કોઈ અન્ય કારણથી જીવનમાં મળતી તન, મન અને ધન સાથે જોડાયેલ દરેક મુશ્કેલીઓ અને તકલીફોથી બહાર આવવા માટે શ્રીહનુમાન અને શનિની ઉપાસના ખૂબ જ કષ્ટ નિવારક માનવામાં આવી છે.

શાસ્ત્રોમાં શનિવારને શનિ અને હનુમાન ભક્તિના આસાન ઉપાયમાં શનિ અને હનુમાનના મંત્રોનું સ્મરણ પણ સંકટમોચક બતાવાયું છે. જાણો તેમની પૂજાના સરળ ઉપાયો અને મંત્ર...

-શનિવારની સાવરે અને સાંજે સ્નાન કર્યા બાદ લાલ કે કાળા કપડાં પહેરી શનિ અને હનુમાનને પવિત્ર જળથી સ્નાન કરાવો. શનિદેવને ગંધ, અક્ષત, ફૂલ, કાળા વસ્ત્ર, તલનું તેલ, કાળા તલ અર્પિત કરી તેલની બનેલી મીઠાઈનો ભોગ લગાવો.

-તો શ્રીહનુમાનને ચમેલીનું તેલ કે સિંદૂર કે લાલ ચંદન, અક્ષત, ફૂલ, જનેઉ, નારિયળ અને ગોળ-તલથી બનેલી મીઠાઈઓનો ભોગ લગાવી નીચે આપેલ મંત્રોનું સ્મરણ પરેશાનીઓથી મુક્તિની કામનાથી કરો-


હનુમાન મંત્રઃ-

ऊँ प्रसन्नात्मने नम:

ऊँ रुद्रवीर्य समुद्भवाय नम:

ऊँ योगिने नम:

ऊँ सर्वमायाविभंजनाय नम:

ऊँ सर्वग्रहविनाशिने नम:

શનિ મંત્રઃ-

 
ऊँ नीलछत्राय नम:

ऊँ परभीतिहराय नम:

ऊँ तामसाय नम:

ऊँ सर्वेशाय नम:

ऊँ आयुष्कारणाय नम:


-આ મંત્રોનું યથાશક્તિ જાપ કરવાનું પણ મંગળકારી છે. મંત્ર સ્મરણ પછી ધૂપ, તેલ કે દીવાથી બંને દેવતાઓની આરતી કરો અને ખરાબ કામ અને વિચાર માટે ક્ષમા માગી, પ્રસાદ ગ્રહણ કરો અને વહેંચો.

આવી રીતે વાંચેલી હનુમાન ચાલીસા, શ્રેષ્ઠ પરિણામ આપે છે

મોટાભાગના લોકો પૂજા- પાઠમાં મંત્રો કે શબ્દોને રટી લે છે. એ વાત તદન સાચી છે કે શ્રદ્ધાથી વાંચેલો શબ્દ પોતાની અસર કરે છે પરંતુ અર્થ સમજીને દિલથી જો પંક્તિઓ બોલવામાં આવે તો પરિણામ વધુ સારા મળશે. હનુમાન ચાલીસાની 39મી ચોપાઇમાં તુલસીદાસજી કહે છે -

‘जो यह पढ़ै हनुमानचालीसा, होय सिद्धि साखी गौरीसा।’

પુસ્તક ખોલીને વાંચવાનો અર્થ માત્ર આંખોથી વાંચવુ જ નથી. તુલસીદાસજી અહીં એવું લખે છે કે જે અહીં ‘सुने’ હનુમાન ચાલીસા. આમ હોય તો લોકોને વધારે આરામ મળી જતો.

જો સાચે જ એવું હોય કે પરંતુ કોઇને પણ સામે બેસાડીને પાંચ વાર સાંભળી લઇને અને તે સંભળાવી પણ લે. પરંતુ હનુમાન ચાલીસામાં તુલસીદાસજીએ સ્પષ્ટ લખ્યું છે કે જે આ ’વાંચે’ હનુમાન ચાલીસા. મતલબ કે વાંચવુ પોતાને પડે છે જ્યારે કોઇપણ વ્યક્તિ સંભળાવી શકે છે. पढ़ै’ શબ્દનો હનુમાન ચાલીસામાં બહુ ગુઢ અર્થ છે.

આપણે જ્યારે પણ જાપ કરીએ તો હ્રદયની પુસ્તક પર તેના જાપને પણ વાંચતા રહીએ. મનની પુસ્તક ખુલેલી હોય અને આપણે તેને વાંચતા રહીએ, તો તેનો અલગ જ આનંદ આવશે. આ માટે ગોસ્વામીજીએ કહ્યું કે તમારે વાંચવુ જ પડશે. આગળ વર્ણન છે કે ‘होय सिद्धि साखी गौरीसा।’ તુલસીદાસજીએ પ્રમાણ આપ્યું કે ‘साखी गौरीसा।’

અહીં ગૌરીસાનો અર્થ છે શંકર અને પાર્વતીજી. તેમણે શપથ લીધી છે, કારણ કે તેમને શ્રદ્ધા- વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી હનુમાન ચાલીસાને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે વાંચવામાં આવે કે જેથી પ્રત્યેક શબ્દ અંતરના ઉરમાંથી નીકળે.
આ હનુમાન મંત્ર બનાવે છે તન, મન અને ધનથી મજબૂત
મંગળવારે શ્રીહનુમાનની આ મંત્રથી પૂજા-પાઠ કરવાથી તન, મન અને ધન સાથે જોડાયેલી બધી પરેશાનીઓનો અંત થાય છે

શાસ્ત્રો પ્રમાણે શ્રીહનુમાન બેજોડ શક્તિના સ્વામી છે. આ કારણ છે કે શાસ્ત્રોમાં હનુમાનને 'अतुलितबलधामं' કહી વંદના કરવામાં આવી છે. વાસ્તવમાં, આ મહિમામાં તેમના વજ્રની સમાન શરીરના જ નહીં પણ શ્રીહનુમાનની બુદ્ધિ અને વિદ્યારૂપી શક્તીઓના સ્વામી તરફ પણ સંકેત છે.

આ કારણ છે કે શ્રીહનુમાનની ઉપાસના તન, મન અને ધન દરેક રીતે પુખ્તા અર્થાત્ શક્તિશાળી અને મજબૂત બનાવનારી માનવામાં આવી છે. કારણકે હનુમાન ભક્તિથી એકાગ્ર અને શુદ્ધ મન, તનને પુષ્ટ કરી પુરુષાર્થના રૂપમાં અર્થ સુખનું ફલ આપનારું હોય છે.

તન, મન અને ધનથી સંપન્ન બનવાની કામનાને પૂરી કરવા માટે જ શાસ્ત્રોમાં શ્રીહનુમાનની ઉપાસનાનો વિશેષ મંત્ર ખૂબ જ અસરદાર માનવામાં આવ્યો છે. જે મંગળવાર કે શનિવારે જ શ્રીહનુમાનની પંચોપચાર પૂજા અને આરતી અર્થાત્ સિંદૂર, ગંધ, અક્ષત, ધૂપ, દીપ અને નૈવેદ દ્વારા સંપન્ન કરી, સ્મરણ કરવું મંગળકારી અને સંકટમોચક હોય છે. આ મંત્ર છે...
ऊँ नमो हनुमते रुद्रावतराय वज्रदेहाय

वज्रनखाय वज्रसुखाय वज्ररोम्णे

वज्रनेत्राय वज्रदन्ताय वज्रकराय

वज्रभक्ताय रामदूताय स्वाहा। 

આખુ વર્ષ ચુસ્ત અને સંકટમુક્ત રહેવા, બોલો હનુમાન મંત્ર

જીવનમાં શક્તિ અને સિદ્ધિની કામનાને પૂરી કરવા માટે શ્રીહનુમાન ઉપાસના અચૂક માનવામાં આવે છે. વાસ્તવમાં શ્રીહનુમાન અને તેમનું ચરિત્ર જીવનમાં સંકલ્પ, બળ, ચરિત્ર શુદ્ધિ, સમર્પણ, શૌર્ય, પરાક્રમ, દ્રઢતાની સાથે જીવનમાં દરેક પડકારો કે કઠિનાઈઓનો સામનો કરવો તથા તેને પાર પાડવાની પ્રેરણા છે.

શ્રીહનુમાન ચિરંજીવી પણ માનવામાં આવે છે. એવી અદભૂત શક્તિઓ અને ગુણોના સ્વામી હોવાથી પણ તેઓ જાગૃત દેવતાના રૂપમાં પૂજનીય છે. એટલે કોઈપણ સમયે હનુમાનની ભક્તિ સંક્ટમોચક કરવાની સાથે તન, મન અને ધનની સાથે સંપન્ન બનાવનારી છે.

વર્ષના પહેલા દિવસે અને આખા વર્ષમાં અહીં બતાવેલ વિશેષ હનુમાન મંત્રનું સ્મરણ ચુસ્ત અને સંકટમુક્ત રહેવાની એવી જ કામનાસિદ્ધિ કરી ખૂબ જ મંગળકારી સાબિત થશે...

-સ્નાન કર્યા પછી શ્રીહનુમાનની પંચોપચાર પૂજા અર્થાત્, સિંદૂર, ગંધ, અક્ષત, ફૂલ નૈવધ ચઢાવીને કરો.

-ગુંગલ ધૂપ અને દીપ પ્રગટાવી નીચે લખેલ હનુમાન મંત્ર બોલી આસાન ઉપર બેસી વર્ષ અને જીવનને સફળ અને પીડામુક્ત બનાવવાની ઈચ્છાથી બોલો અને અંતે હનુમાનની આરતી કરો.
ऊँ नमो हनुमते रुद्रावताराय

विश्वरूपाय अमित विक्रमाय

प्रकटपराक्रमाय महाबलाय

सूर्य कोटिसमप्रभाय रामदूताय स्वाहा।।


 મંગળવાર: દરેક રોગમાંથી મુક્તિ અપાવે છે આ હનુમાન મંત્ર

જો શરીર સ્વસ્થ હશે તો જીવનનું દરેક સુખ મળે છે અને જો શરીર જ સ્વસ્થ ના હોય તો કોઇપણ સુખને માણી શકાતું નથી. જો તમે પણ કોઇ અસાધ્ય રોગથી પીડાતા હો તો નીચે લખેલા હનુમાન મંત્રનો જાપ મંગળવારથી કરો જેનાથી તમારા દરેક રોગ દૂર થઇ શકે છે. આ હનુમાન મંત્ર આ પ્રકારે છે.

મંત્ર

हनुमन्नंजनी सुनो वायुपुत्र महाबल:।

अकस्मादागतोत्पांत नाशयाशु नमोस्तुते।।


જપ વિધિ

- દર મંગળવારે સવારે જલ્દી ઉઠીને સર્વપ્રથમ સ્નાન વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર પહેરો.

- તેના પછી હનુમાનજીની પૂજા કરો અને તેમને સિંદુર તથા ગોળ- ચણા ચઢાવો.

- તેના પછી પૂર્વ દિશાની તરફ મોં કરીને કુશનું આસન ગ્રહણ કરો.

- તે પછી લાલ ચંદનની માળાથી ઉપર લખેલા મંત્રનો જાપ કરો.

- આ મંત્રનો પ્રભાવ તમને થોડા જ સમયમાં દેખાવા લાગશે.


દરેક કામમાં સફળતા અપાવે છે, આ હનુમાન મંત્ર

હનુમાનજીને કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે.

ધર્મશાસ્ત્રો અનુસાર હનુમાનજી આજે પણ પૃથ્વી પર નિવાસ કરે છે અને પોતાના ભક્તોના દરેક કષ્ટોને દૂર કરે છે.

મંગળવારના દિવસે જો હનુમાનની પૂજા કરવામાં આવે તો તે અતિ પ્રસન્ન થાય છે.

જો તમે ચાહતા હો કે તમારા દરેક સંકટ દૂર થાય અને દરેક કાર્ય સિદ્ધ થાય તો નીચે લખેલા મંત્રનો જાપ વિધિ વિધાનથી કરશો તો દરેક કાર્ય સિદ્ધ થઇ જશે એ

મંત્ર

प्रेम प्रतीति धरि कपि भजै, सदा धरै उर ध्यान।

तेहि के कारण सकल शुभ, सिद्ध करैं हनुमान।।

જપ વિધિ

- દર મંગળવારે સવારે જલ્દી ઉઠીને સર્વપ્રથમ સ્નાન વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર પહેરો.

- તેના પછી હનુમાનજીની પૂજા કરો અને સિંદુર તથા ગોળ- ચણા ચઢાવો.

- પૂર્વ દિશાની તરફ મોં કરીને કુશનું આસન ગ્રહણ કરો.

- તે પછી લાલ ચંદનની માળાથી ઉપર લખેલા મંત્રનો જાપ કરો.

- આ મંત્રનો પ્રભાવ તમને થોડા જ સમયમાં જોવા મળશે.

હનુમાનજીને ચઢાવો ગોળ-ચણા, થશે સમસ્યાઓ દૂર

જો આપના જીવનમાં ખરાબ સમય ચાલી રહ્યો હોય, મહેનત કરવા છત્તાં કોઈ પરિણામ ન પ્રાપ્ત થતું હોય, ઘર-પરિવારમાં અણબનાવ ચાલતા હોય, આર્થિક તંગી હોય તો હનુમાનજીની પૂજા કરશે આપની હરેક મનો કામના પૂર્ણ.

જો આપ એવી કોઈ પણ સમસ્યાથી ઘેરાયેલા રહેતા હોય તો જે હનુમાનજીનું મુખ દક્ષિણ દિશા તરફ હોય તે દક્ષિણમુખી હનુમાનજીને મંગળ અને શનિવારના દિવસે ગોળ ચણાનો પ્રસાદ ચઢાવવો. તથા પુજા-દિપ-ધુપ કરવો. આ પછી હનુમાન ચાલિસાનો પાઠ કરવો. જો શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ કરવો.

આ પ્રમાણે દર મંગળવાર અને શનિવારના હનુમાનજીની આરાધના કરવાથી ઝડપથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તો હનુમાનજીની પુજાથી શ્રેષ્ઠ ફળ મળે છે. આ સમય દરમ્યાન બધા પ્રકારના અધાર્મિક કાર્યોથી દૂર રહેવું.

આ મંત્રથી હનુમાન પૂજા, તમને અપાવશે મનચાહી સફળતા

મન, શરીર અને વિચારોની સાથે જીવન અને કાર્ય પ્રત્યે સત્ય અને સમર્પણની ભાવના મજબૂત બનાવવા માટે શનિવાર, મંગળવાર, પૂનમ અને હનુમાન જન્મોત્સવના શુભ અવસરો ઉપર હનુમાન ઉપાસના ખૂબ જ શુભ ફળ આપનારી હોય છે.

જો તમે પણ સફળતા અને સુખની દરેક ઈચ્છાને પૂરી કરવા માગતા હોવ તો દરેક કલેશ અને દોષોને દૂર કરવા માટે અહીં બતાવેલ હનુમાન ઉપાસનાના સરળ ઉપાય વિશેષ મંત્ર બોલોને કરો...

-શ્રીહનુમાનની પૂજા તન, મન, વચનમાં પૂરી પવિત્રતાની સાથે ઘર કે મંદિરમાં કરો.

-શ્રીહનુમાનની પૂજામાં કંકુ, અક્ષત, ફૂલ, નારિયળ, લાલ વસ્ત્ર અને લાલ લંગોટની સાથે જ વિશેષ કરીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવાનું મહત્વ છે.

-શ્રીહનુમાનની આવી મૂર્તિ જેની ઉપર સિંદૂર ચઢાવેલ હોય, તેની ઉપર પવિત્ર જળથી સ્નાન કરાવો. ત્યારબાદ બધી પૂજા સામગ્રીઓ અર્પણ કરી આ વિશેષ મંત્રથી થોડા ચમેલીના તેલમાં સિંદૂર મેળવી કે સીધા મૂર્તિ ઉપર હલકુ તેલ લગાવી તેની ઉપર સિંદૂર ચઢાવો.

सिन्दूरं रक्तवर्णं च सिन्दूरतिलकप्रिये।

भक्तयां दत्तं मया देव सिन्दूरं प्रतिगृह्यताम।।


-હનુમાન ચાલીસાનો પાઠ કરો કે સાંભળો, ત્યારબાદ ગુંગળ ધૂપ અને તેલના દીવાથી શ્રીહનુમાનની આરતી કરો અને દુઃખોની મારથી રક્ષણ કરવા પ્રાર્થના કરો.

-શ્રીહનુમાનની આવી ઉપાસના નિયમિત રીતે પણ કરી તો શાંત મનથી પેદા ઈશ્વર અને પોતાની પ્રત્યે વિશ્વાસ વ્યાવહારિક રીતે જ મનચાહી સફળતા અને યશ અપાવનાર સાબિત થાય છે.



Tuesday 6 December 2011

મહોરમ

મહોરમ પર્વની ઉજવણી સાથે તાજિયાને ઠંડા થયા.

મુસ્લિમોના પવિત્ર પર્વ ૧૦મી મહોરમ યવમે આશુરા તરીકે મનાવાય છે તે પરંપરા મુજબ આજે વડોદરા શહેર અને જિલ્લામાં આશુરાની પરંપરાગત ઉજવણી થઇ. સવારે શહેરની વિવિધ મિસ્જદોમાં આશુરાની નમાજ અદા કરાયા બાદ શોહદાએ કરબલાની યાદમાં વાયઝના કાર્યક્રમો યોજાયા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શોહદાએ કરબલાને ખિરાજે અકીદત પાઠવી.

બપોરે બાદ વડોદરામાં આરુઢ કરાયેલાં તાજિયાના જુલૂસ નીકળ્યા જે શહેરના રાજમાર્ગો પર ફરી માંડવીથી સરસિયા તળાવ ગયા જ્યાં તાજિયાનું વિસર્જન કરાયું. તાજિયા સાથે ઢોલ-નગારા અને પિટણીની રમઝટ જામી અને સાથે સવારીઓ અને જુલ્ફીકારના હેરત અંગેજ કરતબો તથા અંગ કસરતના કરતબો યોજાઈ. આમ મહોરમ પર્વની ઉજવણી કરવા મુસ્લિમ વિસ્તારો સજજ થઇ ગયા હતા.

સોમવાર ની રાત્રે કતલની રાત હતી.. શહેરભરમાં સ્થાપિત કરાયેલા તાજીયાઓના જુલુસની રાત. ગત રાત્રે વડોદરાના રાજમાર્ગો પર માતમ મનાવતા મુસ્લિમ બિરાદરોનો મહેરામણ ઉમટ્યો. સેંકડો કલાત્મક તાજીયાઓ લઇ હજારો મુસ્લિમ બિરાદરો માતમના ગીતોની ધુન સાથે અત્યંત સંયમપૂર્વક યા હુસૈનના નારા સાથે નીકળ્યા ત્યારે માંડવીથી ચાંપાનેર દરવાજા વચ્ચે તસુભાર જગ્યા નહોતી..રોશનીથી ઝગમગતા તાજીયાઓ લઇ નીકળેલા મુસ્લિમ બિરાદરો સાથે સમાજના તમામ અગ્રણીઓ જોડાયા. પીટણી રમતા યુવાનોએ અનોખું આકર્ષણ પેદા કર્યું. તાજીયાઓના દીદાર કરવા હજારો હિન્દુઓ પણ રાજમાર્ગો પર આવ્યા.
नाराल तक़दीर अल्लाह हु अकबर
ख्वाजा का दामन नहीं छोड़ेगे....
या हुशेन... या हुशेन... या हुशेन...