Tuesday, 6 December 2011

મહોરમ

મહોરમ પર્વની ઉજવણી સાથે તાજિયાને ઠંડા થયા.

મુસ્લિમોના પવિત્ર પર્વ ૧૦મી મહોરમ યવમે આશુરા તરીકે મનાવાય છે તે પરંપરા મુજબ આજે વડોદરા શહેર અને જિલ્લામાં આશુરાની પરંપરાગત ઉજવણી થઇ. સવારે શહેરની વિવિધ મિસ્જદોમાં આશુરાની નમાજ અદા કરાયા બાદ શોહદાએ કરબલાની યાદમાં વાયઝના કાર્યક્રમો યોજાયા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી શોહદાએ કરબલાને ખિરાજે અકીદત પાઠવી.

બપોરે બાદ વડોદરામાં આરુઢ કરાયેલાં તાજિયાના જુલૂસ નીકળ્યા જે શહેરના રાજમાર્ગો પર ફરી માંડવીથી સરસિયા તળાવ ગયા જ્યાં તાજિયાનું વિસર્જન કરાયું. તાજિયા સાથે ઢોલ-નગારા અને પિટણીની રમઝટ જામી અને સાથે સવારીઓ અને જુલ્ફીકારના હેરત અંગેજ કરતબો તથા અંગ કસરતના કરતબો યોજાઈ. આમ મહોરમ પર્વની ઉજવણી કરવા મુસ્લિમ વિસ્તારો સજજ થઇ ગયા હતા.

સોમવાર ની રાત્રે કતલની રાત હતી.. શહેરભરમાં સ્થાપિત કરાયેલા તાજીયાઓના જુલુસની રાત. ગત રાત્રે વડોદરાના રાજમાર્ગો પર માતમ મનાવતા મુસ્લિમ બિરાદરોનો મહેરામણ ઉમટ્યો. સેંકડો કલાત્મક તાજીયાઓ લઇ હજારો મુસ્લિમ બિરાદરો માતમના ગીતોની ધુન સાથે અત્યંત સંયમપૂર્વક યા હુસૈનના નારા સાથે નીકળ્યા ત્યારે માંડવીથી ચાંપાનેર દરવાજા વચ્ચે તસુભાર જગ્યા નહોતી..રોશનીથી ઝગમગતા તાજીયાઓ લઇ નીકળેલા મુસ્લિમ બિરાદરો સાથે સમાજના તમામ અગ્રણીઓ જોડાયા. પીટણી રમતા યુવાનોએ અનોખું આકર્ષણ પેદા કર્યું. તાજીયાઓના દીદાર કરવા હજારો હિન્દુઓ પણ રાજમાર્ગો પર આવ્યા.
नाराल तक़दीर अल्लाह हु अकबर
ख्वाजा का दामन नहीं छोड़ेगे....
या हुशेन... या हुशेन... या हुशेन...



 




































No comments:

Post a Comment