Wednesday, 30 January 2013

સપ્તાહ ના ખાસ ઉપાય

જાણો કયા દિવસે જ્યોતિષનો ખાસ ઉપાય કરવો જોઈએ
જો આપ આ સપ્તાહમાં કેટલાક ખાસ કાર્ય કરવા જઈ રહ્યા છો તો નિમ્ન ઉપાયોની સાથે આપના દિવસની શરુઆત કરો. આ ઉપાયોના પ્રભાવોથી આપના કાર્યની સફળતાનો યોગ અને મજબૂત થશે.તેની સાથે જ ધન સંબંધી સમસ્યાઓનું નિરાકરણ થવા લાગશે. આ પ્રકારે દરેક દિવસે ઉપાય અપનાવશો તો નિશ્ચિત જ શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે.


રવિવાર –

રવિવારના સૂર્ય દેવને જળ ચઢાવો પછી લાલ ફૂલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम:। મંત્રનો જાપ કરો. ગોળનું સેવન કરો. લાલરંગના કપડા કે રૂમાલ રાખો.

સોમવાર –

આ દિવસે સફળતા પ્રાપ્તિ માટે શિવલિંગ પર દૂધ ચઢાવો. આ શક્ય ન હોય તો કાર્ય માટે ઘરથી નીકળતા પહેલા દૂધ કે પાણી પી લો. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम:। મંત્ર બોલીને ઘરથી નીકળો. સફેદ રંગનો રૂમાલ રાખો. 

મંગળવાર –

આ દિવસ હનુમાનજીની આરાધનાનો વિશેષ દિવસ છે. આથી આ સવારે હનુમાન મંદિર જાઓ. સાથે જ હનુમાનજીને બનારસી પાન અને લાલફૂલ ચઢાવો. ઘરથી નીકળતા પગેલા મધનું સેવન કરો અને ऊँ क्रां क्रीं क्रौं स: भौमाय नम:। મંત્ર બોલીને પ્રસ્થાન કરો. લાલ વસ્ત્ર પહેરો કે લાલ કપડા સાથે રાખો.

બુધવાર –

આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પણ કરો. ગણપતિજીને ગોળ-ધાણાનો ભોગ લગાવો. ધરથી વરિયાળી ખાને નીકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम:। મંત્રનો જાપ કરો. લીલા રંગને વસ્ત્ર પહેરો કે લીલો રુમાલ સાથે રાખો.

ગુરુવાર –

જ્યોતિષ અનુસાર ગુરુવાર ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આથી આ દિવસ બૃહસ્પતિ ગ્રહના નિમિત્તે વિશેષ પૂજન કરો. આ ઉપરાંત આ દિવસ ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રી હરિને પીળા ફૂલ અર્પિત કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम:। મંત્રનો જાપ કરો. પીળા રંગની કોઈ મિઠાઈ રાખીને ઘરથી નીકળો. પીળા વસ્ત્ર પહેરો કે પીળો રૂમાલ સાથે રાખો.

શુક્રવાર –
આ દિવસ સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:। મંત્રનો જાપ કરો. ઘરથી નીકળતા પહેલા દહીનું સેવન કરો. સફેદ રંગના કપડા પહેરો તતા સફેદ  રૂમાલ રાખો.


શનિવાર

હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલફૂલ ચઢાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:। મંત્ર જાપ કરી ઘરથી નીકળો. તલનું સેવન કરો. નીલા વસ્ત્રો પહેરો અને બ્લુ કે કાળો રૂમાલ સાથે રાખો. શનિદેવને તેલ અર્પણ કરો.