Friday, 12 October 2012

ઘરનાં મુખ્યદ્વાર પર વાસ્તુદોષ અને તેના ઉપાય

ઘરમાં અશાંતિ તેમજ રોગ જેવી સમસ્યાઓને લઈને તમે કંટાળી ગયા હોવ તો હવે સાવધ થઈ જવાની જરૂર છે. અહીં આપેલ ટીપ્સ તેમજ ઉપાયોથી તમારા ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્ર પર આધારિત આ ટિપ્સથી અનેક ફાયદા લઈ શકો છો

1- જો ઘરનાં મુખ્યદ્વારની બંને બારીઓ હોય તો આને વાસ્તુશાસ્ત્ર અનુસાર, અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં બંને તરફથી ફૂંકાતો પવન સકારાત્મક ઊર્જાને દૂર ધકેલી દે છે. જેના લીધે ઘરનાં માલિકને આર્થિક સંકડામણ અનુભવાય છે.

ઉપાય-
1-  આ બંને બારીઓ પર ગોળ પાંદડાવાળા રોપ (છોડ) લગાવવા. કાંટાદાર તેમજ અણીદાર છોડ નહીં.
2- આ સ્થાન પર મનીપ્લાન્ટનો છોડા લગાડવો જોઈએ જેનાથી લાભદાયક રહે છે.

2- ઘરના દરવાજાની સામે ઝાડ હોય તો વાસ્તુ પ્રમાણે અશુભ મનાય છે. આનાથી ઘરમાં બીમારી સદાય રહે છે. ઘરના માલિકને વારંવાર અનેક બીમારી થતી જ રહે છે. જેનાથી આર્થિક પાયમાલ થઈ જાય છે. પરિવારમાં અચાનક સમસ્યાઓ આવતી જ જાય છે. કોર્ટ-પોલીસ સંબંધી સમસ્યાઓ નડતી રહે છે.

ઉપાય.-
1 -ઘરના સામે ઉપર બહારની તરફ અષ્ટકોણીય દર્પણ લગાડવો જોઈએ જેનાથી નકારાત્મક ઊર્જાથી બચાવાય.
2- નવ ઈંચનો સ્વસ્તિક ઘરના દરવાજા પર બનાવવો જોઈએ.

3- જો ઘરનું મુખ્યદ્વાર કોઈ અન્ય નિર્માણના લીધે અવરોધાય, આ ઉપરાંત અન્ય મકાનને લીધે મુખ્યદ્વાર ઢંકાઈ જાય તો આને અશુભ માનવામાં આવે છે. આને લીધે ઘરનાં મુખ્ય માલિકને હૃદય રોગ થવાની શક્યતા રહે છે.

ઉપાય-
1-મુખ્યદ્વાર ઘરનાં ઉમરા નીચે છ સોનેરી સિક્કાની પોટલીમાં બંધ કરીને દબાવી દેવું જોઈએ.
2- ઘરનાં મુખ્યદ્વારના ઉમરા પર છ ઈન્ચની લાલ રંગની પટ્ટી રાખવી.

ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લગાડો વૃક્ષ

ઘરમાં કે ઘરની આજુબાજુ ઝાડ લગાડવાથી ધનમાં વૃદ્ધ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેનાર લોકો હંમેશાં સ્વસ્થ રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર તમારા દ્વારા લગાવેલ વૃક્ષ સારા પરિણામ નથી આપતા. હકીકતમાં તેમાં ઘણાં વાસ્તુ દોષ હોય છે. અમે આપને અહીં જણાવી રહ્યા છીએ કે ઘરમાં કયું વૃક્ષ લગાડવું જોઈએ અને કયું વૃક્ષ નહીં. સાથે ઝાડ લગાડો પણ ક્યા તે લગાડવા.

બૃહંતસંહિતા નામના ગ્રંથમાં ઘરમાં ક્યું વૃક્ષ લગાડવાથી સુખ-શાંતિ અને સારું પરિણામ આપશે તે તમામ વિગતો આપી છે. વડલાનું વૃક્ષ પૂર્વમાં, પશ્ચિમમાં પીપળનું વૃક્ષ, ઉત્તરમાં લીમડો અને દક્ષિણ દિશામાં ગુલમહોરનું ઝાડ લગાડવું શુભ માનવામાં આવે છે. આનાથી વિપરિત દિશામાં લગાડાય તો અશુભ પરિણામ આપનારું બની રહે છે. ઘરની નજીક કાંટાવાળા ઝાડ શત્રુતા પેદા કરે છે. આ ઉપરાંત દૂધ ધરાવતા ઝાડ ધનનો નાશ કરે છે. વાસ્તુ રાજવલ્લભ પ્રમાણે કેળ, કેતકી, ચમેલી, ચંપાના  છોડ ઘરની પાસે હોય તો શુભ માનવામાં આવે છે પરંતુ એક પહોર વીત્યા પછી આ તમામનો છાંયડો પડવા લાગે તો આને અશુભ માનવામાં આવે છે. ત્રીજા પહોર પછી તેની છાયા પડે તો એટલું અશુભ નથી માનવામાં આવતું.

શુભ વૃક્ષ-  નાગ કેસર, મોલ શ્રી, સાલ, પુન્નગ, ચમેલી, જયન્તી, ચંદન, અપરાજિતા, ગુલાબ, કેતકી, ચંપો નારિયેળ વગેરે શુભ માનવામાં આવે છે.
અશુભ વૃક્ષ- ગુલમહોર, લીંમડો, પીપળ, આંબલી વગેરેના લાકડાં ઘરમાં ન લાવવા જોઈએ કારણ કે, આને અશુભ માનવામાં આવે છે.

અશોક વૃક્ષ (આસોપાલવ)

અશોક વૃક્ષ (આસોપાલવ)ને ઘરમાં ઉત્તર દિશામાં ઊગાડવું. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં અશોક વૃક્ષને લીધે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે, તેમજ અકાળે મૃત્યુ નથી આવતું. 

પરિવારની મહિલાઓને શારીરિક અને માનસિક ઊર્જાઓમાં વધારો થાય છે. જો મહિલાઓ આસોપાલવનાં વૃક્ષ પર પ્રતિદિન જળ ધરાવતી હોય તો તેની તમામ મનોકામના અને વૈવાહિક જીવનમાં સુખ શાંતિ યથાવત્ રહે છે.


જે વિદ્યાર્થીઓ ભણતા ખૂબ હોય છે તેમજ વાંચતા વધુ હોય છે છતાં તેમને વાંચેલું યાદ ન રહેતું હોય તો આસોપાલવની છાલ લઈને બ્રાહી સમાન મેળવીને ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને 1-1 ચમચી સાંજે ગિલાશમાં દૂધની સાથે આપવાથી જલ્દીથી લાભ મળશે. 


આસોપાલવના અન્ય પ્રયોગો-

1-
જે જાતકને નિરંતર વ્યવસાયમાં હાનિ થઈ રહી હોય  આ ઉપરાંત તેમનો વ્યવસાય બંધ થવાની અણી પર હોય તો તેમને નીચે દર્શાવેલ પ્રયોગ કરીને લાભ મેળવવો. આસોપાલવનાં બીજને મેળવીને તેને સ્વચ્છ કરીને ધૂપ અને અગરબત્તી કરવી.

આંખો બંધ  કરીને પોતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરવી. આ બીજમાંથી એક બીજને કોઈ લૉકેટ બનાવીને પોતાના ગળામાં ધારણ કરવું જોઈએ. અન્ય બીજને અનાજ રાખવાના સ્થાન પર રાખવા. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ બુધવારે કરવાથી સારો લાભ થાય છે.


2-
કોઈપણ શુભ મુહૂર્તમાં આસોપાલવ (અશોકવૃક્ષ)ની જડને ખોદીને લાવવી. તે સમયે તમારે મૌન ધારણ કરવું જોઈએ. ઘરમાં લાવીને તિજોરી અથવા ધન રાખવાના સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની સ્થિતિ પહેલાં કરતા સારી થાય છે.

3-
જો કોઈ કન્યાનાં લગ્ન ન થઈ રહ્યા હોય. તેમજ પરિવારનાં લોકો પણ ખૂબ ચિંતામાં હોય તો આ ઉપાય કરવો જોઈએ. અશોક વૃક્ષની જડ તથા પાંદડા મેળવીને આ કન્યાના સ્નાન કરવાના પાણીમાં નાંખી દો. બાદમાં આ પાણીથી કન્યાએ સ્નાન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે જડ પાણીમાંથી બહાર ન પડવી જોઈએ.

4-
અશોક વૃક્ષ (આસોપાલવ)નાં ફળને મંગળવારના દિવસે હનુમાનજીને ધરાવવા જોઈએ જેથી મંગળ ગ્રહની પીડામાંથી મુક્તી મળી જાય છે.

સ્નાન કર્યા પછી આ પાંદડાને પરિવારનાં કોઈ પણ સભ્ય પીપલનાં વૃક્ષનાં નાંખી દે. આ પ્રયોગ ઓછામાં ઓછા 41 દિવસ સુધી જરૂરથી કરો. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ સોમવારના રોજ શરૂ કરો. આવું કરવાથી જલ્દી જ તે કન્યાના લગ્ન નક્કી થઈ જશે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરો આટલો ફેરફાર અને પછી જુઓ

શું તમને ખબર છે કે ભલે તમારો બેડરૂમ વાસ્તુ અનુસાર ડેકોરેટ ન કર્યો હોય, પરંતુ જો તમારે સૂવાનો નિયમ ન ખબર હોય તો તમારું જીવન તણાવગ્રસ્ત રહેતું હોય છે.
અહીં અમે તમને સૂવાના કેટલાક નિયમો જણાવીએ છીએ.

1- બેડ અથવા પલંગ આરામદાયક હોવો જોઈએ, પરંતુ બેડની વચ્ચોવત કોઈ લેમ્પ, પંખો કે ઈલેકટ્રોનિક ઉપકરણ વગેરે ન હોવું જોઈએ. નહીંતર આની પર સૂઈ રહેનારનું પાચન ખરાબ થઈ શકે છે.

2- ઘડિયાળને ક્યારે પણ માથાની નીચે અથવા બેડની પાછળ રાખીને ન સૂવું જોઈએ. ઘડિયાળને કદી બેડની સામે પણ ન લગાવો. નહીંતર બેડ પર સૂનાર હંમેશાં ચિંતાગ્રસ્ત  અથવા તણાવમાં રહેશે. ઘડિયાળને બેડની જમણી કે ડાબી બાજુએ લગાવવી હિતકર છે.

3- બેડ પર સાદી ડિઝાઈનના ઓશિકા અને ચાદર રાખવા જોઈએ. કદી પણ ભડકાઉ અને રંગબેંરગી રંગની ડિઝાઈનનો ઉપયોગ ન કરવો જોઈએ.

4- બેડરૂમમાં મંદિર અથવા પૂર્વજોની છબિઓ ન રાખો.

5- બેડરૂમમાં હલ્કા ગુલાબી રંગનો પ્રકાશ હોવો જોઈએ જેનાથી પતિ અને પત્નીની વચ્ચે પરસ્પર પ્રેમ યથાવત્ રહે.

6- બેડરૂમના દરવાજાની સામે પગ રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે.

7- વાસ્તુ અનુસાર, હંમેશા દક્ષિણ દિશામાં માથુ અને પશ્ચિમ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ. જેથી કરીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે તમે દીર્ઘાયુ એને ગાઢ નિંદ્રા માણી શકો. 

ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં ન રાખવો!

'ધરતીનો છેડો એટલે ઘર'
'ધરતીનો છેડો એટલે ઘર' ઘરમાં વ્યકિતને આશરો જ નહિ પરંતુ હૂંફ પણ મળતી હોય છે. ઘર માટે એવું પણ કહેવાય છે કે, ઘર એ તો ધરતી પરનું લઘુ સ્વર્ગ છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર બનાવતી અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે ઘર માલિક અને તેના કુટુંબીજનોને તમામ પ્રકારનું સુખ-ઐશ્વર્ય અને શાંતિ મળતી હોય છે.

આજે આપણે ઘરની મુખ્ય દ્વારની વાત કરીએ છીએ. મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. ઘરનું મુખ્ય દ્વાર કાં તો પૂર્વ કે ઉત્તરમાં હોવો જોઈએ. જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો રોગ, દુખ અને શોકનું કારણ બની જાય છે.


જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો તેના દોષની શાંતિ માટે હળદર અને રમચી મેળવીને મુખ્ય દરવાજાની સામે બંને બાજુ સ્વસ્તિક ચિન્હ બનાવવાથી દોષની શાંતિ થાય છે.



જો ઘરની અંદર પતિ-પત્ની વચ્ચે હમેશાં કલેશ રહેતો હોય તો ઈશાન ખૂણામાં રાધા-કૃષ્ણની છબી ટિંગાડવી અને એ સ્થાન સાફ રાખવું. ધન-ધાન્યમાં વધારો કરવા માટે ઉત્તર દિશામાં એક કળશમાં પાણી ભરીને તેમાં બે-ચાર દાણા ચોખા અને હળદર નાંખવી. દરરોજ તેને બદલતા રહેવું. નજર દોષથી બચવા માટે ઘરની દક્ષિણ દિશામાં તલનાં તેલનો દીવો પ્રગટાવવો.


તમે તે રોગની શાંતિ માટે ઘરની પૂર્વ દિશામાં એક કળશમાં પાણી ભરીને રાખો અને તેમાં ચોખા કે હળદર તેમજ તેમાં પીળું સરસિયું ઉમેરવું. આ ઉપરાંત એક દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં હંમેશાં ભારે રાખો. વાસ્તુના કોઈપણ દોષની શાંતિ માટે ઘરનાં દરેક ખૂણામાં સિંધવ ભરેલો વાટકો રાખવો.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય સૂવાનો ઓરડો બનાવવો જોઈએ કારણ કે આ યમનું સ્થાન છે. યમ શક્તિ અને આરામનું પ્રતીક ગણાય છે. દરવાજાઓ અને બારીઓમાં અવાજ આવવાથી વાસ્તુ દોષ થાય છે. એક સીધી રેખામાં દરવાજા હોવા પણ વાસ્તુ દોષ કહેવાય છે. નીસરણીની સંખ્યા 5,7,9 વિષમ સંખ્યામાં હોવી જોઈએ.

Monday, 17 September 2012

વડોદરા ના લક્ષ્મી વિલાસ પેલેસ રાજ દરબાર ના શ્રી ગણેશ

લક્ષ્મી વિલાસ પેલેસ 
રાજ દરબાર ના શ્રી ગણેશ


વડોદરા ના રાજવી પરિવાર ના એટલે સર સયાજીરાવ ગાયકવાડ ના 
શ્રી ગણેશ ની કથા~ઈતિહાસ~પરંપરા~વાર્તા
૭૩ વર્ષ થી એકજ પ્રકાર ના ગણેશજી ની મૂર્તિ માટીથી બનાવા માં આવે છે.

  

શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી પ્રદીપ કૃષ્ણરાવ ચૌહાણ અને મંગલા પ્રદીપ ચૌહાણ

શ્રી રાજવી ગણેશજી ૭૩ વર્ષ જૂની એટલે કે ૧૯૩૯ ની વાત છે શ્રી દામાજીરાવ ગાયકવાડ ના કુટુંબથી ગણેશજી ના સ્થાપના ની પ્રથા શરુ થઇ. આ પ્રથા શ્રી દામાજીરાવ ગાયકવાડ, સર સયાજીરાવ ગાયકવાડ, પ્રતાપસિંહ ગાયકવાડ, ખંડેરાવ ગાયકવાડ,  રણજીતસિંહ ગાયકવાડ અને અત્યાર ના શ્રી સમરજીતસિંહ ગાયકવાડ ચાલુ રાખી છે.

ખંડેરાવ ગાયકવાડ મહારાજે ગણેશજી ના સ્થાપના માટે ખેસ ના લાકડા નો પાટલો બનાવ્યો હતો.  ૧૯૩૯ માં ચંદ્રાસુર રાક્ષસ નો વધ કરતા ગણેશજી બેસાડ્યા હતા ત્યારે  સર સયાજીરાવ ગાયકવાડને વિચાર આવ્યો કે આવા ગણપતિ તો ક્રોધિત ગણપતિ લાગે છે અને આપને તેને ૧૦ દિવસ પૂજા કરીએ છે, તો ગણેશજી ની મૂર્તિ પૂજનીય હોય તેવી બનાવી પડે જે શાંત અને સુંદર સ્થાપના મૂર્તિ હોવી જોઈએ. ૧૯૩૯ માં સર સયાજીરાવ ગાયકવાડ દેવલોક થયા ત્યાર બાદ પ્રતાપસિંહ ગાયકવાડ રાજવી થયા તેમને કાશી ના પંડિતો ને વડોદરા બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા વિચારના કરી કે અમને ગણેશજી ની પ્રતિમા પૂજનીય હોય તેવી હોવી જોઈએ ત્યાર બાદ વડોદરા ના ગણેશ ના કલાકારોએ વિવિધ પ્રકાર ના ગણેશજી ની પ્રતિમા બનાવે છે અને રાજ મહેલમાં ગણેશજી ની મૂર્તિ મંગાવે છે અને ત્યાર બાદ કાશી ના પંડિતો દરેક ગણેશજી ની મૂર્તિ ધ્યાન પૂર્વક જુવે છે, અને કૃષ્ણરાવ ચૌહાણ દાદા ના ગણેશજી ની પસંદગી થાય છે કાશી ના પંડિત રાજા ને કહે છે કે કૃષ્ણરાવ ચૌહાણ દાદા ના ગણેશજી પૂજ્ય અને શાસ્ત્રોક ગણેશજી છે અને કૃષ્ણરાવ ચૌહાણ એ બનાવેલી મૂર્તિ પસંદ થાય છે.

અખાત્રીજ ના દિવસે શુભ મુર્હત હોય છે.  ૭૩ વર્ષ થી રાજવી ઘરના લોકો અખાત્રીજ ના દિવસે ખેસ ના લાકડા નો પાટલો ધામ ધૂમ થી ચૌહાણ સ્ટુડિયો લાવે છે ત્યાર બાદ રાજગુરુ દ્વારા પાટલા ઉપર માટી રચી ને શાસ્ત્રોક પૂજા કરે છે ત્યાર બાદ ગણેશજી ની મૂર્તિ નું નિર્માણ શરુ થાય છે તે દિવસ થી ગણેશ ચોથ ના દિવસ સુધી મૂર્તિકાર પૂજા કરે છે.

ગણેશ ચતુર્થી ના દિવસે રાજ મહેલ માંથી પાલખી ચૌહાણ સ્ટુડિયો આવે છે તેમની સાથે રાજગુરુ, બેન્ડ બજા, મરાઠી વલ્લાર , અને ગાયકવાડ પરિવાર ના સભ્યો આવે છે.

સવારે ૯:૩૦ કલાકે પાલકી ચૌહાણ સ્ટુડિયો આવી જાય છે અને ૯.૪૫ કલાકે પાલખી નીકળી જાય છે. ૧૧:૩૦ કલાકે ગણેશજી ની પાલખી રાજમહેલ માં પોહચી જાય છે અને બંદુક ની સલામી આપે છે . ત્યાંર બાદ  રાજગુરુ ગણેશજી ની સ્થાપના, પૂજા, અર્ચન અને આરતી કરે છે ત્યાર બાદ મૂર્તિકાર ને નારીયેલ આપી વિદાય કરે છે.

૧૦ દિવસ લક્ષ્મી વિલાસ પેલેસ માં ગણપતિ દાદા ની પૂજા રાજવી પદ્ધતિ થી થાય છે અને વડોદરા ની જનતા માટે ગણેશજી ના દર્શન માટે રાજમહેલ ના દ્વાર ખુલ્લા મુકાય છે ૧૧ માં દિવસે સાંજે વિસર્જન ના સમયે ગાયકવાડ પરિવાર સુરસાગર ખાતે રાજ મહેલ ના તરાપા માં ગણેશજી ને વિસર્જન કરવા આવે છે,
રાજગુરુ અને મૂર્તિકાર તરાપા માં બેસી સુરસાગર ના મધ્યમાં જયને તરાપા ના બરોબર વચ્ચે ગણેશજી ની પ્રતિમા મુકે છે અને તરાપા ના સટરના દ્વાર ખોલે છે અને ગણપતિ બાપ્પા મોરિયા ના આવાજથી ગણેશજી નું વિસર્જન કરે છે, ત્યાર બાદ ગાયકવાડ પરિવાર ને સફેદ રૂમાલ ફરકાવી ને કેહવા માં આવે છે કે ગણપતિ બપ્પાનું વિસર્જન થય ગયું છે ત્યાર બાદ બેન્ડ બજા ની સલામી આપે છે અને ગણેશજી નો પાટ અને તેમની થોડી માટી લય ને પરત રાજમહેલ ફરે છે.

શ્રી કૃષ્ણરાવ ચૌહાણ મૂર્તિકાર વિશેષ
શ્રી કૃષ્ણરાવ ચૌહાણ લક્ષ્મી વિલાસ પેલેસ માં આર્ટીસ્ટ તરીકે ગોલ્ડ મેડલીસ્ટ થયા હતા, ૧૯૩૯ થી એકજ પ્રકાર ની ગણેશજી ની મૂર્તિ તેઓ બનાવતા હતા, શ્રી કૃષ્ણરાવ ચૌહાણે અલકાપુરી માં આવેલું સયાજીરાવ ગાયકવાડ નું સ્ટેચ્યુ,  મ્યુઝીયમ માં મુકેલી તેમની કલાત્મક પ્રતિમા,  કીર્તિ સ્થંભ અને પ્રતાપરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ તેમની યાદગાર કલાત્મક રચના ની યાદ અપાવે છે.

૧૯૮૭ માં કૃષ્ણરાવ ચૌહાણ દેવલોક થયા ત્યાર બાદ કૃષ્ણરાવ ચૌહાણના પુત્રો શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી લાલસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી પ્રદીપ કૃષ્ણરાવ ચૌહાણ અને મંગલા પ્રદીપ ચૌહાણે રાજ મહેલ ના ગણેશજી ની મૂર્તિ બનાવાની પરંપરા શરુ રાખેલ છે.

શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ સાથે વાતચીત માં આમ્હી બરૌડેકર ના અને 
વડોદરા ગણેશ મહોત્સવના વિકાસ ઘોળકર.

Wednesday, 1 August 2012

રક્ષા બંધન : અતૂટ વિશ્વાસનુ બંધન

એક નાજુક તાંતણે બંધાયેલો મજબુત સંબંધ


રક્ષા બંધન મૂહૂર્ત : આખો દિવસ સુખ અને સમૃદ્ધિભર્યો રહેશે.

તમે પણ આ તહેવારને પ્રેમપૂર્વક ઉજવો અને આ દિવસે તમારી બહેનને તેની ખુશીઓની ભેટ આપો. યાદ રાખજો કે ભાઈ-બહેનનો આ સંબંધ જેટલો મજબૂત અને વ્હાલો છે તેટલો જ નબળો પણ છે તેથી આ સંબંધને સદા મજબૂતીથી બાંધી રાખજો. રક્ષાબંધન એક એવો તહેવાર છે, જે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સાંકળને રાખડીના નાજુક રેશમી દોરા વડે બાંધી રાખે છે

દરેક વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના રક્ષા બંધનના પર્વ મોટા ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ દિવસ બહેનો પોતાના ભાઈઓના હાથ પર રક્ષા સૂત્ર બાંધે છે અને તેને ઉજજવળ ભવિષ્યની કામના કરે છે. તે ભાઈ પણ જીવનભર પોતાની બહેનોને રક્ષાનું વચન આપે છે. આ પર્વ ભાઈ-બહેનના પ્રેમનું અનુપમ ઉદાહરણ છે. 

આવ્યો   શ્રાવણ  માસ , બહેનીને  રક્ષા  બંધનની  આશ,
રક્ષા  બંધન  અવસર  ટાણે, વીરો  વહેલો  આવ્યો  જાણે.
વીરા  માટે  થાળી   સજાવું, હીરા મોતીની  રાખડી  લાવું,
કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા  અક્ષતથી એને  સજાવું .
મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા  સોહાવું,
લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.
લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,
વીરો  સુખ સમૃદ્ધિને  વરે,  કુબેર ને  લક્ષ્મીજી  ઘર  ભરે.
ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને  હેતે જ હરખાવું,
રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ  હરખે  છે  ભલેરો.
બહેનીને  વીરો  હરખે  ભર્યા,  માડીજાયાના અંતર ઠર્યા,
વીરાએ દીધી  ભેટ  અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ  મોલ.


બ્રાહ્નણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો સુભગ સમનવય છે.


વૈદિક કાળમાં આજથી નવું વર્ષ થતું. સપ્તર્ષિઓનું અને વૈદિક અભ્યાસનું પર્વ શરૂ થતું હોવાને કારણે આજના શુભ દિવસે બ્રાહ્મણો નદી, તળાવો કે સમુદ્ર કે સરોવરના કિનારે જનોઈ કે યજ્ઞોપવિત બદલે છે.


દરિયાકાંઠે રહેતા ગુજરાતી ખારવા, ખલાસી, લુહાણા પ્રજા આજના દિવસે નાળિયેરી પૂનમનો દિવસ મનાવી દરિયાલાલને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પોતાના વહાણ પર નાળિયેર વધેરી આજનો પર્વ ઉજવે છે.


રક્ષા  બંધન  અવસર  ટાણે, વીરો  વહેલો  આવ્યો  જાણે.
વીરા  માટે  થાળી   સજાવું, હીરા મોતીની  રાખડી  લાવું,
કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા  અક્ષતથી એને  સજાવું .
મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા  સોહાવું,
લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.
લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,
વીરો  સુખ સમૃદ્ધિને  વરે,  કુબેર ને  લક્ષ્મીજી  ઘર  ભરે.
ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને  હેતે જ હરખાવું,
રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ  હરખે  છે  ભલેરો.
બહેનીને  વીરો  હરખે  ભર્યા,  માડીજાયાના અંતર ઠર્યા,
વીરાએ દીધી  ભેટ  અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ  મોલ.


આ વખતે રક્ષાબંધનનો આખો દિવસ શુભ રહેશે અને બહેનોએ કોઇ શુભ મુહૂર્તની રાહ નહીં જોવી પડે. બહેનો આ રક્ષાબંધને દિવસમાં ગમે તે સમયે ભાઇને રાખડી બાંધી શકશે. પાંચ વર્ષ બાદ પહેલીવાર એવું બની રહ્યું છે કે આ વખતે રક્ષાબંધને ભદ્રા યોગ નહીં હોય અને આખો દિવસ શ્રવણ નક્ષત્ર રહેશે.

આ શ્રવણ નક્ષત્રને લીધે કોઇ શુભ મુહૂર્તની જરૂર નથી રહેતી અને આખો દિવસ સુખ-સમૃદ્ધિભર્યો રહેશે. ઘણીવાર રક્ષાબંધને ભદ્રાયોગ હોવાથી દિવસમાં અમુક કલાક જ શુભ મુહૂર્ત રહેતાં હોય છે. જેને કારણે બહેનોએ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્તની રાહ જોઇને બેસવું પડતું હોય છે.

કંઇક આવું છે મુહૂર્ત...

રક્ષાબંધન બીજી ઓગસ્ટ, ગુરુવારે છે. આના આગળના દિવસ એટલે કે બુધવારે રાત્રે ૧૦.૪૯ કલાકથી શ્રવણ નક્ષત્ર શરૂ થઇ જશે. જે ગુરુવારે રાત્રે ૧૦.૧૬ કલાક સુધી રહેશે. એટલે કે, રક્ષાબંધનનો આખો દિવસ શ્રવણ નક્ષત્ર જ રહેશે. જેમાં કોઇપણ સમયે રાખડી બાંધી શકાશે 


આપણો ભારત દેશ એટલે તહેવારોનો દેશ. અહીના તહેવારો એવા છે કે જે માનવીના જીવનમાં નવી તાજગી ભરી દે છે. માર્ચ થી જુલાઈ સુધી ગરમીથી ત્રાહીમામ થતો માણસ ઓગસ્ટમાં રીમઝીમ વરસાદ સાથે આવતા તહેવારોથી પ્રફુલ્લિત થઈ ઉઠે છે. આ તહેવારોમાંથી રક્ષા બંધન એક એવો તહેવાર છે જે એક પ્રેમનુ બંધન છે. આ તહેવાર એવો છે જે રક્ષા માટે પ્રેમથી બંધાતુ બંધન છે.

જેમા એક એવું બંધન કે જેના આગમાનના અહેસાસ માત્રથી વાતાવરણમાં અનેરી તાજગી પ્રસરી જાય છે. રક્ષા કવચ એવું બંધન કે જેમાં ભાઈની કલાઈ પર રક્ષાકવચ બાંધીને નિસ્વાર્થ પણે પોતાનો પ્રેમ રજૂ કરે છે.આપણે બધા સામાજિક પ્રાણી છે, જે એક બીજા સાથે સંકળાયેલા રહેવ માટે સ્વેચ્છાએ સંબંધોના બંધનમાં બંધાઈયે છીએ. આ બંધન આપણી સ્વતંત્રતા છીનનારુ બંધન નથી પરંતુ પ્રેમનુ બંધન હોય છે. જેને આપણે જીંદાદીલીથી જીવીએ અને સ્વીકારીએ છીએ.

આપણા સમાજમાં દરેક સંબંધનો કોઈને કોઈ નામ આપવામાં આવે છે. ઠીક એ જ રીતે માણસ અને સ્ત્રીના પણ ઘણા સંબંધો છે, પણ એ સંબંધોમાં સૌથી પ્રેમાળ સંબંધ છે ભાઈ-બહેનનો. આ સંબંધ દરેક સંબંધ કરતા મીઠો અને વ્હાલો હોય છે કારણ કે આ સંબંધમાં દરેક ડોરથી મજબૂત ડોર હોય છે. આ પ્રેમ રક્ષાબંધનના દિવસ ભાઈને પોતાની લાડકી બહેન પાસે ખેંચી લાવે છે.

રક્ષાબંધન ફક્ત એક તહેવાર નથી પરંતુ આપણી પરંપર્રાઓનુ પ્રતીક છે જે આજે પણ આપણને આપણ પરિવારના સંસ્કારો સાથે જોડી રાખે છે. રક્ષાબંધન બહેનની રક્ષાની પ્રતિબધ્ધતાનો દિવસ છે, જેમા ભાઈ દરેક દુ:ખ તકલીફમાં પોતાની બહેનનો સાથ આપવાનુ વચન આપે છે. આ જ એ વચન છે, જે આજના સમયમાં પણ ભાઈ-બહેનને વિશ્વાસના બંધનમાં બાંધી રાખે છે.


આ જ એ તહેવાર છે, જેમા બહેન પોતાના ઘર એટલે કે પોતાના પિયરમાં આવે છે. ત્યારે તો દરેક રક્ષાબંધનની જેટલી આતુરતાથી પોતાના ભાઈના આવવાની રાહ જોતી હોય છે એટલીજ આતુરતા ભાઈને પણ તેના હાલચાલ જાણવાની હોય છે. બહેનને સુખી જોઈને ભાઈના ચહેરા પર જે સંતોષ અને ખુશી જોવા મળે છે એ સાચે જ દર્શાવે છે કે ઈશ્વરે બનાવેલ આ સંબંધ કેટલો અદ્દભૂત છે. ભાઈ-બહેન જ્યારે મળે છે ત્યારે બધી જૂની યાદો તાજી કરીને, મજાક મસ્તી સાથે જે વાતાવરણ ઉભુ કરે છે એ સાચે જ યાદગાર બની જાય છે.

તમે પણ આ તહેવારને પ્રેમપૂર્વક ઉજવો અને આ દિવસે તમારી બહેનને તેની ખુશીઓની ભેટ આપો. યાદ રાખજો કે ભાઈ-બહેનનો આ સંબંધ જેટલો મજબૂત અને વ્હાલો છે તેટલો જ નબળો પણ છે તેથી આ સંબંધને સદા મજબૂતીથી બાંધી રાખજો.  


પહેલાં લોકો રાખડીને રેશમનો તાર અથવા રેશમનો દોરો કહેતાં હતાં. પરંતુ હવે તો નથી ક્યાંય તે રેશમનો તાર રહ્યો કે નથી રેશમની રાખડી. આજના બદલાતા જતા યુગની અંદર રાખડી પણ બદલાઈ ગઈ અને તે પણ હવે ડિઝીટલ થઈ ગઈ. આજના ઈંટરનેટના જમાનામાં જ્યારે બધી જ વસ્તુ ડિઝીટલ થઈ ગઈ છે ત્યારે હવે રાખડી પણ કેમ પાછળ રહે હવે તો તે પણ ડીઝીટલ થઈ ગઈ છે.

પહેલાં તો પોતાના પરિવારથી દૂર રહેતી બહેન પોતાના ભાઈને પોસ્ટ દ્વારા રાખડી મોકલતી હતી પરંતુ હવે આજના આ ડિઝીટલ યુગની અંદર પોસ્ટ તો ક્યાંય ખોવાઈ જ ગઈ છે અને હવેની મોર્ડન બહેનો પોતાના ભાઈઓને ઈ-રાખડી કે ઈ-કાર્ડ જ મોકલીને સંતોષ માની લે છે. આ ઈ-રાખડી તેમને માત્ર મિનિટોમાં જ મળી જાય છે. તેઓ ફક્ત ઈ-કાર્ડ કે ઈ-રાખડી મોકલીને પોતાનુંવ કર્તવ્ય પુરૂ કરી દે છે. આસનની જગ્યાએ કોમ્પુટરની સામે ખુરશી પર બેસીને ભાઈ પોતાની બહેન દ્વારા મોકલેલી રાખડી જોઈને ખુશ થઈ જાય છે અને પાંચ મિનિટમાં તો રક્ષાબંધન પણ ઉજવાઈ જાય છે.

રક્ષાબંધન પર ઈ-કાર્ડ અને ઈ-રાખડી મોકલવાની શરૂઆત 1995માં થઈ હતી. પહેલાં તો આનો ઉપયોગ માત્ર વિદેશમાં રહેતી બહેન કે વિદેશમાં જઈને વસેલ ભાઈ એકબીજા માટે કરતાં હતાં પરંતુ આજે તો ભારતની અંદર પણ બહેન ભાઈને રાખડી મોકલવા માટે ઈંટરનેટનો ઉપયોગ કરી રહી છે. જેમ જેમ ભારતની અંદર ઈંટરનેટનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ લોકો તહેવારોને પણ તેની સાથે જોડી રહ્યાં છે.

આમ તો જોવા જઈએ તો આનો ફાયદો પણ છે. આનો ફાયદો તે છે કે ભારતથી મીલો દૂર રહેતાં બીજા દેશની અંદર જ પોતાનો સંસાર બનાવીને રહે છે તેઓ પણ ઈંટરનેટ દ્વારા હવે પોતાના દેશના તહેવારોને માણી શકે છે. તેઓ પણ હવે પોતાનો દેશ, પોતાનું શહેર, પોતાની ગલીની અંદર ચાલી રહેલી હલ-ચલને માત્ર ઈંટરનેટ દ્વારા જોઈ શકે છે. તેનાથી ઘરથી દૂર હોવાનું દુ:ખ થોડુક ઓછું થાય છે. જે બહેનોને વિદેશની અંદર રાખડીની સજાવેલી દુકાનો નથી દેખાતી તેમને ઈંટરનેટ પર ઈ-રાખડીઓનું આખુ બજાર જોવા મળે છે. ફક્ત રાખડી જ નહિ પરંતુ કંકુ અને ચોખાથી સજાવેલી થાળી પણ મળે છે.

હવે તો ઈંટરનેટ પર ઈ-રાખડીને જોઈને વિદેશીઓ પણ આની અંદર રસ દાખવવા લાગ્યા છે. ભારતની અંદર ઉજવાતો આ તહેવાર હવે આ સીમા બંધન તોડીને આખા વિશ્વની અંદર ફેલાવવા લાગ્યો છે અને દરેક લોકોનાં દિલની અંદર જગ્યા બનાવી લીધી છે.


આમ્હી બરૌડેકર! તરફ થી સાચા હૃદયથી સર્વે મિત્રો, ભાઈઓ તથા બહેનો ને રક્ષા બંધનની ખુબ સારી શુભેચ્છાઓ.





Wednesday, 11 July 2012

Happiness in The Home

ભાડાના ઘરમાં પણ ચોક્કસ વધશે તમારું ધન, અપનાવો આ ટિપ્સ
 વાસ્તુ પ્રમાણે જો કોઈ ઘરનું વાસ્તુ સારું ન હોય તો ત્યાં રહેનાર લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો ઘર પોતાનું હોય તો ઘરના વાસ્તુદોષ દૂર કરાવવામાં કોઈ પરેશાની નથી આવતી પરંતુ ઘર ભાડાનું હોય તો ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોંઘવારીના દોરમાં આજે ઘણા લોકોને ભાડાના મકાનમાં જીવન નિર્વાહ કરવો પડે છે. મકાન માલિકની પરવાનજી વગર ઘરમાં કોઈપણ પ્રકારની તોડફોડ નથી કરી શકાતી
ધ્યાન રાખવું કે મકાનની સામે ઉત્તર-પૂર્વ દિશાનનો ફર્શ દક્ષિણ-પશ્ચિમમાં બનેલ ફર્શથી ઊંચો હોય તો દક્ષિણ-પશ્ચિનો ફર્શન ઊંચો કરો. એવું નહીં કરી શકો તો પશ્ચિમ દિશાના ખૂણામાં એક પ્લેટ ફોર્મ ચોક્કસ બનાવડાવો.
ભોજનને જમતી વખતે ધ્યાન રાખવું કે તમારું મુખ દક્ષિણ-પૂર્વ દિશા તરફ હોય. એમ કરવાથી ભોજનથી પૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે અને વાસ્તુદોષનો નાશ થાય છે
ઘરનું ભારે સામાન કે બીનજરૂરી વસ્તુઓને ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાવમાં રાખવા જોઈએ. અન્ય કોઈ સ્થાને ભારે સામાન રાખવાથી વાસ્તુ પ્રમાણે અશુભ માનવામાં આવે છે.
ધ્યાન રાખો કે ઘરનો ઉત્તર-પૂર્વ ભાગ વધુ ખાલી રાખવો જોઈએ. અહીં સામાન રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. 
બેડરૂમમાં પલંગનો માથા તરફ રાખવાનો ભાગ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. ધ્યાન રાખવું કે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં હોય તો સારું રહે છે. જો એમ ન થાય તો પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂઈ શકો છો.
વાસ્તુ પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ છે ઘરનું પૂજા સ્થળ, તે ઉત્તર-પૂર્વમાં હોવું જોઈએ. જો કોઈ અન્ય દિશામાં મંદિર હોય તો પાણી ગ્રહણ કરતી વખતે મુખ ઈશાન ખૂણામાં અર્થાત્ ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખીને પીવું જોઈએ.
 
ઘરમાં બાથરૂમ કે રસોડા માટે પાણીનો સપ્લાય ઉત્તર-પૂર્વ દિશાથી લેવો જોઈએ.

શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ






શ્રીજગન્નાથજીની રથયાત્રા મહોત્સવ

શ્રીજગન્નાથજીની નો ભવ્ય રથ ખેચાવા વડોદરા ની જનાતા પધારી
તા.૨૧ જૂનને ગુરુવારે ૨.૩૦ કલાકે ટેશન વિસ્તારમાંથી મેયર ડૉ.જ્યોતિબહેન સોનેરી સાવરણાથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી ભગવાનની ૩૧ મી રથયાત્રાને પ્રસ્થાન કરાવયો.
અષાઢી બીજના આધ્યાત્મિક પર્વે ઇસ્કોન મંદિર, વડોદરાના ઉપક્રમે તા.૨૧ જૂનને ગુરુવારે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા મહોત્સવનું આયોજન કરાયું છે. ગુરુવારે બપોરે ૨.૩૦ કલાકે મેયર ડૉ.જ્યોતિબહેન પંડયા સ્ટેશન વિસ્તારમાંથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની ૩૧ મી રથયાત્રાને પ્રસ્થાન કરાવી



















Friday, 22 June 2012

વડોદરા ના રાજા શ્રી સમરજીત સિંહ ગાયકવાડ

વડોદરા ના રાજા શ્રી સમરજીત સિંહ ગાયકવાડ નો રાજ્ય અભિષેક
યુવરાજ સમરજિતસિંહ અને રાધિકારાજેનું દરબાર હોલ ખાતે આગમન
રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસ દ્વારા રાજ્યાભિષેક વિધિ
સમરજિતસિંહના બહેન અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક



રાજમહેલમાં આયોજિત રાજ્યાભિષેકના કાર્યક્રમમાં વિશેષ પૂજા સાથે ગાયકવાડી પરંપરાના હોદ્દાઓનું પૂજન પણ કરવામાં આવે છે. જેમાં અપ્દગીરી, છડી, ઢોલ, નિશાન, ચામર, છત્રી, મોરચલ અને તલવારનનું પૂજન કરાયું હતું.

શાનદાર આતશબાજી વચ્ચે સમરજિતસિં ગાયકવાડનો રાજ્યાભિષેક
વડોદરાના રાજવી પરિવારનાં મહારાજા રણજિતસિંહ ગાયકવાડના નિધન બાદ આજે તેઓના ઉત્તરાધિકારી તરીકે યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડનો સંપૂર્ણ વેદોક્ત અને ભારતીય પરંપરા મુજબ આમંત્રિત રાજવીઓની ઉપસ્થિતિમાં ૧૭મા રાજા તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે ઢોલ, નગારા અને શહેનાઈ વાદનથી લક્ષ્મી વિલાસ પેલેસનો ગાદીહોલ ગુંજી ઉઠયો હતો. ભારતની મુખ્ય નદીઓના જળ, માટી અને પાંચ રત્નો સહિતના દ્રવ્યો સાથે રાજપૂરોહિતે રાજ્યાભિષેક કરાવ્યો ત્યારે રાજવી પરિવારના સભ્યો અને ઉપસ્થિત રાજવીઓ ભાવવિભોર બની ગયા હતા. આ વખતે સૌના હૃદયમાં સ્થાન મેળવનાર દિવંગત મહારાજા રણજિતસિંહની ગેરહાજરી હૃદયવલોવી મૂકતી હતી. પૂર્વ રાજાઓના પરંપરાગત ભદ્રાસન ઉપર ચારેય વર્ણના લોકોએ અભિષેક કર્યા બાદ નવા રાજા સમરજીતસિંહ પહેલી અને છેલ્લીવાર રાજગાદી ઉપર બિરાજ્યા હતા.



યુવરાજ સમરજીત જરીવાળા રજવાડી પોશાકમાં તેમના પત્ની રાધિકારાજ સાથે પૂર્વાભિમુખ બિરાજમાન હતા. રાજપુરોહિત ધુ્રવદત્ત વ્યાસે ગણપતિની પૂજા કરાવી ત્યારે ચાર બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા હતા. ઋગ્વેદની વિધિ મુજબ પૂજા થઇ હતી અને રાજ્યના 'નિશાન' ચાંદીના નગારા, સોનાની કરાર અને સોનાના છત્રની પૂજા કરવામાં આવી હતી.

લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલ નજીકના અત્યંત પવિત્ર મનાતા ગાદી હોલમાં લાલજાજમ પથરાઇ હતી. જ્યાં આજે સવારે ૯ વાગ્યાથી વિધિથી શરૃઆત થઇ હતી. પ્રતાપસિંહરાવ ગાયકવાડ બાદ ગાદી હોલમાં આજે ચોથી વખત રાજયાભિષેક થયો હતો.

ગુજરાતના અડધા ઉપરાંતના વિસ્તાર ઉપર એક સમયે રાજ કરતા વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી દરમિયાન રાજવી પરિવારના રહેઠાણ વાળા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આજે રાજયાભિષેકનો ચોથી વખતનો અદ્ભુત અને યાદગાર પ્રસંગ યોજાયો હતો.
લક્ષ્મીવિલાસ પેલેસમાં ગાદીહોલ ખાતે વિવિધ રજવાડાના રાજવી પરિવારોની ઉપસ્થિતિમાં શહેનાઇ અને નગારાના પવિત્ર નાદ વચ્ચે સવારે ૧૦ કલાકે અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક કર્યો
- રાજ્યાભિષેક બાદ કુળદેવતાં અને પૂર્વજોના દર્શન કર્યા

શુક્રવારે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ૧૭મા વડોદરાના મહારાજા તરીકે સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક-રાજ્યારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. લક્ષ્મીવિલાસ પેલેસના ગાદીહોલ ખાતે વિવિધ રજવાડાઓના રાજવી પરિવારોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં વેદોક્ત મંત્રો, શહેનાઈ અને નગારાના પવિત્ર નાદથી ગાદી હોલ ગૂંજી ઊઠયો હતો.

વડોદરાના મહારાજા તરીકે સમરજિતસિંહ ગાયકવાડના રાજ્યાભિષેક માટે શહેરીજનોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉમળકો હતો. આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસના ગાદી હોલ ખાતે વહેલી સવારથી જ આમંત્રિત મહેમાનોનું આગમન થવા માંડયું હતું. મહારાજા પદે સમરજિતસિંહ ગાયકવાડ આરૂઢ થયા પૂર્વેથી જ ગાદી હોલ શહેનાઈના પવિત્ર સૂરોથી ગૂંજી ઊઠ્યો હતો.

૯.૩૦ કલાકે યુવરાજ સમરજિતસિંહ અને રાધિકારાજેનું દરબાર હોલ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસ દ્વારા રાજ્યાભિષેક વિધિ અગાઉની પૂજા કરવામાં આવી હતી. દરમિયાન રાજવી કુટુંબની ગાદીપૂજા અને ભૂમિની પૂજા પણ કરવામાં આવી હતી. વેદોક્તમંત્રો સાથેની ભાવિ મહારાજાના રાજ્યાભિષેકની પૂજા દરમિયાન દેશની ૧૪ નદીઓના પાણી વડે ૧૪ વનસ્પતિઓ અને ૪ સમુદ્રોના પાણી તથા પ રત્નો વડે દેહશુદ્ધિ વિધિ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમરજિતસિંહના બહેન અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક કરતા રાજવી પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

રાજ્યાભિષેક પછી સમરજિતસિંહ અને રાધિકારાજેએ શુભાંગિની રાજેએ પહેલા રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ અને ત્યારબાદ અન્ય વડીલોના આર્શીવાદ લીધાં હતાં. પછી પરિવારજનો દ્વારા ફુલમાળા, પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજમહેલ સાથે જોડાયેલા વડોદરા ઉપરાંત જસદણ, વાંકાનેર, લોનાવાલા, સાવંતવાડી, સૌંદૂર રિયાસતના રાજવી પરિવારના સભ્યો સહિ‌ત ૨પ૦ જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યાભિષેક બાદ સમરજિતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકારાજે સાથે દાંડિયાબજાર સિદ્ધિ વિનાયક મંદિર અને ખંડોબા મંદિરે જઈને કુળદેવતાના આર્શીવાદ અને કીર્તિ‌ મંદિર ખાતે જઈને પૂર્વજોના આર્શીવાદ લીધા હતા.

ગાદીગ્રહણ પૂર્વે હોદ્દાઓનું પૂજન કરવામાં આવ્યું

રાજમહેલમાં આયોજિત રાજ્યાભિષેકના કાર્યક્રમમાં વિશેષ પૂજા સાથે ગાયકવાડી પરંપરાના હોદ્દાઓનું પૂજન પણ કરવામાં આવે છે. જેમાં અપ્દગીરી, છડી, ઢોલ, નિશાન, ચામર, છત્રી, મોરચલ અને તલવારનનું પૂજન કરાયું હતું.

પ્રથમ વખત યુવાન મહિ‌લાઓને પ્રવેશ

વડોદરાના રાજવી ગાયકવાડી પરંપરામાં રાજ્યાભિષેકની વિધિ મહિ‌લાઓને નજીકથી જોવાની તક મળતી ન હતી.જોકે રણજિતસિંહજી ગાયકવાડનો રાજયાભિષેક થયો ત્યારે પહેલીવાર બુઝુર્ગ મહિ‌લાઓને ગાદી હોલમાં પુરુષ સભ્યો સાથે બેસવાની તક મળી હતી. હવે જ્યારે આજે સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક વિધિમાં પહેલીવાર રાજવી ગાયકવાડ પરિવારની યુવા મહિ‌લાઓને પણ ઉપસ્થિત રહીને નજીકથી રાજ્યાભિષેક જોવાનો લહાવો મળ્યો હતો.

દેરાસરમાં દર્શન: પિતાનું વચન પાળ્યું

મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજેએ સજોડે રાજ્યાભિષેક બાદ કોઠીપોળ જૈન દેરાસર જઇ દર્શન કરી આર્શીવાદ લીધા હતા. આમ કરીને તેમણે સ્વ.પિતા રણજિતસિંહજી ગાયકવાડનું જૈન દેરાસરને આપેલું વચન પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેરાસરની જૈન દેરાસરના ટ્રસ્ટી મંડળ દ્વારા રાજવી દંપતી અને રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસને પાંચ-પાંચ ચાંદીની મુદ્રાઓ પણ શુભેચ્છા પ્રતીક તરીકે આપવામાં આવી હતી.

મુખ્ય દ્વાર પર કેસરી ધજા સ્થાપિત કરાઈ

સ્વ.મહારાજા રણજીતસિંહ ગાયકવાડના નિધન બાદ ઉતારી લેવાયેલી કેસરી ધજા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક થયા બાદ રાજમહેલના પ્રવેશદ્વાર પર ગાયકવાડી પરંપરા મુજબ પુન: ફરકાવવામાં આવી હતી.

રજવાડી નગારાની ૧પ૦ વર્ષ જૂની પરંપરા

આજે રાજ્યાભિષેક દરમિયાન વિશાળ નગારાના નાદે પણ ઉપસ્થિતોનું ધ્યાન ખેંચ્યું હતું. આ નગારું વગાડનાર શ્રીપાદ ગુરવે જણાવ્યું કે, અમારી ચોથી પેઢી આ નગારું વગાડી રહી છે. વડોદરાના રાજવી સર સયાજીરાવ પ્રથમના રાજ્યાભિષેકના સમયનું આ રજવાડી નગારું ૧પ૦ વર્ષ જૂનું છે.



રાજમહેલમાં વર્ષોથી નગારુ વગાડતા ગુરવ તાપાએ કહ્યુ હતુ કે મને આજે ત્રીજા રાજવીનો રાજ્યાભિષેક નીહાળવાનો અવસર મળ્યો છે.રાજમહેલમાં જે નગારા છે તે ૧૮૮૫ના સમયગાળાના છે.આ પહેલા નગારા રાજમહેલના મુખ્ય દરવાજા પર મુકાતા હતા અને રોેજ સવાર સાંજ નગારા વગાડાતા હતા.નગારાનો અવાજ રાજમહેલના વાતાવરણમાં રોજ ગૂંજતો હતો.હવે ગૂડી પડવા જેવા તહેવારો ટાણે પ્રવેશદ્વાર પર નગારાને વગાડાય છે.  આજે રાજ્યાભિષેકમાં જે નગારા વગાડાયા છે તે અગાઉ અમારા પરદાદા પંજોબા યુધ્ધ સમયે વગાડી ચુક્યા છે.  ગાયકવાડી શાસકો યુધ્ધમાં જતા ત્યારે હાથી પર આ નગારાને લઈ જવાતા હતા. યુધ્ધ વખતે નગારાનો ધ્વનિ સૈનિકોમાં અનેરૃ જોશ પેદા કરતો હતો.આ જ નગારાના અવાજ આજે રાજ્યાભિષેકના ગાદી હોલમાં ગૂંજી ઉઠયો હતો.

યુવરાજમાંથી મહારાજા બનેલા સમરજીત ગાયકવાડે પરંપરામુજબ વડોદરા પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

રાજ્યાભિષેક વિધિમાં ક્યારે, શું યોજાયું ?

- સવારે ૯.૩૦ : સમરજિતસિંહ અને રાધિકારાજેની પધરામણી
- સવારે ૯.૪૦ : પૂજા શરૂ થઈ
- સવારે ૧૦.૦૦ : મહારાજા ગાદી પર આરૂઢ થયા.
- સવારે ૧૦.૦પ : પેલેસના પરિસરમાં આતશબાજી અને દારૂખાનું ફોડવામાં આવ્યું
- સવારે ૧૧.૦૦ : સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન
- સવારે ૧૧.૩૦ : ખંડોબા મંદિરે દેવદર્શન કર્યાં
- સવારે ૧૧.૪પ : કીર્તિ‌મંદિરે પૂર્વજોને ફુલહાર ચઢાવ્યાં

આ છે નવા મહારાજા સમરજિતસિંહ
જન્મતારીખ : ૨પ એપ્રિલ, ૧૯૬૭, વડોદરા

અભ્યાસ

- ૧૯૭૩ : ૬ વર્ષની વયે દેહરાદૂનની વેલન્સ શાળામાં પ્રવેશ મેળવ્યો
- ૧૯૭૯ : ૧૨ વર્ષની વયે દેહરાદૂનની દૂન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો
- ૧૯૮૬: મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીમાં કોમર્સની બેચલર ડિગ્રી માટે પ્રવેશ
- ૧૯૮૯ :બીકોમનો અભ્યાસક્રમ પૂરો
- ૧૯૯૦: એમ.કોમ(માર્કેટિંગ)માં પ્રવેશ મેળવ્યો પણ ૧ વર્ષ બાદ અભ્યાસ છોડી દીધો
- ૧૯૮૮થી૧૯૯૦ : વડોદરાની રણજી ટીમના સભ્ય બન્યા
- ૧૯૯૬ : પેલેસ મેદાનમાં ગોલ્ફ કોર્સની સ્થાપના

હોદ્દેદાર

- બરોડા ક્રિકેટ એસોસિયેશન વાઈસ પ્રેસિડેન્ટ
- ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યાં
- મહારાજા સયાજીરાવ યુનિ.માં સેનેટના સભ્ય બન્યાં
- ઇન્ડિયન ગોલ્ફ કાઉન્સિલ સભ્ય