Tuesday, 7 February 2012

જમતી વખતે જરૂર કરી લેજો

જમતી વખતે જરૂર કરી લેજો આ કામ, કેમ કે...!


ભોજન કે ખાવાનું આપણને જીવિત રાખે છે. ઊર્જાવાન બનાવી રાખે છે, સ્વસ્થ્ય રાખે છે પરંતુ ભોજન દૂષિત હોય તો તેના અનેક ખરાબ પ્રભાવ સહન કરવા પડી શકે છે. આને લીધે આપણે કેવું ભોજન લેવું જોઈએ અને કેવું નહી? અને જમતી વખતે શું શું કરવું જોઈએ? આ બાબતે પણ અનેક નિયમ બતાવ્યા છે. જમવાનું જમતી અનેક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

શાસ્ત્રો પ્રમાણે ભોજન પણ પૂજનીય માનવામાં આવે છે આને લીધે જમતા પહેલા ભોજનને પ્રણામ કરવામાં આવે છે. પછી અન્ન દેવતા પાસે પ્રાર્થના કરવી જોઈએ. પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરતી વખતે પર્યાપ્ત ભોજન ઉપલબ્ધ કરાવવા બદલ તેમને ધન્યવાદ આપવા જોઈએ. તેની સાથે જ દિવ્ય મંત્રનો જાપ કરવો જોઈએ.

આમ તો શાસ્ત્રોમાં અનેક ભોજન મંત્ર બતાવવામાં આવ્યા છે જેને જમતા પહેલા બોલવામાં આવે છે તે સિવાય આપણે ગાયત્રીમંત્ર, ऊँ नम: शिवाय જેવા મંત્ર પણ બોલીને જ ભોજન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મંત્રોના પ્રભાવથી આપણે હંમેશા જ ભોજન પ્રાપ્ત થાય છે અને દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

મંત્રોની શક્તિથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. ભોજન પહેલા મંત્ર બોલવાથી વ્યક્તિને ભૂખ સારી રીતે લાગે છે, જમવાનું પચવામાં કોઈ સમસ્યા નથી રહેતી. સાથે જ મંત્રોની શક્તિથી ભોજનથી અસીમ ઊર્જા પ્રાપ્ત થાય છે.

ભોજન સમયે ભિક્ષુક આવે તો આ રીતે વર્તવું

જીવનની ત્રણ મૂળભૂત જરૂરિયાતો છેઃ રોટી, કપડા અને મકાન. એ પૂરી કરવા માટે બધા દિવસ-રાત ખૂબ મહેનત કરે છે, છત્તા પણ કેટલાક લોકો આ ત્રણ જરૂરિયાતોને પૂરી નથી કરી શકતા.આ કારણે જે લોકો કશું કરી નથી શકતા તે ભિખ માંગવાનું શરૂ કરી દે છે. આજે લગભગ સાર્વજનિક સ્થળ પર મોટી ચંખ્યામાં ભિખારીઓ જોવા મળે છે.

મોટાભાગે એવું થતું હોય છે કે તમે કોઈ જાહેર સ્થળ પર કંઈક ખાય રહ્યા છો ત્યારે કોઈ ભિખારી એ સમયે આવી પડે ત્યારે ઘણા લોકો તેની અવગણના કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર તેની અવગણના કરવી જોઈએ નહીં . પરંતુ આપણે જે આરોગી રહ્યા હોય તેમાંથી કેટલોક ભાગ તેને આપી દેવો જોઈએ.

જો કોઈ ભિખારી સતત તમારા ભોજન સામે જોઈ રહ્યો છે તો તેની ખરાબ નજર લાગી શકે છે. જેનાથી જમવાનું બરાબર પચતું નથી અને પેટ સંબંધી બીમારી થવાની સંભાવના રહે છે, માટે જયારે સામુહિક સ્થળો પર ભોજન લો ત્યારો જો ત્યાં ભિક્ષુક હોય તો તેને થોડો ભાગ આપવો. શાસ્ત્રોમાં ભિક્ષુકનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તેને ભોજન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે માનવધર્મ પણ બતાવાયો છે કે ભુખ્યાને ટુકડો તો પ્રભુ ઢુકડો.
 

આ રીતે પીરસો જમવાનું તો નહીં લેવી પડે પેન કિલર

આયુર્વેદ ભોજન તથા અન્નને જીવન માટે શ્રેષ્ઠ માનતું રહ્યું છે અને આપણે પણ સાંભળ્યું છે કે નિરોગી તન માટે નિરોગી અન્ન જરૂરી છે- અને જો તે પ્રેમથી બનાવી, પીરસવામાં આવે તો શું કહેવું, એ માટે આપણને મોટાભાગે ઘરના ખાવામાં આ ગુણો બતાવ્યા છે, હવે જો વિજ્ઞાનિકોની વાત માનો તો જો ભોજન પ્રેમથી બનાવી ને પીરસીને જમાડવામાં આવે તો એ દર્દને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

હવે વિજ્ઞાનિકોએ એ જ વાત કહી છે જેને વર્ષોથી આપણે આપણા દાદી-નાની-મા અને પત્ની દ્વારા બનાવામાં આવતી રસોઈ દ્વારા ભોજનમાં મેળવતા આવ્યા છે. કદાચ એ આપણી પરમ્પરા અને સંસ્કૃતિની શોધયુક્ત ટેકનિક રહી છે, જેને આપણી પાછળ-પાછળ આજના વિજ્ઞાનિકો શોધ દ્વારા પ્રમાણ આપી રહ્યા છે, એ માટે જ આપણે એક મહાન સંસ્કૃતિના સંવાહક કહેવાઈએ છે.

-યૂનિવર્સિટી ઓફ મેરીલૈંડના શોધકર્તાનું માનો તો દર્દથી પીડાતા રોગીઓને જો પ્રેમથી બનાવેલું ભોજન જમાડવામાં આવે તો એ ઉપાય તેના દર્દને દૂર કરવામાં સહાયરૂપ થાય છે.
-વિજ્ઞાની કર્ટ ગ્રેનું કહેવું છે કે, આપણી ભાવનાઓ આ દુનિયાના ભૌતિક અનુભવ પર સારો કે ખરાબ પ્રભાવ પાડતી હોય છે. તેનું કહેવું છે કે સારી ભાવના પીડાને ઘટાડવા, ખુશી વધારવા અને સ્વાદને વઘારવા માં સહાયકારક નિવડે છે. આ અભ્યાસ જર્નલ સોશિયલ સાઈકોલોજીકલ એન્ડ પર્સનાલિટી સાઈન્સમાં પ્રકાશિત થયો છે.
 


 
 

Sunday, 5 February 2012

Vadodara Marathon - 2012

વડોદરા મેરેથોન - ૨૦૧૨
ગો વડોદરા ગો....
 વડોદરામાં યોજાયેલી ઇન્ટરનેશનલ હાફ મેરેથોન દોડમાં 36 હજાર દોડવીરોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ આપી મેરેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું








 










 







મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવતાં જ સંસ્કારનગરીએ ઉજવી હાફ મેરેથોનની હેટ્રિક

વડોદરામાં કાલે હાફ મેરેથોનની હેટ્રિક સર્જાઇ હતી.મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ૭ વાગ્યે રનરો ને ફ્લેગ ઓફ કરાવતાં નોંધાયેલા ૪૦,૯૦૦ પૈકી અંદાજે ૩૦ હજારથી વધુ સ્પર્ધકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો.હજારો સ્પર્ધકોને શહેરના હજારો રમતપ્રેમી લોકોએ ચિયર અપ કરી ઉત્સાહ વધાર્યો હતો.

પ્રારંભના સાડા ત્રણ કલાક બાદ ૧૦.૩૦ કલાકે મેરેથોન નિર્ધારિત સમયમાં પૂર્ણ થયા બાદ મેદાન પર વિવિધ કેટેગરીના વિજેતાઓને એક કરોડના રોકડ ઇનામો વહેંચાયા હતા. મેરેથોનના વિવિધ કેટેગરીના પ્રથમ દસ ક્રમાંકના પરિણામો આશરે સવા બે કલાકના અંતે જાહેર થયા હતા.

જેમાં ઈન્ટરનેશનલ કેટેગરીમાં ઈથોપિયા અને કેન્યાના તેમજ અન્ય કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમાંકોમાં મહારાષ્ટ્રના દોડવીરોએ બાજી મારી હતી. આજના પરિણામોમાં બાકીના સ્થાનોએ ગુજરાત અને વડોદરા ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ અને યુપીના સ્પર્ધકો પણ વિજેતા નીવડયા હતા. આ મેરેથોનમાં શહેરની શાળાના બાળકો, વયસ્કો, વૃદ્ધો અને વિકલાંગોએ પણ હોંશભેર ભાગ લીધો હતો.

વડોદરાએ સતત ત્રીજા વર્ષે મેરેથોન દોડના સફળ આયોજન થકી વિશ્વમાં મેરેથોન દોડના નકશામાં સ્થાન જમાવી લીધું છે. તેમ કહી મુખ્યમંત્રીએ મેરેથોન દોડના દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું.

વડોદરામાં સતત ત્રીજા વર્ષે આયોજિત મેરેથોન દોડના શુભારંભ પ્રસંગે સતત ત્રીજી વખત ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી વડોદરા જેવા નાના શહેરે મેરેથોન દોડની આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ યોજી વિશ્વમાં નામના મેળવવાની સાથે અન્ય શહેરોને પણ દોડવાની આદત પાડી દીધી છે.

પહેલા વર્ષે ટ્રાફિક સેન્સ સંદર્ભે, બીજા વર્ષે સ્વચ્છ વડોદરા-હરિયાળું વડોદરા થિમ આધારિત અને આ વખતે મહારાજા સયાજીરાવની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણીના ઉમંગ સાથે મેરેથોન દોડનું થયેલું આયોજન યાદગાર રહેશે તેમણે કહ્યું હતુંકે,બે વર્ષથી ખેલ મહાકુંભના આયોજન થકી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને રમતવીરોની શક્તિને બહાર લાવવાના કરેલા પ્રયાસની દેશ-દુનિયાએ નોંધ લીધી છે.

આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી જિતેન્દ્ર સુખડિયા, સંસદીય સચિવ યોગેશ પટેલ, મેયર ડૉ.જ્યોતિબહેન પંડ્યા, વડોદરા મેરેથોન દોડના અધ્યક્ષા તેજલ અમીન, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર(માર્કેટિંગ) શ્રી ગર્ગ, ડાયરેકટર મૌલિન વૈષ્ણવ, ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ.વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા મેરેથોન દોડમાં શહેરની વિવિધ શાળાઓના હજારો બાળકોએ ભાગ લીધો હતો. મેરેથોન દોડનો પ્રારંભ થતાં જ શાળાઓના બાળકોએ ચીચીયારીઓ સાથે દોડવા માંડ્યું હતું. કેટલાક બાળકો હાથમાં ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લઇને દોડતાં મેરેથોન દોડમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.

આ ઉપરાંત જુદીજુદી સંસ્થાઓ, કંપનીઓના કર્મચારીઓ તેમની સંસ્થાના પ્લેકાર્ડ અને બેનર્સ લઇને દોડમાં જોડાયા હતા. આજની મેરેથોનમાં સૌથી વધુ ૩૬,૫૦૦ દોડવીરોએ પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લેતાં માર્ગો ઉપર હજારો દોડવીરોને એક સાથે દોડતાં નિહાળી શહેરીજનોએ આ કાર્યક્રમને લઇ ગૌરવ અનુભવ્યું હતું.


મેરેથોન સયાજીરાવ ને શ્રદ્ધાંજલિ : સમરજીત

સર સયાજીરાવ ગાયકવાડની ૧પ૦મી જન્મજયંતીના ઉજવણીના ભાગરૂપે મેરેથોન યોજાઇ હોઈ આ ઈવેન્ટના ચીફ પેટ્રન એવા રાજવી ઘરાનાના સભ્ય સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે વિજેતાઓને ઈનામ વિતરણ કરાયું હતુ. તેમણે જણાવ્યું હતુ કે આ મેરેથોન વડે સયાજીરાવ ગાયકવાડને સાચી શ્રધ્ધાંજલી અપાઇ છે

કાલે  યોજાયેલી ઇન્ટરનેશનલ હાફ મેરેથોનમાં અંદાજિત ૩૫,૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો.સવારે ૭ કલાકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગ ઓફ આપીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો. દોડના અંતે આરએફઆઇડીના આધારે જાહેર કરાયેલા પરિણામોમાં ઇન્ટરનેશનલ એન્ડ એલિટ તથા એમેચ્યોર જુથમાં ઇથોપિયા અને કેન્યાના દોડવીરોએ બાજી મારી હતી.તો અન્ય કેટેગરીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉતરપ્રદેશના દોડવીરો વિજેતા બન્યાં હતા.

કેન્યા, ઇથોપિયન અને મહારાષ્ટ્રીયન દોડવીરોએ બાજી મારી
ખેલ જગતમા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહેલી વડોદરા ઇન્ટરનેશનલ હાફ મેરેથોનનું આજે સતત ત્રીજા વર્ષે આયોજન કરાયું હતું. વહેલી સવારે પાંચ વાગ્યાથી શહેરીજનોનો સમૂહ વેક્સિન ગ્રાઉન્ડ તરફ જવા રવાના થતો નજરે પડતો હતો અને સવારે ૬ વાગ્યા સુધીમાં તો ગ્રાઉન્ડ દોડવીરોથી છલોછલ ભરાઇ ગયું હતું. મેરેથોનનો પ્રારંભ થાય તે પહેલા જ ઇથોપિયા અને કેન્યાથી આવેલા ઇન્ટરનેશનલ દોડવીરોએ તો મેદાન પર જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. જેને અનુસરીને બરોડીયન દોડવીરોએ પણ મેદાન પર વોર્મઅપ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. આમ સ્પર્ધાના પ્રારંભ પહેલા જ મેદાન પર મેરેથોનનો પૂરતો માહોલ જામી ગયો હતો.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેઓના નિયત સમય કરતા ૪ મિનિટ વહેલા સ્ટેજ પર આવી ગયા હતા. અને વહેલી સવારે મેદાન પર ઉપસ્થિત હજારો બરોડીયનોને જોઇને ઉત્સાહમાં આવી ગયા હતા.
તેઓએ ટૂંકા ભાષણ દરમિયાન વડોદરા મેરેથોનના વખાણ કરીને રાજ્યના અન્ય શહેરો માટે ઉદાહરણ રૂપ કાર્યક્રમ ગણાવ્યો હતો અને દરેક દોડવીરોને અભિનંદન આપ્યાં હતા. અગાઉ નક્કી થયા મુજબ મોદી માત્ર મેરેથોનના પ્રથમ જથ્થાને જ ફ્લેગ ઓફ આપવાના હતા પરંતુ મેદાન પરનો ઉત્સાહનો માહોલ જોઇને તેઓએ તમામ કેટેગરીને ફ્લેગ ઓફ આપી હતી.

ઇન્ટરનેશનલ એન્ડ એલિટ, એમેચ્યોર, ૧૬-૨૦ વયજૂથ અને ૨૧ થી ૪૦ વયજૂથ કેટેગરીમાં ૫, ૧૫ અને ૨૧ કિ.મી.ના રૂટ પર કુલ મળીને આજે ૩૫,૦૦૦ લોકો દોડયાં હતા. જેમા શારીરિક-માનસિક અપંગ દોડવીરોનો પણ સમાવેશ થઇ જાય છે.

સવારે ૭ વાગ્યે આરંભાયેલી દોડ લગભગ ૧૦ વાગતા સુધીમા પુરી થઇ ગઇ હતી અને બપોરે ૧૨ કલાકે પરિણામો જાહેર કરાયા હતા જેમા ઇન્ટરનેશનલ એન્ડ એલિટ કેટેગરીમાં ઇથોપિયા અને કેન્યાના દોડવીરોએ બાજી મારી દીધી હતી. જ્યારે એમેચ્યોર કેટેગરીમા પુના અને રાજસ્થાન સ્થિત આર્મી બટાલિયનના જવાનો વિજેતા બન્યાં હતા.

ઉલ્લેખનિય છે કે ગત વર્ષે મેરેથોનમાં ૩૫૦૦૦ લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વખતે ૪૧,૦૦૦ કરતા પણ વધું લોકોએ ભાગ લીધો હતો પણ આજે તેમાથી ૩૫,૦૦૦ લોકોએ દોડ લગાવી હતી.

વિજેતાઓને લંડન મેરેથોનમાં ભાગ લેવાનો મોકો મળશે

વડોદરા : શહેરમાં કાલે યોજાયેલી ઇન્ટરનેશનલ હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી વિજેતા બનનાર સ્પર્ધકોને લંડનમાં યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનો મોકો મળશે તેવી જાહેરાત આયોજકો તરફથી કરવામા આવતા સ્પર્ધકોનો ઉત્સાહ વધી ગયો હતો. ૧૫ અને ૨૧ કિલોમીટર કેટેગરીની મેરેથોનના વિજેતા સ્પર્ધકોને આ લાભ મળશે. આ કેટેગરીમાં વિજેતા સ્પર્ધકોએ આ તક મળતા ખુબજ ઉત્સાહી હોવાનુ જણાવ્યુ હતુ.
 



  સવારે મેરેથોનમાં દોડ્યાં...સાંજે સુનિધિ સાથે ઝૂમ્યાં

વડોદરામાં કાલે હાફ મેરેથોનની હેટ્રિક સર્જાઇ હતી.મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ૭ વાગ્યે રનરોને ફ્લેગ ઓફ કરાવતાં નોંધાયેલા ૪૦,૯૦૦ પૈકી અંદાજે ૩૦ હજારથી વધુ સ્પર્ધકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો.હજારો સ્પર્ધકોને શહેરના હજારો રમતપ્રેમી લોકોએ ચિયર અપ કરી ઉત્સાહ વધાર્યો હતો.

પ્રારંભના સાડા ત્રણ કલાક બાદ ૧૦.૩૦ કલાકે મેરેથોન નિર્ધારિત સમયમાં પૂર્ણ થયા બાદ મેદાન પર વિવિધ કેટેગરીના વિજેતાઓને R એક કરોડના રોકડ ઇનામો વહેંચાયા હતા. મેરેથોનના વિવિધ કેટેગરીના પ્રથમ દસ ક્રમાંકના પરિણામો આશરે સવા બે કલાકના અંતે જાહેર થયા હતા.

જેમાં ઈન્ટરનેશનલ કેટેગરીમાં ઈથોપિયા અને કેન્યાના તેમજ અન્ય કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમાંકોમાં મહારાષ્ટ્રના દોડવીરોએ બાજી મારી હતી. આજના પરિણામોમાં બાકીના સ્થાનોએ ગુજરાત અને વડોદરા ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ અને યુપીના સ્પર્ધકો પણ વિજેતા નીવડયા હતા. આ મેરેથોનમાં શહેરની શાળાના બાળકો, વયસ્કો, વૃદ્ધો અને વિકલાંગોએ પણ હોંશભેર ભાગ લીધો હતો.

 

Friday, 3 February 2012

ક્યા દેવને કેવા ફૂલ ચઢાવશો

 મનોકામના પૂરી કરવા ક્યા દેવને કેવા ફૂલ ચઢાવશો
 હિન્દુ ધર્મમાં દરેક પુજા-પાઠમાં ફૂલો વિશેષ મહત્વ ધરાવે છે. દરેક ધાર્મિક કાર્યો ફૂલ વગર અધુરા માનવામાં આવે છે. દરેક ભગવાનને અમુક પ્રકારના ફૂલો પ્રિય હોય છે દેવોને પ્રિય ફૂલો ચઢાવવાથી લાભ પ્રાપ્ત થાય છે અને આપની મનોકામના પૂરી થાય છે. ક્યા ભગવાનને કેવા ફૂલ ચઢાવવા એ સંક્ષેપમાં આપણે નીચે પ્રમાણે જોઈએ.

શ્રીગણેશજી આચાર ભૂષણ અનુસાર તુલસીને છોડીને બધા પ્રકારના ફૂલ ચઢાવી શકાય છે.

શંકરજી ધતુરાના ફૂલ, હરસિંગાર તથા નાગકેસરના ફુલ, કમળની કળીઓ, કરેણના ફૂલ, આકડાના ફૂલ, કુશ વગેરે પુષ્પ ચઢાવવાનું કહેવાયું છે.

સૂર્ય નારાયણતેની ઉપાસના કુટજના ફૂલોથી કરવામાં આવે છે. આ ઉપરાંત કરેણ, કમળ, ચંપા, કેસુડા, આકડા, આશોપાલવ વગેરેના ફૂલ પણ પ્રિય છે.

ભગવતિ ગૌરી - શંકરજીને ચઢાવાતા પુષ્પો મા ભગવતીને પણ પ્રિય છે. આ ઉપરાંત બેલા, સફેદ કમળ, કેસુડા, ચંપાના ફૂલો ચઢાવી શકાય છે.

શ્રીકૃષ્ણ પોતાને પ્રિય પુષ્પોનો ઉલ્લેખ મહાભારતમાં કરે છે એ પ્રમાણે – કુમુદ, કરવરી, ચણક, માલતી, નંદિક, કેસુડા તથા વનમાળાના ફૂલ.

લક્ષ્મીજી તેને સૌથી વધુ પ્રિય પુષ્પ કમળ છે.

વિષ્ણુજીતેને કમળ, મૌલસિરિ, જૂહિ, કદમ્બ, કેવડા, ચમેલી, માલતી, વાસંતી, ચંપા, વૈજયંતીના ફૂલ વિશેષ પસંદ છે.

કોઈપણ દેવતાના પૂજનમાં કેતકીના પુષ્પ નથી ચઢાવાતા.

દેવી- દેવતાને ફૂલ ચઢાવતા ધ્યાન રાખજો આ 5 વાતો

ગવાનની પૂજા- અર્ચનામાં ફૂલને અર્પણ કરવું અત્યંત જરૂરી માનવામાં આવે છે. ફૂલ વિના કોઇપણ પૂજન કર્મ પુર્ણ થઇ શકતું નથી. એવી માન્યતા છે કે ભગવાનના પ્રિય ફૂલ અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને તે મનોવાંછિત ફળ આપે છે.

દરેક માંગલિક કાર્ય અને પૂજન કર્મમાં ફૂલોનું વિશેષ સ્થાન હોય છે. દરેક- દેવી દેવતાઓને અલગ – અલગ ફૂલ પ્રિય હોય છે તે સાથે તેમને અમુક ફૂલ ચઢાવવામાં આવતા નથી. આ જ કારણથી સાવધાની સાથે પૂજા વગેરે માટેના ફૂલોને પસંદ કરવા જોઇએ.

- શિવજીની પૂજામાં માલતી, કુંદ, ચમેલી, કેવડાના ફૂલ વ્રજ્ય ગણવામાં આવે છે.

- સૂર્ય ઉપાસનામાં અગસ્ત્યના ફૂલોનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

- સૂર્ય અને ગણેશ સિવાય દરેક દેવી-દેવતાઓને બિલીપત્ર ચઢાવી શકો છો. સૂર્ય અને શ્રી ગણેશને બિલીપત્ર ના ચઢાવો.

-સવારે ન્હાયા બાદ જ ભગવાન માટેના ફૂલોને તોડો કે પસંદ કરો.આમ કરવા પર ભગવાન પ્રસન્ન થાય છે.

મંગળવારે કોને અને કેમ ચઢાવવું જોઇએ લાલ ફૂલ

મંગળની પૂજામાં અમુક વસ્તુઓ જરૂરી માનવામાં આવી છે.ચોખા, લાલ ગુલાલ, કંકુ, લાલ ગુલાબ આ વસ્તુઓ એવી હોય છે જે મંગળની પૂજામાં અનિવાર્ય માનવામાં આવે છે. મંગળને આ વસ્તુઓ ચઢાવવાથી તે વ્યક્તિ પર અનુકૂળ અસર પડે છે.

ફૂલોમાં લાલ ગુલાબ જ મંગળને પ્રિય કેમ હોય છે? જો લાલ ગુલાબ ના હોય તો લાલ રંગનું કોઇપણ અન્ય ફૂલ પણ ચઢાવી શકાય.

મંગળ અગ્નિનો કારક ગ્રહ છે.તેનું સ્વરૂપ લાલ છે.મંગળ લાલ કપડા, લાલ ફૂલ વગેરેથી પ્રસન્ન થાય છે. મંગળ કોઇ રાશિમાં ખરાબ સ્થાન પર બેસેલો હોય,વિપરીત રાશિમાં સ્થિત હોય તો તે વ્યક્તિને તેના ગુસ્સાનો શિકાર થવું પડે છે.મંગળ જ્યારે ઠીક ના હોય, કે દોષ યુક્ત હોય તો તેને શીતલ અથવા ઠંડી વસ્તુઓ ચઢાવવામાં આવે છે જેમ કે ભાત, ગુલાબ, દહીં, ગુલાબ વગેરે. ગુલાબ મંગળ ગ્રહ માટે સૌથી શ્રેષ્ઠ ફૂલ છે.

લાલ રંગ મંગળનો રંગ દર્શાવે છે અને બીજી તેની પ્રકૃત્તિ શીતળ માનવામાં આવી છે. ગુલાબનો રસ અને ગંધ બન્ને જ માનવ શરીરને ઠંડક આપનારા માનવામાં આવે છે. ગુલાબનો રસ અને ગંધ માનવ શરીરને ઠંડક આપનારો માનવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ ગુલાબ ચઢાવવાથી તે રંગનો લાભ તો મળે જ છે પણ તે સાથે મંગળના ક્રૂર સ્વભાવમાં શીતળતા આવે છે અને ફૂલ ચઢાવવાથી તેની ક્રૂર દ્રષ્ટિ સૌમ્ય બની જાય છે.

મંગળની પૂજામાં કેટલીક વસ્તુઓ જરૂરી માનવામાં આવી છે. ભાત અર્થાત્ ચોખા, લાલ ગુલાબ, કંકુ, લાલ ગુલાબ આ વસ્તુઓ એવી છે જે મંગળની પૂજામાં અનિવાર્ય માનવામાં આવી છે. કહેવામાં આવે છે કે મંગળની આ વસ્તુઓ ચઢાવવાથી મંગળગ્રહ વ્યક્તિને અનુકૂળ અસર કરે છે. સાથે એ પણ થાય કે ફૂલોમાં લાલ ગુલાબ જ મંગળને શા માટે પ્રિય છે? લાલ ગુલાબ ન હોય તો લાલ રંગના કોઈ બીજા ફળ પણ તેમને ચઢાવી શકાય છે. જાણો લાલ ફૂલ જ મંગળને શા માટે ચઢાવવામાં આવે છે?

મંગળ અગ્નિનો કારક ગ્રહ છે. તેનું સ્વરૂપ લાલ છે. મંગળ લાલ કપડાં, લાલ ફૂલ વગેરેથી પ્રસન્ન થાય છે. મંગળ રાશિમાં ખરાબ સ્થાન ઉપર બેઠો હોય, વિપરિત રાશિમાં બેઠો હોય તો વ્યક્તિને તેમના ક્રોધનો શિકાર થવું પડે છે. મંગળ જ્યારે સારો નથી હોતો તો તેને શીતળ અર્થાત્ ઠંડી પ્રકૃત્તિની વસ્તુઓ ચઢાવવામાં આવે છે. જેમ કે ભાત, ગુલાબ, દહીં, દૂધ વગેરે. ગુલાબ મંગળ ગ્રહ માટે સૌથી શ્રેષ્ઠ ફૂલ છે.

તે લાલ રંગનું હોય છે જે મંગળના રંગને દર્શાવે છે અને બીજું તેમની પ્રકૃત્તિ શીતળ માનવામાં આવી છે. ગુલાબનો રસ અને ગંધ બંને જ માનવ શરીરને ઠંડક આપનાર માનવામાં આવે છે. ગર્મીઓમાં ગુલાબનો શરબત પણ બનાવવામાં આવે છે જે માનવ શરીરમાં શીતળતા પ્રદાન કરે છે. મંગળ ગ્રહને લાલ ગુલાબ ચઢાવવાથી તેમના રંગનો લાભ મળે છે, મંગળ ક્રૂર સ્વભાવમાં શીતળતા આવે છે અને ફૂલ ચઢાવનારા ઉપરથી ક્રૂર દ્રષ્ટિ હટાવવા લાગે છે


 

Tuesday, 31 January 2012

મંગળદોષ

મંગળદોષ

 

 મંગળાદેવી
અશુભ મંગળનું ફળ બહુ ભોગવ્યું, મંગળદોષ શાંતિ કરો આ રીતે
પુરાણોમાં મંગળ ગ્રહનું જન્મ સ્થાન ઉજ્જેનને માનવામાં આવે છે. તેથી મંગળ ગ્રહની શાંતિ માટે અહિંયા આવેલા મંગળનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ પ્રકારની પૂદાથી મંગળ ગ્રહ દોષની શાંતિ થાય છે અને લગ્ન યોગ્ય યુવક-યુવતીઓના લગ્નમાં માંગલિક દોષોના કારણે આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

-મંગળવારના દિવસે મંગળ દેવની પ્રસન્નતા માટે સાધના અને ઉપાસના આ શાસ્ત્રોક્ત વિધિથી કરવી જોઈએ.

- આ દિવસે સૂર્યોદય થયા પહેલા ઉઠો. નિત્યકર્મ કરીને સ્નાન કરી પવિત્ર થઈ જાઓ.

- ઘરમાં પણ પવિત્રતા માટે ગંગાજળનો છંટકાવ કરો.

- આ દિવસે વ્રત રાખો. વ્રતી લાલ રંગના સ્વચ્છ કપડા પહેરો.

- બાદમાં ઘરના દેવસ્થાન અથવા તો મંદિરમાં લાલ રંગના અક્ષત એટલે કે ચોખા પર આઠ પાંદડીઓ વાળા ફૂલની આકૃતિ બનાવીને તેના પર સોનાથી બનાવવામાં આવેલી મંગળની મૂર્તિની સ્થાપના કરો.

- મંગળ દેવના આ 21 નામોનું ધ્યાન કરો. મંગળ, ભૂમિપત્ર, ઋણહર્તા, ધનપ્રદા, સ્થિરાસન, મહાકાય, સર્વકામાર્થ સાધક, લોહિત, લોહિતાક્ષ, સામગાનંકૃપાકર, ધરાત્મજ, કુજ, ભૂમિજા, ભૂમિનંદન, અંગારક, ભૌમ, યમ, સર્વરોગહારક, વૃષ્ટિકર્તા, પાપહર્તા અને સર્વકામફલદાતા. 

- ઓમ અંગારકાય નમ: મંત્રનો જપ પૂરી પૂજા દરમિયાન મનમાંને મનમાં ચાલુ રાખો.
- મંગળ દેવની લાલ રંગીની પૂજાની સામાગ્રીથી પૂજા કરો. લાલ ગંધ, ફૂલ, લાલ કમળ સહિત સોળ પૂજન સામગ્રિ અર્પિત કરો. લાલ કપડુ મંગળ દેવને અર્પણ કરો. ભગવાન મંગળદેવને અર્દ્ય આપવા માટે આ મંત્રનું ઉચ્ચારણ કરો, 

ભૂમિપુત્રો મહાતેજા: કુમારો રક્ત વસ્ત્રક:।
ગૃહાણાધ્યં મયા દત્તમૃણશાન્તિ પ્રયચ્છ હે।।
 
- બાદમાં ચાર દિવેટનો દિવો પ્રગટાવો. મંગળ દેવને લાલ પદાર્થ અથવા તેનાથી બનનારી ભોજન સામગ્રીનો ભોગ ધરાવો. તેમાં ગોળ, ઘંઉ અને ઘીથી બનાવેલી સામગ્રી હોઈ શકે છે. કંસાર પણ અર્પણ કરો. 21 લાડુઓનો પણ ભોગ લગાવો. તથા યથાશક્તિ ભોગ પણ ધરાવી શકો છો.

- તમારી મનોકામના અને ઈચ્છાઓ માટે મંગળ દેવને પ્રાર્થના કરો.

- વ્રત કથાનો પઠન કરો અથવા અન્ય પાસે કરાવો. કથા અને પૂજા બાદ હવન કરો. જેમાં હવન સામગ્રી તલ, ઘી અને સાકરથી બનાવેલી હોય. હવમાં ઓમ કુજાય નમ: સ્વાહા બોલીને આહૂતિ આપો.

- અંતમાં મંગળવારની આરતી કરો. પ્રસાદ વહેંચો. પોતાના જાણ્યા અજાણ્યા ખરાબ કર્મો માટે મંગળ દેવની ક્ષમા માંગો.

- પૂજા-હવન બાદ બ્રાહ્મણોને ભોજન કરાવો. વ્રતી સમગ્ર દિવસ વ્રત રાખીને રાત્રે એક સમયે ભોજન કરો.
 
- આ પ્રકારે વિધિ-વિધાનથી પૂજા પ્રત્યેક મંગળવારે કરો. નિયત સંખ્યામાં મંગળવારે વ્રત કરો અને કામનાપૂર્તિ થયા બાદ વ્રતનું ઉજવણું કરો. ઉજવણીના દિવસે યથા શક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો. મંગળ દેવની મૂર્તિ, 21 લાડુ અને બની શકે તો કોઈ વિદ્વાન અને યોગ્ય બ્રાહ્મણને લાલ બળદનું દાન કરો.

આ પ્રકારે મંગળવારે વ્રત વિધાનનું પાલન કરવાથી મંગળ ગ્રહની વિપરીત દશાથી મળતી પીડાઓ અને વ્યાધિઓ દૂર થઈ જાય છે. વ્રતી મહિલા અને પુરૂષની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

કુંડળીમાં મંગળ અમંગળ તો સમજો લગ્નમાં અડચણ, ઉપાય કરો

જેની કુંડળીમાં મંગળદોષ હોય તેને જીવનભર અનેક સમસ્યાઓને સમાનો કરવો પડે છે. જેમ કે, ધનની સમસ્યા, ઘર, જમીન, મિલકત વગેરે. તે સિવાય તેના લગ્નમાં પણ ઘણી જ અડચણો આવે છે. મોટાભાગના મામલાઓમાં એવા લોકોના લગ્નમાં ઘણુ મોડુ થતું હોય છે કારણ કે, માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવાનું વિધાન છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો નીચે આપેલ ઉપાયો કરવાથી ઝડપી તમારી સમસ્યાઓનું સમાધાન થઈ જશે તથા લગ્નને લગતી પરેશાનીઓ પણ દૂર થઈ જશે.

ઉપાયઃ-
-મંગળવાના દિવસે મંગળદેવના નિમિત્તે વ્રત કરો તથા દરરોજ મંગળદેવના મંત્રોનો આસ્થાપૂર્વક જાપ કરો.

મંત્રઃ-
ऊँ क्रां क्रीं क्रौं स:भौमाय नम:


-મંગળદેવનો બીજો મંત્ર પણ ઝડપથી ફળ આપનાર છે. તેનો જાપ કરવાથી મંગળદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

ऊँ अंगारकाय विद्महे शक्तिहस्ताये धीमहि तन्नौ भौम: प्रचोदयात्।

-12 દિવસ સુધી રોજ વહેતા પાણીમાં ગોળ નાંખો.


-દરરોજ સવારે થોડું મધ ખાઓ.

-સિંદૂર રંગના ગણપતિની પૂજા અને જાપ કરો.

-છોકરા કે છોકરી, જેના લગ્ન ન થઈ રહ્યા હોય તે છોકરીના લગ્ન પીપળા સાથે અને છોકરાની લગ્ન ખેજડી(એક પ્રકારનો છોડ) સાથે કરાવી મંગળદોષ ઓછો કરી શકાય છે.

-મંગળ શાંતિ માટે મગંળનું દાન(લાલ રંગના બળદ, સોનુ, તાંબુ, મસૂરની દાળ, બતાશા, લાલ વસ્ત્ર વગેરે) કોઈ ગરીબ કે જરૂરીયાતવાળી વ્યક્તિને દાન કરો.

-મંગળ પરમ માતૃભક્ત છે. તે બધા માતા-પિતાની સેવા કરનાર ઉપર ખાસ પ્રસન્ન રહે છે તેથી મંગળવારે તમારી માતાને લાલ રંગની કોઈ વસ્તુ ઉપહારમાં આપો.

-લાલ રંગ મંગળનો વિશેષ પ્રિય રંગ છે, આથી કમ સે કમ મંગળવારના દિવસે એવી વસ્તુ જ ખાઓ જેનો રંગ લાલ હોય જેમ કે મસૂરની દાળ, ઇમરતી, સફરજન વગેરે.

આ ઉપાયો કરવાથી મંગળદોષનું નિવારણ થાય છે અને લગ્ન પણ ઝડપથી થાય છે.

મંગળ દોષ દૂર થશે, કરો શિવપૂજાનો આ સરળ ઉપાય
જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે માણસના જીવનમાં નવગ્રહોની ગતિ અને શુભ- અશુભ પ્રભાવથી થનારી ઉથલ-પાથલ કે ઉતાર- ચઢાવમાં સુખ- શાંતિ અને સ્થિરતા માટે મહાકાળ એટલે કે શિવ પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

મંગળવારના દિવસે મંગળ ગ્રહથી આવનારા વિવાહ, સંતાન, જમીન, ધન વગેરે મુશ્કેલીઓને દૂર કરવા માટે શિવ પૂજાનો એક સરળ ઉપાય બહુ જ કારગર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે મંગળ ગ્રહ શિવનો અંશ હોવાથી શિવ પૂજા મંગળદોષને દૂર કરનારી હોય છે.

જાણો શિવપૂજાનો નાનો અને સરળ ઉપાય

- સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી સ્વચ્છ લાલ વસ્ત્ર પહેરીને દેવાલયમાં સૌથી પહેલા શિવલિંગ પર જળ અને તેના પછી ક્રમથી દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ ચઢાવો. દરેક સામ્રગી બાદ શિવલિંગને જળથી સ્નાન કરાવો.

-પૂજા દરમિયાન ऊँ नम: शिवाय મંત્ર બોલતા રહો.

- પંચામૃત સ્નાન બાદ ગંગાજળ કે શુદ્ધજળથી સ્નાન કરાવડાવો.

- પંચામૃત સ્નાન અને પૂજા બાદ પંચોપચાર પૂજા કરો.

- તેના પછી શિવલિંગને ખાસ કરીને ભસ્મમાં ત્રિપુંડ લગાડતા નીચે લખેલો શિવ મંત્ર બોલો અને મંગળદોષથી આવી રહેલ સમસ્યાઓના અંતની કામના કરો - 



महादेवाय भीमाय त्र्यम्बकाय च शान्तये ।

ईशानाय मखघ्नाय नमोऽस्त्वन्धकघातिने ॥


- તે પછી ગંધ, ચોખા, સફેદ ફૂલ અને બિલિપત્ર ચઢાવો. નૈવેધ અર્પણ કરો. શિવને ધૂપ કે અગરબત્તી અને દીવાથી આરતી કરો.

- શિવ રુદ્રાષ્ટક, શિવમહિમ્ન સ્ત્રોત, પંચાક્ષરી મંત્રનો પાઠ અને જાપ કરો કે કરાવડાવો.

- આરતી બાદ પૂજામાં થયેલ ભુલો માટે ક્ષમા માંગો અને કામના કરો.

-બ્રાહ્મણોને દાન- દક્ષિણા ભેંટ કરો. ગાયને ઘાસ વગેરે ખવડાવો.

મંગળ દોષની બધી પરેશાનીઓ દૂર કરવા કરો આ ઉપાય

શાસ્ત્રોના મત અનુસાર મંગળ ગ્રહ શિવના તેજ થી ઉત્પન્ન થયેલો છે. જેનું પાલન પોષણ પૃથ્વીએ કર્યું છે. જેથી તે ભૂનિ પૂત્ર તરીકે પણ ઓળખાય છે.

મંગળવારે તથા અમાસના પૂજા કરવાથી મંગળ દોષને કારણે આવનાર વિઘ્નો જેવાકે વિવાહ, સ્વાસ્થ્ય કે આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. અહીં જાણીએ મંગળ પૂજાની સરળ વિધિની સાથે શિવ તથા મંગળ મંત્ર

મંગળવારે દેવાલયમાં લિંગ રૂપ મંગળ દેવની પૂજા લાલ ચંદન, લાલ ફૂલ અને ચોખાથી કરો અને નીચે લખેલા મંત્રોથી ધ્યાન તથા જપ કરો -

ધ્યાન મંત્ર -

धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्। कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।
મંગળ મંત્ર -

ॐ सिद्ध मंगलाय नम: ॐ धरात्मजाय नम:
આ મંગળ મંત્રોની સાથે દેવાલયમાં શિવને જળ તથા બિલિ પત્ર અર્પણ કરો. નીચે લખેલ મંત્રોથી શિવનું સ્મરણ કરો મંગળદોષથી રક્ષાની કામના કરો -

ॐ त्रिलोकेशाय नम: ॐ अम्बिकानाथाय नम:
પૂજા તથા મંત્ર જપ પછી મંગળ તથા શિવને યથા શક્તિ નૈવેદ્ય અર્પણ કરો. ધૂપ, દિપ તથા કપૂરથી આરતી કરો.

મંગળના 3 મંત્રો દૂર કરે ધન, રોગ, વિવાહની મુશ્કેલીઓ

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં મંગળ ગ્રહ નવગ્રહોનો સેનાપતિ ગણવામાં આવે છે. તે શિવના તેજથી ઉત્પન્ન થયેલ છે અને પૃથ્વીએ તેનું પોષણ કર્યું છે. માટે તેને ભૂમિપૂત્ર પણ કહે છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં જો કે મંગળ ક્રુર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શિવ અંશ હોવાથી મંગળને શુભ અને સાંસારિક સુખ આપનાર મળે છે. પરંતુ અશુભ હોય તો સંતાન, ભૂમિ, ધન, વિવાહ, પુત્ર, વિદ્યા, રોગ વગેરેથી જોડાયેલી પીડાનો સામનો કરવો પડે છે.

મંગલ દોષ શાંતિ માટે જ મંગળવાર કે શિવ કે હનુમાન ઉપાસનાના કોઈ પણ વિશેષ દિવસે વધારે શુભ માનવામાં આવે છે. જાણો, મંગળદોષ શાંતિ માટે 3 મંત્ર અસરકારક સાબિત થાય છે.

મંગળવારના દિવસે સ્નાન પછી નવગ્રહ મંદિરે લાલ પૂજા સામગ્રીઓથી મંગળની પૂજા કરવી. પૂજા પછી મંગળ દોષ શાંતિની કામના કરતા નીચે લખેલ 3 સરળ મંત્રોમાંથી કોઈ પણ એકનો જાપ કરી શકો છો.

શાસ્ત્રોના મત અનુસાર આ મંગળ મંત્રોની જપ સંખ્યા 10000 થવી જોઈએ. પરંતુ એટલા કરવા શક્ય ન હોય તો યથા શક્તિ આ મંત્રોનો જપ સવાર સાંજ કરવા જોઈએ.

બીજ મંત્ર –

ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:।

સામાન્ય મંત્ર -

ॐ अं अंगारकाय नम:

પૌરાણિક મંત્ર -

धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्।

कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।


Friday, 27 January 2012

વસંત પંચમી


વસંત પંચમી

 




વસંત પંચમી પર મા સરસ્વતીની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીને વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન, સંગીત અને કળાની દેવી માનવામાં આવે છે.વ્યવહારિક રૂપે વિદ્યા તથા બુદ્ધિ વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી છે. શાસ્ત્રોના અનુસાર વિદ્યાથી વિન્રમતા, વિનમ્રતાથી પાત્રતા, પાત્રતાથી ધન અને ધનથી સુખ મળે છે.

વસંત પંચમીના દિવસે જો વિધિ- વિધાનથી દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે તો વિદ્યા અને બુદ્ધિની સાથે સફળતા પણ નિશ્ચિત મળે છે.

વસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા આ પ્રકારે કરો -

- સવારે સ્નાન કરી પવિત્ર આચરણ, વાણીના સંકલ્પની સાથે મા સરસ્વતીની પૂજા કરો.

- પૂજામાં ગંધ, ચોખાની સાથે ખાસ કરીને સફેદ અને પીળા ફૂલ, સફેદ ચંદન તથા સફેદ વસ્ત્ર દેવી સરસ્વતીને ચઢાવો.

- પ્રસાદમાં ખીર, દૂધ, દહીં, માખણ, સફેદ તલના લાડુ, ઘી, નાળિયેર, ખાંડ અને મોસમી ફળ ચઢાવો.

- તેના પછી માતા સરસ્વતીની આ સ્તુતિથી બુદ્ઘિ અને સફળતા કામના કરી ઘીનો દીવો પ્રગટાવીને માતા સરસ્વતીની આરતી કરો 

આરતી

जय सरस्वती माता, मैया जय सरस्वती माता।
सद्गुण वैभव शालिनी, त्रिभुवन विख्याता।। जय सरस्वती...।।
चंद्रवदनि पद्मासिनी, द्युति मंगलकारी।
सोहे शुभ हंस सवारी, अतुल तेजधारी।। जय सरस्वती...।।
बाएँ कर में वीणा, दाएं कर माला।
शीश मुकुट मणि सोहे, गल मोतियन माला।। जय सरस्वती...।।
देवि शरण जो आए, उनका उद्धार किया।
पैठि मंथरा दासी, रावण संहार किया।। जय सरस्वती...।।
विद्या ज्ञान प्रदायिनि ज्ञान प्रकाश भरो।
मोह, अज्ञान और तिमिर का, जग से नाश करो।। जय सरस्वती...।।
धूप दीप फल मेवा, मां स्वीकार करो।
ज्ञानचक्षु दे माता, जग निस्तार करो।।।। जय सरस्वती...।।
मां सरस्वती जी की आरती, जो कोई नर गावे।
हितकारी सुखकारी, ज्ञान भक्ति पावे।। जय सरस्वती...।।

વિવેક બુદ્ધિ મેળવવા રોજ સવારે બોલો આ સરસ્વતી મંત્ર
સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ|
વેદ વેદાન્ત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ ||
સરસ્વતિ મહાભાગો વિદ્યે કમલલોચને |
વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યાં દેહિ નમોસ્તુતે ||

સંત પંચમી પર્વ, વિદ્યા અને બુદ્ધિના દેવી સરસ્વતીનું પર્વ છે. એ માટે મહા સુદ પાંચમના બધા લોકો પોતાના જ્ઞાનને વધારવા અને બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતીનું પુજન કરે છે. પંચમીનું આ પર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રકારે ઉજવવામાં આવે છે. જો આ પર્વ પર જે લોકો પોતાની રાશિ પ્રમાણે કંઈક અચુક પ્રયોગ કરે તો તેને વિદ્યાના હરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જાણો કઈ રાશિના લોકો એ ક્યા ઉપાયો કરવા –

મેષ – આ રાશિના લોકો પોતાની રાશિ પ્રમાણે આ પર્વ પર વિદ્યા અને બુદ્ધિ માટે શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીની પૂજા કરે અને ડાબા પગનો સિંદૂર લઈ તિલક કરવું.

વૃષભ – આમલીના 22 પાન લઈ અને એમાંથી 11 માં સરસ્વતીને ચઢાવો અને બાકીના પાન પોતાની પાસે રાખવા. આ પ્રયોગથી આપને હરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

મિથુન – વિદ્યા અને બુદ્ધિ માટે આપ આપની રાશિ અનુસાર ભગવાન ગણેશજીને 21 દૂર્વા ચઢાવવો.

કર્ક – આ રાશિના વ્યકિતઓએ સફળતા માટે વિદ્યાના દેવી મા સરસ્વતીને કેરીના ફૂલ (મોર) ચઢાવવા જોઈએ.

સિંહ - આ વસંત પર્વ પર સિંહ રાશિવાળાએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા – કોઈ કન્યાને પૂસ્તક અને સ્ટેશનરી દાન આપવું જોઈએ. આથી આપ પર માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

તુલા – સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તુલા રાશિના જાતકો એ કોઈ બ્રાહ્મણ કન્યાને સફેદ વસ્ત્રનું દાન કરવું.

વૃશ્ચિક - આ રાશિના વિદ્યાર્થી સફેદ ફૂલોથી મા સરસ્વતીની પૂજા કરે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

ધન - ધનરાશિના જાતકોએ સળતા માટે દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવવું જોઈએ.

મકર – સૂર્યોદય પહેલા બ્રાહ્મી ઔષધિનું સેવન કરવાથી મકર રાશિ ધરાવનારને હરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

કુંભ - માં સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કુંભ રાશીના વિદ્યાર્થીએ સરસ્વતી પૂજન કરી કન્યાઓને ખીરનો પ્રસાદ આપવો.

મીન – વસંત પંચમી પર્વ પર વિધારા અથવા અપામાર્ગના મૂળ જમણા હાથ પર બાંધવાથી આ રાશિવાળા હરેક ક્ષેત્રમાં સફળ થશે.


વસંતઋતુમાં પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકર્ષાય
- પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે
- શ્રીકૃષ્ણે ગીતાજીના વિભૂતિ યોગમાં કહ્યું છે ‘ઋતુઓમાં વસંત હું છું
- માતાજીનું પૂજાવિધાન કરવાથી મૂર્ખ વ્યક્તિ પંડિત બની જાય છે

ઋતુકાળ પ્રમાણે આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકષૉય છે. પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં હરિયાળી, રંગબેરંગી ફૂલો, વાતાવરણમાં પ્રફુલ્લિતતા, ફૂલગુલાબી ઠંડી. ખરેખર આ દિવ્ય વાતાવરણથી અસ્વસ્થ માનવ સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરતો જણાય છે.

ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ શાસ્ત્ર અને વેદોનાં વચન પ્રમાણે, એક એક દિવસનું મૂલ્ય સમજાવ્યું છે. આવો જ એક પવિત્ર અવસર એટલે મહા સુદ-પાંચમ, જેને આપણે વસંત પંચમી કહીએ છીએ.

વસંત પંચમી એટલે માનવી માટે કલ્યાણકારી ઉત્સવ. આ દિવસ એટલે વસંતઋતુનો પ્રારંભ, શ્રી સરસ્વતી માતાજીનો પ્રાદુભૉવ (જન્મ) તથા વિદ્યારંભ માટે ઉત્તમ તિથિ, એવો ત્રિવેણી સંગમ ઉત્સવ એટલે માનવજાતને, વિદ્યાર્થીને પ્રફુિલ્લતતા પ્રદાન કરનારો ઉત્સવ.

વસંતનો વૈભવ

ઋતુકાળ પ્રમાણે આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકર્ષાય છે. પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે. જ્યાં જ્યાં આપણી નજર જાય ત્યાં ત્યાં હરિયાળી, રંગબેરંગી ફૂલો, વાતાવરણમાં પ્રફુિલ્લતતા, ફૂલગુલાબી ઠંડી, ટાઢની વિદાય. ખરેખર આ દિવ્ય વાતાવરણથી અસ્વસ્થ માનવ સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરતો જણાય છે. જરૂર છે માત્ર આ નિસર્ગ સામે મીઠી દ્રષ્ટિ કરવાની.

વસંતમાં સરલતા, સહજતા અને નિખાલસતા છે. આવા પ્રાકૃતિક ગુણને કારણે જ માનવીને તે પ્રિય છે. શ્રીકૃષ્ણે ગીતાજીના વિભૂતિ યોગમાં કહ્યું છે ‘ઋતુઓમાં વસંત હું છું.’ આ વિધાન અનુસાર ભગવાન પોતે જ આ સમય દરમિયાન પૃથ્વી ઉપર આવીને માનવજાતને આનંદ આપવા પ્રકૃતિના રૂપમાં સર્વત્ર ફેલાઈ જાય છે.

વાલ્મીકિ રામાયણમાં પણ વસંતઋતુનું મનમોહક વર્ણન છે. આપણા કવિઓએ પણ વસંતને યૌવન તરીકે આલેખી છે. ‘યૌવન એ માનવજીવનની વસંત છે તો, વસંત એ સૃષ્ટિનું યૌવન છે.’ અથૉત્ પ્રભુસ્પર્શી જીવનમાં નિત્ય એક જ ઋતુ હોય છે અને તે વસંત! અથૉત્ જે વ્યક્તિએ જીવનમાં આખરી ધ્યેય તરીકે પ્રભુને સ્વીકારી લીધા છે તેના જીવનમાં હંમેશાં વસંત છે. અને તે વ્યક્તિ જ્ઞાનમાં હંમેશાં યૌવન ધારણ કરે છે.

વસંતમાં અનેક નવયુવાનો જીવનસાથીની પસંદગી કરીને લગ્નગ્રંથિથી જોડાય છે. આ રીતે નવપરિણીતોમાં સહજ આનંદ-પ્રેમનો ઊભરો આવે છે. આવો જ પ્રેમ ઉત્તમ રામચરિત માનસમાં શ્રીરામ અને સીતાજીનો વર્ણવ્યો છે. કહે છે કે રામ અને સીતાજીનો પ્રેમ સુખ અને દુ:ખ સર્વ અવસ્થામાં અદ્વૈત સાધનારો હતો. જ્યાં હૃદયને વિશ્રામ મળે તેમજ વાર્ધકય પણ જેના રસને હરી ન લે એવો તે પ્રેમ હતો.

અદ્વૈત સુખદુ:ખયોરનુગુણં સવૉષ્વવસ્થાષુ યદ્
વિશ્રામો હૃદયસ્ય યત્ર જરસા યિસ્મન્નહાર્યો રસ: (ઉત્તમ રામચરિત ૧/૩૯)

શ્રી સરસ્વતી માતાજીનું જન્મવૃત્તાંત

એક સમયની વાત છે. ભગવાન શ્રીકૃષ્ણની ચિન્મયી શક્તિ સદાય તેની સાથે નિવાસ કરતી હતી. બ્રહ્નતેજથી સો મન્વંતર સુધી તેજોમય સ્થિતિમાં હતી. શ્રીકૃષ્ણ પ્રાણોથી પણ અધિક તેને પ્યાર કરતા હતા. શ્રી કૃષ્ણનું વૃક્ષ:સ્થલ એ જ તેનું નિત્ય નિવાસ્થાન હતું. આ દેવીએ અનુકૂળ સમયે સુવર્ણ સમાન બાળક ઉત્પન્ન કર્યું. આ બાળક સુંદર હતું છતાં પણ આ બાળકનો ત્યાગ કરી દીધો. તુરંત જ કૃષ્ણ ભગવાને આ દેવીને બાળકવિહોણી થઈ જાય તેવો શ્રાપ આપ્યો, ઉપરાંત તારા તેજથી જેટલી સ્ત્રીઓ ઉત્પન્ન થશે તે તારા કરતાં પણ દિવ્ય હશે. તે તમામ સ્ત્રીઓ સંતાનવિહોણી હશે. તુરંત જ આ દેવીના જીભના અગ્રભાગથી એક મનોહર કન્યા પ્રકટ થઈ. શ્યામ વર્ણ હતો, શ્વેત વર્ણનાં વસ્ત્ર ધારણ કર્યા હતાં. તેના એક હાથમાં વીણા તથા

બીજા હાથમાં પુસ્તક ધારણ કર્યું હતું. સંપૂર્ણ શાસ્ત્રોની અધિષ્ઠાત્રી દેવી રત્નમય આભૂષણોથી વિભૂષિત હતી.

શ્રીકૃષ્ણ દ્વારા પ્રથમ પૂજા તથા વિશેષ વરદાન

ભગવાન શ્રીકૃષ્ણે સર્વપ્રથમ પૂજા આ સ્વરૂપની કરી છે. આ માતાજીનું પૂજાવિધાન કરવાથી મૂર્ખ વ્યક્તિ પંડિત બની જાય છે. એ સમયે સરસ્વતી માતાએ શ્રી કૃષ્ણને પતિ તરીકે સ્વીકારવા દરખાસ્ત મૂકી ત્યારે શ્રીકૃષ્ણે લોકહિતાથે જણાવતા કહ્યું, તમે ભગવાન શ્રી નારાયણ પાસે પધારો, તે મારા જ અંશ છે. નારાયણ પાસે લક્ષ્મીજી ઉપરાંત આપ પણ નિત્ય નિવાસ કરો. ઉપરાંત સમગ્ર બ્રહ્નાંડમાં મહા સુદ-પાંચમના દિવસે વિદ્યારંભ કરવા માટે ગૌરવપૂર્વક તમારી પૂજા થશે. આજથી જીવનપયઁત માનવ, મનુગણ, દેવતા, મોક્ષકામી વસુઓ, યોગીઓ, સિદ્ધો, નાગો, ગંધર્વો, રાક્ષસો વગેરે ષોડ્શોપચારથી તમારી પૂજા આરાધના કરશે. કુંભમાં તથા પુસ્તકમાં તમને આહવાહિત કરશે. તમારા કવચને ભોજપત્રમાં લખી તેને સોનાની ડબ્બીમાં રાખી તેના ઉપર અષ્ટગંધ-કેસર-ચંદન વિ.થી પૂજા કરી વ્યક્તિ-વિદ્યાર્થી પોતાના ગળામાં અથવા જમણા હાથમાં ધારણ કરવાથી વિશેષ વિદ્યા પ્રાપ્ત કરશે.

આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સરસ્વતી માતાને વરદાન આપ્યું ત્યારથી આ દેવી સવિશેષ પૂજાવા લાગ્યાં. આજે પણ તમામ શાળાઓ, કલાસંસ્થાઓમાં સર્વત્ર સરસ્વતી માતાજીની મૂર્તિ છબી પરની વિશેષ પૂજા આરાધના થાય છે.

યાજ્ઞવલ્કયજી દ્વારા સરસ્વતી પૂજા

કોઈ કારણોસર યાજ્ઞવલ્કયજી ગુરુના શાપથી વિદ્યાર્થી નષ્ટ થઈ ગયા હતા. તેમની તમામ વિદ્યા જીર્ણ થઈ ગઈ. તે સમય આ ઋષિ લોલાર્ક કુંડ ઉપર જઈ સૂર્યદેવની સ્તુતિ કરી. સૂર્યદેવે વેદ-વેદાંગોનું જ્ઞાન આપ્યું. સૂર્યદેવની સૂચના પ્રમાણે સરસ્વતી માતાની વિશેષ પૂજા તેના કવચનું અનુષ્ઠાન તથા સ્તુતિ કરવા જણાવ્યું યાજ્ઞવલ્કયજીએ સૂર્યદેવની ભલામણ મુજબ સરસ્વતી કવચથી તેમજ વિશેષરૂપમાં સ્તુતિ કરી. સરસ્વતી માતાજીને પ્રસન્ન કર્યાં અને વિશેષરૂપથી કૃપાપાત્ર બન્યા. ગુરુદેવ બ્úહસ્પતિ સમાન તેજોમય ધારણ કર્યું. યાજ્ઞવલ્કયજીએ જે સ્તક્ષેત્ર ગાયું તે સ્તક્ષેત્ર એક વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ ગાય ક ે પાઠ કરે તો મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ પંડિત થઈ સુશ્રુત બની જાય છે.

વિદ્યારંભ તિથિએ સવિશેષ આરાધના

આ દિવસે વિદ્યાર્થીએ શુભ સંકલ્પ કરી ભગવાન શ્રીકૃષ્ણે કવશાખામાં બતાવ્યા પ્રમાણે ષોડ્શોપચારથી પૂજા કરવી. આરાધકે વસંત પંચમીના દિવસે પ્રાત:કાળમાં ઊઠી સ્નાન આદિ પૂર્ણ કરી શુભમૂહુર્તમાં બાજઠ અથવા પાટલા ઉપર સફેદ આસન પાથરી તેના ઉપર માતાજીની મૂર્તિ અથવા છબી મૂકવી, ત્યારબાદ કુંભમાં અથવા પુસ્તકમાં માતાજીનું આહ્વાન કરવું. ભોજપત્ર ઉપર સરસ્વતી યંત્ર તૈયાર કરવો. તેની ષોડ્શોપચારથી પૂજાવિધિ કર્યા બાદ સ્ફટિક મોતીની માળાથી નીચેના કોઈપણ મંત્રનું અનુષ્ઠાન કરી શકાય.

ઓમ શ્રી હ્રીં સરસ્વત્યૈ સ્વાહા

ઓમ વિદ્યાદેવી સરસ્વતી વરદે કામરૂપિણી
વિદ્યારંભ કરીશ્યામી સિદ્ધિર ભવતુ મે સદા

ઓમ સરસ્વતી મયા દ્રષ્ટવા વિણા પુસ્તક ધારિણી
હંસ વાહનં સંયુક્તાં વિદ્યાદાનં કરી તું મે

જ્ઞાનાનન્દ મયં દેવં નિર્મલ સ્ફટિકા કૃતિમ
આધારં સર્વ વિદ્યાનાં હયગ્રીવમુપાસ્મહે

આ ઉપરાંત નીચેનો મંત્ર બોલતાં તુલસી અને કેસર નિશ્વિત જળથી સરસ્વતી મંત્ર ઉપર અભિષેક કરી તે જળ વિદ્યાર્થીએ તીર્થનાં રૂપમાં ધારણ કરવું. મંત્ર

એક દંત મહાબુદ્ધિ સર્વ સૌભાગ્ય દાયક :

સર્વ વિદ્યા પ્રાપ્તિ કરો દેવા ગૌરીપુત્રો વિનાયક:

(૧૦૮ વખત મંત્ર બોલવો)

આ રીતે અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સરસ્વતી કવચના પાઠ તેમજ પ્રાર્થના અને સ્તુતિ કરવી.
 
શ્રી સરસ્વતી સ્તુતિ

યા કન્દેન્દુ તુષાર હાર ધવલા યા શુભ વસ્ત્રાવૃતા
યા વિણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના


આ રીતે યૌવન અને સંયમ, આશા અને સિદ્ધિ, કલ્પના અને હકીકત, જીવન અને કવન, ભક્તિ અને શક્તિ, સર્જન અને વિસર્જન આ સર્વેનો સમન્વય સાધતો, આપણા જીવનમાં સૌંદર્ય, સંગીત, સ્નેહ, પ્રેમ અને વિદ્યા તથા તેજિસ્વતા પ્રગટાવતો વસંત આપણા જીવનમાં ખીલે અથવા તો આ વસંત ખીલવવા આપણે હંમેશાં પ્રયત્નશીલ રહીએ ત્યારે જ વસંતને આપણે જાણી છે અને માણી છે. અસ્તુ...


વસંત પંચમી: માતા સરસ્વતીને શા માટે ચઢાવાય છે ચોખાનો ભોગ?
વસંત પંચમીના દિવસેને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે.

તેની સાથે જ આ દિવસ અબૂઝ (વણજોયેલુ) મૂરતના નામે પણ ઓળખાય છે. વસંત પંચમીના દિવસે કોઈ નવું કામ પ્રારંભ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ કારણે જ ઋષિઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાની પ્રથા ચાલું કરી હતી. કોઈ પણ કલા અને સંગીતના શિક્ષણની શરૂઆત કરતા પહેલા માતા સરસ્વતીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓ મહેનતની સાથે સરસ્વતીની આરાધના કહે છે તેમને જ્ઞાનની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા પછી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શિક્ષા, ચતુરાઈ ઉપર વિવેકનો અંકુશ લગાવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના ભોગમાં વિશેષ કરીને ચોખાનો ભોગ લગાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, માતા સરસ્વતીને શ્વેત રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે જ ચોખાને હકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચોખાનો ભોગ લગાવવાથી ઘરના બધા જ સભ્યોને માતાના આશીર્વાદની સાથે હકારાત્મક બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

વસંત પંચમી પર માતા સરસ્વતીની આરાધનનાનું વિશેષ મહત્વ કેમ?

મા સરસ્વતી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનારી છે.

- વસંત પંચમીનો દિવસ મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.

વસંત પંચમી આ વખતે (28 જાન્યુઆરી, શનિવારે) વિશેષ રૂપથી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેના પાછળ ઘણી ધાર્મિક કિવદંતીઓ છે જેમાંથી એક આ પ્રકારે છે -

કહેવાય છે કે, બ્રહ્માએ વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાંય માનવીની રચના કર્યા પછી જ્યારે બ્રહ્માએ પોતાના સર્જનને જોયું ત્યારે તેમને લાગ્યું કે કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન-મૌન લાગે છે. વિષ્ણુ ભગવાન પાસેથી અનુમતિ મેળવી તેમને ચતુર્ભુજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા અને બીજો હાથ વર મુદ્રામાં હતો. બીજા બે હાથમાં પુસ્તક અને એક માળા હતી.

બ્રહ્માએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. દેવીએ જેવી વીણા વગાડવાનું શરૂ કર્યું, વીણાના મધુર નાદ(અવાજ)થી સંસારના બધા જ જીવ-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન સડસડાટ આવવા લાગ્યો. ત્યારે બ્રહ્માએ આ દેવીને વાણીની “દેવી સરસ્વતી” એવું નામ આપ્યું.

સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ દેવી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનાર છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેને સંગીતની દેવી પણ કહેવાય છે. વસંત પંચમીના દિવસે તેનો જન્મોત્સવ- પ્રાગટ્ય દિનના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનો વૈભવ અદભુત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીનો જન્મદિવસ માનવામાં આવે છે એટલે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.
 
સરળ સરસ્વતી મંત્રોથી તમારું બાળક ભણવામાં બનશે અવ્વલ

શાસ્ત્રોમાં વિદ્યાને ધન માનવામાં આવે છે કારણ કે વિદ્યા જ માણસને સંસ્કાર, મર્યાદા, ગુણોથી જોડીને તેના ચરિત્ર વ્યવહાર અને કર્મને પણ સાધે છે. જેનાથી માણસ કુશળ અને દક્ષ બનાવીને જીવનને સરળ બનાવી શકાય છે.

દરેક મા-બાપની ઝંખના હોય છે કે તેમના સંતાનો વધારેમાં વધારે વિદ્યા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામી શકે. પરંતુ ઘણીવાર પ્રાકૃતિક દોષના પ્રભાવથી માનસિક નબળાઇને કારણે ભણવામાં મન લાગતું નથી અથવા યાદશક્તિ નબળી હોય છે.

બાળકોમાં રહેલા માનસિક દોષોને દૂર કરવા માટેના ઉપાયોમાં પારિવારિક વાતાવરણમાં સુધાર અને ઉપાયો સિવાય ધાર્મિક દ્રષ્ટિએ માતા સરસ્વતીનું ધ્યાન બહુ જ સરળ અને પ્રભાવી માનવામાં આવે છે.

- આ માટે અમુક નાના- નાના સરસ્વતી મંત્રોનું સ્મરણ બાળકોથી કરાવડાવાનું મહત્વ આપવામાં આવ્યું છે.

હિંદુ પંચાંગ પ્રમાણે મહા સુદ પાંચમની તિથિ એટલે કે વસંત પંચમી (28 જાન્યુઆરી) એ સ્નાન કર્યા બાદ ખાસ કરીને બાળકોના હાથથી માતા સરસ્વતીની મૂર્તિને સફેદ ફૂલ, ચોખા ચઢાવો.

- સફેદ મિઠાઇનો ભોગ લગાડીને ધૂપ,દીવો પ્રગટાવીને પૂજા કરાવડાવો અને આ મંત્ર બોલાવડાવો.

જો બાળકના ના બોલતા હોય કે ચંચળ હોય તો મા-બાપ પોતે સંતાનની પ્રખર બુદ્ધિની કામના સાથે આ મંત્ર બોલવા

ॐ महाविद्यायै नम:

ॐ वाग्देव्यै नम:

ॐ ज्ञानमुद्रायै नम:

- મંત્ર સ્મરણ બાદ દેવીની આરતી કરી હથેળીઓથી દીવાની જ્યોતિ લઇને બાળકના માથા પર સ્પર્શ કરાવડાવો. દેવીને અર્પણ કરી પ્રસાદ બાળકોને ખવડાવો.
 

બોલો મા સરસ્વતીનો આ મંત્ર,મળશે મનગમતી પ્રગતિ અને સફળતા

જીવનમાં કોઇપણ કામ માટે કે શ્રેષ્ઠ લક્ષ્યમાં મળતી સફળતા સકારાત્મક વિચારો અને ઊર્જાની સાથે સારા કામ માટે પણ પ્રેરે છે.
શાસ્ત્રો પ્રમાણે આવા જ સફળ જીવન માટે મુખ્ય અને નિર્ણાયક હોય છે – બુદ્ઘિ અને જ્ઞાન બળ.


સરળ શબ્દોમાં કહીએ તો શિક્ષા અને જાણકારી કે આવી બુદ્ધિ, વિદ્યા અને વિવેક થકી તે દરેક ડગલે સફળતા પામે છે. ધાર્મિક ઉપાયોમાં તેના માટે જ્ઞાનની અધિષ્ઠાત્રી માતા સરસ્વતીનું ધ્યાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

- મા સરસ્વતીની ઉપાસના વાણી, કળા અને વૈભવથી સંપન્ન બનાવે છે.

દેવીની ઉપાસના માટે શુભ દિવસ છે વસંત પંચમી. આ દિવસે સવારે દેવી સરસ્વતીનું વિશેષ મંત્રથી સ્મરણ શિક્ષણ હો કે કાર્યક્ષેત્ર દરેકમાં મનગમતી સફળતા અને પ્રગતિની કામનાને પુરી કરે છે. પૌરાણિક માન્યતામાં આ દેવી મંત્રની સ્તુતિ પતંજલિ મુનિને દેવી ભક્ત કાત્યાયનને શાસ્ત્રાર્થમાં હરાવ્યો અને દુર્ગા સપ્તશતીના ઉત્તર ચરિત્રની મહિમા સ્થાપિત થયી.

- દેવી ઉપાસનાના વિશેષ દિવસે સ્નાન બાદ યથાસંભવ સફેદ વસ્ત્ર પહેરીને દેવી સરસ્વતીની સફેદ પૂજા સામ્રગીઓ જેમાં સફેદ ચંદન, સફેદ ફૂલ અને ફૂલ માળા, ચોખા, સફેદ વસ્ત્ર અને દૂધની મિઠાઇઓનો સમાવેશ હો, તે અર્પણ કરો.

- ધૂપ અને દીવો પ્રગટાવીને સફેદ આસન પર બેસીને દેવીને નીચે લખેલા મંત્રનું ધ્યાન કરો.

नमो देव्यै महामूर्त्र्यै सर्वमूर्त्र्यै नमो नम:।

शिवायै सर्वमाङ्गल्यै विष्णुमाये च ते नम:।।

त्वमेव श्रद्धा बुद्धिस्त्वं मेधा विद्या शिवंकरी।

शान्तिर्वाणी त्वेमवासि नारायणि नमो नम:।।

- પૂજા અને મંત્ર સ્મરણ બાદ દેવી સરસ્વતીની ધૂપ,દીવાથી આરતી કરો. સુખ- સફળતા અને પ્રગતિની કામના સાથે દેવીના ચરણોમાં વંદન કરો.


Wednesday, 25 January 2012

Happy Republic Day - 2012


Let us Remember the Golden Heritage of
Our Country and Feel Proud to be a Part of India.
Happy Republic Day



























ए मेरे वतन के लोगो ....

आओ ख़ुद को देश से जोड़े
देश नही तो हम क्या हैं ?
राष्ट्र प्रेम में जो न समर्पित
फ़िर हम भारतवासी क्या हैं ?
दुःख दरिद्र मिटाए इससे
आतंक के साये का नाश करे,
भ्रष्ट , तंत्र के रखवालों से
अब सत्ता को आजाद करे |
जन जन से ही मिलकर बनता
प्रजातंत्र का ये नारा है ,
तो फ़िर हमने ही क्यों इसको
भूल, देश को दुत्कारा है ?
नए जोश से ओत-प्रोत हो
छब्बीस जनवरी खूब मनाई,
अब खेनी है देश की नौका
जाग युवा, अब बारी आई |
अब पुनः विचार जरूरी है
कुछ नव निर्माण जरूरी है,
जन मानस को आज जगा कर
फूंकना प्राण जरूरी है |
उठो!आज फ़िर इस अवसर पर
पुनः एक संकल्प करें ,
जब तक देश खुशहाल न होवे
तब तक ना विश्राम करें |
गणतंत्र दिवस की हार्दिक शुभकामनायें...