Saturday, 12 May 2012

શ્રીમંત મહારાજા રણજિતસિંહ ગાયક્વાડ ની જય... મહારાજા અમર રહો...

શ્રીમંત રણજિતસિંહ ગાયક્વાડને "વડોદરા વાસીઓ" અને "આમ્હી બરોડેકર" તરફ થી શ્રદ્ધાંજલી તસવીરો
આંખમાં અશ્રુ અને હાથમાં પુષ્પો સાથે સ્વ.શ્રીમંત રણજિતસિંહ ગાયક્વાડને વડોદરા વાસીએ વિદાય આપી

શુક્રવારે સવારે ૧૧ કલાકે રાજવી પરિવારના સ્મશાનગહ કીર્તિ મંદિર ખાતે સ્વ.મહારાજાના અંતિમ સંસ્કાર થયા રાજમહેલના મુખ્ય દ્વાર ખાતેથી નીકળી નવલખી મેદાન, મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ, કોઠી ચાર રસ્તા, આરાધના ટોકીઝ થઇ કીર્તિ મંદિર પહોંચી....

સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડને શ્રદ્ધાંજલિ

રણજિતસિંહની આખરી વિદાયે આંખો ભીંજવી દીધી

એક એવો પરિવાર જેણે રૈયતની અખૂટ ચાહના મેળવી છે. એ પરિવારના મોભી મહારાજા રણજિતસિંહજીએ ચિરવિદાય લીધી એ સાથે જ લક્ષ્મીવિલાસ પેલેસના સૌથી ઊંચા મિનારાની ટોચથી માંડી જુના વડોદરા રાજ્યના એકે એક પ્રાંત-કસ્બામાં ગમગીનીનાં ઘટાટોપ વાદળો છવાઈ ગયા. પ્રજાપ્રિય પરિવાર ગાયકવાડ કુટુંબ પર આવી પડેલા આ દુ:ખદ પ્રસંગે એમની પડખે ઊભી રહી આખી રૈયત. સ્વ.ના મહાપ્રયાણની ઘડીઓ ર્દશ્યરૂપી શૃંખલામાં અત્રે પ્રસ્તુત છે.

મહારાજા રણજિતસિંહજી જીવશે આપણા હ્રદયમાં - આપણાં મનમાં-આપણી સ્મૃતિમાં- આજીવન. ઇશ્વર એમના આત્માને સદગતી અને મોક્ષ આપે તેવી અભ્યર્થના....અને શ્રદ્ધાંજલી

ઇશ્વર એમના આત્માને ચિરશાંતિ બને તેવી હ્રદયપૂર્વકની પ્રાર્થના અને શ્રદ્ધાંજલી............



 
'આ મારું છેલ્લું કીર્તન છે, મહારાજાની વાત સાચી ઠરી'

સ્વ.મહારાજા રણજિતસિંહ શીયાબાગ બંગલોમાં રહેતા નિવૃત્ત આઇએએસ બી.આર.માને પાટિલને ત્યાં ગણેશોત્સવ દરમિયાન એક દિવસ કીર્તન કરવા આવતા હતા. મહારાજાએ અંતિમ શ્વાસ સુધી ગણેશોત્સવમાં કીર્તન કરવાનું વચન આપ્યું હતું. ગત વર્ષે પણ તેઓએ પરંપરા જાળવી રાખી હતી પરંતુ કીર્તન બાદ ઉભા થવામાં તકલીફ થતાં તેઓ બોલી ઉઠ્યા હતા કદાચ આ મારું છેલ્લું કીર્તન હશે. મહારાજાની આ વાત આજે સાચી પડી હતી. ધમેન્દ્રસિંહ દત્તારાવ ફણસે, માજી જાગીરદાર- આકુંદ, ધનસુરા, સાબરકાંઠા

...તો મહારાજા અભિનય પણ કરત!

શહેરના ડૉ.દામોદર વી. નૈનેએ જણાવ્યું કે, બે વર્ષ અગાઉ બાલગંધર્વ નામની એક ફિલ્મમાં યુવાન સયાજીરાવની ભૂમિકા ભજવવાની હતી. છેવટે ડાયરેકટરે બીજા કોઈ ચહેરા વડે કામ ચલાવી લીધું હતું.નહીંતર બાલગંધર્વ ફિલ્મમાં મહારાજનો અભિનય જોવાની તક મળી હોત. 

 સ્વ.મહારાજાને વિવિધ અગ્રણીઓની ભાવાંજલિ

સમગ્ર ભારતમાં વડોદરાની લોકપ્રિયતા માટે ગાયકવાડ પરિવારનો સિંહફાળો રહ્યો છે. મહારાજા રણજિતસિંહ ધર્મ, સંસ્કૃતિ, સંગીત, ચિત્રકલાને પ્રોત્સાહન આપતા હતા. તેમના વગર હવે આવા કાર્યક્રમો અધૂરા લાગશે. પૂ.વાગીશકુમારજી , વૈષ્ણવાચાર્ય

તેઓ ખૂબ મોભાદાર રાજવી હોવા છતાં નાના-મોટાં વચ્ચે ભેદભાવ રાખ્યા વિના સૌને સમાન ગણતા હતા. વડોદરા અને કલાજગતે એક ઉમદા ઇન્સાનની સાથે કલાકાર ગુમાવ્યો છે. પરિમલ નથવાણી, રિલાયન્સ ગૃપ પ્રેસિડેન્ટ તથા સાંસદ

‘‘ શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડ એ ઉમદા હ્રદયનુ વ્યક્તિતત્વ હતુ. સાદા અને સરળ સ્વભાવના સ્વ.રણજીતસિંહ ગાયકવાડને શહેરની પ્રગતિ માટે લાગણી હતી. સ્વ.રણજીતસિંહજી એક કલાકાર હતા અને સાદગીનુ પ્રતિક હતુ. ચિરાયુ અમીન, સીએમડી, એલેમ્બિક કંપની, પ્રેસિડન્ટ બીસીએ

વડોદરાએ કલાકાર રાજા ગુમાવ્યો છે. કલાક્ષેત્રે દેશમાં તેમની ખોટ હંમેશા વર્તાશે. સજજન, સરળ વ્યક્તિત્વ ધરાવતા સ્વ.રણજિતસિંહ મુઠી ઉંચેરા માનવી હતા. પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડે મલેશિયાથી

સંસ્કારી નગરીએ બહુમખી પ્રતિભા ધરાવતા રાજવીની સાથે શિલ્પકાર, ચિત્રકાર, સંગીતકાર, ક્રિકેટર, સફળ રાજકારણી અને પ્રજા વત્સલ નેતા ગુમાવ્યો છે. ચિન્નમ ગાંધી, વપિક્ષી નેતા

રાજવી હોવા છતાં તેઓ સાદગીને વરેલી વ્યક્તિ તરીકે પ્રજામાં હંમેશા યાદ રહેશે. તેમની ચિરવિદાયથી વડોદરાને બહુમખી પ્રતિભા ધરાવતા રાજવીને ગુમાવ્યાનું દુ:ખ રહેશે. શૈલેષ મહેતા(સોટ્ટા), પૂર્વ ડેપ્યુટી મેયર-કોર્પોરેટર

વડોદરાએ વિનમ્ર સ્વભાવના રાજવી ગુમાવ્યા છે. તેઓ હંમેશા શહેરના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સતત ચિંતિત રહેતા હતા. તેમના અવસાનથી શહેરે મહાન રાજવી અને મોભી ગુમાવ્યા છે. ચિરાગ ઝવેરી, કોર્પોરેટર

મહારાજાના નિધનથી શહેરને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શાંતિના ચાહક, કોમી એકતાના હિમાયતી હતા.તેમનો પ્રજાપ્રેમ કાયમી સંભારણું બની રહેશે. ગનીભાઇ કુરેશી, ભાજપ લઘુમતિ મોરચાના પૂર્વ પ્રમુખ

તેઓ કલાપ્રેમી અને સાહિત્યમર્મી હતા. સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડે પ્રેમાનંદ સાહિત્ય સભાના અનેક કાર્યક્રમોમાં હાજર રહી સાહિત્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રાજવી તરીકેની ફરજ અદા કરી હતી. ચંદ્રકાંત રાવ ,પ્રેમાનંદ સાહિત્ય સભા

મહારાજા ૧૫ વર્ષ સુધી વાંચનાલયના પ્રમુખ રહ્યા હતા. સયાજીરાવ દ્વારા સ્થપાયેલ આ વાંચનાલય પ્રત્યે રણજિતસિંહ મહારાજાને અનોખી લાગણી અને પ્રેમ હતો. પ્રસાદ વિપ્રદાસ, શ્રી જયસિંહરાવ પબ્લિક લાયબ્રેરીના મંત્રી

અમારી કૃષ્ણ-સુદામાની જોડી તૂટીગઇ

મહારાજા સાથેના કેટલાય પ્રસંગો છે જે હું કદાપિ ભૂલી શકું નહિ ૧૯પ૪ થી પ૮ દરમિયાન ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અમે બંનેએ સાથે અભ્યાસ કર્યો છે. તેમના જેવો દિલેર મિત્ર ક્યાંય ન મળે અમારી કૃષ્ણ-સુદામાની જોડી તૂટી ગઇ . ગોવિંદરાવ નિમ્બાલકર, મહારાજાના મિત્ર

મારો પ્રસંગ ને મારી જ ગેરહાજરી!, મહારાજાની અલભ્ય તસવીરો
રજવાડી ઠાઠમાં બાળ રણજિતસિંહ
માતા તથા અન્ય તમામ ભાઈ-બહેનો સાથે બાળ રણજિતસિંહ
માતા-પિતા મહારાજા પ્રતાપસિંહ રાવ તથા મહારાણી શાંતાદેવી સાથે રાજકુંવર રણજિતસિંહજી અને અસૌ શુભાંગિની રાજે ગાયકવાડ
વિખ્યાત ગઝલ ગાયક મહેંદી હસન સાથે કલાકાર રણજિતસિંહજી
જીવલેણ રાજરોગ થયાની જાણ થયા બાદ લેવાયેલી રણજિતસિંહજીની પ્રથમ તસવીર
શ્રીમંત મહારાજા રણજિતસિંહજી ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મારા અંતિમ દર્શન



























"મહારાજા રણજિતસિંહજી જીવશે આપણા હ્રદયમાં - આપણાં મનમાં-આપણી સ્મૃતિમાં- આજીવન. ઇશ્વર એમના આત્માને સદગતી અને મોક્ષ આપે તેવી અભ્યર્થના....અને શ્રદ્ધાંજલી "

હિબકે ચઢ્યું વડોદરા, 'મહારાજા'ને અંજલિ અર્પવા જામી લોકોની કતારો
વડોદરાના પુર્વ સાંસદ અને પૂર્વ રાજવી શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું બુધવારે મોડી રાતે કીડનીની બિમારીના કારણોસર અવસાન થયું હતું. તેમના અવસાનથી પૂર્વ રાજવી પરિવાર, શહેરના અગ્રણી નાગરિકો તથા રાજકીય પક્ષોમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

આજે સવારે ૧૦ વાગ્યાથી તેમના પાર્થિવ દેહને લોક દર્શનાર્થે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં મૂકવામાં આવતાં વડોદરા શહેર-જિલ્લામાંથી હજારો લોકો સ્વ. પૂર્વ મહારાજાના નશ્વરદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા.

પૂર્વ મહારાજા રણજિતસિંહના નિધનના પગલે રાજમહેલના પ્રવેશ દ્વાર પર ફરકાવાતો કેસરી ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો.




સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતી ટાણે રણજિતસિંહની વિદાય વસમી લાગે તેવી બાબત છે તેમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.   સમગ્ર દેશમાં રાજા રજવાડાંઓના ઈતિહાસમાં ગાયકવાડ પરિવારનું નામ સુધારાવાદી, પ્રજાવત્સલ રાજવી તરીકે રહ્યું છે અને પરિવારના સૌએ હંમેશાં એ સંસ્કાર વારસાને જાળવ્યો છે.  રણજિતસિંહજી ગાયકવાડની સાથે જેમનો જેમનો નિકટ પરિચય આવ્યો છે અને સાદગી તેમની પ્રકૃતિમાં હતી. ૬૦-૬૫ વર્ષની ઉંમરે પણ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં વિદ્યાર્થીની જેમ શીખવું એ  કલા પ્રેમ જ હતો. હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છે, તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.








મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા જઇ રણજિતસિંહને અર્પી પુષ્પાંજલિ


મહારાજાને અંજલિ આપવા આવેલા વિધાનસભાના વિપક્ષનેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રણજિતસિંહજીના અવસાનથી મૂઠી ઊંચેરા માનવી આપણા સૌની વચ્ચેથી ગયા છે. કોંગ્રેસ પક્ષના સંસદ સભ્ય તરીકે તેમણે વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગાંધી- નહેરુ પરિવાર સાથેના તેમના આત્મીય સંબંધોના અનેક દાખલાઓ  છે. સ્વ. રાજિવ ગાંધી સાથે પણ તેમણે કામ કર્યું છે. મને પણ તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. લોકશાહી વ્યવસ્થાની સ્થાપના પછી એક સામાન્ય ભારતીય નાગરિક તરીકે એક રાજાએ કેમ જીવવું જોઇએ તેનો આદર્શ પુરાવો જો કોઇએ જોવો હોય તો તે રણજિતસિંહ ગાયકવાડ છે. સોનિયાજી, અહેમદજી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યો છે.















લક્ષ્મી વિલાસ પેલેસમાંથી સવારે ૧૦.૧૫ કલાકે સ્વ.મહારાજાની અંતિમ યાત્રાની શરૂઆત થઇ હતી.


























 સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડના નશ્વર દેહ સાથેની પાલખી પેલેસના આંગણેથી ઉઠતાં જ રાજવી પરિવારની મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી. મહારાણી શુભાંગિનીદેવી, યુવરાણી રાધિકારાજે, મહારાજાની પુત્રીઓ અને બહેનોએ અશ્રુભીની આંખે પરિવારના મોભીને વિદાય આપી હતી.












































રાજવી પરિવારના સિકયુરિટી ગાર્ડના જવાનોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરી સ્વ.મહારાજાને સલામી આપી હતી.


લક્ષ્મીવિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધીના માર્ગ ઉપર નીકળેલી સ્વ.મહારાજા અંતિમયાત્રા દરમિયાન માર્ગમાં ઠેરઠેર વિવિધ સમુદાયો દ્વારા મહારાજાને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. 











અંતિમ યાત્રા પેલેસમાંથી બહાર નીકળી મુખ્ય માર્ગ ઉપર આગળ વધી નવલખી મેદાન નજીક આવતાં મધ્ય ગુજરાત વીજ કંપનીના સિકયુરિટી જવાનોએ મહારાજાને સલામી આપી હતી. 
બદામડી બાગ ખાતે સમસ્ત કહાર સમાજના ઉપક્રમે અંતિમયાત્રાને થોભાવી સ્વ.મહારાજાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઇ હતી. 




જ્યારે શાંતાદેવી નર્સિંગ હોમ ખાતે બઝમે રિફાઇ જાનીબ સે(ખાનકાહે રિફાઇયા) તરફથી અને વડોદરા સેવાસદન તરફથી મહારાજાને અંજલિ આપવામાં આવી હતી.





























સ્વ.મહારાજા રણજિતસિંહની અંતિમ સંસ્કાર વિધિમાં લઘુબંધુ સંગ્રામસિંહ તમામ મતભેદ ભૂલીને પરિવાર સહિત આવી પહોંચતાં અટકળોનો અંત આવ્યો હતો. સંગ્રામસિંહ ૯.૪૫ કલાકે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આવી પહોંચ્યા બાદ  મહારાજાની અંતિમ યાત્રા તેમજ કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.
 ગાયકવાડ પરિવારમાં ચાલતા મતભેદને કારણે રણજિતસિંહ અને સંગ્રામસિંહ વચ્ચેના અબોલાથી સૌ વાકેફ છે. આજે સ્વ.રણજિતસિંહના અંતિમ સંસ્કારમાં સંગ્રામસિંહ પરિવાર સહિત આવી પહોંચ્યા હતા. આ વિધિમાં સંગ્રામસિંહના પુત્ર પ્રતાપસિંહને સામેલ કરી તેમના હસ્તે અગ્નિદાહ અપાયો હતો. આજની આ ઘટના બંને પરિવારોને નિકટ લાવવામાં મહત્વની કડી બનશે તેમ ચર્ચાઇ રહ્યું છે.










 





















 
સ્વ.રણજિતસિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

લક્ષ્મી વિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધીના અંતિમ યાત્રાના માર્ગ ઉપર હજારો લોકોએ પુષ્પવૃષ્ટિ કરી અશ્રુભીની આંખે વિદાય આપી

કીર્તિ મંદિર ખાતે વેદોકત મંત્રોચ્ચાર સાથે અંતિમ સંસ્કાર યોજાયા

કિડનીની બીમારી સામે ઝઝૂમી બુધવારની મોડીરાતે આ ફાની દુનિયાને છોડી જનારા વડોદરાના રાજવી સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડનો પાર્થિવ દેહ આજે બપોરે કીર્તિ મંદિર સ્થિત રાજવી પરિવારના સ્મશાનગૃહ ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. કીર્તિ મંદિર ખાતે ઋગ્વેદ પદ્ધતિ મુજબ વેદોકત મંત્રોચ્ચાર સાથે યોજાયેલી અંતિમ વિધિ બાદ બપોરે૧૨.૩૯ કલાકે યુવરાજ સમરજિતસિંહે પિતાજીના નશ્વરદેહનો અગ્નિ સંસ્કાર કરતાં હજારો લોકોએ મહારાજા અમર રહોનો જયઘોષ કરી વાતાવરણ ગજવી દીધું હતું.

લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં સવારે ૭ થી ૯ સુધી નાગરિકો અને આગેવાનો તરફથી સ્વ.મહારાજાને શ્રદ્ધા સુમન અર્પણ કરાયાં હતાં. બાદમાં ગાયકવાડી રીતરિવાજ મુજબ અંતિમ વિધિ કરી સ્વ.મહારાજાના નશ્વર દેહને પુષ્પોથી સજાવેલી પાલખીમાં સુવડાવાયો હતો. આ પાલખી શણગારેલા ખુલ્લા ટેમ્પામાં મૂકીને ૧૦.૧૫ કલાકે ગાયકવાડી બેન્ડ અને પશ્ચિમ રેલવે પોલીસ બેન્ડ દ્વારા રેલાવાતી ભક્તિ સંગીતની ધૂન સાથે અંતિમ યાત્રાનો પ્રારંભ થતાં પેલેસ કંપાઉન્ડ મહારાજા રણજિતસિંહની જય... મહારાજા અમર રહો...ના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું.

સ્વ.મહારાજાની અંતિમ યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય દ્વારથી મુખ્ય રસ્તા પર આવતાં બહાર પ્રતીક્ષા કરી રહેલા હજારો લોકોએ સ્વ.મહારાજાની પાલખીના દર્શન કરી અંજલિ આપી હતી. જેમજેમ અંતિમ યાત્રા તેના નિધૉરિત માર્ગે આગળ વધતી જતી હતી તેમતેમ માર્ગની બંને બાજુએ ઉભેલા હજારો લોકોએ સ્વ.મહારાજાની પાલખી ઉપર પુષ્પવૃષ્ટિ કરી અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

અંતિમ યાત્રાના માર્ગ ઉપર સેવાસદન દ્વારા પાંચ સ્થળોએ બનાવાયેલા સ્ટેજ પરથી સ્થાનિક વિસ્તારના આગેવાનો અને નાગરિકોએ સ્વ.મહારાજાને અંજલિ અપીg હતી. અંતિમ યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસથી કલાભવન, નવલખી, શાંતાદેવી નર્સિંગ હોમ, કોઠી ચાર રસ્તા, સયાજી હોસ્પિટલ, આરાધના ટોકઝિ થઇ ૧૧.૩૦ કલાકે કીર્તિ મંદિર ખાતેના સ્મશાનગૃહમાં પહોંચી હતી. જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિમાં અંતિમ ક્રિયા યોજાઇ હતી.

રાજવી પરિવારના રાજગુરુ પૂ.ધ્રુવદત્ત વ્યાસ દ્વારા યુવરાજ સમરજિતસિંહ પાસે એક કલાક સુધી ઋગ્વેદ પદ્ધતિ મુજબ સ્વ.મહારાજાની અંતિમ સંસ્કાર વિધિ કરાવાયા બાદ બરાબર ૧૨.૩૯ કલાકે યુવરાજે ચંદન કાષ્ઠ ઉપર મૂકાયેલા સ્વ.મહારાજાના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરતાં ઉપસ્થિત હજારો લોકોએ મહારાજાનો જયજયકાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. યુવરાજ દ્વારા અગ્નિ સંસ્કાર કરાયા બાદ તરત જ સ્વ.મહારાજાના લઘુબંધુ સંગ્રામસિંહના પુત્ર પ્રતાપસિંહ પાસે પણ રાજગુરુએ અગ્નિ સંસ્કાર વિધિ કરાવી હતી. આ વિધિ સંપન્ન થતાં સ્વ.મહારાજાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કાર પૂર્વે સંગ્રામસિંહ ગાયકવાડ સહિત જુદાજુદા શહેરો-નગરોમાંથી આવેલા રાજવીઓએ સ્વ.મહારાજાનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતાં.

૧૦.૧૫ - કલાકે રાજમહેલમાંથી અંતિમ યાત્રા શરૂ

૧૧.૩૦ - કલાકે કીર્તિ મંદિરે અંતિમ યાત્રા પહોંચી

૧૨.૩૯ - કલાકે મહારાજાને અગ્નિ દાહ અપાયો

૫૦,૦૦૦- થી વધુ લોકોએ અંતિમ દર્શન કર્યા

૨.૫- કિ.મીના અંતિમયાત્રાના માર્ગ પર ગમગીન નગરજનો હાજર

૨૦- થી વધુ રજવાડાંના પ્રિન્સ, રાજવી, ભાયાત અને જાગીરદારો ઉપસ્થિત
 
 
શ્રીમંત મહારાજા રણજિતસિંહ ગાયક્વાડ ની જય... મહારાજા અમર રહો...


શ્રીમંત મહારાજા રણજિતસિંહ ગાયક્વાડ ની જય... મહારાજા અમર રહો...

Tuesday, 8 May 2012

પૂજામાં ધોતી શા માટે પહેરવામાં આવે છે

પૂજામાં ધોતી શા માટે પહેરવામાં આવે છે, જાણો

હિન્દૂ ધર્મમાં કોઈ પણ પ્રકારની પૂજા-અર્ચનાના સમયે શ્રદ્ધાળુંઓને ધોતી પહેરવાનું અનિવાર્ય કરવામાં આવે છે. આમ તો આજકાલ ધોતી પહેરવાનું ચલણ ખૂબ ઓછું થઈ ગયું છે અને આ બ્રાહ્મણો સુધી રહી ગઈ છે.

આધુનિક ફેશનના આ જમાનામાં પૂજામાં પણ ખૂબ ઓછા લોકો ધોતી પહેરે છે. પ્રાચીન સમયમાં ધોતી પહેર્યા વગર પૂજા વગેરે કર્મકાંડ પૂર્ણ માનવામાં ન આવતા. આ કારણે ધોતીને પવિત્ર માનવામાં આવે છે. ધોતી પહેરવાની અનિવાર્યતા પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

- પૂજા-અર્ચના જેવા કાર્યોમાં ઘણી વાર સુધી એક વિશેષ અવસ્થામાં શ્રદ્ધાળુંને બેઠી રહેવું પડે છે, તે દશામાં ધોતીથી સારું કોઈ પરિધાન ન હોઈ શકે. આજકાલ લોકોને જીંન્સ, પેન્ટ વગેરે પહેરીને જ પૂજા કરે છે જેથી બેઠવા-ઉઠવામાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

- શરીરના રોમ છીદ્રો આપણને શુદ્ધ પ્રાણવાયુ આપે છે. તંગ કપડા ન માત્ર તેમાં પરેશાની થાય છે પણ રક્ત પ્રવાહ પર પણ ખરાબ રીતે અસર પહુંચાડે છે.

- આ માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ધોતી લાભદાયક છે. ધોતી બારીક સૂતરના કાપડમાંથી બનેલી હોય છે જે હવાદાર અને સુવિધાજનક રહે છે.

- સિવડાવેલા કપડા આપણે રોજ બરોજની જિંદગીમાં પહેરતા હોય છે માટે તે દૂષિત ગણવામાં આવે છે અને ધોતી એ માટે રખાય છે કે તે ખાસ પૂજા માટે રાખવાથી તેની પવિત્રતા જળવાઈ રહે છે.

  - વળી, ધોતી છે એ સૂતરમાંથી જ બનેલી મોટાભાગે પહેરવી વધારે સારી ચે કારણ કે તે રૂ જેવા કુદરતી વસ્તુમાંથી બનાવવામાં આવે છે માટે પહેરાય છે.

   - પૂજા-પાઠ, કર્મકાંડ આ બાબતો જેટલી દૈહિક છે તેનાથી વધારે મનોભાવાત્મક છે અને આ કારણે તેના એક પ્રકારના પવિત્ર વાઈબ્રેટિંગ વેવ્સ ઉભા કરવા માટે આવા રિવાજો અસ્તીત્વમાં રખાયા છે.
  
- તમે ધોતી પહેરો છો ત્યારે તમારું મન પ્રાર્થના માટે પ્રેરણા પામે છે અને તેથી વધુ ધ્યાન આપી શકાય છે.

મંત્ર જપ

મંત્રોથી મેળવવી છે દરેક સફળતા તો આ 5 વાત ખાસ યાદ રાખો
 ધાર્મિક ઉપાયોમાં કામનાઓ પૂરી કરવા, કષ્ટોથી રક્ષા, ગંભીર રોગોથી છુટકારો મેળવવા કે આધ્યાત્મિક સુખ મેળવવા જેથી જીવનથી જોડાયેલ અનેક લક્ષ્યોને પામવા માટે મંત્ર જપનું મહત્વ જણાવવામાં આવેલ છે.

ખરેખર, મંત્રોનું અલગ-અલગ રૂપ દેવીય શક્તિનો સ્ત્રોત હોય છે. જનું ઉચ્ચારણ તથા સ્મરણ દૈવી શક્તિઓને જાગૃત કરે છે. જેનો પ્રભાવ તથા લાભ જપ કરનાર વ્યક્તિને જરૂર મળે છે. પણ એ ત્યારે શક્ય છે, જ્યારે મંત્ર જપ દરમ્યાન શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ આચરણ કરવામાં આવે.

શાસ્ત્રોમાં મંત્ર જપ દરમ્યાન આ પાંચ વાતનું પાલન જરૂરી જણાવાવવા માં આવેલ છે. જેના વગર મંત્ર જપ બે અસર થાય છે –

- બ્રહ્મચર્યને પાલન એટલે કે લગ્ન કરેલા હોય કે અવિવાહિત શારીરિક, માનસિક તથા વૈચારિક સંયમ અને પવિત્રતા જરૂર રાખો.

- મંત્ર જપની અવધિમાં ઉપવાસ, વ્રત રાખો કે દૂધ અને વગર નમકનો આહાર લો.

- જમીન, ઓટલો કે લાકડાથી બનેલ પથારીમાં સુવો.

- સંકલ્પો દ્વારા નિયત સંખ્યા કે અવધીમાં હજામત એટલેકે શેવિંગ ટાળો. જો વિવશતા હોય તો કપડા ધોવા તથા શેવિંગ જેવા કાર્યો સ્વયંમ કરો.

- ચામડાના પગરખા પહેરાવાથી બચો.

ગાયનો ભાગ

ભોજન પહેલા શા માટે હતી ગાયનો ભાગ રાખવાની પરંપરા?

સનાતન ધર્મ પરંપરાઓ સંસ્કાર, મર્યાદાઓ, ભાવનાઓ અને જીવન મૂલ્યોથી ઓત પ્રોત છે. ગાયને ગ્રાસ એટલે કે ભોજન પહેલા ગાયના હિસ્સાનું તેને ખવડાવવાની એક પરંપરા હતી, તે શા માટે?

- આ ધાર્મિક પરંપરા નથી પણ તેનાથી વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે જીવનથી જોડાયેલ એક મહત્વનું કાર્ય હતું.

- સનાતન ધર્મમાં ગાય પવિત્ર અને પૂજનીય પ્રાણી છે. તેની પાછળ સમુદ્ર મંથનથી કામધેનુ નીકળી કે પછી ગાયમાં કરોડો દેવી-દેવતાઓનો વાસ છે તેવી ધાર્મિક માન્યતાઓ પણ પ્રમુખ છએ। ત્યાં, વ્યાવહારિક રૂપે જોવા જઈએ તો ગાયના દૂધથી લઈને મૂત્ર સુધી શરીરને નિરોગી રાખનાર હોય છે.

- આ રીતે જોવા જઈએ તો પવિત્રતા એ ગાયની સૌથી શ્રેષ્ઠ બાબત છે. ગો ગ્રાસ પણ ગાયની જેમ કર્મ, સ્વભાવ, ચરિત્ર અને આચરણની પવિત્રતાનો મહત્વનો સંદેશ આપે છે. કારણ કે આવું થવાથી જ કોઈ વ્યક્તિના પરિવાર કે સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા વધારે છે.

- એટલું જ નહીં, ગાય સ્વાભાવથી અહિંસક પ્રાણી છે, જે શીખવાડે છે કે સ્વાભાવથી શ્રેષ્ઠ કઈ રીતે બનાય.

- આ રીતે ગો ગ્રાસ પરંપરાથી ચરિત્ર અને સ્વભાવની પાવનતાને સૂત્ર અપનાવો. જેથી મળેલા યશસ્વી અને સફલ જીવન આપની સાથે પૂર્વજોને પણ માન-સન્માન આપશે. જેટલું ગાયનો દરેક અંગે પવિત્ર અને માન સન્માન મળે છે.

- તે રીતે ગાયને ગૌ ગ્રાસ આપવાથી માન સન્માન પ્રાપ્ત થાય છે. 

Thursday, 19 April 2012

સાંઈ મંત્ર

આ મંત્ર બોલી મેળવો સાંઈનો દુલાર, ઝટમાં થશે તકલીફો દૂર


ગુરુવારે આ મંત્રોથી સાંઈ પૂજા કરો, તો પરિવાર, કારોબાર કે નબળાઈ સાથે જોડાયેલી બધી તકલીફો થશે દૂર

જીવનમાં ઘણુ બધુ મેળવવા માટે પહેલા છોડવાની ભાવનાનું મહત્વ આપવું સાંઈ બાબાના ચરિત્ર તરફથી મળે છે. વાસ્તવમાં, ત્યાગનું સૂત્ર ધર્મ અને ઈન્સાનિયતની દ્રષ્ટિએ સુખ, પ્રતિષ્ઠા, યશ અને સફળતા પ્રાપ્ત કરવા માટે બધા કલેશ દૂર કરવામાં શ્રેષ્ઠ અને બેજોડ સાબિત થાય છે.

ભેગુ કરવાને બદલે વહેંચવાનો ભાવ સ્વાર્થને દૂર રાખી ભલાઈ માટે પ્રેરિત કરે છે. પરોપકાર જ વ્યક્તિ, પરિવાર કે સમાજ માટે સુખ-શાંતુનું કારણ બને છે.

આ સંદેશને મગજમાં ઉતારવા માટે જગતગુરુ સાંઈબાબાના કેટલાક વિશેષ મંત્ર સ્મરણ કરવામાં આવે તો આસ્થા છે કે તેનાથી સાંઈબાબાની ખૂબ પ્રસન્નતા અને દુલાર અર્થાત્ કૃપા પ્રાપ્ત થાય છે, જે જીવન સાથે જોડાયેલી દરેક તકલીફોને દૂર કરનારી માનવામાં આવે છે. જાણો, આ સાંઈ મંત્ર...

-સ્નાન કર્યા પછી ઘર કે મંદિરમાં સાઁઈબાબાની યથા સંભવ પીળી પૂજા સામગ્રીઓથી પૂજા કર્યા પછી ઘીના દીવાથી આરતી કરી બુંદી કે ગળ્યા પકવાનોનો પ્રસાદ અર્પિત કરો. પછી આસાન ઉપર બેસી પવિત્ર ભાવોથી નીચે લખલે સાંઈ મંત્ર બોલો અને આરતી કરો...

- ॐ श्री साईं ज्ञानवैराग्यपदाय नमः

(જ્ઞાન અને વૈરાગ્ય આપવાનારા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं धनमांगल्यप्रदाय नमः

(દોલત અને મંગળદાતા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं आरोग्यक्षेमदाय नमः

(નિરોગી અને સુખી રાખનાર શ્રીસાંઈ બાબાને નમન)

- ॐ श्री साईं प्रेममूर्तये नमः

(પ્રેમ, દયા અને કરુણાની મૂર્તિ શ્રી સાંઈબાબને નમન)

- ॐ श्री साईं असहायसहायाय नमः

(બેસાહારાઓના મદદગાર શ્રીસાંઈબબાને નમન)


Tuesday, 17 April 2012

શનિશ્ચરી અમાસ

શનિશ્ચરી અમાસઃ આ મંત્રથી મેળવો સમસ્યાઓથી મુક્તિ


 લક્ષ્યોને પ્રાપ્ત કરવાના સંકલ્પમાં તન, મન કે ધન સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓથી પરેશાન થવું પડે છે. જેનાથી અનેક મોકે મનોબળ નબળુ પણ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ આવી કઠોર પરિસ્થિતિમાં લક્ષ્ય તરફ આગળ વધવા અને ઈચ્છાશક્તિને મજબૂત રાખવા માટે રુદ્રાવતાર શ્રીહનુમાનનું સ્મરણ શક્તિ, સંયમ અને ઊર્જા આપનારું માનવામાં આવ્યું છે.

શ્રીહનુમાન ચરિત્ર પાક્કા હોસલા અને સંકલ્પ શક્તિની તાકાતથી સફળતાની પ્રેરણા આપે છે. એટલા માટે શનિવારે શનિદોષ કે મંગળવારે મંગળદોષથી આવતી બધી મુશ્કેલીઓ મુક્તિ મેળવવા માટે કોઈપણ પ્રકારે શ્રીહનુમાનનું સ્મરણ સફળ જીવનની ઈચ્છા રાખનારા દરેક માણસ માટે ખૂબ જ શુભ છે. શાસ્ત્રોમાં પણ સ્વયં શનિદેવે વાણી કરી હતી કે શ્રીહનુમાનની ઉપાસના કરનાર વ્યક્તિને શનિપીડા ક્યારેય નહીં સતાવે.

આ કારણ છે કે 21મી એપ્રિલે શનિવારની સાથે જ બનેલ અમાસનો યોગ અર્થાત્ શનિશ્વરી અમાસ ઉપર અહીં બતાવેલ શ્રીહનુમાન ઉપાસનાના નાના પરંતુ અસરદાર મંત્રનો જાપ આપણી દરેક મુશ્કેલીઓમાં માનસિક એકાગ્રતા, ઊર્જા અને હૌસલા વધારનારો છે.

-સવારે વહેલા ઊઠી યથાસંભવ લાલ કે સિંદૂરી વસ્ત્ર પહેરી શ્રીહનુમાનની મૂર્તિની સિંદૂર, કંકુ, અક્ષત, ફૂલ, નારિયળ ચઢાવી પૂજા કરો. શ્રીહનુમાનને ગોળ, ચણા કે ઘઉંના લોટ અને ઘીથી બનેલ ચૂરમા કે લાલ દાડમનો ભોગ લાગાવો.

-પૂજા પછી લાલ આસન ઉપર દક્ષિણ દિશામાં મુખ કરી રુદ્રાક્ષની જાપમાળાથી શ્રીહનુમાન મંત્રનો યથાશક્તિ જાપ કરો.

ॐ नमो भगवते आन्जनेयाय महाबलाय स्वाहा।।

-મંત્ર જાપ પછી શ્રીહનુમાનની ધૂપ, ઘીના દીવા અને કર્પૂરથી આરતી કરો.

-પૂજા અને મંત્ર જાપમાં થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થના અને સફલ જીવનની કામના કરો.


 શનિશ્વરી અમાસે ચાલતા-ફરતા સરળ ઉપાય કરી મનાવો શનિને
જો તમે પણ શનિ દોષ તથા પીડા, સાડા સાતી કે અઢીયાને કારણે ઉત્પન્ન અનિષ્ટથી બચીને ખુશહાલ જીવનની કામના રાખો છો તો અહીં જણાવવામાં આવે છે શનિ પૂજાના ઉપાયો 21 એપ્રિલ ના બને છે અમાસ તથા શનિવારનો સંયોગ એટલે કે શનિશ્વરી અમાસ પર જરૂર અપનાવો. આ ઉપાય એટલા સરળ પણ છે કે ઘર કે બહાર કામ દરમ્યાન આપ ચાલતા-ચાલતા પણ અપનાવી શકો છો.

- શનિવારના સવારે સ્નાન કરી સ્વચ્છ કાળા કે નિલા વસ્ત્રો પહેરો.

- નવગ્રહ મંદિરમાં શનિદેવને શુદ્ધ ગંગા જળથી સ્નાન કરાવો.

- તલ કે સરસવનું તેલ ચઢાવો.

- કાળા વસ્ત્ર, કાળી દાળ, કાળા તલ, કાળા ફૂલથી પૂજા કરો. તેનો દિવો લગાવો.

- શનિ મંત્ર ॐ शं शनैश्चराय नम: નો જપ કરો.

- હનુમાન ચાલીસાનો પાઠ કરો.

- લોખંડની વસ્તુ ચઢાવોકે દાન કરો.

- શનિને તલની મિઠાઈઓ કે તેલના પકવાનનો ભોગ ચઢાવો.

- કોઈ મંદિરમાં પીપળાના વૃક્ષમાં શુદ્ધ જળ કે ગગાજળ ચઢાવો. પીપળાની સાત પરિક્રમા કરો. અગરબત્તી, તલના તેલનો દિવો લગાવો. તે સમયે ગજેન્દ્રમોક્ષ સ્તવનનો પાઠ કરો.

- આ રીતે કોઈ મંદિરની બહાર બેઠી ભિક્ષુકને તેલમાં બનેલી વસ્તુઓ જેવી કે કચોરી, સમોસા, સેવ, પકોડી યથા શક્તિ ખવડાવો કે એ નિમિત્તે ધન દાન કરો. 

Thursday, 12 April 2012

જાઈએ છે સારી સેલેરીતથા જીવનસાથી તો કરો આ ગુરુવારે ઉપાય

ભારતીય જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોના મતે ગુરુ બૃહસ્પતિની વિવાહ સાથે આજિવિકાનો યોગ બનાવવા માટે પણ મહત્વની ભૂમિકા છે. આ રીતે ધાર્મિક જ નહીં સામાજિક દ્રષ્ટિએ પણ વધારે સારી નોકરી તથા દાંપત્ય જીવન સ્ત્રી અને પુરુષ બન્નેને સફળ જીવનમાં મોટી ભૂમિકા નિભાવે છે. પરંતુ ગુરુ દોષથી વિશેષ કરીને સ્ત્રીના વિવાહમાં અનેક વિઘ્નો આવી શકે છે.

જો આપ પણ આજીવિકા કે વિવાહ વિઘ્નોનો સામનો કરી રહ્યા છો તો શાસ્ત્રોમાં ગુરુવારના દિવસે બૃહસ્પતિ પૂજાની સાથે આ સરળ ઉપાય અપનાવીને પણ ગુરુ દોષ શાંત કરી શકો છો. આ ઉપાય છે ગુરુની વિશેષ વસ્તુઓનું દાન. જાણો આ સરળ ઉપાય –

ગુરુવારના દિવસે ગુરુ બૃહસ્પતિની પૂજા ગંધ, પુષ્પ, ચોખા, ધૂપદિપથી કરી યથા શક્તિ આ વસ્તુઓને કે તેમાંથી કોઈ પણ એકનું દાન કરો –

- પીળા ચોખા

- ચણાની દાળ

- પીળા કપડા

- પીળા ફળ જેવું કે કેરી, કેળા

- કાંસાનું પાત્ર

- હળદર

- લસણ

- પુખરાજ

- ઘી

- ઘોડા

- મધ

- સાકર

- ધર્મગ્રંથ

- સોનું

- પીળી મિઠાઈ

- દક્ષિણા