Tuesday, 8 May 2012

પૂજામાં ધોતી શા માટે પહેરવામાં આવે છે

પૂજામાં ધોતી શા માટે પહેરવામાં આવે છે, જાણો

હિન્દૂ ધર્મમાં કોઈ પણ પ્રકારની પૂજા-અર્ચનાના સમયે શ્રદ્ધાળુંઓને ધોતી પહેરવાનું અનિવાર્ય કરવામાં આવે છે. આમ તો આજકાલ ધોતી પહેરવાનું ચલણ ખૂબ ઓછું થઈ ગયું છે અને આ બ્રાહ્મણો સુધી રહી ગઈ છે.

આધુનિક ફેશનના આ જમાનામાં પૂજામાં પણ ખૂબ ઓછા લોકો ધોતી પહેરે છે. પ્રાચીન સમયમાં ધોતી પહેર્યા વગર પૂજા વગેરે કર્મકાંડ પૂર્ણ માનવામાં ન આવતા. આ કારણે ધોતીને પવિત્ર માનવામાં આવે છે. ધોતી પહેરવાની અનિવાર્યતા પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

- પૂજા-અર્ચના જેવા કાર્યોમાં ઘણી વાર સુધી એક વિશેષ અવસ્થામાં શ્રદ્ધાળુંને બેઠી રહેવું પડે છે, તે દશામાં ધોતીથી સારું કોઈ પરિધાન ન હોઈ શકે. આજકાલ લોકોને જીંન્સ, પેન્ટ વગેરે પહેરીને જ પૂજા કરે છે જેથી બેઠવા-ઉઠવામાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

- શરીરના રોમ છીદ્રો આપણને શુદ્ધ પ્રાણવાયુ આપે છે. તંગ કપડા ન માત્ર તેમાં પરેશાની થાય છે પણ રક્ત પ્રવાહ પર પણ ખરાબ રીતે અસર પહુંચાડે છે.

- આ માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ધોતી લાભદાયક છે. ધોતી બારીક સૂતરના કાપડમાંથી બનેલી હોય છે જે હવાદાર અને સુવિધાજનક રહે છે.

- સિવડાવેલા કપડા આપણે રોજ બરોજની જિંદગીમાં પહેરતા હોય છે માટે તે દૂષિત ગણવામાં આવે છે અને ધોતી એ માટે રખાય છે કે તે ખાસ પૂજા માટે રાખવાથી તેની પવિત્રતા જળવાઈ રહે છે.

  - વળી, ધોતી છે એ સૂતરમાંથી જ બનેલી મોટાભાગે પહેરવી વધારે સારી ચે કારણ કે તે રૂ જેવા કુદરતી વસ્તુમાંથી બનાવવામાં આવે છે માટે પહેરાય છે.

   - પૂજા-પાઠ, કર્મકાંડ આ બાબતો જેટલી દૈહિક છે તેનાથી વધારે મનોભાવાત્મક છે અને આ કારણે તેના એક પ્રકારના પવિત્ર વાઈબ્રેટિંગ વેવ્સ ઉભા કરવા માટે આવા રિવાજો અસ્તીત્વમાં રખાયા છે.
  
- તમે ધોતી પહેરો છો ત્યારે તમારું મન પ્રાર્થના માટે પ્રેરણા પામે છે અને તેથી વધુ ધ્યાન આપી શકાય છે.

મંત્ર જપ

મંત્રોથી મેળવવી છે દરેક સફળતા તો આ 5 વાત ખાસ યાદ રાખો
 ધાર્મિક ઉપાયોમાં કામનાઓ પૂરી કરવા, કષ્ટોથી રક્ષા, ગંભીર રોગોથી છુટકારો મેળવવા કે આધ્યાત્મિક સુખ મેળવવા જેથી જીવનથી જોડાયેલ અનેક લક્ષ્યોને પામવા માટે મંત્ર જપનું મહત્વ જણાવવામાં આવેલ છે.

ખરેખર, મંત્રોનું અલગ-અલગ રૂપ દેવીય શક્તિનો સ્ત્રોત હોય છે. જનું ઉચ્ચારણ તથા સ્મરણ દૈવી શક્તિઓને જાગૃત કરે છે. જેનો પ્રભાવ તથા લાભ જપ કરનાર વ્યક્તિને જરૂર મળે છે. પણ એ ત્યારે શક્ય છે, જ્યારે મંત્ર જપ દરમ્યાન શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ આચરણ કરવામાં આવે.

શાસ્ત્રોમાં મંત્ર જપ દરમ્યાન આ પાંચ વાતનું પાલન જરૂરી જણાવાવવા માં આવેલ છે. જેના વગર મંત્ર જપ બે અસર થાય છે –

- બ્રહ્મચર્યને પાલન એટલે કે લગ્ન કરેલા હોય કે અવિવાહિત શારીરિક, માનસિક તથા વૈચારિક સંયમ અને પવિત્રતા જરૂર રાખો.

- મંત્ર જપની અવધિમાં ઉપવાસ, વ્રત રાખો કે દૂધ અને વગર નમકનો આહાર લો.

- જમીન, ઓટલો કે લાકડાથી બનેલ પથારીમાં સુવો.

- સંકલ્પો દ્વારા નિયત સંખ્યા કે અવધીમાં હજામત એટલેકે શેવિંગ ટાળો. જો વિવશતા હોય તો કપડા ધોવા તથા શેવિંગ જેવા કાર્યો સ્વયંમ કરો.

- ચામડાના પગરખા પહેરાવાથી બચો.

ગાયનો ભાગ

ભોજન પહેલા શા માટે હતી ગાયનો ભાગ રાખવાની પરંપરા?

સનાતન ધર્મ પરંપરાઓ સંસ્કાર, મર્યાદાઓ, ભાવનાઓ અને જીવન મૂલ્યોથી ઓત પ્રોત છે. ગાયને ગ્રાસ એટલે કે ભોજન પહેલા ગાયના હિસ્સાનું તેને ખવડાવવાની એક પરંપરા હતી, તે શા માટે?

- આ ધાર્મિક પરંપરા નથી પણ તેનાથી વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે જીવનથી જોડાયેલ એક મહત્વનું કાર્ય હતું.

- સનાતન ધર્મમાં ગાય પવિત્ર અને પૂજનીય પ્રાણી છે. તેની પાછળ સમુદ્ર મંથનથી કામધેનુ નીકળી કે પછી ગાયમાં કરોડો દેવી-દેવતાઓનો વાસ છે તેવી ધાર્મિક માન્યતાઓ પણ પ્રમુખ છએ। ત્યાં, વ્યાવહારિક રૂપે જોવા જઈએ તો ગાયના દૂધથી લઈને મૂત્ર સુધી શરીરને નિરોગી રાખનાર હોય છે.

- આ રીતે જોવા જઈએ તો પવિત્રતા એ ગાયની સૌથી શ્રેષ્ઠ બાબત છે. ગો ગ્રાસ પણ ગાયની જેમ કર્મ, સ્વભાવ, ચરિત્ર અને આચરણની પવિત્રતાનો મહત્વનો સંદેશ આપે છે. કારણ કે આવું થવાથી જ કોઈ વ્યક્તિના પરિવાર કે સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા વધારે છે.

- એટલું જ નહીં, ગાય સ્વાભાવથી અહિંસક પ્રાણી છે, જે શીખવાડે છે કે સ્વાભાવથી શ્રેષ્ઠ કઈ રીતે બનાય.

- આ રીતે ગો ગ્રાસ પરંપરાથી ચરિત્ર અને સ્વભાવની પાવનતાને સૂત્ર અપનાવો. જેથી મળેલા યશસ્વી અને સફલ જીવન આપની સાથે પૂર્વજોને પણ માન-સન્માન આપશે. જેટલું ગાયનો દરેક અંગે પવિત્ર અને માન સન્માન મળે છે.

- તે રીતે ગાયને ગૌ ગ્રાસ આપવાથી માન સન્માન પ્રાપ્ત થાય છે. 

Thursday, 19 April 2012

સાંઈ મંત્ર

આ મંત્ર બોલી મેળવો સાંઈનો દુલાર, ઝટમાં થશે તકલીફો દૂર


ગુરુવારે આ મંત્રોથી સાંઈ પૂજા કરો, તો પરિવાર, કારોબાર કે નબળાઈ સાથે જોડાયેલી બધી તકલીફો થશે દૂર

જીવનમાં ઘણુ બધુ મેળવવા માટે પહેલા છોડવાની ભાવનાનું મહત્વ આપવું સાંઈ બાબાના ચરિત્ર તરફથી મળે છે. વાસ્તવમાં, ત્યાગનું સૂત્ર ધર્મ અને ઈન્સાનિયતની દ્રષ્ટિએ સુખ, પ્રતિષ્ઠા, યશ અને સફળતા પ્રાપ્ત કરવા માટે બધા કલેશ દૂર કરવામાં શ્રેષ્ઠ અને બેજોડ સાબિત થાય છે.

ભેગુ કરવાને બદલે વહેંચવાનો ભાવ સ્વાર્થને દૂર રાખી ભલાઈ માટે પ્રેરિત કરે છે. પરોપકાર જ વ્યક્તિ, પરિવાર કે સમાજ માટે સુખ-શાંતુનું કારણ બને છે.

આ સંદેશને મગજમાં ઉતારવા માટે જગતગુરુ સાંઈબાબાના કેટલાક વિશેષ મંત્ર સ્મરણ કરવામાં આવે તો આસ્થા છે કે તેનાથી સાંઈબાબાની ખૂબ પ્રસન્નતા અને દુલાર અર્થાત્ કૃપા પ્રાપ્ત થાય છે, જે જીવન સાથે જોડાયેલી દરેક તકલીફોને દૂર કરનારી માનવામાં આવે છે. જાણો, આ સાંઈ મંત્ર...

-સ્નાન કર્યા પછી ઘર કે મંદિરમાં સાઁઈબાબાની યથા સંભવ પીળી પૂજા સામગ્રીઓથી પૂજા કર્યા પછી ઘીના દીવાથી આરતી કરી બુંદી કે ગળ્યા પકવાનોનો પ્રસાદ અર્પિત કરો. પછી આસાન ઉપર બેસી પવિત્ર ભાવોથી નીચે લખલે સાંઈ મંત્ર બોલો અને આરતી કરો...

- ॐ श्री साईं ज्ञानवैराग्यपदाय नमः

(જ્ઞાન અને વૈરાગ્ય આપવાનારા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं धनमांगल्यप्रदाय नमः

(દોલત અને મંગળદાતા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं आरोग्यक्षेमदाय नमः

(નિરોગી અને સુખી રાખનાર શ્રીસાંઈ બાબાને નમન)

- ॐ श्री साईं प्रेममूर्तये नमः

(પ્રેમ, દયા અને કરુણાની મૂર્તિ શ્રી સાંઈબાબને નમન)

- ॐ श्री साईं असहायसहायाय नमः

(બેસાહારાઓના મદદગાર શ્રીસાંઈબબાને નમન)


Tuesday, 17 April 2012

શનિશ્ચરી અમાસ

શનિશ્ચરી અમાસઃ આ મંત્રથી મેળવો સમસ્યાઓથી મુક્તિ


 લક્ષ્યોને પ્રાપ્ત કરવાના સંકલ્પમાં તન, મન કે ધન સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓથી પરેશાન થવું પડે છે. જેનાથી અનેક મોકે મનોબળ નબળુ પણ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ આવી કઠોર પરિસ્થિતિમાં લક્ષ્ય તરફ આગળ વધવા અને ઈચ્છાશક્તિને મજબૂત રાખવા માટે રુદ્રાવતાર શ્રીહનુમાનનું સ્મરણ શક્તિ, સંયમ અને ઊર્જા આપનારું માનવામાં આવ્યું છે.

શ્રીહનુમાન ચરિત્ર પાક્કા હોસલા અને સંકલ્પ શક્તિની તાકાતથી સફળતાની પ્રેરણા આપે છે. એટલા માટે શનિવારે શનિદોષ કે મંગળવારે મંગળદોષથી આવતી બધી મુશ્કેલીઓ મુક્તિ મેળવવા માટે કોઈપણ પ્રકારે શ્રીહનુમાનનું સ્મરણ સફળ જીવનની ઈચ્છા રાખનારા દરેક માણસ માટે ખૂબ જ શુભ છે. શાસ્ત્રોમાં પણ સ્વયં શનિદેવે વાણી કરી હતી કે શ્રીહનુમાનની ઉપાસના કરનાર વ્યક્તિને શનિપીડા ક્યારેય નહીં સતાવે.

આ કારણ છે કે 21મી એપ્રિલે શનિવારની સાથે જ બનેલ અમાસનો યોગ અર્થાત્ શનિશ્વરી અમાસ ઉપર અહીં બતાવેલ શ્રીહનુમાન ઉપાસનાના નાના પરંતુ અસરદાર મંત્રનો જાપ આપણી દરેક મુશ્કેલીઓમાં માનસિક એકાગ્રતા, ઊર્જા અને હૌસલા વધારનારો છે.

-સવારે વહેલા ઊઠી યથાસંભવ લાલ કે સિંદૂરી વસ્ત્ર પહેરી શ્રીહનુમાનની મૂર્તિની સિંદૂર, કંકુ, અક્ષત, ફૂલ, નારિયળ ચઢાવી પૂજા કરો. શ્રીહનુમાનને ગોળ, ચણા કે ઘઉંના લોટ અને ઘીથી બનેલ ચૂરમા કે લાલ દાડમનો ભોગ લાગાવો.

-પૂજા પછી લાલ આસન ઉપર દક્ષિણ દિશામાં મુખ કરી રુદ્રાક્ષની જાપમાળાથી શ્રીહનુમાન મંત્રનો યથાશક્તિ જાપ કરો.

ॐ नमो भगवते आन्जनेयाय महाबलाय स्वाहा।।

-મંત્ર જાપ પછી શ્રીહનુમાનની ધૂપ, ઘીના દીવા અને કર્પૂરથી આરતી કરો.

-પૂજા અને મંત્ર જાપમાં થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થના અને સફલ જીવનની કામના કરો.


 શનિશ્વરી અમાસે ચાલતા-ફરતા સરળ ઉપાય કરી મનાવો શનિને
જો તમે પણ શનિ દોષ તથા પીડા, સાડા સાતી કે અઢીયાને કારણે ઉત્પન્ન અનિષ્ટથી બચીને ખુશહાલ જીવનની કામના રાખો છો તો અહીં જણાવવામાં આવે છે શનિ પૂજાના ઉપાયો 21 એપ્રિલ ના બને છે અમાસ તથા શનિવારનો સંયોગ એટલે કે શનિશ્વરી અમાસ પર જરૂર અપનાવો. આ ઉપાય એટલા સરળ પણ છે કે ઘર કે બહાર કામ દરમ્યાન આપ ચાલતા-ચાલતા પણ અપનાવી શકો છો.

- શનિવારના સવારે સ્નાન કરી સ્વચ્છ કાળા કે નિલા વસ્ત્રો પહેરો.

- નવગ્રહ મંદિરમાં શનિદેવને શુદ્ધ ગંગા જળથી સ્નાન કરાવો.

- તલ કે સરસવનું તેલ ચઢાવો.

- કાળા વસ્ત્ર, કાળી દાળ, કાળા તલ, કાળા ફૂલથી પૂજા કરો. તેનો દિવો લગાવો.

- શનિ મંત્ર ॐ शं शनैश्चराय नम: નો જપ કરો.

- હનુમાન ચાલીસાનો પાઠ કરો.

- લોખંડની વસ્તુ ચઢાવોકે દાન કરો.

- શનિને તલની મિઠાઈઓ કે તેલના પકવાનનો ભોગ ચઢાવો.

- કોઈ મંદિરમાં પીપળાના વૃક્ષમાં શુદ્ધ જળ કે ગગાજળ ચઢાવો. પીપળાની સાત પરિક્રમા કરો. અગરબત્તી, તલના તેલનો દિવો લગાવો. તે સમયે ગજેન્દ્રમોક્ષ સ્તવનનો પાઠ કરો.

- આ રીતે કોઈ મંદિરની બહાર બેઠી ભિક્ષુકને તેલમાં બનેલી વસ્તુઓ જેવી કે કચોરી, સમોસા, સેવ, પકોડી યથા શક્તિ ખવડાવો કે એ નિમિત્તે ધન દાન કરો. 

Thursday, 12 April 2012

જાઈએ છે સારી સેલેરીતથા જીવનસાથી તો કરો આ ગુરુવારે ઉપાય

ભારતીય જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોના મતે ગુરુ બૃહસ્પતિની વિવાહ સાથે આજિવિકાનો યોગ બનાવવા માટે પણ મહત્વની ભૂમિકા છે. આ રીતે ધાર્મિક જ નહીં સામાજિક દ્રષ્ટિએ પણ વધારે સારી નોકરી તથા દાંપત્ય જીવન સ્ત્રી અને પુરુષ બન્નેને સફળ જીવનમાં મોટી ભૂમિકા નિભાવે છે. પરંતુ ગુરુ દોષથી વિશેષ કરીને સ્ત્રીના વિવાહમાં અનેક વિઘ્નો આવી શકે છે.

જો આપ પણ આજીવિકા કે વિવાહ વિઘ્નોનો સામનો કરી રહ્યા છો તો શાસ્ત્રોમાં ગુરુવારના દિવસે બૃહસ્પતિ પૂજાની સાથે આ સરળ ઉપાય અપનાવીને પણ ગુરુ દોષ શાંત કરી શકો છો. આ ઉપાય છે ગુરુની વિશેષ વસ્તુઓનું દાન. જાણો આ સરળ ઉપાય –

ગુરુવારના દિવસે ગુરુ બૃહસ્પતિની પૂજા ગંધ, પુષ્પ, ચોખા, ધૂપદિપથી કરી યથા શક્તિ આ વસ્તુઓને કે તેમાંથી કોઈ પણ એકનું દાન કરો –

- પીળા ચોખા

- ચણાની દાળ

- પીળા કપડા

- પીળા ફળ જેવું કે કેરી, કેળા

- કાંસાનું પાત્ર

- હળદર

- લસણ

- પુખરાજ

- ઘી

- ઘોડા

- મધ

- સાકર

- ધર્મગ્રંથ

- સોનું

- પીળી મિઠાઈ

- દક્ષિણા

Friday, 23 March 2012

ચેટીચાંદ

ઝુલેલાલ જયંતી એટલે ચેટીચાંદ


હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્રી માસનો પ્રથમ દિવસે એટલે ગૂડી પડવો અને શાલિવાહન સંવત ૧૯૩૪નો આરંભ. ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે ચૈત્ર સુદ બીજ સિંધી સમુદાયનું નૂતન વર્ષ. આ દિવસે સિંધી સમુદાયના આરાધ્ય દેવ ભગવાન વરુણ જે ઝુલેલાલ-દરિયાલાલ તરીકે જાણીતા છે તેમની સ્તુતિ-ભજન-કીર્તન અને અનુષ્ઠાન કરી આરાધના કરે છે. આ દિવસે સિંધીઓ નજીકના નદી અથવા તળાવે જઇ જળદેવતા ઝુલેલાલની પૂજા-અર્ચના કરીને દીવો પ્રગટ શ્રીફળ-ફૂલો જળદેવતાને અર્પણ કરે છે. ભગવાન ઝુલેલાલની પ્રાગટ્ય કથા આ પ્રમાણે છે.

પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશમાં સાહતખાન રાજાનું શાસન ચાલતું હતું. તે સમયે સરદાર મકબરખાને સાહતખાનની કતલ કરીને તે સિંધની ગાદીએ ચઢી બેઠો. તેણે મરખશાહ નામ ધારણ કરીને પોતાની આણ વર્તાવી.મરખશાહ ધમાઁધ અને ઝનૂની હતો. આ બાદશાહનો એક વજીર તેનું નામ હતું ‘આહા’. આ આહા મરખશાહ બાદશાહને હરહંમેશાં હિન્દુઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો. એક વખત બાદશાહે સિંધમાં ફરમાન બહાર પાડ્યું કે સમસ્ત હિન્દુઓ મુસ્લિમ બની જાઓ અથવા તમારો ધર્મ સાચો છે તેની ખાતરી કરાવો.

આ ફરમાન સાંભળીને હિન્દુ પ્રજા ખળભળી ઊઠી. છેવટે બધાએ સાગર તટે જઇને સામૂહિક જળસમાધિ લઇ લેવી. પણ કેટલાક અનુભવીઓએ કહ્યું કે દરિયાકિનારે જઇને દરિયાલાલની આરાધના કરવી. વરુણદેવ કાં બચાવશે કાં મારશે. સમસ્ત હિન્દુ ‘સાગર’ દેવતાનાં ચરણોમાં ઊમટી પડ્યા. પ્રાર્થના, ભજન, ધૂનમાં આખો દિવસ વીતી ગયો. ત્રણ-ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા લોકો વરુણદેવને ભજતા રહ્યા. ત્રીજા દિવસે એક વાણી સંભળાઇ. હે હિન્દુ ભકતો, તમે સર્વે ઘેર જાઓ. તમારું સંકટ દૂર કરવા માટે હું થોડા દિવસમાં ‘નરસપુર’માં અવતાર ધારણ કરીશ અને સર્વેને ધર્મનો સાચો માર્ગ બતાવીશ માટે નિશ્વિતમને સૌ પોત-પોતાનાં ઘેર જાઓ અને ધર્મને વળગી રહો.

સંવત ૧૨૨૯ના ચૈત્ર માસની શુક્લ પક્ષી બીજે રૂપ-રૂપના અંબાર સમો બાળક જન્મ્યો અને તે વાત હિન્દુ સમાજમાં પ્રસરી ગઇ અને તેનું નામ પાડવામાં આવ્યું. ‘લાલ ઉદેરાય.’આ દરમિયાન વજીર ‘આહા’ પોતાના રસાલા સાથે નરસપુરમાં આવ્યા. તેણે તપાસ કરી કે નરસપુરમાં કેટલાં નવાં બાળકો જન્મ્યાં છે? તો એને જાણવા મળ્યું કે, ‘લોહાણા’ જ્ઞાતિમાં રત્નરાય ઠક્કરને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. આહા એ સાંભળીને રત્નરાયને ત્યાં પહોંચ્યા.

રસાલા સાથે વજીરને પોતાને ત્યાં આવેલો જોઇને ઠક્કર રત્નરાય ગભરાયા. એમણે વજીરને કહ્યું કે બાળક થોડો મોટો થશે એટલે તેને અમે રાજા દરબારમાં રાજાનાં દર્શન કરવા માટે સાથે લાવીશું. અત્યારે તમે દરબાર ગઢમાં પાછા જાઓ. બાળક નાનું છે. હરતું-ફરતું થાય એટલે અમે ત્યાં રાજાને મળવા આવીશું. આટલું સમજાવીને વજીર આહાને નરસપુરમાંથી વિદાય કર્યા. ત્યાં તો વજીર આહાની પહેલાં એ બાળક રાજા પાસે શાહી મહેલમાં પહોંચી ગયો.

મરખશાહે એ બાળકને પકડવા માટે પહેરીગરોને હુકમ આપ્યો હતો. પરંતુ કેમેય કરીને એ બાળક હાથમાં ન આવ્યું. પહેરેગીરો હેરાન-પરેશાન થઇ ગયા એનાં જાત-જાતનાં રૂપો જોઇને દંગ થઇ ગયા.ત્યારે એ બાળકે રાજાને કહ્યું કે, હે મરખશાહ, અલ્લાહ એક છે એને તમે ઇશ્વર કહો કે ખુદા. અલ્લાહતાલાની નિગાહમાં ન કોઇ હિન્દુ છે ન કોઇ મુસ્લિમ. તમે કુરાને શરીફમાં માનો છો. તે કુરાને શરીફને યાદ કરો. કુરાને સ્પષ્ટ ફરમાવ્યું છે કે સર્વે પદાર્થમાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરો.

બાળકની વાત સાંભળીને રાજાની આંખો ઊઘડી ગઇ. તેઓએ ફરમાન કર્યું કે હિન્દુઓ ભલે તેમનો ધર્મ પાળે. આપણે કોઇના ધર્મની આડે આવવું નહીં.આમ એ બાળકનું નામ પડ્યું ઝુલેલાલ (દરિયાલાલ). હિન્દુ સંસ્કૃતિને બચાવી હિન્દુ ધર્મને બચાવ્યો. ત્યાર પછી લોકો (સિંધમાંથી ભારતમાં આવેલ લોકો) દરિયાલાલ (ઝુલેલાલ) જયંતી મનાવે છે.
 

મુખાગ્નિ

શવને મુખાગ્નિ માત્ર પુત્ર જ કેમ આપે છે?
મૃત્યુ એક સત્ય છે. જેને જન્મ મળ્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. હિંદુ ધર્મમાં મૃત્યુના સંબંધમાં અનેક મહત્વપૂર્ણ નિયમો દર્શાવવામાં આવ્યા છે. સૌથી મહત્વપૂર્ણ નિયમ છે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ શવને મુખાગ્નિ પુત્ર જ આપે છે. જો મૃત વ્યક્તિ પુત્ર ધરાવે છે તો મુખાગ્નિ તે જ આપે છે એવું વિધાન દર્શાવવામાં આવ્યું છે. 

મૃતક ચાહે સ્ત્રી હોય કે પુરુષ અંતિમ ક્રિયા પુત્ર જ સંપન્ન કરે છે. આ સંબંધમાં આપણા શાસ્ત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પુત્ર પુત નામક નર્કથી બચાવે છે. આ જ કારણે પુત્રનું કાર્ય છે કે તે પોતાના માતા- પિતાના મૃત્યુ ઉપરાંત તેમને મુખાગ્નિ આપે. એટલા માટે પુત્ર માટે રુણ પણ કહેવામાં આવ્યો છે.
 શાસ્ત્રો અનુસાર બાર પ્રકારના પુત્ર બતાવવામાં આવે છે. તેમાંના કેટલાક આ પ્રકારના છે –

ઔરસ પુત્ર, દત્તક પુત્ર, ભાઈનો પુત્ર, પુત્રીનો પુત્ર, પુત્રનો પુત્ર, ખરીદેલો પુત્ર, કૃત્રિમ સુત્ર, દત્ત આત્મા વગેરે. જો કોઈ મૃત્તકનો ખુદના પુત્ર ન હોય તો આ 12 પ્રકારના પુત્રોમાંથી કોઈ પુત્ર મૃતકને મુખાગ્નિ આપી શકે છે.

જો કોઈ મૃતકની પુત્રી મુખાગ્નિ આપી છે તો એ શાસ્ત્રો અનુસાર અનુચિત ગણાય છે. કોઈ સ્ત્રીને સ્મશાનમાં આવવાનો અધિકાર પણ આપણા શાસ્ત્રોએ આપ્યો નથી. આથી મૃતકને કોઈ સ્ત્રી સુખાગ્નિ આપી શકતી નથી. એવું શાસ્ત્રોમાં વર્ણન છે.

મૃતક ભલે માતા હોય કે પિતા અંતિમ ક્રિયા પુત્ર જ સંપન્ન કરે છે. આ સંબંધમાં આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પુત્ર ‘પુ’ નામક નર્કથી બચાવે છે. અર્થાત પુત્રના હાથે મુખાગ્નિ મળવાથી મૃતકને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવી માન્યતા પ્રમાણે પુત્ર હોવા તે ઘણા જન્મોના પુણ્યનું ફળ માનવામાં આવે છે.

પુત્ર માતા-પિતાનો અંશ હોય છે. આ કારણે પુત્રનું આ કર્તવ્ય છે કે તે પોતાના માતા-પિતાના મૃત્યુ પછી તેને મુખાગ્નિ આપે. તેને પુત્ર માટે ઋણ કહેવામાં આવે છે.

કન્યા ભોજન

કન્યા ભોજન

ચૈત્ર નવરાત્રિ માં નવ દિવસ ભક્તો જુદા-જુદા પ્રકારથી માતાને મનાવાનો પ્રયત્ન કરે છે. નવરાત્રિ દરમ્યાન કુવારી કન્યાઓને ભોજન કરાવવાની પણ પરંપરા છે.

ધર્મ ગ્રંથો અનુસાર ત્રણ વર્ષથી લઈને નવ વ્રષની કન્યા સાક્ષાત માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બેની પૂજાથી ભોગ અને મોક્ષ, ત્રણની અર્ચનાથી ધર્મ, અર્થ તથા કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છની પૂડાથી છ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી રાજ્ય, આઠની પૂજાથી સંપદા અને નવની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે. કન્યા પૂજનની વિધિ આ પ્રકારે છે. –

પૂજન વિધિ –

કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષ સુધીની કન્યાઓનું જ પૂજન કરવું જોઈએ. આથી ઓછું કે વધારે ઉમરની કન્યાઓના પૂજન વર્જિત છે. પોતાના સામર્થ્ય અનુસાર નવ દિવસ સુધી અથવા નવરાત્રિના છેલ્લા દિવસે ભોજન માટે આમંત્રિત કરો.

કન્યઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ऊँ कुमार्यै नम: મંત્રથી કન્યાઓને પંચોપચાર પૂજન કરો. આ પછી તેને રૂચિ અનુસાર ભોજન કરાવો.

ભોજનમાં મીઠાઈ જરૂર હોય, આવાતનું ધ્યાન રાખો. ભોજન પછી કન્યાઓ પગ વિધિવત ધોઈ કંકુથી તિલક કરો તથા દક્ષિણા આપીને હાથમાં પુષ્પ લઈને આ પ્રાર્થના કરો –

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्।

नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।

जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।

पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।


ત્યારે તે પુષ્પ કુમારીના ચરણોમાં અર્પણ કરો તેનું સન્માન કરી વિદાય આપો. 

Thursday, 22 March 2012

મની પ્લાંન્ટ છોડ

પૈસા વધારવાનો આ સૌથી સરળ રસ્તો, લગાવો પૈસાનો છોડ!

આપને એ જામીને આશ્ચર્ય થશે કે ઈનકમ અને પ્રોફિટ બન્ને વધારવા માટે પૈસાનો છોડ લાવવો જોઈએ. જી હાં, આ સાચું છે સાથે જ સરળ અને અનોખી આવી રીત કોઈક જ હશે.

જ્યોતિષમાં પૈસા દેનારા અને દરેક શોખને પુરા કરનારા છોડ બતાવવામાં આવ્યા છે જેને ઘરમાં રાખવાથી પૈસા વધવા લાગે છે.

ખરેખર આ એક પ્રકારની વેલ હોય છે જેને મની પ્લાંન્ટ છોડ કહેવામાં આવે છે. લાલ કિતાબ અનુસાર આ શુક્ર ગ્રહનો કારક છોડ છે. કોઈ પણ જમીન પર આગળ વધનારી પથરાયેલી વેલ શુક્રની જ કારક હોય છે.

લાલ કિતાબમાં વૃક્ષોનું કેવું મહત્વ છે અને જાતકની કુંડળી પ્રમાણે કેવું વૃક્ષ લાભકારી છે કે નહીં, આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કુંડળીના શુક્રને મજબુત બનાવી લેવામાં આવે તો આપના ઘરમાં પૈસા અને એશ આરામના સાધનોની કોઈ કમી રહેશે નહીં. ઘરમાં મની પ્લાંટ રાખવાથી વધારે શુભ ફળ આપનાર થાય છે.

આજના જમાનામાં ઘર અંદરથી પૂરી રીતે પાકા હોય છે. આ માટે ઘરમાં શુક્રનું સ્થાન થઈ શકતું નથી, કારણ કે શુક્ર કાચી જમીનનો કારક છે. આ માટે ઘરમાં ક્યાંય પણ કાચી જમીન ન હોય તો મની પ્લાંટ રાખવું શુભ ફળનું કારક છે. 

જાદુઈ પોટલી


તમારી દરેક પરેશાનીનો હલ છુપાયો છે આ જાદુઈ પોટલીમાં
 શું તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો? કે પછી કમાણીથી વધુ ખર્ચ થઈ જાય છે, કે નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી? ધન આવીને ખર્ચ થઈ જાય છે તો ઘબરાશો નહીં. તંત્ર શાસ્ત્રમાં એવા અનેક ઉપાયો છે જેનાથી આ બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે.જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો નીચે પ્રમાણેનો ઉપય કરો.
 
ઉપાયઃ-
-કોઈ ગુરુ પુષ્ય યોગ અને શુભ ચંદ્રમાના દિવસે સવારે લીલા રંગના કપડાની નાની થેલી તૈયાર કરો. શ્રીગણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ સંકટનાશન ગણએશ સ્ત્રોતના 11 પાઠ કરે.

-ત્યાર પછી થેલીમાં 7 મૂંગ, 10 ગ્રામ સાબુત ધણા, એક પંચમુખી રુદ્રાક્ષ, એક ચાંદીના રૂપિયા કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ રાખીને જમણા મુખના ગણેશજીને શુદ્ધ ઘીના લાડવાનો ભોગ લગાવો.

-આ થેલી તિજોરી કે કેશબોક્સમાં રાખી દો. ગરીબો અને બ્રાહ્મણઓને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થતો જશે.

1 વર્ષ પછી નવી થેલી બનાવી બદલતા રહો.