Thursday, 22 March 2012

ચૈત્ર નવરાત્રિ

 
ચાલુ વર્ષે ચૈત્ર નવરાત્રિ અન્ય વર્ષોની સરખામણીએ અનોખી હશે. નવ દિવસની નવરાત્રિ આ વર્ષે ગ્રહ-નક્ષત્રને લીધે 10 દિવસની હશે. 23 માર્ચથી પ્રારંભ થઈને 1 એપ્રિલ સુધી નવરાત્રિ રહેશે. આ દિવસે રામનવમી અને ધર્મરાજ દશમી પણ મનાવાશે.  જો કે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે આસો સુદ નવરાત્રિ કરતાં ચૈત્ર નવરાત્રી શુદ્ધ અને પવિત્ર હોય છે. આ ઉપરાંત આ નવરાત્રિમાં કરેલ ધાર્મિક અનુષ્ઠાન, ઉપવાસ, હોમ-હવન જલ્દી લાભ અપાવનાર હોય છે.

શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ તો આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે નવરાત્રિ 10 દિવસો સુધી મનાવાશે. સામાન્ય રીતે નવરાત્રિ 9 દિવસ સુધી ઊજવવામાં આવે છે પરંતુ ક્ષય તિથિને લીધે કયારેક આઠ દિવસ સુધી નવરાત્રિ હોય છે. પરંતુ આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે તિથિ ક્ષય હોવા છતા તિથિમાં વધારો થઈ રહ્યો છે.

આ વર્ષની નવરાત્રિ 23 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં છઠને બે દિવસ સુધી મનાવાશે. એક દિવસની વૃદ્ધિ થઈ રહી છે. અંગ્રેજી કૅલેન્ડરની તારીખ નક્કી રહે છે. જ્યારે તિથિની અવધિ ગ્રહ-નક્ષત્રોની ગતિ પર આધારિત હોય છે.  એક તિથિ સમાપ્ત થવા પર બીજી તિથિ શરૂ થાય છે. આવું હંમેશાં નક્કી રહેતું હોય છે. ભારતીય જ્યોતિષમાં સૂર્યોદય તિથિને વિશેષ માન્યતા અપાઈ છે. એટલે કે, જે તિથિમાં સૂર્યોદય થાય છે તે તિથિ સંપૂર્ણ દિન માન્ય રહે છે.  આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 23 માર્ચથી લઈને પહેલી એપ્રિલ સુધી રહેશે. 28 માર્ચના રોજ સૂર્યોદયથી લઈને સંપૂર્ણ રાત્રિ ષષ્ઠી તિથિ રહેશે. એટલું જ નહીં 29 માર્ચનો સૂર્યોદય છઠ તિથિ પૂરા સમય રહેશે.

સૂત્રો મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રિની જેમ રામનવમી પણ વિશેષ રૂપથી મહત્વપૂર્ણ રહેશે. પ્રાચીન પાંડુલિપિઓના આધાર પર ભગવાન શ્રીરામની જે જન્મપત્રિકા છે તેવા જ ગ્રહ-નક્ષત્રોમાં આ વર્ષે રામનવમીનું પર્વ મનાવાશે.

ભગવાન  શ્રી રામનો જન્મ પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે રામનવમી સમયે આ બધા નક્ષત્રો મળી રહ્યા છે. નવરાત્રિનું પર્વ હંમેશાંથી શુભ રહ્યું છે આ 10 દિવસોની અંદર ગૃહપ્રવેશ, ભૂમિપૂજન, નવીન કાર્ય સહિત તમામ શુભ કાર્ય કરાઈ શકાય તેમ છે.


શુક્ર-નવરાત્રિનો સંયોગઃ 10 દિવસ બોલો આ દેવીમંત્ર
હિન્દુ નવ વર્ષની શરૂઆત નવદુર્ગાની ઉપાસનાથી થાય છે. ચૈત્ર મહિનાના પહેલા નવ દિવસોમાં માતૃશક્તિના નવ અલગ-અલગ રૂપોનું સ્મરણ કરવામાં આવે છે. વાસ્તવમાં, દૈવીય કે સાંસારિક દરેક રૂપમાં માતા દરેક પ્રાણીના કર્મ, વિચાર અને ઊર્જાને નિયંત્રિત કરનારી હોય છે. આ કારણ છે કે, હિન્દુ ધર્મમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ છે.

આ વખતે નવરાત્રિ અદભૂત સંયોગોને લીધે ખૂબ જ શુભ અને મંગળકારી હશે. ખાસ કરીને આ વખતે નવરાત્રિ 9 દિવસને બદલે 10 દિવસની રહેશે. સાથે જ આ દેવી પૂજાનું વિશેષ મહત્વ શુક્રવારની સાથે જ શરૂ થશે. એટલા માટે આ 10 દિવસીય નવરાત્રિ મહોત્વસમાં દરેક દિવસની શરૂઆત દેવીના આ વિશેષ મંત્ર બોલીને કરવી સુખ-સમૃદ્ધિની કામના સાથે જોડાયેલી બધી મન્નતોને પૂરી કરનારી સિદ્ધિ હશે.

જાણો, આ વિશેષ દેવીમંત્ર-

આ દેવીમંત્ર સવારે ઊઠી સ્મરણ કરવું મંગળકારી હોય છે. પરંતુ પવિત્રતાની દ્રષ્ટિએ યથાસંભવ સ્નાન કર્યા પછી દેવીની તસ્વીર કે મૂર્તિને ગંધ, અક્ષત, ફૂલ અને ધૂપ, દીપ લગાવી કરવાથી પણ દેવી કૃપા આપનારી માનવામાં આવે છે.

प्रात: स्मरामि शरदिन्दुकरोज्वलाभां

सद्रलवन्मकरकुण्डलहारभूषाम्।।

दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां

रक्तोत्पलाभचरणां भवतीं परेशाम्।।


સરળ શબ્દોમાં અર્થ છે કે શરદકાલીન ચંદ્રમાની જેમ જ પવિત્ર તેજવાળી, શ્રેષ્ઠ રત્નો સાથે જોડાયેલ હાર અને મકર કુંડળ સાથે સજેલી, સુંદર વાદળી રંગના હજારો ભુજાઓવાળી, જેમાં અનેક પ્રકારના અદભૂત અસ્ત્ર-શસ્ત્ર, લાલ કમળના રંગની જેવા ચરણવાળી જગત જનની દુર્ગાને હું સવારે પ્રણામ અને વંદન કરું છું. 
 

ચૈત્રી નવરાત્રિમાં તમારી રાશિ પ્રમાણે, આટલુ તો ચોક્કાસ કરજો

 નવરાત્રિમાં માતા દુર્ગાની આરાધાનાનું મહાપર્વ છે. આ દિવસોમાં દેવી માતાની ભક્તિ કરનારા ભક્તની બધી મનોકાના પૂરી થાય છે. આ વર્ષે 23 માર્ચ 2012માં દસ દિવસીય ચૈત્ર નવરાત્રી રહેશે. જાણો આ દિવસોમાં રાશિ પ્રમાણે કંઈ માતાની પૂજા કયા મંત્રથી કરશો...જાણો તમારી રાશિથી...

મેષઃ-
-આ રાશિના લોકોને માતા દુર્ગાની વિશેષ આરાધના કરવી જોઈએ. તેની માટે જાપ મંત્ર - ऊं ह्रीं दुं दुर्गायै नम:, 21 માળા રોજ કરો. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

વૃષભઃ-
-માતા કાળીની આરાધના વિશેષ પુષ્ય ફળ આપનારી હોય છે. જાપ મંત્ર- क्रीं ह्रीं क्लीं, 21 માળા રોજ. શ્રી કાલીકા સહસ્ત્રનામનો પાઠ કરો. બધી મનોકામના પૂરી થશે.

મિથુનઃ-
-માતા તારાની વિશેષ પૂજા કરો. જાપ મંત્ર- ऊं ह्रीं त्रीं हुंफट, 21 માળા રોજ કરો. શ્રી તારા કવચનો પાઠ કરો. બધા કષ્ટો દૂર થશે.

કર્કઃ-
-આ રાશિના લોકોને માતા કમલાની વિશેષ પૂજા કરવી જોઈએ. જાપ મંત્ર- नम: कमल वासिन्यै स्वाहा, 11 માળા રોજ જાપ કરવો. શ્રીસૂક્તનો પાઠ કરો. શુભ ફળ પ્રાપ્ત થશે.

સિંહઃ-
-માતા ત્રિપુર ભૈરવીની પૂજા ખાસ ફળ આપીનારી રહેશે. મંત્ર જાપ- ऐं क्लीं सौ: सौ: क्लीं, 21 માળા રોજ કરો. ભૈરવી ત્રૈલોક્ય વિજયનો પાઠ કરો.

કન્યાઃ-
-કન્યા રાશિના લોકોએ માતા માતંગીની વિશેષ પૂજા-અર્ચના કરવી. ऊं ह्रीं क्ली हूं मातंग्यै फट स्वाहा, 11 માળા રોજ જાપ કરજો. માતંગી સહસ્ત્રનામનો પાઠ કરો.

તુલાઃ-
-મહાકાલીની આરાધના તુલા રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહેશે. જાપ મંત્ર- त्रीं त्रीं त्रीं, 51 માળા નિત્ય જાપ કરજો. કામાખ્યા કવચ તથા ચાલીસા પાઠ કરો. બધા કષ્ટોથી મુક્તિ મળશે.

વૃશ્ચિકઃ-
-માતા દુર્ગાની આરાધના કરો. જાપ મંત્ર- ऊं ह्रीं दुं दुर्गायै नम:, 21 માળા નિત્ય કરો. દુર્ગા સહસ્ત્રનામાવલીનો પાઠ કરો.


ધનઃ-
-તમે માતા બંગલામુખીની ખાસ પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, 21 માળા રોજ જાપ કરજો. બંગલા ત્રૈલોક્ય વિજય કવચનો પાઠ કરો.

મકરઃ-
-માતા ષોડ્શીની આરાધના તમને વિશેષ ફળ આપનારી રહેશે. જાપ મંત્ર- श्रीं, 1-08 માળા 10 દિવસ સુધી કરજો. લલિતા સહસ્ત્રનામનો પાઠ કરો.

કુંભઃ-
-માતા ભુવનેશ્વરીની વિશેષ પૂજા કુંભ રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે. જાપ મંત્ર- ऐं ह्रीं श्रीं, 51 માળા રોજ જાપ કરજો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

મીનઃ-
-માતા બંગલામુખીની પૂજા કરો. જાપ મંત્ર- श्रीं ह्रीं ऐं भगवति बगले श्रियं देहि देहि स्वाहा, 21 માળા રોજ જાપ કરો. ત્રૈલોક્ય કવચનો પાઠ કરો.

બધી રાશિના લોકો સમાન રીતે જો દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકે છે. આ બધા માટે સર્વસિદ્ધિ પ્રદાન કરનાર પાઠ છે.

કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે?


ચૈત્ર સુદ એકમ એટલે કે હિન્દુ નવવર્ષનો પહેવો દિવસ. આ દિવસથી વાસંતિક નવરાત્રિનો પ્રારંભ થઈ જાય છે. આ નવ મહિનામાં ભગવતી દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ નવ દિવસમાં ભગવતિ દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. હિન્દુ પરિવારોમાં નવરાત્રિનો પહેલો દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. જેમાં જવારા વાવામાં આવે છે. તેની શાસ્ત્રકથન વિધિ આ પ્રમાણે છે –

ઘટ સ્થાપના માટે સમ્મુખી ચૈત્ર એકમ શ્રેષ્ઠ હોય છે. અમાસવાળી એકમમાં પૂજન ન કરો. ઘટ સ્થાપના સવારે જ કરો પરંતુ ચિત્રા કે વૈધૃતિ યોગ હોય તો તે સમયે ઘટસ્થાપના ન કરો, બપોરના કરો. અભિજિત મુહૂર્ત કે બીજા શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરો.

સર્વ પ્રથમ સ્નાન કરો ગોયના છાણથી પૂજા સ્થળે લેપન કરો. ઘટસ્થાપના માટે પવિત્ર માટીથી વેદીનું નિર્માણ કરો પછી તેમાં જવ અને ઘઉં વાવો તથા તેના પર પોતાની ઈચ્છા અનુસાર માટી, તાંબું, ચાંદી કે સોનાનો કળશ સ્થાપિત કરવો.

જો પૂર્ણ વિધિપૂર્વક ઘટસ્થાપના કરવી હોય તો પંચાંગ પૂજન (ગણેશ-અંબિકા, વરુણ, ષોડશમાતૃકા, સપ્તધૃતમાતૃકા, નવગ્રહ વગેરે દેવોનું પૂજન) તથા પુણ્યાહવાચન(મંત્રોચ્ચાર) બ્રાહ્મણ દ્વારા કરાવવો તથા પોતે કરવો.

આ પછી કળશ પર દેવીની મૂર્તિ સ્થાપિત કરો તથા તેના ષોડશોપચારપૂર્વક પૂજન કરવું. આ પછી શ્રીદુર્ગાસપ્તશતિનો સંપુટ અથવા સાધારણ પાઠ કરવો. પાઠની પૂર્ણાહુતિના દ્વશે દશાંશ હવન અથવા દશાંશ પાઠ કરવો જોઈએ.

દીપક સ્થાપન –

ઘટ સ્તાપનની સાથે દીપકની સ્થાપના પણ કરવામાં આવે છે. પૂજાના સમયે ઘીના દીપક પ્રગટાવે તથા તેના ચંદન, ચોખા તથા ફૂલથી પૂજા કરો. આ મંત્રનો જપ કરો –

भो दीप ब्रह्मरूपस्त्वं ह्यन्धकारनिवारक।

इमां मया कृतां पूजां गृह्णंस्तेज: प्रवर्धय।। 
 
  
ચૈત્રી નવરાત્રિમાં આ મંત્રથી, દૂર થશે દરેક રોગ અને દુઃખ

ચૈત્રી નવરાત્રિની શરૂઆત આ વખતે 23 માર્ચ, શુક્રવારથી થઈ રહી છે. ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસોમાં કરવામાં આવેલ સાધના વિશેષ ફળ પ્રદાન કરે છે. જો તમે પણ ઈચ્છતા હોવ કે તમને તથા તમારા પરિવારમાં બધા નિરોગી બની રહે તથા તેમને કોઈપણ પ્રકારની બીમારી ન થાય તો તેની માટે નીચે લખેલ મંત્રનો જાપ વિધિ-વિધાન પૂર્વક કરવો જોઈએ.

મંત્રઃ-

रोगानशेषानपहंसि तुष्टा, रूष्टा तु कामान् सकलानभिष्टान्।

त्वामामिश्रतानां न विपन्नराणां, त्वमाश्रिता हयश्रयंता प्रायन्ति।।

વિધિઃ-


-નવરાત્રિમાં દરેક દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મોથી નવરા પડી માતા દુર્ગાની પૂજા કરો.

-પરિવારના બધા સદસ્યોના સારા સ્વાસ્થ્ય માટે દેવીદુર્ગાની સામે થોડી સરસો(રાયડો) રાખીને આ મંત્રનો નવ દિવસ સુધી જાપ કરો.

-ઓછામાં ઓછા એક માળા અર્થાત્ 108 વાર રોજ આ મંત્રનો જાપ કરો.

-નવ દિવસ રાઈ(સરસિયાના)દાણા અગ્નિને સમર્પિત કરી દો.

-આ પ્રકારે મંત્ર જાપ કરવાથી તમે તથા તમારા પરિવારમાં કોઈ પણ બીમાર નથી થાય.









ચૈત્રી નવરાત્રી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ-એપ્રિલ મહિનામાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રી ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ સિવાય ભારતભરના લોકો આ નવરાત્રીમાં ઘટ સ્થાપન અને ઉપવાસ કરે છે.

ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવા વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાનાં દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જપ-હવન કરે છે, કોઈ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તે સ્વરૂપ હોય, પરંતુ ઉપાસના તો દેવીની જ થાય છે. જો સાધક પર દેવીની કૃપા ઊતરે તો તે તમામ પ્રકારનાં સંકટો, રોગો, દુશ્મનો, પ્રાકૃતિક આફતો વગેરે જેવાં કષ્ટોથી બચી શકે છે. તેના શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે તથા મન નિર્મળ થાય છે.
નવદુર્ગાનાં નવ સ્વરૂપ
દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પુજાય છે.


શૈલપુત્રી


માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતા દુર્ગાના પહેલા સ્વરૂપ એવાં શૈલપુત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે. પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. ત્યારે તેમનું નામ સતી હતું. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડયું હતું. તેમનું વાહન વૃષભ (બળદ) છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે.



બ્રહ્મચારિણ
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. દેર્વિષ નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ દુષ્કર તપસ્યાને કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગ્રત થાય છે.



ચંદ્રઘંટા
મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્રાકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન અને દસ હાથ છે. દસ હાથમાં બાણ, ખડગ, ગદાસહિત અનેક અસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે.

કુષ્માન્ડા
માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માન્ડાનું છે. તેમનું પૂજન નવરાત્રીના ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માન્ડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને આઠ ભુજાઓ છે, તેથી અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના સાત હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃત ભરેલો કળશ, ચક્ર તથા ગદા છે. જ્યારે તેમના આઠમા હાથમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આપનારી જપમાળા છે. માતા કુષ્માન્ડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે.
સ્કંદમાતા
માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું પૂજન નવરાત્રીના પાંચમા દિવસે કરવામાં આવે છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળસ્વરૂપે બેઠા હોય છે. તેમની ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચલી ભુજા જે ઉપરની તરફ ઊઠેલી છે, તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશાં કમળ પર બિરાજે છે. નવરાત્રીના પાંચમા દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે.
કાત્યાયની
નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. મર્હિષ કાત્યાયને તેમની પૂજા કરી, તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયાં. તેમનો વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે. તેમને ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ વરમુદ્રામાં છે. ડાબી તરફની ઉપરની ભુજામાં તલવાર અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.
કાલરાત્રી
નવરાત્રીના સાતમા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમનાં ત્રણ નેત્ર છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતાં રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ (ગધેડું) છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે જ્યારે નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશાં શુભફળદાયક છે. ભગવતી કાલરાત્રીનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગ્રત થાય છે.
મહાગૌરી
માતા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર (સફેદ) છે. તેમના જમણા હાથની ઉપરની ભુજા અભય મુદ્રામાં છે જ્યારે નીચેની ભુજામાં ત્રિશૂળ છે. ડાબા હાથની ઉપરની ભુજામાં ડમરું અને નીચેની ભુજા વરની શાંત મુદ્રામાં છે. પાર્વતરૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેને કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો, પરંતુ જ્યારે શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગૌર થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડી ગયું. મહાગૌરીની પૂજા-આરાધનાથી સોમચક્ર જાગ્રત થાય છે.
સિદ્ધિદાત્રી
માતા દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિયા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. માતા સિદ્ધિદાત્રીને આઠ ભુજાઓ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે. તેમના જમણા હાથની નીચેની ભુજામાં ચક્ર અને ઉપરની ભુજામાં ગદા તથા ડાબી તરફની નીચેની ભુજામાં શંખ અને ઉપરના હાથમાં કમળપુષ્પ છે. નવરાત્રીના નવમા દિવસે તેમની પૂજાને શુભ માનવામાં આવે છે. ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગ્રત થઈ જાય છે.   


સુખની પ્રાપ્તિ માટે દેવીને કેવા ભોગ ધરાવશો?
દેવી ભાગવતના આઠમા સ્કંધમાં દેવી ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે. દેવીનું પૂજન-અર્ચન, ઉપાસના, સાધના બાદ દાન આપવાથી આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.

* એકમઃ દેવીનું ષોડ્શોપચાર પૂજન કરીને નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વહેંચી દેવાથી તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.

* બીજઃ દેવીને સાકરનો ભોગ લગાવીને તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દીર્ઘ આયુષ્ય ભોગવે છે.

* ત્રીજઃ દેવીને દૂધનો ભોગ ધરાવીને તેનું દાન કરી કરવું. દૂધનો ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે.

* ચોથઃ દેવીને માલપૂઆનો ભોગ ધરાવીને તેનું દાન કરવું જોઈએ. માલપૂઆનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.

* પાંચમઃ દેવીને કેળાંનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાંનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે.

* છઠ્ઠઃ દેવીને મધુ (મધ)નો ભોગ ધરાવીને તેનું દાન કરવું. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે.

* સાતમઃ દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે.

* આઠમઃ દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે.

* નોમઃ દેવીને વિવિધ રાંધેલાં ધાન (અનાજ)નો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર બાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે.





સર્વ મિત્રો ને જય માતાજી..

Saturday, 17 March 2012

લક્ષ્મી જરૂર તમારી પર મહેરબાન થશે.

રોજ સવારે આ એક કામ, તમને ઝડપથી માલદાર બનાવી શકે!

ક્યારેક-ક્યારેક મહેનત કર્યા પછી પણ માણસ તેના પ્રયાસ પ્રમાણે ધનલાભ નથી પ્રાપ્ત કરી શકતો અને ક્યારેક વગર કંઈ કામ કર્યે પણ માણસ માલામાલ થઈ જાય છે. આ બધુ લક્ષ્મીની કૃપા ઉપર જ નિર્ભર છે. જો તમે પણ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોવ તો નીચે લખેલ ટોટકાને સાચા મનથી દરરોજ કરો. લક્ષ્મી જરૂર તમારી પર મહેરબાન થશે.

ઉપાયઃ-

સવારે નિત્ય કર્મથી નવરા પડી આટાની 108 નાની-નાની ગોળીઓ બનાવો. ગોળીઓ બનાવતી વખતે મનમાં શ્રદ્ધાપૂર્વક ऊँ लक्ष्मी लक्ष्माये नम: મંત્ર જાપ કરતા રહો. ત્યારબાદ આ લોટની ગોળીઓને કોઈ તળાવમાં કે સરોવરમાં માછલીઓને ખવડાવો. દરરોજ આ ઉપાય કરવાથી ઝડપથી તમારી ઉપર લક્ષ્મીની કૃપા વરસશે. ધનલાભ માટે આ ખૂબ જ અચૂક ઉપાય માનવામાં આવ્યો છે.

Sunday, 4 March 2012

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એક વ્રત એટલે પ્રદોષ.

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એક વ્રત એટલે પ્રદોષ.
ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એક વ્રત એટલે પ્રદોષ. દરેક માસની તેરસની તીથીના આ વ્રત કરવામાં આવે છે. જેયારે તેરસ સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ કહેવામાં આવે છે. સોમવાર તથા તેરસનો સંયોગ વિશેષ ફળદાયી હોય છે.

પંચાંગ ભેદના કારણે આ વખતે સોમ પ્રદોષ (5 માર્ચ)તથા મંગળ પ્રદોષ(6 માર્ચ)નો યોગ બની રહ્યો છે. ભક્તઆ બન્નેમાંથી કોઈ પણ પ્રદોષ વ્રત કરીશકે છે. તેની વિધિ એક સમાન રહેશે. પ્રદોષ વ્રતના પાલન માટે શાસ્ત્રોક્ત્ત વિધિ આ પ્રમાણે છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ કાર્ય કરાવવું શ્રેષ્ઠ રહે છે.

વિધિ –

- પ્રદોષ વ્રતમાં પાણી પીધા વગર આ વ્રત કરવાનું હોય છે. સવારે સ્નાન કરીને ભગવાન શંકર, પાર્વતિ અને નંદીને પંચામૃત તથા ગંગાજળથી સ્નાન કરાવી બિલ્વપત્ર, ચંદન, ચોખા, ફૂલ, ધૂપ, દિપ, નૈવેદ્ય, ફળ, પાન, સોપારી, લવિંગ, એલચી ભગવાનને ચઢાવો.

- સાંજના સમયે ફરી સ્નાના કરી આ રીતે શિવજીનું પૂજન કરવું. શિવજીની ષોડશોપચાર પૂજન કરવું.

- ભગવાન શિવને ઘી અને સાકર ભેળવેલા જવનો ભોગ ચઢાવવો.

- આઠ દિપક આઠ દિશામાં પ્રગટાવો. દરેક દિપક રાખતા પ્રણામ કરો. શિવ આરતી, મંત્ર, જાપ, સ્તોત્ર કરવો.

- રાત્રિના જાગરણ કરવું.

આ પ્રકારે દરેક મનોકામના પુર્ણ થાય છે. વ્રત કરનારે વ્રતને પૂરા ધાર્મિક વિધાન અને સંયમથી કરવું જોઈએ.

Saturday, 3 March 2012

હોળી | હોલિકાદહન | ધુળેટી | રંગોની હોળી ...

હોળી | હોલિકાદહન | ધુળેટી | રંગોની હોળી ...

ખેલો ખેલો હોળી રે ખેલૈયા,
રંગે રોળાઓ રસિયા ઘેરૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
ઘોળી કસુંબા કેસર સાથે,
પીયો પીયો રે ખૂબ ભૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
વસ્ત્ર દલાડો કેસૂડી રંગે,
અબીલ-ગુલાલ છવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
ધામધૂમ બહુ ધૂમ મચાવો,
કાંઈ કાંઈ બજાવી ગવૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.
નર્મદ કવિ પણ આજે બન્યા છે,
રંગીલા બાળ કનૈયા,
ખેલો ખેલો હોળી રે ખેલૈયા.

 
હોળીકા દહન માટે આ છે સૌથી શુભદાયક શ્રેષ્ઠ મૂહુર્ત

હોળીકા દહન ભદ્રા રહિત હોય તેવી પ્રદોશ વ્યાપીની હોળીની પુનમ હોય છે અને સાયંકાળે હોળીકા દહન કરવાનો સામાન્ય નિયમ છે. બુધવારે સાંજે ૫.૫૨ કલાકે પુનમ શરૂ થાય છે અને ગુરૂવારે બપોરે ૩.૦૯ કલાકે પુનમ પુરી થઇ જતી હોવાથી પ્રદોશ સમય મળતો નથી. જ્યોતિષાચાર્યના મતે બુધવારે સાંજે ૭થી૯.૧૫ કલાક દરમ્યાન હોળીકા દહન કરવા માટે ઉત્તમ મુહુર્ત છે.

 
અતુલ્ય પુણ્ય પ્રાપ્ત કરવા, આ રીતે કરવામાં આવે છે હોળીની પૂજા

હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાં એક છે. આ તહેવાર ફાગણની પૂનમે મનાવવામાં આવે છે. હોળીની સાંજે હોલીકાનું પૂજન કરવામાં આવે છે. હોલીકાની પૂજન વિધિ-વિધાનથી કરવાથી અતુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. હોળીની પૂજા વિધિ આ પ્રકારે છે.

-પૂજન સામગ્રીઃ-

રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા વગેરે

-પૂજા વિધિઃ-

એક થાળીમાં બધી પૂજન સામગ્રી લઈ લો અને સાથે એક લોટો પાણી પણ લઈ લો. ત્યારબાદ હોળી પૂજનના સ્થાને પહોંચી, નીચે લખેલ મંત્રનું ઉચ્ચારણ કરતા પોતાની ઉપર અને પૂજન સામગ્રી ઉપર થોડું થોડું પાણી છાંટો

ऊँ पुण्डरीकाक्ष: पुनातु, ऊँ पुण्डरीकाक्ष: पुनातु, ऊँ पुण्डरीकाक्ष: पुनातु।

હવે હાથમાં પાણી, ચોખા, ફૂલ તથા કેટલીક દક્ષિણા લઈ નીચે લખેલા મંત્રનો ઉચ્ચારણ કરો.

ऊँ विष्णु: विष्णु: विष्णु: श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया अद्य दिवसे शोभन नाम संवत्सरे संवत् 2068 फाल्गुन मासे शुभे शुक्लपक्षे पूर्णिमायां शुभ तिथि बुधवासरे ----------गौत्र(પોતાના ગોત્રનું નામ લો.) उत्पन्ना----------(પોતાના નામનું ઉચ્ચારણ કરો.)

मम इह जन्मनि जन्मान्तरे वा सर्वपापक्षयपूर्वक दीर्घायुविपुलधनधान्यं शत्रुपराजय मम् दैहिक दैविक भौतिक त्रिविध ताप निवृत्यर्थं

सदभीष्टसिद्धयर्थे प्रह्लादनृसिंहहोली इत्यादीनां पूजनमहं करिष्यामि।

ગણેશ-અંબિકા પૂજન
સર્વપ્રથમ હાથમાં ફૂલ અને ચોખા લઈ ભગાવન ગણેશનું ધ્યાન કરો...

गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम्। उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपमजम्।। ऊँ गं गणपतये नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि।।
હવે ભગવાન ગણપતિને એક પુષ્પ ઉપર રોળી તથા અક્ષત લગાવીને સમર્પિત કરી દો. ऊँ अम्बिकायै नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि सर्मपयामि।।
માતા અંબિકાનું ધ્યાન કરતા કરાતા પંચોપચાર પૂજા માટે ગંધ, ચોખા અને ફૂલ ચઢાવો.

ऊँ नृसिंहाय नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि।।

ભગવાન નૃસિંહનું ધ્યાન કરતા કરતા પંચોપચાર પૂજા માટે ગંધ, ચોખા અને ફૂલ ચઢાવો. ऊँ प्रह्लादाय नम: पंचोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि।।
પ્રહ્લાદનું સ્મરણ કરતા કરતા નમસ્કાર કરી અને પંચોપચાર માટે ગંધ, ચોખા અને ફૂલ ચઢાવો.

હવે નીચે લખેલા મંત્રનો ઉચ્ચારણ કરતા હોળીની સામે બંને હાથ જોડી ઊભા થઈ જાઓ તથા પોતાની મનોકામનાની પૂર્તિ માટે નિવેદન કરો. असृक्पाभयसंत्रस्तै: कृता त्वं होलि बालिशै: अतस्त्वां पूजयिष्यामि भूते भूतिप्रदा भव:।।
હવે ગંધ, ચોખા, ફૂલ, સાબૂત મગ, સાબૂત હળદર, નારિયળ તથા બડકુલા(ભરભોલિયા) હોળીના સોટા કે ડાંડની નજીક છોડી દો. કાચુ સૂતર તેની ઉપર બાંધો અને પછી હાથ જોડીને હોળીની ત્રણ, પાંચ કે સાત પરિક્રમા કરો. પરિક્રમા પછી લોટામાં ભરેલું પાણી ત્યાં ચઢાવી દો.

હોળીકા દહન ભદ્રા રહિત હોય તેવી પ્રદોષ વ્યાપીની હોળીની પૂનમ હોય છે અને સાયંકાળે હોળીકા દહન કરવાનો સામાન્ય નિયમ છે. બુધવારે સાંજે ૫.૫૨ કલાકે પૂનમ શરૂ થાય છે અને ગુરૂવારે બપોરે ૩.૦૯ કલાકે પુનમ પૂરી થઇ જતી હોવાથી પ્રદોષ સમય મળતો નથી. જ્યોતિષાચાર્યના મતે બુધવારે સાંજે ૭થી૯.૧૫ કલાક દરમ્યાન હોળીકા દહન કરવા માટે ઉત્તમ મુહુર્ત છે.

બુધવારે ભદ્રા હોવા છતા હોળીકા દહન માટે અન્ય કોઇ વિકલ્પ મળતો નથી જેથી બુધવારે સાંજે ૭થી ૯.૧૫ કલાક દરમ્યાન હોળીકા દહન કરવુ જોઇએ કેમ કે દિવસે હોળીકા દહન કરવુ સર્વ ગ્રંથોથી વિરૂધ્ધ છે.

 
હોળી ઉપર આ જ પૂજન સામગ્રી કેમ ચઢાવે છે?
હોળીનો તહેવાર ભારત સહિત અનેક દેશોમાં પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. હિન્દુ મહિલાઓ હોળીની પૂજા કરે છે તથા વિભિન્ન પૂજા સમગ્રી હોળીમાં અર્પિત કરે છે. જેમ કે, ઉંબી (ઘઉં જવની પોક), છાણાની માળા, શ્રીફળ તથા નાડુ વગેરે. આ પરંપરા સદીઓ જૂની છે. પરંપરાગતરીતે હોળી ઉપર ચઢાવવામાં આવતી સામગ્રી પાછળ કેટલાક ભાવ છૂપાયેલા હોય છે જે આ પ્રકારે હોય છે—

પોક(ઘઉં જવની ઉંબી)-

આ નવા અન્નનું પ્રતીક છે. ભારતીય પરંપરામાં આને વિધાનની સાથે ઉપભોગમાં લેવામાં આવે છે, એટલે અગ્નિનો ભોગ લગાવે છે અને પ્રસાદના રૂપમાં અન્ન ઉપયોગમાં લે છે.

છાણાની માળાઃ-

-અગ્નિ અને ઇન્દ્ર વસંતની પૂનમના દેવતા માનવામાં આવે છે. તે અગ્નિને પહેરાવવાનું પ્રતીકરૂપે ચઢાવવામાં આવે છે. તેને 10 દિવસ પહેલા બાળકીઓ બનાવીને તૈયાર રાખે છે.

નાડુઃ-

આ વસ્ત્રનું પ્રતીક છે. હોળીને શૃંગારિત કરવાનો ભાવ એમાં છુપાયેલો છે.

નારીયળઃ-

આ શ્રીફળ માનવામાં આવે છે. ફળના રૂપમાં તેનું અર્પણ કરે છે. તેને ચઢાવીને પાછા લાવે છે અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરે છે.

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિમાં હોલીકા દહનનું આગવુ મહત્વ ધરાવે છે. અગ્નિ એ રોગ સામે રક્ષણ આપતી શક્તિ છે., એટલે જ અગ્નિ સ્વરૂપ શમી વૃક્ષનું ઠુંઠુ બાળીને રોગ શમન કરવામાં આવે છે. આ વર્ષે વિક્રમ સંવત ૨૦૬૮માં ફાગણ સુદ ૧૪ તા.૭ માર્ચને બુધવારે સાંજે ૦પ-પપ કલાકે ૧૪ની તિથિ પૂરી થઇ જાય છે જે બીજા દિવસે ગુરૂવારે બપોરના ૦૩-૧૧ સુધી રહે છે.

શાસ્ત્રની આજ્ઞા મુજબ સાયંકાળની પૂર્ણિમા તિથિ હોય ત્યારે હોલિકા દહન જે દિવસે સાંજે પૂનમ હોય તે સાંજે હોળીનું દહન કરવું એવું શાસ્ત્રનું વચન છે. આથી આ વર્ષે તા.૭ માર્ચને બુધવારે હોળીનું દહન કરવામાં આવશે.બાદમાં ગુરૂવારે રંગ પર્વ ધૂળેટી ઉજવાશે.

તા.૭ માર્ચને બુધવારે હોળી ઉજવાશે જેમાં હોલિકા દહનનો શ્રેષ્ઠ સમય સાંજના ૦૭-૩૩થી ૦૮-૨પ સુધીનો છે. 

બુધવારે હોળીનું પર્વ ઉજવ્યા બાદ તા. ૮ માર્ચને ગુરૂવારે રંગોત્સવ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. કદમગીરી તીgથ ઉપર કોળાંબા ડુંગરે બિરાજમાન માતા કમળાઇમાતાના સાનિધ્યમાં પરંપરાગત કમળા હોળી તા.૬ માર્ચને મંગળવારે ઉજવાશે.

હોળી-ધૂળેટીનું પર્વ આમ તો અનેક પ્રકારની પ્રાચીન કથાઓ સાથે સંકળાયેલુ છે. પરંતુ મુખ્યત્વે અહંકાર અને આસૂરી વૃત્તિ તથા વિકારોને બાળવાનું આ પર્વ હિન્દુ સંસ્કૃતિના લગભગ દરેક ધર્મમાં જુદી-જુદી રીતે ઉજવાય છે.

૨૯ ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો આરંભ થશે

હોળી પહેલાના આઠ દિવસ એ હોળાષ્ટક કમૂહુર્તાના ગણવામાં આવે છે. હિન્દુઓની પ્રાચીન માન્યતા અનુસાર આ દિવસોમાં હોળીની સામી જાળ હોય છે. આથી આ આઠ દિવસ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો ત્યાજ ગણાય છે. તા. ૨૯ ફેબ્રુઆરી, ફાગણ સુદ સાતમને બુધવારે સાંજના ૦૭-૪૨ કલાકથી હોળાષ્ટક શરુ થાય છે જે ફાગણ-સુદ-પૂનમ તા.૮ માર્ચને ગુરુવાર સુધી રહેશે.
 
હોળી, જેને 'રંગોનો તહેવાર' પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.

ઇતિહાસ

પ્રથમ કથા  - બાળકોને બીવડાવતી હતી રાક્ષસી -

યુધિષ્ઠિરે કૃષ્ણને પૂછ્યુ - ફાગણ પૂર્ણિમાએ દરેક ગામ અને નગરમાં એક ઉત્સવ કેમ થાય છે. દરેક ઘરમાં બાળકો કેમ મસ્તીમાં ખોવાય જાય છે, અને હોળિકા કેમ સળગાવવામાં આવે છે, આમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે.,. અને આને 'અડાડા' કેમ કહેવામાં આવે છે ? શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરને રાજા રધુના વિશે એક દંતકથા સંભળાવી. રાજા રધુ પાસે લોકો એ ફરિયાદ લઈને ગયા કે 'ઢોળ્ડા' નામની એક રાક્ષસી બાળકોને દિવસ-રાત સતાવતી રહે છે. રાજા દ્વારા પૂછવામાં આવતા તેમણે પુરોહિતે જણાવ્યુ કે પેલી માળીની છોકરી એક રાક્ષસી છે, જેણે શિવે વરદાન આપ્યુ છે કે તેને દેવ, માનવ, વગેરે નહી મારી શકે અને ન તો કોઈ શસ્ત્ર તેને મારી શકે કે ન તો ઠંડી, ગરમી કે વરસાદ તેને મારી શકે છે, પરંતુ શિવે એટલુ કહ્યુ કે તે રમતા બાળકોથી બી શકે છે. પુરોહિતે જણાવ્યુ કે ફાગણની પૂનમના રોજ શિયાળો સમાપ્ત થાય છેઅ એન ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે. 

ત્યારે લોકો હંસે અને આનંદ મનાવે. બાળકો લાકડીના ટુકડા લઈને બહાર આનંદપૂર્વક નીકળી પડે. લાકડીઓ અને ઘાસ ભેગા કરે. રક્ષા મંત્રોની સાથે તેમા આગ લગાવે, તાળિઓ વગાડે, અને અગ્નિની ત્રણ વાર પ્રદક્ષિણા કરે. ખૂબ હસે અને મસ્તી, અટ્ટહાસ્ય કરવાથી તે રાક્ષસી મરી જશે. જ્યારે રાજાએ આ બધુ કર્યુ તો રાક્ષસી મરી ગઈ અને તે દિવસને અડાડા કે હોળિકા કહેવામા આવી.  

 બીજી કથા - હોળિકા અને પ્રહલાદ

હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

પરંપરા

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.
હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

સંગીતમાં હોળી

  • હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.
  • વૈષ્ણવ ધર્મમાં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતી હોળીનાં વર્ણનનાં સુંદર ગીતો મળી આવે છે. જે મહદાંશે વૃજભાષામાં હોય છે.
  • ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
    • "રંગ બરસે ભિગે ચુનરવા..."
    • "હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.."
  • ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:
    • "રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
    • "કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ

વૈજ્ઞાનિક રીતે હોળીનું મહત્વ 

તહેવારોનું ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે. આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નિખરીને નીકળશે.
વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે?
 
હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન નથી. 

હોળી જીવનને બનાવતી રંગીન   

રંગો વિના સંસાર કેટલો સુનો, અધુરો હોય છે તેની કલ્પના પણ ખુબ જ દુ:ખદાયક છે. જે પરમાત્માએ પ્રકૃતિમાં અગણિત રંગો પુર્યા તેને જ મનુષ્યને રંગોને જોવા માટે અને ઓળખવા માટે અગણિત આંખો આપી અને તેનાથી આનંદિત થઈ શકે તેવી ચેતના પણ પ્રદાન કરી. એ કહેવું મુશ્કેલ છે કે તેને વિવિધ રંગોને જોવા માટે આંખો આપી કે આંખોની રચના બાદ તેના રસ્તા મનને અવર્ણનીય સુખ પહોચાડવા માટે પ્રકૃતિમાં રંગ વેર્યા. 
 
આજકાલ સજાવટી કલર બનાવનાર કંપનીઓ અત્યાધુનિક કોમ્પ્યુટરના માધ્યમથી જેટલા રંગ અને શેડસ પોતાના ગ્રાહકને આપી રહી છે કે ભવિષ્યમાં આપશે તેનાથી લાખ ઘણાં લોભામણા કલર તે પરમાત્માએ પોતાની પીંછી દ્વારા પૃથ્વીના દરેક કણ કણમાં ભરી દિધા છે. સંસાર રચનારે કહ્યું કે માણસ ફૂલોમાં, પતંગિયામાં, મોરમાં, સૂરજ-ચંદ્રની સાથે સાથે ડગથી ડગ માંડીને ચાલતાં અને દરેક પળે ચહેરો બદલતાં આકાશના ચિત્તાકર્ષક રંગોમાં, ઈન્દ્રધનુષ્ય વગેરેમાં સૃષ્ટિની રચયિતાની સુંદરતાની ઝલક મેળવી શકે તેને સત્યં શિવં સુંદરમનું જ્ઞાન મેળવવાનો અવસર મળે. 
 
રંગોની અનુભૂતિ કરનાર, ખૂબસુરતીથી આનંદિત થનાર મન ભગવાને માણસને આપ્યું છે. ઘણાં પશુ પક્ષીઓ અલગ અલગ રંગ જોવા અને ઓળખવામાં અસક્ષમ હોય છે. જો કે પશુ પક્ષીઓને જુદા જુદા રંગ, પેટર્ન, ડિઝાઈન, રંગ સંયોજન વગેરે વારસામાં મળે છે. બીજી બાજુ વિડંબના છે કે રંગોથી સૃજીત થનાર સૌદર્યનો પુજારી હોવા છતાં પણ મનુષ્ય જાતે રંગીન મીજાજ તો થઈ શકે છે પણ પોતે રંગીલો નથી થતી શકતો. 
 
તે વધારે અને ઓછો ગોરો હોઈ શકે છે, સાવલો, ઘૌવરર્ણૉ પણ હોઈ શકે છે પરંતુ પતંગિયા જેવા અલૌકિક રંગો નથી મેળવી શકતો. તે પોતાની ચારે બાજુ રંગીન વસ્તુઓ, રંગીન પ્રાણીઓ વગેરેને જોઈ શકે છે અને તેની અંદર પોતે પણ અનુભવી ન શકે તેવી દબાયેલી ઈચ્છા હોય છે પરંતુ તેની આ છટપટાહટ બહાર નથી જોઈ શકાતી. 
 
રંગોની આ અભિલાષા જ્યારે સામાજીક, સામુહિક બની જાય છે તો હોળી આવે છે. રંગોની આરાધનાનો એક અનોખો સામાજીક તહેવાર અસ્તિત્વમાં આવી જાય છે અને લોકો એકબીજાને જુદા જુદા રંગોમાં નાંખી દે છે. ફાગણ રમાય છે, ગુલાલ ઉડાડે છે, રંગ ભરીને એકબીજા પર પીચકારીઓ મારે છે. માણસ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક અનુભવે છે. માણસ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક મહેસુસ કરે છે અને તનની સાથે સાથે મનને પણ રંગી લે છે. 
 
સાચા અર્થમાં પ્રકૃતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૂપ આપવાનો એક અવસર છે. એક અદ્વિતિય તહેવાર છે હોળી. પહેલાં આપણા દેશની અંદર હોળી અને વસંતોત્સવ ઘણાં દિવસો સુધી ઉજવવામાં આવતો હતો. હોળીની સાથે જોડાયેલ આસુરીવૃત્તિવાળા હિરણ્યકશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદ નએ હોળીકાની કથા તો દરેક વ્યક્તિના મનમાં વસેલી છે. પોતાના પરસેવાની કમાણીથી પાકેલ અનાજ પર ખુશી ઉજવતાં ખેડુતો માટે પોતાના આનંદને સાર્વજનિક કરવાનો પણ એક રસ્તો છે. ભારત છે જ ગામડાઓનો દેશ.
 
રંગોના તહેવારની શરૂઆત દુનિયામાં જો ક્યાયથી થઈ હોય તો તે છે ભારત. સંસારના કયા ખુણામાં જનસામાન્યના આ ખુશનુમા તહેવાર માટે આવા મસ્ત લોકો મળતાં હતાં? 

મનાવો આ રંગથી હોળી રંગીન થશે આપનું કિસ્મત
આ હોળી પર કેવા રંગનો ઉપયોગ કરશો કે જે આપના વ્યવસાય તથા નોકરી માટે લાભદાયક હોય છે. હા, આ શક્ય છે કે તમે જેવો રંગ પસંદ કરો છો એ તમારા લાભમાં વધારો કરી શકે છે. તો ચાલો જોઈએ...

લાલ રંગ –

લાલ રંગ ભૂમિપૂત્ર મંગળનો રંગ છે. જમીન સંબંધિત કાર્ય કરનારા બિલ્ડર્સ, પ્રોપર્ટી ડીલર્સ, કોલોનાઈજર્સ, એંજીનિયર્સ, વગેરેનો વ્યવસાય કરનાર તથા પ્રશાસનિક અધિકારીઓને લાલરંગથી જ હોળીનો ઉત્સવ માનાવવો જોઈએ તથા ગરીબોને ભોજન કરાવવાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે. બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
મિત્ર રંગઃ ગુલાબી, કેસરી, મરૂન

લીલો રંગ –

લીલો રંગ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. વેપારમાં વૃદ્ધિ, શિક્ષક, અભિનેતા, વિદ્ધાર્થિઓ, જજ વગેરેએ તથા લેખક, પત્રકાર વગેરેએ પણ હોળીમાં આ રંગનો ઉપયોગ કરવાથી લાભ તથા સફળતા પ્રાપ્ત થાય છે. કોમ્પ્યુટર સાથે જોડાયેલા લોકો માટે પણ લીલો રંગ શુભ માનવામાં આવે છે.
મિત્ર રંગઃ નીલો, પીળો, આસમાની.

પીળો રંગ –

પીળો રંગ ગુરુનું પ્રતિનિધ્ત્વ કરે છે. ગુરુ સોનું, ચાંદિ, અન્ન વેપાર આર્થિક પક્ષને પ્રભાવિત કરે છે. અનાજના વેપારી, સોના ચાંદીના વેપારી, શેરનો વેપાર કરનારને આ રંગ તેની સ્થિતિ મજબૂત કરે છે. તમાપા બીજા સાથીઓથી બે ગણી સારી સ્થિતિમાં રહેશે. સન્માનિત થશે.
મિત્ર રંગઃ લાલ, લીલો, જાંબલી

નિલો રંગ –


નીલો રંગ શનિ ગ્રહનો છે. અભિનેતા, રંગમંચ, કોમ્પ્યુટર, પ્લાસ્ટિક, પેંઈન્ટ વેપારી, લોખંડના વેપારી તથા રાજનીતિજ્ઞ લોકો હોળી પર ઉત્સવ નીલા રંગથી મનાવો. તેથી આપ નવી ઉંચાઈ અને નવી પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો.

- ઝડપથી વિવાહ માટે પીળા રંગથી હોળી મનાવો.

- કોર્પોરેટ કર્મચારી પીળા તથા લીલા રંગથી હોળી મનાવો.

- વિદેશ યાત્રાની કામના વાળા બ્રઉન રંગથી હોળી મનાવો.

- પ્રમોશન માટે લાલ રંગનો ઉપયોગ કરો.

- ગૃહીણીયો માટે લાલરંગ જ ઉત્તમ રહેશે. 

આ હોળી ઉપર શું થશે તમારી સાથે, કેવી રહેશે હોળી?
તમારી માટે કેવો રહેશે હોળીનો તહેવાર? જાણો શું થવાનું છે તમારી સાથે? શા માટે ખાસ રહેશે તમારી માટે હોળી? જાણો શું કહે છે તમારા ગ્રહો પ્રમાણે રાશિફળ.. જાણો તમારી રાશિથી...

મેષઃ-

-આ વર્ષે તમારી માટે હોળીના રંગ શુભ ફળ આપનારા રહેશે. મેષ રાશિવાળા માટે હોળીનો તહેવાર સારો સમય લઈ આવ્યો છે.

વૃષભઃ-

-આ રાશિના લોકો પોતાના મૂડથી હોળી મનાવી લેશે. હોળીના શુભ હોવી અને ન હોવી તેમના હાથમાં રહેશે. આ રાશિના લોકો હોળીના રંગોને ફીકા નહીં પડવા દે. એ તમારા હાથમાં છે. નશાથી દૂર રહેજો.

મિથુનઃ-

-મિથુન રાશિવાળા માટે હોળીનો તહેવાર શુભ ફળ આપનારો રહેશે. આ રાશિવાળાને કોઈ મોટું પરિવર્તન જોવા નહીં મળે. ઉત્સાહ ચરમ સીમા ઉપર રહેશે. વધુ ઊર્જાવાન મહેસૂસ કરશો. સમયનો આનંજ ઊઠાવો.

કર્કઃ-

-આ રાશિના લોકોને સાવધાનીથી હોળી રમવી. મનને નબળા ન પડવા દો. સૂકા રંગો અને ગુલાલથી હોળી રમો. પરિવાર તથા મિત્રોની સાથે હોળીને રંગીન બનાવી દેશો.

સિંહઃ-

-હોળીના રંગ તમને લાંબા સમય સુધી ખુશ રાખશે. તમારી જ રાશિમાં મંગળ અને ચંદ્રનો લક્ષ્મી યોગ શુફ ફળ આપનાર રહેશે. તેનાથી તમને લાંબા સમય સુધી લાભ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન આપવું.

કન્યાઃ-

-હોળીને રંગીન બનાવવા માટે તમારે જ શરૂઆત કરવી પડશે. ઘરની બહાર નિકળશો તો તમારી હોળીના રંગ જીવંત થઈ ઊઠશે. સાવધાન રહેવું. વાહન ધીરે ચલાવવું.

તુલાઃ-

-તમારી રાશિનો સ્વામી શુક્ર મેષ રાશિમાં રહેશે. શુક્ર તમારી રાશિથી જ સાતમી રાશિમાં રહેશે. જે તમને શુભ ફળ આપનાર રહેશે. આ જીવનમાં આનંદને વિખેરનારો રહેશે. ઉન્માનદથી બચવું. શુભ કામનાઓ પ્રફુલ્લિત કરશે.

વૃશ્ચિકઃ
-

-પ્રસન્નતા વધશે. પરિવારને સંગ હોળી ખુશહાલ રીતે મનાવશો. બહાર નિકળવાથી બચવું. તમારી રાશિ ઉપર શનિની સાડાસાતી થકાવી દેનારી હોઈ શકે છે પણ તે સાથે સાથે ઉંમગ અને ઉત્સાહ આપનારી પણ રહેશે.

ધનઃ
-

-ધન રાશિના લોકો માટે હોળીનો તહેવાર મૌજ-મસ્તી આપનારો રહેશે. આ રાશિવાળા માટે તહેવાર શુભકાનાઓની ફૂહારોથી લબાલબ રહેશે. તમે આ તહેવાર ઉપર ઊર્જાવાન બની રહેશો. સાથે જ પરિચિત પણ ખુશ રહેશે. હોળીનું આગમન શુભ રહેશે.

મકરઃ-

-તમારી રાશિના સ્વામી શનિ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપજો. પોતાના લોકો સાથે હોળી મનાવો, તો સારું રહેશે, સારી ક્વોલિટીના રંગ વાપરજો. જે સ્વાસ્થ્ય માટે સારા હોય.

કુંભઃ-

-શનિની રાશિવાળા માટે હોળી જીવનસાથી તથા મિત્રોના રંગોની છાટથી ખુશનુમાન રહેશે. આ હોળી ઉપર ગ્રહો તમારી સાથે રહેશે.

મીનઃ-

-મીન રાશિવાળાને સાવધાનીથી હોળી મનાવવી જોઈએ. આ રાશિવાળા લોકો નાની-નાની વાતોનું ધ્યાન ન આપે. તો હોળી ખુશીઓ ભરેલી રહેશે. નશાથી બચવું. વાહન ચલાવાવમાં સાવધાની રાખવી.



હોળીનો રંગ તહેવાર પૂરા દેશમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. હોળી રંગ તથા મસ્તિનો તહેવાર છે. પહેલા હોળી પ્રાકૃતિક રંગોથી મનાવવામાં આવતી પણ હવે કેમિકલયુક્ત રંગોથી મનાવવામાં આવે છે.

આ કારણે રંગ સરળતાથી નીકળતા પણ નથી અને આપણી ચામડીને ખરાબ કરે છે. આમ તો રંગ નિકાળવા બધા ઘણા નુસ્ખા અપનાવે છે પણ તે નુસ્ખા પણ બગાડી શકે છે આપની ચામડી માટે અહીં છે તમારી ચામડીને ખરાબ ન થવા દે તેવા ઉપાય.

- હોળી રમતા પહાલા ખાસ પ્રકારે તમારા પોતાના હાથ-પગ, ચહેરા પર, વાળ અને શરીર પર સારી રીતે નારીયેળ કે સરસવનું તેલ કે કોઈ લોશન લગાવી લો.

- આંખોમાં રંગ કે ગુલાલ પડતા આંખને તરત ઠંડા પાણીથી ધુઓ, ધ્યાન રાખો કે આંખને વધારે ચોળો નહીં. તેનાથી બળતરા થવા લાગશે. આંખમાં ગુલાબ જળના ટીપા નાખો. આરામ મળશે.

- ન્હાવા માટે મૂલ્તાનની માટીનો ઉપયોગ કરી શકો છો. ત્વચા પર ભીની મૂલ્તાની માટી લગાવો થોડીકવાર સુકાવા દો. પછી તેને ધોઈ નાખો. તેનાથી રંગ નિકાળવામાં ઘણી મદદ મળશે.

- લીંબુના રસમાં દહીં મેળવી તેને લગાવી પછી સ્નાન કરો. તેનાથી રંગ ઉતરી શકે છે.

- નારીયળનું તેલ કે દહિંથી ચામડીને ધીરે ધીરે સાફ કરો.

- માથા પરનો કલર નિકાળવા માટે ચણાનો લોટ કે દહીં-આંબળા (એક રાત પહેલા પલાળેલા )થી પણ માથું ધોઈ શકો છો. આ પછી વાળમાં શેંમ્પૂ કરો.

તો થઈ જાવ જબરદસ્ત હોળી રમવા માટે... રંગની ફિકર છોડો


હોળીના રંગ દુર કરવા અજમાવો

આખા વર્ષ દરમિયાન રાહ જોયા બાદ હોળી રમવાનો તહેવાર આવે છે. પરંતુ ઘણાં લોકો ત્વચા અને સૌદર્ય ખરાબ થવાની બીકે હોળી રમતાં ગભરાય છે. તેના માટે ડરશો નહિ હવે રંગ છોડાવવા માટેના ઘરેલુ નુસખા અહીં આપેલ છે. આનો ઉપયોગ કરીને તમે હોળીના રંગોને સરળતાથી છોડાવી શકો છો. હવે તમે જરા પણ ગભરાયા વિના હોળીનો આનંદ લો અને હોળી રમ્યા બાદ ઘરેલૂ ઉબટન દ્વારા તમારા ચહેરાને ફરીથી નિખારી દો. 
 
બેસન, લીંબુ અને દૂધની પેસ્ટ બનાવીને પહેલાં રંગથી ભરેલી ત્વચાને સાફ કરીને પછી લગાવો. પંદર-વીસ મિનિટ સુધી રહેવા દિધા બાદ તેને નવાયા પાણીથી ધોઈ લો.
જવનો લોટ અને બદામ ભેળવીને તેને ત્વચા પર લગાવી તેનાથી ત્વચા સાફ કરો.
થોડાક કાચા પપૈયાને દૂધની અંદર પીસીને મુલતાની માટી અને થોડુક બદામનું તેલ મેળવીને ચહેરા અને હાથ પર લાગવો ત્યાર બાદ અડધા કલાક બાદ ચહેરાને ધોઈ લો.
સંતરાની છાલ, મસૂરની દાળ તેમજ બદામને દૂધની અંદર પીસીને પેસ્ટ બનાવી લો અને ઉબટનની જેમ રગડીને ધોઈ લો. રંગ સાફ થઈને નીખરી ઉઠશે.
ખીરાનો રસ થોડાક ગુલાબજળની અંદર એક ચમચી વિનેગર ભેળવીને મોઢુ ધોવાથી રંગ સાફ થઈ જશે.
જો રંગ વધારે પડતો ડાર્ક હોય અને તે ઉતરતો ન હોય તો બે ચમચી જીંક ઓક્સાઈડ અને બે ચમચી કેસ્ટર ઓઈલ મેળવીને લેપ બનાવો અને તેને ચહેરા પર લાગાવો. વીસ-પચીસ મિનિટ બાદ સાબુ અને સ્પંચથી રગડીને ચહેરાને ધોઈ લો. 
 
* બે ચમચી મિલ્ક પાવડર અને થોડુક હાઈડ્રોજન પેરોક્સાઈડ પેસ્ટ બનાવીને થોડાક ટીંપા ગ્લીસરીનની સાથે ભેળવીને પંદર- વીસ મીનીટ સુધી લગાવીને ધોઈ લો.
આ સિવાય એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કે રંગ ભલે સાબુથી નીકળે કે ઉપર આપેલા ઉપાયોથી પરંતુ નહાયા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. જો તે ન હોય તો કેસ્ટર ઓઈલ અને ગ્લીસરીનના ટીંપા લઈને વિટામીન ઈની બે કેપ્સુલ આની અંદર તોડીને તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચા રૂખી થવાથી બચી જશે.  

સળગતી હોળીમાં અનાજ કેમ નાંખવામાં આવે છે?
 હોળી અર્થાત્ રંગોનો તહેવાર, આપણા દેશની સૌથી અનોખી પરંપરામાંથી એક છે. જિંદગીને રંગથી ભરી દેવાના આ તહેવારનું આપણા દેશમાં ખૂબ જ ધાર્મિક મહત્વ છે આ દિવસ સાથે આપણે ત્યાં અનેક લોક પરંપરાઓ જોડાયેલી છે. એવી જ એક પરંપરા છે હોળીકા પૂજન કરી, સળગતી હોળીમાં અન્ન કે ધાન્ય રાખવું.

વાસ્તવમાં આ પરંપરાનું કારણ આપણો દેશ કૃષિ પ્રધાન હોવાનું છે. એવું માનવામાં આવે છે કે, આ રીતે ફસલનું કેટલુક ધન હોળીકાને અર્પિત કરવાથી તે ધાન સીધુ નૈવધના રૂપમાં ભગવાન પાસે પહોંચે છે. હોલીકામાં ભગવાનને યાદ કરીને નાખવામાં આવેલ દરેક આહુતિને હવનમાં અર્પિત કરવામાં આવેલ આહુતિ સમાન માનવામાં આવે છે.

સાથે જ એવી માન્યતા છે કે, આ રીતે નવી ફસલનું ધાન-અન્નને ભગવાનને નૈવધ રૂપમાં ચઢાવી અને ફરી તેને ઘરમાં લાવવાથી ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહે છે. એટલે સળગતી હોળીમાં અન્ન નાખવાની પરંપરા બનાવવામાં આવી. આજે પણ આપણા અનેક ક્ષેત્રોમાં આ પરંપરાનું અનિવાર્ય પણે પાલન કરવામાં આવે છે.


હોળી અનેરા રંગોની હોળી, સુખને દુ:ખના ભાવની હોળી, દોસ્તને દુશ્મનના મેળાપની હોળી, ચાલો રમીયે સાથે મળીને હોળી, રંગોથી રંગોમાં ખોવે તે હોળી, હાથ લાંબો કરી ગાલ પર ગુલાલ લગાવતી હોળી, પિચકારી ભરી પાણી ઉડાવતી હોળી, ચાલો ...

હોળી આવી રે ફૂલ્યાં ફાગણિયે,
રંગ લાવી રે મ્હારે આંગણિયે.
ભરી પિચકારી, નર ને નારી, રમતાં રાસે, દેતાં તાળી,
રંગે રમતા રસિયા સાથે ભાળી ઘૂંઘટવાળી. – હોળી.
ભાવભીની ભાભીની સંગે,
રમે દિયરજી નવનવ રંગે ઉમંગે. – હોળી.
વસંતની સાહેલી આવી, નમણાં નયને નર્તન લાવી,
યૌવનના સંદેશા લાવી, આવી રે મ્હારે આંગણિયે. – હોળી.
ખીલ્યો ફાગ સુહાગ સમો, સાહેલી સંગે રાસ રમો,
નવ નવ ભોજન ભાવે જમો. – હોળી.


હોળીની ખુબ ખુબ શુભકામનાઓ…

રંગ ઉડાવે પિચકારી.
રંગ થી રંગ જાય દુનિયા સારી
હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી….

ગુલાલ ના રંગ., ગુબ્બારો ની માર
સુરજના કિરણ, ખુશીઓનો વરસાદ
ચંદ્રની ચાંદની, મિત્રોનો પ્યાર
મુબારક તમને આ રંગોનો તહેવાર.

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.

પીચકારીની ધાર,
ગુલાલ નો વરસાદ
મિત્રોનો પ્યાર,
આ જ છે હોળીનો તહેવાર.

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

હોળી આવી સતરંગી રંગો નો વરસાદ લાવી
સાથે મીઠાઈ અને મિત્રોનો પ્યાર લાવી
તમારી જિંદગીમાં પ્યાર અને ખુશીઓ લાવી.

“હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….”

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.
       

આપને હોળી ધૂળેટીની શુભકામના….

લાવો ગુલાલ આવી હોળી
મને વાસંતી વાયરે ઝબોળી
રંગુ     હૈયું    ને    રગું  ચોળી
લાવો ગુલાલ ,આવી હોળી

છાયા   કેસૂડાના   કામણ
ભાળ્યા  ટહુકતા   બાલમ
ઘૂમે વસંત પહેરી દામન
વગાડો ઢોલ મારા વાલમ

ભરી    ઉમંગે    ઉર   ઝોળી
લાવો ગુલાલ આવી હોળી(2)

હોળી ભલી  પહેલી લાલ
રંગો  રસિક  ભરી  વ્હાલ
ખીલ્યાં ગુલાબ મારે અંગ
લોને  રૂમાલ   લાલ સંગ

આવી  ભેરૂઓની  ટોળી
રંગાઉં આજ થઈ ભોળી
લાવો ગુલાલ આવી હોળી

બોલી નવોઢા લો ધાણી
ખાઓ ખજૂર શરમ છોડી
છૂપું  હું  રંગમાં, દો  ખોળી
લાવો ગુલાલ આવી હોળી(૨)

Wednesday, 29 February 2012

ગુરુમંત્ર

1 ગુરુમંત્ર અને આ પીળી વસ્તુઓથી મેળવો શાહી જીવનનું સુખ

દર ગુરુવારે આ ગુરુમંત્ર અને પીળી વસ્તુઓ ચઢાવો, પોતાનું અને પરિવારનું જીવન બનાવો સુખી

જીવનમાં જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા, પ્રખર વાણીની પ્રતિષ્ઠા, સુખ-સન્માન અને વૈભવથી ભરેલ જીવનનું મુખ્ય સૂત્ર છે. હિન્દુ ધર્મગ્રંથોમાં નવગ્રહોમાં બૃહસ્પતિને દેવગુરુ હોવાની સાથે આ બધી શક્તિઓ અને ગુણોના સ્વામી ગણવામાં આવે છે.

આ કારણ છે કે જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે ગુરુનો શુભ પ્રભાવ જ્ઞાન, માનસિક ક્ષમતાઓ અને પ્રખર બુદ્ધિના બળથી શાહી સુખ, પદ અને સન્માન અપાવી રાજયોગ બનાવનાર માનવામાં આવે છે. સાથે જ સારા સ્વાસ્થ્ય દ્વારા પુરુષાર્થ, સંસ્કાર અને જીવન મૂલ્યોથી માણસનું ચરિત્ર અને વ્યક્તિત્વની નવી ઊંચાઈઓ પ્રદાન કરે છે.

જો તમે પણ પોતાની સાથે જ પરિજનો માટે પણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંપન્નતા રૂપી સુખ-સમૃદ્ધ જીવનની કામના રાખતા હોવ તો અહીં બતાવેલ ખાસ પીળી સામગ્રીઓથી ગુરુપૂજા, દાન અને વિશેષ મંત્રના સ્મરણનો સરળ ઉપાય ગુરુવારે જરૂર અપનાવો...

-ગુરુવારના દિવસે સ્નાન કર્યા પછી ગુરુ બૃહસ્પતિ મંદિર કે નવગ્રહ મંદિરમાં ગુરુ મૂર્તિની પૂજામાં પીળી વસ્તુઓ અર્પિત કરી નીચે લખેલ ગુરુ મંત્રથી બૃહસ્પતિનું ધ્યાન કરો. આ પીળી વસ્તુઓ છે- પીળું ચંદન, હળદરની ગાંઠ, ગોળ, પીળા ફૂલ, ગોળ, હળદર લગાવેલી પીળી સોપારી, પીળા કપડાં, ચણાની દાળ.

ગુરુમંત્રઃ-
पीताम्बरां पीतवपु: किरीटी चतुर्भुजो देवगुरु प्रशान्त:।
यथाक्षसूत्रं च कमण्डलुञ्च दण्ड च विभ्रद्वरदोस्तु।।

પૂજા પછી પીળી વસ્તુઓ સિવાય ઘી, મધ, પીળા અનાજ, ગ્રંથ, મીઠું, પુખરાજ રત્નનું દાન બ્રાહ્મણ કે ગરીબને કરવાનું ખૂબ જ શુભ ફળ આપે છે અને છેલ્લે ગુરુ બૃહસ્પતિની આરતી કરો.

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ પહેરો પછી જુઓ ચમત્કાર!

શિવ પુરાણ પ્રમાણે શિવજીને જ આ સૃષ્ટિના નિર્માણ બ્રહ્માજી દ્વારા કરાવ્યું હતું. આને લીધે દરેક યુગમાં બધી મનોકાનાઓનો પૂરી કરવા માટે શિવજીની પૂજા સર્વેશ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે સૌથી સરળ ઉપાય છે. તેની સાથે જ શિવજીનું પ્રતીક રુદ્રાક્ષને માત્ર ધારણ કરવાથી જ ભક્તોના બધા દુઃખ દૂર થઈ જાય છે અને બધી મનોકામના પૂરી થઈ જાય છે.

રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. બધાનું અલગ-અલગ મહત્વ હોય છે. મોટાભાગના ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. તેને ધારણ કરવા માટે અનેક પ્રકારના નિયમ બતાવ્યા છે, નિયમોનું પાલન કરીને રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો ઝડપથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવા લાગે છે. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેનું વિધિવત પૂજન કરવું જોઈએ ત્યારબાદ મંત્ર જાપ કરી તેને ધારણ કરવું જોઈએ.

એક મુખી રુદ્રાક્ષ, બે મુખી રુદ્રાક્ષ, ત્રણ મુખી રુદ્રાક્ષ, ચાર મુખી રુદ્રાક્ષ કે પાંચ મુખી રુદ્રાત્ર ધારણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સામાન્ય રીતે પંચમુખી રુદ્રાક્ષ આસાનીથી ઉપલબ્ધઝ થઈ જાય છે. જાણો કયું રુદ્રાક્ષ શા માટે અને કયા મંત્રથી ધારણ કરવું જોઈએ...

એક મુખી રુદ્રાક્ષઃ-

-જે લોકોને લક્ષ્મીની કૃપા જોઈએ અને બધી સુખ-સુવિધાઓ જોઈએ તો તેમને આ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષનો મંત્ર છે. -ऊँ ह्रीं नम:।।

બે મુખીઃ
-

-બધા પ્રકારની મનોકામનાઓ પૂરી કરવા માટે તેને ધારણ કરવું જોઈએ. તેનો મંત્ર છે. -ऊँ नम:।।


ત્રણ મુખીઃ-

-જે લોકોને વિદ્યા પ્રાપ્તિની અભિલાષા હોય તેમને (ऊँ क्लीं नम:) ની સાથે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.

ચાર મુખી રુદ્રાક્ષઃ-

-આ રુદ્રાક્ષ ધારણ કરનારાઓને ભક્તને ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. -ऊँ ह्रीं नम:।।

પંચ મુખીઃ-


-જે ભક્તોએ બધી પ્રકારની પરેશાનીઓથી મુક્તિ જોઈતી હોય અને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેમને પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ- તેનો મંત્ર છે.- ऊँ ह्रीं नम:।।

કડુ



હાથમાં ધાતુનું કડુ કેમ પહેરવું જોઇએ?

હાથમાં કડાં પહેરવાનું ચલણ ઘણાં સમય પહેલાથી ચાલી આવે છે.શીખ ધર્મમાં કડાને ધારણ કરવું જરૂરી માનવામાં આવે છે.આથી તો મોટાભાગનાં શીખ લોકોનાં હાથમાં ચાંદી કે અષ્ટધાતુનું કડુ ધારણ કરે છે. કડાને શીખ લોકોનાં પાંચ ક કારોમાંથી એક માનવામાં આવે છે.વાસ્તવમાં કડા પહેરવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. માનવામાં આવે છે કે હાથમાં કડુ પહેરવાથી ઘણા પ્રકારની બીમારીઓથી રક્ષા થાય છે. જ્યોતિષ અનુસાર ચંદ્રને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે.ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. આ માટે માનવામાં આવે છે કે ચાંદીનું કડુ ધારણ કરવાથી બીમારીઓ દુર થવાની સાથે ચંદ્રથી જોડાયેલા ઘણાં દોષ જાતે જ સમાપ્ત થઇ જાય છે અને એકાગ્રતા વધે છે.

શું તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે. તેનો ઈલાજ કરાવ્યા પછી પણ તેના સ્વાસ્થ્યમાં પરિવર્તન નથી આવતું કે પછી ડરેલું-ડરેલું રહે છે. જો તમારા બાળકની પણ આવી જ સમસ્યા હોય તો નીચે લખેલ ઉપાય કરી જુઓ.

જે વ્યક્તિ વારંવાર બીમાર રહેતુ હોય તેને સીધા(જમણા) હાથમાં અષ્ટધાતુનું કડુ પહેરવુ જોઇએ.મંગળવારે અષ્ટધાતુનું કડુ બનાવડાવો. તેના પછી શનિવારે તે કડુ લઇને આવો. શનિવારે કોઇપણ હનુમાન મંદિરમાં જઇ તે કડુ હનુમાનજીનાં ચરણોમાં રાખી દો. હવે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાં પછી કડામાં હનુમાનજીનું થોડું સિંદુર લગાડીને બીમાર વ્યક્તિ જાતે જ પોતાનાં જમણા હાથમાં પહેરી લે. ધ્યાન રાખો કે આ કડુ હનુમાનજીનાં આશીર્વાદરૂપ છે આથી પુરી પવિત્રતા બનાવી રાખો. કોઇપણ અપવિત્ર કાર્ય કડુ પહેરીને નાં કરો. નહીતર કડાનો પ્રભાવ નિષ્ફળ જશે.

Tuesday, 28 February 2012

પરીક્ષા મંત્ર

પરીક્ષા મંત્ર

  
પરીક્ષા આપવા જતાં પૂર્વે સૂર્ય દર્શન કરીને નીકળવું
સૂર્યનાં દર્શન કરવાથી હકારાત્મક વિચારો આવે છે.
ડર નીકળે અને આત્મવિશ્વાસ વધે છે.
પરીક્ષા પૂર્વે સૂર્યને અધ્ર્ય આપવામાં આવે તો મનોબળ પણ વધે છે.
દરેક પરીક્ષાર્થીના મનમાં એવી ઇચ્છા હોય છે કે કોઇ એવો મંત્ર મળી જાય કે
જેનાથી પરીક્ષાની વૈતરણી તરી જવાય.

ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાની મોસમ આવે એટલે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા કરતાં પેપર કેવું જશે તેની ચિંતા વધારે સતાવે છે. એટલું જ નહીં પરીક્ષા દરમિયાન પેપર કેવું નીકળશે, પેપર પૂરેપુરું લખી શકાશે કે નહીં, પેપરમાં ધાર્યા માર્ક્સ મળશે કે કેમ? તે તમામ પ્રશ્નોને લઇ વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે છે. વિદ્યાર્થીઓની આ તમામ સમસ્યાઓનું આધ્યાત્મિક નિવારણ એટલું જ છે કે, પરીક્ષા આપવા જતી વેળાએ સૂર્ય નારાયણ ભગવાનના દર્શન કરી ઘરની બહાર પગ માંડવો.આમ કરવાથી હકારાત્મક વિચારો આવે છે. મનમાંથી ડર નીકળી જાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવી આધ્યાત્મિક-જયોતિષ સાથે સંલગ્ન ટીપ્સ આપતાં પ્રસિદ્ધ જયોતિષ-રાજગુરુ પૂ.ધ્રુવદત્ત વ્યાસે જણાવ્યું હતું કે, સૂર્ય નારાયણના આશીર્વાદ મેળવી પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થી નિરાશ થતો નથી. એટલું જ નહીં પરીક્ષાના દિવસોમાં સૂર્ય નારાયણને અઘ્ર્ય આપવામાં આવે તો વિદ્યાર્થીનું મનોબળ મજબૂત-દ્રઢ બને છે.

પરીક્ષા વેળાએ ઉત્તરવહી લખવા માટે ભૂરી શાહીંવાળી લાલ અને પીળા રંગની પેનનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થી માટે શુભદાયી રહે છે. પૂ.ધ્રુવદત્ત વ્યાસે આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ક્યા દિવસે શું ખાઇને જવું ક્યા રંગના વસ્ત્રો પહેરીને જવા તે બાબતે પણ સૂચનો કર્યા હતા.

ક્યા દિવસે શું ખાઇને પરીક્ષા આપવા માટે જવું ?

- સોમવાર :- ખીર
- મંગળવાર :- ગોળ
- બુધવાર :- મગના દાણા ચાવીને જવું
- ગુરુવાર :- બેસણનો લાડુ
- શુક્રવાર :- ખીર
- શનિવાર :- તેલમાં તળેલી ખાદ્ય સામગ્રી

ક્યા દિવસે ક્યા રંગનાં વસ્ત્રો પહેરવાં ?

- સોમવાર :- સફેદ કે સિલ્વર રંગનું વસ્ત્ર પહેરવું
- મંગળવાર :- લાલ કે મરુન રંગનું વસ્ત્ર પહેરવું
- બુધવાર : આછું પીળું, કે આછા લીલા રંગનું વસ્ત્ર પહેરવું
- ગુરુવાર ::- ડાર્ક પીળું, સોનેરી કે લેમન રંગનું વસ્ત્ર પહેરવું
- શુક્રવાર :- રેશમી વસ્ત્ર પહેર
- શનિવાર :- ડાર્ક રંગનું વસ્ત્ર


પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ રાશિ પ્રમાણે આટલું કરો
આજે શિવજીનું સ્મરણ કરીને પેપર લખવાની શરૂઆત કરવી 
પુષ્ય નક્ષત્રમાં પરીક્ષાની શરૂઆત થતી હોઈ શિવજી અને ચંદ્રને પ્રાર્થના કરવી

બોર્ડની પરીક્ષાઓ સોમવારથી પુષ્ય નક્ષત્રમાં શરૂ થશે અને વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવવા માટે પરીક્ષા પહેલાં શિવજી અને ચંદ્રની પ્રાર્થના કરવી, પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું અને માતા-પિતા કે વડીલને પગે લાગીને આશીર્વાદ મેળવવા જોઇએ તેવું જ્યોતિષાચાર્યએ જણાવ્યું હતું.

સોમવારથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો થશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા સમયે પોતાની રાશિ મુજબ કેવાં કપડાં પહેરવા જોઇએ, જે વિદ્યાર્થીઓ રાશિ પ્રમાણેના કલરનાં કપડાં ન પહેરી શકે તો તેઓ રાશિ મુજબના કલરનો રૂમાલ કે ઊનનો દોરો ખિસ્સામાં રાખી શકે છે, વિદ્યાર્થીએ શું ખાઇને પરીક્ષા આપવા માટે જવું જોઇએ તે અંગે જયોતિષાચાર્ય ચેતન પટેલ અને હેમિલ લાઠિયાએ આ મુજબ જણાવ્યું હતું.

વિવિધ રાશિવાળા વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન શું ખ્યાલ રાખવો ?

મેષ : આ રાશિના વિદ્યાર્થીઓએ દહીં ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને લાલ અથવા મરુન કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

વૃષભ : આ રાશિના વિદ્યાર્થીઓએ ખીર ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને કોઇ પણ બેથી વધુ કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

મિથુન : આ રાશિના વિદ્યાર્થીઓએ ઘી-ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને લીલા અથવા સફેદ કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

કર્ક : આ રાશિના વિદ્યાર્થીઓએ ભગવાનને ધરાવેલું પાણી પીને પરીક્ષા આપવા જવું અને સફેદ અથવા પીંક કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

સિંહ : આ રાશિના છાત્રોએ સુખડી ખાઇને પરીક્ષા આપવા જવું. મરુન અથવા સફેદ કલરનાં કપડાં પહેરવાં જોઇએ. કન્યા : આ રાશિના વિદ્યાર્થીઓએ ઘી-ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને લીલા અથવા વાદળી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

તુલા : આ રાશિના વિદ્યાર્થીઓએ ખીર ખાઇને પરીક્ષા આપવા માટે જવું અને ગ્રે અથવા આસમાની કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

વૃશ્વિક : આ રાશિના વિદ્યાર્થીઓએ ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને મરુન અથવા ગુલાબી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

ધન : આ રાશિના વિદ્યાર્થીઓએ બેસનની મીઠાઇ કે સાકર ખાઇને પરીક્ષા આપવા જવું અને પીળા અથવા બ્રાઉન કલરનાં કપડાં પહેરવાં જોઇએ. મકર : આ રાશિના વિદ્યાર્થીઓએ તલની સુખડી ખાઇને પરીક્ષા આપવા જવું અને ઘાટો વાદળી અથવા આસમાની કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

કુંભ : આ રાશિના વિદ્યાર્થીઓએ કાળા તલની સુખડી કે ગોળ ખાઇને પરીક્ષા આપવા જવું અને કાળા અથવા વાદળી કલરનાં કપડાં પહેરવાં જોઇએ.

મીન : આ રાશિના વિદ્યાર્થીઓએ સાકર ખાઇને પરીક્ષા આપવા જવું અને પીળા અથવા સફેદ રંગનાં કપડાં પહેરવાં.


 

વ્રત

 શા માટે વ્રતો કરવાથી મળે છે બધા દુન્યવી ભોગ?


આપણે ભારતીય સંસ્કૃતિમાં વ્રત શબ્દ સાંભળતા આવીએ છીએ. અહીં પણ વારે તહેવારે આપણે તેને લગતા વ્રતની વાતો કરીએ છીએ. દરરોજ કોઈને કોઈ વ્રતની વાત આવે છે ત્યારે સહેજે પ્રશ્ન થાય કે વ્રત આવ્યા કેવી રીતે હશે? તેની વિધિ, તેના પૂજન, વારતા વગેરેનો પ્રારંભ ક્યારે થયો? જાણો આવા સવાલોના જવાબ.

જ્યારે વેદ વ્યાસજીએ વેદોક્ત મિમાંસાઓ લખી તે પછી તેને સમાજમાં જોયું કે સામાન્ય લોકો તો આ સમજી નહીં શકે તો તેની જરૂરીયાત પ્રમાણે શું કરી શકાય? ત્યારે તેણે ભગવાનની તપશ્ચર્યા કરી અને આપણને વ્રતો મળ્યા. જ્યારે ઋષિઓએ બ્રહ્માજીને વ્રત વિશે વિધાન કરવાનું કહ્યું ત્યારે તેને કહેલા સામાન્ય નિયમો છે આ જે દરેક વ્રતને વાગુ પડે છે.

- અગ્નિપુરાણમાં 26 અધ્યાયમાં વ્રત કથાઓ નો ઉલ્લેખ છે.

- વ્રત એટલે શું?વેદવ્યાસજી વ્રત વિશે અગ્નિપુરાણમાં કહે છેઃ જે શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવે. ઈન્દ્રીયો પર સંયમ અને મનને શાંત કરવુ તે તેના અંગો છે.

- વ્રતોનું ફળ શું ?વ્રત ઉપાસનાનું પાલન કરવાથી પ્રસન્ન થઈ દેવો તથા ભગવાન ભોગ તથા મોક્ષ આપે છે.

- દરેક વ્રતના સામાન્ય નિયમોઃ-ક્ષમા, સત્ય, દયા, ઈન્દ્રીય સંયમ, દેવપૂજા, હવન, સંતોષ આ સામાન્ય નિયમો છે.

- વ્રતમાં સામાન્ય આહારઃ-જળ, મૂળ, ફળ, દૂધ, ઘી, વગેરેને સામાન્ય આહાર કરવો.

- વ્રતના દિવસના કાર્યનું વિધાનઃ-સ્નાન, હવન, સદગ્રંથોનું વાંચન, દેવ, ગુરુ તથા બ્રાહ્મણોનું પૂજન કરવું, વ્રતના અધિષ્ઠાતા દેવનું પૂજન કરવું, દાન-દક્ષિણા કરવી. 

Saturday, 25 February 2012

કંકુપગલા


ઘર બહાર કંકુપગલાઃ લક્ષ્મી ઘડો લઈ આવશે તમારા ઘરે!
 ઘરની બહાર મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીજીના પગલાંના નિશાન બનાવવાથી માણસ માલામાલ થઈ જાય છે, પરંતુ પગના નિશાન ખાસ પ્રકારે બનેલા હોવો જોઈએ.

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે અનેક પ્રકારે શુભ ચિન્હ બનાવવામાં આવે છે. શાસ્ત્રો અને વાસ્તુ પ્રમાણે અનેક ખાસ શુભ ચિન્હ બતાવ્યા છે જે ઘરની બધી પરેશાનીઓને દૂર રાખે છે. આ નિશાનમાં સ્વસ્તિક, ऊँ, ऊँ નમઃ, શ્રી, શ્રીગણેશ વગેરે સામેલ છે.

પરિવારના બધા લોકોને સારા જીવન માટે જરૂરી છે કે ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ ને કોઈ શુભ ચિન્હ જરૂર લગાવવું જોઈએ. કેટલાક નિશાન મુખ્ય દરવાજા કે દિવાલ ઉપર અસર લગાવવામાં આવે છે પરંતુ કેટલાક ચિન્હ દરવાજાની નીચે પણ લગાવવા જોઈએ.

ઘરમાં રૂપિયા ત્યારે આવવા લાગે છે જ્યારે મહાલક્ષ્મીની કૃપા તમારી ઉપર થાય. માતા લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય બતાવ્યા છે, એમાંથી એક છે દેવીના પગલાના નિશાન મુખ્ય દરવાજાની જમીન ઉપર કરવા.

મુખ્ય દરવાજાની બહાર તરફ દેવી લક્ષ્મીના લાલ કે પીળા રંગના પગલાના ચિન્હ બનાવવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે અશુભ ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. તે સિવાય આપણા ઘર ઉપર કોઈની પણ ખરાબ નથી લાગતી અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘરના બધા સદસ્યોમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.