ભાડાના ઘરમાં પણ ચોક્કસ વધશે તમારું ધન, અપનાવો આ ટિપ્સ
વાસ્તુ પ્રમાણે જો કોઈ ઘરનું વાસ્તુ સારું ન હોય તો ત્યાં રહેનાર લોકોને
ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો ઘર પોતાનું હોય તો ઘરના વાસ્તુદોષ
દૂર કરાવવામાં કોઈ પરેશાની નથી આવતી પરંતુ ઘર ભાડાનું હોય તો ઘણી
પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોંઘવારીના દોરમાં આજે ઘણા લોકોને ભાડાના
મકાનમાં જીવન નિર્વાહ કરવો પડે છે. મકાન માલિકની પરવાનજી વગર ઘરમાં કોઈપણ
પ્રકારની તોડફોડ નથી કરી શકાતી
ધ્યાન રાખવું કે મકાનની સામે ઉત્તર-પૂર્વ દિશાનનો ફર્શ દક્ષિણ-પશ્ચિમમાં
બનેલ ફર્શથી ઊંચો હોય તો દક્ષિણ-પશ્ચિનો ફર્શન ઊંચો કરો. એવું નહીં કરી શકો
તો પશ્ચિમ દિશાના ખૂણામાં એક પ્લેટ ફોર્મ ચોક્કસ બનાવડાવો.
ભોજનને જમતી વખતે ધ્યાન રાખવું કે તમારું મુખ દક્ષિણ-પૂર્વ દિશા તરફ હોય.
એમ કરવાથી ભોજનથી પૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે અને વાસ્તુદોષનો નાશ થાય છે
ઘરનું ભારે સામાન કે બીનજરૂરી વસ્તુઓને ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાવમાં રાખવા
જોઈએ. અન્ય કોઈ સ્થાને ભારે સામાન રાખવાથી વાસ્તુ પ્રમાણે અશુભ માનવામાં
આવે છે.
ધ્યાન રાખો કે ઘરનો ઉત્તર-પૂર્વ ભાગ વધુ ખાલી રાખવો જોઈએ. અહીં સામાન રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે.
બેડરૂમમાં પલંગનો માથા તરફ રાખવાનો ભાગ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. ધ્યાન
રાખવું કે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં
હોય તો સારું રહે છે. જો એમ ન થાય તો પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂઈ શકો
છો.
વાસ્તુ પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ છે ઘરનું પૂજા સ્થળ, તે ઉત્તર-પૂર્વમાં
હોવું જોઈએ. જો કોઈ અન્ય દિશામાં મંદિર હોય તો પાણી ગ્રહણ કરતી વખતે મુખ
ઈશાન ખૂણામાં અર્થાત્ ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખીને પીવું જોઈએ.
ઘરમાં બાથરૂમ કે રસોડા માટે પાણીનો સપ્લાય ઉત્તર-પૂર્વ દિશાથી લેવો જોઈએ.
No comments:
Post a Comment