શ્રીમંત રણજિતસિંહ ગાયક્વાડને "વડોદરા વાસીઓ" અને "આમ્હી બરોડેકર" તરફ થી શ્રદ્ધાંજલી તસવીરો
આંખમાં અશ્રુ અને હાથમાં પુષ્પો સાથે સ્વ.શ્રીમંત રણજિતસિંહ ગાયક્વાડને વડોદરા વાસીએ વિદાય આપી
શુક્રવારે સવારે ૧૧ કલાકે રાજવી પરિવારના સ્મશાનગહ કીર્તિ મંદિર ખાતે સ્વ.મહારાજાના અંતિમ સંસ્કાર થયા રાજમહેલના મુખ્ય દ્વાર ખાતેથી નીકળી નવલખી મેદાન, મહારાણી શાંતાદેવી નર્સિંગ હોમ, કોઠી ચાર રસ્તા, આરાધના ટોકીઝ થઇ કીર્તિ મંદિર પહોંચી....
સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડને શ્રદ્ધાંજલિ

રણજિતસિંહની આખરી વિદાયે આંખો ભીંજવી દીધી
એક એવો પરિવાર જેણે રૈયતની અખૂટ ચાહના મેળવી છે. એ પરિવારના મોભી
મહારાજા રણજિતસિંહજીએ ચિરવિદાય લીધી એ સાથે જ લક્ષ્મીવિલાસ પેલેસના સૌથી
ઊંચા મિનારાની ટોચથી માંડી જુના વડોદરા રાજ્યના એકે એક પ્રાંત-કસ્બામાં
ગમગીનીનાં ઘટાટોપ વાદળો છવાઈ ગયા. પ્રજાપ્રિય પરિવાર ગાયકવાડ કુટુંબ પર આવી
પડેલા આ દુ:ખદ પ્રસંગે એમની પડખે ઊભી રહી આખી રૈયત. સ્વ.ના મહાપ્રયાણની
ઘડીઓ ર્દશ્યરૂપી શૃંખલામાં અત્રે પ્રસ્તુત છે.
મહારાજા રણજિતસિંહજી જીવશે આપણા હ્રદયમાં - આપણાં મનમાં-આપણી સ્મૃતિમાં-
આજીવન. ઇશ્વર એમના આત્માને સદગતી અને મોક્ષ આપે તેવી અભ્યર્થના....અને
શ્રદ્ધાંજલી
ઇશ્વર એમના આત્માને ચિરશાંતિ બને તેવી હ્રદયપૂર્વકની પ્રાર્થના અને શ્રદ્ધાંજલી............

'આ મારું છેલ્લું કીર્તન છે, મહારાજાની વાત સાચી ઠરી'
સ્વ.મહારાજા રણજિતસિંહ શીયાબાગ બંગલોમાં રહેતા નિવૃત્ત આઇએએસ બી.આર.માને પાટિલને ત્યાં ગણેશોત્સવ દરમિયાન એક દિવસ કીર્તન કરવા આવતા હતા. મહારાજાએ અંતિમ શ્વાસ સુધી ગણેશોત્સવમાં કીર્તન કરવાનું વચન આપ્યું હતું. ગત વર્ષે પણ તેઓએ પરંપરા જાળવી રાખી હતી પરંતુ કીર્તન બાદ ઉભા થવામાં તકલીફ થતાં તેઓ બોલી ઉઠ્યા હતા કદાચ આ મારું છેલ્લું કીર્તન હશે. મહારાજાની આ વાત આજે સાચી પડી હતી. ધમેન્દ્રસિંહ દત્તારાવ ફણસે, માજી જાગીરદાર- આકુંદ, ધનસુરા, સાબરકાંઠા
...તો મહારાજા અભિનય પણ કરત!
શહેરના ડૉ.દામોદર વી. નૈનેએ જણાવ્યું કે, બે વર્ષ અગાઉ બાલગંધર્વ નામની એક ફિલ્મમાં યુવાન સયાજીરાવની ભૂમિકા ભજવવાની હતી. છેવટે ડાયરેકટરે બીજા કોઈ ચહેરા વડે કામ ચલાવી લીધું હતું.નહીંતર બાલગંધર્વ ફિલ્મમાં મહારાજનો અભિનય જોવાની તક મળી હોત.

સ્વ.મહારાજાને વિવિધ અગ્રણીઓની ભાવાંજલિ
સમગ્ર ભારતમાં વડોદરાની લોકપ્રિયતા માટે ગાયકવાડ પરિવારનો સિંહફાળો રહ્યો છે. મહારાજા રણજિતસિંહ ધર્મ, સંસ્કૃતિ, સંગીત, ચિત્રકલાને પ્રોત્સાહન આપતા હતા. તેમના વગર હવે આવા કાર્યક્રમો અધૂરા લાગશે. પૂ.વાગીશકુમારજી , વૈષ્ણવાચાર્ય
તેઓ ખૂબ મોભાદાર રાજવી હોવા છતાં નાના-મોટાં વચ્ચે ભેદભાવ રાખ્યા વિના સૌને સમાન ગણતા હતા. વડોદરા અને કલાજગતે એક ઉમદા ઇન્સાનની સાથે કલાકાર ગુમાવ્યો છે. પરિમલ નથવાણી, રિલાયન્સ ગૃપ પ્રેસિડેન્ટ તથા સાંસદ
‘‘ શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડ એ ઉમદા હ્રદયનુ વ્યક્તિતત્વ હતુ. સાદા અને સરળ સ્વભાવના સ્વ.રણજીતસિંહ ગાયકવાડને શહેરની પ્રગતિ માટે લાગણી હતી. સ્વ.રણજીતસિંહજી એક કલાકાર હતા અને સાદગીનુ પ્રતિક હતુ. ચિરાયુ અમીન, સીએમડી, એલેમ્બિક કંપની, પ્રેસિડન્ટ બીસીએ
વડોદરાએ કલાકાર રાજા ગુમાવ્યો છે. કલાક્ષેત્રે દેશમાં તેમની ખોટ હંમેશા વર્તાશે. સજજન, સરળ વ્યક્તિત્વ ધરાવતા સ્વ.રણજિતસિંહ મુઠી ઉંચેરા માનવી હતા. પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડે મલેશિયાથી
સંસ્કારી નગરીએ બહુમખી પ્રતિભા ધરાવતા રાજવીની સાથે શિલ્પકાર, ચિત્રકાર, સંગીતકાર, ક્રિકેટર, સફળ રાજકારણી અને પ્રજા વત્સલ નેતા ગુમાવ્યો છે. ચિન્નમ ગાંધી, વપિક્ષી નેતા
રાજવી હોવા છતાં તેઓ સાદગીને વરેલી વ્યક્તિ તરીકે પ્રજામાં હંમેશા યાદ રહેશે. તેમની ચિરવિદાયથી વડોદરાને બહુમખી પ્રતિભા ધરાવતા રાજવીને ગુમાવ્યાનું દુ:ખ રહેશે. શૈલેષ મહેતા(સોટ્ટા), પૂર્વ ડેપ્યુટી મેયર-કોર્પોરેટર
વડોદરાએ વિનમ્ર સ્વભાવના રાજવી ગુમાવ્યા છે. તેઓ હંમેશા શહેરના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સતત ચિંતિત રહેતા હતા. તેમના અવસાનથી શહેરે મહાન રાજવી અને મોભી ગુમાવ્યા છે. ચિરાગ ઝવેરી, કોર્પોરેટર
મહારાજાના નિધનથી શહેરને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. તેઓ શાંતિના ચાહક, કોમી એકતાના હિમાયતી હતા.તેમનો પ્રજાપ્રેમ કાયમી સંભારણું બની રહેશે. ગનીભાઇ કુરેશી, ભાજપ લઘુમતિ મોરચાના પૂર્વ પ્રમુખ
તેઓ કલાપ્રેમી અને સાહિત્યમર્મી હતા. સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડે પ્રેમાનંદ સાહિત્ય સભાના અનેક કાર્યક્રમોમાં હાજર રહી સાહિત્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રાજવી તરીકેની ફરજ અદા કરી હતી. ચંદ્રકાંત રાવ ,પ્રેમાનંદ સાહિત્ય સભા
મહારાજા ૧૫ વર્ષ સુધી વાંચનાલયના પ્રમુખ રહ્યા હતા. સયાજીરાવ દ્વારા સ્થપાયેલ આ વાંચનાલય પ્રત્યે રણજિતસિંહ મહારાજાને અનોખી લાગણી અને પ્રેમ હતો. પ્રસાદ વિપ્રદાસ, શ્રી જયસિંહરાવ પબ્લિક લાયબ્રેરીના મંત્રી
અમારી કૃષ્ણ-સુદામાની જોડી તૂટીગઇ
મહારાજા સાથેના કેટલાય પ્રસંગો છે જે હું કદાપિ ભૂલી શકું નહિ ૧૯પ૪ થી પ૮ દરમિયાન ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અમે બંનેએ સાથે અભ્યાસ કર્યો છે. તેમના જેવો દિલેર મિત્ર ક્યાંય ન મળે અમારી કૃષ્ણ-સુદામાની જોડી તૂટી ગઇ . ગોવિંદરાવ નિમ્બાલકર, મહારાજાના મિત્ર

મારો પ્રસંગ ને મારી જ ગેરહાજરી!, મહારાજાની અલભ્ય તસવીરો
રજવાડી ઠાઠમાં બાળ રણજિતસિંહ
માતા તથા અન્ય તમામ ભાઈ-બહેનો સાથે બાળ રણજિતસિંહ
માતા-પિતા મહારાજા પ્રતાપસિંહ રાવ તથા મહારાણી શાંતાદેવી સાથે રાજકુંવર રણજિતસિંહજી અને અસૌ શુભાંગિની રાજે ગાયકવાડ
વિખ્યાત ગઝલ ગાયક મહેંદી હસન સાથે કલાકાર રણજિતસિંહજી
જીવલેણ રાજરોગ થયાની જાણ થયા બાદ લેવાયેલી રણજિતસિંહજીની પ્રથમ તસવીર

શ્રીમંત મહારાજા રણજિતસિંહજી ગાયકવાડ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મારા અંતિમ દર્શન
"મહારાજા રણજિતસિંહજી જીવશે આપણા
હ્રદયમાં - આપણાં મનમાં-આપણી સ્મૃતિમાં- આજીવન. ઇશ્વર એમના આત્માને સદગતી
અને મોક્ષ આપે તેવી અભ્યર્થના....અને શ્રદ્ધાંજલી "
હિબકે ચઢ્યું વડોદરા, 'મહારાજા'ને અંજલિ અર્પવા જામી લોકોની કતારો
વડોદરાના પુર્વ સાંસદ અને પૂર્વ રાજવી શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડનું બુધવારે મોડી રાતે કીડનીની બિમારીના કારણોસર અવસાન થયું હતું. તેમના અવસાનથી પૂર્વ રાજવી પરિવાર, શહેરના અગ્રણી નાગરિકો તથા રાજકીય પક્ષોમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
આજે સવારે ૧૦ વાગ્યાથી તેમના પાર્થિવ દેહને લોક દર્શનાર્થે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં મૂકવામાં આવતાં વડોદરા શહેર-જિલ્લામાંથી હજારો લોકો સ્વ. પૂર્વ મહારાજાના નશ્વરદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા.
પૂર્વ મહારાજા રણજિતસિંહના નિધનના પગલે રાજમહેલના પ્રવેશ દ્વાર પર ફરકાવાતો કેસરી ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો.

સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતી ટાણે રણજિતસિંહની વિદાય વસમી
લાગે તેવી બાબત છે તેમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું
હતું. સમગ્ર દેશમાં રાજા રજવાડાંઓના ઈતિહાસમાં ગાયકવાડ પરિવારનું નામ
સુધારાવાદી, પ્રજાવત્સલ રાજવી તરીકે રહ્યું છે અને પરિવારના સૌએ હંમેશાં એ
સંસ્કાર વારસાને જાળવ્યો છે. રણજિતસિંહજી ગાયકવાડની સાથે જેમનો જેમનો નિકટ
પરિચય આવ્યો છે અને સાદગી તેમની પ્રકૃતિમાં હતી. ૬૦-૬૫ વર્ષની ઉંમરે પણ
ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં વિદ્યાર્થીની જેમ શીખવું એ કલા પ્રેમ જ હતો.
હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છે, તેમના પરિવારજનોને આઘાત સહન કરવાની
ઇશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા જઇ રણજિતસિંહને અર્પી પુષ્પાંજલિ
મહારાજાને અંજલિ
આપવા આવેલા વિધાનસભાના વિપક્ષનેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે
રણજિતસિંહજીના અવસાનથી મૂઠી ઊંચેરા માનવી આપણા સૌની વચ્ચેથી ગયા છે.
કોંગ્રેસ પક્ષના સંસદ સભ્ય તરીકે તેમણે વડોદરાનું પ્રતિનિધિત્વ કર્યું
હતું. ગાંધી- નહેરુ પરિવાર સાથેના તેમના આત્મીય સંબંધોના અનેક દાખલાઓ છે.
સ્વ. રાજિવ ગાંધી સાથે પણ તેમણે કામ કર્યું છે. મને પણ તેમની સાથે કામ
કરવાનો મોકો મળ્યો છે. લોકશાહી વ્યવસ્થાની સ્થાપના પછી એક સામાન્ય ભારતીય
નાગરિક તરીકે એક રાજાએ કેમ જીવવું જોઇએ તેનો આદર્શ પુરાવો જો કોઇએ જોવો હોય
તો તે રણજિતસિંહ ગાયકવાડ છે. સોનિયાજી, અહેમદજી અને મારા પક્ષ વતી હું
શ્રદ્ધાંજલિ અર્પવા આવ્યો છે.
લક્ષ્મી વિલાસ પેલેસમાંથી સવારે ૧૦.૧૫ કલાકે સ્વ.મહારાજાની અંતિમ
યાત્રાની શરૂઆત થઇ હતી.
સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડના નશ્વર દેહ સાથેની પાલખી
પેલેસના આંગણેથી ઉઠતાં જ રાજવી પરિવારની મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી.
મહારાણી શુભાંગિનીદેવી, યુવરાણી રાધિકારાજે, મહારાજાની પુત્રીઓ અને બહેનોએ
અશ્રુભીની આંખે પરિવારના મોભીને વિદાય આપી હતી.
રાજવી પરિવારના સિકયુરિટી ગાર્ડના જવાનોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરી સ્વ.મહારાજાને સલામી આપી હતી.
લક્ષ્મીવિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધીના માર્ગ ઉપર નીકળેલી
સ્વ.મહારાજા અંતિમયાત્રા દરમિયાન માર્ગમાં ઠેરઠેર વિવિધ સમુદાયો દ્વારા
મહારાજાને શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
અંતિમ યાત્રા પેલેસમાંથી બહાર નીકળી મુખ્ય માર્ગ ઉપર આગળ વધી નવલખી
મેદાન નજીક આવતાં મધ્ય ગુજરાત વીજ કંપનીના સિકયુરિટી જવાનોએ મહારાજાને
સલામી આપી હતી.
બદામડી બાગ ખાતે સમસ્ત કહાર સમાજના ઉપક્રમે અંતિમયાત્રાને થોભાવી સ્વ.મહારાજાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.
જ્યારે શાંતાદેવી નર્સિંગ હોમ ખાતે બઝમે રિફાઇ જાનીબ સે(ખાનકાહે
રિફાઇયા) તરફથી અને વડોદરા સેવાસદન તરફથી મહારાજાને અંજલિ આપવામાં આવી હતી.
સ્વ.મહારાજા
રણજિતસિંહની અંતિમ સંસ્કાર વિધિમાં લઘુબંધુ સંગ્રામસિંહ તમામ મતભેદ ભૂલીને
પરિવાર સહિત આવી પહોંચતાં અટકળોનો અંત આવ્યો હતો. સંગ્રામસિંહ ૯.૪૫ કલાકે
લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આવી પહોંચ્યા બાદ મહારાજાની અંતિમ યાત્રા તેમજ
કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાયકવાડ પરિવારમાં ચાલતા મતભેદને કારણે રણજિતસિંહ અને સંગ્રામસિંહ
વચ્ચેના અબોલાથી સૌ વાકેફ છે. આજે સ્વ.રણજિતસિંહના અંતિમ સંસ્કારમાં
સંગ્રામસિંહ પરિવાર સહિત આવી પહોંચ્યા હતા. આ વિધિમાં સંગ્રામસિંહના પુત્ર
પ્રતાપસિંહને સામેલ કરી તેમના હસ્તે અગ્નિદાહ અપાયો હતો. આજની આ ઘટના બંને
પરિવારોને નિકટ લાવવામાં મહત્વની કડી બનશે તેમ ચર્ચાઇ રહ્યું છે.
સ્વ.રણજિતસિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
લક્ષ્મી વિલાસ પેલેસથી કીર્તિ મંદિર સુધીના અંતિમ યાત્રાના માર્ગ ઉપર હજારો લોકોએ પુષ્પવૃષ્ટિ કરી અશ્રુભીની આંખે વિદાય આપી
કીર્તિ મંદિર ખાતે વેદોકત મંત્રોચ્ચાર સાથે અંતિમ સંસ્કાર યોજાયા
કિડનીની બીમારી સામે ઝઝૂમી બુધવારની મોડીરાતે આ ફાની દુનિયાને છોડી જનારા વડોદરાના રાજવી સ્વ.મહારાજા રણજિતસિંહ ગાયકવાડનો પાર્થિવ દેહ આજે બપોરે કીર્તિ મંદિર સ્થિત રાજવી પરિવારના સ્મશાનગૃહ ખાતે હજારો લોકોની ઉપસ્થિતિમાં પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. કીર્તિ મંદિર ખાતે ઋગ્વેદ પદ્ધતિ મુજબ વેદોકત મંત્રોચ્ચાર સાથે યોજાયેલી અંતિમ વિધિ બાદ બપોરે૧૨.૩૯ કલાકે યુવરાજ સમરજિતસિંહે પિતાજીના નશ્વરદેહનો અગ્નિ સંસ્કાર કરતાં હજારો લોકોએ મહારાજા અમર રહોનો જયઘોષ કરી વાતાવરણ ગજવી દીધું હતું.
લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં સવારે ૭ થી ૯ સુધી નાગરિકો અને આગેવાનો તરફથી સ્વ.મહારાજાને શ્રદ્ધા સુમન અર્પણ કરાયાં હતાં. બાદમાં ગાયકવાડી રીતરિવાજ મુજબ અંતિમ વિધિ કરી સ્વ.મહારાજાના નશ્વર દેહને પુષ્પોથી સજાવેલી પાલખીમાં સુવડાવાયો હતો. આ પાલખી શણગારેલા ખુલ્લા ટેમ્પામાં મૂકીને ૧૦.૧૫ કલાકે ગાયકવાડી બેન્ડ અને પશ્ચિમ રેલવે પોલીસ બેન્ડ દ્વારા રેલાવાતી ભક્તિ સંગીતની ધૂન સાથે અંતિમ યાત્રાનો પ્રારંભ થતાં પેલેસ કંપાઉન્ડ મહારાજા રણજિતસિંહની જય... મહારાજા અમર રહો...ના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું.
સ્વ.મહારાજાની અંતિમ યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય દ્વારથી મુખ્ય રસ્તા પર આવતાં બહાર પ્રતીક્ષા કરી રહેલા હજારો લોકોએ સ્વ.મહારાજાની પાલખીના દર્શન કરી અંજલિ આપી હતી. જેમજેમ અંતિમ યાત્રા તેના નિધૉરિત માર્ગે આગળ વધતી જતી હતી તેમતેમ માર્ગની બંને બાજુએ ઉભેલા હજારો લોકોએ સ્વ.મહારાજાની પાલખી ઉપર પુષ્પવૃષ્ટિ કરી અશ્રુભીની આંખે વિદાય આપી હતી.
અંતિમ યાત્રાના માર્ગ ઉપર સેવાસદન દ્વારા પાંચ સ્થળોએ બનાવાયેલા સ્ટેજ પરથી સ્થાનિક વિસ્તારના આગેવાનો અને નાગરિકોએ સ્વ.મહારાજાને અંજલિ અપીg હતી. અંતિમ યાત્રા લક્ષ્મી વિલાસ પેલેસથી કલાભવન, નવલખી, શાંતાદેવી નર્સિંગ હોમ, કોઠી ચાર રસ્તા, સયાજી હોસ્પિટલ, આરાધના ટોકઝિ થઇ ૧૧.૩૦ કલાકે કીર્તિ મંદિર ખાતેના સ્મશાનગૃહમાં પહોંચી હતી. જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિમાં અંતિમ ક્રિયા યોજાઇ હતી.
રાજવી પરિવારના રાજગુરુ પૂ.ધ્રુવદત્ત વ્યાસ દ્વારા યુવરાજ સમરજિતસિંહ પાસે એક કલાક સુધી ઋગ્વેદ પદ્ધતિ મુજબ સ્વ.મહારાજાની અંતિમ સંસ્કાર વિધિ કરાવાયા બાદ બરાબર ૧૨.૩૯ કલાકે યુવરાજે ચંદન કાષ્ઠ ઉપર મૂકાયેલા સ્વ.મહારાજાના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કરતાં ઉપસ્થિત હજારો લોકોએ મહારાજાનો જયજયકાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. યુવરાજ દ્વારા અગ્નિ સંસ્કાર કરાયા બાદ તરત જ સ્વ.મહારાજાના લઘુબંધુ સંગ્રામસિંહના પુત્ર પ્રતાપસિંહ પાસે પણ રાજગુરુએ અગ્નિ સંસ્કાર વિધિ કરાવી હતી. આ વિધિ સંપન્ન થતાં સ્વ.મહારાજાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કાર પૂર્વે સંગ્રામસિંહ ગાયકવાડ સહિત જુદાજુદા શહેરો-નગરોમાંથી આવેલા રાજવીઓએ સ્વ.મહારાજાનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતાં.
૧૦.૧૫ - કલાકે રાજમહેલમાંથી અંતિમ યાત્રા શરૂ
૧૧.૩૦ - કલાકે કીર્તિ મંદિરે અંતિમ યાત્રા પહોંચી
૧૨.૩૯ - કલાકે મહારાજાને અગ્નિ દાહ અપાયો
૫૦,૦૦૦- થી વધુ લોકોએ અંતિમ દર્શન કર્યા
૨.૫- કિ.મીના અંતિમયાત્રાના માર્ગ પર ગમગીન નગરજનો હાજર
૨૦- થી વધુ રજવાડાંના પ્રિન્સ, રાજવી, ભાયાત અને જાગીરદારો ઉપસ્થિત

શ્રીમંત મહારાજા રણજિતસિંહ ગાયક્વાડ ની જય... મહારાજા અમર રહો...