Thursday 12 January 2012

Uttarayan - 2012

સૂર્ય નારાયણ
૧૪ ~ ૧૫ જાન્યુઆરી ~ ૨૦૧૨ ના દિવશે મકરસંક્રાંતિ છે. જેને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે. સમગ્ર ગ્રહોમાં સૂર્ય ગ્રહ મુખ્ય છે, તેથી મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દેવતાની પૂજા-આરાધના કરવાથી તેમની કૃપાદૃષ્ટિ થાય છે અને આખું વર્ષ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

સૂર્ય ગ્રહ દરેક રાશિમાં ભ્રમણ કરતાં કરતાં બાર માસમાં બારે રાશિઓમાં ભ્રમણ કરી લે છે. તેથી દરેક માસની એક સંક્રાંતિ હોય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય ત્યારે સૂર્યના આ સંક્રમણને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. એ દિવસનું મહત્ત્વ એટલા માટે છે કે આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે. ઉત્તરાયણ કાળને જ પ્રાચીન ઋષિ-મુનિઓએ સાધના કરવા માટેનો સિદ્ધિકાળ તથા પુણ્યકાળ કહ્યો છે. ભીષ્મ પિતામહે પણ આ જ કારણથી ઉત્તરાયણ કાળમાં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. મકરસંક્રાંતિ સૂર્યદેવની આગેવાનીનું પર્વ છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે કર્ક સંક્રાંતિના સમયે સૂર્યનો રથ દક્ષિણ તરફ વળી જાય છે. તેને કારણે સૂર્યનું મુખ દક્ષિણ તરફ તથા પીઠ આપણી (પૃથ્વી)તરફ હોય છે.
તેનાથી ઉલટું મકરસંક્રાંતિના દિવસે સૂર્યનો રથ ઉત્તરની તરફ વળી જાય છે એટલે કે સૂર્યનું મુખ આપણી (પૃથ્વી) તરફ થઈ જાય છે.
જેથી સૂર્યનો રથ ઉત્તરાભિમુખ થઈને આપણી તરફ આવવા લાગે છે. સૂર્ય દેવ આપણી એકદમ નજીક આવવા લાગે છે. તેથી આનાથી મોટા ઉત્સવનો અવસર બીજો કોઈ હોઈ જ ન શકે. મકરસંક્રાંતિ સૂર્ય ઉપાસનાનો મહત્ત્વપૂર્ણ, વિશિષ્ટ તથા એકમાત્ર મહાપર્વ છે. આ એક એવું પર્વ છે જે સીધું સૂર્ય દેવ સાથે સંબંધિત છે. મકરથી મિથુન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણ રહે છે તથા કર્કથી ધન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય દક્ષિણાયન રહે છે. કર્કથી મકર તરફ સર્યનું પ્રયાણ દક્ષિણાયન તથા મકરથી કર્ક તરફનું પ્રયાણ ઉત્તરાયણ કહેવાય છે.
તેનાથી ઉલટું મકરસંક્રાંતિના દિવસે સૂર્યનો રથ ઉત્તરની તરફ વળી જાય છે એટલે કે સૂર્યનું મુખ આપણી (પૃથ્વી) તરફ થઈ જાય છે. જેથી સૂર્યનો રથ ઉત્તરાભિમુખ થઈને આપણી તરફ આવવા લાગે છે. સૂર્ય દેવ આપણી એકદમ નજીક આવવા લાગે છે. તેથી આનાથી મોટા ઉત્સવનો અવસર બીજો કોઈ હોઈ જ ન શકે. મકરસંક્રાંતિ સૂર્ય ઉપાસનાનનું મહત્ત્વપૂર્ણ, વિશિષ્ટ તથા એકમાત્ર મહાપર્વ છે. આ એક એવું પર્વ છે જે સીધું સૂર્ય દેવ સાથે સંબંધિત છે. મકરથી મિથુન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણ રહે છે તથા કર્કથી ધન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય દક્ષિણાયન રહે છે. કર્કથી મકર તરફ સર્યનું પ્રયાણ દક્ષિણાયન તથા મકરથી કર્ક તરફનું પ્રયાણ ઉત્તરાયણ કહેવાય છે.

મકરસંક્રાંતિ તથા સૂર્ય સાધના

મકરસંક્રાંતિ સૂર્ય ભગવાનનું પ્રિય મહાપર્વ છે. મકરસંક્રાંતિમાં સૂર્ય દેવની આરાધના વિશેષ મહત્ત્વ ધરાવે છે. સૂર્ય સાધનાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સાધના કરવાનું ફળ મળે છે. સૂર્ય નારાયણને સંક્રાંતિ સમયના દેવતા તથા સંસારની આત્મા કહેવાય છે. સૂર્યપ્રકાશ વગર જીવન અશક્ય છે. જ્ઞાન, વિવેક, વિદ્વતા, યશ, સમ્માન અને આર્થિક સમૃદ્ધિનું ફળ પ્રદાન કરનારા ભગવાન સૂર્ય જ છે. સૂર્ય દેવતા સમગ્ર ગ્રહોના રાજા છે, તેથી તેમની ઉપાસના કરવામાં આવે તો બધા જ ગ્રહોના કુપ્રભાવ ઓછા થવા લાગે છે. તેમની ઉપાસનાથી આપણાં તેજ, બળ, આયુષ્ય તથા નેત્રજ્યોતિમાં વૃદ્ધિ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્ય સમસ્ત રોગોમાંથી મુક્તિ અપાવે છે. મકરસંક્રાંતિ એવો સમય છે, જે દિવસે ભગવાન સૂર્ય પૃથ્વીની એકદમ નજીક આવીને પોતાનાં કિરણોના માધ્યમથી સમસ્ત રશ્મિઓનો સંપૂર્ણ પ્રભાવ પૃથ્વી પરના સઘળાં જીવો પર પાડે છે. તેથી મનુષ્યો સૂર્ય દેવતાની કૃપા પોતાની ઉપર વરસે તે માટે તેમની ઉપાસના કરે છે.
આપણાં વેદ, પુરાણ, શાસ્ત્રોમાં સૂર્ય ભગવાનની પૂજા, અર્ચના, ઉપાસના, વંદના, આરાધનાનાં અનેક વિધાનો આપવામાં આવેલાં છે. જપ, તપ, વ્રત તથા દાનના અનેક ઉપાયો છે, જેના માધ્યમથી સૂર્ય સાધના સંપન્ન કરવામાં આવે છે. કેટલાંક માધ્યમ કે ઉપાયો આ પ્રમાણે છે.
* મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલાં ઊઠીને તલ કે અન્ય તેલની શરીર પર માલિશ કરીને ત્યાર બાદ સ્નાન કરવું જોઈએ. લાલ વસ્ત્ર પહેરીને, લાલ આસન પાથરીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમય ગાળામાં સૂર્ય સાધના પૂરી કરવી જોઈએ.
* નીચે જણાવેલા મંત્રોનો જપ ૨૮ હજારની સંખ્યામાં કરવો જોઈએ.
બીજ મંત્રઃ ૐ ધૃણિ સૂર્યાય નમઃ ।
તાંત્રિક મંત્રઃ ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
વૈદિક મંત્રઃ ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન મૃતમ્મર્ત્યંશ્ચ હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભપવનાનિ પશ્યન્ ।
પુરાણોક્ત મંત્રઃ જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ । તમોડરિં સર્વપાપઘ્નં પ્રણતોડસ્મિ દિવાકરમ્ ।।
* કળશમાં પવિત્ર જળ ભરીને તેમાં ચંદન, અક્ષત તથા લાલ ફૂલ નાખીને બંને હાથોને ઊંચા કરીને પૂર્વાભિમુખ થઈને નીચેના મંત્રથી ઉદયમાન સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
મંત્રઃ એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે । અનુકમ્પયમાં ભક્તયા ગૃહાણાર્ધ્ય દિવાકર ।।
* સૂર્ય સાથે સંબંધિત સ્તોત્ર, કવચ, સહસ્ત્ર નામ, દ્વાદશનામ, સૂર્ય ચાલીસા વગેરેના પાઠ કરવા જોઈએ.
* સૌર સૂક્ત, સૂર્ય અથર્વશીર્ષ, સૂર્યાકષ્ટકમ્, આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ ઉત્તમ છે.
* સત્યનારાયણની વ્રત કથાનો પાઠ તથા હરિવંશપુરાણનો પાઠ કરવો લાભદાયક રહે છે.
* જો સંક્રાંતિ રવિવારના દિવસે હોય તો રવિવારનું વ્રત કરવું જોઈએ. આ દિવસે વ્રતમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ.
* આ મહાપર્વ પર પોતાના પૂજાઘરમાં સિદ્ધ સૂર્ય યંત્રની સ્થાપના કરવી જોઈએ.
* સૂર્યરત્ન માણેક તથા ઉપરત્ન પહેરવાનું તથા સૂર્યના અંક યંત્રને ગળામાં ધારણ કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત મકરસંક્રાંતિ છે.
* સૂર્ય દેવતાના મંદિરે જઈને સૂર્ય દેવની મૂર્તિનાં દર્શન, પૂજન-અર્ચન કરવાં તથા દાન અને સ્નાન કરવું કલ્યાણકારી છે.

સંક્રાંતિ રાશિફળ
* આ વર્ષે મકરસંક્રાંતિ મેષ રાશિના લોકો માટે અનિષ્ટ.
* વૃષભ, મિથુન, કર્ક રાશિના લોકો માટે શુભ.
* સિંહ અને કન્યા રાશિના લોકો માટે કષ્ટપ્રદ.
* તુલા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકો માટે નુકસાનદાયક.
* કુંભ અને મીન રાશિના લોકો માટે લાભકારક છે.

સૂર્ય દેવતાને જાણો

* ભારતીય જ્યોતિષમાં સૂર્ય દેવતાને આત્માના કારક માનવામાં આવ્યા છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે.
* સૂર્ય સાથે સંબંધિત નક્ષત્ર કૃતિકા, ઉત્તરાષાઢ અને ઉત્તરાફાલ્ગુની છે.
* સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
* સૂર્યના દેવતા ભગવાન શંકર છે.
* મંદિર, સુંદર મહેલ, જંગલ, કિલ્લો તથા નદીનો કિનારો સૂર્ય દેવનું નિવાસ સ્થાન છે.
* સૂર્ય પેટ, આંખ, હૃદય અને ચહેરાનું પ્રતિનિધિત્વ કરે છે.
* હાડકાંઓનું બંધારણ પણ સૂર્યના ક્ષેત્રમાં જ આવે છે.
* સૂર્યનું અયન છ માસનું હોય છે. છ મહિના દક્ષિણાયન અને છ મહિના ઉત્તરાયણ.
* સૂર્યની ઋતુ ઉનાળો છે.
* સૂર્ય દેવતાનો શુભ દિવસ રવિવાર છે.
* સૂર્ય દેવતાનો રંગ કેસરી માનવામાં આવે છે.
* સૂર્ય ગ્રહનું રત્ન માણેક અને ધાતુ તાંબું છે.
* સૂર્ય ગ્રહની દિશા પૂર્વ છે.
* સૂર્યના મિત્ર ગ્રહ ચંદ્ર, મંગળ અને ગુરુ છે.
* સૂર્યના શત્રુ ગ્રહ શનિ અને શુક્ર છે.
* સૂર્યની વિંશોત્તરી દશા ૬ વર્ષની હોય છે.
* સૂર્ય ઘઉં, પત્થર, ઘી, દવા અને માણેક પર પોતાની અસર પાડે છે.
* સૂર્ય ગ્રહના દુષ્પ્રભાવમાંથી બચવા માટે ઘઉં, લાલ વસ્ત્ર, સોનું, મીઠાઈ, કપિલા ગાય, ગોળ અને તાંબાનું દાન કરવું જોઈએ.
* સોનાનો વેપાર, લાકડાંનો વેપાર, ઇલેક્ટ્રિક સામાનનો વેપાર વગેરે પર સૂર્યનો પ્રભાવ હોય છે.
* કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોય તો સૂર્ય દેવતાને તાંબાના લોટામાં જળ ચઢાવવું તથા સૂર્ય સ્તોત્ર, ગાયત્રી મંત્ર વગેરે કરવા શુભ રહે છે.

મારા દરેક મિત્રો અને વાચક મિત્રો ને હેપ્પી ઉત્તરાયણ… આશા રાખું કે બધાજ લોકો ની ઉત્તરાયણ મારા જેમ સરસ જાય, તમને કોઈ ઈજા નહિ પહોચે ને તમારા થી કોઈ ને ઈજા નહિ પહોચે. મારા જેમ તમે લોકો એ પણ ચીકી, તલસાંકળી , બોર, શેરડી, જાત જાત ના પાક અને ઉન્ધ્યું ની મજા માણશો..

2012માં ત્રણ શુભ યોગ એક સાથે, 28 વર્ષ બાદ આ મહાસંયોગ

વર્ષો બાદ સંક્રાતિ પર સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનો મહાસંયોગ બનશે.
આ ત્રણેય યોગ સૂર્યોદય સવારના 6.19 થી રાતે 12-35 વાગે સુધી લગભગ 18 કલાક રહેશે. એક સાથે આ ત્રણેય શુભ યોગ હોવાથી શ્રદ્ધાળુઓને લાભ મળશે.

આ શુભ પર્વ પર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે જે કે સૂર્યનું જ નક્ષત્ર છે. આ મકર સંક્રાતિ પર સૂર્ય પોતાના નક્ષત્રમાં રહીને રાશિ બદલશે અને મકર રાશિમાં આવી જશે. આ પર્વ પર ત્રણેય શુભ યોગ અને સૂર્યના પોતાના જ નક્ષત્રમાં હોવાની સાથે જ રવિવાર પણ રહેશે જે કે સૂર્યદેવનો જ દિવસ રહેશે.

 
ક્યારે અને કેટલા વાગે બદલશે સૂર્ય –

14 જાન્યુઆરીની રાતના સૂર્ય 12:58 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે અને 15 જાન્યુઆરીની સવારે 7:14 વાગે સૂર્યોદયથી સ્નાન- દાન માટે પુણ્યકાળ શરૂ થશે, જે સાંજે 4:58 વાગે સુધી રહેશે.


ક્યા ફળ આપે છે આ ત્રણ શુભ યોગઅમૃત સિદ્ધિ યોગ: આ શુભ યોગમાં કરવામાં આવેલા કોઇ પણ કામનું પુરૂ ફળ મળે છે. આ શુભ યોગમાં શરૂ કરવામાં આવેલા કામનું ફળ લાંબા સમય સુધી બનેલું રહે છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ: જ્યોતિષ અનુસાર આ યોગમાં કોઇ પણ કામ કરવાથી દરેક કામ પુરા થાય છે. દરેક કાર્ય સિદ્ધિ માટે અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ યોગ શુભ માનવામાં આવે છે.

આ યોગમાં ખરીદી કરવાનું પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખરીદી કરવાથી લક્ષ્મીની કૃપા મળે છે.


રવિ યોગ:
આ યોગ દરેક કામનું પુરૂ ફળ આપનારો હોય છે. આ યોગ અશુભ ફળને નષ્ટ કરીને શુભ ફળ આપનારો માનવામાં આવે છે. આ યોગમાં દાન કર્મ કરવું યોગ્ય માનવામાં આવે છે. આ યોગ રાજકીય અને શાસકીય કાર્ય માટે પણ મહત્વપુર્ણ છે.


આ વખતે મકર સંક્રાતિ પર્વ પર ઘણાં વિશેષ યોગ બની રહ્યા છે, જેના કારણે આ પર્વનું મહત્વ ઘણું વધી ગયું છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ વખતે મકર સંક્રાતિએ 15 જાન્યુઆરીએ છે જેના પર ભાનુ સાતમનો યોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 1951માં બન્યો હતો.

જ્યોતિષવિદો અનુસાર સાતમની તિથિ અને રવિવારે સંક્રાતિ આવવાથી ભાનુ સાતમનો યોગ બની રહ્યો છે. સંક્રાતિ 15 જાન્યુઆરીની રાતના 00:58થી લાગશે. સૂર્યનું રાશિ પરિવર્તન અડધી રાત્રે થયું છે આ માટે મકર સંક્રાતિનું પુણ્યકાળ રહેશે અને સૂર્ય ઉપાસનાથી સો ગણું વધારે ફળ મળશે. મકરસંક્રાતિના પર્વથી સૂર્ય દક્ષિણાયન થશે અને માંગલિક કાર્યોથી શરૂઆત થઇ જશે.


સંક્રાતિએ બોલો સૂર્યના 21 આસાન નામ, વધશે યશ અને ધન

મકર સંક્રાંતિ ઉપર સૂર્યપૂજામાં આ સરળ 21 નામને બોલી પદ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ મેળવો
સૂર્ય હિન્દુ ધર્મના પંચદેવોમાં પ્રમુખ દેવતા છે. સૂર્યને પ્રત્યક્ષ દેવતા પણ માનવામાં આવે છે. સંપૂર્ણ જગતની પ્રાણશક્તિ હોવાથી તેઓ જગતપિતા પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓમાં સૂર્યના મહર્ષિ કશ્યપ અને અદિતિના પુત્ર માનવામાં આવ્યા છે. તેમની માતાના માનથી જ તેઓ આદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે સૂર્યદેવના પુત્ર શનિ અને યમ અને પુત્રી યમુના પણ પ્રમુખ પૂજનીય દેવી-દેવતા છે. એ જ રીતે સંકટમોચક દેવતા શ્રી હનુમાનના ગુરુ પણ સૂર્યદેવ જ છે. આ કારણ છે કે સૂર્યદેવની ઉપાસના શક્તિ, સિદ્ધિ, સ્વાસ્થ્ય, સન્માન, યશ, ઐશ્વર્ય અને સૌંદર્ય આપનાર માનવામાં આવે છે.

સૂર્ય ઉપાસનાની ખૂબ જ શુભ ઘડી મકરસંક્રાંતિને માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ પ્રમાણે આ દિવસથી જ સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. સરળ શબ્દોમાં આ દિવસથી દિવસ મોટો થવા લાગે છે.

એવી શુભ ઘડીમાં સૂર્યના સ્મરણ માટે જ શાસ્ત્રોમાં 21 સૂર્ય નામોનું સ્મરણ ઘણુ મહત્વ બતાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા છે કે સ્વયં સૂર્યદેવે આ એકવીસ નામોને જગતકલ્યાણ માટે ઉજાગર કર્યા. આ એકવીસ નામ સ્તવરાજના નામથી પણ ઓળખાય છે. તેનો જાપ સૂર્યદેવના હજાર નામોના સ્મરણ સમાન હોય છે.

ધાર્મિક દ્રષ્ટિએ સૂર્યની પ્રસન્નતા અને અનુકૂળતા માટે આ એકવીસ નામોની સવારે અને સાંજે સ્મરણ કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. જાણો આ એકવીસ નામ...

-ભાસ્કર

-રવિ

-લોકસાક્ષી

-લોક પ્રકાશક

-તપન

-તાપન

-શુચિ પાવન

-લોક ચક્ષુ

-શ્રીમાન

-ત્રિલોકેશ

-કર્તા

-ગૃહેશ્વર

-હર્તા

-બ્રહ્મા

-ગભસ્થિહસ્ત(જેના કિરણ રૂપી હાથ છે)

-તમિસ્ત્રહા(અંધારાનો નાશ કરનાર)

-સપ્તાશ્વવાહન(સાત ઘોડાના વાહન ઉપર બેસનાર)

-વિકર્તન(સંકટને હરનાર કે નાશ કરનાર)

-વિવસ્વાન(તેજરૂપ)

-માર્તન્ડ(જે અંજમાં લાંબા સમય સુધી રહે)

-સર્વદેવનમસ્કૃત


ઉત્તરાયણ : રાશિ પ્રમાણેના દાનથી, મળશે અનેક ગણું ફળ

15 જાન્યુઆરીને સૂર્યની દિશા બદલાશે એટલે કે સૂર્યની ચાલ દક્ષિણથી ઉત્તર તરફ આવશે ત્યારે સૂર્ય ઉત્તરાયણ થઇ જશે.

આ વિશેષ સ્થિતિ સૂર્ય પોતાના જ દિવસ એટલે કે રવિવારના ઉત્તરાયણ થશે. આ દિવસ બહુ જ મહત્વપૂર્ણ રહેશે.

આ ઉપરાંત આ દિવસે સૂર્ય સાતમનો પણ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે નસીબ ચમકાવવા માટે તમારે રાશિ અનુસાર ઉપાય કરવા જોઇએ.

- ઉત્તરાયણ પર્વ પર દાનનો વિશેષ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી અનેકગણું ફળ મળે છે.તેમાં પણ જો રાશિ અનુસાર આ ઉપાય કરવામાં આવે તો તમે પણ માલામાલ થઇ જશો.

જાણો, કઇ રાશિવાળાને કયું દાન કરવું...

મેષ (અ. લ. ઇ.)
આ રાશિના લોકો ઘઉં, મસુર, લાલ, કપડા, ગોળ કે તાંબા વગેરેનું દાન કરો.

વૃષભ (બ. વ. ઉ.)
વૃષભ રાશિના લોકો પોતાની રાશિ અનુસાર હીરા, ઇત્તર, સેંટ, ચોખા, ઘી વગેરે દાન કરો.

મિથુન (ક. છ. ઘ.)
આ રાશિના લોકો પોતાના નસીબને બદલવા માટે લીલું વસ્ત્ર, સ્વર્ણ, લીલા મગનું દાન કરો.

કર્ક (ડ. હ.)
કર્ક રાશિના લોકો પોતાના ગ્રહ અનુસાર ટોપલી (વાંસની) ચોખા, કપુર, સફેદ કપડા, મોતી, ચાંદી, દૂધ, દહીં, ખાંડ, સાકર વગેરેનું દાન કરો.

સિંહ (મ. ટ.)
આ રાશિના લોકો માણેક, ઘઉં, લાલ વસ્ત્ર, લાલ ફૂલ, ગોળ, સ્વર્ણ, તાંબા, લાલ ચંદન વગેરેનું દાન કરો.
કન્યા (પ. ઠ. ણ.)
આ રાશિના લોકોએ નસીબને ચમકાવવા માટે પન્ના, કસ્તુરી વગેરેનું દાન કરો.
તુલા (ર. ત.)

આ રાશિના લોકો ઉત્તરાયણ પર્વ પર રાશિ અનુસાર શુક્રદેવની વસ્તુઓ એટલે કે સફેદ ઘોડા, ગાય- વાછરડાં વગેરે કપુર, સફેદ વસ્ત્ર, ચંદન, ખાંડ કે મિશ્રીનું દાન કરો.

વૃશ્વિક (ન. ય.)
આ રાશિના લોકો રવિવારે લાલ ફૂલ, લાલ ચંદન, કેશર, લાલ બળદ, ભૂમિ કે ચણોઠીનું દાન કરો. નસીબ ચોકક્સ ચમકી જશે.

ધન (ધ. ફ. ભ. ઢ.)
ધન રાશિના લોકોએ નસીબનો સાથ જોઇએ તો પીળું ધાન્ય, પીળા કપડાં, પુખરાજ, સ્વર્ગ વગેરેનું દાન કરો.

મકર(ખ. જ.)
આ રાશિના લોકોએ નસીબને બદલવું હોય તો શનિદેવની વસ્તુઓનું દાન કરો. તેમાં અડદ, તલ, કાળી ગાય કે કાળા વસ્ત્ર પણ કરી શકો છો.

કુંભ (ગ. શ. ષ. સ.)
કુંભ રાશિનો સ્વામી શનિ છે,આ માટે આ રાશિવાળાએ કામળા, સ્વર્ણ, ચંપલ, નીલમ વગેરેનું પણ દાન કરવું જોઇએ.

મીન (દ. ચ. ઝ. થ.)

આ રાશિનો સ્વામી ગુરૂ છે આ માટે મીન રાશિવાળાને મધ, કેસર, હળદર અને પીળા કપડાનું દાન કરવું જોઇએ.

આ વખતે કેમ ખાસ છે મકર સંક્રાંતિ?

જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાતિનું પર્વ માનવામાં આવે છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયન થઇ જાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વિશેષ રૂપે સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ વખતે મકર સંક્રાતિના પર્વ પર સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ઘિ યોગની સાથે ભાનુ સાતમ હોવાથી સૂર્યની ઉપાસના કરી સ્નાન- દાન પુણ્ય કરવાથી સો ગણું વધારે ફળ આપશે.



ઉત્તરાયણનો તહેવાર આજે માડ એક દિવસ રહ્યો છે ત્યાં બે દિવસ તો નાના-મોટા શહેરોના દરેક ઘરોની આગાશીઓ આબાલવૃદ્ધથી ઊભરાશે. આપણે ત્યાં તો ઉત્તરાયણ બોલે પતંગ, તલસાંકળી, ઊંધીયું....ને કાપ્યો છે.....કાપ્યો છે...!!!!

ના બોસ, આ દિવસે તો ધાર્મિક કાર્યો માટે પણ ખૂબ જ પવિત્ર અને શુભ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ખાણી-પીણીને લગતી અનેક પરંપરાઓ આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરાઓનું આજે પણ પાલન કરવામાં આવે છે. મકરસંક્રાન્તિમાં બધા લોકો તલસાકળી અને ઊંધીયુ ચોક્કસ આરોગતા હોય છે સાથે સાથે આપણા ગુજરાતમાં તો પતંગ ઉડાવવાનું મહત્વ વધુ છે જો કે આપણા દેશના બીજા રાજ્યોમાં પણ અનેક પતંગો તો ઉડાવવામાં આવે છે પણ ગુજરાતના લોકો જેટલો પતંગોનો ક્રેઝ હોતો નથી.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મકરસંક્રાન્તિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને સંક્રાન્તિનો અર્થ છે સૂર્યનું રાશિ પરિવર્તન કરવું. આ જ કારણે આ તહેવારને મકરસંક્રાન્તિ કહેવાય છે. આ દિવસોમાં તલસંકળી, મમરા-ગોળના લાડુ, તલ-સીંગની ચિકી, કચરિયું જેવી આઇટમો તો લોકો ઘરે બનાવે છે પરંતુ ખરીદીને ખાવાનો પણ આપણે ત્યાં ખાસો ક્રેઝ છે.

મકરસંક્રાન્તિમાં તલમાંથી બનાવતી આઇટમોથી આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થતો હોય છે. તલ અને ગોળ જેવા પદાર્થો સ્વભાવે ઊર્જા પેદા કરનારા છે. મકર સંક્રન્તિનો અર્થ એવો થાય છે કે હવે ઠંડીની ઋતુનો જવાનો સમય શરૂ થયો છે. આ દિવસથી જ દિવસનો સમય મોટો અને રાતનો સમય નાનો થવા લાગે છે.

આ સમયમાં તલ-ગોળની વાનગીઓ આપણા શરીરમાં ઠંડીનો પ્રભાવ ઓછો છે. તેનાથી બદલાતી મોસમમાં શરીરમાં પેદા થતા વાત-કપ અને પિત્ત જેવી બીમારીઓથી છૂટકારો મળે છે. નહીંતર મોટાભાગના લોકોને ઋતુ પરિવર્તનથી થતી બીમારીઓ ચોક્કસ પરેશાન કરે છે. આ સમયમાં તલ અને ગોળના આઇટમો ખાવાથી પેટ સાફ રાખવામાં મદદ મળે છે. આ કારણે જ તો ઘણા લોકો ખાધા પછી ગોળ ચોક્કસ ખાતા હોય છે. જ્યારે પણ ઋતુ પરિવર્તન થાય છે ત્યારે એકા એક આપણુ શરીર મોસમને અનુકૂળ થઈ શકતું નથી તેના લીધે આપણે પેટને લગતા રોગો અને કફને લગતી બીમારીઓ થાય છે. આ કારણે જ તો આપણે ત્યાં સદીઓથી તલ-ગોળની આઇટમો ખાવાની પરંપરા છે.

મકરસંક્રાન્તિ ઉપર પતંગ ઉડાવવાનો ફાયદો એ છે કે તેનાથી આપણા શરીર ઉપર થોડા સમય માટે સૂર્યના તડકાનો લાભ મળે છે. તડકામાં પતંગ ઉડાવવાથી સનબાથને લીધે આપણા શરીરને ઘણા લાભ મળે છે.

આ દિવસે મોસમ પરિવર્તન શરૂ થાય છે ઠંડી ઓછી થવા લાગે છે અને ગરમી વધવા લાગે છે એવા સમયે તડકામાં પતંગ ઉડાવવાથી આપણા શરીર આ મોસમમાં આસાનીથી ટેવાવા લાગે છે.

કાપ્યો છે...કાપ્યો છે...થી મન અને દિલના દ્વાર પણ ખોલી નાખે છે......



ઉત્તરાયણે તલસાંકળી-તલ ચિક્કી કેમ ખવાય છે, તમે જાણો છો?

ઉત્તરાયણ પર વિશેષ કરીને તલસાંકળી, તલના લાડુ અને તલની ચીકી વિશેષ કરીને તલના વ્યંજન ખાવાનું મહાત્મય છે. - ઉત્તરાયણના તહેવાર સાથે જોડાયેલી આ પરંપરા વગર ઉત્તરાયણના પર્વમાં અધુરાશ વર્તાય છે.

- તલ અને ગોળની મિઠાઇઓ ખાવા પાછળ ઠંડી સામે શરીરમાં આવશ્યક ગરમી જાળવવાનું વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે.

મકર સંક્રાંતિના (ઉત્તરાયણ) પર વિશેષ રૂપે તલ અને ગોળની મિઠાઇઓ ખાવાની પરંપરા છે. ક્યાંક તલ અને ગોળના સ્વાદિષ્ટ લાડુ બનાવાય છે તો ક્યાંક તેની ચિક્કી બનાવીને તલ અને ગોળનું સેવન કરવામાં આવે છે. મિઠાઇઓમાં તલ અને ગોળની ગજક પણ શોખીનમાં મોખરે હોય છે.

-મકર સંક્રાતિના પર્વ પર તલ અને ગોળના સેવન કરવા પાછળ વૈજ્ઞાનિક આધાર છે.

શરદીની સિઝનમાં જ્યારે શરીરમાં ગરમીની જરૂર હોય છે ત્યારે તલ અને ગોળના વ્યંજન આ કામ બેખુબી રીતે કરે છે. તલમાં તેલની પ્રચુર માત્રા હોય છે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં તેલ પહોંચે છે જે આપણા શરીરને ગરમાવો આપે છે. આ પ્રકારે ગોળની તાસીર પણ ગરમ હોય છે.

તલ અને ગોળના આ ગુણોને જોઇને જ આપણા વડલાઓએ તહેવારના બહાને તલ મિશ્રિત મિઠાઇઓને તહેવાર સાથે વણી લીધી. જે આપણા શરીરમાં આવશ્યક ગરમી રહે છે. આ જ કારણ છે કે મકરસંક્રાતિના અવસર પર તલ અને ગોળના વ્યંજન પ્રમુખ માનવામાં આવે છે.

ઉત્તરાયણ પછી જ ભીષ્મએ શા માટે પ્રાણ ત્યાગ્યો હતો?


- ઉત્તરાયણને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે.- બાણની શૈયા ઉપર પડેલા ભીષ્મ પિતામહ પોતાના મૃત્યુને તે સમય સુધી ટાળતા રહ્યા હતા
- સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે શરીર ત્યાગ કરવાથી પુનર્જન્મ લેવો પડે છે

મકર સંક્રાંતિનો પર્વ આપણા દેશમાં અનેક નામથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ ઉત્તરાયણના નામથી મનાવવામાં આવે છે. ઉત્તરાયણને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. મહાભારતમાં ઘણીવાર ઉત્તરાયણ શબ્દનો ઉલ્લેખ આવે છે.

સૂર્યના ઉત્તરાયણ થવાનું મહત્વ આ કથાથી સ્પસ્ટ થાય છે કે બાણની શૈયા ઉપર પડેલા ભીષ્મ પિતામહ પોતાના મૃત્યુને તે સમય સુધી ટાળતા રહ્યા, જ્યાં સુધી સુર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ ન થઈ જાય. સૂર્ય ઉત્તરાયણ થયા પછી જ તેમને પોતાના પ્રાણ ત્યાગ્યા હતા.

સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના શુભ કાળમાં, જ્યાંરે સૂર્ય દેવ ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો. એવા લોકો બ્રહ્મને પ્રાપ્ત થાય છે. તેની વિપરિત સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને આ અંધકારમાં શરીર ત્યાગ કરવાથી પુનર્જન્મ લેવો પડે છે.

तिळगुळ घ्या गोड गोड बोला,
आमचे तील कधी सांडू नका,
आमच्याशी कधी भांडू नका,
नवीन वर्षाचा नवीन सणाच्या
प्रिया जणांना गोड व्यक्तींना
मकर संक्रांति ची गोड गोड शुभेच्छा
Wish u a happy and cheerful Makar Sankranti 2012…
विकास घोळकर आणि सर्व घोळकर परिवार....  

No comments:

Post a Comment