Tuesday, 29 November 2011

Shree Khanderao Mandir

KHANDOBA MANDIR
This temple is more than Rajvi Gharana 
(Shree Sayajirao Gayakwad) old.
The exact date of construction is not known.
This small temple is situated Near Khanderav Market,
R. V. Desai Road, Vadodara.
Khandoba, is an incarnation of Shiva and is the
presiding deity (Kul Devata) of Maharastrin.
Mhalsapati was the priest of this temple.
खंडोबा आणि म्हाळसाच लग्न चंपाषष्ठी दिवशी होत..
येळकोट येळकोट जय मल्हार... सदानंदाचा येळकोट...
चंपाषष्ठी चे फोटो...

जय मल्हार महान्साकांत मंदिर
 जय मल्हार महान्साकांत मंदिर
जय मल्हार महान्साकांत मंदिर
 जय मल्हार महान्साकांत देव
 जय मल्हार महान्साकांत देव
 जय मल्हार महान्साकांत देव
 जय मल्हार महान्साकांत देव
 जय मल्हार महान्साकांत देव
शेहनाई आणि सितार वादक
 जय मल्हार महान्साकांत नवीन मंदिर
  जय मल्हार महान्साकांत नवीन मंदिर
 जय मल्हार महान्साकांत नवीन मंदिर
  जय मल्हार महान्साकांत नवीन मंदिर
  जय मल्हार महान्साकांत नवीन मंदिर
 सर प्रतापशिंह गायकवाड
 सर सयाजीराव गायकवाड

Khandoba has many wives who are women from many communities, who serve as cultural links between the god and the communities. He has five wives, Mhalsa and Banai/Banu/Banubai being the most important. While Khandoba's first wife Mhalsa is from the high caste Lingavat merchant (Vani) community, his second wife Banai is a Dhangar (shepherd caste). Mhalsa has had a regular ritualistic marriage with Khandoba. Banai, on the other hand, has a love marriage by capture with the god. Mhalsa is described as ugly, jealous and a good cook; Banai is erotic, resolute, but doesn't even know to cook. Often folk songs tell of their quarrels. Mhalsa represents "culture" and Banai "nature".
The god king Khandoba stands between them.

Khandoba's third wife, Rambhai Simpin, is a tailor woman from
Belsare village who was a heavenly nymph or devangana and is sometimes identified with Banai. She is a prototype of the Muralis - the girls "married" to Khandoba. She is the wife who goes for hunting with her Lord. The fourth wife Phulai Malin, from a gardener caste, is a devout devotee of Khandoba and is visited by him at "Davna Mal" (field of southernwood), a herb said to be dear to Khandoba.
The fifth wife, Candai Bhagavin, is a Muslim or a Telin, and a member of the oilpresser caste. Apart from these,
Muralis - girls offered to Khandoba - are considered as
wives of the Lord.

The name "Khandoba" comes from the words "khadga" (sword),
the weapon used by Khandoba to kill the demons, and "ba" (father).
"Khanderaya" means "king Khandoba".
The name "Mallari" or "Malhari" is split as "Malla" and "ari" (enemy),
thus meaning "enemy of the demon Malla". Malhatri Mahatmya records Martanda Bhairava, pleased with the bravery of Malla,
takes the name "Mallari" (the enemy of Malla).
Other names include Khandu Gavda,
Mhalsa-kant ("husband of Mhalsa") and Jejurica Vani.

येळकोट येळकोट जय मल्हार... सदानंदाचा येळकोट

Monday, 21 November 2011

વાસ્તુશાસ્ત્ર ટિપ્સ

वास्तू शास्त्र
 वास्तू दोष निवारण यंत्र
वास्तू शास्त्र

વાસ્તુ શાસ્ત્ર પોઝિટિવ અને નેગેટિવ એનર્જી પર નિર્ભર શાસ્ત્ર છે.
વાસ્તુ શાસ્ત્ર ઘરમાં રહેલ ફૂલ – છોડ આપણા વિચારો અને
ઘરની સુખ- સમૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો દરેક હિસ્સો તથા દરેક વસ્તુ ઘરમાં રહેનારા
લોકોના જીવનમાં કોઇ ને કોઇ રીતે પ્રભાવિત કરે છે.
અહીં સુધી કે ઘરમાં રાખેલા ફૂલ અને છોડ પણ પરિવારના સભ્યો પર પોતાની અસર લાવે છે.
અહીં અમે આ અમુક છોડના નામ આપીએ છીએ જે તમારા ઘરમાં રહેલા
વાસ્તુદોષને દૂર કરશે તે સાથે તમારા ઘરમાં સુખ- સમૃદ્ધિથી ભરી દેશે.

૧ - ઘરની સુંદરતા વધારવા માટે મની પ્લાટન્સ લગાડવા જોઇએ. આ શુક્રના કારક ગ્રહ છે. મની પ્લાન્ટ લગાડવાથી પતિ- પત્નીના સંબંધ મધુર થાય છે.

૨ - ફેંગશુઇ અનુસાર વાંસના છોડ સુખ- સમૃદ્ધિનાં પ્રતીક હોય છે.

૩ - પરિવારમાં જો કોઇ બીમાર હો તો તેની આસ-પાસ તાજા ફૂલ રાખવા શુભ છે પરંતુ રાતે તે ત્યાંથી હટાવી દેવા જોઇએ.

૪ - ગુલાબ, ચંપા અને ચમેલીના છોડ માનસિક તણાવ અને ડિપ્રેશનને ઓછું કરે છે તેથી તેને લગાડવું સારું રહેશે.

૫ - શયન કક્ષના નૈઋત્ય કોણમાં ટેરાકોટા કે ચિનાઇ માટીના ફૂલદાનીમાં સૂરજમુખીના ફૂલ લગાડી શકાય છે. સૂરજમુખીના છોડ મનમાં ઉલ્લાસ ભરી દે છે.

૬ - છોડ અને ફૂલોનો ઉપયોગ કરીને ઘરના ખુણાઓ અને અસમતલ જમીનને ઢાંકવા માટે પણ કરી શકાય છે.

વાસ્તુ પ્રમાણે આપણાં ઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા રહેલી હોય છે. નકારાત્મક ઊર્જાએ ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિમાં અડચણો લાવે છે. આથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તેવી વસ્તુઓ રાખવાથી ઘરનાં વાસ્તુદોષને ઘણાં અંશે ઘટાડી શકાય છે.આવો જાણીએ વાસ્તુ પ્રમાણે ઘરમાં કેવા છોડ લગાડી શકાય અને કેવા ફૂલ-છોડ ઘરમાં નકારાત્મકતાનો સંચાર કરે છે.

૧ - ઘરમાં નકલી ફૂલ છોડ ના રાખવા જોઈએ.વાસ્તુ અનુસાર તે અશુભ માનવામાં આવે છે. તે ધૂપ અને ગંધને પણ વધુ આકર્ષિત કરે છે.

૨ - ઘરમાં ખૂબ સુંદર પાન અને ડીઝાઈન ધરાવતા સાઈકસ, એક્લિઆ, અર્લિયા, ફિલોડેન્ટ્રોને અને એરિકા લગાવી શકાય છે. જે ઘરમાં સકારાત્ક ઊર્જાનો સંચાર કરે છે.

૩ - સુગંધીદાર ફૂલ એટલે કે ચંપા, નાગચંપા, ચમેલી, બેલા ,રાતરાણી વગેરે ફૂલો પણ લગાવી શકાય છે. તેની સુગંધથી ઘરના સભ્યો પ્રસન્ન અને આનંદિત રહે છે પણ અહીં ખાસ ધ્યાન રાખવું કે આ છોડમાં કરમાયેલા ફૂલ ના રહે, તેને તરત જ કાઢી લેવા. કેટલાક લોકો આ છોડને ઘરની બહાર પણ લગાવે છે.

૪ - ઘરમાં ક્યારેય કાંટાળા છોડ કે કાંટા હોય તેવા ફૂલ ને ના રાખવાં જોઇએ.

૫ - ઉંચા અને ઘટાદાર વૃક્ષો દક્ષિણ અને પશ્ચિમના ભાગમાં રોપી શકાય છે.પરંતુ તે ઘરની દિવાલોથી થોડા દૂર રોપવા જોઈએ.

૬ - તુલસીનો છોડ ખૂબ કલ્યાણકારી, ઉપયોગી અને પવિત્ર તથા શુભ માનવામાં આવે છે. તુલસીમાં એન્ટીબાયોટિક સહીત અનેક ઔષધીઓ તથા ગુણ રહેલા હોય છે. તેમના સ્પર્શથી ઘરની હવા શુદ્ધ થાય છે.

૭ - તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને પણ ઓછું કરે છે. તુલસીનો છોડ ઘરના બ્રહ્મસ્થળ પર લગાવવામાં આવે છે. તેને ઘરના કોઈ પણ ખૂણામાં લગાવી શકાય છે.તેની આસપાસ ક્યારેય ગંદકી ના હોવી જોઇએ.


ઘરનાં સભ્યોના સ્વાસ્થયથી લઇને પ્રગતિ- એમ દરેક રીતે અસર કરતી નેગેટિવ ઊર્જા પાછળ વાસ્તુદોષ મહત્વનો ભાગ ભજવે છે. - ઘરમાં રહેલી આ નેગેટિવ ઊર્જાને કારણે ઘરમાં વિખવાદ અને વિવાદો સર્જાય છે.

આવો ,ઘરમાંથી આ નેગેટિવ ઊર્જાને દુર કરવાનાં કેટલીક વાસ્તુ ટિપ્સ જાણીએ,

૧ - ઘરના આંગણામાં સુકાયેલા વૃક્ષો ન રાખવા.આ પ્રકારના વૃક્ષો કપાવી દેવા.

૨ - ઈંટિરીયર ડેકોરેશન માટે કેટલીક એવી કલાકૃતિઓનો પ્રયોગ થાય છે જે સુકી કે ઠૂંઠી હોય તો તેની નકારાત્મક આકૃતિ બને છે . આ પ્રકારની મૃતપ્રાય વસ્તુઓ સજાવટ માટે સારી માનવામાં નથી આવતી. તેના પ્રયોગથી બચવું જોઈએ.

૩ - જો ડ્રોઈંગરુમમાં ફૂલો સજાવવામાં આવે તો તેને બદલવા પણ જરુરી છે. કેમ કે મુર્ઝાયેલા ફૂલો નકારાત્મક ઉર્જા અપાવે છે.

૪ - ક્યારેક બેડરુમની બારીમાંથી નકારાત્મક વસ્તુઓ જોવા મળે તો સુકા વૃક્ષો, ફેક્ટરી અને ચિમનીમાંથી નીકળતો ધુમાડો જોવા મળે તો બારીઓ પર પડદો નાખી દેવો.

૫ - કોઈ પણ ભવનના મુખ્ય દ્વાર પાસે બિલકુલ સામે વિજળીના ટ્રાન્સફોર્મર મળે તો તેનાથી ખતરો રહે છે. આ દ્રશ્યથી નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

૬ - જૂના મકાનની અંદરની દિવાલોમાં સીલન ઉભી થાય ત્યારે તેમાં બનતી આકૃતિઓ પણ નકારાત્મક ઉર્જા ઉભી કરે છે. આ દિવાલોનું જલ્દી રિપેરીંગ કરાવવું જરુરી છે.


જાણે - અજાણે આપણાં ઘરમાં એવા ઘણા ફોટા કે મૂર્તિ રાખીએ છીએ જે નકારાત્મક ઊર્જા ફેલાવે છે.

ઘર એ એક એવી જગ્યા છે જ્યાં વ્યક્તિને પોતીકાપણાંનો અનુભવ થાય છે.દિવસભરનો થાક ઉતારવા માટે ઘરે આવતા જ સાથે રાહતનો શ્વાસ ખેંચે છે કે જ્યાં તેને શાંતિ અને મનગમતું વાતાવરણ અને પોતીકાપણાની લાગણી મળે છે. -વાસ્તુ પ્રમાણે જો ઘરમાં વાસ્તુદોષ હોય તો તે ઘરના સભ્યોમાં માનસિક તણાવ અને અશાંતિ ઉભી કરે છે. અમુક વાસ્તુદોષ ઘરમાં આવતા ધનને પણ રોકે છે. આ માટે ઘરમાં ઉત્પન્ન થતી નકારાત્મકતાને દુર કરવા વાસ્તુશાસ્ત્રમાં એક શ્રેષ્ઠ ઉપાય છે ઘરની ભીંતો પર તસ્વીરો,ફોટા લગાડવા કે ઘરમાં સકારાત્મક ભાવ જગાડે તેવી મૂર્તિ રાખવી.
આવો, જાણીએ ઘરમાં રાખવામાં આવતી મૂર્તિ કે તસ્વીરો અંગે કેટલીક વાસ્તુ ટિપ્સ...


૧ - ખીલતા ફૂલ છોડ કે હસતા બાળકોની તસ્વીર લગાડો જેનાથી મનને શાંતિ અને પ્રસન્નતા મળશે.


૨ - બેડરૂમમાં હંસના જોડાની તસ્વીર લગાડો તેનાથી દંપતીમાં પ્રેમ વધશે.


૩ - સ્નેહ અને શાંતિ અને સુખના પ્રતીક હોય તેવી મૂર્તિઓ કે તસ્વીર લગાડો.જેના કારણે ઘરના સભ્યોમાં પણ પરસ્પર પ્રેમ રહે.


૪ - ઘરમાં દરેક જગ્યાએ ભગવાનની મૂર્તિઓ કે ચિત્ર ના લગાડો.તેનાથી સતત લાભ થવાની જગ્યાએ નુકસાન થાય છે.


૫ - કરૂણતા ઊભી કરે તેવા રડતાં બાળકાનાં કે ગરીબોનાં કે સુકાયેલા ઝાડવાળા ફોટા ઘરમાં ક્યારેય ના રાખો તેનાથી નકારાત્મકતા પેદા થાય છે.


૬ - ઘરમાં યુદ્ધ, લડાઇ કે વિખવાદોવાળી તસ્વીર ક્યારેય ના લગાડો.ઉપરાંત તલવાર વાળા યોદ્ધા કે શિકારનાં ચિત્રો પણ ઘરમાં રાખવા જોઇએ નહીં. જે ઘરના સભ્યોમાં નકારાત્મકતા લાવે છે.


૭ - વાંદરા, સાપ, વાઘ,ઘુવડ, રીંછ વગેરે પ્રાણીના ફોટા કે તસ્વીરો ઘરમાં ક્યારેય ના રાખો.


૮ - કાંટાળ ફૂલ -છોડની તસ્વીર ઘરમાં ના રાખવી તે નકારાત્મક ભાવો પેદા કરે છે.


૯ - દોડતા ઘોડા કે વહેતા પાણીનો ફોટો ઘરમાં રાખવાથી જીવનમાં સફળતા અને લક્ષ્ય મળે છે.

આમ તો સંપૂર્ણપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવું ઘણું મૂશ્કેલ છે, ઘર બનાવતી વખતે ક્યાંકને ક્યાંક તેમાં ઉણપ રહી જ જાય છે. આ સમસ્યાઓનું સમાધાન સામાન્ય ઉપાય કરીને કરવામાં આવે છે જેનાથી ઘરમાં પણ સુખ શાંતિ બની રહે છે. આ સામાન્ય ઉપાયો આ પ્રમાણે છે.

૧ - સુખ-સમૃદ્ધિ અને મનની પ્રસન્નતા માટે બેઠક કક્ષમાં ફૂલદાની રાખો. જ્યારે શયનકક્ષમાં પણ ઝરુખા પાસે ફુલદાની રાખવી જોઈએ.

૨ - ઘરમાં ક્યારેય પણ કાંટાળી ઝાડીયો તથા છોડ ન રાખો. આને લગાવવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

૩ - આવા પુષ્પ અથવા છોડને સજાવટમાં ન લો જેનાથી દૂધ ઝરતું હોય. શુભતાની દ્રષ્ટિએ તે અશુભ હોય છે.

૪ - શયનકક્ષમાં જુઠા વાસણો ન રાખવા જોઈએ. આળસના કારણે આવું કરવાથી રોગ તથા દરિદ્રતા આવે છે.

૫ - રાતમાં ખરાબ સપના આવતા હોય તો પાણીથી ભરેલા વાસણને માથા બાજુ રાખીને સુવું.

૬ - જો ગૃહસ્થ જીવનમાં સમસ્યાઓ હોય તો ઓરડામાં શુદ્ધ ઘીનો દિવો દરરોજ ધરવો.

૭ - જો શત્રુ પક્ષથી પીડિત હોવ તો પલંગના નીચે લોખંડનો દસ્તો રાખવો.

૮ - પવિત્ર સ્થાન તથા પૂજા સ્થળ ઈશાન કોણમાં જ બનાવડાવવું. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

૯ - ટીવી અથવા અન્ય અગ્નિ સંબંધી ઉપકરણ હમેશા અગ્નિકોણમાં રાખવું.


૧૦ - શયનકક્ષમાં નશીલા પદાર્થોનું સેવન ન કરો.આવું કરવાથી ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય છે.



પ્રત્યેક વ્યક્તિ વધારે ને વધારે ધન કમાવવાનાં સંભવિત દરેક પ્રયાસો કરે છે. આ પ્રયાસોમાં અમુક વ્યક્તિ સફળ થાય છે અને અમુક સફળ થઇ શકતાં નથી. અહીં અમે કેટલાક સરળ ઉપાયો આપીએ છીએ જેને કરવાથી આ ઉપાયનું શુભ ફળ મળે છે તે સાથે ઘરમાંથી દરિદ્રતા પણ દુર થાય છે.

૧ - પ્રત્યેક ગુરૂવારે તુલસીનાં છોડમાં દુધ અર્પણ કરવાથી આર્થિક સંપન્નતામાં વૃદ્ધિ થાય છે.

૨ - સુદપક્ષની પાંચમનાં ઘરમાં શ્રી સુક્તની ઋચાઓની સાથે આહુતિ આપવાથી પણ દરિદ્રતા દુર થાય છે.

૩ - ભોજન કર્યા પહેલા ગાય, કુતરો કે કાગડા માટે એક રોટલી નીકાળી લો. આમ કરવાથી તમને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે નહિ.

૪ - મહિનાનાં પહેલાં બુધવારે રાત્રે કાચી હળદરની ગાંઠ બાંધીને ભગવાન કૃષ્ણને અર્પણ કરો.તે પછીનાં દિવસે તેને પીળા દોરામાં બાંધીને પોતાની જમણાં હાથમાં બાંધી લો.

૫ - ગૂલરની જડને કપડામાં લપેટીને, ચાંદીનાં કવચમાં નાખીને ગળામાં પહેરવાથી પણ આર્થિક સંપન્નતા આવે છે.

૬ - તમારી તિજોરીમાં 9 લક્ષ્મીકારક કોડીઓ અને એક તાંબાનાં સિક્કાને રાખવાથી તમારી તિજોરીમાં ધન હંમેશા ભરેલુ રહેશે.

7 - નિયમિત રૂપથી કેળાનાં ઝાડમાં જળને અર્પણ કરવાથી અને ઘીનો દીવો સળગાવવાથી દરિદ્રતા દુર થાય છે.

૮ - દર શનિવારે પોતાનાં પલંગ નીચે એક વાસણમાં સરસિયાનું તેલ રાખો. તે પછીનાં દિવસે તે જ તેલમાં અડદની દાળનાં વડા બનાવીને કુતરાઓને અને ગરીબોને ખવડાવી દો. જેનાથી ગરીબી દુર થાય છે અને લક્ષ્મીનું આગમન થાય છે. આ ઉપાય શ્રદ્ધાપુર્વક કરવાથી તમને થોડા જ સમયમાં સારા પરિણામ મળવા લાગશે.


9 - પીપળાની પૂજા કરવાથી શ્રી તથા યશની વૃદ્ધિ થાય છે તેનાં સ્પર્શ માત્રથી શરીરમાં રોગ પ્રતિરોધક તત્વોની વૃદ્ધિ થાય છે.

૧૦ - ઘરમાં નિત્ય ગૌમુત્રનો છંટકાવ કરવાથી દરેક પ્રકારનાં વાસ્તુદોષોથી છુટકારો મળી જાય છે.

૧૧ - મુખ્ય દ્વારમાં કેરી, પીપળા, આસોપાલવનાં તોરણ લગાવવાથી વંશવૃદ્ધિ થાય છે.
 આવા સમયે તમે વાસ્તુ પ્રયોગ અપનાવી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરો.

૧૨ - વર્ષમાં એક-બે વાર હવન કરાવો

૧3 - ઘરમાં વધુ ભંગાર ભેગો થવા ન દો

૧૪ - સાંજના સમયે એકવાર આખા ઘરમાં લાઈટ સળગાવો. આનાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશ થાય છે.

૧૫ - સવારે-સાંજે સમૂહમાં આરતી કરો

૧૬ - મહિનામાં એક-બેવાર ઉપવાસ કરો

૧૭ - ઘરમાં હંમેશા ચંદન અને કપૂરની ખુશબુનો પ્રયોગ કરો

૧૮ - જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઈચ્છા રાખે છે તેઓ રાત્રે સત્તાવીશ હકીક પથ્થર લઈ તેની ઉપર લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરો, તો ચોક્કસપણે તેમના ઘરમાં વધારે ઉન્નતી થાય છે.

૧૯ - જો અગિયાર હકીક પથ્થર ઉપર કોઈ મંદિરમાં ચઢાવી ને કહો કે, અમુક કાર્યમાં વિજય મેળવવા માગું છું તો ચોક્કસ પણે તે કાર્યમાં વિજય થશે.

૨૦ - કોઇ શુક્રવારે રાતની પૂજા ઉપાસના કર્યા પછી એક હકીક માળા લો અને એકસો આઠવાર ऊं ह्रीं ह्रीं श्रीं श्रीं लक्ष्मी वासुदेवाय नम: મંત્રનો જાપ કરો. ત્યારબાદ માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પિત કરો. ધન સાથે જોડાયેલ બધી સમસ્યાઓ હલ થઈ જશે.


ઘરમાં વારંવાર થતા વિવાદો અને કંકાસને કારણે ઘરની સુખ-શાંતિ તો નષ્ટ થાય છે પણ તે સાથે ઘરમાં આવતી લક્ષ્મી પણ રિસાઇ જાય છે. ઘરનાં સભ્યો વચ્ચે થતાં વારંવાર મતભેદો અને કંકાસ પાછળ વાસ્તુદોષ પણ કારણ હોઇ શકે છે.

૧ - વાસ્તુ અનુસાર રસોઈઘરમાં દેવસ્થાન ન હોવું જોઈએ.

૨ - બેડરૂમમાં ભગવાનનું ચિત્ર અથવા ધાર્મિક મહત્વની વસ્તુઓ ન મૂકવી જોઈએ.

૩ - ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક આકૃતિ લગાવવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ રહે છે.

૪ - ઘરમાં ઊર્જાત્મક વાતાવરણ બનાવવામાં સૂર્યનાં કિરણોનું વિશેષ મહત્વ છે.એટલા માટે ઘરની આંતરિક સુવિધા એવી હોવી જોઈએ કે જેથી ઘરમાં સૂર્ય પ્રકાશ પ્રવેશી શકે.
સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઉત્તર- પશ્ચિમ દિશામાં પાણીનો કળશ અવશ્ય રાખવો જોઈએ.

૫ - ઘરમાં કળશ અને જો અશાંતિનું વાતાવરણ કાયમ રહેતું હોય તો ડ્રોઈંગ રૂમમાં ફૂલોનો ગુલદસ્તો (બુકે) રાખવો જોઈએ.


ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે તે દરેક માણસ ઇચ્છતો હોય.દરેક જણ ઇચ્છે કે તેનું ઘર સકારાત્મક ઊર્જાથી ભરપુર હોય અને તેનાં ઘરમાં શાંતિ,પ્રેમ અને સકારાત્મકતાનો સંચાર થાય.ઑફિસથી જ્યારે માણસ પાછો આવે તો ઘરમાં તેને અદમ્ય શાંતિ મળે.

ઘરનાં વાતાવરણને શાંતમય અને સકારાત્મક બનાવવા વાસ્તુની આ ટિપ્સને અનુસરો


 ૧ - ઘરમાં અને બહાર ખુલ્લા સ્થળો પર પ્લાસ્ટિકના કે કુદરતી ફૂલો તથા છોડ પણ લગાવવા જોઈએ.

૨ - જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી દીવાલો પર વોટર પ્રુફ કલરનો ઉપયોગ કરવો જોઈએ.

૩ - રસોઈના દરેક ખુણામાં પ્રકાશની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

૪ - ચિત્રો દીવાલોનો ખાલીપો દૂર કરી શકે છે. બેડરુમમાં રોમેન્ટિક અને હળવા રંગોના પેઈન્ટિંગ્સ લગાવવા જોઈએ.

૫ - જો તમે દાંપત્યજીવનને સુખમય બનાવવા માંગો છો તો બેડરુમમાં ફ્લાવર પોટ અવશ્ય રાખવું.પરંતુ તેની રોજેરોજ સફાઈ કરવી આવશ્યક છે.સફાઈ ન કરવાથી દાંપત્યજીવનમાં ખટાશ આવી જાય છે.

૬ - શયન કક્ષમાં એક ખાસ જગ્યા હોવી જોઈએ.જ્યાં કપલ પોતાનો ફોટો લગાવી શકે છે.પરંતુ એ તરફ ક્યારેય પણ પગ ના રાખવા.

૭ - બેડરૂમમાં હળવી અને સુંદર લાઈટ વ્યવસ્થા કરવી જોઈએ.


વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો દરેક ભાગ વ્યવસ્થિત હોવો જોઈએ. એવા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના રંગ-રોગાન, સાજ-શણગાર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જો તમે પણ ઘરને વાસ્તુ સમ્મત બનાવવા માગો છો તો નીચે આપેલ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરો...


૧ - જો તમે પોતાના દામપત્ય જીવનને સુખમય બનાવવા માગો છો તો બેડરૂમમાં ફ્લાવર પોટ ચોક્કસપણે રાખો. પરંતુ તેની સફાઈ રોજે-રોજ કરો. સફાઈ ન કરવાથી દામપત્ય જીવનમાં ખટાશ આવી શકે છે.

૨ - બેડરૂમ પતિ-પત્ની માટે ખાસ જગ્યા હોય છે તેથી તમે કપલ ફોટો લગાવી શકો છો પણ પગ તરફ ન લગાવો.

૩ - બેડરૂમમાં હલકી અને સુંદર લાઈટ વ્યવસ્થા હોવી જોઈએ.

૪ - જ્યાં સુધી બને તો બાહરની દિવાલો ઉપર વોટર પ્રૂફ કલરનો ઉપયોગ કરો.

૫ - ઘરની બહાર ખુલ્લા સ્થાનો ઉપર સીમેન્ટેડ ગમલા-કૂંડા કે ફૂલો કે વેલ ઊગાડો.

૬ - રસોઈ ઘરના દરેક ખૂણામાં પ્રકાશની ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ.

૭ - પેન્ટિંગ દીવાલોના ખાલીપણાને દૂર કરે છે. બેડરૂમ અને ભોજનકક્ષમાં હલકા રંગની પેન્ટિંગ લગાવો.


ફેંગશુઈ તમારા વેપારને તો વધારે જ છે સાથે સાથે તમારા કુટુંબની મુશ્કેલીઓને દૂર પણ કરે છે. પતિ- પત્ની વચ્ચે દરરોજ વાટાઘાટો અને કંકાસ થાય છે એવી અનેક સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવા માટે ફેંગશુઈમાં અનેક પ્રકારના નુસખા દર્શાવવામાં આવ્યા છે. તો જાણીએ ફેંગશુઈ નુસખા વિશે...


૧ - પ્રવેશ દ્વાર વાળી દીવાલો સાથે જો તમે પલંગ રાખવા માંગતા હો તો તેનાથી બચવું. તેનાથી સંબંધોમાં મુશ્કેલીઓ આવે છે.

૨ - દીવાલને અડાડીને બાથરુમ કે ટોઈલેટનો દરવાજો જો સામે દેખાતો હોય તો એ દરવાજો હંમેશા બંધ રાખવો. તેનાથી નકારાત્મક ઉર્જા સંબંધો પર મુશ્કેલીઓ ઉભી કરે છે.

૩ - સંબંધો પર પણ રંગોનો વિશેષ પ્રભાવ પડે છે.ઘરની દિવાલોને હળવી ગુલાબી, હળવી નીલી અને બ્રાઉનિશ ગ્રે કરાવવી તેના પર ગ્રેઈશ યલો રંગનો પ્રભાવ પડે છે. તે રંગ શાંત અને પ્રેમને વધારે છે.

૪ - બેડની સામે ક્યારેય કાચ ન લગાવવો જોઈએ. જ્યાં તમારા બેડનું પ્રતિબિંબ દેખાય. તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે. જો તેને ટાળી શકાય એમ ન હોય તો તમે કાચ પર પડદો નાખી દો.

૫ - બેડરુમમાં ટીવી, ફ્રિજ કે કમ્પ્યુટર વગેરે ન હોવું જોઈએ તેનાથી નીકળનારા હાનિકારક તરંગો તમારા શરીર પર દુષ્પ્રભાવ પાડે છે. જો ટીવી રાખવું પડે તો એ કેબિનેટની અંદર રાખવું. તેનું શટર બંધ રાખવું.


ઘણીવાર એ જોવામાં આવે છે ઘણા લોકો પોતાના જીવનમાં હેરાન થાય છે. તેમને પોતાને નડતી સમસ્યાઓનું કારણ ખબર નથી હોતુ . આવા લોકો આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવવા ઘણા પ્રકારના પાઠ અને પૂજા કરે છે, પરંતુ પોતાના ઘરના વાસ્તુ પર ધ્યાન નથી આપતા.
વાસ્તુ દોષના કારણે જીવન પરેશાનીઓથી ભરેલુ રહે છે.

તમારા ઘરમાં વાસ્તુ દોષ છે એ જાણશો કઇ રીતે? અહીયા અમે બતાવી રહ્યા છે અમુક સંકેતો કે જેનાથી જાણી શકશો કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહી

આ રીતે જાણો ઘરમાં વાસ્તુદોષ છે કે નહી -

૧ - જો પરિવારમાં ઝઘડો કે કલેશ થતાં રહે તો સમજવું કે તે ઘરમાં વાસ્તુ દોષ છે.

૨ - વાસ્તુ દોષના કારણે ઘરમાં વ્યર્થ ખર્ચા વધવા લાગે છે.

૩ - આવક પણ ઓછી થવા લાગે છે.

૪ - ઘરનો સ્વામી આર્થિક રૂપથી નબળુ હોય તો સમજવો કે તે ઘરનું વાસ્તુ અનુકૂળ નથી.

૫ - ઘરના કોઇ સભ્ય પર કોટૅ કેસ ચાલી રહ્યો હોય અને પુરો જ ના થતો હોય તો સમજવું કે તે ઘરમાં વાસ્તુ દોષ છે.

૬ - ઘરના સભ્યો સતત માનસિક તણાવમાં રહેતા હોય તો સમજવું કે તે ઘરમાં વાસ્તુ દોષ છે.

૭ - વાસ્તુ દોષ હોવાના કારણે ઘરમાં બરકત નથી રહેતી.

૮ - ઘરના પૈસા બીમારીઓમાં ખર્ચાવા લાગે તો સમજવું કે વાસ્તુ દોષ છે.

૯ - પરિવારમાં કોઇ સભ્યનું એક્સીડન્ટ થયું હોય તો તે વાસ્તુ દોષનું સૂચક છે.

૧૦ - અચાનક જો પરિવારના સભ્યોને કોઇ રોગ થઇ જાય અને ઘર કરેલો રોગ પુરો જ ના થતો હોય તો ઘરનું વાસ્તુ અનુકૂળ નથી.


વાસ્તુ માત્ર ભૂખંડ, પ્લાન્ટ, મકાનની બનાવટ ઉપર જ ધ્યાન નથી આપતું, પણ તે તો ઘરની સજાવટ અને રંગ-રોગાન વગેરેનું પણ પૂરો ખ્યાલ રાખે છે. વાસ્તુ પ્રમાણે ઘરનો દરેક ભાગ જેમ કે, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, કિચન વગેરે વિશિષ્ટ હોય છે. અહીંની દિવાલો ઉપર કરવામાં આવતા રંગથી ત્યાંના વાતાવરણ ઉપર ખૂબ જ ઊંડી અસર પડે છે. એટલે વાસ્તુને ઘરના એ ભાગો માટે વિશેષ રંગ પસંદ કર્યો છે જેનાથી ત્યાં સકારાત્મક ઊર્જા ફેલાય. ઘરના કયા ભાગમાં કયો રંગ હોવો જોઈએ તેની જાણકારી નીચે પ્રમાણે આપવામાં આવી છે...

રૂમ શુભ રંગ


ડ્રોઈંગરૂમ -સફેદ, ગુલાબી, ક્રીમ, બ્રાઉન
મુખ્ય બેડરૂમ -આસમાની, ગુલાબી, હલકો લીલો
અન્ય બેડરૂમ -લીલો, સફેદ, વાદળી
ભોજન કક્ષ -ગુલાબી, આસમાની, હલકો લીલો
કિચન -સફેદ અને હલકો રંગ
સ્ટડીરૂમ -પિંક, બ્રાઉન, આસમાની, હલકો લીલો
બાથરૂમ-ટોઈલેટ -સફેદ ગુલાબી


ઘર અને જીવન માટે, સોનેરી સૂત્રો છે આ વાસ્તુના પ્લોટ કે ઘરનું નિર્માણ ચોરસ અથવા લંબચોરસ આકારમાં જ કરવું યોગ્ય અને ઉત્તમ છે.

૧ - ચારેય દિશાઓ કાટખૂણે હોવી જરૂરી છે. ખાસ કરીને નેર્ઋત્ય દિશા એટલે કે ફા ખૂણો ૯૦ અંશનો હોવો જરૂરી છે.

૨ - ઉત્તર અને પૂર્વ દિશાઓમાં વધુ જગ્યા છોડવી અને આ નિયમ પ્લોટ, ઘર અને રૂમ માટે પણ લાગુ પડે છે.

૩ - પાણીનો સ્રોત, બોર, કૂવો વગેરે હંમેશાં ઇશાન દિશામાં હોવાં જરૂરી છે અને આમ હોવાથી તે ઘરમાલિકને અધિક પ્રગતિ, સંપત્તિ, સ્વાસ્થ્ય અને બીજી ઘણી સમૃદ્ધિ અપાવે છે.

૪ - તેવી જ રીતે ફઉ એટલે કે અગ્નિ દિશામાં રસોડું હોવું જરૂરી છે.

૫ - બેડરૂમ કયારેય ઇશાન દિશામાં ન હોવો જોઇએ.

૬ - ઇશાન દિશામાં ટોઇલેટ તે ઘરમાલિકની પડતી નોતરે છે.

૭ - બાળકોનો રૂમ કયારેય ફા એટલે નૈર્ઋત્ય દિશામાં ન હોવો જોઇએ આમ હોવાથી ત્યાં રહેતાં બાળક ઉદ્ધત, જિદ્દી સ્વભાવના બનશે.

૮ - બંગલા કે ફલેટનું બ્રહ્મસ્થાન હંમેશાં ખાલી રાખવું જોઇએ. ખાસ કરીને અહીં કયારેય બાથરૂમ, ભારે સામાન કે બેડરૂમ નહોવો જોઇએ.

૯ - ઘરમાં કયારેય બિહામણાં દ્દશ્યોવાળા ફોટા, જંગલી જાનવરોની પેઇન્ટિંગ અને વિચિત્ર માસ્ક કયારેય ન લગાડવાં.

૧૦ - મહાભારતના યુદ્ધવાળા કોઇ પણ ફોટા ન લગાડવા આમ કરવાથી ઘરમાં ઝઘડો, કંકાસ પેદા થાય છે.

૧૧ - બાલ્કની પૂર્વ અને ઉત્તર દિશામાં હોવી ફાયદાકારક છે.

૧૨ - ગેસ્ટ રૂમ હંમેશાં વાયુ દિશામાં હોવું જરૂરી છે. જેથી કરીને મહેમાન યજમાન બનીને નહીં રહે અને કામ પતે જલદી જ ચાલતા થઇ જશે.

૧૩ - મુખ્ય દ્વાર હંમેશાં મોટું, પ્રભાવશાળી હોવું જોઇએ.

૧૪ - મુખ્ય દ્વારની સામે સીડી, ગટરનું ઢાંકણું, મોટા ઝાડ, ટેલિફોન કે ઇલેકિટ્રક ટાવર એવા અવરોધો ન હોવા જોઇએ. આમ હોવાથી યજમાનના જીવનમાં અધોગતિ થાય છે અને ધન પ્રાપ્તિ કે ઉન્નતિ રોકાઇ જાય છે.

૧૫ - ઘરમાં કયારેય દૂધાળા કે કાંટાવાળા પ્લાન્ટ્સ ન ઉગાડવા કે રાખવા.

૧૬ - મુખ્ય દ્વાર શુભ દિશાઓમાં હોવું અને યજમાનના કુંડળી પ્રમાણે લાભદાયી સ્થાને હોવું એ ઘરમાલિકની હેલ્થ, વેલ્થ, સમૃદ્ધિ અને પ્રોગ્રેસ માટે જરૂરી છે.

૧૭ - ગૃહપ્રવેશ અને ગૃહનિર્માણ કાર્ય હંમેશાં વાસ્તુ પુરુષના સંદર્ભમાં કાઢેલા શુભ મુહૂર્તમાં જ કરવું જરૂરી છે.

૧૮ - ઘરની ચારેય બાજુ કોટ કે દીવાલ હોવી જોઇએ અને ખાસ કરીને દક્ષિણ અને પિશ્ચમ દિશામાં કોટ વધુ જાડી અને ઊચી હોવી જોઇએ.

૧૯ - મોટા ઝાડ દક્ષિણ અને પિશ્ચમ દિશામાં હોવાં જોઇએ.


યોગ્ય વાસ્તુ નિયમોના પાલનથી બનાવેલું ઘર, ફલેટ કે ઓફિસ તમારા નસીબને અનેક ગણું સુધારી શકે છે. વાસ્તુશાસ્ત્ર એ એક વિજ્ઞાન અને સ્થાપત્ય શાસ્ત્રનું સમન્વય છે અને તેને અનુસરવું કે અપનાવવું એટલે તોડફોડથી જ સંભવ છે તે તદ્ન ખોટી વાત છે. આપણા જીવનમાં વાસ્તુ અપનાવવાથી કુદરત સાથે સમન્વય સાધતું અને પોઝિટિવ એનર્જીથી ભરેલું જીવન જીવવું તે છે.


વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરનો દરેક ભાગ વ્યવસ્થિત હોવો જોઈએ. એવા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના રંગ-રોગાન, સાજ-શણગાર ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. જો તમે પણ ઘરને વાસ્તુ સમ્મત બનાવવા માગો છો તો નીચે આપેલ વાસ્તુ ટિપ્સનો ઉપયોગ કરો...

૧ - જો તમે પોતાના દામપત્ય જીવનને સુખમય બનાવવા માગો છો તો બેડરૂમમાં ફ્લાવર પોટ ચોક્કસપણે રાખો. પરંતુ તેની સફાઈ રોજે-રોજ કરો. સફાઈ ન કરવાથી દામપત્ય જીવનમાં ખટાશ આવી શકે છે.

૨ - બેડરૂમ પતિ-પત્ની માટે ખાસ જગ્યા હોય છે તેથી તમે કપલ ફોટો લગાવી શકો છો પણ પગ તરફ ન લગાવો.

૩ - બેડરૂમમાં હલકી અને સુંદર લાઈટ વ્યવસ્થા હોવી જોઈએ.

૪ - જ્યાં સુધી બને તો બાહરની દિવાલો ઉપર વોટર પ્રૂફ કલરનો ઉપયોગ કરો.

૫ - ઘરની બહાર ખુલ્લા સ્થાનો ઉપર સીમેન્ટેડ ગમલા-કૂંડા કે ફૂલો કે વેલ ઊગાડો.

૬ - રસોઈ ઘરના દરેક ખૂણામાં પ્રકાશની ઉચિત વ્યવસ્થા કરવી જોઈએ.

૭ - પેન્ટિંગ દીવાલોના ખાલીપણાને દૂર કરે છે. બેડરૂમ અને ભોજનકક્ષમાં હલકા રંગની પેન્ટિંગ લગાવો.


આજે ઘર માટે વાસ્તુ એટલુ જરૂરી બની ગયું છે કે મોટાભાગના લોકો ઘર બનાવતા પહેલા વાસ્તુનું ધ્યાન રાખતા હોય છે પરંતુ તેમ છતાં ક્યારેક વાસ્તુ દોષ રહી જતો હોય છે. તો કેટલાક લોકો ભાડાના મકાનમાં રહેતા હોય છે અથવા તૈયાર મકાનમાં રહેવા જતા હોય છે ત્યારે ત્યાં કેટલાક વાસ્તુ દોષથી તે ઘરમાં રહેતા વ્યક્તિને નકારાત્મક અસર થતી હોય છે. તો ક્યારેક આ દોષને લીધે કેટલાક રોગો પણ થતા હોય છે. કેટલાક રોગો લાંબા સમયથી પરેશાન કરી રહ્યા હોય ત્યારે તેની પાછલ ક્યાંક વાસ્તુદોષ તો જવાબદાર નથી તે તપાસી લેવું જોઈએ. ખાસ કરીને બાળકોના રોગો, વડીલોના રોગો જે વારંવાર જોવા મળતા હોય. અસાધ્ય રોગનો ઈલાજ પણ વાસ્તુમાં નિશ્ચિત છે. બસ વાસ્તુ સંમતિ તરીકે આ ઉપાય કરવા જોઈએ.


૧ - પલંગની ઉત્તર-પશ્ચિમ દિશામાં, ગાદલાની નીચે એક સફેદ રૂમાલ રાખવો. પલંગ પર સફેદ ચાદર હોવી જોઈએ.

૨ - રૂમની ઉત્તર પૂર્વ દિશામાં કોઈ ચંપલ, કચરો-કચરાપેટી વગેરે ન રાખવા.

૩ - સાંજે પાંચ વાગ્યા પછી દૂધ ના પીવું.

૪ - માથું પૂર્વ દિશામાં રાખીને સૂઈ જવું.

૫ - જો ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં બગીચો હોય તો ત્યાં પીળા ફૂલોના છોડ લગાવવા.

૬ - સવા પાંચ રતલનું મોતીનું રત્ન પહેરવું.

૭ - નાઈટલેમ્પ પલંગમાં ડાબી કે જમણી બાજુ રાખવું.

૮ - અગિયાર મુખી કે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો.

૯ - રાતના સૂતી વખતે પોતાના પગની નીચે એક તકિયો રાખીને તેને થોડો ઉંચો કરીને સૂઈ જવું.



જો તમે રૂપિયા-પૈસાના અભાવથી ઝૂઝી રહ્યા છે. ઘરમાં આવક કરતા ખર્ચનું પ્રમાણ વધારે હોય તો તે તમારી માટે માથાનો દુખાવો સાબિત થાય છે. ઘરમાં વાસ્તુદોષને દૂર કરવા પૂજા-પાઠ, હોમ-હવન વગેરે પણ અત્યંત જરૂરી છે.આ બધી વસ્તુની સાથે નિયમિત પૂજા-પાઠથી લક્ષ્મી પ્રસન્ન થાય છે તથા ઘરના લોકો ખુશી તથા આનંદથી રહી શકે છે. જાણો લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય...

તમારૂં જીવન તણાવોથી ઘેરાયેલું રહે છે.હંમેશા કોઇને કોઇ સમસ્યા તમારા પરિવારને સતાવતી રહે છે.ઘરનાં સભ્યો હંમેશા બીમાર હોય છે.ઘરની આર્થિક પ્રગતિ રૂંધાઇ રહી હોય. આ બધું ઘણીવાર વાસ્તુદોષનાં કારણે થાય છે પરંતુ આપણે તેનાથી અજાણ હોઇએ છીએ. જીવનની સમસ્યાઓમાં ઘેરાવાનું કારણ પણ ઘરનું વાસ્તુ પણ હોઇ શકે છે.આ માટે નીચે લખેલા નાના વાસ્તુદોષો અપનાવીને જીવનની મુશ્કેલીઓ દુર કરી શકાય છે.મુખ્ય દ્વાર પર ગણેશજીને બેસાડવાથી ઘરમાં દરેક પ્રકારની સુખ સુવિધા રહે છે.

૧ - ઘરમાં પોઝિટિવ ઊર્જા લાવવા દરરોજ મીઠું નાખેલા પાણીથી પોતું કરવું જોઇએ.

૨ - ઘરનાં મુખ્યદ્વાર પર બન્ને તરફ પથ્થર કે ધાતુનો એક- એક હાથી રાખવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

૩ - સવારે અને સાંજે સંપુર્ણ ઘરમાં કપુરનો ધુમાડો કરવાથી વાસ્તુદોષો દુર થાય છે.

૪ - ઘરમાં સ્વસ્તિકનું નિશાન બનાવવાથી નેગેટિવ ઊર્જાનો ક્ષય થાય છે.

૫ - ઘરનાં ઉત્તર પુર્વમાં ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ-સંપન્નતા આવે છે.


શું આજકાલ દરેકની જિંદગી ભાગદોડથી ભરેલી છે. દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત છે.કેમ કે માનસિક શાંતિ મેળવવા દરેક વ્યક્તિ ફાંફા મારે છે. કોઈ પણ વ્યક્તિને પોતાની જાત માટે સમય નથી. જો તમે ઈચ્છો છો કે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવી છે તો નીચેના પ્રયોગ જરુર કરવા.

૧ - ઘરમાં જાળા ન રાખવા, તે માનસિક તણાવને પેદા કરે છે

૨ - દિવસમાં એક વાર ચાંદીના ગ્લાસમાં પાણી પીવું. તેનાથી ક્રોધ પર નિયંત્રણ કરી શકાય છે.

૩ - પોતાના ઘરમાં ચળકતા રંગ ન રાખવા.જેનાથી ક્રોધ રહે છે.

૪ - રસોડાના પત્થર કાળા ન રાખવા.

૫ - કાંટાળા છોડ ઘરમાં ન રાખવા.

૬ - ભોજન રસોઈઘરમાં બેસીને જ કરવું.

૭ - બેડરુમમાં મદિરાપાન ન કરવું. અન્યથા રોગી થવાનો તથા બિહામણાં સ્વપ્ન આવવાનો ભય રહે છે.

૮ - ઘરમાં કોઈ રોગીષ્ટ હોય તો વાટકામાં કેસર રાખીને મૂકી રાખવું. તેનાથી જલ્દી તંદુરસ્તી મળશે.

૯ - ઘરમાં એવી વ્યવસ્થા કરવી તે વાતાવરણ શુદ્ધ રહે. સુગંધિત વાતાવરણ મનને પ્રસન્નતા આપે છે. 

૧૦ - નાના ઉપાયોથી તમે શાંતિનો અનુભવ કરી શકો છો.

ફ્લેટમાં ઘર લેવાનું વિચારો છો? પણ તે પહેલા આ વાંચી લેજો..

- વાસ્તુ પ્રમાણે વર્ગાકાર ભવન પુરુષોચિત હોય છે. જ્યારે સમચોરસ ઇમારતો સ્ત્રીઓચિત(નારી જાતીય) અને કોમળ
- એપાર્ટમેન્ટ માટે સૌથી સારી જગ્યા બ્લોકની ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશા છે, જે સવારના સમયે પ્રકાશના અનુકૂળ ગુણોને ગ્રહણ કરે છે
- રેતી તથા આરસ જેવા પત્થરો ઘરમાં રહેનાર લોકો ઉપર શુભ પ્રભાવ પાડે છે
- વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે કોક્રીટ મૃત સામગ્રી છે જે નકારાત્મક ઊર્જે છોડે છે..


વર્તમાન સમયમાં બદલાતા પરિવેશમાં જ્યાં જમીનની કિંમતો આસમાને જઈ રહી છે ત્યારે એપાર્ટમેન્ટમાં ઘર લેવું ઘણુ સુવિધાજનક રહે છે. વાસ્તુ બધા એપાર્ટમેન્ટને એક સ્વતંત્ર એકાઈ માને છે એટલે એપાર્ટમેન્ટમાં તમે ઉપર રહો કે નીચે, દિશા નિર્ધારણનો તે જ સિદ્ધાંત લાગૂ પડે છે. જો એપાર્ટમેન્ટ ખૂબ જ ઊંચાઈ ઉપર હોય ત્યારે પણ એ જરૂરી છે કે તેનો આખો બ્લોક વર્ગાકાર અર્થાત સમચોરર આકારનો હોય જેથી પૃથ્વી સાથે તેનો નાતો રહે. વાસ્તુ પ્રમાણે વર્ગાકાર ભવન પુરુષોચિત હોય છે. જ્યારે સમચોરસ ઇમારતો સ્ત્રીઓચિત(નારી જાતીય) અને કોમળ.

જો તમે એપાર્ટમેન્ટ બ્લોકમાં રહેવા જઈ રહ્યા હોવ તો તેની ઉપરનો માળ પસંદ કરો જેથી ભૂતળનું સ્તર નુકસાનદાયક પ્રભાવોથી બચી શકાય. એપાર્ટમેન્ટ માટે સૌથી સારી જગ્યા બ્લોકની ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશા છે, જે સવારના સમયે પ્રકાશના અનુકૂળ ગુણોને ગ્રહણ કરે છે. ઉત્તર-પૂર્વ દિશાવાળો એપાર્ટમેન્ટ એ સુનિશ્ચિત કરે છે. અન્ય એપાર્ટમેન્ટ દક્ષિણ-પશ્ચિમમાં બાધાઓ પેદા કરી નકારાત્મક શક્તિઓને પ્રવેશને રોકશે. બ્લોક પર્યાપ્ત અંતરે હોય જેથી રૂમમાં રોશની અને હવા આવી-જઈ શકે.
વાસ્તુશાસ્ત્રનું એ પણ માનવું છે કે ઘર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલ બધા પદાર્થોમાં જૈવિક ઊર્જા હોય છે. રેતી તથા આરસ જેવા પત્થરો ઘરમાં રહેનાર લોકો ઉપર શુભ પ્રભાવ પાડે છે જ્યારે ગ્રેનાઈટ તથા સ્ફટિક જેવા પત્થરો નસોમાં ખૂનના પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન કરે છે તથા સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ ઊભી કરે છે. આદર્શ એપાર્ટમેન્ટ એ બ્લોક છે જે ઈંટો કે પત્થરોથી બનેલ હોય નહીં કે કાંચ કે પથરીલી કોક્રિટથી.


વર્તમાન સમયમાં આધુનિક ભવનોમાં પથરીલી કોક્રિટ, સ્ટીલ, કાંચ કે સિન્થેટિક સામગ્રીઓનો ઉપયોગ થવા લાગ્યો છે, તે ઈમારતને મજબૂત બનાવે છે પરંતુ સ્વાસ્થ્ય ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે કોક્રીટ મૃત સામગ્રી છે જે નકારાત્મક ઊર્જે છોડે છે. જેને લીધે બીમારીઓ તથા અન્ય પરેશાનીઓ ઉત્પન્ન થાય છે.



वास्तोष्पते प्रति जानीह्यस्मान् त्स्वावेशो अनमीवो: भवान्।

यत् त्वेमहे प्रति तन्नो जुषस्व शं नो भव द्विपदे शं चतुष्पदे।।

 
ઋગ્વેદના આ મંત્રનો સરળ શબ્દોમાં અર્થ છે- હે વાસ્તુદેવતા, અમે તમારી સાચા હૃદયથી ઉપાસના કરીએ છીએ. અમારી પ્રાર્થનાને સાંભળીને તમે રોગ-પીડા અને દરિદ્રતાથી મુક્ત કરો. અમારી ધન-વૈભવની ઈચ્છા પણ પૂરી કરો. વાસ્તુ ક્ષેત્ર કે ઘરમાં રહેનાર બધા પરિજનો, પશુઓ અને વાહન ઇત્યાદીનું પણ શુભ અને મંગળ કરો.



આ પશુ ઘરમાં હશે તો ક્યારેય જ્યોતિષદોષ કે વાસ્તુદોષ નહીં થાય...

શાસ્ત્રોમાં ગાયને માતા ગણવામાં આવી છે. ગાય એક ખૂબ જ ઉપયોગી પુશુ છે જે કોઈપણ રૂપમાં ફાયદાકારક પણ છે. જૂના જમાનામાં બધાના ઘરમાં ગાય ચોક્કસપણે રાખવામાં આવતી હતી. આજે પણ ગામડાઓમાં લોકો ગાયને ચોક્કસપણે પાળે છે.

પ્રાચીનકાળથી જ ગાયને માતાનો દરજ્જો પ્રાપ્ત છે. ગાય ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ગાયની પૂજા કરનારને બધા દેવી-દેવતાઓના કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આને લીધે જ આજે પણ ગાયની પૂજા કરવામાં આવે છે. પહેલા ગાયને ઘરમાં રાખવાનું અનિવાર્ય હતું તેની પાછળ પણ અનેક કારણ છે.

-ગાય જ્યાં રહે છે ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા સક્રિય નથી થઈ શકતી અને સકારાત્મક ઊર્જાનો વધારો થતો રહે છે.

-ગાયમાંથી નિકળતી ગંધથી વાતાવરણમાં મોજુદ અનેક હાનીકારક કિટાણુ નષ્ટ થઈ જાય છે.

-ગાયના દૂધથી પણ અનેક બીમારીઓમાં તે ઔષધિનું કામ કરે છે.

-ગાયને ઘરમાં રાખવાથી બધા પ્રકારના જ્યોતિષિય દોષ અને વાસ્તુદોષ નષ્ટ થઈ જાય છે.

-ગાયના મૂત્રમાં અનેક બીમારીમાં ઔષધીના રૂપમાં કામમાં લેવામાં આવે છે.

-ગૌમૂત્રથી કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે. ગાયના પ્રભાવમાં રહેનાર વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ બીમારી નથી થતી.

-ગાયના ગોબરને અનેક કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

તે સિવાય અનેક ફાયદા છે ગાયને ઘરમાં રાખવાના. આ બધા કારણોને લીધે જ ગાયને પોતાના ઘર ઉપર રાખવી જોઈએ.


ઇન્દ્રજાળ તમારા ઘરમાં આવશે, લાવશે શાંતિ ને ધનલક્ષ્મી...

ઈન્દ્રજાળ એક અમૂલ્ય વસ્તુ છે. તેને પ્રાપ્ત કરવું દુર્લભ છે. આ એક સમુદ્રી વનસ્પતિ છે. તેનામાં પાંદડા નથી હોતા. ઈન્દ્રજાળનો મહિમા ડામરતંત્ર, વિશ્વસાર, રાવણસંહિતા વગેરે ગ્રંથોમાં પામવામાં આવ્યો છે. તેની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવાથી સ્વચ્છ કપડામાં તેને વીંટીને પૂજા કરવાથી અનેક પ્રકારના લાભ મળે છે. તેનામાં અનેક પ્રકારના ચમત્કારી ગુણો હોય છે.

-જે ઘરમાં ઈન્દ્રજાળ હોય છે ત્યાં ભૂત પ્રેત, જાદુ- ટોણાં વગેરને પ્રભાવ નથી પડતો અને તેની પૂજા અને ઉપાસના કરવાથી ઘરમાં હંમેશા શાંતિ ટકી રહી છે.

-ઘરમાં બરકત અને લક્ષ્મીની બચત થાય છે. તેની રોજ પુષ્પ, અક્ષત વગેરેથી પૂજા કરવાથી તેની દૈવીશક્તિમાં વધારો થાય છે.

-ઈન્દ્રજાળન નિત્ય પંચોપચાર પૂજા અને દર્શન કરવાથી માનસિક અને શારીરિક શાંતિ મળે છે.

-તેને પૂજા સ્થળ પર રાખવાથી કોઈ પણ પ્રકારની ખોટી નજરનો પ્રભાવ નથી પડતો.

-તે લાકડી ભૂત પ્રેત સંબંધિત લોકો પરથી તેનો પ્રભાવ દૂર કરે છે.

-તેની લાકડી ગળામાં પહેરવાથી દરેક પ્રકારની ગુપ્તશક્તિઓના સ્વરૂપ સાક્ષાત્કાર કરે છે.

-ઈન્દ્રજાળના દર્શન માત્રથી અનેક બાધાઓ દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.



પોઝિટીવિટી સાથે ઘરની આવક પણ વધારશે, આ સરળ ઉપાયો
ઘરની ઇન્કમ વધારવા અને ધનલાભ મેળવવા માટે વાસ્તુના ઉપાયો ઘણા અસરકારક રહે છે.
આ સરળ ઉપાયો દ્વારા તમે તમારા ઘર અને દુકાનમાં પોઝિટિવીટી પણ લાવી શકશો.


વાસ્તુના ઉપાયો જિંદગીને ખુશહાલ બનાવવામાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. 

જેનાથી ઘરના મોટામાં મોટા દોષ દૂર થાય છે. જો તમારી જિંદગીમાં હંમેશા અડચણો કે મુશ્કેલીઓ આવતી જ રહે અને ઘણીવાર સંઘર્ષથી ઝઝુમવું પડે છે તો નીચે લખેલા વાસ્તુના ઉપાયો ચોક્કસ અપનાવો.

- દુકાન કે ઓફિસની તિજોરીની પાસે મહાલક્ષ્મી અને ગણેશની તસ્વીર લગાડો. દુકાન ખોલતાની સાથે જ લક્ષ્મીજીની પૂજા કરી ગાદી પર બેસો.

- જો પુર્વ દિશામાં કોઇ દોષ રહી ગયો હોય અને તેના કારણે દુખ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેને દુર કરવા માટે પુર્વ દિશામાં સુર્ય યંત્રની સ્થાપના કરો તથા સવારે સૂર્યની ઉપાસના કરો.

- પુર્વ દિશામાં ઘરની સંપત્તિ અને તિજોરી રાખવી બહુ શુભ હોય છે. તેનાથી ધનમાં સતત વૃદ્ધિ થતી રહે છે.

- વાસ્તુ અનુસાર ઘરમાં વાંસળી રાખવી બહુ શુભ મનાય છે. કૃષ્ણની વાંસળી સમ્મોહન, ખુશી અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે વાંસળીમાંથી પસાર થઇને નેગેટિવ ઊર્જા પણ પોઝિટિવિટીમાં પલટાઇ જાય છે. તે સાથે વાંસળી એ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ઘરના મુખ્ય દ્વારની નજીકમાં વાંસળી ચોક્કસ લગાડો.

- ઘરના ઉત્તર – પુર્વ ભાગમાં તુલસી, મનીપ્લાન્ટ, ચમેલી જેવા છોડ કુંડામાં લગાડો. જેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. 

ગોલ્ડન ફિશ, તમારા નસીબને પણ બનાવે છે 'ગોલ્ડન'
ફેંગશુઇ અનુસાર માછલીઓએ સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે તે સાથે ધન લાભ પણ અપાવે છે.
- ઘરમાં 9 ગોલ્ડફિશ હોય તો તમારા લક અને પૈસા બન્ને બમણાં થવા લાગશે

ફેંગશુઇ અનુસાર ધન અને સુખ- શાંતિ વધારવા માટે ઘણા ઉપાય આપવામાં આવ્યા છે. આ ઉપાયોમાં માછલીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફેંગશુઇ અનુસાર માછલીઓ રાખવી એ સૌભાગ્ય, ધન, માન- સન્માનમાં વધારવાનો એક અસરકારક ઉપાય છે.

જેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાઇ રહે છે,તેનાથી સ્વાસ્થયમાં લાભ થાય છે તે સાથે જ ધન સબંધી ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

- ફેંગશુઇ અનુસાર ગોલ્ડફિશ પૈસા આપનારી માછલી હોય છે, જેને તમે તમારા બેડરૂમ, રસોડામાં કે શૌચાલયને છોડીને ઘરમાં ક્યાંક પણ રાખી શકો છો.

-આ માછલીને તમે તમારા ડ્રોઇંગરૂમમાં રાખશો તો તમારા દરેક કામ પુરા થશે અને નસીબનો સાથ પણ મળશે.

- માછલીને ઘરના પુર્વ, દક્ષિણ- પૂર્વ તથા ઉત્તર દિશામાં જ રાખવું જોઇએ.

- જો તમારા ઘરમાં 9 ગોલ્ડફિશ છે તો ચાઇનીઝ વાસ્તુ અનુસાર તમારા નસીબ અને પૈસા ડબલા થવા લાગશે.

- આ માછલીને ફિશ બાઉલમાં રાખો.જેમાં 8 માછલીઓ લાલ કે સોનેરી અને એક કાળા રંગની હોવી જોઇએ.

- જો કોઇ ગોલ્ડફિશ મરી જાય છે તો ગભરાશો નહીં, તમે તેને બદલી લો અને નવી માછલીને લઇ આવો. એવું માનવામાં આવે છે કે જ્યારે તમારા ઘરની કોઇ ગોલ્ડફિશ મરી જાય છે તો તે પોતાની સાથે તમારા ઘણા દુર્ભાગ્યને પણ લઇ જાય છે.
બેડરૂમમાં ટીવી કે કમ્પ્યુટર છે? નોતરશે આવી આફતોને
જો તમે બેડરૂમમાં ટીવી કે કમ્પ્યુટર પણ રાખવા માંગતા હો તો સાવધાન થઇ જાઓ. બેડરૂમમાં ટીવી કે કમ્પ્યુટર રાખતા પહેલા અમુક વાતોનું ચોક્કસ ધ્યાન રાખો નહીંતર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આમ તો, વાસ્તુ અનુસાર બેડરૂમમાં કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખવા જોઇએ નહીં.આ યંત્રોમાં ખાસ કરીને તો ટીવી, ફ્રિજ કે કમ્પ્યુટર વગેરે રાખવા જોઇએ નહીં કારણ કે તેનાથી નીકળનારી તરંગો શરીર પર દુષ્પ્રભાવ નાખે છે.

વાસ્તુ અનુસાર મોટાભાગના લોકો માટે આ શારીરિક મુશ્કેલીનું કારણ આ જ હોય છે.

જો બેડરૂમમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખવું વધારે જરૂરી હોય તો તેને અગ્નિ ખુણામાં રાખો એટલે કે પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચેના ખુણામાં રાખો.વાસ્તુ અનુસાર રૂમમાં આ જગ્યા ઇલેક્ટ્રોનિક માટે સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવી છે.

આ જગ્યા પર ઇલેકટ્રોનિક ઉપકરણો રાખવાથી સ્વાસ્થય સંબંધી મુશ્કેલીઓથી બચી શકાય છે તે સાથે ઘરમાં બરકત અને ધન સંબંધી મુશ્કેઓથી પણ મુક્તિ મળે છે.

જો તમે વાસ્તુ અનુસાર રૂમમાં આ ખુણામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખી તો તેને કેબિનેટની અંદર ઢાંકીને રાખો. જ્યારે ટીવી ચાલી ના રહ્યું હોય તો કેબિનેટનું શટર બંધ રાખો. તેનાથી ઊંઘ સરસ આવે છે અને પતિ- પત્નીના વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ મળે છે.

આ દેવોની જગ્યા છે, અહીં ક્યારેય નકામી વસ્તુ ન રાખતા, કેમ કે?
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક દિશા અને ખૂણાનો એક સ્વામી હોય છે. તે પ્રમાણે એ દશા અથવા ખૂણાનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ) દેવતાઓનું સ્નાન માનવામાં આવે છે એટલા માટે આ સ્થાનનો ઉપયોગ જ સમજી-વિચારીને કરવો જોઈએ. ઈશાન ખૂણામાં બાંધકામ કરાવતી વખતે નીચે લખેલ કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ...

-ઈશાન ખૂણામાં જો કોઈ નકામી કે ભંગાર વસ્તુઓ રાખીલી હોય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો. કારણ કે આસ્થાન દેવતાઓનું છે. જો અહીં કબાડ રાખ્યો હોય તો અનિષ્ઠ થવાનો ભય રહે છે.

-દરેક લિવિંગ રૂમમાં ઈશાન ખૂણામાં ભારે કે વધુ સમાન હોય તો તેને ઓછુ કરીને રૂમના નૈઋત્યના રૂમમાં સામાન વધારી દો. ઈશાન ખૂણો ખાલી અથવા હલકો રાખો.

-જો પૂજા સ્થળ ખોટી દિશામાં હોય તો તે ઈશાન દિશામાં કરી શકાય છે. ઉત્તર-પૂર્વમાં પૂજા સ્થળ હોય તો તેને બદલવાની જરૂરીયાત નથી.

-જો ઈશાનમાં શૌચાલય હોય તથા ઘર તરફ પણ શૌચાલય હોય તો ઈશાનવાળા શૌચાલયને બંધ કરાવી દો.

-ઔદ્યોગિક એકાઈએ જેમ કે ફેક્ટરી, કારખાના વગેરેનો ઈશાન ખૂણામાં સ્વચ્છ રાખવા જોઈએ.



કયા દિવસે અને ક્યારે તેલ ખરીદીને ઘરે ના લાવવું જોઇએ?
શનિને ન્યાયાધીશનું પદ આપવામાં આવ્યું છે. આ જ કારણથી તેને આકરો ગ્રહ ગણવામાં આવે છે.
-શનિદેવ ખોટા કામ કરનારને માફ કરતું નથી. જેવા જેના કર્મ હોય તેવું જ ફળ શનિદેવ પ્રદાન કરે છે. .શનિવાર એ શનિદેવની આરાધનાનાનો દિવસ છે.આ દિવસે શનિદેવના અશુભ ફળને શાંત કરવા માટે તથા શુભ ફળને બનાવી રાખવા માટે વિભિન્ન પૂજન વગેરે કર્મ કરવામાં આવે છે. તે સાથે આ દિવસ માટે ઘણા નિયમ પણ બનાવવામાં આવે છે જેનાથી શનિદેવનો ખરાબ પ્રભાવ આપણા પર ના પડે.

આવા જ નિયમોમાંથી જ એક છે શનિવારના દિવસે ઘરમાં તેલ ખરીદીને રાખવું જોઇએ નહીં.

શનિને ન્યાયાધીશનું પદ આપવામાં આવ્યું છે. આ જ કારણથી તેને આકરો ગ્રહ ગણવામાં આવે છે.
-શનિદેવ ખોટા કામ કરનારને માફ કરતું નથી. જેવા જેના કર્મ હોય તેવું જ ફળ શનિદેવ પ્રદાન કરે છે.

- જ્યોતિષ અનુસાર શનિના કોપથી બચવા માટે એવા ઘણા કાર્ય માટે મનાઇ છે જે ખાસ કરીને શનિવારના દિવસે આપણે ના કરવા જોઇએ.

આ જ કાર્યોમાંથી જ એક કાર્ય વ્રજ્ય છે- શનિવારે ઘરમાં તેલ લઇને આવવું જોઇએ નહીં કારણ કે તેલ શનિદેવને અતિ પ્રિય છે અને શનિવારે તેલનું દાન કરવું જોઇએ.

- આ દિવસે તેલને ઘરે લાવવાથી શનિનો ખરાબ પ્રભાવ આપણા પર પડે છે.

ભાડાના ઘરમાં પણ થઇ શકે વાસ્તુ- નિયમોનું પાલન, તમે પણ જાણો

 
-જો ઘરના કોઇ સભ્ય પર શનિની અશુભ દ્રષ્ટિ હોય તો તે વધુ ખરાબ ફળ આપનારું સિદ્ધ થશે. આ ખરાબ પ્રભાવોથી બચવા માટે શનિવારના દિવસે ઘરમાં તેલ લઇને ના આવો નહીંતર તેલનું દાન કરો અને શનિદેવને તેલ અર્પણ કરો.

ભાડાના મકાનમાં ગૃહસ્વામીની સ્વીકૃતિ વગર પરિવર્તન કરી શકાતું નથી. ઘણીવાર જોઇ શકાય છે કે વાસ્તુ નિયમોમાં અનુકૂળ બનેલા મકાનમાં ભાડુઆત સુખી અને સંપન્ન રહે છે. અમુક વાતોનું ધ્યાન રાખી ભાડાના મકાનમાં રહીને પણ વાસ્તુના નિયમોનું પાલન કરી શકાય છે જેમ કે –

૧ – મકાનનો ઉત્તર- પૂર્વનો ભાગ એકદમ ખાલી રાખો.
૨ – દક્ષિણ – પશ્ચિમ દિશાના ભાગમાં વધારે ભાર કે સામાન રાખો.
૩ – પાણીનો સપ્લાય ઉત્તર – પૂર્વથી લો.
૪ – બેડરૂમમાં પલંગનો આગળનો ભાગ દક્ષિણ દિશામાં રાખો અને સુતા સમયે માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં રાખો.
૫ – જો આમ ના હોય તો પશ્ચિમ દિશામાં પણ માથું રાખીને સુઇ શકો છો.
૬ – ભોજન દક્ષિણ- પૂર્વની તરફ મોં કરીને લો.
૭ – પૂજા સ્થળ ઉત્તર- પૂર્વમાં સ્થાપિત કરો. જો અન્ય દિશામાં હોય તો પાણી ગ્રહણ કરતા સમયે તેનું મુખ ઇશાન ખુણા તરફ રાખો.


આખું વર્ષ ધનલાભ થશે, રાશિ પ્રમાણે આ મંત્રનો જાપ કરો

વર્ષ 2012નો પ્રારંભ રવિવારથી થઇ રહ્યો છે. દરેક જણ ઇચ્છે છે કે આવનારું નવું વર્ષ તેમના માટે સંપન્નતા લઇને આવે. - વર્ષ 2012માં પૈસાથી સંબંધિત તમારી દરેક સમસ્યાઓ દૂર થઇ જાય એમ ઇચ્છતાં હો તો દરરોજ સવારે રાશિ પ્રમાણેના આ મંત્રનો યથાશક્તિ જાપથી તમે પણ ધનલાભ મેળવી શકો છો તથા જીવનમાં ખુશીઓ પામી શકશો.
મંત્ર

મેષ (અ. લ. ઇ.) - ऊँ ऐं क्लीं सौ: 
વૃષભ (બ. વ. ઉ.) - ऊँ ऐं क्लीं श्रीं 
મિથુન (ક. છ. ઘ.) - ऊँ क्ली ऐं सौ:
કર્ક (ડ. હ.) - ऊँ ऐं क्ली श्री
સિંહ (મ. ટ.) - ऊँ ह्रीं श्रीं सौ:
કન્યા (પ. ઠ. ણ.) - ऊँ श्रीं ऐं सौ:
તુલા (ર. ત.)- ऊँ ह्रीं श्रीं सौं
વૃશ્વિક (ન. ય.) - ऊँ ऐं क्लीं सौ:
ધન (ધ. ફ. ભ. ઢ.) - ऊँ ह्रीं क्लीं सौ:
મકર(ખ. જ.) - ऊँ ह्रीं क्लीं ह्रीं श्रीं सौ:
કુંભ (ગ. શ. ષ. સ.) - ऊँ ह्रीं ऐं क्लीं श्रीं
મીન (દ. ચ. ઝ. થ.) - ऊँ ह्रीं क्लीं सौ:


આ વાસ્તુ ટિપ્સથી તમારા હોટેલ વ્યવસાયને સફળતા અપાવશે

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દરેક પ્રકારની ઇમારતો ભલે તે રહેણાંક હોય કે વ્યવસાયિક પણ વાસ્તુ પ્રમાણે તેના પર તેનો પ્રભાવ પડે જ છે. હોટેલ અને રેસ્ટોરેન્ટ પણ તેમાંથી જ એક છે. હોટલ અને રેસ્ટોરન્ટ બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું. આ ટિપ્સથી તમારો હોટલ વ્યવસાય ખુબ સારો ચાલશે અને નુકસાન પણ નહીં થાય.

૧ – આંગતુકો માટે સ્વાગત કક્ષમાં હોટલમાં ઘુસતા જ ઉત્તર, પૂર્વ કે ઇશાનકોણ (ઉત્તર- પૂર્વંમાં) હોવા જોઇએ.

૨ – હોટલની છત પર પૂર્વ કે ઉત્તરનો ભાગ ખુલ્લો રાખો. જળપાન માટે છતનો ઉપયોગ કરવામાં આવી શકાય છે.

૩ – ભોજનાલય (ડાઇનીંગ હૉલ)ની વ્યવસ્થા પશ્ચિમી ક્ષેત્રમાં કરો.

૪ – જો હોટેલની નીચે બેઝમેન્ટ બનાવવા માંગતા હોય તો તેને ઉત્તર, પૂર્વ કે ઇશાન ખુણામાં બનાવો.

૫ – હોટેલના રૂમ લાંબા, હવા- ઉજાસવાળા અને પ્રકાશયુક્ત હોય તથા બાથરૂમ, ડ્રેસિંગ રૂમ અને બાલકની વગેરેથી યુક્ત હોવા જોઇએ.

૬ – સ્વીમિંગ પુલ, તળાવ, ફુવારા વગેરે ઉત્તર, પૂર્વ કે ઇશાન ખુણો (ઉત્તર- પૂર્વ)માં બનાવી શકો છો.

૭ – બાલકનીને ઉત્તર કે પૂર્વમાં બનાવડાવો.

જલ્દી લગ્ન થાય એમ ઇચ્છો છો? આ વાસ્તુ ટિપ્સ અપનાવો

- વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઊર્જાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
- વાસ્તુ પ્રમાણે લગ્નમાં થઇ રહેલા વિલંબ પાછળ વાસ્તુદોષ અગત્યનો ભાગ ભજવે છે.

લગ્નમાં વિલંબ આવવા પાછળ ઘણાં કારણ હોઇ શકે છે. વાસ્તુદોષનું પણ એક પ્રમુખ કારણ હોઇ શકે છે. જો તમે પણ પોતાના સંતાનના લગ્નમાં થઇ રહેલા વિલંબથી ચિંતિંત હો તો આ વાસ્તુદોષ પર વિચાર કરો.


૧ – લગ્ન યોગ્ય યુવક- યુવતીઓએ ઉત્તર કે ઉત્તર- પશ્ચિમ દિશામાં સ્થિત રૂમમાં રહેવું જોઇએ.

૨ – લગ્ન યોગ્ય યુવક- યુવતીઓના રૂમમાં અને દરવાજાનો રંગ ગુલાબી, આછો પીળો, સફેદ (ચમકીલો) હોવો જોઇએ.

૩ – જો કોઇ લગ્ન યોગ્ય યુવક- યુવતી લગ્ન માટે તૈયાર ના હો તો તેના કક્ષમાં ઉત્તર દિશાની તરફ ક્રિસ્ટલ બોલની કાચની પ્લેટ અથવા પ્યાલી રાખવી જોઇએ.

૪ – જો લગ્ન પ્રસ્તાવમાં અડચણો આવી રહી છે તો લગ્ન વાર્તાલાપ માટે ઘરે આવેલા અતિથિઓ એ પ્રકારે બેસાડવા કે તેમનું મો ઘરના અંદરની તરફ રહે. તેમને ઘરનું દ્વાર ના દેખાય.

૫ – જો મંગળ દોષના કારણે લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો તેના રૂમના દરવાજાનો લાલ અથવા ગુલાબી રાખવો જોઇએ.

૬ – લગ્ન યોગ્ય યુવક- યુવતી જે પલંગ પર સુતા હો ત્યાં નીચે લોખંડની વસ્તુઓ કે વ્યર્થનો સામાન રાખવો નહીં.

૭ – જો લગ્નના પૂર્વે છોકરા- છોકરી ઘરના સભ્યોની પરવાનગીથી મળવા માંગે તો બેઠક વ્યવસ્થા એ પ્રકારે રાખો કે જેનું મુખ દક્ષિણામુખી ના હોય.



ઘરમાં એવું મંદિર હોય તો આવશે, ભરપૂર સુખ-શાંતિ

ઘરમાં પૂજા સ્થળ હોવાથી મનને શાંતિ મળે છે પરંતુ જો તે વાસ્તુ સંમ્મત હોય ત્યારે જ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

-ઘરમાં પૂજા સ્થળ શુભતાનું પરિચાયક છે તેનાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરની પવિત્રતા પણ બની રહે છે તો અગરબત્તી વગેરેના ધૂપથી વાતાવરણ સુગંધિત થાય છે. વિષાણુ અને કિટાણુ ઘરમાં પ્રવેશ નથી કરતા.

-પૂજા સ્થળ પૂર્વી કે ઉત્તરી ઈશાન ખૂણા(ઉત્તર-પૂર્વ)માં હોવું જોઈએ, જો કે ઈશ્વરીય શક્તિ ઈશાન ખૂણાથી પ્રવેશ કરી નૈઋત્ય ખૂણઓ(પશ્ચિમ-દક્ષિણ)થી બહાર નિકળે છે. તેના એક ભાગ શરીર દ્વારા ગ્રાહ્ય બાયોશક્તિમાં બદલાઈ જીવનોપયોગી બનાવે છે.

-પૂજા કરનારનું મુખ પશ્ચિમમાં હોય તો અતિ શુભ માનવામાં આવે છે તેની માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વ તરફ હોવું જોઈએ.

-પૂજા કરતી વખતે જો મુખ પૂર્વમાં હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.

-શૌચાલય તથા પૂજા ઘર પાસે-પાસે ન હોવા જોઈએ.

-પૂજા સ્થળની સમક્ષ થોડુ સ્થાન ખુલ્લુ હોવું જોઈએ. જ્યાં આસાનીથી બેસી શકાય.

-પૂજા સ્થળની નીચે કોઈ પણ અગ્નિ સંબંધી વસ્તુઓ જેવી કે ઈન્વર્ટર કે વિધુત મોટર ન હોવી જોઈએ. આ સ્થાનનો ઉપયોગ પૂજા સામગ્રી, ધાર્મિક પુસ્તકો, શુભ વસ્તુઓ રાખવામાં કરવો જોઈએ.



આ મંત્રથી વગર તોડ-ફોડે, ઝડપી દૂર થાય વાસ્તુદોષ...

જો ઘર-પરિવારમાં રોગ, અભાવ, દરિદ્રતા, શુભ કાર્યમાં બાધા કે અસફળથાથી અશાંતિ અને વિવાદ ચાલતો રહે છે, તો તેની પાછળ વાસ્તુદોષ પણ એક કારણ માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે વાસ્તુનો અર્થ છે- જે જમીન ઉપર માનવ સહિત અન્ય જીવ છે, તેમાં ઘર, દેવાલય, મહેલ, ગામ કે નગર વગેરેમાં સામેલ હોય છે.

આ શાસ્ત્રો ઉપર સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય અને શાંતિ માટે માત્ર વાસ્તુશાસ્ત્રની અનુરૂપ આવાસ બનાવવું જરૂરી હોવાની સાથે વાસ્તુદેવતાની પૂજા અને આરાધના પણ શુભ માનવામાં આવી છે. જાણો કોણ છે વાસ્તુ દોવતા? અને કેવી રીતે કરશો, ખુશહાલી અને વાસ્તુદેવતાની નિયમિત પૂજા અને ધ્યાન?

પૌરાણિક માન્યતા છે કે અંધકાસૂરને મારતી વખતે ભગવાન શંકરના માથામાંથી પડેલ પસીના ટીપાંથી ભયાનક રૂપવાળા પુરુષનો જન્મ થયો. તે જગતને ખાવા માટે આગળ વધ્યો ત્યારે ભગવન શંકર અને બધા દેવતાઓને તેને જમીન ઉપર લેટાવીને તેની વાસ્તુ પુરુષના રૂપમાં પ્રતિષ્ઠા કરી સ્વયં પણ તેના દેહમાં નિવાસ કર્યો. આ કારણે વાસ્તુદેવતાના રૂપમાં તેઓ પૂજનીય બન્યા.

વાસ્તુદેવતા બધી દેવશક્તિઓના સ્વરૂપ હોવાથી નિયમિત દેવપૂજામાં વિશેષ મંત્રોથી વાસ્તુદેવનું ધ્યાન વાસ્તુદોષ દૂર કરવા માટે આસાન ઉપાય માનવામાં આવ્યો છે, જે ઘરમાં વગર તોડ-ફોડે દોષ દૂર કરવાનો આસાન ઉપાય છે. જેને આ રીતે અપનાવો.

દરરોજ ઈષ્ટદેવની પૂજા દરમિયાન હાથમાં સફેદ ચંદન લગેલ સફેદ ફૂલ અને અક્ષત લઈ વાસ્તુદોષનો નીચે લખેલ વેદમંત્રથી ધ્યાન કરી ઘર-પરિવારના બધા કલેશ, સંકટ અને દોષ દૂર કરવાની કામના કરી ફૂલ, અક્ષત ઈષ્ટદેવને ચઢાવી ધૂપ, દીપ આરતી કરો.


દરરોજ ઘરની બહાર રંગોળી કરવી જોઇએ, કારણ કે
સામાન્ય તહેવાર પર, વિશેષ અવસરો પર કે કોઇ ઉત્સવમાં ઘરના દ્વાર પર રંગોળી કરવાની પરંપરા છે. પરંતુ દરરોજ રંગોળી બનાવવાથી ઘણા શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે આ ઘરમાં દેવતાઓ અને ખાસ કરીને લક્ષ્મીના સ્વાગતમાં સજાવવામાં આવી છે.

- રંગોળી જોતા જ આપણા મનમા આ પ્રશ્ન ઉદભવે એ સ્વાભાવિક છે, તે સર્વ શક્તિમાન ભગવાનને આવવા માટે દરવાજાની શી જરૂર તેમના સ્વાગત માટે રંગોળી કેમ કરવી જોઇએ. જો કે વાસ્તવમાં આ પ્રતીકાત્મક છે. તેની પાછળ મનોવૈજ્ઞાનિક તથ્ય અને દાર્શનિક કારણ છુપાયેલા છે.
- આપણે દરવાજા પર રંગોળી એટલા માટે સજાવીએ છીએ કે જેથી માત્ર સકારાત્મક ઊર્જા જ આપણાં ઘરની અંદર પ્રવેશી શકે.

- રંગોળીના રંગ અને તેની ડિઝાઇન આપણા મનોભાવો પર સકારાત્મક અસર નાખે છે, જેનાથી આપણે કલેશ અને ચિંતાથી બહાર આવવામાં અને દૂર રહેવામાં સહાયતા મળે છે.

- આવી જ અસર ઘરની અંદર આવનારા મહેમાનો પર પણ પડે છે. જ્યારે પણ ઘરનો કોઇ સભ્ય કે બહારનો આગંતુક ઘરમાં આવે તો તે દરેકની મનોસ્થિતિ ભિન્ન હોય છે.

- જો તેના મનોભાવો તીવ્ર હોય તો તે પરોક્ષ રૂપે આપણા ઘરના વાતાવરણ પર પણ પ્રભાવ નાખે છે.
- રંગોળીના રંગ અને આકૃતિ આવા જ મનોભાવોને બદલવામાં આપણી સહાય કરે છે. આ માટે ઘરની
બહાર રંગોળી સજાવવામાં આવે છે.

ઘરનાં આ ખૂણાને પર ધ્યાન આપો, સફળતા રહેશે તમારા હાથમાં

જો તમે ખરાબ દિવસોથી તંગ થઇ ગયા હોય તો તમારે તમારા ઘર પર ધ્યાન આપવું જોઇએ. જી હા તમારા ઘરમાં પણ એવો ખુણો છે જે તમને બરબાદીથી બચાલી શકે છે.

-વાસ્તુ અનુસાર ઘરમાં પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે જે ખુણો હોય છે તે સકારાત્મક ઊર્જા આપનારો હોય છે. ઘરના આ ખુણો તમારા નસીબ અને પૈસા પર બહુ ઊંડો પ્રભાવ પાડે છે.

જો તમારા ઘરમાં આ ખુણો કપાયેલો કે અધુરો હોય તો તેને તરત જ બંધ કરી દેવો જોઇએ કારણ કે ઘરના આ ખુણો કપાયેલો હોય કે આ ખુણામાં દોષ હોય તો તેને દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે.
આવા દોષ હોય તો તે સ્થાનને શુદ્ધ કરી ત્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી જોઇએ.

- તમે તમારા ધર્માનુસાર આ સ્થાન પર ઇષ્ટદેવની મૂર્તિ કે ધર્મ સંબંધિત પવિત્ર વસ્તુઓ પણ રાખી શકો છો. આ ખુણામાં દોષ હોવાથી આર્થિક બાધાઓનો સામનો કરવો પડે છે.

- જો આ જગ્યા પર જો બીજું કંઇ રાખી શકાય તેમ ના હોય તો તે સ્થાન પર પાણીનું માટલું કે કોઇપણ છોડ સાથેનો કુંડુ પણ રાખી શકો છો.

- જો આ ભાગ ઘરના બીજા અન્ય ભાગોથી મોટો હોય તો તે અતિ ઉત્તમ પરિણામ આપનારો સાબિત થાય છે.

- જે પણ આ સ્થાનમાં રહેલા રૂમમાં રહે છે તેને જીવનમાં હંમેશા ઉન્નતિ મળે છે.


ઘરમાં તમારા નામની પ્લેટ વધારશે તમારો યશ અને ધન!

આધુનિક સમયમાં સુવિધાઓ પ્રાપ્ત કરવી ખૂબ જ આસાન છે પરંતુ જે ઝડપથી સુવિધાઓ મેળવી હોય એટલી ઝડપી શાંતિ મેળવી શકાતી નથી. આજે બધા અનેક ઘરોમાં બધી જ સુખ-સુવિધાઓનો સામાન હોવા છતાં લોકો શાંતિ મેળવવા માટે લખલુટ પ્રયત્ન કરે છે તેમ છતાં તેઓ શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. ઘણા લોકોને ધનની ઈચ્છા હોય છે તો ધન ધરાવતા લોકોને યશની ઈચ્છા હોય છે. તો ધન-યશ હોય તેમને શાંતિની ઈચ્છા હોય છે. જાણો સુખી રહેવાના વાસ્તુ નુસખા...

-વાસ્તુશાસ્ત્ર દ્વારા ઘરમાં કેટલાક સામાન્ય ફેરફાર કરી સમસ્યાઓને દૂર કરી તમે ઘર તથા ઘરની બહાર શાંતિનો અનુભવ કરી શકો છો.

-ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ પત્થર અથવા ધાતુમાંથી તૈયાર કરેલ એક-એક હાથી મૂકવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

-ઘરમાં પોતાના નામની પ્લેટ મોટી તથા ચમકતી હોય તેવી મૂકવાથી યશમાં વધારો થાય છે.

-સ્વર્ગીય પરિજનોના ફોટા દક્ષિણની દિવાલ ઉપર લગાવવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

-વિવાહ યોગ્ય કન્યાને ઉત્તર પશ્ચિમે આવેલા રૂમમાં સુવડાવવાથી તેના ઝડપથી લગ્ન થાય છે.

-કોઈપણ દુકાન કે ઓફિસની સામેના દરવાજા ઉપર એક કાળા કપડામાં રાખીને લટકાવવાથી ધંધો સારો ચાલે છે.

-દુકાનમાં સ્વસ્તિકની નિશાની કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.

-કોઈપણ ઘરમાં સવારે તથા સાંજે શંખ વગાડવાથી દેવામાં ઘટાડો થાય છે.

-ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ-સમ્પતિમાં વધારો થાય છે.

-પીપળાની પૂજા કરવાથી ધન તથા યશમાં વધારો થાય છે. તેના સ્પર્શમાત્રથી શરીરમાં રોગપ્રતિકારક તત્વોની વૃદ્ધિ થાય છે.

-ઘરમાં નિત્ય ગોમૂત્રનો છંટકાવ કરવાથી બધા પ્રકારના વાસ્તુદોષોથી છૂટકારો મળે છે.

-ઘરના મુખ્ય દરવાજે આંબો, પીપળો, આસોપાલવના પાનડાનો બંદનવાર લગાવવાથી વંશવૃદ્ધિ થાય છે.

ઘરમાં ધનની ખોટ વર્તાય છે? ઉત્તરનું કબાટ તો કારણ નથી!

મંદિરની પાછળ બારી એનર્જીના ફ્લોને અટકાવે છે. તેથી તે બારી પર પડદો નાખવો જરૂરી છે. પલંગની પાછળ બારી આવે છે તે નકારાત્મક વિચારો આપે તેથી સૂતી વખતે બારી બંધ રાખવી.

બેસણાની જાહેરખબર અને અભિનંદન જ્યારે બાજુ બાજુમાં છપાય છે ત્યારે પણ માણસને સમજાતું નથી કે માત્ર દેહને મળેલા અભિનંદન આત્માની દિશા બદલી શકતા નથી. આત્માને સાચી દિશા આપતા વિચારો આપે છે હકારાત્મક ઊર્જા, જે મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.

આજે આપણે રામભાઇના મકાનનો અભ્યાસ કરીએ. સમચોરસ મકાનમાં ઇશાનમાં પૂર્વ તરફ ગોળાકાર ઓટલો બહાર નીકળેલો છે. આથી ઘરના સદસ્યો લાગણી પ્રધાન હોય. ઓટલાના ગોળાકારના લીધે માનસિક તણાવ રહે. બ્લડપ્રેશરને લગતી સમસ્યા પણ આવી શકે. દ્વાર ઇશાનના પદનું છે તે આવક જાવકનું પ્રમાણ સરખું કરે છે.

બેઠકરૂમ સારી જગ્યાએ છે તેથી આ રૂમનો વપરાશ વધારે થાય. પરંતુ બેસવાની દિશા અગ્નિમુખી હોવાથી કોઇનો સ્વભાવ નાની નાની વાતમાં તકલીફો શોધવાવાળો થઇ જાય. મંદિર યોગ્ય જગ્યાએ છે. મંદિરમાં પૂજા કરવાની દિશા યોગ્ય છે જેના કારણે ઘરની ઘણી બધી સમસ્યાઓ હળવી થઇ જાય છે.

મંદિરની પાછળ બારી એનર્જીના ફ્લોને અટકાવે છે. તેથી તે બારી પર પડદો નાખવો જરૂરી છે. ડાઇનિંગ ટેબલ પૂર્વના પદમાં છે જે યોગ્ય ગણાય. આવા ટેબલ પર ઘરની મુખ્ય વ્યક્તિએ ઇશાન તરફની ખુરશી પર બેસવું જરૂરી છે અને જમતી વખતે રસોઇઘરનો દરવાજો બંધ રાખવો.

રસોઇઘર અગ્નિમાં છે તે ખૂબ જ સારું ગણાય. વળી રસોઇની દિશા પણ યોગ્ય છે તેથી ઘરની સ્ત્રી પ્રભાવશાળી હોય. દક્ષિણના પદમાં દ્વાર યોગ્ય જગ્યાથી થોડું ખસેલું છે. તેથી સ્ત્રીને માનસિક, શારીરિક તકલીફ આવી શકે. રસોઇઘરની દીવાલ બ્રહ્ન સ્થાન સુધી લંબાયેલી છે જે યોગ્ય નથી. આનાથી મનને સુખ ન મળે.

દાદરો યોગ્ય જગ્યાએ ગણાય. દાદારા નીચે સ્ટોર ન રાખવો. દક્ષિણ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા પણ ખૂબ સારી છે. પલંગની પાછળ બારી છે તે નકારાત્મક વિચારો આપે તેથી સૂતી વખતે બારી બંધ રાખવી. કબાટ બંને દીવાલ પર આવેલા છે જે યોગ્ય ન ગણાય. આ રીતની વ્યવસ્થા ક્યારેક સાંધાનો દુખાવો આપે છે. પશ્ચિમ વાયવ્યમાં દ્વાર ખૂબ સારું નથી. વળી સંડાસ અને બાથરૂમના સ્થાન પણ યોગ્ય નથી. આનાથી ગળાથી કમર સુધીના આંતરિક અવયવોને લગતી બીમારી આવે છે. ચોકડી માટે પણ આ જગ્યા યોગ્ય ન જ ગણાય. વળી ચોકડીથી થતા એક્સસ્ટેન્શનથી માતૃસુખમાં ઓછપ યા પડવા આથડવાના બનાવ કે કોર્ટ-કચેરી થઇ શકે છે.

સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કરવી. પશ્ચિમ તરફનો દરવાજો મોટાભાગે બંધ રાખવો. ઇશાનમાં પાંચ તુલસી, વાયવ્યમાં બે બીલી વાગવા. ઘરમાં ચંદન, મલ્ટિપલનો ધૂપ ફેરવવો. બેઠકરૂમમાં તાંબાના વાસણમાં આખા ગુલાબ રાખવા. ટોઇલેટના દરવાજા પર ચાંદીનો તાર લગાવવો. મંદિરની પૂર્વની દીવાલ પર ઘેરો લેમન યલો, બાથરૂમની પશ્ચિમની દીવાલ પર નેવી બ્લ્યૂ કલર લગાવવો. દર ગુરુવારે દરવાજે આસોપાલવનું તોરણ લગાવી અને ઉંબરો પૂજવો.

સૂર્યને જળ ચડાવવું. સ્ત્રીએ ગાયત્રી મંત્ર કરવા. મહામૃત્યુંજયના મંત્ર બેસીને કરવા. શિવલિંગ પર પાણી, દૂધ, મધ, ઘી, ચોખા, શેરડીના રસથી અભિષેક કરવો. ગણેશજીને ગોળ ધરાવવો. સંધ્યા સમયે સફેદ લેમ્પ ચાલુ રાખવો. માત્ર જીવી જાણનારને કદાચ મૃત્યુ પછીની ગતિ યોગ્ય ન પણ મળે પરંતુ અન્યને જિવાડી જાણનારને સદ્ગતિ જરૂર મળે છે. આ પ્રકારના વિચારો આપે છે સારી ઊર્જા જે મળે છે વાસ્તુ નિયમોથી.



સિંગિંગ બાઉલ દૂર્ભાગ્યને દૂર કરી અપાવશે ધનલાભ

નસીબને ચમકાવનારી ઘણી વસ્તુઓ પ્રાચીન છે.આવી વસ્તુઓને ઘરમાં રાખવાથી તે તમારા દુર્ભાગ્યને દૂર કરી સૌભાગ્યમાં પલટે છે.

- શંખ રાખવાને હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખને આપણી પરંપરામાં લક્ષ્મીનું રૂપ અને વામાવર્તી શંખને નારાયણ માનવામાં આવે છે. આ બન્ને શંખને ધન અને સુખ- સમૃદ્ધિને વધારનારા માનવામાં આવે છે.

-આ જ રીતે ફેંગશુઇમાં પણ મધુર ધ્વનિ ઉત્પન્ન કરનારી વિન્ડચાઇમ અને સિંગિંગ બાઉલને પણ ઘરમાં રાખવો એ સકારાત્મક ઊર્જાને વધારનારો માનવામાં આવે છે.

સિંગિગ બાઉલ ચીની માન્યતા અનુસાર ઘરના સભ્યોમાં સામંજસ્ય વધારવામાં સહાયક બને છે.આ કોઇપણ ધાતુ જેમ કે સોના, ચાંદી, લોખંડ, સ્ફટિક વગેરેથી બનેલું હોઇ શકે છે. આ સિંગિંગ બાઉલને લાકડીથી વગાડવામાં આવે છે જેને મુંગેરી કહેવામાં આવે છે.

-પહેલા મુંગેરીને વાટકીને ધીરે- ધીરે વગાડવામાં આવે છે. જેના પછી તે મુંગેરીને જમણેથી ડાબી તરફ ફેરવ્યા બાદ એક વિચિત્ર ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેના નિયમિત પ્રયોગથી તે લયમાં બોલવા લાગશે અને તેનું સંગીત તમારા કાનને મધુર લાગવા લાગશે. તેનાથી તમારા ઘરમાં ઉપસ્થિત નકારાત્મક શક્તિ દૂર થાય છે અને તમારા નસીબ પર તે સારી અસર લાવે છે. ઘરના સભ્યોમાં પારસ્પરિક અને સામંજસ્ય વધવા લાગશે. આ ચમત્કારી બાઉલ તમારા ઘરમાં પૈસાનો વરસાદ કરી શકે છે.

10 વાતોમાં છુપાયેલુ રહસ્ય, જાણી લેશો તો લક્ષ્મી થશે મહેરબાન

ધન લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણી રીતો આપવામાં આવી છે પરંતુ અમુક વાતો એવી છે કે જે લોકો માટે ઘણી સામાન્ય છે, બહુ ઓછા લોકો જાણતા હશે કે ડેઇલી રૂટિનમાં આ વાતોને ધ્યાનમાં રાખવાથી લક્ષ્મી મહેરબાન થઇ જાય છે.

લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વાસ્તુ અનુસાર ઘરમાં નાના- નાના પરિવર્તન કરશો તો ઘરની સુખ- સમૃદ્ધિ વધવા લાગે છે. ઘરના વાસ્તુમાં આ નાના પરિવર્તન થકી તમે બમણો લાભ પણ મેળવી શકો છો. જો તમે પણ ચાહતા હો કે ઘરમાં બરકત રહે તો નીચે લખેલી ટિપ્સ અપનાવો.

- ક્યારેય પણ ઇશાન ખુણામાં દીવો ના લગાડો.

- ઇશાન ખુણામાં પૂજા ઘર કે પૂજાનું સ્થાન રાખવું.

- તમારા ઘરના કપડા કે વોશિંગ મશીન તમારા ઘરમાંથી પડોશીને દેખાવા ના જોઇએ.

- પૈસા રાખવાની જગ્યાએ દર ગુરૂવારે કેસરના પાણીનાં છાંટા નાખો.

- ઘરમાં રાખેલા પૈસાને પીળા કપડામાં હળદરનો સ્વસ્તિક કરી તેમાં ઘરના પૈસાને રાખો.

- ઘરમાં કરોળિયાના જાળા ના રહેવા દો.

- સાવરણીને ક્યારેય ઊભી ના રાખો.

- બારીઓને ખુલ્લી રાખો.

- તિજોરીમાં પૂજાની સોપારી રાખો.

- અલમારીને ક્યારેય દક્ષિણામુખી ના રાખો.


- વાસ્તુ અનુસાર ફૂલછોડ લગાવવાથી ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. હરીયાળી આંખોને શાંતિ આપે છે. તથા ઘરમાં સુખ સમૃદ્ધિ આપે છે.

- સાવરણી ઘરમાં કોઈ એવા ખૂણામાં રાખો કે તે જરા પણ જોવા ન મળે.

- ઘરમાં કોઈ પણ બંધ ઘડીયાલ ન લગાવો.

- માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ચંદન વગેરેથી બનેલી અગરબત્તિ કરો.

- ઘરના ડસ્ટબીનમાં વધારે કચરો એકઠો થવા ન દો.

- ધારદાર ઓજારો જેવા કે ચાકુ કાતર વગેરે પણ આ પ્રકારે ન રાખો કે જેથી તેની ધાર દેખાઈ

- ઈશાન ખુણામાં તુલસીનો છોડ વાવો.

- વાંસનો છોડ કુંડામાં રાખી ઘરના બેઠક રૂમમાં પૂર્વ ખૂણામાં રાખો.


લક્ષ્મીનું રૂપ છે સાવરણી, માલામાલ રાખશે આ વાસ્તુ ટિપ્સ

સાવરણી આમ તો સામાન્ય વસ્તુ છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં તે મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે. સાવરણીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.

જ્યારે તે ઘરની ગંદકી, ધુળ- માટી સાફ કરે છે તો તેનો અર્થ છે કે દેવી મહાલક્ષ્મી આપણા ઘરથી દરિદ્રતાને બહાર નીકાળે છે અને ઘરની સાફ- સફાઇ પણ કરે છે આવા કામ માટે સાવરણી ઘરમાં અવશ્ય હોય છે.

આપણો દેશ આખા વિશ્વભરમાં પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓને કારણે ઓળખાય છે. આપણે સવારેથી સાંજ સુધી જે પણ કાર્ય કરીએ તે દરેક કામ પાછળ લગભગ કોઇને કોઇ માન્યતા જોડાયેલી છે.

જેમકે સવારે વહેલા ઉઠવું,ન્હાયા બાદ મંદિરમાં જવું અને પૂજન કરવું, સાંજે સફાઇ કરવી નહી કરવી અને રાતના એંઠા વાસણો નહી મુકવાં.

આપણા ત્યાં આ દરેક દૈનિક કાર્યથી જોડાયેલી માન્યતાઓ છે. આ દરેક માન્યતાઓ પાછળ આપણા વડલાઓનો ઊંડો વિચાર, ધાર્મિક કારણ સાથે વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે.

આજે મોટાભાગના યુવાવર્ગના લોકો આવી માન્યતાને તરછોડે છે અને અંધવિશ્વાસ કહી ફગાવી દે છે. આવી જ એક માન્યતા છે પથારી કે સુવાના બેડ પર સાવરણી રાખવી જોઇએ નહી, જે રાખવાથી ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે.

આવો જાણીઓ આની પાછળના વૈજ્ઞાનિક કારણ - જે સાવરણીથી આપણે રૂમ સાફ કરીએ છીએ.એને પથારી પર મુકવાથી જીવાણું પથારીમાં ફેલાય છે.

જેનાથી ઘરના લોકોને શરદી- ખાંસી જેવી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. એટલે જ કહેવાય છે કે પથારી પર સાવરણી રાખવી જોઇએ નહી.


વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીના મહત્વને જોતા ઘણાં નિયમો આપ્યા છે.
 
- જ્યારે ઘરમાં સાવરણીનો ઉપયોગ ના હો, તેને નજરના પડે તેવી દૂર જગ્યાએ રાખવી જોઇએ.

- સાવરણીને ક્યારેય પણ ઊભી ના રાખવી જોઇએ.

- ધ્યાન રાખવું કે સાવરણીને જાણે- અજાણે પગ લાગવા ના જોઇએ, તેનાથી મહાલક્ષ્મીનું અપમાન થાય છે.

- સાવરણી હંમેશા સાફ રાખો.

- વધારે જુની અને બિનજરૂરી સાવરણીને ઘરમા ના રાખો.

- સાવરણીને ક્યારેય પણ સળગાવવી જોઇએ નહીં.

- શનિવારે જુની સાવરણી બદલી દેવી જોઇએ.

- શનિવારના દિવસે ઘરમાં વિશેષ સાફ- સફાઇ કરવી જોઇએ.

- ઘરના મુખ્ય દરવાજાની પાછળ નાની સાવરણી લટકાયેલી રાખવી જોઇએ જેનાથી મહાલક્ષ્મીની કૃપા બની રહે છે.


તો તમારું દામપત્ય સૌથી સુખી બની જશે !

વાસ્તુ શાસ્ત્રીઓનું માનવું છે કે વાસ્તુમાં ફક્ત સુખ સમૃદ્ધિ નથી પરંતુ વાસ્તુમાં સુખી દાંપત્યજીવનના સૂત્રો પણ છુપાયેલા છે. દામ્પત્યજીવનમાં બેડરુમ ખૂબ ખાસ મહત્વ વધારે છે. જો બેડરુમમાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો દામ્પત્યજીવન વધારે સુખમય બની શકે છે.

- જો તમે દામ્પત્યજીવનમાં ખુશી ઈચ્છો છો કે તમારે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. બેડરુમ હંમેશા શાંત, ઠંડો અને હવા- ઉજાસ ધરાવનારો હોવો જોઈએ. બેડરુમમાં કામ વિનાનો સામાન ન રાખવો જોઈએ.

- બેડરુમમાં સ્વચ્છતા કાયમ રાખવી. તેના માટે ધ્યાન રાખવું જોઈએ કે બારી બીજા રુમ તરફ ના ખુલે. શયન કક્ષના રુમની બહાર તરફ બારી હોવી જોઈએ. તેનાથી દામ્પત્યજીવનમાં મીઠાસ વધે છે.

- શયન કક્ષમાં રંગ હળવો જોઈએ અને દીવાલો પર ચિત્રો ઓછા હોવા જોઈએ. ચિત્રો મોહક હોવા જોઈએ.

- બેડરુમના પલંગમાંથી અવાજ ન થવો જોઈએ અને તેને હંમેશા યોગ્ય દિશામાં રાખવો જોઈએ. સુતી વખતે મસ્તિષ્ક દક્ષિણ તરફ રાખવું જોઈએ અને આરામદાયક તથા ભરપુર ઉંઘથી દામ્પત્યજીવન વધુ સુખમય બનાવવું જોઈએ.

- બાથરૂમ બેડરૂમ સાથે રાખવો જોઈએ. બાથરૂમનો દરવાજો બેડરુમમાં ખુલતો હોવો જોઈએ અને તેને બંધ રાખવો જોઈએ. તમે તેના પર પડદો પણ રાખી શકો છો.

6. બેડરૂમમાં પેયજળની સુવિધા હોવી જોઈએ જેથી તમારે રાતે ઉઠીને બહાર ન જવું પડે.

7. બેડરૂમમાં પ્રકાશની સુવિધા હોવી જોઈએ ઉચિત સુવિધા કરવી જોઈએ. સુતી વખતે ઝીરો વોટનો બલ્બ કરવો જોઈએ. રોશની સીધેસીધી પલંગ પર ના પડવી જોઈએ.

દરિદ્રતા નહીં રહે ઘરમાં, આ વાસ્તુ ટિપ્સ અપનાવો

આજકાલ વૈવાહિક જીવનમાં તણાવ એ એક સામાન્ય સમસ્યા છે.કારણ ભલે ને ગમે તે હોય પરંતુ ઘણી વાર સંબંધોમાં તિરાડ કે અંતરનું એક મોટું કારણ આર્થિક તંગી પણ હોઇ શકે છે.

વધતી મોંઘવારીનાં જમાનામાં પૈસા પણ ઝઘડાનું મોટુ કારણ બની શકે છે.તે પાછળ ઘણીવાર બેડરૂમનું વાસ્તુ પણ આર્થિક તંગીનું કારણ હોઇ શકે છે.

આ માટે બેડરૂમમાં વાસ્તુમાં અમુક વાતોનુ ધ્યાન રાખવાથી પતિ-પત્નીમાં આર્થિક કારણોથી મતભેદ થતાં નથી.જો બેડરૂમનાં વાસ્તુમાં જો નીચે લખેલી વાતોનું ધ્યાન ના રાખવામાં આવે તો પતિ-પત્નીમાં પૈસાની સમસ્યાને લઇને ઝઘડાં થતાં રહે છે.

જો બેડરૂમનો ઉપયોગ પરિવારનું ધન સંચય કરવા માટે પણ કરવામાં આવતો હોય તો વાસ્તુ અનુસાર તે શુભ માનવામાં નથી આવતું.

પાણીની ટાંકી કે નળ કે ઘરની બાજુ હ બારીવાળો રૂમનો પ્રયોગ બેડરૂમ કે આરામ વાળા રૂમનાં રૂપમાં કરવામાં આવતો હોય તો તેવાં પરિવારનાં પૈસા નષ્ટ થાય છે.જો ઘરમાં કોઇ બેડરૂમથી જોડાયેલુ વોશબેસિન હોય.

વોશબેસિન એવાં રૂમમાં જોડાયેલું હોય,જ્યાં ઘરનાં ઘરેણાં,ઝવેરાત, સોનાં,ચાંદીનુ સામાન વગેરે રાખવામાં આવે તો તે ઘરમાં વ્યર્થ પૈસાનો ખર્ચ થાય છે.
 

પરેશાનીઓ દૂર કરવા બેડ માટે આ વાત ધ્યાને રાખો


આજકાલ ઘણા લોકોના ઘરમાં આ એક સામાન્ય વાત થતી જાય છે કે બેડમાં બીન-ઉપયોગી, ખરાબ સામાન પડ્યો રહેતો હોય છે. આમ તો તે સાવ સામાન્ય વાત છે પણ શાસ્ત્ર-પ્રમાણ અનુસાર તેનો ઘણો ખરાબ પ્રભાવ પણ પડતો હોય છે.

- જે લાકો પોતાના પલંગની અંદર જુના કપડા, જુની વસ્તુઓ વગેરે એવો સામાન રાખે છે જેનો ઉપયોગ થતો ન હોય, તો એનો ઘણો અશુભ પ્રભાવ ભોગવવો પડે છે. એ માટે પથારીની નીચે એવો સામાન રાખવો જોઈએ નહીં.

- એવું માનવામાં આવે છે કે બીન-ઉપયોગી સામાનને પથારીમાં રાખવાથી જે વ્યક્તિ તેના પર સુવે તેને ઘણા પ્રકારની બીમારીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આવા લોકોને ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

- વાસ્તુ અનુસાર પણ આવી પરિસ્થિતિ પરેશાની વધારનારી માનવામાં આવી છે. પથારીની અંદર ખરાબ અને નકામી વસ્તુનો સામાન ડ્યો રહેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે અને સકારાત્મક ઉર્જાનું પ્રમાણ ઘટે છે.

 - જો તમે પણ તમારા બેડની અંદર બીનઉપયોગી સામાન ભરેલો રાખ્યો હોય તો તરત ત્યાંથી દૂર કરવો. આ બાબતને દર્શાવે છે કે જુનો સામાન તમારા માટે હાનીકારક થઈ શકે છે. 

હનુમાનજીના ફોટાને ઘરમાં રાખતા પહેલા, રાખજો આ વાતોનું ધ્યાન



જો તમે તમારા ઘરમાં હનુમાનજીનો ફોટો કે ચિત્ર ઘરમાં લગાડવા માંગતા હો તો અહીં આપેલ ખાસ વાતોનું પણ ધ્યાન રાખજો.
-આ વાતોના અમલથી તમારા ઘરને ખરાબ શક્તિઓથી બચાવશે તે સાથે તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ પણ વધવા લાગશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી- દેવતાઓના ચિત્રને લગાડવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે તે સાથે ઘરમાં સુખ- શાંતિ પણ જળવાઇ રહે છે. ઘરનું વાતાવરણ શાંતિ બક્ષનારું અને પવિત્ર રહે છે. - ઘરમાં આવતા મહેમાનો પર અને ઘરના સભ્યો પર પણ તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. આ ઉપરાંત ઘરના સભ્યો વચ્ચેનો પારસ્પરિક પ્રેમ વધે છે.

હનુમાનજીના ચિત્રના મહત્વને ધ્યાનમાં રાખતા વાસ્તુના ઘણાં નિયમો આપવામાં આવ્યા છે.

- વાસ્તુ અનુસાર હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશાની તરફ જોતા હોય તેવી રીતે લગાડવો જોઇએ.

- ઉત્તર દિશામાં હનુમાનજીના ફોટો લગાડવા પર દક્ષિણ દિશાથી આવનારી દરેક ખરાબ તાકાતને હનુમાનજી રોકી લે છે.

- તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે.

- હનુમાનજી ફોટોમાં ઉડતા દેખાઇ દેવા જોઇએ.

- શક્તિ પ્રદર્શનની મુદ્રામાં હનુમાનજીનો ફોટો લગાડવાથી ઘરમાં કોઇપણ પ્રકારની ખરાબ શક્તિનો પ્રવેશ થતો નથી.

દક્ષિણ દિશાની તરફ મોં કરીને હનુમાનજીનાં ફોટો એટલા માટે વધુ શુભ છે કારણ કે હનુમાનજીનો સર્વાધિક પ્રભાવ આ દિશામાં જોવા મળે છે. આ દિશામાં જ લંકા પણ છે અને સીતાની શોધ, લંકા દહન અને રામ- રાવણનું યુદ્ધ પણ થયું હતું. દક્ષિણ દિશામાં હનુમાનજી વિશેષ બળશાળી છે.

પોઝિટિવ એનર્જી આપે છે આ ખુણો,અહીં વાસ્તુદોષથી બચજો
 

ઘરમાં ઉત્તર- પૂર્વ ખૂણાને પ્રધાન ગ્રહનો ગુરુ માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગુરુ આધ્યાત્મ અને ધર્મનો ગ્રહ માનવામાં આવે છે. આ માટે આ ખૂણામાં સૌથી વધારે સાફ સફાઈ કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુના આ ખૂણાને ઈશાન ખૂણો(કોણ) કહેવામાં આવે છે. ઈશાનનો અર્થ થાય છે ઈશ એટલે કે ઈશ્વર અને સ્થાન. આ જ કારણે આ ખૂણામાં દોષ હોય તો તેને ખાલી રાખવાનું કહેવામાં આવે છે.

-જો ઘરનો ઈશાન કોણવાળો ભાગ કાપેલો હોય તો તે અશુભ માનવામાં આવે છે. આ ખૂણામાં ઘરની ઉન્નતિ નથી થતી. ભાગ પર આવવા જવાનો રસ્તો હોય તો તે ભાગ ઉન્નતિ માટે બાધક હશે. કેમ કે આ જ કારણે ભાગ પર જૂતા અને ચંપલ મૂકવામાં આવશે.

-જો ઘરનો આ ભાગ કપાયેલો હોય તો તુરંત તેને બંધ કરી દેવો જોઈએ. આ માટે ઘરનો આ ખૂણો કપાયેલો હોય અને અહીં કોઈ દોષ હોય તો તે દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે. એ દોષ હોવાથી સ્થાન શુદ્ધ કરીને ત્યાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

-ધર્માનુસાર ઈષ્ટ દેવની મૂર્તિ કે ધર્મથી સંબંધિત પવિત્ર વસ્તુઓ ત્યાં રાખવી જોઈએ. આ ખૂણામાં દોષ હોવાથી આર્થિક બાધાઓ વધે છે. ઘરના મુખ્ય વ્યક્તિને તેનો સામનો કરવો પડે છે. જો કંઈ બીજું રાખવાની જગ્યા હોય તો તે સ્થાન પર પાણીનું માટલું અને લીલા છોડનું કુંડું પણ મુકવું જોઈએ. જો કંઈ ન રાખવામાં આવે તો અન્ય ભાગ જ્યાં મોટો હોય તે ઉત્તમ પરિણામ આપનાર બનશે. જે આ સ્થાન પર રૂમમાં રહેશે તેનું જીવન સદાય ઉન્નતિ પ્રાપ્ત કરશે.

-પાણીની ટાંકી જમીનમાં બનેલી હોવી જોઈએ અને મકાનની અંદરની બાજુ નિર્મિત હોવી જોઈએ. આ દરવાજાને બંદ કરીને બીજા સ્થાનેથી દરવાજો બનાવવો જોઈએ. આ સ્થાન પર શૌચ વગેરે હોય તો તે તુરંત બંધ કરી દેવું જોઈએ. અન્યથા આ સુવિધા ત્યાં જ બનાવવી જોઈએ. પશ્ચિમ- દક્ષિણમાં હોય તો સારું રહે. શૌચ સ્થાન ઉત્તર પૂર્વ કે ઈશાનમાં ન હોવું જોઈએ.
 

આવી જગ્યાએ રાખો પૈસા, આવવા લાગશે બરકત- ધન

  

પૈસા કે ધન રાખવા માટેનું દરેક ઘરમાં અક સ્થાન હોય છે. જ્યારે ચોરનો ભય હોય ત્યારે કોઈ સુરક્ષિત જગ્યાએ ધન રાખતા હોઈએ છે. વાસ્તુ અનુસાર બતાવવામાં આવેલ સ્થાન પર પૈસા રાખવાથી તમારૂં ધન સુરક્ષિત તો રહેશે જ સાથે તેમાં વધારો પણ થશે. આવકમાં પણ વધારો થશે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરનું સ્થાન માનવામાં આવે છે.

- ઉત્તર દિશાનો પ્રભાવ ઘરમાલિકના ધનની સુરક્ષા અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે અર્થાત્ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા નગદ નાણાં ઉત્તર દિશામાં રાખો.

- રોકડા પૈસા, ઘરેણાં તથા અન્ય કિમતી વસ્તુને ઉત્તર દિશામાં કોઈ સ્થાન પર રાખવાથી શુભ ફળ આપે છે.

- ઉત્તર દિશામાં પણ પૂજા સ્થળની આસપાસ રાખવાથી ધનમાં ઝડપથી વૃદ્ધિ થાય છે.

- વળી, વાસ્તુશાસ્ત્રીઓનો એક મત એવો પણ છે કે રોકડું ધન ઉત્તરમાં રાખવાથી સારું ફળ આપે છે પણ રત્ન, આભૂષણ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. કારણ કે રત્ન, આભૂષણો વજનમાં ભારી હોય છે અને તેને ગમે ત્યાં રાખી શકાતા નથી પણ તિજોરીમાં રાખવા પડે છે માટે તેને દક્ષિણ દિશામાં રાખવા એ ઉત્તમ માનવામાં આવે છે.
 

ઘરમાં ભગવાનના ફોટા ક્યાં ન લગાવવા જોઈએ?

આપણી ધાર્મિક માન્યતાઓમાં એક એ પણ માન્યતા છે કે, બેડરૂમમાં ભગવાનની પ્રતિમા કે ફોટો લગાડવો જોઇએ નહી, એ સાથે આપણી ધાર્મિક માન્યતાઓમાં પણ બેડરૂમમાં ભગવાનની પ્રતિમા કે ફોટો લગાડવો જોઇએ નહી પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આખરે ભગવાનની પ્રતિમા કે ફોટો કેમ ના લગાડવો જોઇએ? આ ફોટાઓનો એવો શો પ્રભાવ હોય છે કે તેને લગાડવા માટે મનાઇ કરવામાં આવી છે.

વાસ્તવમાં આ આપણી માનસિકતાને પ્રભાવિત કરે છે, આ કારણ ભગવાનની તસ્વીરોને મંદિરમાં અને પૂજા ઘરમાં લગાડવા માટે કહ્યું છે, બેડરૂમમાં નહીં.કારણકે બેડરૂમએ આપણી અંગત જિંદગીનો હિસ્સો છે કે જ્યાં આપણે આપણા જીવનસાથી સાથે સમય વિતાવીએ છીએ.

બેડરૂમમાં એ આપણી સેક્સ લાઇફ સાથે જોડાયેલો છે. જો ત્યાં આપણે ભગવાનનો ફોટો લગાડીએ તો આપણા મનોભાવોમાં પરિવર્તન આવવાની આશંકા છે અને તે પણ સંભવ છે કે આપણી અંદર વૈરાગ્ય ભાવ આવી જાય અને આપણે દામ્પત્યથી વિમુખ રહીએ છીએ. આનાથી આપણી સેક્સ લાઇફ પણ પ્રભાવિત થાય અને ગૃહસ્થીમાં અશાંતિ પણ ઉત્પન્ન થઇ શકે છે.

આ જ કારણથી ભગવાનની તસ્વીરોને મંદિરમાં અને પૂજા ઘરમાં લગાડવા માટે સલાહ આપવામાં આવી છે, પણ હાં જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે બેડરૂમમાં બાળ ગોપાળનો ફોટો લગાડવો જોઇએ.