Monday, 6 May 2013

અખાત્રીજ માલમાલ થવા ઈચ્છો છો તો આપની રાશિ અનુસાર નીચે લખેલ મંત્ર જપ કરો


13 મે છે વિશેષ દિવસ, આ કામ કરશો તો ક્યારેય ખાલી નહીં થાય ખીસું

વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ કે અક્ષયતૃતીયાનું પર્વ માનવામાં આવે છે. જે ધનલાભની અચૂક અવસર આપે છે .

ધર્મગ્રંથો અનુસાર આ દિવસ માતા લક્ષ્મીની પૂજા કરવાથી નિર્ધન પણ ધનવાન બની જાય છે. જો આપ પણ માલમાલ થવા ઈચ્છો છો તો આપની રાશિ અનુસાર નીચે લખેલ મંત્ર જપ કરો. રાશિ અનુસાર મંત્ર જપ કરવાથી ધન લાભ થવા લાગશે તથા જીવનમાં ખુશહાલી પણ આવશે.


મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિ વાળા આકર્ષક અને પ્રભાવશાળી સ્વભાવ વાળા હોય છે. તેનું વ્યક્તિત્વ રૂઆબદાર અને મર્દાના હોય છે. જ્યોતિષ અનુસાર મેષ રાશિના સ્વામી મંગળ છે. આ રાશિવાળા લોકો માટે ધન પ્રાપ્તિનો મંત્ર એ છે –

मंत्र- ऊँ ऐं क्लीं सौ:

વૃષભ (બ. વ. ઉ.)

રાશિવાળા ઉત્તમ શ્રેણીના પ્રેમી હોય છે. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી શુક્ર છે. આ રાશિવાળા લોકો માટે ધન પ્રાપ્તિનો મંત્ર આ છે –

मंत्र- ऊँ ऐं क्लीं श्रीं
 

મિથુન (ક. છ. ઘ.)
આ રાશિના વ્યક્તિનું વ્યક્તિત્વ સામાન્ય હોય છે. તેના જીવનમાં ઘણાં પ્રેમ સંબંધ રાખે છે. આ કારણે ઘણાં લોકોને એકથી વધારે લગ્નો પણ થાય છે. જ્યોતિષીઓ અનુસાર આ રાશિના સ્વામી બુધ છે. આ રાશિવાળા લોકો માટે ધન પ્રાપ્તિનો મંત્ર છે –

मंत्र- ऊँ क्ली ऐं सौ:
 

કર્ક (ડ. હ.)
આ રાશિના લોકો મૂડી હોય છે. તે સંબંધો પ્રત્યે જવાબદાર પણ હોય છે. આ લોકોમાં નિર્ણય ક્ષમતા સારી હોતી નથી, તેનું મગજ સ્થિર રહેતું નથી. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી ચંદ્ર છે. આ રાશિવાળા લોકો માટે ધન પ્રાપ્તિનો મંત્ર એ છે –

मंत्र- ऊँ ऐं क्ली श्रीं
 

સિંહ (મ. ટ.)
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સિંહ રાશિવાળા લોકોનું વ્યક્તિત્વ સિંહ સમાન હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આ રાશિવાળા લોકો માટે ધનની પ્રાપ્તિનો મંત્ર એ છે –

मंत्र- ऊँ ह्रीं श्रीं सौ:
 

કન્યા (પ. ઠ. ણ.)
કન્યા રાશિના લોકો સુખ-સુવિધા અનુસાર જીવન જીવવા ઈચ્છે છે. પોતાના પરિવાર પ્રત્યે એટલો ઊંડો ઝુકાવ હોય છે, પરિવાર માટે એ બધું ત્યાગી શકે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી બુધ છે. આ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિનો મંત્ર છે –

मंत्र- ऊँ श्रीं ऐं सौ:
 

તુલા (ર. ત.)
તુલા રાશિના લોકો સમજી-વિચારીને જીવે છે. આ લોકો ઘણી સરળતાથી કોઈ પણ વાતને સમજી લે છે. સંબંધો નિભાવવામાં તેને ઘણી સરળતા રહે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી શુક્ર છે. તુલા રાશિ માટે ધન પ્રાપ્તિનો મંત્ર છે –

मंत्र- ऊँ ह्रीं श्रीं सौं
 

વૃશ્વિક (ન. ય.)
વૃશ્ચિક રાશિના લોકોને અહંભાવના વધારે હોય છે, જેનાથી ઘણીવાર તેની સાથે વિવાદ પણ રહે છે. તેના પરિવાર અને મિત્રો સાથે પૂરો સહયોગ પ્રાપ્ત થાય છે. તેને રોમેન્ટિક પ્રેમીઓની શ્રેણી રાખવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી મંગળ છે. આ રાશિના ધન પ્રાપ્તિનો મંત્ર આ છે –

मंत्र- ऊँ ऐं क्लीं सौ:
 

ધન (ધ. ફ. ભ. ઢ.)
આ રાશિના લોકો ઘણાં સંવેદનશીલ અને ખુશમિજાજી હોય છે. દરેક પળ તે જીવી જાણે છે. તે તેના જીવનસાથીને પૂરું સન્માન આપે છે. આ રાશિના સ્વામી ગુરુ છે. આ રાશિ વાળા માટે ધન પ્રાપ્તિનો મંત્ર આ છે –

मंत्र- ऊँ ह्रीं क्लीं सौ:
 

મકર (ખ. જ.)
મકર રાશિના લોકો સામાન્ય રીતે વિચારે છે કે તેને કોઈની જરૂરીયાત નથી. તે પોતાના દરેક કાર્યને પોતાના સામર્થ્યથી કરી શકે છે. આ રાશિના લોકો થોડાં જિદ્દી સ્વભાવના પણ હોય છે. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી શનિ છે. આ રાશિવાળા લોકો માટે ધન પ્રાપ્તિનો મંત્ર એ છે –

मकर- ऊँ ह्रीं क्लीं ह्रीं श्रीं सौ:
 

કુંભ (ગ. શ. ષ. સ.)
આ રાશિના લોકો ઘણાં ભાવુક અને દરેક કાર્ય દિલથી કરનાર હોય છે. આ રાશિના લોકો પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવનારા હોય છે. પોતાના જીવનસાથી પર પૂરો વિશ્વાસ રાખે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી શનિ છે. આ રાશિવાળા લોકો માટે ધન પ્રાપ્તિનો મંત્ર એ છે –

मंत्र- ऊँ ह्रीं ऐं क्लीं श्रीं


મીન (દ. ચ. ઝ. થ.)

આ રાશિના લોકો અતિભાવુક હોય છે. તેને કોઈ પણ સરળતાથી પ્રભાવિત કરી શકે છે. આ લોકો પ્રેમમાં અતૂટ સંબંધ જાળવી રાખે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના સ્વામી ગુરુ છે. આ રાશિના લોકોનો ધન પ્રાપ્તિનો મંત્ર આ છે –

मंत्र- ऊँ ह्रीं क्लीं सौ:

Wednesday, 30 January 2013

સપ્તાહ ના ખાસ ઉપાય

જાણો કયા દિવસે જ્યોતિષનો ખાસ ઉપાય કરવો જોઈએ
જો આપ આ સપ્તાહમાં કેટલાક ખાસ કાર્ય કરવા જઈ રહ્યા છો તો નિમ્ન ઉપાયોની સાથે આપના દિવસની શરુઆત કરો. આ ઉપાયોના પ્રભાવોથી આપના કાર્યની સફળતાનો યોગ અને મજબૂત થશે.તેની સાથે જ ધન સંબંધી સમસ્યાઓનું નિરાકરણ થવા લાગશે. આ પ્રકારે દરેક દિવસે ઉપાય અપનાવશો તો નિશ્ચિત જ શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે.


રવિવાર –

રવિવારના સૂર્ય દેવને જળ ચઢાવો પછી લાલ ફૂલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम:। મંત્રનો જાપ કરો. ગોળનું સેવન કરો. લાલરંગના કપડા કે રૂમાલ રાખો.

સોમવાર –

આ દિવસે સફળતા પ્રાપ્તિ માટે શિવલિંગ પર દૂધ ચઢાવો. આ શક્ય ન હોય તો કાર્ય માટે ઘરથી નીકળતા પહેલા દૂધ કે પાણી પી લો. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम:। મંત્ર બોલીને ઘરથી નીકળો. સફેદ રંગનો રૂમાલ રાખો. 

મંગળવાર –

આ દિવસ હનુમાનજીની આરાધનાનો વિશેષ દિવસ છે. આથી આ સવારે હનુમાન મંદિર જાઓ. સાથે જ હનુમાનજીને બનારસી પાન અને લાલફૂલ ચઢાવો. ઘરથી નીકળતા પગેલા મધનું સેવન કરો અને ऊँ क्रां क्रीं क्रौं स: भौमाय नम:। મંત્ર બોલીને પ્રસ્થાન કરો. લાલ વસ્ત્ર પહેરો કે લાલ કપડા સાથે રાખો.

બુધવાર –

આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પણ કરો. ગણપતિજીને ગોળ-ધાણાનો ભોગ લગાવો. ધરથી વરિયાળી ખાને નીકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम:। મંત્રનો જાપ કરો. લીલા રંગને વસ્ત્ર પહેરો કે લીલો રુમાલ સાથે રાખો.

ગુરુવાર –

જ્યોતિષ અનુસાર ગુરુવાર ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આથી આ દિવસ બૃહસ્પતિ ગ્રહના નિમિત્તે વિશેષ પૂજન કરો. આ ઉપરાંત આ દિવસ ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રી હરિને પીળા ફૂલ અર્પિત કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम:। મંત્રનો જાપ કરો. પીળા રંગની કોઈ મિઠાઈ રાખીને ઘરથી નીકળો. પીળા વસ્ત્ર પહેરો કે પીળો રૂમાલ સાથે રાખો.

શુક્રવાર –
આ દિવસ સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:। મંત્રનો જાપ કરો. ઘરથી નીકળતા પહેલા દહીનું સેવન કરો. સફેદ રંગના કપડા પહેરો તતા સફેદ  રૂમાલ રાખો.


શનિવાર

હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલફૂલ ચઢાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:। મંત્ર જાપ કરી ઘરથી નીકળો. તલનું સેવન કરો. નીલા વસ્ત્રો પહેરો અને બ્લુ કે કાળો રૂમાલ સાથે રાખો. શનિદેવને તેલ અર્પણ કરો.